________________
સ્વાધ્યાય સુધા
૨0૭
હાજરીમાં થાય છે, કેવળજ્ઞાનીમાં મોહનીયનો સંપૂર્ણ અભાવ રહેલો છે, તેથી પરિણામ સમવસ્થિત હોય છે.
(૫) તેરમે ગુણસ્થાનકે વેશ્યા તથા યોગનું ચલાચલપણું છે, તો સમવસ્થિત પરિણામ કેમ સંભવે તેનો આશયઃ સક્રિય જીવને અબંધ અનુષ્ઠાન હોતું નથી. તેરમા ગુણસ્થાનકે કેવળીને પણ યોગને લીધે સક્રિયતા છે, અને તેથી બંધ છે; પણ તે બંધ, અબંધબંધ ગણાય છે. ચૌદમા ગુણસ્થાનકે આત્માના પ્રદેશ અચલ થાય છે. પાંજરામાંહેના સિંહના દૃષ્ટાન્તઃ જેમ પાંજરામાં સિંહ જાળીને અડતો નથી, અને સ્થિર થઈ બેસી રહે છે ને કાંઈ ક્રિયા કરતો નથી, તેમ અક્રિય છે. જ્યાં પ્રદેશનું અચલપણું છે ત્યાં અક્રિયતા ગણાય.
(૬) “ચલઇ સો બંધ’, યોગનું ચલાયમાન થવુંતે “બંધ', યોગનું સ્થિર થવું તે અબંધ. (૭) જ્યારે અબંધ થાય ત્યારે મુક્ત થયા કહેવાય. (૮) ઉત્સર્ગ એટલે આમ હોવું જોઈએ અથવા સામાન્ય.
અપવાદ એટલે આમ હોવું જોઈએ પણ તેમ ન બને તો આમ. અપવાદ માટે છીંડી શબ્દને વાપરવો બહુ જ હલકો છે. માટે તે વાપરવો નહીં.
(૯) ઉત્સર્ગમાર્ગ એટલે યથાખ્યાતચારિત્ર, જે નિરતિચારવાળું છે. ઉત્સર્ગમાં ત્રણ ગુપ્તિ સમાય છે, અપવાદમાં પાંચ સમિતિ સમાય છે. ઉત્સર્ગ અક્રિય છે. અપવાદ સક્રિય છે. ઉત્તમ ઉત્સર્ગમાર્ગ છે; ને તેથી જે ઊતરતો તે અપવાદ છે. ચૌદમું ગુણસ્થાનક ઉત્સર્ગ છે; તેથી નીચેના ગુણસ્થાનકો એકબીજાની અપેક્ષાએ અપવાદ છે.
શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજે “ચંદ્રપ્રભુજીના સ્તવનમાં અપવાદભાવ સેવા અને ઉત્સર્ગભાવ સેવા સમજાવેલ છે. “પરમાત્માના ગુણોના અવલંબને કે સગુરુની આજ્ઞા પ્રમાણે ધ્યાન કરવું તે અપવાદ ભાવ સેવા છે. અને તેનાં દ્વારા પ્રગટતી આત્મવિશુદ્ધિ એ ઉત્સર્ગભાવ સેવા છે. અપવાદભાવ સેવા કાર્યનું કારણ છે અને ઉત્સર્ગ-(સાધનાનું પરિણામ) તેનું કાર્ય છે. ૧૪મું ગુણસ્થાનક એ ઉત્સર્ગ છે અને તેથી નીચેના ગુણસ્થાનકો એકબીજાની અપેક્ષાએ અપવાદ છે.
(૧૦) મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય ને યોગથી એક પછી એક અનુક્રમે બંધ પડે છે.
કર્મબંધ થવાના પાંચ કારણો આપ્યા છે. મિથ્યાત્વ હોય ત્યાં સુધી પાંચેય પ્રકારે બંધ પડે, મિથ્યાત્વ જવાથી ચાર પ્રકારે બંધ પડે, અવિરતિ જવાથી ત્રણ પ્રકારે બંધ પડે, પ્રમાદ જવાથી બે રીતે બંધ પડે, કષાયનો ક્ષય થવાથી યોગ (મન, વચન, કાયા)ના પ્રવર્તનથી બંધ પડે. જેમ જેમ જીવ ગુણસ્થાનક ચડતો જાય તેમ તેમ બંધના કારણો ઘટતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org