________________
ગાથાર્થ – કાળરૂપી સર્પ વડે ભક્ષણ કરાતી કાયા, જે રક્ષણ કરી શકાય એવી
કોઈ કલા નથી, એવું કોઈ ઔષધ નથી, એવું કોઈ વિજ્ઞાન પણ
નથી. ૭ll ભાષાંતર - બહોતેર કળામાંથી એવી કોઈ કળા નથી, અને તેનું કોઈ ઔષધ નથી,
તેમજ તેવું કોઈ શિલ્પ આદિ વિજ્ઞાન પણ નથી કે જે કળા આદિવડે “કાલ” એટલે કે મૃત્યુ, તે રૂપી જે સર્પ તેના વડે ભક્ષણ કરાતી કાયા ધારણ કરી
શકાય એટલે કે ખાતા એવા કાલ રૂપી સર્પ વડે રક્ષણ કરી શકાય. ll૭ી ગાથાર્થ – ઘણા ખેદની વાત છે કે શેષનાગ રૂપ મોટા નાળચાવાળા પર્વત રૂપી
કેસરાવાળા, દિશા રૂપ વિશાળ પાંદડાવાળા, પૃથ્વી રૂપી કમળમાં કાળ રૂપ ભ્રમર મનુષ્ય રૂપ રસને પીવે છે
ભાષાંતર - “મો” અવ્યય ખેદ અર્થમાં છે. કાલ રૂપ ભમરો,પૃથ્વી રૂપ જે
કમલ, તે કમળમાં લોક રૂપી રસને પીવે છે અન્ય એટલે કે પ્રાણી રૂપ ભ્રમર પણ કમળમાં રસને પીવે છે. તે પ્રમાણે કાલરૂપ ભ્રમર પૃથ્વી રૂપ કમળમાં મનુષ્ય રૂપી રસને પીવે છે. એ પ્રમાણે કહેવાનો ભાવ છે. અપરાધ નહીં કર્યો છતે પણ દ્વિપદ-ચતુષ્પદ-બહુપદ-અપદ-સમૃદ્ધ અને નિર્ધનને અપકાર નહિ કરનારને પણ હતાશ (આશા વગેરનો અપેક્ષા વગરનો) એવો યમ સતત હરણ કરે છે. કેવા પ્રકારના પૃથ્વી રૂપી કમલમાં ? લાંબા શેષનાગ રૂપી નાળચાવાળા કમળમાં. આ વિશેષણ લોકોકિત વડે કરેલું છે. તથા પર્વતો રૂપી કેસરા જેને વિષે છે તેવા કમળમાં. અહીં પ્રાકૃત હોવાથી વિભક્તિનો લોપ કરેલો છે. તથા દશ દિશા રૂપી મોટા પાંદડા જેને વિષે છે તેવા પૃથ્વીરૂપી કમલમાં. “હિસાહસ્તેિ અહીં સ્વાર્થમાં રૂટ્સ પ્રત્યય લાગેલો છે. “કો || ગો અવ્યય સૂચના અને પશ્ચાત્તાપ અર્થમાં હેમ પ્રાકૃત વ્યાકરણ (૮-૨-૨૦૩)માં કહેલો છે. અહીં પશ્ચાત્તાપ અર્થમાં ગ્રહણ કરેલ છે.
ગાથાર્થ - પડછાયાના બહાના વડે સઘળા જીવોના છલને શોધતો એવો કાલ કોઈના
પણ પડખાને મૂકતો નથી. તે કારણથી તમે ધર્મમાં ઉદ્યમને કરો. હલા
વેરાગ્યશતક
૫