________________
વૈરાગ્યશતક
ગાથાર્થ - કેવળજ્ઞાનરૂપી લક્ષ્મીને ધારણ કરનારા, શ્રી પાર્શ્વનાથ સ્વામીને નમસ્કાર
કરીને પૂર્વના આચાર્ય વડે રચાયેલા વૈરાગ્યશતકને સારી રીતે મારી બુદ્ધિની ક્ષમતા પ્રમાણે વર્ણન કરું છું.
ત્યાં પ્રથમ ગાથા આ પ્રમાણે - ગાથાર્થ - વ્યાધિ અને વેદનાથી ભરેલા અસાર એવો સંસારમાં સુખ નથી એમ
જાણતો હોવા છતાં પણ સંસારમાં રહેલો જીવ જીનેશ્વર ભગવંતે કહેલા ધર્મને કરતો નથી. ૧૫.
ભાષાંતર - અસાર એટલે કે અપ્રધાન એવા ચારગતિરૂપ સંસારમાં તાત્ત્વિકરીતે
અથવા ઘણું કરીને, શાતા વેદનીય કર્મથી ભોગ્ય એવું કાંઈપણ સુખ વિદ્યમાન નથી. સંસારના અસારપણાનું કારણ કહેતા કહે છે કે કેવા સંસારમાં ? વ્યાધિ એટલે કે શરીરની માંદગી વેદના એટલે કે માનસિક દુ:ખ આ બન્નેથી ભરેલા એવા આ સંસારમાં પ્રાણીઓને ફક્ત વ્યાધિ અને વેદના જ વર્તે છે. એ પ્રમાણે જાણતો એવો પણ સંસારમાં રહેલો જીવ જીનેશ્વર ભગવંતો વડે કહેવાયેલા અને પોતે પ્રાપ્ત કરેલા એવા ધર્મને કર્મની બહુલતા હોવાને કારણે કરતો નથી. ધર્મ કોને કહેવાય ? - દુર્ગતિમાં પડતા પ્રાણીઓને ધારણ કરે તે ધર્મ. //ના.
ગાથાર્થ - મૂઢ પુરુષો આજે કાલે, આવતા વર્ષે, અથવા પછીના વર્ષમાં મને
અર્થસંપત્તિ થશે એમ વિચારે છે પરંતુ અંજલિમાં રહેલા પાણીની જેમ
ગળતા એવા આયુષ્યને જોતા નથી. !!! ભાષાંતર – “ઘ” આદિપદોમાં પ્રાકૃત હોવાથી અનુસ્વાર કરેલો છે. મૂઢ
મનુષ્યો આજે, કાલે, આવતા વર્ષમાં અથવા પછીનાં વર્ષોમા મને ધનની પ્રાપ્તિ થશે એમ વિચારે છે. જેમ કે- આજના દિવસે મને દ્રવ્યસંપત્તિ મળશે, અથવા કાલે મળશે અથવા આવતા વર્ષે મળશે અથવા પછીના વર્ષે મળશે એ પ્રમાણે આશાથી બંધાયેલા રહે છે. પરંતુ અંજલિમાં રહેલા પાણીની જેમ ગલતા એવા આયુષ્યને
વિચારતા નથી. જેમ અંજલિમાં રહેલું પાણી થોડા પણ કાલ સુધી ઝઝઝઝઝઝઝઝઝઝઝ
વૈરાગ્યશતક ૨