________________
છે કે કર્મના પરતંત્રપણાથી શરીર અને આત્માનો સંબંધ છે, આથી તને આ શરીરમાં કેવો રાગ ? કેવી મૂચ્છ ? કહ્યું છે કે માંસ, હાડકા લોહી, અને સ્નાયુ વડે આચ્છાદિત, કલમલ, ચરબી, અને મજ્જાથી ભરેલ ચામડીની કોથળી રૂ૫, ફરતા એવા યંત્રમાંથી ઝરતા એવા મળ-મૂત્ર વડે જે સતત પૂર્ણ છે, દુર્ગધ અને અશુચિ વડે બીભત્સ, અને અશુચિનાં કારણ રૂપ દેહમાં રાગનું કારણ શું થાય ? આથી શરીરને વિષે રાગને છોડીને ધર્મમાં કાંઈક ઉદ્યમ કરો. ૩oll
ગાથાર્થ - હે આત્મા ! આ કુટુંબ ક્યાંથી આવેલું છે અને ક્યાં ગયું ? તું પણ
ક્યાંથી આવ્યો છે અને ક્યાં જઈશ ? પરસ્પર તમે બન્ને આ જાણતા
નથી તો તારું કુટુંબ ક્યાંથી ? I૩૧|| ભાષાંતર - હે આત્મા ! આ માતા-પિતા-ભાઈ વગેરે કુટુંબ ક્યાંથી આવેલું છે ?
તથા અહીંથી મરીને ક્યાં ગયું ? તું પણ ક્યાંથી આવેલો છે અને
ક્યાં જઈશ ? એ પ્રમાણે પરસ્પર પણ તમે બન્ને એકબીજાને જાણતા નથી, જેથી આચારાંગમાં શસ્ત્ર પરિજ્ઞા અધ્યયનમાં પહેલા ઉદ્દેશામાં કહેલું છે કે અહીં કેટલાકને સંજ્ઞા હોતી નથી, તે આ પ્રમાણે જેમ કે હું પૂર્વ દિશાથી આવ્યો છું કે દક્ષિણ દિશાથી આવ્યો છું ? પશ્ચિમ દિશાથી આવ્યો છું કે ઉત્તર દિશાથી આવ્યો છું ? ઉર્ધ્વ દિશાથી આવ્યો છું કે અધો દિશાથી આવ્યો છું ? અધો દિશાથી આવ્યો છું કે કોઈ પણ એક દિશાથી અથવા અનુદિશાથી હું આવ્યો છું ? આ પ્રકારે કોઈ જીવોને ખબર નથી હોતી. મારો આત્મા જુદી જુદી ગતિઓમાં ઉત્પન્ન થવાવાળો છે અથવા મારો આત્મા જુદી જુદી ગતિઓમાં ઉત્પન્ન થવાવાળો નથી, હું કોણ હતો ? અને આ શરીરથી છૂટીને આ સંસારમાં બીજા જન્મમાં શું હોઈશ ? તે પુરુષ સ્વયં સૂક્ષ્મ બુદ્ધિથી તથા તીર્થકર આદિના ઉપદેશથી અથવા બીજાની પાસેથી સાંભળીને ફરીથી પૂર્વોક્ત વાતોને જાણી લે છે. પણ પરસ્પર
ગમનાગમન નહીં જાણતા હોવાથી તારું કુટુંબ ક્યાંથી ? Il૩૧ ગાથાર્થ - વાદળાના સમૂહ સમાન મનુષ્યભવમાં અને ક્ષણભંગુર દેહને વિષે જે
સુંદર ધર્મ કરાય છે, તેટલો જ માત્ર સાર છે. ૩રા
વૈરાગ્યશતક ૧૭