________________
સ્વાધ્યાય સુધા
૧૬૧ સમતાયુકત મનોબળની સહાયતાથી સમ્યક દિશામાં ઉત્થાન, કર્મ, બળવીર્ય અને પરાક્રમ કરે છે, જ્યાં કર્મ જીવાત્માને આધિન થઈ જાય છે. અને (૨) જ્યાં જીવ તેને સમ્યકરૂપમાં પરિવર્તન કરવા માટે કોઈ ઉત્થાન, કર્મ, બળ, વીર્ય અને પરાક્રમનો સપુરૂષાર્થ નથી કરતો, ત્યાં તે સ્વયં કર્મને આધીન થઈ જાય છે.
આ સત્ય છે કે આત્મા અનંત શક્તિવાળો છે. પરંતુ જ્યાં સુધી તે આત્મા સ્વયં જાગૃત થઈને પોતાનું સ્વરૂપ ન ઓળખે અને પોતાને કાયર-શક્તિ હિન સમજીને કર્મની આગળ નમી પડે તો કર્મ તેના ઉપર છવાઈ જાય છે.
પ્રથમના આઠ કરણોનું સ્વરૂપ આપણે વિચાર્યું, તેનાથી એમ કહી શકીએ કે-જો કર્મ ઉદયમાં આવ્યા પહેલાં આત્મા જાગૃત થઈ જાય, સાવધાન થઈ જાય તો કર્મને અશુભથી શુભમાં બદલી શકે છે. સ્થિતિ અને અનુભાગ ઘટાડી શકાય છે. ઉદીરણા કરીને ઉદયકાળ પહેલાં કર્મને ઉદયમાં લાવીને તેને ક્ષય કરી શકાય છે. તેના ઉદયને ઉપશાંત કરીને સમતા અને શમમાં સ્વયંને સ્થિર કરી શકે છે. ક્ષપકશ્રેણી પર આરુઢ થઈને મોહનીય કર્મનો સર્વથા ક્ષય કરીને બાકીના ઘાતી કર્મોનો પણ સર્વથા ક્ષય કરીને વીતરાગ બની શકે છે.
એટલે નિશ્ચિત રૂપથી કહી શકાય એમ છે કે મુમુક્ષુ અપ્રમત્ત થઈને આગળ વધવાનો પુરુષાર્થ કરે તો નિઃસંદેહપણે કર્મની શક્તિને હરાવીને વિજયી બની શકે છે.
(૧૭૧) જાતિસ્મરણજ્ઞાન એ મતિજ્ઞાનના “ધારણા' નામના ભેદમાં સમાય છે. તે પાછલા ભવ જાણી શકે છે. તે જ્યાં સુધી પાછલા ભવમાં અસંજ્ઞીપણું ન આવ્યું હોય ત્યાં સુધી આગળ ચાલી શકે છે.
જાતિસ્મરણ જ્ઞાનની જાણકારી પ.કૃ.દેવના શબ્દોમાં જ જોઈએ.
૧. “જાતિસ્મરણજ્ઞાન' વિષે જે શંકા રહે છે તેનું સમાધાન આ ઉપરથી થશે : જેમ બાલ્યાવસ્થાને વિષે જે કાંઈ જોયું હોય અથવા અનુભવ્યું હોય તેનું સ્મરણ વૃદ્ધાવસ્થામાં કેટલાકને થાય ને કેટલાકને ન થાય, તેમ પૂર્વભવનું ભાન કેટલાકને રહે, ને કેટલાકને ન રહે. ન રહેવાનું કારણ એ છે કે પૂર્વદેહ છોડતાં બાહ્ય પદાર્થોને વિષે જીવ વળગી રહી મરણ કરે છે અને નવો દેહ પામી તેમાં જ આસક્ત રહે છે, તેને પૂર્વપર્યાયનું ભાન રહે નહીં; આથી ઊલટી રીતે પ્રવર્તનાર એટલે અવકાશ રાખ્યો હોય તેને પૂર્વનો ભવ અનુભવવામાં આવે છે.
૨. એક સુંદર વનમાં તમારા આત્મામાં શું નિર્મળપણું છે, જે તપાસતાં તમોને વધારે વધારે સ્મૃતિ થાય છે કે નહીં? તમારી શક્તિ પણ અમારી શક્તિની પેઠે સ્કુરાયમાન કેમ ન થાય? તેનાં કારણો વિદ્યમાન છે. પ્રકૃતિબંધમાં તેનાં કારણો બતાવ્યાં છે. “જાતિસ્મરણજ્ઞાન' મતિજ્ઞાનનો ભેદ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org