________________
ગાથાર્થ - સંસારમાં રહેલા અને ચોરાશી લાખ યોનિમાં વસતા એવા માતા-પિતા અને બન્ધુઓ વડે આ લોક ભરેલો છે, પણ તે કોઈ તારું રક્ષણ કરનાર નથી તેમજ શરણ આપનાર પણ નથી ।।૧૯।।
ભાષાંતર - ચોરાશી લાખ પ્રમાણવાળી યોનિમાં વસતા અને સંસારમાં રહેલા એવા માતા-પિતા અને બન્ધુઓ વડે આ ચૌદરાજ લોક પૂરાયેલો છે. આ સર્વે જન્તુઓ ક્યારેક માતા પણે ઉત્પન્ન થાય છે, ક્યારેક પિતાપણે તો ક્યારેક બન્ધુપણે ઉત્પન્ન થાય છે, અને તે સંસારમાં રહેલા માતાદિ સ્વજનો ૨ક્ષણ રૂપ થતા નથી. આપત્તિમાંથી તારવામાં જે સમર્થ હોય તેને ત્રાણ કહેવાય છે, જે પ્રમાણે મહાપ્રવાહો વડે તણાઈ જતો વ્યક્તિ હોંશિયાર એવા નાવિક વડે અધિષ્ઠિત એવા વહાણને પ્રાપ્ત કરીને પાણીને તરી જાય છે, એની જેમ માતાપિતાદિ સ્વજનો સંસાર રૂપ સમુદ્રને પાર ઉતરવામાં સમર્થ થતા નથી. અને તેઓ શરણરૂપ પણ નથી. જેના આલંબનને પામીને નિર્ભયપણે રહેવાય તે શરણ કહેવાય. મહાપ્રવાહમાં તણાતા પ્રાણીઓને કિલ્લો, પર્વત અથવા પુરુષ પણ શરણ રૂપે ક્યારેક પ્રાપ્ત થઈ જાય છે. પરંતુ સંસારરૂપ મહાસમુદ્રમાં તણાતા જીવોને માતાપિતાદિ કોઈ શરણ રૂપ થતુ નથી. કહેલું છે કે જન્મ-જ૨ામરણના ભયોથી ઉપદ્રવ પામેલા અને વ્યાધિ અને વેદનાદિ ગ્રસ્ત થયેલા એવા આ લોકમાં જિનવચનથી અન્ય બીજું કોઈ શરણ નથી. ।।૧૯।।
ગાથાર્થ – જ્યારે રોગોથી ઘેરાયેલો આ જીવ, જલ વિનાના માછલાની જેમ તડફડે છે ત્યારે સર્વે પણ સ્વજનો તેને રોગોથી પીડાતો દેખે છે, છતાં તેમાંથી કોણ તેની વેદના દૂર કરવાને સમર્થ થાય છે ? ।।૨૦।
ભાષાંતર - વિવિધ પ્રકારના રોગોથી ઘેરાયેલો જીવ, જલ રહિત પ્રદેશમાં રહેલા માછલાની જેમ તડફડે છે, એટલે કે આકુળ-વ્યાકુળ થાય છે. રોગો વડે પીડાતા તેવા પ્રકા૨ના જીવને સઘળા સ્વજનો દેખે છે. પરંતુ તેની પીડાને દૂર ક૨વામાં કોણ પુરુષ સમર્થ થાય ? અર્થાત્ કે કોઈપણ સ્વજન તેની પીડાને દૂર કરી શકતું નથી. I૨૦
ગાથાર્થ
–
હે જીવ ! તું આ સંસારને વિષે પુત્ર સ્ત્રી વિગેરે, મને સુખના હેતુ થશે એમ જાણ નહીં, કારણ કે સંસારમાં ભ્રમણ કરતા જીવોને એ પુત્ર-સ્ત્રી વિગેરે ગાઢ સંસાર બંધનનું કારણ થાય છે. ।।૨૧।
વૈરાગ્યશતક
૯