Book Title: Swadhyaya Sudha
Author(s): Rasikbhai T Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla
Catalog link: https://jainqq.org/explore/005470/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 66666666666666666666666666666666666 // સહજત્મસ્વરૂપાય નમ: || સ્વાધ્યાય સુધા 25R99799899999999999999999999 RRR RRBRRRRRRRRG • સંકલન ૦ બ્ર. નિ. રસિકભાઈ શાહ પ્રકાશક સ્વ. અમૃતબેન લાલજીભાઈ દોઢીયા પરિવાર નૈરોબી - લંડના C/0. 12, Hall farm close, Stan More, Middlesex, London, U.K. ( 799999999999999999 | - ' ' ' અને Page #2 -------------------------------------------------------------------------- ________________ || ૐ || | સહજાન્મસ્વરૂપાય નમ: // સ્વાધ્યાય સુધા • સંકલન ૦. બ્ર. નિ. રસિકભાઈ શાહ પ્રકાશક સ્વ. અમૃતબેન લાલજીભાઈ દોઢીયા પરિવાર, નૈરોબી - લંડન C/O. 12, Hall farm close, Stan More, Middlesex, London, U.K. For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ છપાવી પ્રસિદ્ધ કરનાર : સ્વ. અમૃતબેન લાલજીભાઈ દોઢીયા પરિવાર નૈિરોબી - લંડન પ્રથમ આવૃત્તિ : ૨૫ ડિસેમ્બર, ૨૦૦૭ પ્રત : ૧000 | ફક્ત આધ્યાત્મિક સાધકો માટે મુદ્રક : નૈષધ પ્રિન્ટર્સ નારણપુરા ગામ, અમદાવાદ – ૩૮૦૦૧૩. ફોન : ૨૭૪૯ ૧૬ ૨૭ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મિક માર્ગદર્શક ५. पू. आYण (श्री दाऽऽयं मायोज्यंE पोरा) 4.५ है ५८५४पना १८०१ मत ३५ 217 RATE(27 (24 ११12-1, 64K४ २२.५ २-१ नया ॥२-जमा - 1824 मामा For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ સ્વ. લાલજીભાઈ સામત દોઢીયા જન્મ તા. ૧૧-૩-૧૯૨૩ સ્વર્ગવાસ : તા. ૧૩-૯-૧૯૬૫ સ્વ. અમૃતબેન દોઢીયા જન્મ ઈ.સ. ૧૯૨૪ સ્વર્ગવાસ તા. ૩-૬-૨૦૦૦ સ્વ. મહેન્દ્રભાઈ લાલજીભાઈ દોઢીયા જન્મ તા. ૫-૬-૧૯૪૫ સ્વર્ગવાસ : તા. ૧-૧-૨૦૦૪ વાત્સલ્યસભર ધર્મપરાયણ અને સેવાભાવી પિતા, માતા તથા ભાઈના સ્મરણાર્થે અમૃતબહેન લાલજીભાઈ દોઢીયા પરિવાર શોભનાબહેન મહેન્દ્રભાઈ દોઢીયા અંજનબહેન રમણીકલાલ હરીયા રાજુલાબહેન હિતેશભાઈ દોઢીયા મીનાબહેન વીપીનભાઈ ગુડકા જ્યોતિબહેન અશ્વિનભાઈ શાહ તરફથી ભેટ For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ ( પ્રસ્તાવતા)) વ્યાખ્યાન સાર-૧ અને વ્યાખ્યાન સાર-રમાં મુખ્યત્વે ગ્રંથિભેદ શું છે ? તે કેમ થાય ? તેમજ કર્મ સિદ્ધાંતનું મુખ્યત્વે વર્ણન છે. અને તે પણ સંક્ષેપમાં હોવાથી સાધકને સમજવામાં મુશ્કેલી પડે છે. તેથી લંડનના મુમુક્ષુઓ તરફથી તેનું વિવેચન તથા પત્રાંક-૮૦નું વિવેચન કરીને છપાવવા માટે ૫.પૂ.ભાઈશ્રીને વિનંતી કરવામાં આવી હતી. આ વિનંતી મુખ્યત્વે આ શોભનાબેન દોઢીયાએ પ.પૂ.ભાઈશ્રી પાસે રજૂ કરેલ અને તે કામ કરવા માટે પ.પૂ.ભાઈશ્રીએ બ્ર.નિ.રસિકભાઈને કહ્યું. તે વિવેચન તૈયાર થતાં તેને વાંચવા માટે અને સૂચનો આપવા માટે પ.પૂ.ભાઈશ્રીને આપવામાં આવ્યું. તેઓશ્રીએ બ્ર.નિ. મિનળબેનને તે વાંચી સૂચના આપવા કહ્યું તેમજ આ પરિમલ કે. બંધારને પણ વાંચીને સૂચન માટે આપવામાં આવ્યું. તેઓ બંને પાસેથી સૂચનો આવી જતાં તે પ્રમાણે જરૂરી સુધારો કરવામાં આવ્યો. આ પુસ્તક આધ્યાત્મિક સાધકો પોતાની સાધનામાં ઉપયોગ કરી શકે તે અર્થે છપાવવામાં આવી રહ્યું છે. આ પુસ્તકને મુમુક્ષુઓ સુધી પહોંચાડવા માટે આર્થિક સહાય સ્વ. અમૃતબેન લાલજીભાઈ દોઢીયા પરિવાર તરફથી આપવામાં આવી છે. જયાં જયાં શાસ્ત્રીય આધારની જરૂરિયાત જણાઈ ત્યાં ત્યાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ પ.પૂ.બાપુજીના સ્વાધ્યાય તથા પૂ.ભાઈશ્રીના સ્વાધ્યાયની નોટ એક સાધકે તૈયાર કરેલ તેનો પણ આધાર લેવામાં આવેલ છે. શાસ્ત્ર વિરુદ્ધ કે જ્ઞાનીઓના ઉપદેશથી વિપરીત લખાયું હોય તો છબસ્થતાને લીધે તે થયું ગણી ક્ષમ્ય ગણશો. આ પુસ્તક જેમણે આધ્યાત્મિક સાધનાના માર્ગ ઉપર ચઢાવ્યા તેવા પ.પૂ.બાપુજી (શ્રી લાડકચંદ માણેકચંદ વોરા)નાં ચરણકમળમાં અર્પિત કરીએ છીએ. તેમજ પ.પૂ.ભાઈશ્રીએ પણ આ પુસ્તક વિવેચનરૂપે છપાવવાની આજ્ઞા આપી તે માટે તેમના અમે ખૂબ ખૂબ ઋણી છીએ. જે માતા-પિતા-ભાઈના સથવારે અમે ધર્મમાં આગળ વધ્યા તેમને યાદ કરવા જ રહ્યા. આ પુસ્તકરૂપે અમારી શ્રદ્ધાંજલિ એમને અર્પીએ છીએ. જે માતાપિતાએ છેલ્લા શ્વાસ સુધી ધર્મમય જીવન જીવી, સંસારની ફરજો નિભાવી, સુસંસ્કારોનું સિંચન કરી અમારું ઘડતર કર્યું અને ધર્મનો પાયો મજબૂત કરવામાં સહાયરૂપ બન્યા, એવા માતાપિતાનું ઋણ ચૂકવવા માટે તેમના માટે ગમે તેટલું કરીએ તે પણ ઓછું જ પડે. ભૂલો ભલે બીજું બધું, પણ મા-બાપને ભૂલશો નહિ, અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહિ. આવાં વડીલ માતુશ્રી અમૃતબેન, પિતાશ્રી લાલજીભાઈ અને આત્માર્થી ભાઈ મહેન્દ્રભાઈને આ શ્રદ્ધાંજલી આપતાં અમારું લ્કય પ્રસન્નતા અનુભવી રહ્યું છે. માતા અને પિતા બન્ને ખૂબ જ માયાળુ, સરળ સ્વભાવી અને મહેનતુ સજ્જન હતા. દુઃખને For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ દેખાડ્યું નહિ અને સુખને છલકાવ્યું નહિ એવું આનંદમય જીવન જીવી ગયા. આંગણે આવેલ અતિથિનો પ્રેમથી સત્કાર કરતા, પછી તે સંબંધી હોય કે અજાણ્યા. નિર્ધનને પણ આદરપૂર્વક વધાવતા અને તેમની જરૂરિયાત પ્રમાણે તન, મન અને ધનથી બનતી સેવા બજાવતા. આવા સગુણોથી ભરપૂર માતાપિતાની છત્રછાયા નીચે ઊછરેલ મહેન્દ્રભાઈને બચપણથી સત્ય, દયા, વિવેક, વિનય, હિંમત, ભક્તિ, વાત્સલ્યતા, સેવાભાવના, લાગણીશીલતા, માયાળુતા, પ્રેમાળ સ્વભાવ જેવા સુસંસ્કારોનો વારસો મળેલ. જે તેમણે પોતાના વ્યવહારુ જીવનમાં વણી લીધેલ. એમના પરિચયમાં આવેલ દરેક વ્યક્તિનો આ અનુભવ છે. ભણવામાં કુશળ, નાઈરોબી “A' Levels સુધીનો અભ્યાસ પૂરો કરી આગળ અભ્યાસ માટે પિતાએ લંડન ભણવા મોકલ્યા. પણ કુદરતને કંઈ જુદું જ મંજૂર હતું. લંડન જતાંની સાથે પિતાશ્રીનું અવસાન થયું. યુવાન વયે કુટુંબની જવાબદારી માથે આવી એટલે લંડન છોડી નાઈરોબી પાછા ફર્યા. પિતાજીના વ્યવસાયમાં જોડાઈ આગળનો અભ્યાસ પૂરો કર્યો અને B.A. Degree મેળવેલ. સંસારતાપની વચ્ચે રહી કુટુંબમાં શીતળતા લહેરાવી માતા અને નાનાં ભાઈ-બહેનોને ક્યાંય ઓછપ આવવા ના દીધી, એવું તેમનું વાત્સલ્ય. આ જ બતાવે છે કે નાની ઉંમરથી જ તેમનામાં સમર્પણ ભાવ ખીલેલ હતો. સ્નેહાળ અને મળતાવડા સ્વભાવથી સૌનાં દિલ જીતી લેતા. એમની હાજરીમાં દુઃખી જીવ પણ પોતાનું દુઃખ ક્ષણવાર માટે ભૂલી જતો અને ઉલ્લાસ પામતો. સદા હસમુખો ચહેરો અને લાગણીથી ભરપૂર, તે જયાં જાય ત્યાં પ્રેમનાં અને આનંદનાં ફૂલો પાથરતા. વિશાળતા તો કેવી કે નાના-મોટા, અમીર-ગરીબ, નાત-જાતના ભેદ વગર સહુને એકસરખું સન્માન આપતા. નોકરો સાથે પણ કુટુંબીજનો જેવો વ્યવહાર, સેવાભાવી જીવ એટલે જરૂરિયાતવાળાઓની જરૂરત પૂરી પાડતા. આંગણે આવેલ કોઈને નિરાશ ન કરતા. ભૂખ્યાને અન્ન આપતા, ખાલી હાથે આવે તેને ભરેલા હાથે પાછા વાળે. તેમનું આચરણ જ બતાવે છે કે પૂર્વ ભવમાં જ સુસંસ્કારોનું બીજ રોપાયેલ, આ માર્ગમાં આવી તે ગુણોને વિકસાવવા વેગ મળ્યો. સતગુરુની આજ્ઞાનું પાલન કરી પોતાના આત્માનું કલ્યાણ કરી ગયા, કૅન્સર જેવી ભયાનક બિમારીના સમયે પણ હસતું મુખડું રાખી દેહના દર્દને આવકારતા. ધર્મને આચરણમાં મૂકી સૌને ધર્મનો મર્મ સમજાવી ગયા. અંત સમયે ગુરુની સાથે વાત કરી પછી પોતામાં સમાઈ ગયા. એ સમયની તેમની પ્રફુલ્લતા અને હસતું મુખડું તો આજે પણ નજર સામે તરે છે. અમે ભાગ્યશાળી કે આવા ચમકતા સિતારા સાથે અમારો યોગ થયેલ. સંયમના ગુણોની મહેક આજે પણ અમારા પરિવારમાં પ્રસરી રહી છે. આપનામાં રહેલા આ સગુણો અમારામાં પણ વિકસે અને આપ જ્યાં હો ત્યાં મોક્ષમાર્ગના સોપાને આગળ વધી ધ્યેય સુધી જલદી પહોંચો એવી અમારા અંતરની અભ્યર્થના સહ. અમૃતબેન લાલજીભાઈ દોઢીયા પરિવારના આત્મભાવે વંદન. લિ. For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા || ૐ || પત્રક - 60 નિરાબાધપણે જેની મનોવૃત્તિ વહ્યા કરે છે; સંકલ્પ-વિકલ્પની મંદતા જેને થઈ છે; પંચ વિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે; ક્લેશનાં કારણ જેણે નિર્મૂળ કર્યા છે; અનેકાંત | દૃષ્ટિયુક્ત એકાંતદષ્ટિને જે સેવ્યા કરે છે, જેની માત્ર એક શુદ્ધ વૃત્તિ જ છે; તે પ્રતાપી પુરૂષ જ્યવાન વર્તો. આપણે તેવા થવાનો પ્રયત્ન કરવો જોઈએ. ૧. નિરાબાધપણું તે શું ? ૨. તે પ્રમાણે મનોવૃત્તિ વહ્યા કરવી તે કેવી રીતે ? ૩. તે નિરાબાધપણું ક્યારે આવે અને ટકે ? ૧. નિરાલાપણાનો સામાન્ય અર્થ-બાધા ન પહોંચાડી શકાય એવી દશા. નિરાલાપણાની વ્યાખ્યા :- હું કર્તા, હું મનુષ્ય, હું સુખી, હું દુઃખી એ વગેરે પ્રકારથી રહેલું દેહાભિમાન, તે જેનું ગળી ગયું છે અને સર્વોત્તમ પદરૂપ પરમાત્માને જેણે જાણ્યો છે, તેનું મન જયાં જયાં જાય છે ત્યાં તેને સમાધિ જ છે. તેને વિશેષતાથી સમજવાનો પ્રયત્ન કરીએ. જગતના જીવોને જે સંસારના પ્રસંગોમાં માહાત્મય વર્તે છે, જેમાં તેમને હર્ષ, આનંદ અને ખુશી વેદાય છે અને તે સર્વ પ્રસંગો, પદાર્થોમાં જેની વૃત્તિ સ્કૂલના પામતી નથી, ત્યાં સુખ માનીને રોકાઈ જતી નથી, તેનાથી ઉપર ઊઠી તેની વૃત્તિ અંતર આનંદમાં સ્થિર છે અને માત્ર બાહ્ય પ્રતિભાસ પ્રત્યે જેનું મન ઉપરને ઉપર તરતું રહે છે તે નિરાબાધપણું છે. કર્મનો વિપાક થતાં જ્યાં અશુભ ઉદય આવતાં જગતના જીવોના મન તે દુઃખને દૂર કરવાના પ્રયત્નમાં લાગેલા રહે છે, તેઓનું મન તેમાં જ ચોટેલું રહે છે અને તે આધિ-વ્યાધિ કે ઉપાધિરૂપ વેદનમાં આકુળ વ્યાકુળ બને છે તેવા પ્રસંગોમાં પણ જેનું મન વ્યાધિ કે દુઃખથી ક્ષોભ પામતું નથી, કેવળ શાંતદશામાં વર્તે છે, નિરાકુળ રહે છે તે નિરાબાધપણું છે. ૨. નિરાબાધપણે મનોવૃત્તિ વહ્યા કરવી તે કેવી રીતે ? સર્વ જીવો કર્મબંધનથી બંધાયેલા છે અને તેથી જે પ્રમાણે કર્મનો ઉદય આવે તે પ્રમાણે જીવોની મનોવૃત્તિ સતતપણે આર્તધ્યાનરૂપ થતી હોય છે પણ તે ઉદયને અનુલક્ષીને જે જે પરિસ્થિતિ જીવનમાં નિર્માણ થતી હોય છે તે દરેક પરિસ્થિતિમાં મન તેમાં ન જોડાતા અંતરમાં પ્રગટેલ જે આનંદ તેની સાથે સતતપણે વહ્યા કરે તેવી મનોવૃત્તિ નિરાબાધપણામાં રહેલ છે તેમ કહી શકાય. For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૩. નિરાબાધપણું ક્યારે આવે અને ટકે? a. પંચ વિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે અને તેમ થવાથી b. સંકલ્પ વિકલ્પની મંદતા જેને થઈ છે. c. ક્લેશના કારણો જેણે નિર્મૂળ કર્યા છે. d. અનેકાંત દૃષ્ટિયુક્ત એકાંતદષ્ટિને જે સેવા કરે છે. તે નિરાલાપણાને પામે છે. પંચ વિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો ક્યારે ફૂટે? પાંચ ઈન્દ્રિયના વિષયોને ભોગવવાથી જ સુખ પ્રાપ્ત થાય એવી માન્યતા સર્વ જીવોની હોય છે. પણ તે ઈન્દ્રિયના વિષયોથી પ્રાપ્ત થતું સુખ ક્ષણિક છે, વળી તે ભાવી દુઃખનું કારણ બને છે એવી સમજણ જયારે જીવને થાય છે ત્યારે તે પાંચ ઈન્દ્રિયના સુખનો ભોગવટો કરવાના ભાવથી, તે પ્રત્યેની આસક્તિ તોડવાના ભાવથી તેમાંથી પાછો ફરે છે. સંકલ્પ-વિકલ્પની મંદતા જેને થઈ છે. પ્રથમ સંકલ્પ-વિકલ્પની વ્યાખ્યા જોઈએ. ૧. સંકલ્પ-કોઈ કાર્ય કરવા માટેનો નિર્ણય કરવો. ૨. સંકલ્પ-ઉદયને અનુલક્ષીને જે વિચાર ઊઠવો તે (અહીં આ અર્થ લેવો) વિકલ્પ-જે સંકલ્પ ઊઠ્યો તેને અનુલક્ષી બીજા નવા વિચારો કરવા તે વિકલ્પ. જયારે પાંચ ઈન્દ્રિયના વિષયો તરફની વૃત્તિ મોળી પડે છે ત્યારે તેને ભોગવવા માટેના સાધનો-પદાર્થોને ભેગા કરવાના વિકલ્પની મંદતા થાય છે. સંસારભાવને અનુલક્ષીને ઊઠતી વૃત્તિઓ શાંત પડે છે અને તેથી ઉદય પ્રમાણે ઊઠતા સંકલ્પોની સાથે વિકલ્પો જોડાતાં નહીં હોવાથી નવીન કર્મબંધ પણ ઘટે છે. c. ક્લેશના કારણો જેણે નિર્મૂળ કર્યા છે : જ્યાં સુધી ઈન્દ્રિય વિષયને ભોગવવાના ભાવ છે ત્યાં સુધી ક્લેશના કારણો ઊભા રહેવાના છે. જયારે કોઈપણ ઈન્દ્રિય વિષયને ભોગવવાના ભાવ થાય છે ત્યારે જીવ તે મેળવવા પ્રયત્ન કરે છે. જ્યારે તેના પુણ્યોદયે તે તેમાં સફળ થાય તો તે રાગરૂપ કષાય કરે, ગમવાપણાના ભાવ કરે, પોતાનું ધાર્યું થયું હોય તેથી માનરૂપ કષાય પણ કરે. જયારે તે નથી મળતાં તો બ્રેષ-અણગમાના ભાવ વ્યક્ત કરી, ક્રોધરૂપ કષાય ભાવમાં રાચે છે. આમ જયાં સુધી વિષયાસક્તિ છે ત્યાં સુધી ક્લેશકષાય છે પણ જેમ જેમ તે ભાવોથી પર થવાય છે અને વિરક્તતા પ્રગટે છે તેમ For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા . તેમ ક્લેશના કારણો ઘટતાં જાય છે, અને અંતે નિર્મૂળ કરે છે. આવી રીતે ક્લેશના કારણો નિર્મૂળ કર્યા છે તેવા મહાપુરુષો જયવાન વર્તે. આપણે તેવા થવા પ્રયત્ન કરીએ. અનેકાંતદેષ્ટિયુક્ત એકાંતદષ્ટિને જે સેવ્યા કરે છે :જેમ જેમ વિષયાસક્તિ ઘટે છે તેમ તેમ ક્લેશના કારણો ઘટે છે અને તે મન શાંત | થાય છે. હવે તે મન આત્મવિચાર કરવા માટે સૂક્ષ્મ બને છે. જે આત્માને સંસારભાવથી છોડાવે છે તે આત્મભાવ છે અને જે આત્માને નુકસાનકર્તા ભાવ છે તે અન્યભાવ છે. તે વિષેની હેય-ઉપાદેયની વિચારણા દ્વારા આત્મભાવને ગ્રહણ કરવા લક્ષે તેની વૃત્તિ રહે છે અને પરભાવ પ્રત્યે તેની ઉદાસીનવૃત્તિ થાય છે. પર પ્રત્યેની ઉદાસીનવૃત્તિ થવાથી આત્માને અલગ-અલગ અપેક્ષાએ એટલે સ્યાદ્વાદ શૈલી દ્વારા-આત્મા કઈ રીતે કર્તા છે, ભોક્તા છે એવી વિચારણા પોતાના શુદ્ધ સ્વભાવને પ્રગટ કરવા માટે કરે છે. આમ અનેકાંતદષ્ટિ વડે આત્મતત્ત્વને સમજીને પોતાનો એક આત્મા જ ઉપાસવા યોગ્ય છે એવી દષ્ટિ ખૂલે છે. આમ આત્મતત્ત્વની ઉપાસના કરતાં કરતાં આત્માનો અનુભવ થાય છે. આત્મઅનુભવ થવાથી તરત જ નિરાબાધપણું પ્રગટ થતું નથી. તે નિરાબાધપણું પ્રગટ કરવા માટે જેમ બને તેમ પરસ્પરિચયથી પાછા ફરવું જરૂરી છે. હળવે હળવે પરપરિચયથી નિવૃત્ત થવાનાં કારણો ઉપર ભાર નહીં દેતાં જે પ્રકારે ત્વરાએ નિવૃત્તિ થાય તે વિચાર કર્તવ્ય છે અને તેમ કરવા જતાં અશાતાદિ આપત્તિયોગ વેદવાં પડતાં હોય તો વેદવાની તૈયારી રાખવી જોઈએ પણ પપરિચયથી શીધ્રપણે દૂર થવાનો પ્રકાર કરવો જોઈએ. જેમ જેમ પરપરિચયથી નિવૃત્તબુદ્ધિ થતી જાય તેમ તેમ આત્મતત્ત્વ જે અનુભવમાં આવ્યું છે તેની સ્થિરતા વધતી જાય અને પરભાવના પ્રસંગો પ્રત્યે સહેજે ઉદાસીનવૃત્તિ રહ્યા કરે. પછી તે તે પ્રસંગોમાં તેમને હિતબુદ્ધિ થઈ પ્રતિબંધ થતો નથી અને મનોવૃત્તિ હવે બાહ્યભાવમાં રોકાઈ જતી નથી અને સહજપણે અંતર્મુખપણે વર્યા કરે છે. અહીં પણ નિરાબાધપણું પ્રગટ થયા છતાં મહાજ્ઞાની પુરુષો એટલે કેવળજ્ઞાની ભગવંતોએ સતત જાગૃત રહેવું એવી ભલામણ જ્ઞાની પુરુષોને પણ કરી છે; કારણ નિરાબાધપણું તે અવ્યાબાધપણાને પ્રગટ કરવા માટેની એક ભૂમિકા છે. તે નિરાબાધપણું પ્રગટ થયા બાદ તેમાં જ સ્થિરતા વધતાં, ચારિત્ર મોહનો ક્ષય થતાં અવ્યાબાધપણું પ્રગટે છે. જયાં સંપૂર્ણ રાગ-દ્વેષનો ક્ષય થયો હોવાથી માત્ર એક શુદ્ધવૃત્તિ જ રહે છે. આવી જેની સ્થિતિ છે તેવા પ્રતાપી પુરુષ જયવંત વર્તો. For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા આ પ્રમાણે પ્રતાપી પુરુષ થવાનો માર્ગ સમજીને તેમના જેવા થવા પુરુષાર્થી બનીશું તો સદ્ગુરુના માર્ગદર્શન વડે જરૂર આપણે તેવા બની જઈશું. પૂર્વકર્મના કારણે જયારે શારીરિક વેદના ઉદયમાં આવે છે ત્યારે તે વેદના કેવી રીતે વેદવી જોઈએ કે જેથી નિરાબાધપણાને પ્રાપ્ત કરી શકાય અને નિરાધાધપણું પ્રગટ થયું હોય તો તેમાં સ્થિરતા ટકી રહે તે માટે પરમકૃપાળુદેવના વચનો વિચારીએ. - યથાર્થ જોઈએ તો શરીર એ જ વેદનાની મૂર્તિ છે. સમયે સમયે જીવ તે દ્વારાએ વેદના જ વેદે છે. કવચિત્ શાતા અને પ્રાયે અશાતા જ વેદે છે. માનસિક અશાતાનું મુખ્યપણું છતાં તે સૂક્ષ્મ સમ્યગ્દષ્ટિવાનને જણાય છે. શારીરિક અશાતાનું મુખ્યપણું સ્થૂળ દૃષ્ટિવાનને પણ જણાય છે....