________________
છે. સ્ત્રીઓનો મરણ વડે વિયોગ થાય છે. અથવા તો અન્ય પુરુષની સાથે સંયોગ થવાથી વિયોગ થાય છે. અન્ય સર્વે વસ્તુનો વિયોગ થાય છે. પરંતુ એક શ્રી જિનેશ્વર ભગવંતે કહેલ ધર્મનો ક્યારેય વિયોગ થતો નથી. ધર્મ આલોક અને પરલોકમાં પણ સુખનું કારણ હોવાથી આત્માથી
તે ક્યારેય છૂટો પડતો નથી. ગાથાર્થ - આઠ કર્મરૂપ પાશથી બંધાયેલો એવો જીવ સંસારરૂપ કેદખાનામાં રહે છે.
આઠ કર્મરૂપ પાશથી મૂકાયેલો જીવ મોક્ષમંદિરમાં જઈને રહે છે. ./૧૩.
ભાષાંતર - હે આત્મા ! આઠ પ્રકારના કર્મરૂપી જે પાશા છે તેના વડે બંધાયેલો
એવો આ જીવ સંસારરૂપ કેદખાનામાં રહે છે. આઠ પ્રકારના કર્મ રૂપ પાશથી રહિત થયેલો આત્મા મોક્ષ રૂપ મહેલમાં રહે છે. જ્યારે આત્મા કર્મરહિત થાય છે ત્યારે એક સમય વડે અન્ય ક્ષેત્રને સ્પર્શ કર્યા વગર - મોક્ષમાં જાય છે.
ગાથાર્થ - વૈભવ સ્વજનોના સંબંધ, વિલાસ વડે મનોહર વિષય સુખો આ સર્વે
કમલના પત્રના અગ્રભાગમાં રહેલા ચંચળ પાણીના બિંદુની જેમ અતિશય
ચંચળ છે. ૧૪ ભાષાંતર - વૈભવ એટલે ધન, તથા પિતા, માતા, ભાઈ, પત્ની વિગેરે સ્વજનોનો
સંબંધ તથા લીલા વડે મનોહર વિષયસુખો આ સર્વે, કમળના પાંદડાના છેડે રહેલું, કંપવાના સ્વભાવવાળું જે પાણીનું બિન્દુ છે તેની જેમ અતિશય અસ્થિર છે. જે પ્રમાણે કમલના પાંદડાના છેડાના ભાગમાં રહેલું જલનું બિન્દુ પવન વડે થોડા જ સમયમાં પડી જતું હોવાથી અલ્પકાલ જ રહે છે તેની જેમ વૈભવાદિ સર્વે પણ અસ્થિર છે. “પૂ પુત્ર-પૌત્ર-પુ-પચ્છ: (૮-૪-૧૧૭)” આ પ્રમાણેના હૈમ પ્રાકૃત વ્યાકરણના સૂત્ર વડે ઘૂર્ણ ધાતુનો ઘોલ આદેશ કરી શીલ એટલે સ્વભાવ અર્થમાં ટુર પ્રત્યય કરેલો છે. ll૧૪ હવે પહેલા કોઈપણ બળાદિથી યુક્ત કેટલાક યુવાનોને જોઈને પાછળથી
તેઓને જ ગળી ગયેલા શરીરવાળા જોઈને ઉપદેશ આપતા કહે છે કેગાથાર્થ - શરીરનું તે બળ ક્યાં ગયુ? તે જુવાની ક્યાં ગઈ? શરીરનું સૌન્દર્ય ક્યાં
ગયું? કાળ વડે તે સર્વે થોડા જ વખતમાં હતું ન હતું કરાયું છે. આથી તે સર્વે અનિત્ય છે તેમ જુઓ ૧પો.
વૈરાગ્યશતક
૭