Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
99
सूत्र - ११, प्रथम किरणे (મનુષ્યલોકવ્યાપી) એક સમય દ્રવ્યપર્યાયથી અવબદ્ધ વૃત્તિવાળો જ છે. તે કાલ, દ્રવ્યાર્થની અપેક્ષાએ પર્યાય માત્રમાં ઉત્પાદત્રય ધર્મવાળો હોવા છતાંય પર્યાય પ્રવાહ વ્યાપી યુવતાને કરે છે.
અતીત, અનાગત કે વર્તમાન અવસ્થાઓમાં પણ કાલ-કાલ આવા સામાન્ય શ્રવણથી સર્વદા ધ્રુવતાના અંશના અવલંબનથી તે કાલમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની ઘટમાનતા સમજવી.
તથાચ અઢી દ્વિીપ અને બે સમુદ્રથી આક્રાન્ત ક્ષેત્રપરિણામવાળો તિચ્છમાનથી ૪૫ લાખ જોજન પ્રમાણવાળો ઊંચો અને નીચે ૧૮ જોજનપ્રમાણવાળો કાલનામક દ્રવ્ય છે - એમ કહેવાય છે.
કેમ કે - વિશેષતયા વર્તનાદી રૂપ કાલલિંગોનો મનુષ્યલોકમાં સદ્ભાવ છે.
શંકા - જો આમ છે તો અર્થાત્ કાલમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય આત્મકપણું છે, તો કાલમાં અસ્તિકાયતા કેમ નથી?
સમાધાન - પ્રદેશોનું કે અવયવોનું બહુત નહિ હોવાથી કાલ અસ્તિકાય કહેવાતો નથી. અર્થાત્ અવયવો, પરમાણુ યમુક આદિ કહેવાય છે. એમાં પરમાણુઓ તો સમુદાય રૂપ પરિણામને અનુભવી ભેદને પણ પામે છે, એકલા પણ હોય છે.
ધર્મ આદિના પ્રદેશો આવા નથી. એથી તે પ્રદેશો અવયવો કહેવાતા નથી. માટે અહીં પ્રદેશ અને અવયવનું ભેદથી કથન છે.
પગલદ્રવ્ય બહુ અવયવવાનું કહેવાય છે. સંખ્યાતપ્રદેશી, અસંખ્યાતપ્રદેશી, અનંતપ્રદેશી અને અનંતાનંતપ્રદેશી ઢંધ કહેવાય છે.
એક પણ પરમાણુ પુદ્ગલ દ્રવ્ય, એક રસ, ગંધ, વર્ણ અને ક્રિસ્પર્શ રૂપ ભાવ અવયવની અપેક્ષાએ સાવયવ કહેવાય છે, પણ દ્રવ્ય રૂપ અવયવની અપેક્ષાએ નિરવયવ કહેવાય છે.
વળી કાય શબ્દ ગર્ભિત ઈવના અર્થવાળો છે. કાયની માફક કાય, જેમ શરીરો, ઔદારિક આદિ શરીરનામકર્મના ઉદયના વશે પુદ્ગલ ચય-પ્રદેશ અવયવી હોઈ કાય શબ્દ વાચ્ય બને છે, તેમ ધર્માદિ પણ અનાદિ પારિણામિક પ્રદેશના પ્રચય રૂપ હોઈ – પ્રદેશ અવયવી હોઈ કાય શબ્દ વાચ્ય બને છે.
પ્રચયમાન આકાર રૂપ સ્કંધ એ કાય શબ્દનો અર્થ છે અને તે સમુદાય રૂપ છે. તે સ્કંધનામક સમુદાય પણ વિભાગ હોવે છતે થાય છે અને ધર્મ આદિ દ્રવ્યપ્રદેશો વિભક્ત કહેવાય છે.
જ્યાં એક ધર્મપ્રદેશ રહેલો છે, ત્યાં બીજો પણ ધર્મપ્રદેશ પ્રતિષ્ઠિત નથી. એટલે તે વિભક્ત પ્રદેશોનો આ પરસ્પર અવિચ્છન્નતા રૂપ સમુદાય કાય શબ્દ વાચ્ય બને છે. આવો પ્રચીયમાન આકારપણા રૂપ સમુદાયત્વ કાલનામક દ્રવ્યમાં નથી, એમ જાણવું.
અર્થાત કાલભિન્ન જીવ ધર્મ, અધર્મ, આકાશ અને પુદ્ગલોનો પ્રદેશ અવયવબહુત નામક ધર્મ-સમાન ધર્મ છે, એમ ફલિત થાય છે.
શંકા - પ્રદેશ અવયવબહુત એવું લક્ષણ જ્યારે ધર્માદિ રૂપ અસ્તિકાય રૂપ લક્ષ્યનું બાંધવામાં આવે છે, ત્યારે પ્રશ્ન થાય છે કે - અસ્તિકાય રૂપ લક્ષ્યના એકદેશ રૂપ પરમાણુમાં અવયવબહુત્વ નામનું લક્ષણ