અજ્ઞાનદષ્ટિ જીવો ખેદથી વેદે તોપણ કંઈ તે વેદના ઘટતી નથી કે જતી રહેતી નથી. સત્યદેષ્ટિવાન જીવો શાંતભાવે વેદે તો તેથી તે વેદના વધી જતી નથી, પણ નવિન કર્મબંધનો હેતુ થતી નથી. પૂર્વની બળવાન નિર્જરા થાય છે. આત્માર્થીને એ જ કર્તવ્ય છે. (૯૨૭) સમ્યક્ પ્રકારે વેદના અહિયાસવારૂપ પરમધર્મ પરમ પુરુષોએ કહ્યો છે. તીક્ષ્ણ વેદના અનુભવતાં સ્વરૂપભ્રંશવૃત્તિ ન થાય એ જ શુદ્ધ ચારિત્રનો માર્ગ છે. ઉપશમ જ જે જ્ઞાનનું મૂળ છે તે જ્ઞાનમાં તીણ વેદના પરમ નિર્જરા ભાસવા યોગ્ય છે. (૯૩૯) * * * વ્યાખ્યાન સાર-૧ ૧. પહેલે ગુણસ્થાનકે ગ્રંથિ છે તેનું ભેદન કર્યા વિના આત્મા આગળના ગુણસ્થાનકે જઈ શકતો નથી. જોગાનુજોગ મળવાથી અકામનિર્જરા કરતો જીવ આગળ વધે છે, ને ગ્રંથિભેદ કરવાની નજીક આવે છે. અહીં આગળ ગ્રંથિનું એટલું બધું પ્રબલપણું છે કે, તે ગ્રંથિભેદ કરવામાં મોળો પડી જઈ અસમર્થ થઈ જઈ પાછો વળે છે; હિંમત કરી આગળ વધવા ધારે છે; પણ મોહનીયના કારણથી રૂપાંતર સમજાઈ પોતે ગ્રંથિભેદ કરે છે એમ સમજે છે; અને ઊલટું તે સમજવારૂપ મોહના કારણથી ગ્રંથિનું નિબિડાણું કરે છે. તેમાંથી કોઈક જ જીવ જોગાનુજોગ પ્રાપ્ત થયે અકામનિર્જરા કરતાં અતિ બળવાન થઈ તે ગ્રંથિને મોળી પાડી અથવા પોચી કરી આગળ વધી જાય છે. જે અવિરતિસમ્યફદૃષ્ટિનામાં ચોથું ગુણસ્થાનક છે; જ્યાં મોક્ષમાર્ગની સુપ્રતીતિ થાય છે. આનું બીજું નામ “બોધબીજ' છે. અહીં આત્માના અનુભવની શરૂઆત થાય છે, અર્થાત્ મોક્ષ થવાનું બીજ અહીં રોપાય છે. ૨. આ બોધબીજ ગુણસ્થાનક'-ચોથા ગુણસ્થાનકથી તેરમા ગુણસ્થાનક સુધી આત્મઅનુભવ એકસરખો છે; પરંતુ જ્ઞાનાવરણીય કર્મની નિરાવરણતા અનુસાર જ્ઞાનની | વિશુદ્ધતા ઓછી અદકી હોય છે, તેના પ્રમાણમાં અનુભવનું પ્રકાશવું કહી શકે છે. For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૩૦. જીવ પહેલા ગુણસ્થાનકમાં ગ્રંથિભેદ સુધી અવંતીવાર આવ્યો છે ને ત્યાંથી પાછો વળી ગયો છે. ૧૪૦. ગ્રંથિ પહેલે ગુણસ્થાનકે છે તેનું ભેદન કરી આગળ વધી ચોથા સુધી સંસારી જીવી પહોચ્યા નથી. કોઈ જીવ નિર્જરા કરવાથી ઊંચા ભાવે આવતાં, પહેલામાંથી નીકળવા વિચાર કરી, ગ્રંથિભેદની નજીક આવે છે, ત્યાં આગળ ગાંઠનું એટલું બધું તેના ઉપર જોર થાય છે કે, ગ્રંથિભેદ કરવામાં શિથિલ થઈ જઈ અટકી પડે છે; અને એ પ્રમાણે મોળો થઈ પાછો વળે છે. આ પ્રમાણે ગ્રંથિભેદ નજીક અનંતી વાર આવી જીવ પાછો ફર્યો છે. કોઈ જીવ પ્રબળ પુરુષાર્થ કરી, નિમિત્ત કારણનો જોગ પામી કરેડિયાં કરી ગ્રંથિભેદ કરી, આગળ વધી આવે છે, અને જ્યારે ગ્રંથિભેદ કરી આગળ વધ્યો કે ચોથામાં આવે છે, અને ચોથામાં આવ્યો કે વહેલોમોડો મોક્ષ થશે, એવી તે જીવને છાપ મળે છે. ૧૪૧. આ ગુણસ્થાનકનું નામ “અવિરતિસમ્યકષ્ટિ' છે, જ્યાં વિરતિપણા વિના સમ્યજ્ઞાન-દર્શન છે. ૧૪૪. સમ્યકત્વ પ્રાપ્ત થયેલ જીવની દશાનું સ્વરૂપ જ જુદું હોય છે. પહેલા ગુણસ્થાનકવાળા જીવની દશાની જે સ્થિતિ અથવા ભાવ છે તેના કરતાં ચોથું ગુણસ્થાનક પ્રાપ્ત | કરનારની દશાની જે સ્થિતિ અથવા ભાવ તે જુદાં જોવામાં આવે છે, અર્થાત્ જુદી જ દશાનું વર્તન જોવામાં આવે છે. ૧૪૫. પહેલું મોળું કરે તો ચોથે આવે એમ કહેવામાત્ર છે; ચોથે આવવામાં જે વર્તન છે તે વિષય વિચારવાજોગ છે. ૧૫૩. જીવને પોતાનાં ડહાપણ અને મરજી પ્રમાણે ચાલવું એ વાત મનગમતી છે, પણ | તે જીવનું ભૂંડું કરનાર વસ્તુ છે. આ દોષ મટાડવા સારું પ્રથમ તો કોઈને ઉપદેશ દેવાનો નથી, પણ પ્રથમ ઉપદેશ લેવાનો છે, એ જ્ઞાનનો ઉપદેશ છે. જેનામાં રાગદ્વેષ ન હોય, તેવાનો સંગ થયા વિના સમ્યકત્વ પ્રાપ્ત થઈ શકતું નથી. સમ્યકત્વ આવવાથી-(પ્રાપ્ત થવાથી) જીવ ફરે છે, જીવની દશા ફરે છે; એટલે પ્રતિકૂળ હોય તો અનુકૂળ થાય છે. જિનની પ્રતિમાને | (શાંતપણા માટે) જોવાથી સાતમા ગુણસ્થાનકે વર્તતા એવા જ્ઞાનીની જે શાંત દશા છે તેની પ્રતીતિ થાય છે. ૧૫૬. મિથ્યાત્વપ્રકૃતિ ખપાવ્યા વિના, સમ્યકત્વ આવે નહીં. સમ્યકત્વ પ્રાપ્ત થાય તેની દશા અદ્ભુત વર્તે. ત્યાંથી ૫,૬,૭ અને ૮મે જઈ બે ઘડીમાં મોક્ષ થઈ શકે છે. એક સમ્યકત્વ પામવાથી કેવું અદ્ભુત કાર્ય બને છે ! આથી સમ્યકત્વની ચમત્કૃતિ અથવા માહાસ્ય કોઈ અંશે સમજી શકાય તેમ છે. ૧૬૧. અલ્પમાં અલ્પ એવી નિવૃત્તિ કરવામાં પણ જીવને ટાઢ વછૂટે છે, તેવી અનંત For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા પ્રવૃત્તિથી કરી જે મિથ્યાત્વ થાય છે, તેથી નિવર્તવું એ કેટલું દુર્ધર થઈ પડવું જોઈએ? મિથ્યાત્વની નિવૃત્તિ તે જ “સમ્યકત્વ'. ૧૬૭. યથાપ્રવૃત્તિકરણ, અનિવૃત્તિકરણ, અપૂર્વકરણ ઉપરાંત મુંજનકરણ અને ગુણકરણ છે. યુજનકરણને ગુણકરણથી ક્ષય કરી શકાય છે. ૧૬૮. યુજનકરણ એટલે પ્રકૃતિને યોજવી તે. આત્મગુણ જે જ્ઞાન ને તેથી દર્શન ને તેનાથી ચારિત્ર, એવા ગુણકરણથી યુજનકરણનો ક્ષય કરી શકાય છે. અમુક અમુક પ્રકૃતિ જે આત્મગુણ રોધક છે તેને ગુણકરણે કરી ક્ષય કરી શકાય છે. ૧૮૪. મિથ્યાત્વ વડે કરી મિથ્યાત્વ મોળું પડે છે, અને તે કારણથી તે જરા આગળ ચાલ્યો કે તરત તે મિથ્યાત્વગુણસ્થાનકમાં આવે છે. - ૧૮૬. મિથ્યાત્વમાંથી સાવ ખસ્યો ન હોય પણ થોડો ખમ્યો હોય તો પણ તેથી મિથ્યાત્વ મોળું પડે છે. આ મિથ્યાત્વ પણ મિથ્યાત્વે કરીને મોળું પડે છે. મિથ્યાત્વગુણસ્થાનકે પણ મિથ્યાત્વનો અંશ કષાય હોય તે અંશથી પણ મિથ્યાત્વમાંથી મિથ્યાત્વગુણસ્થાનક કહેવામાં આવે છે. ૧૯૯. સંસારમાં પરિભ્રમણ કરાવનાર, ક્રોધ, માન, માયા, લોભની ચોકડીરૂપ કષાય છે, તેનું સ્વરૂપ પણ સમજવા યોગ્ય છે. તેમાં પણ અનંતાનુબંધી કષાય છે જે અનંત સંસાર રખડાવનાર છે. તે કષાય ક્ષય થવાનો ક્રમ સામાન્ય રીતે ક્રોધ, માન, માયા, લોભ એ પ્રમાણે છે, અને તેનો ઉદય થવાનો ક્રમ સામાન્ય રીતે માન, લોભ, માયા, ક્રોધ એ પ્રમાણે છે. ૨૦૦. આ કષાયના અસંખ્યાત ભેદ છે. જેવા આકારમાં કષાય તેવા આકારમાં સંસારપરિભ્રમણને માટે કર્મબંધ જીવ પાડે છે. કષાયમાં મોટામાં મોટો બંધ અનંતાનુબંધી કષાયનો છે. જે અંતર્મુહૂર્તમાં ૪૦ કોડાકોડિ સાગરોપમનો બંધ પાડે છે, તે અનંતાનુબંધીનું સ્વરૂપ પણ જબરજસ્ત છે; તે એવી રીતે કે મિથ્યાત્વમોહરૂપી એક રાજાને બરાબર જાળવણીથી સૈન્યના મધ્યભાગમાં રાખી ક્રોધ, માન, માયા, લોભ, એ ચાર તેની રક્ષા કરે છે અને જે વખતે જેની જરૂર પડે છે તે વખતે તે વગર બોલાવ્યા મિથ્યાત્વમોહની સેવા બજાવવા મંડી પડે છે. આ ઉપરાંત નોકષાયરૂપ બીજો પરિવાર છે, તે કષાયના આગળના ભાગમાં રહી મિથ્યાત્વ મોહની ચોકી ભરે છે, પરંતુ એ બીજા સઘળા ચોકિયાતો નહીં જેવા કષાયનું કામ કરે છે. રખડપાટ કરાવનાર કષાય છે અને તે કષાયમાં પણ અનંતાનુબંધી કષાયના ચાર યોદ્ધાઓ બહુ મારી નાંખે છે. આ ચાર યોદ્ધાઓ મધ્યેથી ક્રોધનો સ્વભાવ બીજા ત્રણ કરતાં કાંઈક ભોળો માલૂમ પડે છે; કારણ કે તેનું સ્વરૂપ સર્વ કરતાં વહેલું જણાઈ શકે છે. એ પ્રમાણે જેનું સ્વરૂપ વહેલું જણાય ત્યારે તેની સાથે લડાઈ કરવામાં ખાતરી થયેથી લડવાની હિંમત થાય છે. For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા વિશેષાર્થ :- અનંત કાળથી જીવ સંસારમાં તેની અવળી માન્યતા કે સમજણને કારણે પરિભ્રમણ કરી રહ્યો છે. અજ્ઞાનરૂપ, એક ગાંઠ પડી ગઈ છે, જે ગ્રંથિ છે. આ ગ્રંથિ જયાં સુધી ન છેદાય એટલે કે ગ્રંથિભેદ ન થાય ત્યાં સુધી જીવ મોક્ષમાર્ગમાં પ્રવેશી શકતો નથી. ગ્રંથિ છેદવાનો પુરુષાર્થ-એ સમ્યગ્દર્શનરૂપી ફળને આપનાર છે. પણ સદ્ગુરુની નિશ્રા વગર આ શક્ય બનતું નથી. આ દુષમકાળની અસરના કારણે જીવ દિશા પકડવાને બદલે દિશા બતાવનારને જ વળગી પડે છે ! ખરેખર તો દિશા બતાવનારની આંગળી જોઈ, દિશા તરફ નજર કરવી, એમાં જ સાધકનું શ્રેય-કલ્યાણ સમાયેલું છે. જેને જ્ઞાની સદ્ગુરુની આજ્ઞા સિવાય સત્પુરુષમાંથી સત્ ખેંચતા આવડે છે, તે સત્પુરુષના યમાં પ્રગટેલ “સત્નો વારસદાર છે. અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ એ ચાર તથા મિથ્યાત્વમોહિની, મિશ્રમોહિની, સમ્યકત્વમોહિની-એ ત્રણે એમ સાત પ્રકૃતિ જ્યાં સુધી ક્ષયોપશમ, ઉપશમ કે ક્ષય થતી નથી ત્યાં સુધી સમ્યફષ્ટિ થવું સંભવતું નથી. સાત પ્રકૃતિ જેમ જેમ મંદતાને પામે છે તેમ તેમ સમ્યકત્વનો ઉદય થાય છે. તે પ્રકૃતિઓની ગ્રંથિ છેદવી પરમ દુર્લભ છે. જેની તે ગ્રંથિ છેદાઈ તેને આત્મા હસ્તગત થવો સુલભ છે. તત્ત્વજ્ઞાનીઓએ એ જ ગ્રંથિને ભેદવાનો ફરી ફરીને બોધ કર્યો છે. જે આત્મા અપ્રમાદપણે તે ભેદવા ભણી દૃષ્ટિ આપશે તે આત્મા આત્મત્વને પામશે એ નિઃસંદેહ છે. (વ.