________________
રહેતું નથી. તે પ્રમાણે આયુષ્ય પણ આવી ચિમરણ વડે ક્ષણે ક્ષણે ક્ષય થાય છે તે આયુષ્ય કેટલા કાળ સુધી રહેશે ? એ પ્રમાણે
મૂઢપણાથી જીવો જાણતા નથી. રા. ગાથાર્થ - જે કાલે કરવા યોગ્ય છે તે આજે જ જલ્દીથી કરો, સાંજના સમયની રાહ
ન જુઓ કારણ કે મુહૂર્ત ઘણા વિદનવાળું છે. ૩.
ભાષાંતર - હે પ્રાણીઓ ! જે પછીના દિવસે કરવા યોગ્ય ધર્મકરણી છે, તે
વિલંબકર્યા વગર આજે જ કરો (અહિં વિય શબ્દનો એવકાર અર્થ છે.) કારણ કે નિચ્ચે ઘણા અંતરાય છે જેમાં એવું બહુ વિપ્નવાળું મુહૂર્ત એટલે કાળ છે. આથી સાંજના સમય સુધી વિલંબ ન કરો. (હુ શબ્દનો નિશ્ચય અર્થ છે) “શ્રેસિ વવિન” આ પ્રમાણેના વચનથી એટલે કે પુણ્યકર્મમાં પ્રવૃત્ત થયેલા પુરુષોને ઘણાં અંતરાયો ઉત્પન્ન થાય છે. આથી ધર્મકાર્ય કરવામાં વિલંબ ન કરવો જોઈએ. તથા વેદમાં પણ આ પ્રમાણે જ કહેલું છે. “આવતી કાલે આવતી કાલે એમ ઉપાસના ન કરવી કારણ કે મનુષ્યની
આવતી કાલ કોણ જાણે છે ?” III. ગાથાર્થ – સંસારના સ્વભાવનું ચરિત્ર કેવું છે ? ખેદ સૂચક છે. કારણ કે સ્નેહના
અનુરાગથી આસક્ત પણ સ્વજનાદિ જે પ્રાત:કાલે જોવાયેલા છે, તે
સંધ્યાનાં સમયે દેખાતા નથી. જો ભાષાંતર – “મ' કાર અલાક્ષણિક છે. સંસારના સ્વભાવનું આચરણ જોઈને ખરેખર
મને વિષાદ થાય છે. શામાટે વિષાદ થાય છે ? તો કહે છે કે બીજા * ત્યાં વીચિ એટલે છેદ તેનો અભાવ અવીચિ તે જ આવીચિ તેના વડે મરણ તે
આવી ચિમરણ. તે પાંચ પ્રકારે છે (૧) દ્રવ્ય (૨) ક્ષેત્ર (૩) કાલ (૪) ભવ (૫) ભાવ તેમાં (૧) જે નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવોને ઉત્પત્તિ સમયથી માંડીને પોતપોતાના આયુષ્યના
કર્મદળિયાનો અનુભવ થતો હોવાથી ખપતું હોવાથી તે દ્રવ્ય આવી ચિમરણ અને તે નરકાદિ
ચાર ગતિ હોવાથી ચાર પ્રકારે છે. (૨) એ પ્રમાણે નારકાદિ ચાર ગતિના વિષયવાળા ક્ષેત્રની મુખ્ય અપેક્ષા વડે ક્ષેત્ર આવીચિમરણ
પણ ચાર પ્રકારે જ છે. (૩) દેવાદિમાં અદ્ધાકાળનો અસંભવ હોવાથી દેવનું આયુષ્યરૂપ કાળ એમ ચારે ગતિમાં આયુષ્યના
કાળની મુખ્ય અપેક્ષા વડે કાલ આવી ચિમરણ પણ ચાર પ્રકારે છે. (૪) એ પ્રમાણે દેવાદિ ચાર પ્રકારના ભવની અપેક્ષા વડે ભવ આવીચિમરણ ચાર પ્રકારે છે. (૫) તથા દેવ આદિ ચાર પ્રકારના આયુષ્યના ક્ષય સ્વરૂપ ભાવની મુખ્ય અપેક્ષા વડે ભાવ
આવીચિમરણ પણ ચાર પ્રકારે છે. આ વાત ઉત્તરાધ્યયનસૂત્રની વૃત્તિ જે ખરતરગચ્છ રૂપ આકાશના આંગણામાં ચંદ્ર સમાન એવા ઉપાધ્યાય કમલસંયમ મુનિએ કરેલ છે તેના ૧૩પમા પાના ઉપર છે.
વૈરાગ્યશતક
૩