________________
ગાથાર્થ
ગાથાર્થ
પિતા ભાઈ વિગેરે ભેદોથી ભિન્ન સ્વજનોના સંબંધો પ્રાપ્ત કરાયા છે. જે કારણથી કહ્યું છે કે “દરેક યુગમાં હજારો માતાપિતા સેંકડો પુત્ર અને પત્નીઓ વ્યતીત થયેલા છે. તેથી તેઓને વિષે મોહ કરવો તે યોગ્ય
નથી” (૧) અને અયોગ્યપણું આ છે કે પત્નીઓ પરાભવ કરનારી છે, બધુંજનો બંધન રૂપ છે, વિષયો વિષ સ્વરૂપ છે, તો પણ લોકનો આ કેવો મોહ કે જે શત્રુઓ છે તેઓને વિષે મિત્રની આશા રાખે છે (૨) તે કારણથી જો તું આત્માને સુખી કરવા ઇચ્છે છે તો તે સંપત્તિ અને સ્વજનોના સંબંધોથી વિરામ પામ એટલે કે પાછો ફર. વિરામ (વિરતિ) સુખનું કારણ છે. ૨૫॥
ભાષાંતર - અસહાય એવો એકલો જ જીવ જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોને બાંધે છે, એટલે કે આત્માની સાથે એકમેક કરે છે. તથા એકલો જ ભવાંતરમાં વધ એટલે તાડન, બંધ એટલે દોરડાદિ વડે બંધન, પ્રાણના ત્યાગ રૂપ મરણ, તથા આપત્તિને સહન કરે છે, અનુભવે છે. નરકાદિ ગતિમાં વધબન્ધાદિ પ્રાપ્ત કરે છે. તથા એકલો જ કર્મોથી ઠગાયેલો એટલે પુણ્ય કરવાથી ઠગાયેલ સંસારમાં ભમે છે. વચ્ ધાતુનો વેલવ આદેશ થાય છે. ૨૬ા
-
આ જીવ એકલો જ કર્મબંધ કરે છે. વધ, બંધ મરણ અને આપત્તિને એકલો જ સહન કરે છે. વળી કર્મથી ઠગાયેલો એકલો જ આ જીવ સંસારમાં ભમે છે. ।।૨૭।
હે જીવ ! અન્ય કોઈપણ તારુ અહિત કરતું નથી, હિત પણ આત્મા પોતે જ કરે છે, અન્ય કોઈ કરતું નથી. પોતે જ કરેલા (કર્મે કરીને) સુખ-દુઃખને તું ભોગવે છે, તો શા માટે દીન મુખવાળો થાય છે. ।।૨૭।।
ભાષાંતર - હે આત્મા ! વધબન્ધાદિક અનિષ્ટને અન્ય કોઈ પણ કરતું નથી, જે હું આના વડે મરાયો ઇત્યાદિ બીજાએ કરેલું છે એમ તું ન વિચાર. તથા સુખના કારણોના સમૂહને પણ આત્મા પોતે જ કરે છે. ‘દુ’ નિશ્ચય અર્થમાં છે એટલે બીજું કોઈ જ કરતું નથી, તેથી શુભાશુભ કર્મોથી પ્રેરિત એવા આત્મા વડે કરાયેલા સુખદુઃખને તું ભોગવે છે, તો શા માટે તું વિલખા મુખવાળો થાય છે ? જો બીજા વડે કાંઈક ઈષ્ટ અથવા અનિષ્ટ કરાયેલું હોય તો તારે તે બંને ઉપર રાગ-દ્વેષ કરવો ઉચિત
વૈરાગ્યશતક ૧૩