________________
૧૫
સ્વાધ્યાય સુધા અને પ્રબળ ગ્રંથિમાં પ્રવેશ કરી ગથિને પોચી પાડવી, તેને પ્રબળ પુરુષાર્થ કહેવામાં આવે છે. પ્રબળ પુરુષાર્થનું બીજું નામ અપૂર્વકરણ છે. કરણલબ્ધિમાં પ્રવેશ કર્યા પછી જીવ અવશ્ય ગ્રંથિભેદ કરી સમ્યક્દર્શન પ્રાપ્ત કરે છે. - પ્રત્યક્ષ જ્ઞાનીનો જો ગ તો ઘણીવાર જીવને થયેલો છે, પણ હજી સુધી જ્ઞાનીના નિમિત્તમાં તથારૂપ જોગ બન્યો નથી. (૧) તથારૂપ જોગ એટલે પોતાની સ્વરૂપ પાત્રતા થવાનો અવસર અને સામે જ્ઞાનીની અથવા તેવા જ કોઈપણ નિમિત્તની હાજરી, (ર)
જ્યારે જ્ઞાનીનો પ્રત્યક્ષ જોગ થાય, ત્યારે જ્ઞાનીને જોતાં જ તેમના દર્શનથી, દર્શન મોહનીયનું નબળું પડવું થાય તે પણ તથારૂપ જોગ કહેવાય. (૩) જ્ઞાનીનો પ્રત્યક્ષ જોગ થતાં, તેમનાં પ્રત્યે પરમાર્થની અપૂર્વ રૂચિ અને અપૂર્વભાવ ઉછળે તો તે પણ તથારૂપ જોગ થયો કહેવાય. (૪) પ્રત્યક્ષ જ્ઞાનીનો જોગ થયા પછી, તેમનાથી છૂટા પડતાં તેમની સ્મૃતિ, તેમની વાણી અને તેમની જીવનદશા અંતરમાંથી ખસતી ન હોય તો, તેવી અંતરભેદ જાગૃત્તિનું નામ તથારૂપ જો ગ થયો તેમ કહેવાય. ૫) જીવ પોતાના મોહનીયના ક્ષયોપશમની અવસ્થામાં વિચારણા કરતો હોય અને કેટલુંક સમાધાન સ્વયં થઈ શકતું ન હોય અથવા તે આમ જ છે તેમ ખાત્રી થતી ન હોય, તે વખતે કોઈ પ્રત્યક્ષ જ્ઞાનીનો જોગ થાય અને પોતાનું સમાધાન તેમના થકી થાય તો, તે પણ તથારૂપ જોગ થયો તેમ કહેવાય. (૬) પ્રત્યક્ષ જ્ઞાનીનો જોગ થતાં, જીવને મોક્ષમાર્ગ અંગેની પોતાની જે માન્યતા હતી તે અવળી હતી, તેમ સમજણમાં આવતું જાય, તેને પણ તથારૂપ જોગ થયો કહેવાય. (૭) પ્રત્યક્ષ જ્ઞાનીની વાણી સાંભળતાં, વાણીમાં અપૂર્વતા જણાય. અપૂર્વતા એટલે આજ સુધી જે સાંભળ્યું છે, તેનાથી કંઈક જુદા પ્રકારની આ વાત છે, છતાં સમજણમાં આવતી નથી અને તેને સમજવાનો ભાવ થાય તે પણ તથારૂપ જોગ કહેવાય. (૮) કોઈપણ પ્રત્યક્ષ જ્ઞાનીના જોગમાં, ભૂતકાળની સમજ ફેરવવી પડે અને શ્રદ્ધા પણ તે મુજબ બદલાતી જાય, તે પણ તથારૂપ જોગ થયો કહેવાય.
સપુરુષના નિમિત્તથી કે કોઈપણ નિમિત્તથી જેને અંતરભેદ જાગૃત્તિ થાય, તેને મોક્ષ વિશેષ દૂર નથી કારણ કે આવી અંતરભેદ જાગૃતિ તે જ સમ્યગદર્શનનું કારણ છે. જેમ ધોરી માર્ગ પર આવ્યા પછી ગામ દૂર નથી, તેમ માર્ગપ્રાપ્તિ થયા પછી મોક્ષ દૂર નથી.
જે અવિરતિસમ્યદૃષ્ટિનામાં ચોથું ગુણસ્થાનક છે; જ્યાં મોક્ષમાર્ગની સુપ્રતીતિ થાય છે. આનું બીજું નામ બોધબીજ છે. અહીં આત્માના અનુભવની શરૂઆત થાય છે, અર્થાત્ મોક્ષ થવાનું બીજ અહીં રોપાય છે.
૨. આ “બોધબીજ ગુણસ્થાનક'-ચોથા ગુણસ્થાનકથી તેરમા ગુણસ્થાનક સુધી | આત્મઅનુભવ એકસરખો છે; પરંતુ જ્ઞાનાવરણીય કર્મની નિરાવરણતા અનુસાર જ્ઞાનની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org