________________
ગાથાર્થ
ભાષાંતર - હે જીવો ! કર્તવ્યરૂપ ધર્મકાર્યના અવસરે તમે સૂઈ ન રહો. પ્રમાદ ન કરવો જોઈએ. આ સંસા૨થી નાશી જવા યોગ્ય છે. તો કયા કારણથી તમે સંસારમાં વિસામો ખાવા બેઠા છો ? અર્થાત્ કે આવા સંસારમાં તમે ખેદને કેવી રીતે દૂર કરશો ? જે કારણથી ત્રણ મનુષ્યો તમારી પાછળ લાગેલા છે. તે કયા ત્રણ મનુષ્યો ? તો કહે છે કે રોગ-અતિસારાદિ, જરા-વયની હાનિ, અને મૃત્યુ આ ત્રણે પાછળ પડેલા છે. આથી ધર્મમાં પ્રમાદ ન કરવો જોઈએ વ્યવહા૨માં પણ લોક જાગવા યોગ્ય સ્થાનમાં સૂતો નથી અને નાશી જવા યોગ્ય સ્થાનમાં વિશ્રામ નથી કરતો. અહી રોગ-જરા-અને મૃત્યુ એ ત્રણ ને “જન” એ પ્રમાણે લોકઉક્તિ વડે જ કહેવાયેલું છે. વાસ્તવિક રીતે તેઓ આત્માના (વૈભાવિક) ધર્મ સ્વરૂપે છે.
ગાથાર્થ
સામાન્ય મનુષ્યો તો દૂર રહો પણ જે પ્રેમના બન્ધન વડે રાગી થયેલા સ્વજનાદિઓ પણ જેઓ પ્રાત:કાલે જોવાયેલા છે તેઓ તેવા જ સ્વરૂપે સન્મ્યાના સમયે દેખાતા નથી. સ્નેહના અનુરાગથી રક્ત થયેલાઓનો ખરેખર વિયોગ ન થતો હોવાથી અહિં સ્વજનો ગ્રહણ કર્યા છે. પરંતુ સંસારમાં ક્ષણવાર પહેલા જોવાયેલું પણ નષ્ટ થતું હોવાથી સ્વજનોનો પણ વિયોગ થાય છે. તેમાં કાંઈ જ આશ્ચર્ય પામવા જેવું નથી. II૪l હે જીવો જાગવાને ઠેકાણે સૂઈ ન રહો. જ્યાંથી નાશી જવું જોઈએ ત્યાં વિસામો ખાવા કેમ બેઠા છો ? કારણ કે રોગ જરા અને મૃત્યુ એ ત્રણ મનુષ્યો તમારી પાછળ પડ્યા છે. IIII
-
ચન્દ્ર અને સૂર્યરૂપી બળદો દિવસ અને રાત્રિ રૂપી ઘડાઓની પંક્તિ વડે જીવોના આયુષ્ય રૂપી પાણીને ગ્રહણ કરી કાળ રૂપી રેંટને ફેરવે છે. કા
ભાષાંતર – ચન્દ્ર અને સૂર્યરૂપી બળદો (અહીં પ્રાકૃત હોવાથી બહુવચન કરેલું છે) દિવસ અને રાત્રિ રૂપી ઘડાઓની પંક્તિ વડે જીવોના આયુષ્ય રૂપી પાણીને ગ્રહણ કરીને પરિવર્તન સ્વરૂપ જે કાળ છે, તે કાળ રૂપ રેંટને ફેરવે છે, અર્થાત્ કે ઘડીકમાં ઊંચે ઘડીકમાં નીચે ફેરવે છે. IIઙા
વૈરાગ્યશતક ૪