________________
ભાષાંતર - હે આત્મા ! તું એ પ્રમાણે જાણ નહીં કે પુત્ર-સ્ત્રી વિગેરે મને સુખના હેતુ થશે.તો શું જાણવું ? તો કહે છે કે આ સંસારમાં ના૨ક તિર્યંચ આદિ વિવિધ રૂપ વડે ભ્રમણ કરતા જીવોને પુત્રી-સ્ત્રી વિગેરે ગાઢ બંધન રૂપ છે. આ બંધનથી બંધાયેલા જીવો જ સંસારમાં રહે છે. એ પ્રમાણે જાણ. ।।૨૧।
-
ગાથાર્થ – સંસારમાં કર્મના વશથી સર્વે જીવોને અનવસ્થા છે કે જે, ભવમાં માતા હોય છે તે ભવાન્તરમાં સ્ત્રી થાય છે, જે સ્ત્રી હોય છે તે માતા રૂપે થાય છે, પિતા હોય તે પુત્ર રૂપે ઉત્પન્ન થાય છે અને પુત્ર હોય છે તે ભવાંતરમાં પિતા રૂપે થાય છે. II૨૨૫
ભાષાંતર -હે જીવ ! સંસા૨માં કર્મના વશથી એટલે કર્મની પરાધીનતાથી સર્વે જીવોને અનિયમિતપણું હોય છે. તેને જ કહે છે કે જે આ ભવમાં માતા હોય છે તે જ અન્યભવમાં પત્નીપણે ઉત્પન્ન થાય છે., જે પત્ની હોય છે તે માતા રૂપે ઉત્પન્ન થાય છે તથા કર્મના વશથી પિતા પુત્ર રૂપે થાય છે અને પુત્ર અન્યભવમાં પિતા રૂપે થાય છે. આથી અનિયમિતપણું જ છે. જો માતા હોય તે માતા રૂપે જ ભવાંતરમાં થાય અને પત્ની હોય તે પત્ની રૂપે જ થાય તો નિયમિતપણું કહેવાય પણ તે પ્રમાણે તો થતું નથી. આથી જ તે અનવસ્થા અર્થાત્ અનિયમિતપણું કહેવાય. તથા શ્રીમદ્ ભગવતીમાં આ પ્રમાણે કહેલું છે - હે ભગવંત ! જીવો સર્વે જીવોના માતાપણે, પિતાપણે, બંધુપણે, બહેનપણે, પત્નીપણે, પુત્રપણે, પુત્રીપણે, પૂર્વ ઉત્પન્ન થયેલા છે ? હે ગૌતમ ! અનેક પ્રકારે અથવા અનેકવાર. હે ભગવંત ! સર્વે જીવો આ જીવના માતાપિતાદિપણે પહેલા ઉત્પન્ન થયેલા છે ? હે ગૌતમ ! સર્વે જીવો આ જીવના માતાદિપણા વડે અનેકવાર ઉત્પન્ન થયા છે. હે ભગવંત ! જીવો, સર્વે જીવોના સામાન્યથી શત્રુભાવ વડે કરીને, વૈરિપણા વડે કરીને, મા૨ના૨પણા વડે કરીને, વ્યથકપણા વડે કરીને, પ્રત્યનીકપણા વડે કરીને, મિત્ર તરીકે સહાયપણું નહિ કરવા દ્વારા પહેલા ઉત્પન્ન થયેલા છે ? હે ગૌતમ ! અનંતીવાર ઉત્પન્ન થયેલા છે. હે ભગવંત ! સર્વે જીવો આ જીવના એ જ પ્રમાણે ઉત્પન્ન થયા છે. હે ભગવંત ! જીવો સર્વે જીવોના રાજાપણે. યુવરાજપણે યાવત્
વૈરાગ્યશતક ૧૦