________________
ગાથાર્થ – આ શરીર ક્ષણભંગુર છે અને આત્મા તેથી જુદો શાશ્વત સ્વરૂપ છે. કર્મના
વશથી તારો તેની સાથે સંબંધ થયો છે, તો તે શરીરને વિષે તારી મૂચ્છ શી
છે ? Iકoll ભાષાંતર - હે આત્મા ! આ શરીર ક્ષણવિનાશી છે. શ્રી આચારાંગમાં લોકસાર
અધ્યયનના બીજા ઉદ્દેશામાં કહેવું છે કે “૩રથમં વિદ્ધસધમ્મ મધુવં
બતયં મસાયં વાવયં વિપરિણામધુમ્મ” મિર્યાદિ, આની ટીકા આ પ્રમાણે - આ ઔદારિક શરીર લાંબો કાળ ઔષધ-રસાયનાદિથી સંસ્કારિત કરવા છતાં માટીના કાચા ઘડાથી પણ અત્યંત નિસાર છે, સર્વથા સદા નાશ પામવાના સ્વભાવવાળું છે, તે બતાવે છે અથવા તો પહેલા અથવા પાછળથી પણ આ ઔદારિક શરીર હવે જે કહેવાશે તે સ્વભાવવાળું છે. પોતાની મેળે જ જે ભેદાય તે ભિદુર, તે ધર્મ આ શરીરનો છે. એ પ્રમાણે નાશ પામવાના સ્વભાવવાળું આ ઔદારિક શરીર સારી રીતે પોષવા છતાં પણ મસ્તક પેટ, ચક્ષુ, છાતી વગેરે અવયવોમાં વેદનાના ઉદયથી પોતાની જાતે જ ભેદાય છે, તેથી ભિદુધર્મવાળું, તથા હાથ-પગાદિ અવયવનો ધ્વંસ એટલે કે નાશ થતો હોવાથી વિધ્વંસન ધર્મવાળું છે. અવશ્ય થનારું હોય તે ધ્રુવ કહેવાય. જેમ ત્રણ પ્રહરના અંતે સૂર્યોદય, પણ આ શરીર તેવું નથી તેથી અધ્રુવ, જે નાશ ન પામે, ઉત્પન્ન ન થાય, અને સ્થિર એક સ્વાભાવપણાથી કૂટસ્થ નિત્યપણે જે રહે તે નિત્ય અને આ શરીર તેવું નથી તેથી તે અનિત્ય છે. તથા તે તે રૂપ વડે પાણીની ધારાની જેમ જે સતત પડે છે. (અવિચ્છન્નપણે) તે શાશ્વત, આ શરીર તેવું નથી, તેથી તે અશાશ્વત તથા ઇષ્ટ આહરના ઉપભોગપણાથી ઔદારિક શરીરની વર્ગણા-અને પરમાણુની વૃદ્ધિ થતી હોવાથી ચય થવો એ ધીરજના ટેકા રૂપ છે. અને ઇષ્ટાહારાદિના રહિતપણાથી શરીરની વર્ગણાદિનો નાશ થતો હોવાથી અપચય, તે ચયાપચય જેમાં વિદ્યમાન છે તે ચયાપચયક, આથી જ વિવિધ એવા પરિણામ રૂપ એટલે બીજા સ્વરૂપે થવું તે સ્વભાવ જેનો છે તે વિપરિણામ ધર્મ, (ઇતિ સિદ્ધ. સા.પ્ર. સ. મુદ્રિતે ૧૮૭ પત્રે) જેથી શરીર આવા પ્રકારનું છે. અને શાશ્વતરૂપ એટલે નાશ ન પામે તેવા, ઉત્પન્ન ન થાય તેવા સ્વભાવવાળો આત્મા શરીરથી અન્ય છે, કારણ કે શરીરના નાશમાં આત્માનો નાશ થતો ન હોવાથી. તો પછી કયા કારણથી પરસ્પર ભેદવાળા શરીર અને આત્માનો સંબંધ છે ? તો કહે
વેરાગ્યશતક ૧૫