________________
સ્વાધ્યાય સુધા
બે પ્રકારે પ્રવર્તી શકે છે : (૧) અભિસંધિ (૨) અનભિસંધિ. અભિસંધિ=આત્માની પ્રેરણાથી વીર્યનું પ્રવર્તવું થાય તે. અનભિસંધિ=કષાયથી વીર્યનું પ્રવર્તવું થાય તે. જ્ઞાનદર્શનમાં ભૂલ થતી નથી. પરંતુ ઉદયભાવે રહેલા દર્શનમોહને લીધે ભૂલ થવાથી એટલે ઔરનું તૌર જણાવાથી વીર્યની પ્રવૃત્તિ વિપરીતપણે થાય છે, જો સમ્યક્ષણે થાય તો સિદ્ધપર્યાય પામે. આત્મા કોઈ પણ વખતે ક્રિયા વગરનો હોઈ શકતો નથી. જ્યાં સુધી યોગો છે ત્યાં સુધી ક્રિયા કરે છે, તે પોતાની વીર્યશક્તિથી કરે છે. તે ક્રિયા જોવામાં આવતી નથી; પણ પરિણામ ઉપરથી જાણવામાં આવે છે. ખાધેલો ખોરાક નિદ્રામાં પચી જાય છે એમ સવારે ઊઠતાં જણાય છે. નિદ્રા સારી આવી હતી ઈત્યાદિક બોલીએ છીએ તે થયેલી ક્રિયા સમજાયાથી બોલવામાં આવે છે. ચાળીસ વર્ષની ઉંમરે આંકડા ગણતાં આવડે તો શું તે પહેલાં આંકડા નહોતા એમ કાંઈ કહી શકાશે ? નહીં જ. પોતાને તેનું જ્ઞાન નહોતું તેથી એમ કહે. આ જ પ્રમાણે જ્ઞાન-દર્શનનું સમજવાનું છે. આત્માનાં જ્ઞાન, દર્શન અને વીર્ય થોડાં ઘણાં પણ ખુલ્લાં રહેતાં હોવાથી આત્મા ક્રિયામાં પ્રવર્તી શકે. વીર્ય ચળાચળ હમેશાં રહ્યા કરે છે. કર્મગ્રંથ વાંચવાથી વિશેષ સ્પષ્ટ થશે. આટલા ખુલાસાથી બહુ લાભ થશે.
વીર્ય (પુરુષાર્થ) બે રીતે પ્રવર્તે છે. તેની વાત અહીં કરવામાં આવી છે. અભિસંધિ વીર્ય : એટલે કે “બુદ્ધિ કે ઈરાદાપૂર્વક કરવામાં આવતી ક્રિયારૂપે પરિણમનાર વીર્ય (પુરુષાર્થ); આત્માની પ્રેરણાથી વીર્યનું પ્રવર્તવું થાય તે.
૨૨૫
અભિસંધિ વીર્ય : કષાયભાવથી વીર્યનું પ્રવર્તવું થાય તે. જ્ઞાનદર્શનમાં ભૂલ થતી નથી, પરંતુ ઉદયભાવમાં રહેલા દર્શનમોહને લીધે ભૂલ થવાથી વીર્ય-પુરુષાર્થની પ્રવૃત્તિ પણ વિપરીતપણે થાય છે. અને તેથી નવા કર્મ બંધન થાય છે અને જીવ સંસારમાં રહ્યા કરે છે, ફર્યા કરે છે. જો એ પ્રવૃત્તિ અભિસંધિ એટલે સમ્યક્ત્રકારે થાય તો જીવ સિદ્ધ પર્યાયને પ્રાપ્ત થઈ જાય.
ઘાતી કર્મોમાં મોહનીય સિવાયના બાકીના ત્રણ કર્મો ક્ષયોપશમ ભાવમાં રહેલાં હોવાથી આત્મા ક્રિયામાં પ્રવર્તી શકે છે. પણ આપણો પુરુષાર્થ ચળાચળ રહેતો હોવાથી સમ્યક્ થતો નથી. યથાર્થ સમજણ યથાર્થ બોધનાં પરિણમન વડે થાય તો જ પુરુષાર્થ કે વીર્યનું પ્રવર્તવું સમ્યક્ થાય અને તો જ આત્મા કર્મના પંજામાંથી છૂટી જાય.
(૩) પારિણામિકભાવે હમેશાં જીવત્વપણું છે; એટલે જીવ જીવપણે પરિણમે, અને સિદ્ધત્વ ક્ષાયિકભાવે હોય, કારણ કે પ્રકૃતિઓનો ક્ષય કરવાથી સિદ્ધપર્યાય પમાય છે. પારિણામિકભાવ એટલે આત્માના ગુણો, લક્ષણોમાં જ પ્રવર્તવાનો પુરુષાર્થ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org