પ.ક્ર.-૪૭) અનાદિ કાળથી આ જીવને પોતાની અનુકૂળતા પ્રત્યેનો ગાઢ રાગ અને પ્રતિકૂળતા પ્રત્યેનો ગાઢ વૈષ છે. આવા પરિણામને જ્ઞાનીઓ ગ્રંથિ કહે છે. પણ મારા નિમિત્ત લક્ષે રાગદ્વેષ થવા તેનું નામ ગ્રંથિ નથી; પણ રાગદ્વેષ સાથે નિમિત્તમાં એકત્વ કરવું, તેના સંયોગે સુખી અને વિયોગે દુઃખીપણું માનવું તેવી વિપરીત શ્રદ્ધાના એકત્વપણાના અત્યંતર પરિણામનું નામ ગ્રંથિ છે. તેથી વિપરીત માન્યતા તે ગ્રંથિ નથી, પણ વિપરીત માન્યતાને દૂર કરવાની કોશિષ કરવા છતાં, તેને સમજાવવા છતાં તે ન સમજે અને હું સમજ્યો છું તે જ સાચું છે.' તેવી વિપરીત માન્યતાની પક્કડ રાખે તેવા અત્યંતર પરિણામ તે ગ્રંથિ છે. કોઈપણ વસ્તુને તથારૂપ સ્વરૂપમાં જોવી તે ગ્રંથિ નથી, પણ તે વસ્તુને પ્રત્યક્ષ જોયા વિના એટલે અનુભવ્યા વિના, માત્ર ઓઘસંજ્ઞા રૂપ શ્રદ્ધાએ તેના ખોટા-સાચાનો અભિપ્રાય આપવો અને તેમાં પોતાની માન્યતાનો એકાંતે આગ્રહ રાખવો અને સામાવાળાને સમજવાનો પ્રયત્ન ન કરવો તેવા અત્યંતર પરિણામનું નામ ગ્રંથિ છે. મોહનીયની સ્થિતિ એક કોડાકોડ સાગરોપમથી ન્યૂન થતાં ગ્રંથિ ભેદવાની અનુકૂળતા થાય છે. જેમ વૃક્ષ કાપ્યા પછી મૂળને છેદવામાં ન આવે તો તે ફરીથી તેવું જ ઘટાદાર થઈ જાય છે તેમ મોહનીયની સ્થિતિ ઘટી હોય તે વખતે તરતમાં ગ્રંથિ ભેદવાનો પુરુષાર્થ ન થાય તો તેની સ્થિતિ ફરીથી ૭૦ કડાકોડિ સાગરોપમ જેટલી થઈ For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા શકે છે. મોહનીયનું મૂળ બળ તે ગ્રંથિ છે. તેવી ગ્રંથિ નબળી પડે તો મોહનીયનું મૂળ બળ ઘટે અને કષાયો પણ મોળા પડે અને ઘટે. તેથી ગ્રંથિ છેડાય તો જ મોહનીયનું બળ ઘટે અને તેનો ઉપશમ થાય કે ક્ષય થવા માંડે એટલે કે મોહનીયની ઉપશમ થવાની કે ક્ષય થવાની જે પ્રક્રિયા છે તે તો ગ્રંથિભેદના પુરુષાર્થમાં જ સમાયેલી છે. ગ્રંથિ બે પ્રકારે છે-બાહ્ય અને અત્યંતર. બાહ્ય સુખદુ:ખના પ્રસંગોમાં તે નિમિત્તો ને સુખદુ:ખના જવાબદાર કે કર્તા ગણવાં તે બાહ્ય ગ્રંથિ છે. અને અત્યંતર ગ્રંથિમાં સુખદુઃખના પ્રસંગોમાં આઠ કર્મને કારણે થતા વિપાક-ઉદયના નિમિત્તને સુખદુ:ખના જવાબદાર ગણવા તે અત્યંતર ગ્રંથિ છે. આમ બાહ્ય-અભ્યતર બન્ને ગ્રંથિઓ એક સાથે છેડાય તો ગ્રંથિભેદ થયો કહેવાય અને એના ફળરૂપે સમ્યકદર્શન પ્રગટી જાય. આ બાહ્ય-અભ્યતર ગ્રંથિ એક ક્ષણ માટે પણ ભૂદાઈ જાય તો તેનું નામ જ ગ્રંથિભેદ છે. તેથી ૫.કૃ.દેવ કહે છે કે-તેનું ભેદન કર્યા વિના આત્મા આગળના ગુણસ્થાનકે જઈ શકતો નથી. જોગાનુજોગ મળવાથી અકામ નિર્જરા કરતો જીવ આગળ વધે છે. તે ગ્રંથિભેદ કરવાની નજીક આવે છે. જો ગાનુજોગ એટલે આશ્ચર્યકારક અને આકસ્મિક રીતે થયેલાં મિલન સમયે જીવ અકામ નિર્જરા તો કરતો જ હોય છે, પણ ગ્રંથિભેદ કરવો હોય તો જોગાનુજોગની મુખ્યપણે જરૂરીયાત રહેલી છે. ગ્રંથિને તોડવા માટે, ઢીલી પાડવા માટે, તેમાં કામ નિર્જરાના અંશો ભળવા જરૂરી છે. સકામ નિર્જરાના અંશો ભળવા એટલે દૃષ્ટિનું અંશે સમ્યક્ પરિણમન થવું અને તેવા સમ્યક્ પરિણમન થવા માટે એવા કોઈ આકસ્મિક વિશિષ્ટ પ્રકારના જોગને પ.કૃ.દેવે જોગાનુજોગ કહ્યો છે જેનાથી અકામ નિર્જરા કરતો જીવ આગળ વધે છે અને ગ્રંથિભેદ નજીક આવે છે અને અતિ બળવાન થઈ ગ્રંથિભેદ કરી શકે છે. મોક્ષમાર્ગમાં મુખ્યતા તો સકામ નિર્જરાની છે, પણ અકામ નિર્જરાની મુખ્યતા એટલા માટે રાખી છે કે તેમાં સકામ નિર્જરાના અંશો તો માત્ર નામના જ છે. તેથી બળ અકામ નિર્જરાનું જ ચાલે છે. જયાં સુધી સમ્યક્દર્શન થતું નથી, ત્યાં સુધીના તમામ પુરુષાર્થમાં, સમ્યફઅંશો જ કામ કરે છે છતાં અકામ નિર્જરા કરતો એમ કહેવાય છે. આગળ વધવામાં સમ્યફઅંશો જ કામ કરે છે. છતાં અકામ નિર્જરાનું બળ વધારે હોવાથી, સમ્યફઅંશોની મહત્તા ન બતાવતાં, અકામ નિર્જરાનું મહત્વ ચાલુ રાખ્યું છે, પણ કાર્ય તો અકામ નિર્જરા સાથે સકામ નિર્જરાના અંશો ભળવાથી જ થયું છે, એકલું અકામ નિર્જરાથી નહીં. પરના એકત્વને મોળું પાડવું અથવા પરમાં એકત્ર થવાનું કારણ સમજણમાં આવવું For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા તેનું નામ આગળ વધવું છે. ગ્રંથિ એટલે મિથ્યાત્વને કારણે જ્ઞાનમાં થયેલી ભ્રાંતિ અને વિપરીત માન્યતાની મજબૂત પક્કડ તે ગ્રંથિ. ભેદ પડવો એટલે વિપરીત પક્કડનું છૂટવું. ગેરસમજ દૂર થઈ સવળી સમજણ થવી. પ.કૃ.દેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે, ‘યોગાનુયોગ’ મળતાં અકામ નિર્જરા કરતાં, જીવ ગ્રંથિભેદની નજીક આવે છે, ત્યારબાદ ગ્રંથિભેદની પ્રબળતા બતાવે છે. તે પ્રબળતામાં જીવને પૂર્વ તૈયારીરૂપે બળવાન પુરુષાર્થ ન હોય તો, ત્યાં જીવ અટકી જાય અથવા નાસીપાસ થઈ જાય છે. તે સમયે બાજુમાં જ તાકીને ઊભેલું મોહનીયનું બળ તેમાં પ્રવેશ કરી સાચામાં ખોટાની માન્યતા કરાવી, તેને અવળા માર્ગે ચડાવે છે. આ અવળા માર્ગે ચડેલાને મોહનીયના કારણે રૂપાંતર સમજાય છે, અને તેથી જેટલો અવળા માર્ગે આગળ ચાલે તેટલું ગ્રંથિનું નિબિડપણું થયું કહેવાય છે. પણ જે ગ્રંથિભેદ તરફ સીધો જ આગળ વધી જઈ પ્રબળ ગ્રંથિમાં પ્રવેશ કરી પાછો પડતો નથી, તેને ગ્રંથિભેદની ભૂમિકા કહી છે. 2 આ જોગાનુજોગ આશ્ચર્યકારક એટલા માટે છે કે અકામ નિર્જરા કરતાં, કોઈક જીવને યોગાનુયોગ થતાં, પોતામાં સકામ નિર્જરાના અંશો પ્રગટ થવાથી, તેની સમ્યવિચારણા પ્રગટતાં, ભ્રાંતિ-અજ્ઞાન-તુટતાં જાય છે. તેને ગ્રંથિભેદની નજીક જવું કહે છે અને પુરુષાર્થ બળવાન હોય તો ગ્રંથિમાં પ્રવેશ કરી, ગ્રંથિ પોચી કરી, ગ્રંથિભેદ કરી લે છે. આ રીતે સમ્યક્ વિચારણા થવા માટે યોગાનુયોગનું મહત્વ બતાવેલ છે. ગ્રંથિભેદના પુરુષાર્થનું લક્ષ ચૂકતાં, બહાર ઉપયોગ જતાં, લબ્ધિ અને તેના કારણે લોક પ્રસિદ્ધિનું આકર્ષણ પ્રગટ થતાં, તેમાં ખેંચાઈ જવું અને મૂળમાર્ગનું ભાન ભૂલી જવું, તે મોહનીયના કારણે રૂપાંતર સમજાયું તેમ કહેવાય. તેમાં ખેંચાયા પછી અવળી સમજણ હોવા છતાં, હું ગ્રંથિભેદ કરું છું-તેમ માની તેમાં આગળ વધવું તે ગ્રંથિનું નિબિડપણું કરવારૂપ છે અને અજ્ઞાન તેનું વાસ્તવિક કારણ છે. જોગાનુજોગ ન મળે તો માત્ર અકામ નિર્જરાથી જીવ ગ્રંથિની નજીક આવે છે પણ ગ્રંથિભેદ સુધી આવી શકતો નથી. પણ જોગાનુજોગ મળવાથી-અકામનિર્જરામાં સકામ નિર્જરાના અંશોનું ભળવાપણું થવાથી અકામ નિર્જરા કરતો જીવ આગળ વધી ગ્રંથિભેદ નજીક આવે છે અને તેના બળવાનપણાથી પ્રબળ ગ્રંથિમાં પ્રવેશ કરી ગ્રંથિ પોચી પાડી, ગ્રંથિભેદ કરી શકે છે. પ્રબળ ગ્રંથિમાં પ્રવેશ અને ગ્રંથિને પોચી પાડવાના પુરુષાર્થને કરણલબ્ધિમાં પ્રવેશ કર્યો કહેવાય. જેને કરણલબ્ધિ પ્રગટ થઈ છે તેને પ્રથમ દર્શન પરિષહ વેદાય છે. દર્શન પરિષહ એ સમ્યક્દર્શન પહેલાંની સ્થિતિ છે. જેમ કાંઈ બનવાનું હોય અને For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સ્વાધ્યાય સુધા પરિણામ ન આવે ત્યાં સુધી તેની આતુરતામાં વ્યાકુળતા થાય છે, તેમ અહીં જીવને વારેવારે, એટલે ક્ષણેક્ષણે સતત ટકેલી એવા પ્રકારની વ્યાકુળતા હોય છે કે શું થશે ? તેની ખબર નથી, પણ તેના પ્રકારમાં “મને આ શું થાય છે ?' હું કોઈ પરિણામથી નજીક છું, પણ શું છે ? તેની સ્પષ્ટતા થતી નથી. હમણાં કોઈ ચમત્કાર થશે, જરૂર કોઈ પરિણામ નજીકમાં છે અને વારે વારે સ્થિરતાનો પ્રયોગ કરવાનો ભાવ થાય છે. સ્થિરતાનો પ્રયોગ આત્મલક્ષે વારેવારે કરવાનો ભાવ થવો, તે દર્શન પરિષદનું મુખ્ય લક્ષણ છે. હમણાં કોઈ સિદ્ધિ પ્રગટશે. હમણાં જે અપ્રત્યક્ષ અને