Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 4
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૩ મું પછી અચલ અને ત્રિપૂટે પિતાના પુરુષોને આજ્ઞા કરી કે, “જ્યારે આ દૂત અહીંથી જાય ત્યારે અમને જણાવજે.” પ્રજાપતિ રાજાએ તે કૂતને કેટલાક દિવસ રોકી સત્કાર કરીને વિદાય કર્યો, એટલે તે ત્યાંથી ચાલ્યું. તેના ખબર કુમારના માણસોએ આવીને કુમારને આપ્યા. કુમારો તેને અર્થે માર્ગે આડા ફર્યા અને પિતાના સુભટે પાસે તેને સારી પેઠે માર મરાવ્યું. તે વખતે તેના સહાયકારી સુભટો સાથે હતા તે કાકપક્ષીની જેમ ત્યાંથી તત્કાળ પલાયન કરી ગયા. તે ખબર પ્રજાપતિ રાજાને પડયા એટલે તેણે ચંડવેગને પાછા પિતાની પાસે બોલાવ્યો અને અધિક સત્કાર કરીને કહ્યું કે, “હે ચંડવેગ! આ મારા કુમારને અવિનય આપણા સ્વામી અશ્વગ્રીવને કહેશે નહીં. કારણ કે અજ્ઞાનથી થયેલા દુર્વિનયવડે મહાશય પુરુષે કોપ કરતા નથી.” દૂત “બહુ સારું' એમ કહી ત્યાંથી ચાલ્યા. પણ જે તેની સાથે સુભટે હતા, તેઓએ આગળથી જઈને અશ્વગ્રીવ રાજાને આ સર્વ વૃત્તાંત જણાવી દીધું. “અશ્વગ્રીવે તે વાર્તા જાણી છે” એમ સમજવામાં આવવાથી અસત્ય બોલવાથી ભય પામેલા ચંડવેગે પણ પિતાની ઉપર જે ઉપદ્રવ થયો હતો, તેની વાત યથાર્થ રીતે કહી બતાવી.
પછી અશ્વગ્રીવે બીજા માણસને સમજાવી પ્રજાપતિ રાજા પાસે મોકલીને કહેવરાવ્યું કે, “તમે તુંગગિરિ જઈને સિંહથી શાળાના ક્ષેત્રની રક્ષા કરો. આવી અશ્વગ્રીવ રાજાની આજ્ઞા છે. તે સાંભળી પ્રજાપતિ રાજાએ પોતાના કુમારને કહ્યું કે, “તમે આપણા સ્વામી અગ્રીવને કપાવ્યા તેથી તેણે વારા વગર પણ સિંહથી શાળીક્ષેત્રની રક્ષા કરવાની આજ્ઞા કરી.” આ પ્રમાણે કહીને પ્રજાપતિરાજાએ ત્યાં જવા તૈયારી કરી, એટલે બંને કુમારો તેને નિવારી સિંહના યુદ્ધમાં કૌતુકી થઈ પોતે જ શંખપુર તરફ ચાલ્યા. ત્રિપૃષ્ટ ત્યાં પહોંચ્યા પછી તે શાળીક્ષેત્રના રક્ષક ગોપલોકોને પૂછ્યું કે, “બીજા રાજાઓ અહીં આવે છે તે આ સિંહથી કેવી રીતે રક્ષા કરે છે? અને તેટલીવાર સુધી ક્યાં રહે છે?” ગેપલાકે બોલ્યા-બીજા રાજાઓ પ્રત્યેક વર્ષે વારેવારે આવે છે તે જ્યાં સુધી આ શાળી લણી લેવાય ત્યાં સુધી ચતુરંગ સેનાને શાળીક્ષેત્ર ફરતો કિલ્લો કરીને તેની રક્ષા કરે છે.” ત્રિપૃષ્ટ કહ્યું કે, “એટલીવાર સુધી અહીં કે| બેટી થાય, માટે મને તે સિંહ બતાવે કે જેથી હું એકલો જ તેને મારી નાખું.” પછી તેઓએ તુંગગિરિની ગુહામાં રહેલા સિંહને બતાવ્યું, રામ અને વાસુદેવ અશ્વરથમાં બેસીને તે ગુહા પાસે આવ્યા. એટલે તે ગુહાની પાસે લોકોએ કોલાહલ કર્યો. તે સાંભળી બગાસાંથી મુખને ફાડતે કેશરીસિહ બહાર નીકળે. તેને જોઈ આ સિંહ દિલ છે અને હું રથી છું, માટે અમારા બંનેનું રુદ્ધ સમાન કહેવાય નહીં.” એમ ધારી ત્રિપૃષ્ટ હાથમાં ઢાલ તરવાર લઈને રથમાંથી નીચે ઉતરી પડયો. વળી ફરીવાર વિચાર્યું કે, “આ સિંહને દાઢ અને નખ માત્રજ શસ્ત્ર રૂ૫ છે અને મારી પાસે તો ઢાલ તરવાર છે, તેથી એ પણ ઉચિત નથી.” એવું ધારી ત્રિપૃષ્ઠ હાલ તરવાર પણ છેડી દીધા. તે જોઈને તે કેશરીને જાતિસ્મરણ થયું. તેથી તેણે ચિંતવ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org