________________
સ્વાધ્યાય સુધા
૧૦૩
સ્થિતિબંધમાં કષાયની તીવ્રતા કે મંદતા સમયે જે પણ શુભ અથવા અશુભ પ્રકૃતિ બંધાય છે તે બધામાં સ્થિતિબંધ વધારે હોય છે અને કષાયની મંદતાના સમયે જે પ્રકૃતિઓ બંધાય છે તે બધામાં સ્થિતિબંધ ઓછો હોય છે.
અશુભ પ્રકૃતિઓમાં અનુભાગ વધારે હોય ત્યારે સ્થિતિ પણ વધારે અને અનુભાગ મંદ હોય ત્યારે સ્થિતિબંધ ઓછો.
કર્મગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે :- દેવ, મનુષ્ય અને તિર્યંચ આયુષ્ય સિવાય બધી બાકીની પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ અશુભ અને સામાન્ય સ્થિતિ શુભ હોય છે. ઉત્કૃષ્ટ સ્થિતિ એટલા માટે અશુભ મનાય છે કે તેનો બંધ અતિ સંક્લિષ્ટ પરિણામોથી થાય છે જ્યારે જધન્ય સ્થિતિનો બંધ વિશુદ્ધ ભાવોમાં થાય છે.
સારાંશ એ છે કે :- ઉત્કૃષ્ટ કષાયથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અને વિશુદ્ધિથી જધન્ય સ્થિતિબંધ થાય છે. પરંતુ દેવ, મનુષ્ય અને તિર્યંચ આયુષ્યની પ્રકૃતિઓ આ નિયમમાં અપવાદ રૂપે છે. આ ત્રણ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ શુભ માનવામાં આવે છે કારણ કે તેનો બંધ વિશુદ્ધિમાં થાય છે અને જધન્ય સ્થિતિ અશુભ માનવામાં આવે છે કારણ કે તેનો બંધ સંક્લેશ પરિણામોથી થાય છે.
કર્મ પ્રકૃતિથી વ્યકિત્વની ઓળખાણ :- જૈનના કર્મ વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, બંધાયેલા કર્મની પ્રકૃતિ વડે મનુષ્યના વ્યક્તિત્વને જાણી શકાય છે પ્રત્યેક વ્યક્તિ કર્મની પ્રકૃતિને જાણીને તેના અનુસારે પોતાના સ્વભાવનું વિશ્લેષણ કરી શકે છે અને તેને શુભમાં ફેરવી
શકે છે. જે કર્મના સ્વભાવને નથી જાણતા તે પોતાના સ્વભાવને બદલી શકતો નથી. વાસ્તવિકપણે તો મનુષ્યનો જે સ્વભાવ બની જાય છે, તેને બનાવવાવાળી સત્તા પોતાની અંદર છે, તેને જાણ્યા વિના કર્મની ઉત્તર પ્રકૃતિને જાણી શકતો નથી અને જાણ્યા વિના ઉત્તર પ્રકૃતિને બદલી પણ શકતો નથી. કે તેની નિર્જરા પણ કરી શકતો નથી. કર્મ પ્રકૃતિને જાણીને જ સત્તામાં પડેલા કર્મની ઉદીરણા, સંક્રમણ કે નિર્જરા થઈ શકે છે. અને તો જ સ્વભાવનું પરિવતર્ન થવું સંભવે છે. સ્વભાવ પરિવર્તન દ્વારા પોતાના વ્યક્તિત્વને આધ્યાત્મિક દિશામાં વાળવા માટે પ્રકૃતિ-બંધની સાથે કર્મની પ્રકૃતિઓને પણ જાણવું અનિવાર્ય છે. પ્રકૃતિ બંધને સમજીને જ બાહ્યમાં દેખાતી ભિન્નતા ને દૂર કરી શકાય છે. આમ તો કર્મનો એક જ પ્રકાર છે, પરંતુ ભાવ વિશેષથી ગૃહીત કર્મ પુદ્ગલના કારણે તેમાં અનેક સ્વભાવ નિર્માણ પામે છે. તે સ્વભાવ ભાવનાત્મક શક્તિના પ્રભાવને જોઈને કરી શકાય છે. આ પ્રભાવ પાડનાર સ્વભાવ પણ અસંખ્યાત કે અનંત પ્રકારના છે. પરંતુ સંક્ષેપમાં સમજવા માટે તેનું વર્ગીકરણ કરી તે બધાના આઠ ભાગોમાં વિભાજન કરવામાં આવ્યું છે. આને મૂળ પ્રકૃતિ કહેવામાં આવે છે. તે આઠ કર્મોની પેટા પ્રકૃતિ કે ઉત્તર પ્રકૃતિ ૧૫૮ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org