________________
૨૦૬
સ્વાધ્યાય સુધા
૧૧.
મહાત્માઓએ શું કાઢી નાખ્યું તે સમજીને કાઢી નાખવાનું કરવાનું છે. તેમાં ડર શાનો? વાદવિવાદ કે મતભેદ શાનો? માત્ર શાંતપણે તે જ ઉપાસવા યોગ્ય છે. ૯-૧૮ - સરળતાથી સમજાય તેમ હોવાથી વિશ્લેષણ કરેલ નથી.
મોરબી, અષાડ સુદ-૧૪, બુધ, ૧૯૫૬ (૧) પ્રથમથી આયુધ બાંધતાં, ને વાપરતાં શીખ્યા હોઈએ તો લડાઈ વખતે તે કામ આવે છે; તેમ પ્રથમથી વૈરાગ્યદશા પ્રાપ્ત કરી હોય તો અવસર આવ્યે કામ આવે છે; આરાધના થઈ શકે છે.
હથિયાર વાપરતાં શીખ્યા હોય તો લડાઈ વખતે તેનો ઉપયોગ કરી શકાય, તેમ જ જો વૈરાગ્ય દશા પ્રગટ કરી હોય તો અવસરે ઉપયોગમાં આવે છે અને અનુક્રમે મોક્ષ માર્ગની આરાધના કરીને આગળ વધી શકાય છે.
(૨) યશોવિજયજીએ ગ્રંથો રચતાં એટલો ઉપયોગ રાખ્યો હતો કે તે પ્રાયઃ કોઈ ઠેકાણે ચૂક્યા નહોતા. તોપણ છાસ્થ અવસ્થાને લીધે દોઢસો ગાથાના સ્તવન મળે ૭માં ઠાણાંગસૂત્રની શાખ આપી છે તે ત્યાં મળતી નથી. તે શ્રી ભગવતીજીના પાંચમા શતકના ઉદેશે માલુમ પડે છે. આ ઠેકાણે અર્થ-કર્તાએ “રાસભવૃત્તિ' એટલે પશુતુલ્ય ગણેલ છે; પણ તેનો અર્થ તેમ નથી. “રાસભવૃત્તિ' એટલે ગધેડાને સારી કેળવણી આપી હોય તોપણ જાતિસ્વભાવને લીધે રખ્યા દેખીને લોટી જવાનું તેને મન થાય છે; તેમ વર્તમાન કાળે બોલતાં ભવિષ્ય કાળમાં કહેવાનું બોલી જવાય છે.
(૩) ભગવતી આરાધના’ મધ્યે લેશ્યાના અધિકારે દરેકની સ્થિતિ વગેરે સારી રીતે બતાવેલ છે.
લેશ્યાઓ ૬ છે : કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પદ્મ અને શુક્લ વેશ્યા, અનુક્રમે અશુભતમ, અશુભતર, અશુભ, શુભ, શુભતર, શુભતમ છે. વધારે વિસ્તારથી જોવું હોય તો ‘ભગવતી આરાધના’ કે ‘ભગવતી સૂત્ર'માંથી જોઈ શકાય. (લેશ્યા એટલે જીવની પરિણતિ કે પરિણામ).
(૪) પરિણામ ત્રણ પ્રકારના છે : હીયમાન, વર્ધમાન અને સમવસ્થિત. પ્રથમનાં બે છપ્રસ્થને હોય છે, અને છેલ્લું સમવસ્થિત (અચલ અકંપ શેલેશીકરણ) કેવળજ્ઞાનીને હોય છે.
જીવના આંતરિક પરિણામ ત્રણ પ્રકારના કહ્યા છે. તેમાં પ્રથમ બે છબસ્થ જીવને હોય છે, જયારે ત્રીજા પ્રકારનું સમવસ્થિત (અચળ, અકંપ, શૈલેશી અવસ્થાવાળું) કેવળજ્ઞાનીને હોય છે. કારણ કે પરિણામમાં વર્ધમાનતા કે હીયમાનતા મોહનીયની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org