________________
સર્વે સ્ત્રીઓએ એકી સાથે વિચારણા કરીને પોતાના પતિને કહ્યું કે આ વૃદ્ધ સેવા કરવા છતાં પણ વૃદ્ધપણામાં વિપરીત બુદ્ધિ ઉત્પન્ન થવાથી અમોને નિંદે છે. જો તમોને પણ અમારા ઉપર અવિશ્વાસ હોય તો કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિને નિરૂપણ કરો. તે પુત્રોએ પણ તે પ્રમાણે કર્યું. વળી તેઓ પણ સર્વે સર્વ કાર્યોને યથાવસર કરતી હતી. પુત્રો વડે પૂછાયેલો આ વૃદ્ધ પણ પૂર્વેના વિલખા ચિત્તપણાથી તે સ્ત્રીઓને પણ નિંદે છે કે આ સ્ત્રીઓ પણ મારું કંઈપણ ઉચિત કાર્ય કરતી નથી. વળી વિશ્વાસનીય વ્યક્તિના વચનથી જાણેલા તત્વવાળા એવા પુત્રો વડે આ સેવા કરાતો પણ વૃદ્ધપણાથી સર્વેને નિંદે છે એ પ્રમાણે નિશ્ચિત કર્યું. ત્યાર પછી પુત્રો વડે પણ તિરસ્કૃત કરાયેલો તે વૃદ્ધ બીજાઓને પણ યથાવસરે તે પુત્રોના તર્જનાના સ્વભાવને કહેતો હતો. ત્યાર પછી આ પુત્રો વડે તિરસ્કૃત કરાયેલો, પુત્રવધૂઓ વડે પરાભવ પામેલો સ્વજનો વડે વાણી માત્ર વડે પણ નિંદાયેલો, કોઈના વડે પણ નહીં લેવાતો, સુખી અવસ્થામાં પણ દુ:ખી થયેલો બાકી રહેલા આયુષ્યની અવસ્થાને અત્યંત કષ્ટપૂર્વક અનુભવે છે. એ પ્રમાણે અન્ય પણ જરાથી પરાભૂત થયેલા શરીરવાળા, ઘાસને પણ વાળવામાં અસમર્થ થયા છતાં કાર્યમાં જ એક નિષ્ઠતાને પામેલા લોકોથી પરાભવને પામે છે, અને કહ્યું છે કે જરા વડે પરાભવ પામેલા પુરુષને ધિક્કાર થાઓ, કે જેને વૃદ્ધપણાથી શરીર સંકોચાય છે, ગતિ શિથિલ થાય છે, દાંતો નાશ પામે છે, નેત્રોનું તેજ ઘટે છે, રૂપ ક્ષણ થાય છે. મુખમાંથી લાળ પડે છે બાંધવજન બોલાવતો નથી, પત્ની પણ સેવા કરતી નથી પુત્ર પણ અવજ્ઞા કરે છે. આ પ્રમાણે જરાથી પરાભવ પામેલાને પોતાના સ્વજનો પણ નિંદે છે. આ વૃદ્ધ પણ પરાભવ પામતો, વિરક્ત ચિત્તવાળો તે પુત્રોએ કરેલા અપરાધો લોકોને કહે છે. કહ્યું છે કે તે વૃદ્ધ પણ પુત્રોને આ પ્રમાણે (વા શબ્દ પૂર્વની અપેક્ષાથી બીજા પક્ષને બતાવે છે.) તે સ્વજનો પણ તે વૃદ્ધને નિંદે છે. અને તે વૃદ્ધ પણ જરાથી જર્જરિત થયેલા દેહવાળો તે પોતાના સ્વજનોના અનેક દોષોને બતાવવા વડે નિંદે છે. અથવા તો અવિદ્યમાન અર્થથી તેઓની આ અવજ્ઞા કરે છે. જેઓ પૂર્વે કરેલા ધર્મના વશથી તે વૃદ્ધને નિંદતા નથી, તેઓ પણ તેના દુ:ખને દૂર કરવામાં સમર્થ થતા નથી. તે પુત્ર-પત્ની વિગેરે તને એટલે ક વૃદ્ધને રક્ષણ માટે કે શરણ માટે થતા નથી. ત્યાં આપત્તિથી તારવામાં
વૈરાગ્યશતક ૧૯