________________
સ્વાધ્યાય સુધા
પારિણામિકભાવથી જીવ જીવત્વપણાને-આત્મભાવને પામતો જાય છે અને ક્રમસર શુદ્ધતાને વધારતો વધારતો અને કર્મોની સમ્યનિર્જરા-સકામ નિર્જરા કરતો કરતો સિદ્ધ પર્યાયને પામી જાય છે. પત્રાંક-૪૬૦માં અપારિણામિક મમતા અને પારિણામિક મમતા વિષે પ.કૃ.દેવે સમજાવ્યું છે કે : “જ્યાં સુધી દેહાદિક વડે જીવને આત્મકલ્યાણનું સાધન કરી શકાય તેમ છે, ત્યાં સુધી તે દેહને વિષે અપારિણામિક એવી મમતા ભજવી યોગ્ય છે; એટલે કે આ શરીરના કોઈ ઉપચાર કરવા પડે તો તે ઉપચાર દેહના મમત્વાર્થે કરવાની ઈચ્છાએ નહીં, પણ તે દેહે કરી જ્ઞાનીપુરુષના માર્ગનું આરાધન થઈ શકે છે, એવો લાભ પ્રાપ્ત કરવા માટે તેવા જ ભાવથી દેહની વ્યાધિનો ઉપચાર કરવો પડે તો કરવામાં બાધ નથી. આ પ્રકારની મમતા છે તે અપારિણામિક મમતા છે. એટલે કે પરિણામે સમતા સ્વરૂપ છે. સદ્વિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે સાક્ષાત્ ઉપાય જ્ઞાનીપુરુષની પ્રત્યક્ષ આજ્ઞાને વિચારવી એ જ જણાય છે.'
(૪) મોહનીયકર્મ ઔદિયકભાવે હોય.
મોહનીય કર્મ ઔયિક ભાવે એટલે દેહમાં પરિણમવાથી ઉત્પન્ન થાય છે. દેહ પ્રત્યે રાગ, દેહની શાતા પ્રત્યે મમત્વ, અશાતા પ્રત્યે દ્વેષ. આ જ જીવને ઔદિયક ભાવમાં લઈ જાય છે, જે મોહનીય કર્મ છે, અને તેથી દેહને શાતા પહોંચાડનાર પદાર્થ પ્રત્યે રાગ થાય છે, અને અશાતાનું નિમિત્ત બનનાર પ્રત્યે દ્વેષ થાય છે. ‘રાગ અને દ્વેષ’એ મોહનીય કર્મ છે. જ્યાં સુધી અજ્ઞાન રહેલું છે ત્યાં સુધી ‘રાગદ્વેષ' રહે છે અને તે જ મુખ્યપણે કર્મબંધનનું કારણ છે. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કહ્યું છે કે :
૨૨૬
રાગદ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ;
થાય નિવૃત્તિ જેહથી, એ જ મોક્ષનો પંથ-૧૦૦
(૫) વાણિયા અક્ષર બોડા લખે છે, પણ આંકડા બોડા લખતા નથી. ત્યાં તો બહુ સ્પષ્ટપણે લખે છે. તેવી રીતે કથાનુયોગમાં જ્ઞાનીઓએ વખતે બોડું લખ્યું હોય તો ભલે. બાકી કર્મપ્રકૃતિમાં તો ચોક્કસ આંકડા લખ્યા છે. તેમાં જરા તફાવત આવવા નથી દીધો.
કથાનુયોગમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવને અનુલક્ષીને કદાચ ફેરફાર જણાય પણ કર્મપ્રકૃતિ વિષે જે કહ્યું છે, તેમાં ફેરફાર કોઈપણ રીતે થઈ શકતો નથી. એટલે સિદ્ધાંતરૂપ છે. સિદ્ધાંત બોધ કે સિદ્ધાંતમાં ફેર પડી શકે નહીં તે તો ત્રણે કાળ માટે એકસરખો જ પ્રવર્તે. ઉપદેશ બોધમાં દેશ-કાળને અનુસરી ફેરફાર કરી શકાય છે અથવા થતો રહેલો જણાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org