________________
વૃદ્ધ મરતો નથી, ખાટલો પણ છોડતો નથી. આ પ્રમાણે પરાભવ કરે છે, અથવા હવે આ વૃદ્ધ વડે શું ? એ પ્રમાણે બોલે છે. આ અન્યજનોનો કેવલ પરાભવ નથી, તેના આત્માને પણ અથવા શરીરને પણ નિંદે છે. કહ્યું છે કે કરચલીઓથી યુક્ત જેમાં ફક્ત હાડકા જ રહ્યા છે, તેવા શિથિલ થયેલા સ્નાયુ વડે ધારણ કરાયેલ શરીરને સ્વયં પોતે જ નિંદે છે, તો પછી સુંદર શરીરવાળી સ્ત્રીઓ તો શા માટે દુર્ગંછા ન કરે ? ગોપાલ, બાળ અને સ્ત્રી વિગેરેના દૃષ્ટાન્ત દ્વારા સ્થાપિત કરેલ અર્થ બુદ્ધિમાં સ્થિર થાય છે. આથી તેને પ્રગટ કરવા માટે કથાનકને કહે છે.
કૌશામ્બી નગરીમાં ઘણાં ધનવાળો ઘણા પુત્રવાળો ધન નામનો સાર્થવાહ હતો એકલા તેના વડે વિવિધ ઉપાયો વડે ઘણાં ધનને ઉપાર્જિત કરાયું અને તેનાથી સમસ્ત દુ:ખિત બંધુજન સ્વજન, મિત્ર, પત્ની, ભાઈ, પુત્રાદિ ભોગ્યતાને પામ્યા. ત્યાર પછી કાલના પરિપાકના વશથી વૃદ્ધભાવને પામેલા તેણે સારી રીતે પાલન કરવાથી પ્રાપ્ત કર્યું છે કલાઓમાં કુશલપણું એવા પુત્રો ઉ૫૨ સમસ્ત કાર્યના ચિન્તાના ભારને નાખ્યો. તે પુત્રો પણ અમે પિતા વડે આવી ઉત્તમ દશાને પામ્યા, સર્વજનોથી અગ્રેસર કરાયા એ પ્રમાણે ઉપકારને સ્મરણ કરતા કુલપુત્રપણાને અવલંબન કરતા હતા. પોતે કોઈ કાર્યમાં વ્યગ્ર હોય ત્યારે પોતાની ભાર્યાઓ વડે તે અસમર્થ એવા વૃદ્ધની સેવા કરાવતા હતા. તે સ્ત્રીઓ પણ વિલેપન, સ્નાન, ભોજનાદિ દરેક કાર્યને યથાવસ૨ ન્યૂનતા રહિત કરતી હતી. ત્યાર બાદ કેટલાક દિવસો પસાર થયે છતે, પુત્રો વૃદ્ધિ પામતે છતે, પતિઓ પ્રૌઢતાને પામ્યે છતે, જીર્ણ એવા ઘડપણના કારણરૂપ ઇન્દ્રિયનો પ્રચાર પરાધીન થયે છતે સર્વે અંગો જેના કંપે છે અને સમસ્ત અશુચિ સ્થાનોમાંથી અશુચિ વહી રહી છે, કરાતી સેવામાં વિહ્વળ થયેલા એવા અત્યંત ઘરડા થયેલા તે સાર્થવાહની ઉચિત સેવામાં તે સ્ત્રીઓ ધીમે-ધીમે શિથિલતાને પામી. આ વૃદ્ધ પણ ક્ષીણતાને પામેલી સેવા વડે અને વિશ્વાસ વડે ચિત્તના અભિમાન વડે અત્યંત દુઃખસાગરમાં ડૂબેલા એવા તેણે પુત્રવધૂની ન્યૂનતાને પુત્રોને કહી અને પોતાના પતિ વડે ખેદ પમાડાતી તે સ્ત્રીઓએ વૃદ્ધની સેવાને સંપૂર્ણ ત્યજી . જે કારણથી કહેલું છે કે પુત્ર સ્ત્રી, નોકર, અને મિત્રને વિષે અતિ તર્જના ન કરવી, મંથન કરાતું દહીં પણ સ્નેહને તજે છે તેમાં સંદેહ નથી. ત્યાર પછી તે
વૈરાગ્યશતક ૧૮