Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૧ ]
શ્રી મહાવીરસ્વામીના પૂર્વ ભવતું વર્ણ ન
[ફ
કે, ‘પ્રથમ તે આ પુરૂષ એકલા મારી શુઢા પાસે આવ્યે તે શ્રીપણું, ખીજું રથમાંથી નીચે ઉતર્યો તે ધીપણું અને ત્રીજું શસ્ત્ર છેડી દીધાં. તે ધીપણુ, માટે મદાંધ હાથીની જેમ અતિ દુઃ એવા આ ત્રિપૃષ્ટને હુ મારી નાંખું.' આમ વિચારી મુખ ફાડીને એ સિંહ ફાળ ભરી ત્રિપૃષ્ટ ઉપર કુદી પડયો. એટલે ત્રિપૃષ્ઠે એક હાથે ઉપરના અને ખીજે હાથે નીચેના હોઠ પકડીને જીણુ વસ્ત્રની જેમ તેને ફાડી નાખ્યા. તત્કાળ દેવતાઓએ વાસુદેવ ઉપર પુષ્પ, આભરણુ અને વસ્રોની વૃષ્ટિ કરી. લેાકેા વિસ્મય પામી ‘સાધુ, સાધુ' એવા શબ્દો કહેતા સ્તુતિ કરવા લાગ્યા. તે વખતે અહા ! આ નાના બાળક જેવા કુમારે મને આજે કેમ – માર્યાં ? • એવા અમથી તે સહુ એ ભાગે થયેા છતા પણ ધ્રૂજવા લાગ્યા. એટલે ચરમ તીર્થંકરના જીવ તે વાસુદેવને સારથિ ગૌતમ ગણધરના જીવ હતા તેણે સ્ફુરણાયમાન થતા સિંહુ પ્રત્યે કહ્યું- અરે સિંહ ! જેમ તુ પશુઓમાં સિંહુ છુ, તેમ આ ત્રિપૃષ્ટ મનુષ્યમાં સિંહ છે, તેણે તને માર્યાં છે તેથી તું વૃથા અપમાન શા માટે માને છે ? કેમકે કાઈ હીન પુરૂષે તને માર્યાં નથી.' આ પ્રમાણે અમૃત જેવી તે સારથિની વાણી સાંભળી પ્રસન્ન થઈ ને તે સિંહ મૃત્યુ પામ્યા. અને ચેાથી નરકમાં નારકીપણે ઉત્પન્ન થયા. તેનું ચમ લઈ બંને કુમાર પાતાના નગર તરફ ચાલ્યા અને પેલા ગામડીઆ લેાકેાને કહ્યું
તમે આ ખબર અશ્વગ્રીવને આપે અને કહે કે, હવે તું ઇચ્છા પ્રમાણે શાળી ખા અને વિશ્વાસ ધરીને રહે. કારણ કે, તારા હૃદયમાં શલ્યરૂપ જે કેશરી હતા તેને મારી નાંખ્યા છે.' આ પ્રમાણે કહી તે અંતે કુમારા પાતનપુર ગયા અને પેલા ગ્રામ્ય લેકે એ તે વૃત્તાંત અશ્વગ્રીવને જણાવ્યેા.
અગ્રીવ રાજા હવે ત્રિપૃષ્ટથી શકા પામવા લાગ્યા. એટલે કપટ વડે તેઓને મારી નાંખવાની ઇચ્છાથી તેણે એક તને સમજાવીને પ્રજાપતિ રાજા પાસે મેકલ્ચા. તે દૂત ત્યાં જઈને મેલ્યા કે, ‘રાજન! તમારા એ પુત્રાને અગ્રીવ પાસે મેાકલા. અમારા સ્વામી તે બંનેને જુદું જુદું' રાજ આપશે.' પ્રજાપતિ બેન્ચે- હું સુંદર દૂત ! મારા કુમારાની શી જરૂર છે? હું પોતે જ સ્વામી પાસે આવીશ.' દૂતે પુનઃ કહ્યું કે, ‘જો તમે કુમારેાને ન માકલા, તે યુદ્ધ કરવાને સજજ થો, પછી કહ્યું નહતું. એમ કહેશે। નહિ. ' આ પ્રમાણે કહેતા તે દ્દત ઉપર કુમારેાએ ક્રધવડે ધસારો કરીને તેને ક્ષણવારમાં નગરની બહાર કાઢી મૂકો. દૂતે આવીને તે વાર્તો અશ્વગ્રીવને કહી સ`ભળાવી. એટલે અન્યગ્રીવ કેાપથી અગ્નિની જેમ પ્રજવલિત થયા.
હયગ્રીવ રાજા અને ત્રિપૃષ્ટ તથા અચલ યુદ્ધની ઇચ્છાથી પોતપેાતાના સૈન્યને લઈ ને થાવત્તગિરિ પાસે આવ્યા. સંવત્ત મેઘની જેમ પરસ્પર અથડાતા બંને પક્ષના સૈનિકા મહામાંહી યુદ્ધ કરવા લાગ્યા.. જ્યારે સૈનિકાના ક્ષય થવા આવ્યા ત્યારે અશ્વગ્રીવ અને
D - 2
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org