અસ્પષ્ટના કારણે, જે વ્યાકુળતા છે, તે સ્પષ્ટ થશે, પણ તે સ્પષ્ટતા કેવી હશે, તેનો ખ્યાલ ન આવવાથી જે | વ્યાકુળપણું છે તેનું નામ દર્શન પરિષહ છે. (આકુળતા-વ્યાકુળતા અને વ્યાકુળતાનો તફાવત એ છે કે આકુળતા-વ્યાકુળતા સંસાર લક્ષની હોય છે, ત્યારે વ્યાકુળતા માત્ર પરમાર્થ લક્ષની હોય છે.) જોગાનુજોગથી દિશાસૂઝ થયા પછી તે દિશા તરફ ગતિ કરવી અને તે માર્ગ ઉપર વિશ્વાસ કરવો, તેનું નામ ગ્રંથિભેદ તરફનું પ્રયાણ છે અથવા આગળ વધવું છે. જેમ જેમ સકામ નિર્જરાના અંશો બળવાન બને છે તેમ તેનું પ્રમાણ વધે છે અને તેમ તેમ તે ગ્રંથિભેદ તરફ આગળ વધતો જાય છે. આ રીતે ગ્રંથિભેદ નજીક આવે છે. ગ્રંથિભેદની વાસ્તવિકતા એટલે શું ? યોગાનુયોગ મળતાં, અકામ નિર્જરા કરતાં ગ્રંથિભેદમાં આગળ વધવું, નજીક જવું તેને ગ્રંથિભેદ કરવાની પાત્રતા કે ગ્રંથિભેદની નજીક આવ્યો કહેવાય. ત્યારબાદ પ્રબળ ગ્રંથિમાં પ્રવેશ કરવો, ગ્રંથિ પોચી પાડવી તે ગ્રંથિભેદનો પુરુષાર્થ છે. ભેદજ્ઞાનની પૂર્ણતાને ગ્રંથિભેદ કહે છે. અને તેના ક્રમશ: પુરુષાર્થને ગ્રંથિભેદની વાસ્તવિકતા કહે છે. ઘણા જીવો ગ્રંથિભેદની નજીક આવે છે, પણ કોઈક જ જીવ તે પ્રબળ ગ્રંથિમાં પ્રવેશ કરીને તેને પોચી પાડી, ગ્રંથિભેદ કરી શકે છે અને સમ્યક્દર્શનને પામી શકે છે. ગ્રંથિનું સર્વથા તુટવું તે ગ્રંથિભેદ છે, કષાયોને ગ્રંથિ કહી નથી, પણ પરના એકત્વપણાને ગ્રંથિ કહી છે. કષાયોને કારણે પરમાં જે મારાપણું થયું છે એટલે એકત્વપણાથી છૂટવું તેને ગ્રંથિભેદ કહ્યો છે. કષાયો હોવા છતાં ગ્રંથિભેદ થઈ શકે છે પણ ભ્રાંતિ-પરમાં એકત્વ બુદ્ધિ હોય ત્યાં સુધી ગ્રંથિભેદ થયો કહેવાતો નથી. વૈભવ સામગ્રી હોવી એ ગ્રંથિ નથી, પણ તેમાં એકત્વપણું એ ગ્રંથિ છે. વૈભવ સામગ્રી હોવા છતાં તેમાં એકત્વ ન થવું તે ગ્રંથિભેદ છે. અજ્ઞાનને કારણે વિપરીત માન્યતા તે ગ્રંથિ છે. તે ગ્રંથિ-ભ્રાંતિ ટળતાં એટલે જ્ઞાન થતાં દૂર થાય છે. તેનું નામ ગ્રંથિભેદ થયો એમ કહેવાય. For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૧૧ - યોગાનુયોગ (જોગાનુજોગ) એટલે શું?-કોઈપણ અસ્વાભાવિક રીતે નિમિત્ત પામીને અથવા તેવા નિમિત્તની હાજરીમાં જીવની પોતાના ઉપાદાન તરફ જે દૃષ્ટિ જાય છે, તેવા આંતરદષ્ટિ થવાના નિમિત્ત જો ગનું નામ યોગાનુયોગ છે. અકામ નિર્જરામાં સકામ નિર્જરાના અંશોનું પરિણમન થવું તે યોગાનુયોગ છે. બહિંભાવના નિમિત્ત વખતે સ્વભાવભાવનું પરિણમન થવું તેમ થવાના નિમિત્તના જોગને જોગાનુજોગ કહે છે. આંતરદષ્ટિ થવા માટે જીવને જે અનુકૂળતા થવી જોઈએ, તેવી અનુકૂળતાના નિમિત્ત જોગને યોગાનુયોગ કહે છે. અથવા બહિદષ્ટિ જીવને આવો યોગ થવાથી ઉપાદાનની જાગૃતિ થતાં, નિમિત્ત ભાવમાં ઉદાસીનતા થવી, તેવા જોગનું નામ યોગાનુયોગ છે. - યોગાનુયોગ એ કાર્ય નથી, પણ તેવા નિમિત્તનો જોગ થતાં, સામે ઉપાદાનમાં તેવો ફરક થાય છે. આવા યોગાનુયોગના જોગ જીવને ઘણી વખત પ્રાપ્ત થયા છે, પણ તેનું મહત્વ ન સમજાતાં અને મોહનીયનું જોર વધારે હોવાથી તેને બળવાન થવાની તક મળતી નથી. જે નિમિત્તની હાજરી વખતે જ જીવ પોતાની વૃત્તિઓ અંતર્મુખ કરે છે. તે નિમિત્તની હાજરી યોગાનુયોગ છે. યોગાનુયોગ તે સમ્યક્ અંશો પ્રગટ થવાનું એક નિમિત્ત છે. અથવા જે સમયે મિથ્યાત્વના અંશોમાં સમ્યફ અંશો ભળે છે, તે ભળવાની જે યોગ્યતા થઈ છે તે વખતે નિમિત્તની હાજરી તે યોગાનુયોગ કહેવાય છે. માટે ગ્રંથિભેદ કરવા માટે જોગાનુજોગ થવો જરૂરી છે. અજ્ઞાની જીવને, અનાદિકાળથી અકામ નિર્જરા ચાલુ છે, તેથી અકામ નિર્જરા કરતાં કોઈ વેળા તેમા સકામ નિર્જરાના અંશો ભળે અથવા અકામ નિર્જરાના અંશો પલટાઈ અંતર્મુખ થઈ, સકામ નિર્જરાના અંશોનું કામ કરે તો, તે આશ્ચર્ય કહેવાય. આવો જોગ, આપણી ઈચ્છાથી નથી બની શકતો માટે આને જોગાનુજોગ થયો કહેવાય. જે નિમિત્તની હાજરીમાં એક ક્ષણ માટે પણ, પોતાની સ્વભાવ પરિણતિ ઉત્પન્ન થાય તેવા નિમિત્ત જો ગને પરમાર્થ લક્ષે યોગાનુયોગ થયો તેમ કહેવાય. અથવા તથાભવ્યત્વનો પરિપાક થયો તેમ કહેવાય અથવા તથાભવ્યત્વની પ્રાપ્તિ તે જ યોગાનુયોગની પ્રાપ્તિ છે તેમ કહેવાય. અહીં આગળ ગ્રંથિનું એટલું બધું પ્રબળપણું છે કે, તે ગ્રંથિભેદ કરવામાં મોળો પડી જઈ અસમર્થ થઈ પાછો વળે છે. નિશ્ચયથી જયાં સુધી આંતરદષ્ટિ થઈ નથી ત્યાં સુધી દરેક જીવ માટે ગ્રંથિનું પ્રબળપણું જ છે. ગ્રંથિનું પ્રબળપણું એટલે સંસારના પદાર્થોમાં સુખ બુદ્ધિનું એકત્વપણું જાણવું. જેટલી જેટલી પરપદાર્થો ઉપરની સુખબુદ્ધિ તૂટે તેટલું ગ્રંથિનું પ્રબળપણું ઘટે તેમ For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સ્વાધ્યાય સુધા માનવું. જેટલી આંતર ઉપયાગની લીનતા તેટલો બળવાન પુરુષાર્થ જાણવો. અંતર્મુખ લીનતા ઓછી હોય તો તે પ્રબળ બનેલી ગ્રંથિમાં પ્રવેશ કરી શકતો નથી. સમ્યક્દર્શન થતાં પહેલાં પાંચ લબ્ધિઓ પ્રગટ થાય છે. (દેશના લબ્ધિ, પ્રાયોગ્યલબ્ધિ, કરણલબ્ધિ આદિ). તેમાં ચાર લબ્ધિઓ ગ્રંથિભેદ ન થયો હોય તો પણ થાય છે. પણ પાંચમી કરણ લબ્ધિ તો જેને ગ્રંથિભેદ થવાનો છે, તેને જ થાય છે. તેના પણ ત્રણ ભેદ છે. (૧) અધકરણ (ર) અપૂર્વકરણ અને (૩) અનિવૃત્તિકરણ. એક જ કરણના ત્રણ ભાગ હોવાથી અને મધ્યભાગ અપૂર્વકરણ હોવાથી ગ્રંથિભેદ કરવામાં અપૂર્વકરણ શબ્દ મુખ્યપણે વપરાય છે. અપૂર્વકરણ એટલે પ્રબળ બનેલી ગ્રંથિને કાબુમાં લેવી અથવા કબજે કરવી. આમ થવા માટે શરૂથી જ પ્રબળ પુરુષાર્થની જરૂર છે. જેણે પ્રથમથી જ પ્રબળ પુરુષાર્થ ઉપાડ્યો છે, તેનું નામ જ અપૂર્વકરણ છે અને તેનું બીજું નામ પ.કૃ.દેવ શ્રીમદ્જીએ અતિ બળવાન થઈ આગળ વધી જાય છે તેમ કહ્યું છે. જેને આ કરણ લબ્ધિ પ્રગટ થાય તે જ પ્રબળ ગ્રંથિમાં પ્રવેશ કરી શકે છે અને તેને જ ગ્રંથિ પોચી પાડવી કે મોળી પાડવી કહ્યું છે. કારણ કે જે પ્રબળ ગ્રંથિમાં પ્રવેશ કરવા જાય છે, તેમાં મોહનીયના કારણે રૂપાંતર સમજાવવાથી તે ફેંકાઈ જાય છે. તેથી ગ્રંથિનું નિબિડપણું થાય છે. પણ જે પ્રબળ પુરુષાર્થ દ્વારા આગળ વધી જાય છે, તેણે ગ્રંથિ પોચી પાડી કહેવાય છે અને ક્રમે ક્રમે ગ્રંથિમાં આગળ વધી ગ્રંથિ ભેદ કરે છે. ગ્રંથિભેદ ટુકડે ટુકડે થતો નથી જેને થાય છે તેને એક ઝાટકે જ થાય છે અને નથી થતો તો તે પાછો પડે છે. છતાં હિંમત કરી આગળ વધવા ધારે છે, પણ મોહનીયના કારણથી રૂપાંતર સમજાઈ પોતે ગ્રંથિભેદ કરે છે, તેમ સમજે છે અને ઊલટું તે સમજવારૂપ મોહના કારણથી ગ્રંથિનું નિબિડપણું કરે છે. હિંમત બે પ્રકારની છે. સાંસારિક કાર્યની અને પારમાર્થિક કાર્યની. સાંસારિક કાર્યમાં હિંમત કરવી એટલે પોતાની તમામ તાકાતને ભેગી કરી એકી સાથે હુમલો કરવો. પણ પારમાર્થિક કાર્યમાં હિંમત ભેગી કરવાનું લક્ષ અને હુમલો કરવાનું લક્ષ, તે જ દિશા ચૂકી જવી તે છે. સાંસારિક હિંમત આવેશયુક્ત હોય છે અને તેમાં પોતાની તાકાતનું ભાન રહેતું નથી. પણ પારમાર્થિક હિંમત એટલે સમભાવ-સમતાને ધારણ કરવી તે છે. માટે હિંમત કરી આગળ વધવું એટલે સમતાભાવને ધારણ કરી આગળ વધવું તે છે. માર્ગ સહજ હોવાથી, તેમાં ઉતાવળ કે આવેશ ચાલતો નથી. જ્યાં બળ વાપરવાનો ભાવ કે જોર કરવાનો ભાવ છે ત્યાં કષાય અને મોહનીયનું બળ વધારે હોવાથી દિશા ચૂકી જવાય છે. પોતે તો એમ જ માને છે કે હું પુરુષાર્થમાં આગળ વધુ છું, પણ સહજતા ચૂકી જવાથી એટલે મોહનીયનું બળ વધવાથી તે ભૂલો પડે છે તેનું ભાન રહેતું નથી For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૩ સ્વાધ્યાય સુધા - તેમાંથી કોઈક જ જીવ, જોગાનુજોગ પ્રાપ્ત થયે, અકામનિર્જરા કરતાં અતિ બળવાન થઈ તે ગ્રંથિને મોળી પાડી અથવા પોચી કરી આગળ વધી જાય છે. અકામ નિર્જરાથી જીવ ગ્રંથિ નજીક આવી શકે છે; પણ ગ્રંથિભેદની નજીક જવા માટે અથવા ગ્રંથિભેદ કરવા માટે તો યોગાનુયોગનું મળવાપણું જ કામ કરે છે. કોઈક જ જીવ શરૂઆતથી પ્રબળ પુરુષાર્થ કરી આગળ વધી શકે છે. ગ્રંથિભેદ કરવાની દુર્લભતા બતાવવા માટે જ “કોઈક જ” શબ્દ વાપર્યો