________________
૬૯
સ્વાધ્યાય સુધા
અપ્રત્યાખ્યાનાવરણીય કષાય : જે કષાયના ઉદયથી આત્મા કોઈપણ પ્રકારના ત્યાગ કે પ્રત્યાખ્યાન કરી શકતો નથી તેને અપ્રત્યાખ્યાનાવરણીય કષાય કહેવાય. આ કષાયવાળો આત્મા પ્રત્યાખ્યાન કરી શકતો નથી. આ કષાયની અવધિ વધારેમાં વધારે ૧ વર્ષ છે. આ કષાય એક વર્ષથી વધારે રહે તો અનંતાનુબંધીમાં પરિવર્તિત થઈ જાય છે. અપ્રત્યાખ્યાનાવરણીય કષાયમાં તીવ્રતા ઓછી થવાથી સમ્યક્ત્વ પ્રગટ થાય છે. જેનાથી આત્મા શ્રદ્ધાવાન બનીને યથાર્થપણે દેવ-ગુરુ-ધર્મની સાચી ઓળખ કરી શકે છે.
અપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ - જે ક્રોધ તળાવ સૂકાઈ ગયું છે અને તળાવની જે માટી તેમાં તિરાડ પડી જાય છે તે એની મેળે બૂરાઈ જતી નથી પણ ઘણો ધૂળ, કચોર, માટી, પત્થર નાખ્યા પછી ઘણા કાળે તે તિરાડ પૂરી શકાય તેની રીતે અપ્રત્યાખ્યાનવરણીય ક્રોધ ઘણા કઠિન ઉપાયથી શાંત કરી શકાય છે.
અપ્રત્યાખ્યાનાવરણીય માન :- જે માન વાકા વળી ગયેલા હાડકા સમાન છે. જે | પ્રકારે વાકું વળી ગયેલું હાડકું ૧ વર્ષ સુધી તેલનું જ માલીશ કરી સીધુ થાય છે તે જ પ્રમાણે અપ્રત્યાખ્યાનાવરણીય માન વધારેમાં વધારે ૧ વર્ષ સુધી અક્કડ રહીને અંતે નમી જાય છે.
અપ્રત્યાખ્યાનાવરણીય માયા : આ પ્રકારની માયાને ઘેટાંના શીંગડાની ઉપમા આપી છે. ઘેટાંના શીંગડામાં રહેલી વક્રતા જેમ ખૂબ જ પરિશ્રમ અને અનેક ઉપાયોથી દૂર થાય છે; તેમજ અપ્રત્યાખ્યાનાવરણીય માયાના પરિણામ પણ કઠિન સાધનાનો પુરૂષાર્થ કરવાથી સરળતામાં બદલાય છે.
અપ્રત્યાખ્યાનાવરણીય લોભ કીચડ (કાદવ)ના રંગ જેવો છે. જેમ વસ્ત્ર ઉપર લાગેલ કાદવનો ડાઘો બહુ મુશ્કેલીથી દૂર કરી શકાય છે, તેવી જ રીતે જે લોભને અત્યંત પ્રયત્ન દ્વારા દૂર કરી શકાય તેને અપ્રત્યાખ્યાનાવરણીય લોભ કહેવાય છે. અત્યંત પ્રયત્ન એટલે સતત ધર્મ-ચિંતન આદિ કરવું. આ કષાયના ઉદયથી તિર્યંચ ગતિનો બંધ થાય છે.
પ્રત્યાખ્યાનાવરણીય કષાય : જેના ઉદયથી સર્વ વિરતિરૂપ પ્રત્યાખ્યાન અર્થાત શ્રમણ ધર્મ (મહાવ્રત) ને આદરી શકાતા નથી તે પ્રત્યાખ્યાનાવરણીય કષાય છે. આ કષાયની સ્થિતિ ૪ માસની છે. આ કષાયના ઉદયથી જીવ મનુષ્ય ગતિનો બંધ પાડે છે.
પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ-ધૂળ પર દોરવામાં આવેલી લીટી સમાન કહ્યો છે. જેમ ધૂળ પર દોરવામાં આવેલી લીટી જેમ હવા આવે તો નાશ પામે છે તેવી જ રીતે પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ સામાન્ય ઉપાયોથી શાંત થઈ જાય છે.
પ્રત્યાખ્યાનાવરણીય માન-લાકડાના સ્તંભ સમાન કહ્યો છે. જેમ લાકડાનો સ્તંભ તેલ આદિમાં રાખવાથી જલ્દી વળી જાય છે એવી રીતે જે માન સાધારણ ઉપાયોથી નાશ કરી શકાય તે પ્રત્યાખ્યાનાવરણીય માન કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org