________________
યાવતુ નખ વડે સ્પર્શાયા વગર બાકી રહે જ્યારે આ મોટા લોકમાં એવો એક પ્રદેશ પણ બાકી ન રહે. લોક શાશ્વત છે અને સંસાર અનાદિ છે. જીવ નિત્ય છે, કર્મનું બહુલપણું છે. જન્મ-મરણની બહુલતાએ બધાને આશ્રયીને કોઈ પરમાણુ પુદ્ગલમાત્ર પ્રદેશ નથી
જ્યાં જીવ જન્મ્યો ન હોય તે કારણથી એક પણ પુદ્ગલમાત્ર પ્રદેશ આખા મોટા લોકમાં નથી કે જ્યાં જીવ જન્મ્યો ન હોય અને મર્યો ન હોય એ પ્રમાણે શ્રી ભગવતી સૂત્રના બારમા શતકમાં સાતમા ઉદ્દેશામાં કહેલું છે. તથા ઉગ્રાદિ એવું કુલ નથી જેમાં જાતિ આદિમાં સર્વે જીવો અનંતવાર જન્મ્યા ન હોય એટલે કે ઉત્પન્ન ન થયા હોય અને મર્યા ન હોય એટલે કે પ્રાણનો ત્યાગ ન કર્યો હોય. આના વડે વ્યવહારરાશિમાં આવેલા જે જીવો અનંતકાળ રહેલા વિદ્યમાન છે, તેઓની સર્વે પણ જાતિ આદિમાં ઉત્પત્તિ થયેલી જ છે એ પ્રમાણે સંભવે છે વિશેષ આ અભિપ્રાયને તો બહુશ્રુતો જ જાણે છે. /ર૩
ગાથાર્થ - લોકને વિષે વાલના અગ્રભાગના અસંખ્યાતા ભાગ જેટલું પણ એવું
કોઈ સ્થાન નથી કે જ્યાં જીવો ઘણી વાર સુખ દુઃખની પરંપરાને ન
પામ્યા હોય. ર૪ ભાષાંતર – હે જીવ ! લોકને વિષે કોઈ મોટું ક્ષેત્ર તો દૂર રહો, પણ એક વાલના
અગ્રભાગના છેડા માત્ર એટલું પણ ક્ષેત્ર નથી કે જ્યાં વાળના અગ્રભાગના છેડા માત્ર જેટલા સ્થાનમાં ઘણીવાર જીવોએ શાતા આશાતા રૂપ સુખદુ:ખની પરંપરાને અનેકવાર પ્રાપ્ત ન કરી હોય. કર્મને આધીન થયેલા જીવોએ સર્વત્ર ક્યારેક સુખ તો ક્યારેક દુ:ખ ને
પ્રાપ્ત કર્યું છે. ર૪ો. ગાથાર્થ - હે જીવ ! સંસારને વિષે સર્વે સંપત્તિઓ અને સર્વેની સાથે સ્વજનના
સંબંધો પામ્યો છે, પણ હજુ સુધી સુખી થયો નથી. તેથી જો આત્માના સ્વરૂપને જાણવા ઇચ્છતો હોય તો તે રિદ્ધિ તથા સંબંધોથી
વિરામ પામ //રપા ભાષાંતર - હે આત્મા ! સંસારમાં ભટકતા એવા તારાવડે સર્વે સંપત્તિઓ પ્રાપ્ત
કરાઈ છે. અહીં ગવ શબ્દ ૨ અર્થમાં છે. વળી તારાવડે સર્વે માતા
વૈરાગ્યશતક ૧૨