________________
ભાષાંતર - હે પ્રાણીઓ ! પોતપોતાના શરીરના પ્રતિબિમ્બના દંભ વડે આ યમરાજા
સઘળા જીવોના છિદ્રને શોધતો પ્રાણીની ક્યારેય પણ કેડ – છેડો મૂકતો નથી. વાસ્તવિક રીતે તો પ્રાણીઓની આ છાયા નથી પરંતુ યમ જ પ્રાણીઓના છિદ્ર અર્થાત્ દોષોને શોધે છે. ક્યારે આ જીવ સ્કૂલના પામે અને ક્યારે હું તેને ગ્રહણ કરું એ પ્રમાણેની ઇચ્છાથી તે દરેક જીવની પાછળ પડેલો છે. તે કારણથી તમે જીનેશ્વર ભગવંતે કહેલા અહિંસાદિ રૂપ ધર્મમાં ઉદ્યમ કરો. જ્યાં સુધી યમ વડે ગ્રહણ કરાયેલા નથી ત્યાં સુધી
કાંઈક પુણ્યને કરો. ગાથાર્થ – અનાદિકાલિન એવા આ સંસારમાં વિવિધ પ્રકારના કર્મને વશ થયેલા
જીવોને એવો કોઈ સંબંધ નથી કે જે ન સંભવે, અર્થાત્ કે સમગ્ર સંબંધોથી જીવો સંસારમાં ભટક્યા છે. ./૧૦
ભાષાંતર – જેની આદિ એટલે કે શરૂઆત નથી એવા અનાદિ તેમજ પરિવર્તન
સ્વરૂપ એવા કાળમાં આ સંસારમાં વિવિધ પ્રકારના કર્મને આધીન પ્રાણીઓને તેવો કોઈ જીવનો ભેદ નથી કે જે ન ઘટતો હોય અર્થાતુ કે સર્વે ભેદોથી સર્વે સંસારી જીવો ઘણીવાર જોડાયેલા છે. વિવિધ પ્રકારના કર્મથી પ્રેરાયેલા જીવો વડે જુદા જુદા પ્રકારની જાતિઓમાં સર્વે પણ
એકેન્દ્રિય -બેઇન્દ્રિય આદિ ભેદો પ્રાપ્ત કરાયા છે. ગાથાર્થ – સ્વજનો, મિત્રો, માતા, પિતા, પુત્ર, સ્ત્રી એ સર્વે વ્યક્તિ મૃત્યુ પામ્યા પછી
પાણીની અંજલી આપી સ્મશાનથી પાછા જાય છે ||૧૧||
ભાષાંતર - સર્વે પણ બાંધવો એટલે સ્વજનો, મિત્રો, માતા, પિતા (પ્રાકૃત હોવાથી
સૂત્રમાં પિતા-માતા આ પ્રમાણે વિપર્યય છે.) પુત્ર, પત્ની વગેરે મૃત્યુ પામેલ વ્યક્તિને પાણીની અંજલી આપીને સ્મશાનથી પોતાના ઘરે પાછા
જાય છે. પરંતુ મૃત્યુ પામેલ વ્યક્તિની પાછળ જતા નથી. ગાથાર્થ – હે જીવ ! પુત્રો વિખૂટા પડે છે, બાન્ધવો વિખૂટા પડે છે, સ્ત્રીઓ પણ
વિખૂટી પડે છે પરંતુ એક ધર્મ, જે જિનેશ્વર ભગવંતે કહેલો છે તેનો
ક્યારે પણ વિયોગ થતો નથી. ૧૨ ભાષાંતર – હે આત્મા ! પુત્રો વિખૂટા પડે છે. પોતાના કરતા પુત્રોનું મરણ કોઈવાર
પહેલાં થાય છે. તથા સ્વજનો વિખૂટા પડે છે. તથા સ્ત્રીઓ વિખૂટી પડે
વૈરાગ્યશતક
તુ