________________
ભાષાંતર - જેને મૃત્યુની સાથે મિત્રતા છે, જે મૃત્યુથી ભાગી શકે છે તથા જે જાણે છે કે હું મરીશ નહીં, તે જ આવતી કાલે ધર્મ થશે એ પ્રમાણે કદાચ ઇચ્છા કરી શકે, પરંતુ આવું તો કાંઈ બનતું નથી માટે આજે જ ધર્મને કરો. ૪૧||
ગાથાર્થ
-
ગાથાર્થ
હે આત્મા ! દંડથી ઉકેલાતા સૂત્રની જેમ રાત્રિ-દિવસો આયુષ્યને ઉખેળી રહ્યા છે, પરંતુ ગયેલા તે ફરી પાછા આવતા નથી. ।।૪૨।।
ભાષાંતર – હે આત્મા ! દંડની રીતને ધારણ કરતા, પ્રાપ્ત થયેલા ઉપક્રમના કારણો વડે આયુષ્યને ટૂંકુ કરતા રાત્રિ અને દિવસો નિશ્ચે પસાર થાય છે. જેમ કોલિક દંડ સઘળા સૂત્રને ઉકેલે છે, તેમ રાત્રિ-દિવસો પણ આયુષ્યને ઉકેલે છે અર્થાત્ કે આયુષ્યને ઓછું કરતા એવા રાત્રિ-દિવસો પસાર થાય છે. પરંતુ તે ગયેલા રાત્રિ-દિવસો ફરી પાછા આવતા નથી. I॥૪૨॥
આ લોકમાં જેમ સિંહ મૃગને પકડીને લઈ જાય છે. તેમ મૃત્યુ અંત સમયે માણસને પકડીને લઈ જાય છે. તે સમયે માતા-પિતા કે ભાઈ સહાયક બનતા નથી. ।।૪૩મા
ભાષાંતર - જેમ લોકમાં સિંહ હરણને ગ્રહણ કરીને પરલોકમાં લઈ જાય છે. (અહીં યથા-ઉપમા અર્થમાં છે. અને વા વાક્યપૂર્તિ માટે છે.) એ પ્રમાણે મૃત્યુ જીવનના અંત સમયે માણસને પકડીને પરલોકમાં લઈ જાય છે. તે સમયે મૃત્યુ વડે લઈ જવાતા જીવને, માતા-પિતા-ભાઈ વિગેરે કોઈપણ રક્ષણ કરનાર થતા નથી. એટલે કે મરતા જીવના આયુષ્યના અંશને તેઓ ધારણ કરતા નથી. એ પ્રમાણે કહેલું છે કે સંસાર સાગરમાં ડૂબેલા પિતા, ભાઈઓ, પુત્રો, ભાર્યા, બાન્ધવો મરણથી રક્ષણ ક૨વા માટે શક્તિમાન નથી ||૪||
ગાથાર્થ – જીવિત જલબિંદુ જેવું છે. સંપત્તિઓ જળના તરંગની જેમ ચંચળ છે અને સ્નેહ સ્વપ્ન સમાન છે. જે જાણે તે પ્રમાણે તું કર. ૪૪॥
ભાષાંતર - હે આત્મન્ ! જીવન ઘાસના અગ્રભાગ પર પ્રાપ્ત થયેલા પાણીના બિંદુની જેમ ચંચળ છે તથા સંપત્તિઓ જલ્દીથી અન્યત્ર ચાલી જતી હોવાથી
વૈરાગ્યશતક ૫