________________
સાર્થવાહપણે પહેલા ઉત્પન્ન થયા છે ? હે ગૌતમ ! અનેક વાર થાવત્ અનંતવાર. એ જ પ્રમાણે સર્વે જીવો જીવના રાજાદિપણા વડે ઉત્પન્ન થયા છે. એ જ પ્રમાણે હે ભગવંત ! જીવો સર્વે જીવોના દાસપણે, પ્રેષ્યપણે, ભૂતકપણે ભાગ ગ્રહણ કરવાપણે ભોગિક પુરુષપણે શિષ્યપણે દ્રષ્યપણે પહેલા ઉત્પન્ન થયા છે ? હે ! ગૌતમ ! યાવતુ અનંતીવાર. આ પ્રમાણે સર્વે જીવો અનંતીવાર
થયેલા છે. એ પ્રમાણે બારમા શતકના સાતમા ઉદ્દેશામાં છે. કેરી ગાથાર્થ – સંસારમાં એવી કોઈ જાતિ નથી, એવી કોઈ યોનિ નથી, એવું કોઈ સ્થાન
નથી, એવું કોઈ કુલ નથી કે જ્યાં સર્વે જીવો અનંતીવાર જન્મ્યા ન હોય
અને અનંતીવાર મૃત્યુ પામ્યા ન હોય. /ર૩ll ભાષાંતર - સંસારમાં ક્ષત્રિયાદિ એવી કોઈ જાતિ નથી, જીવોના ઉત્પત્તિસ્થાન રૂપ
એવી કોઈ યોનિ નથી, એવું કોઈ આકાશપ્રદેશરૂપ સ્થાન નથી. તથા શ્રી ભગવતી સૂત્રમાં કહેવું છે કે “મહાન એવા લોકમાં હે ભગવંત ! કેટલા પરમાણુ પુદ્ગલ માત્ર પ્રદેશ છે કે જ્યાં આ જીવ જન્મ્યો ન હોય કે મર્યો ન હોય ? હે ગૌતમ ! તે કાર્ય માટે એક પણ પ્રદેશ સમર્થ નથી. હે ભગવંત ! શા માટે આપ એ પ્રમાણે કહો છો કે આ મહાન લોકમાં કોઈપણ પરમાણું પુદ્ગલમાત્ર પણ પ્રદેશ નથી જ્યાં આ જીવ જન્મ્યો કે મર્યો ન હોય ? હે ગૌતમ ! કોઈક નામના કોઈક પુરૂ ષે સો બકરીઓ માટે એક મોટો બકરીઓનો વાડો કર્યો. તે તેમાં જઘન્યથી એક અથવા બે અથવા ત્રણ અને ઉત્કૃષ્ટથી એક હજાર બકરાઓને નાખે. તેઓ ત્યાં ઘણી ચરવાની ભૂમિથી અને ઘણા પાણીથી (ખોરાક મેળવે) પછી એક દિવસ અથવા બે દિવસ અથવા ત્રણ દિવસ અથવા ઉત્કૃષ્ટથી છ માસ સુધી વસે, તો તે ગૌતમ! બકરીઓના વાડાના કેટલા પરમાણુપુદ્ગલ માત્ર પ્રદેશ તે બકરીઓના મળ વડે, મૂત્ર વડે, ગ્લેખ વડે, કાનના મેલ વડે, વમન વડે, પિત્ત વડે, પરુ વડે, વીર્ય વડે, લોહી વડે, ચર્મ વડે, રોમ વડે, શીંગડા વડે, ખરી વડે, નખ વડે સ્પર્શાયા વગર બાકી રહે ? ભગવન્! તે સમર્થ નથી (એક પણ આકાશપ્રદેશ સ્પર્શાયા વગર બાકી ન રહે) ગૌતમ ! તે બકરીના વાડાના કેટલાક પરમાણુપુલમાત્ર પ્રદેશ બાકી રહે છે તે બકરીઓના મળ વડે ઝઝઝઝઝઝઝઝઝ
વૈરાગ્યશતક ૧૧