Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૧ લે ] શ્રી મહાવીર સ્વામીના પૂર્વ ભવનું વર્ણન
[૧૧ મરથની સાથે તે અનુક્રમે મોટે થયો. સંસારથી નિર્વેદ પામેલા ધનંજય રાજાએ પ્રિય મિત્રને રાજ્યપર બેસારીને દીક્ષા લીધી. પ્રિયાની જેમ ભૂમિને પાળતા પ્રિય મિત્ર રાજાને અનુક્રમે ચૌદ મહારને ઉત્પન્ન થયા. પછી ચકના માર્ગને અનુસરીને પખંડ વિજય કરવા ચાલ્યા.
પ્રથમ પૂર્વાભિમુખ ચાલી માગધતી આવ્યા. ત્યાં અષ્ટમ તપ કરી ચતુરંગ સેના સહિત પડાવ કર્યો. અમને અંતે રથારૂઢ થઈ થોડે દૂર જઈને તેણે ધનુષ્ય હાથમાં લીધું. પછી એ મહાભુજે માગધતીર્થ કુમાર દેવને ઉદ્દેશીને પિતાના નામથી અંકિત ગરૂડના જેવું એક બાણ તેના તરફ ફેંકયું. તે બાણ આકાશમાં બાર યોજન પર્યત જઈને માગધદેવની આગળ ઉત્પાત વજીની જેમ પડયું. તે વખતે “મરવાને ઈરછતા એવા કોણે આ બાણ નાંખ્યું?' એમ ચિંતવતા માગધદેવે કપથી ઊઠીને તે બોણ હાથમાં લીધું. એટલે તેની ઉપર ચકવત્તીના નામના અક્ષરની શ્રેણી જોઈને તે ક્ષણવારમાં શાંત થઈ ગયું. પછી કેટલીક ભેટો લઈને તે પ્રિયમિત્ર ચકીની પાસે આવ્યો. અને “હું તમારે આજ્ઞાધારી છું” એમ બોલતો આકાશમાં ઉભે રહ્યો, ઉપાય જાણનારા તેણે વિવિધ ભેટેથી ચકવરીની પૂજા કરી. ચક્રવત્તએ તેનો સત્કાર કરીને વિદાય કર્યો અને પોતે પાછા વળીને પારણું કર્યું. તેમજ તે માગધદેવને નિમિત્તે ત્યાં અઠ્ઠાઈ ઉત્સવ કર્યો. પછી કર્ક રાશિના સૂર્યની જેમ ચક્રવતી દક્ષિણ દિશા તરફ ગયા. ત્યાં વરદામ નામના દેવને પૂર્વની જેમ સાધી લીધે. ત્યાંથી પશ્ચિમ તરફ જઈ પ્રભાસપતિને સાથે. પછી સિંધુ નદી સમિપે ગયા. ત્યાં જેમણે અષ્ઠમતપ કર્યું છે એવા ચક્રવતી પાસે સિંધુદેવીએ પ્રત્યક્ષ થઈને બે દિવ્ય રત્નમય ભદ્રાસનો અને દિવ્ય આભૂષણે આપ્યા. તે દેવીને વિદાય કરીને ચકના માગને અનુસરતા ચક્રી વૈતાઢયગિરિ પાસે આવ્યા. ત્યાં અષ્ટમ કરીને વૈતાઢ્યાદ્રીકુમાર નામના દેવને સાધી લીધે. પછી તમિસા ગુહા સમીપે જઈ અષ્ટમ તપ કર્યું. એટલે ત્યાં રહેલા કૃતમાળ દેવે સ્ત્રીરત્નને યોગ્ય એવાં બીજાં આભૂષણે આપ્યા. સેનાપતિએ ચક્રીની આજ્ઞાથી ચર્મરત્નવડે સિંધુ નદી ઉતરીને લીલામાત્રમાં તેનું પ્રથમ નિષ્ફટ સાધી લીધું. ત્યાંથી પાછા આવી ચકીની આજ્ઞાથી અષ્ટમતપ કરીને દંડરત્નના ઘાતવડે તેણે તમિસાનું દ્વાર ઊઘાડવું. પછી ચક્રવતી ગજરનપર આરૂઢ થઈ, તેના દક્ષિણ કુંભસ્થળ ઉપર પ્રકાશને અર્થે મણિરત્ન મૂકીને તમિસા ગુહામાં પેઠા. ત્યાં કાકણું રત્નથી ગુહાની બંને બાજુએ પ્રકાશને માટે સૂર્યમંડલ જેવા માંડલા કરતા ચક્રવતી ચક્રને અનુસરતા ચાલ્યા. પછી ઉમ્મન્ના અને નિમગ્ના નદીપર પાજ બંધાવી. તેના વડે તે નદી ઉતરીને પોતાની મેળે ઉઘડી ગયેલા તે ગુફાના ઉત્તરદ્વારથી ચકી બહાર નીકળ્યા. ત્યાં ચક્રવતીએ આપાત જાતિના કિરાત કોને જીતી લીધા. અને સેનાપતિ પાસે ગંગા નદીનું પ્રથમ નિષ્ફટ સધાવ્યું. પોતે અષ્ટમભક્ત કરીને ગંગાદેવીને સાધી. પછી ગુફાના અધિષ્ઠાયક દેવને સાંધીને સેનાપતિ પાસે સિંધુનું બીજુ નિકૂટ સધાવી ચકને અનુસરી ત્યાંથી પાછા ફરી વૈતાઢવ્યગિરિ પાસે આવ્યા. ત્યાં વૈતાઢ્ય ઉપરની બંને શ્રેણીના વિદ્યાધરોને વશ કરી લીધા. પછી ખંડપ્રપાતા ગુફાના અધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org