Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૧૨]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર [પર્વ ૧૦ મું છાયક દેવને સાધી સેનાપતિ પાસે ગુહાના કમાડ ઉઘડાવીને ચક્રી સૈન્ય સહિત વૈતાઢયગિરિની બહાર નીકળ્યા. પછી પ્રિય મિત્ર ચક્રવત્તીએ અષ્ટમ તપ કર્યો, જેથી નૈસર્પ વિગેરે નવનિધિ તેને વશ થયા. પછી સેનાપતિ પાસે ગંગાનું બીજું નિષ્ફટ સધાવી છ ખંડનો વિજય કરી પ્રિય મિત્ર ચક્રવત્તી સૂકા નગરીએ આવ્યા. ત્યાં દેવતાઓએ અને રાજાઓએ મળીને બાર વર્ષના મહોત્સવપૂર્વક તેમના ચકવરીપણાને અભિષેક કર્યો. પછી એ રાજા નીતિથી પૃથ્વીનું પાલન કરવા લાગે.
એક વખત મૂકાનગરીના ઉદ્યાનમાં પિટિલ નામના આચાર્ય સમોસર્યા. તેમની પાસેથી ધમ સાંભળી પુત્રને રાજ્યપર બેસારીને તેમણે દીક્ષા લીધી, અને કેટી વર્ષ સુધી ઉત્કૃષ્ટ તપ કર્યું. પછી એકંદર ચોરાશી લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી મૃત્યુ પામીને મહાક દેવલોકે સર્વાર્થ નામના વિમાનને વિષે દેવતા થયા.
મહાશુક્ર દેવકથી ચ્યવી ભરતખંડને વિષે છત્રા નામની નગરીમાં જિતશત્રુ રાજાની ભદ્રા નામની રાણીથી નંદન નામે પુત્ર થયો. તે યૌવનવાન થતાં રાજ્યપર બેસારીને જિતશત્રુ રાજાએ સંસારથી નિર્વેદ પામી દીજ્ઞા લીધી. લોકોને આનંદ ઉત્પન્ન કરનાર તે નંદનરાજા સમૃદ્ધિથી ઈંદ્રના જેવો થઈ યથાવિધિ પૃથ્વી પર રાજ્ય કરવા લાગ્યો. અનુક્રમે જન્મથી
વીશ લાખ વર્ષ વ્યતિક્રમાવી વિરક્ત થઈને તે નંદન રાજાએ પિટ્ટિલાચાર્ય પાસે દીક્ષા લીધી. નિરંતર માસોપવાસ કરવા વડે પિતાના શ્રમયને ઉત્કૃષ્ટ સ્થિતિએ પહોંચાડતા નંદનમુનિ ગુરૂની સાથે ગ્રામ, આકર અને પુર વિગેરેમાં વિહાર કરવા લાગ્યા. તે બંને પ્રકારના અપધ્યાન (આd, રૌદ્ર)થી અને દ્વિવિધ બંધન (રાગ દ્વેષ)થી વર્જિત હતા; પ્રકારના દંડ (મન, વચન, કાય), ત્રણ પ્રકારના ગૌરવ (ઋદ્ધિ, રસ, શાતા) અને ત્રણ જાતિના શલ્ય (માયા, નિદાન, મિથ્યા દર્શન)થી રહિત હતા, ચાર કષાયને તેમણે ક્ષીણ કર્યા હતા, ચાર સંજ્ઞાથી વર્જિત હતા, ચાર પ્રકારની વિકથાથી રહિત હતા, ચતુર્વિધ ધર્મમાં પરાયણ હતા અને ચાર પ્રકારના ઉપસર્ગોથી પણ તેને ઉદ્યમ અખલિત હતપંચવિધ મહાવ્રતમાં સદા ઉદ્યોગી હતા અને પંચવિધ કામ (પાંચ ઇંદ્ધિઓના વિષયોના સદા દ્વેષી હતા, પ્રતિદિન પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં આસક્ત હતા, પાંચ પ્રકારની સમિતિને ધારણ કરતા હતા અને પાંચ ઈંદ્રિયને જીતનારા હતા; ષડૂ જવનિકાયના રક્ષક હતા, સાત ભયના સ્થાનથી વજિત હતા, આઠ મદના સ્થાનથી વિમુક્ત હતા, નવવિધ બ્રહ્મચર્યની ગુતિને પાળતા હતા અને દશ પ્રકારના યતિધર્મને ધારણ કરતા હતા, સમ્યફ પ્રકારે એકાદશ અંગનું અધ્યયન કરતા હતા, બાર પ્રકારની યતિપ્રતિમાને વહન કરવાની રૂચિવાળા હતા; દુસહ એવી પરીષહની પરંપરાને તે સહન કરતા હતા અને તેઓને કોઈ પ્રકારની સ્પૃહા નહોતી. આવા તે નંદમ મુનિએ એક લાખ વર્ષ સુધી તપ કર્યું. એ મહા તપસ્વી મુનિએ અહંત ભક્તિ વિગેરે વીશ સ્થાનકેના આરાધનથી દુખે મેળવી શકાય તેવું તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org