Book Title: Swadhyaya Sudha
Author(s): Rasikbhai T Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 236
________________ સ્વાધ્યાય સુધા ૨૨૭ મોરબી, અષાડ વદ-૧૧, રવિ, ૧૫૬ (૧) જ્ઞાન એ દોરો પરોવેલ સોય જેવું છે, એમ ‘ઉત્તરાધ્યયનસૂત્ર'માં કહેલું છે. દોરો પરોવેલ સોય ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલું પડાતું નથી. જેમ સોય ખોવાઈ ન જાય અથવા ખોવાય તો સહેલાઈથી શોધી શકાય તે માટે સોયમાં દોરો પરોવીને રાખવામાં આવે છે. જેથી દોરાને આધારે સોયને સહેલાઈથી શોધી શકાય, તેવી જ રીતે આત્મજ્ઞાન પ્રગટ થયેલું હોય તો સંસારભાવમાં ખોવાઈ જવાતું નથી. સહેલાઈથી સંસારભાવમાંથી બહાર નીકળી જવાય છે. ર૬. મોરબી, અષાડ વદ-૧ર, સોમ, ૧૫૬ (૧) પ્રતિહાર=તીર્થકરનું ધર્મરાજ્યપણું બતાવનાર. પ્રતિહાર=દરવાન. (૨) સ્થૂલ, અલ્પ-સ્થૂળ, તેથી પણ છૂળ, દૂર, દૂરમાં દૂર, તેથી પણ દૂર; એમ જણાય છે; અને તે ઉપરથી સૂક્ષ્મ, સૂક્ષ્મમાં સૂક્ષ્મ આદિનું જ્ઞાન કોઈકને પણ હોવાનું સિદ્ધ થઈ શકે છે. (૩) “નગ્ન' એ “આત્મમગ્ન'. (૪) ઉપહત હણાયેલા, અનુપહત=નહીં હણાયેલા, ઉપષ્ટભજ = આધારભૂત, અભિધેય=વસ્તુ ધર્મ કહી શકાય એવો. પાઠાંતર-એક પાઠની જગાએ બીજો પાઠ આવે તે. અર્થાતર=કહેવાનો હેતુ બદલાઈ જાય છે. વિષમ યથાયોગ્ય નહીં, ફેરફારવાળું, વત્તેઓછું. આત્મદ્રવ્ય એ સામાન્ય, વિશેષ ઉભયાત્મક સત્તાવાળું છે. સામાન્ય ચેતનસત્તા એ દર્શન. સવિશેષ ચેતનસત્તા એ જ્ઞાન. (૫) સત્તાસમુભૂત=સમ્યક્ઝકારે સત્તાનું ઉદયભૂત થવું, પ્રકાશવું, સ્ફરવું, જણાવું તે. (૬) દર્શન=જગતના કોઈ પણ પદાર્થનું ભેદરૂપ રસગંધરહિત નિરાકાર પ્રતિબિંબિત થવું, તેનું અસ્તિત્વ જણાવું, નિર્વિકલ્પપણે કાંઈ છે એમ આરસીના ઝળકારાની પેઠે સામા પદાર્થનો ભાસ થવો એ દર્શન. વિકલ્પ થાય ત્યાં “જ્ઞાન” થાય. (૭) દર્શનાવરણીય કર્મના આવરણને લઈને દર્શન અવગાઢપણે અવરાયું હોવાથી, ચેતનમાં મૂઢતા થઈ ગઈ અને ત્યાંથી શૂન્યવાદ શરૂ થયો. ૧-૭ - સરળ હોવાથી વિશ્લેષણ કરેલ નથી. (૮) દર્શન રોકાય ત્યાં જ્ઞાન પણ રોકાય. દર્શનાવરણીય કર્મના કારણે મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ તેમજ કેવળજ્ઞાન ઉપર આવરણ આવે છે. તે આવરણ અવગાઢપણે રહેલું હોવાથી ચેતનમાં મૂઢતા આવી ગઈ છે અને તેથી ચેતન જેવી વસ્તુનું અસ્તિત્વ જ નથી એવા પ્રકારનો શૂન્યવાદ ઊભો થયો છે. જ્યાં સુધી સમ્મદર્શને આવરણમાં રહેલ ત્યાં સુધી જ્ઞાન પણ સમ્યક્ થઈ શકતું For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242