Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૧ લા]
શ્રી મહાવીસ્વામીના પૂર્વ ભવનું વર્ણન
[છ
અને રૂપવતી એવી તે ખાળા જ્યારે પિતાને પ્રણામ કરવાને ગઈ ત્યારે તેણીને પાતાના ઉત્સ’ગમાં બેસાડી. પછી તેણીની સાથે પાતે પાણિગ્રહણ કરવાના ઉપાય વિચારીને તેને વિદાય કરી.
રિપુપ્રતિશત્રુ રાજાએ નગરના વૃદ્ધ જનાને મેલાવીને પૂછ્યું કે, ‘આપણા સ્થાનમાં જે રત્ન ઉત્પન્ન થાય તે કાનુ` કહેવાય ? તેને નિર્ણય બતાવેા.' તેઓએ કહ્યું કે, તે રત્ન તમારૂં' કહેવાય.' એવી રીતે ત્રણવાર કહેવરાવી, રાજાએ મૃગાવતીને પરણવાને માટે રાજસભામાં તેડાવી. તે જોઈ નગરના લેાકેા લજજા પામ્યા. રાજા ગાંધવ વિધિથી મગાવતી પુત્રીને સ્વયમેવ પરણ્યા. તે જોઈ લજા અને ક્રોધથી આકુલ થયેલી ભદ્રાદેવી રાજાને તજી દઈ અચલ કુમારને સાથે લઈને નગર બહાર નીકળી દક્ષિણ તરફ્ ચાલી. અચલ કુમાર ત્યાં માહેશ્વરી નામે નવી નગરી વસાવી. તેમાં પેાતાની માતાને રાખી, અને પોતે પિતાની પાસે ગયા, તેના પિતા (રિપુપ્રતિશત્રુ) પેાતાનીજ પુત્રીરૂપ પ્રાને પતિ થયા તેથી બધા લેાકા તેને પ્રજાપતિ એવે નામે ખેલાવવા લાગ્યા. “ કર્મની ગતિ ખલવાન છે.”
હવે વિશ્વભુતિના જીવ મહાશુક્ર દેવલાકમાંથી ચ્યવી સાત સ્વપ્નાએ જેનુ વાસુદેવપણુ સુચવ્યુ' છે એવા તે મૃગાવતીના ઉદરમાં પુત્રપણે ઉત્પન્ન થયા. સમય આવતાં મૃગાવતીએ પ્રથમ ૧ વાસુદેવને જન્મ આપ્યા. તેના પૃષ્ઠ ભાગમાં ત્રણ પાંસળીઓ હતી, તેથી તેનું ત્રિપુષ્ટ એવું નામ પાડ્યું. તે એંશી ધનુષ્યની કાચાવાળા થઈ અચલની સાથે રમવા લાગ્યા. પછી સર્વ કળાનુ અધ્યયન કરી અનુક્રમે યૌવન વયને પ્રાપ્ત થયા.
વિશાખન’દીના જીવ અનેક ભવામાં પરિભ્રમણ કરી તુ ંગગિરિમાં કેશરીસિંહ થયા. તે શંખપુરના પ્રદેશમાં ઉપદ્રવ કરવા લાગ્યા. તે સમયે અશ્વગ્રીવ નામના પ્રતિવાસુદેવે એક નિમિત્તિઅને પૂછ્યું કે, ' મારૂં મૃત્યુ કાનાથી થશે ?' એટલે નિમિત્તિએ કહ્યું કે, જે તારા ચડવેગ નામના દૂત ઉપર ધસારા કરશે અને તુંગિરિ પર રહેલા કેશરીસિંહને જે એક લીલા માત્રમાં હણી નાખશે, તે તને મારનાર થશે.' પછી અધગ્રીવ રાજાએ શંખપુરમાં શાળીના ક્ષેત્ર વવરાવ્યા અને તેની રક્ષાને માટે પોતાના તાબાના રાજાઓને વારા પ્રમાણે રહેવાની આજ્ઞા કરી. એકા તેના સાંભળવામાં આવ્યું કે, ‘પ્રજાપતિ રાજાને બે પરાક્રમી પુત્રા છે.” તેથી કાઈ પ્રકારના સ્વાર્થને માટે તેની પાસે તેણે પેાતાના ચડવેગ દૂતને માકલ્યા. રાજા પ્રજાપતિ પાતાની સભામાં બેસીને સગીત કરાવતા હતા, ત્યાં પોતાના સ્વામીના બળથી ઉન્મત્ત થયેàા ચંડવેગ દૂત અકસ્માત્ આવી પહાંચ્યા. જેમ માગમાનું અધ્યયન કરતાં અકાળે વિજળી થાય અને વિદ્મ આવી પડે તેમ તે સ'ગીતમાં વિદ્મ રૂપ થયા અને તત્કાળ રાજા ઊભા થયા. એ કુમારેાએ મંત્રીને પૂછ્યું કે, ‘આ કાણુ છે?? એટલે મંત્રી એલ્યા, આ કૃત મહા પરાક્રમી અધગ્રીવ રાજાના પ્રધાનરૂપ છે. ’
'
*
૧ આ ચોવીશીમાં આ ભરતક્ષેત્રમમાં થયેલા નવ વાસુદેવામાં પહેલે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org