________________
ભાષાંતર - હે પ્રાણીઓ ! તરુણાવસ્થામાં જે તમારું બળ એટલે પરાક્રમ હતું તે ક્યાં
ગયું ? તથા તે યૌવન એટલે કે તરુણપણું ક્યાં ગયું ? તથા શરીરની ઉત્કૃષ્ટતા ક્યાં ગઈ! પૂર્વે જે જે વસ્તુ જે સ્વરૂપે જોવાયેલી હતી તે તે વસ્તુ તે સ્વરૂપે પાછળથી કાળ વડે નષ્ટ કરાયેલી છે. તે કારણથી તે સર્વે પદાર્થોને અનિત્ય સ્વરૂપે જુઓ. પૂર્વે જે શરીર બળ, સૌન્દર્ય અને જુવાનીથી યુક્ત હતું, તે જ શરીર હમણાં કાળ વડે બળ, સૌન્દર્ય અને જુવાનીથી રહિત
કરાયું છે. તેથી તે શરીરમાં શ્રદ્ધા કેવી રીતે થાય ? ૧પા ગાથાર્થ – ગાઢ કર્મરૂપ પાશથી બંધાયેલો જીવ આ સંસારરૂપ નગરના ચારગતિ
રૂ૫ માર્ગમાં અનેક પ્રકારની વિડમ્બનાને પામે છે, અહીં તેનું કોણ
શરણ છે ? ૧૯ ભાષાંતર - હે જીવ! આ આત્મા ગાઢ કર્મ રૂપ જે બન્ધનો છે, તેના વડે બંધાયેલો,
સંસાર રૂપી નગરના ચારગતિ રૂપ જે માર્ગો તે માર્ગમાં અર્થાત્ કે ચારેગતિમાં, વિવિધ એટલે શરીર અને મનને દુ:ખ આપનારી અનેક પ્રકારની વધ-બન્ધનાદિ રૂપ વિડમ્બનાઓ પામે છે. આથી આ સંસારમાં પ્રાણીઓને કોણ શરણ છે ? કે જેના અવલમ્બનથી તેઓ વિડંબનાને ન
પામે ! ||૧૬ ગાથાર્થ – કર્મના પ્રભાવ વડે આ જીવ વિર્ય અને મળ રૂપ કાદવની અશુચિથી
ભયાનક અને રૌદ્ર એવા ગર્ભવાસમાં અનંતી વાર વસ્યો છે. ૧૭ll
ભાષાંતર - ઘોર એટલે રૌદ્ર એવા ગર્ભવાસ એટલે માતાના ઉદરના એક ભાગમાં,
આ જીવ શુભાશુભ કર્મના પ્રભાવ વડે અનંતીવાર વસ્યો છે. કેવા પ્રકારના ગર્ભવાસમાં ? વીર્ય અને મળ રૂપ જઠરના દ્રવ્યના સમૂહ રૂપ જે કાદવ, તે રૂપ અશુચિથી ઉગ કરનાર અતિ ભયજનક એવા
ગર્ભાવાસમાં જીવ વસ્યો છે. ll૧૭ી ગાથાર્થ – લોકને વિષે જીવને ઉત્પન્ન થવાના સ્થાન રૂપ યોનિ ચોરાશી લાખ છે. તે
એક એક યોનિમાં આ જીવ અનંતી વાર ઉત્પન્ન થયો છે. ll૧૮ ભાષાંતર - કિલ એટલે કે ખરેખર, આગમમાં કહેવું છે કે લોકમાં જીવના
ઉત્પત્તિસ્થાનો રૂપ યોનિના ચોરાશી લાખ ભેદ વિદ્યમાન છે, તે ઉત્પત્તિસ્થાનોને યોનિ કેહવાય છે. તે એક એક યોનિમાં જીવ અનંતીવાર ઉત્પન્ન થયો છે. ૧૮
વૈરાગ્યશતક
૮