________________
ભાષાંતર – હે આત્મા ! ક્ષણે ક્ષણે નાશ પામવાવાળા આ શરીરમાં તથા પવન વડે
વાદળોનો સમૂહ જલ્દીથી નાશ પામે છે, તે પ્રમાણે દેવાદિ ભવની અપેક્ષાથી અલ્પકાલ રહેવાવાળો આ મનુષ્ય ભવ પણ મેઘના સમૂહ સમાન છે. આથી આ મનુષ્ય ભવ પણ મેઘના સમૂહ સમાન છે. આથી આ મનુષ્યભવમાં પાંચઆશ્રવની વિરતિરૂપ જિનેશ્વરોએ કહેલ જે ધર્મ છે, તે ધર્મ કરાય તેટલો જ માત્ર સાર છે. “(સારનો વળી દ્રવિણ ન્યાય,
પાણી વિગેરે અનેક અર્થ થાય છે) li૩રા/ ગાથાર્થ - જન્મનું દુઃખ, જરાનું દુ:ખ, રોગો અને મરણો છે. અહો ! સંસાર જ
દુઃખરૂપ છે કે જ્યાં જીવો પીડા અનુભવે છે. ૩૩ ભાષાંતર – અહો ! એ અવ્યય તે જીવના સંબોધન અર્થમાં અથવા આશ્ચર્ય અર્થમાં
છે. સંસારમાં ભટકતા જીવોને તેવું કાંઈપણ નથી જે દુ:ખરૂપ ન હોય, તે આ પ્રમાણે જન્મ એ દુ:ખ, દુ:ખનાં હેતુ હોવાથી તે દુઃખ કહેવાય છે. તથા કહેલું છે કે અગ્નિ જેવા લાલ વર્ણવાળી સોય વડે નિરંતર ભેદાતાને જેવા પ્રકારની વેદના છે તેનાં કરતાં આઠ ગુણી વેદના ગર્ભમાં હોય છે. તેના અતિ વિસ્વરથી રડતો માતાને અને પોતાને અતુલ વેદના ઉત્પન્ન કરતો યોનિરૂપી યંત્રમાંથી જીવ કોઈપણ રીતે નીકળે છે. રા/ જન્મતા અને મરણ પામતા પ્રાણીને જે દુ:ખ છે તે દુ:ખ વડે તપેલા પોતાને જાતિસ્મરણ જ્ઞાન થતું નથી llall તે પ્રમાણે વયની હાનિ રૂપ દુ:ખ, તથા કહેલું છે કે અહો ! જંઘાયુગલ થરથરે છે, દૃષ્ટિ ક્ષીણ થાય છે, સાંભળવાની શક્તિ નાશ પામે છે, વાયુ વડે અંગ તૂટે છે, આ પ્રચુર વિકૃતિ વાળો થાય છે. લોકમાં અનાદય થાય છે, હસવા યોગ્ય થાય છે, શોક કરવા યોગ્ય થાય છે, ઘરના ખૂણામાં રહે છે અને ઉધરસ ખાતો ખાટલામાં બેસી રહે છે //રા. વૃદ્ધપણામાં જિનદત્ત શ્રાવકની જેમ પત્ની, પુત્રો, પુત્રી, અને ઘણા જનોથી અતિ દુ:સહ પરાભવને પામે છે. all તથા શ્રી આચારાંગમાં લોક વિજય નામના અધ્યયનમાં પ્રથમ ઉદ્દેશામાં કહેવું છે કે “વા’ શબ્દ બીજા પક્ષને બતાવનાર છે. બીજા અન્ય જનો તો દૂર રહો, પરંતુ જે પુત્ર,
સ્ત્રી, વિગેરેની સાથે વસે છે તે પુત્ર, સ્ત્રી વગેરે આત્મીય જનો જે જીવ વડે પૂર્વે સમર્થ અવસ્થામાં પોષેલા હતા તેઓ જ વૃદ્ધાવસ્થા પામેલા જીવને નિંદે છે (ાં તે વાક્યાલંકારમાં વપરાયેલ છે) અને બોલે છે કે આ
વેરાગ્યશતક ૧૭