લાગે છે. અનંતકાળથી જીવને ચાર ગતિનું ભ્રમણ અકામ નિર્જરાથી થઈ રહ્યું છે. તે અકામ નિર્જરાની હાજરીમાં જ્યારે કોઈ જીવને યોગાનુયોગની પ્રાપ્તિ થાય છે, તેથી તેમાં સકામ નિર્જરાના થોડા ઘણા અંશો ભળે છે ત્યારે પણ અકામ નિર્જરા તો ચાલુ જ હોય છે; પણ યોગાનુયોગની હાજરીમાં અકામ નિર્જરાથી જીવને ગ્રંથિભેદની આગળની ભૂમિકાઓની પ્રાપ્તિ થાય છે. એટલે કે ગ્રંથિભેદની નજીક જવું, અતિ બળવાન થવું, ગ્રંથિને પોચી પાડવી અને ગ્રંથિનો ભેદ કરવો-આ પાત્રતાની પ્રાપ્તિ થાય છે. તેથી પરમાર્થ માર્ગમાં અકામ નિર્જરાને જોગાનુજોગની પ્રાપ્તિ થયા પછી પણ શરૂઆતમાં જરૂરી ગણી છે. પણ યોગાનુયોગની પ્રાપ્તિ થતાં સકામ નિર્જરાની શરૂઆત થઈને પછી સકામ નિર્જરા મુખ્યપણે ભાગ ભજવે છે અને અકામ નિર્જરાનું બળ ક્રમેક્રમે ક્ષીણ થતું જાય છે. અતિ બળવાન થવું એટલે પરમાર્થ માર્ગમાં કોઈ કરવાની ક્રિયા તે પુરુષાર્થ નથી, પણ જેટલી સહજતા-વીતરાગતા પ્રગટે તેટલો પુરુષાર્થ કહેવાય. તેને જ બળવાનપણું કહ્યું છે. સ્વસ્વરૂપના અવલંબનથી અને પરની વિસ્મૃતિ થવાથી સ્વસંવેદનના આકર્ષણ રૂપે જે સ્થિરતા ટકેલી છે, તેનું નામ અતિ બળવાનપણું છે. સહજતાના પુરુષાર્થ વડે જ ગ્રંથિભેદ થઈ જાય છે. સ્વસ્વરૂપના અવલંબનથી અને પરની વિસ્મૃતિ થવાથી, વસંવેદનના આકર્ષણ રૂપે જે સ્થિરતા ટકેલી છે, તેનું નામ અતિ બળવાનપણું છે. ગ્રંથિ એટલે અજ્ઞાનની-મિથ્યાત્વની-વિપરીત માન્યતાની ગાંઠ, ગ્રંથિમાં ભેદ કરવો એટલે તે માન્યતામાં તરડ પડવી, માન્યતાની પક્કડ ઢીલી પડવી, બીજી માન્યતા સ્વીકારવા વિચારણાને સ્થાન આપવું. જેમ ગાંઠ ઢીલી થઈ, પણ ગાંઠ દેખાય છે ત્યાં સુધી ગાંઠ નીકળી નથી તેમ કહેવાય. તેવી રીતે ગ્રંથિ ગમે તેટલી નબળી કે પોચી પડે તો પણ તેનો સર્વથા ભેદ ન થાય, ગ્રંથિ નાશ ન પામી જાય ત્યાં સુધી ગ્રંથિભેદ થયો કહેવાય નહિ. ગ્રંથિનો ભેદ થતાં ગ્રંથિનું અસ્તિત્વ રહેતું નથી. મોહનીયના કારણે મૂળ લક્ષ ચૂકી જવું તે મોહનીયનું રૂપાંતર સમજાવું છે. મોહનીયના કારણે રૂપાંતર સમજાયા પછી તેને સાચું માનીને આગળ વધવું તે ગ્રંથિન For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સ્વાધ્યાય સુધા નિબિડાણું છે. જીવ જયારે ગથિભેદ કરવાનો પુરુષાર્થ કરી રહ્યો હોય ત્યારે મોહનીય તો રાહ જોઈને બેઠું જ છે. થોડી પણ ઘૂસવાની જગ્યા મળતાં, તે પ્રવેશ કરી જાય છે અને પુરુષાર્થને કાં તો અવળા માર્ગે ચડાવી દે છે. અથવા ગ્રંથિ ભેદ થઈ ગયો છે તેવા ભૂલાવામાં નાંખી દે છે. જેની લાંબા સમય સુધી ખબર ન પડવી તે ગ્રંથિનું નિબિડપણું થયું કહેવાય. જીવ જયારે ગ્રંથિભેદની સાધના કરી રહ્યો હોય છે ત્યારે જીવને શુભભાવ અને સમતાના કારણે લબ્ધિરૂપે કેટલાક ચમત્કારો નજરમાં આવતાં હોવાથી અને માન-કષાયના | લોભી, આ જીવને થોડું પણ નિમિત્ત મળતાં, તેમાં આકર્ષાઈ જાય છે. અને ઉપયોગ તે તરફ જતાં ગ્રંથિભેદનો પુરુષાર્થ મંદ પડી જાય છે આત્મલીનતા ઘટી જાય છે તેથી ગ્રંથિનો ભેદ થવાને બદલે ગ્રંથિ બળવાન બની જાય છે, સંસાર વધી જાય છે. આ ગ્રંથિનું નિબિડપણું છે. પણ જે શરૂઆતથી જ બળવાન થઈ ગ્રંથિભેદ કરવાનો પુરુષાર્થ કરી રહ્યો છે તે પોતાની પૂરેપૂરી શક્તિનો ઉપયોગ કરી ગ્રંથિભેદ કરી જાય છે. તેને જ અતિ બળવાનપણું કહે છે. જેણે ગ્રંથિ ભેદવાની સમર્થતા કેળવી છે, તેના ભાવમાં ગ્રંથિ નામની કોઈ વસ્તુનો વિકલ્પ નથી. સિદ્ધિ આદિનાં પ્રલોભનો દેખાવા છતાં જે તેમાં ખેંચાતા નથીઆજ અતિબળવાનપણું છે. અકામ નિર્જરા-તે મોહ રાજાના સૈન્યની ભેદી તાકાત છે અને સકામ નિર્જરા-તે ધર્મરાજાના સૈન્યની ભેદી તાકાત છે. આ બન્ને તાકાત કોઈ જાણભેદુ-સપુરુષ-સિવાય કોઈની સમજણમાં આવે તેમ નથી. માટે આની જાણકારી સપુરુષ પાસેથી મેળવીને જ સંગ્રામ કરવામાં આવે તો જ ગ્રંથિ ભેદી શકાય તેમ છે. પ.ક.દેવ આ વાતને આ પ્રમાણે જણાવે છે.-“જે છૂટવાનો કામી છે તેને કોઈ બાંધી શકે તેમ નથી; અને જે બંધાવાનો કામી છે તેને કોઈ છોડી શકે તેમ નથી.” - આનો અર્થ એ છે કે-જે મોહરાજાના તાબામાં છે અને તેમને “હાજી હા’ કહે છે, તેને ધર્મરાજા છોડાવી શકતા નથી. અને જે ધર્મરાજાના તાબામાં છે અને તેનાં જ ગુણગાન કરે છે, તેને મોહરાજા છોડાવી શકતા નથી. એટલે કે જેને અંતઃકરણમાં સંસાર જ છે. ઈન્દ્રિયોનું સુખ જ જોઈએ છે, તે ગમે તેટલી મોક્ષમાં જવાની વાતો કરે અને ક્રિયાઓ કરે તો પણ તેને મોક્ષમાર્ગમાં પ્રવેશ મળતો નથી. પરમાર્થ લક્ષ હિંમત કરવી એટલે કરવાપણાનું અભિમાન છોડી દેવું તે પરમાર્થે સાચી હિંમત છે. પરમાર્થ માર્ગમાં “સમતાને ધારણ કરીને રહેવું તે સાચી હિંમત છે, ગ્રંથિભેદની નજીક જવું, ત્યાં સુધીના પુરુષાર્થને સામાન્ય પુરુષાર્થ કહેવામાં આવે છે. For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સ્વાધ્યાય સુધા અને પ્રબળ ગ્રંથિમાં પ્રવેશ કરી ગથિને પોચી પાડવી, તેને પ્રબળ પુરુષાર્થ કહેવામાં આવે છે. પ્રબળ પુરુષાર્થનું બીજું નામ અપૂર્વકરણ છે. કરણલબ્ધિમાં પ્રવેશ કર્યા પછી જીવ અવશ્ય ગ્રંથિભેદ કરી સમ્યક્દર્શન પ્રાપ્ત કરે છે. - પ્રત્યક્ષ જ્ઞાનીનો જો ગ તો ઘણીવાર જીવને થયેલો છે, પણ હજી સુધી જ્ઞાનીના નિમિત્તમાં તથારૂપ જોગ બન્યો નથી. (૧) તથારૂપ જોગ એટલે પોતાની સ્વરૂપ પાત્રતા થવાનો અવસર અને સામે જ્ઞાનીની અથવા તેવા જ કોઈપણ નિમિત્તની હાજરી, (ર) જ્યારે જ્ઞાનીનો પ્રત્યક્ષ જોગ થાય, ત્યારે જ્ઞાનીને જોતાં જ તેમના દર્શનથી, દર્શન મોહનીયનું નબળું પડવું થાય તે પણ તથારૂપ જોગ કહેવાય. (૩) જ્ઞાનીનો પ્રત્યક્ષ જોગ થતાં, તેમનાં પ્રત્યે પરમાર્થની અપૂર્વ રૂચિ અને અપૂર્વભાવ ઉછળે તો તે પણ તથારૂપ જોગ થયો કહેવાય. (૪) પ્રત્યક્ષ જ્ઞાનીનો જોગ થયા પછી, તેમનાથી છૂટા પડતાં તેમની સ્મૃતિ, તેમની વાણી અને તેમની જીવનદશા અંતરમાંથી ખસતી ન હોય તો, તેવી અંતરભેદ જાગૃત્તિનું નામ તથારૂપ જો ગ થયો તેમ કહેવાય. ૫) જીવ પોતાના મોહનીયના ક્ષયોપશમની અવસ્થામાં વિચારણા કરતો હોય અને કેટલુંક સમાધાન સ્વયં થઈ શકતું ન હોય અથવા તે આમ જ છે તેમ ખાત્રી થતી ન હોય, તે વખતે કોઈ પ્રત્યક્ષ જ્ઞાનીનો જોગ થાય અને પોતાનું સમાધાન તેમના થકી થાય તો, તે પણ તથારૂપ જોગ થયો તેમ કહેવાય. (૬) પ્રત્યક્ષ જ્ઞાનીનો જોગ થતાં, જીવને મોક્ષમાર્ગ અંગેની પોતાની જે માન્યતા હતી તે અવળી હતી, તેમ સમજણમાં આવતું જાય, તેને પણ તથારૂપ જોગ થયો કહેવાય. (૭) પ્રત્યક્ષ જ્ઞાનીની વાણી સાંભળતાં, વાણીમાં અપૂર્વતા જણાય. અપૂર્વતા એટલે આજ સુધી જે સાંભળ્યું છે, તેનાથી કંઈક જુદા પ્રકારની આ વાત છે, છતાં સમજણમાં આવતી નથી અને તેને સમજવાનો ભાવ થાય તે પણ તથારૂપ જોગ કહેવાય. (૮) કોઈપણ પ્રત્યક્ષ જ્ઞાનીના જોગમાં, ભૂતકાળની સમજ ફેરવવી પડે અને શ્રદ્ધા પણ તે મુજબ બદલાતી જાય, તે પણ તથારૂપ જોગ થયો કહેવાય. સપુરુષના નિમિત્તથી કે કોઈપણ નિમિત્તથી જેને અંતરભેદ જાગૃત્તિ થાય, તેને મોક્ષ વિશેષ દૂર નથી કારણ કે આવી અંતરભેદ જાગૃતિ તે જ સમ્યગદર્શનનું કારણ છે. જેમ ધોરી માર્ગ પર આવ્યા પછી ગામ દૂર નથી, તેમ માર્ગપ્રાપ્તિ થયા પછી મોક્ષ દૂર નથી. જે અવિરતિસમ્યદૃષ્ટિનામાં ચોથું ગુણસ્થાનક છે; જ્યાં મોક્ષમાર્ગની સુપ્રતીતિ થાય છે. આનું બીજું નામ બોધબીજ છે. અહીં આત્માના અનુભવની શરૂઆત થાય છે, અર્થાત્ મોક્ષ થવાનું બીજ અહીં રોપાય છે. ૨. આ “બોધબીજ ગુણસ્થાનક'-ચોથા ગુણસ્થાનકથી તેરમા ગુણસ્થાનક સુધી | આત્મઅનુભવ એકસરખો છે; પરંતુ જ્ઞાનાવરણીય કર્મની નિરાવરણતા અનુસાર જ્ઞાનની For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સ્વાધ્યાય સુધા વિશુદ્ધતા ઓછી અદકી હોય છે, તેના પ્રમાણમાં અનુભવનું પ્રકાશવું કહી શકે છે. જીવ અનુભવ દ્વારા ચોથા ગુણસ્થાનકે આવે છે તેને બોધિબીજની પ્રાપ્તિ થઈ એમ કહેવાય છે. બોધિવૃક્ષ-કેવળજ્ઞાન પ્રગટાવવા માટેનું એ બીજ છે. અનુભવની અપેક્ષાએ (દર્શન અપેક્ષાએ) ચોથા ગુણસ્થાનકથી તેરમાં ગુણથાનક સુધી આત્મઅનુભવ એક સરખો છે. પરંતુ જ્ઞાનાવરણીય કર્મ જેટલાં અંશે ક્ષય થતું જાય તેટલા અંશે જ્ઞાનની તારતમ્યતા વધતી જાય છે અને તેરમા ગુણસ્થાનકે શુદ્ધ કેવળજ્ઞાન-કેવળદર્શન પ્રગટે છે, ત્યારે આત્મા આત્મઘાતી કર્મોથી નિરાવરણ બની ગયેલો હોય છે. બાકીના ચાર આયુષ્યને આધારીત અઘાતી કર્મોને જ ભોગવવાના બાકી છે. પણ મોહનીયકર્મનો ક્ષય થયેલો હોવાથી જન્મમરણના ફેરા કરાવી શકે તેવા કર્મનું બંધન હવે થઈ શકતું નથી. જે અઘાતી કર્મોનો ભોગવટો બાકી છે તે પૂરો થતાં જીવ સંપૂર્ણ નિરાવરણ થઈ અવ્યાબાધ સુખનો વેત્તા બની જાય છે. જે પ્રમાણે જ્ઞાનાવરણીય કર્મની નિરાવરણતા થતી જાય છે તે પ્રમાણે જીવાત્મા અનુભવને કહી શકે છે. ૩૦. જીવ પહેલા ગુણસ્થાનકમાં ગ્રંથિભેદ સુધી અનંતીવાર આવ્યો છે ને ત્યાંથી પાછો વળી ગયો છે. ઘણીવાર જીવ યથાપ્રવૃત્તિકરણ કરી ગ્રંથિભેદ સુધી આવ્યો છે પણ એ ગ્રંથિભેદ કરતી વખતે એને ઘણી અડચણો આવે છે. વળી ઘણા પ્રકારના અનુભવ પણ થાય છે અને એમાં રોકાય જાય છે અને માની બેસે છે કે મને આત્માનો અનુભવ થઈ ગયો અને તેના પુરુષાર્થનું બળ તૂટે છે. તો આ વાતનો ખાસ ખ્યાલ રાખવાનો છે. સાધકો ધ્યાન કરે, તો કાંઈક અનુભવો થતાં હોય, કોઈને મૂર્તિ દેખાય કે શાંતિનો અનુભવ થાય છે પણ એ એટલું જ દર્શાવે છે કે તમે માર્ગ પર ચાલી રહ્યા છો, બહાર નીકળી ગયા નથી. પણ સાધક એમ માની લે કે મારું કામ પૂરું થઈ ગયું તો પછી પુરુષાર્થ તૂટી જાય છે અને આગળ વધી શકતો નથી. (૧૪૦) આની સમજણ (૧)માં વિસ્તારથી આવી ગઈ છે. તેનો ફરીને વિસ્તાર કરવાની જરૂર નથી. (૧૪૧) ચોથા ગુણસ્થાનકનું નામ અવિરતિ સમ્યદૃષ્ટિ છે કારણ કે અહીંયા હજી જીવ વિરતિભાવમાં આવ્યો નથી. (૧૪૪) અહીંયા દર્શાવેલ ભાવ યથાવત્ છે. સમજાય તેમ છે તેથી વિસ્તાર કરવાની જરૂર નથી. (૧૪૫) આની સ્પષ્ટતા પણ (૧)માં આવી ગઈ છે. (૧૫૩) લોકરૂઢિ, લોકવ્યવહાર અને તેનું જ માહાલ્ય હોય તે આગળ વધી શકે નહિ. જીવ સ્વચ્છેદે પ્રવર્તે છે ત્યાં સુધી તે પોતાનું હિત કરી શકતો નથી. જીવને સ્વચ્છેદે ચાલવું છે જે જીવને રખડાવનાર છે. સદ્ગરના સંગ વિના સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી. જિનની પ્રતિમાને જ્ઞાનીની અપ્રમત્ત ગુણસ્થાનકે વર્તતી જે શાંત-દશા છે, તેનું ભાન કરાવવા માટે છે. (૧૫૬) મિથ્યાત્વ પ્રકૃતિ ખપાવવા માટે-અનંતાનુબંધી કષાયની ચોકડીનો પ્રથમ ક્ષય થતાં For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધી જ મિથ્યાત્વની પ્રકૃતિનો ક્ષય થાય છે અને ક્ષયોપશમ સમ્યક્ત્વ કે ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટ થાય છે. જો સમકિત મોહનીયનો ક્ષય ન થાય તો ક્ષયોપશમ સમ્યક્ત્વ થાય છે અને એનો પણ ક્ષય થઈ જાય તો ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટ થાય છે. ક્ષાયિક સમ્યક્ત્વવાળો એ જ ભવે અથવા ત્રીજા ભવે મોક્ષે જાય છે. સમ્યક્ત્વ પ્રગટ થતાં જ અદ્ભુતદશા પ્રગટે છે. ત્યાંથી આગળ વધતાં ૫,૬,૭ અને ૮માં જઈ બે ઘડીમાં મોક્ષ થઈ શકે છે. એક સમ્યક્દર્શનની પ્રાપ્તિ થવાથી કેવું અદ્ભૂત કાર્ય થાય છે. તે જ તેનું માહાત્મ્ય છે. (૧૬૧) જીવને નાનામાં નાની પ્રવૃત્તિની નિવૃત્તિ કરવામાં પણ મુશ્કેલી લાગે છે, તો એવી નાની નાની અનંત પ્રવૃત્તિથી મિથ્યાત્વ ગાઢ થયેલું છે. તેની નિવૃત્તિ કરવી કેટલી બધી મુશ્કેલ લાગે પણ મિથ્યાત્વની નિવૃત્તિ થયે જ સમ્યક્દર્શન પ્રગટ થાય છે. (૧૬૭) આની સમજણ ૧૬૮-પાના નં.-૧૬૩ ઉપર જુઓ. (૧૬૮) મુંજનકરણ સિવાયના બધા ગુણકરણમાં ગણાય છે. ગુણકરણ વડે જ જીવ સંસારભાવથી છૂટીને મોક્ષમાર્ગ તરફ જઈ શકે છે અને નિર્વાણને પ્રાપ્ત કરે છે. (૧૮૪) યથાપ્રવૃત્તિકરણ કરવા માટે જરૂરી સમજણ આપી છે. યથાપ્રવૃત્તિકરણ કર્યા બાદ જ જીવ પ્રથમ ગુણસ્થાનક-મિથ્યાત્વ ગુણસ્થાનકમાં આવે છે. અશુદ્ધભાવ એ ગાઢ મિથ્યાત્વ છે તેને મોળુ પાડવા માટે શુભભાવમાં રહેવાથી તે મોળું પડે છે. જ્યારે આમ થાય છે ત્યારે અશુભભાવમાં ઘટાડો થાય છે. શુભભાવમાં વધારો થાય છે. જેથી મિથ્યાત્વ મોળું પડે છે. મિથ્યાત્વ મોળું પડતાં જીવ મિથ્યાત્વ ગુણસ્થાનક (પ્રથમ ગુણસ્થાનક)માં આવે છે. (૧૮૬) ૧૮૪માં જે કહેવામાં આવ્યું છે તેમજ અહીં આગળ કહેવામાં આવ્યું છે. મિથ્યાત્વ ગુણસ્થાનકે પણ મિથ્યાત્વનો અંશ કષાય હોય છે. તે અંશથી પણ મિથ્યાત્વ ગુણસ્થાનક કહેવાય છે. મિથ્યાત્વ ગુણસ્થાનક એટલે અનંતાનુબંધી કષાયની ચોકડી મોળી પડી રહી છે. તેથી મિથ્યાત્વ પણ મોળું થાય છે અને કષાયની મંદતા થઈ રહી હોય છે. (૧૯૯) અનંતાનુબંધી કષાય જ મુખ્યત્વે સંસારમાં પરિભ્રમણ કરાવનાર છે. તેની સ્પષ્ટતા કરવામાં આવી છે. (૨૦) કષાયના મુખ્યપણે ચાર ભેદ છે-અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન. તે દરેકના ચાર પ્રકાર-ક્રોધ, માન, માયા, લોભ-એમ ૧૬ પ્રકાર મુખ્યપણે. તેના સહાયક નવ નોકષાય છે. પણ જીવ જેવા પરિણામ કષાયરૂપ કરે તેવા પ્રકારે જીવ સંસાર પરિભ્રમણને માટે કર્મબંધ પાડે છે. આ ઉપરાંત પત્રાંક-૬૧૩,૬૨૨,૪૭,૪૫૯માં પણ અનંતાનુબંધી કષાયનું સ્વરૂપ કેવું છે તે સમજાવેલ છે તેના પર સુવિચારણા કરીને તેને ક્ષય કરવાનો પુરુષાર્થ કરવો.‘અસ્તિત્વ’ ગુણનો અહેસાસ હજી સુધી થયો નથી. ‘અસ્તિત્વ’ જણાય તો તે જ સમ્યક્દર્શન છે એમ કહેવાનો ભાવાર્થ છે. (૨૨૦) ૧૭ For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સ્વાધ્યાય સુધા ૩. જ્ઞાનાવરણનું સર્વ પ્રકારે નિરાવરણ થવું તે કેવળજ્ઞાન” એટલે “મોક્ષ'; જે બુદ્ધિબળથી કહેવામાં આવે છે એમ નથી; પરંતુ અનુભવ-ગમ્ય છે. અહીં જ્ઞાનાવરણીય કર્મનો નાશ કહ્યું છે પણ એની સાથે દર્શનાવરણીય-કર્મ તથા અંતરાયકર્મ ૧૨માં ગુણસ્થાનકે નાશ પામે છે અને જેવા તે નાશ થાય એટલે આત્મા સર્વ પ્રકારે નિરાવરણ થાય-શુદ્ધ દશાને પામે-કેવળજ્ઞાન પામે જેને “મોક્ષ' નામ આપ્યું છે. મોહનીયકર્મ છે તે ૧૦માં ગુણસ્થાનકના છેડે નાશ પામે છે. આ જે વાત કહેવામાં આવી છે તે બુદ્ધિબળથી કહેવામાં આવી છે એમ નથી પણ જેમ જેમ જીવ આગળ વધે અને જે પ્રમાણે નિરાવરણ થાય તે પ્રમાણે અનુભવગમ્ય થાય છે એમ કહ્યું છે. પરમકૃપાળુદેવે ઘણી જગ્યાએ કહ્યું છે કે જો શંકા થતી હોય અથવા જો ન સમજાતું હોય તો અનુભવ કરીને જોઈ લે. ૪. બુદ્ધિબળથી નિશ્ચય કરેલો સિદ્ધાંત તેથી વિશેષ બુદ્ધિબળ અથવા તર્કથી વખતે ફરી શકે છે; પરંતુ જે વસ્તુ અનુભવગમ્ય (અનુભવસિદ્ધ) થઈ છે તે ત્રણે કાળમાં ફરી શકતી નથી. કોઈ પણ નિર્ણય બુદ્ધિ-મતિના આધારે થયેલો હોય તે જ નિર્ણય બુદ્ધિ-મતિ તીવ્ર થતાં અથવા તર્કથી ફરી શકે છે, પરંતુ જે વસ્તુનો અનુભવ થયેલો છે તેમાં અનુમાન નથી માટે ત્રણેકાળમાં ફરી શકે નહીં. ૫. હાલનાં સમયમાં જૈનદર્શનને વિષે અવિરતિ સમ્યગ્દષ્ટિનામાં ચોથા ગુણસ્થાનથી અપ્રમત્તનામા સાતમાં ગુણસ્થાનક સુધી આત્મઅનુભવ સ્પષ્ટ સ્વીકારેલ છે. હાલમાં અવસર્પિણી કાળના ચોવીસમાં તીર્થકર ભગવાન મહાવીર સ્વામીનું શાસન પ્રવર્તી રહેલું છે અને હાલમાં કેવળજ્ઞાનીની હાજરી ભરતક્ષેત્રમાં રહેલી નથી અને અમુક બોલો વિચ્છેદ ગયા છે તોપણ હજી પણ જીવ પુરુષાર્થ દ્વારા અવિરતિ સમ્યગુર્દષ્ટિનામાં ચોથા ગુણસ્થાનકથી સાતમા અપ્રમત્ત ગુણસ્થાનક સુધી પહોંચી શકે છે. સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકે પહોંચેલો જીવાત્મા તે જ સ્થિતિમાં દેહનો ત્યાગ કરે તો તેને પછી એક જ મનુષ્યનો ભવ કરવાનો બાકી રહે તેમ શાસ્ત્ર પ્રણાલી કહે છે. માટે આ કાળમાં મોક્ષ નથી તે વાત નહીં માનતાં, આત્મા જે વડે મુક્ત બની શકે તેવા પુરુષાર્થને સહારો લઈને આગળ વધવા પુરુષાર્થી બનવાનું છે. ચોથાથી સાતમા ગુણસ્થાનક સુધી પણ જીવ પહોંચી જાય તો તેને અનંતકાળ રખડવાનું રહેતું નથી. થોડાક જ સમયમાં તે સિદ્ધ સુખને પ્રાપ્ત કરી શકે છે. ૬. સાતમાથી સયોગીકેવળીનામા તેરમા ગુણસ્થાનક સુધીનો કાળ અંતર્મુહૂર્તનો છે. તેરમાનો કાળ વખતે લાંબો પણ હોય છે. ત્યાં સુધી આત્મઅનુભવ પ્રતીતિરૂપ છે. For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૧૯ સાતમાં અપ્રમત ગુણસ્થાનકથી સાધક આગળ વધે છે અને તે ૧૩માં ગુણસ્થાનકે પહોંચે ત્યાં સુધીનો કાળ અંતર્મુહૂર્તનો છે. અંતર્મુહૂર્ત-એટલે ઓછામાં ઓછા ૯ સમય અને વધારેમાં વધારે ૪૮ મિનિટની અંદર ૧ સમય ઓછો. જયારે સાધક શ્રેણી માંડે ત્યારે તે ૧૨માંના છેડે ઘાતિકર્મનો ક્ષય કરી ૧૩મે પહોંચે છે. તેમાં શ્રેણી બે પ્રકારની છે. (૧) ઉપશમ શ્રેણી (૨) ક્ષપક શ્રેણી. ઉપશમ શ્રેણીવાળો મોહને શાંત કરીને આગળ વધે છે અને ૧૧ મે ગુણસ્થાનકે આવે છે. ત્યાં તેને રિદ્ધિ-સિદ્ધિના યોગ પ્રગટે છે જયાં તે અનંત શાતાનું વેદન કરે છે જેમાં તે લપેટાય છે અને પાછો પડે છે. જો તેણે ગુરુની ગેરહાજરીમાં અથવા આજ્ઞા વગર ઉપશમ શ્રેણી માંડી હોય તો અવશ્ય પાછું આવવું પડે. પણ જો ગુરુની હાજરી હોય અને ઉપશમ શ્રેણીએ ચડે તો ગુરુ તેને જાગૃત રાખે છે. ૧૧મે થી પાછો નીચે લાવે છે અને ફરી પાછો ક્ષપક શ્રેણીએ ચડાવે છે. ક્ષપક શ્રેણી છે તેમાં સાધક, ગુણસ્થાનક અપેક્ષાએ જે પ્રકૃતિઓ ક્ષય કરવાની હોય તે ક્ષય કરી આગળ વધે છે. તે ૧૦માં ગુણસ્થાનકે મોહનીય કર્મની બધીજ પ્રકૃતિનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રગટ કરે છે. ક્ષપક શ્રેણીવાળો ૧૧મુ ગુણસ્થાનક સ્પર્શતો નથી. કેવળજ્ઞાનદર્શન ઉત્પન્ન થયા પછી બધા સાધકનો મોક્ષમાં જવાનો કાળ જુદો જુદો હોય છે. કોઈ સાધકને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય અને તરત જ આયુષ્ય પૂરું થતું હોય તો તે સીધો મોક્ષ જાય છે જ્યારે કોઈ આત્મા લાંબા કાળ સુધી કેવળજ્ઞાનીની પર્યાયમાં રહે છે. ઋષભદેવ ભગવાન ૧ લાખ પૂર્વ વર્ષમાં કાંઈક ન્યૂન વર્ષ સુધી કેવળજ્ઞાની તરીકે વિચાર્યા હતા. - હવે જયાં સુધી તેરમા ગુણસ્થાનકને સ્પર્શતો નથી ત્યાં સુધી તેની સાધના મતિશ્રુત-જ્ઞાનના આધારે ચાલતી રહે છે. મતિ અને શ્રુતજ્ઞાન પરોક્ષજ્ઞાન છે. એટલે તેને જે અનુભવ થાય છે તે પ્રતીતિરૂપ હોય છે. એટલે પ્રત્યક્ષપણે આત્માના પ્રદેશો જોવામાં આવતાં નથી. પણ આત્મા અને શરીર બન્ને જુદા જુદા દ્રવ્યો છે એવી પ્રતીતિ રહ્યા કરે છે એટલે આત્મ અનુભવ પ્રતીતિરૂપ છે એમ કહ્યું છે. ૭. આ કાળને વિષે મોક્ષ નથી એમ માની જીવ મોક્ષહેતુભૂત ક્રિયા કરી શકતો નથી, અને તેવી માન્યતાને લઈને જીવનું પ્રવર્તન બીજી જ રીતે થાય છે. ઘણા લોકો કહે છે કે આ કાળમાં મોક્ષ નથી તો પછી મોક્ષલક્ષી ક્રિયા કરીને શું કામ છે ? તો આવી વાતો કોણ કરે છે ? જે લોકોને પુરુષાર્થ કરવો નથી તેઓ આવી વાતોનું અવલંબન લઈને કાંઈ કરતા નથી. આ કાળની અપેક્ષાએ સંપૂર્ણ મોક્ષ નથી એમ કહેવામાં આવ્યું છે કારણ કે સંપૂર્ણ મોક્ષનું દાન આપી શકે તેવા કેવળજ્ઞાનીઓની ગેરહાજરી છે. પણ મોક્ષની ખૂબજ નજીક પહોંચી શકાય તેટલો પુરુષાર્થ જીવ અત્યારે પણ કરી શકે તેમ છે તેમ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. સમ્યક્દર્શનને અંશે કેવળજ્ઞાન કહ્યું છે. સમ્યક્દર્શન છે ત્યાં અંશે આત્માનો પ્રકાશ છે. ૪થા ગુણસ્થાનકે અંશે છે, પમે For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા તેથી વધારે, ૬ઠ્ઠા ગુણસ્થાનકે તેથી વધારે અને ૭મા ગુણસ્થાનકે આત્માના અનુભવનું વિશેષ પ્રકાશવું થાય છે જે આ કાળમાં થઈ શકે છે. માટે મોક્ષ નથી એવી વાતો ઉપર ધ્યાન ન આપતાં પુરુષાર્થ ઉપર લક્ષ રાખી આત્માને કર્મોથી હળવો બનાવવાનો પુરુષાર્થ કરવો. જે જીવોને તે પુરુષાર્થ નથી કરવો તે આ કાળમાં મોક્ષ નથી એવી વાતો કરે છે અને તેનું તેથી વિરુદ્ધ દિશામાં પ્રવર્તન થાય એટલે કે તેનું પ્રવર્તન સંસાર પરિભ્રમણ વધે એ પ્રકારનું હોય છે. સંપૂર્ણ મોક્ષ નથી થતો એનો દાખલો નીચે આપેલ છે. ૨૦ ૮. પાંજરામાં પૂરેલો સિંહ પાંજરાથી પ્રત્યક્ષ જુદો છે, તોપણ બહાર નીકળવાને સામર્થ્યરહિત છે. તેમજ ઓછા આયુષ્યના કારણથી અથવા સંઘયણાદિ અન્ય સાધનોના અભાવે આત્મારૂપી સિંહ કર્મરૂપી પાંજરામાંથી બહાર આવી શકતો નથી એમ માનવામાં આવે તો તે માનવું સકારણ છે. સિંહ બળવાન પ્રાણી છે, પણ પાંજરામાં પૂરી દેવાથી તેનું બળ ચાલતું નથી અને પાંજરાથી જુદો હોવા છતાં પાંજરામાંથી બહાર આવી શકતો નથી તેમ શરીર એ આત્માને મળેલ પાંજરું છે. પણ અત્યારે ઓછું આયુષ્ય તથા સંઘયણ-સંસ્થાનાદિ જે નામકર્મની પ્રકૃતિ છે તે એવા નથી કે જેનાથી આપણે શુક્લ ધ્યાન ધ્યાવીને સંપૂર્ણ મોક્ષ સુધી પુરુષાર્થ કરી શકીએ. જેમ સિંહ જ્યાં સુધી પાંજરું ખૂલે નહીં ત્યાં સુધી બહાર નીકળી શકતો નથી તેમ આ શરીરરૂપી પાંજરું જે મળ્યું છે તે એવું નથી કે જેની મદદ વડે સંપૂર્ણ સાધના કરી જુદા થઈ શકીએ. માટે સંપૂર્ણ કર્મક્ષય ન થાય તો એ માનવું બરાબર છે. પણ અંશે અનુભવ નથી થતો એવું નથી. એ માર્ગ આ કાળમાં હજી ખુલ્લો છે. પોતે મોક્ષમાર્ગને અનુલક્ષીને સાધના કરી થોડા ભવ બાકી રહે એટલો પુરુષાર્થ કરી ન શકે એવું નથી. ૯. અસાર એવા સંસારને વિષે મુખ્ય એવી ચાર ગતિ છે; જે કર્મબંધથી પ્રાપ્ત થાય છે. બંધ વિના તે ગતિ પ્રાપ્ત થતી નથી. અબંધ એવું જે મોક્ષસ્થાનક તે બંધથી થનારી એવી જે ચારગતિ તે રૂપ સંસારને વિષે નથી. સમ્યક્ત્વ અથવા ચારિત્રથી બંધ થતો નથી એ તો ચોક્કસ છે; તો પછી ગમે તે કાળમાં સમ્યક્ત્વ અથવા ચારિત્ર પામે ત્યાં તે સમયે બંધ નથી; અને જ્યાં બંધ નથી ત્યાં સંસાર નથી. સંસારને અસાર કહ્યો છે. જેમાં કોઈ સાર નથી એવા સંસારને વિષે ચારગતિ છેનરક, દેવ, તિર્યંચ અને મનુષ્ય. તેમાં નરક અને તિર્યંચગતિમાં જવા માટે અશુભતમ અને અશુભતર કર્મબંધ જવાબદાર છે અને દેવ તેમજ મનુષ્યગતિ માટે શુભતમ અને શુભતર કે શુભ કર્મબંધ જવાબદાર છે. હવે જીવ જો આ અશુભતમથી માંડી શુભતમ કર્મોનો ક્ષય કરવાનો પુરુષાર્થ કરે તો મોક્ષભાવને-મોક્ષને પ્રગટ કરી શકે છે. વળી ગમે For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા તે કાળમાં સમ્યક્ત્વ અથવા ચારિત્ર પામે તે સમયે કર્મનો બંધ થતો નથી અને જયાં બંધ નથી ત્યાં સંસાર નથી. કર્મબંધને આવતો અટકાવવાનો ઉપાય કર્મના ઉદયને દૃષ્ટાપણે જોવાનો પુરુષાર્થ કરવો તે છે. જો દેષ્ટા થઈ જવાય તો નવા કર્મનું બંધન થઈ શકતું નથી. દષ્ટાભાવ એ ઉદાસીનતા જ છે અને ઉદાસીનતા છે તે જ અસંગાણામાં લઈ જાય છે, જે કર્મબંધને અટકાવે છે. કર્મબંધ થતો નથી તો સંસાર ટકી શકતો નથી, તે પણ નાશ પામી જાય છે. ૧૦. સમ્યકત્વ અને ચારિત્રમાં આત્માની શુદ્ધ પરિણતિ છે, તથાપિ તે સાથે મન, વચન, શરીરના શુભ જોગ પ્રવર્તે છે. તે શુભ જોગથી શુભ એવો બંધ થાય છે. તે બંધને લઈને દેવાદિ ગતિ એવો જે સંસાર તે કરવો પડે છે. પરંતુ તેથી વિપરીત જે સમ્યકત્વ અને ચારિત્ર જેટલે અંશે પ્રાપ્ત થાય છે તેટલે અંશે મોક્ષ પ્રગટ થાય છે, તેનું ફળ દેવાદિ ગતિ પ્રાપ્ત થઈ તે નથી. દેવાદિ ગતિ જે પ્રાપ્ત થઈ તે ઉપર બતાવેલા, મન, વચન શરીરના શુભ જોગથી થઈ છે; અને અબંધ એવું જે સમ્યકત્વ તથા ચારિત્ર પ્રગટ થયું છે તે કાયમ રહીને ફરી મનુષ્યપણું પામી ફરી તે ભાગને જોડાઈ મોક્ષ થાય છે. અત્યારે આપણા પરિણામો કેવા છે ? અત્યારે આપણા પરિણામો વિભાવભાવને કારણે અશુદ્ધ છે, મલિન છે, કલુષતાવાળા-રાગદ્વેષ કષાયવાળા પરિણામો છે. જયારે અંશે અનુભવ થાય તેટલા અંશે ચારિત્રની પ્રાપ્તિ કહેવાય અને તેટલા અંશે શુદ્ધ પરિણતિ થાય. સમ્યગદર્શન પ્રાપ્ત થયા પછી તેના મન, વચન, કાયાના યોગનું પ્રવર્તન શુભ હોય છે. સમ્યગુદર્શન પ્રગટ થાય એટલે તેના બધા કર્મો નાશ થઈ જાય અને શરીર છૂટી જાય તેમ બનતું નથી. પણ સમ્યક્ત્વ એકવાર પ્રગટ થયું તેથી હવે તે આત્મા જાણે છે કે કયા ભાવો મને ફાયદાકારક છે અને કયા ભાવો નુકસાનકર્તા છે એટલે કયા ભાવો હેય-છાંડવા યોગ્ય છે તથા ક્યા ભાવો ઉપાદેય-આદરવા યોગ્ય છે. તે આત્મા ૨૪ કલાક સ્વઅનુભવસ્થિતિમાં રહી શકવાનો નથી. તેથી બાકીના સમયમાં તેના યોગનું પ્રવર્તન શુભમાં રાખવા પ્રયત્નશીલ હોય છે. - તે શુભ જોગથી શુભ એવો બંધ થાય છે. તે બંધને લઈને દેવાદિ ગતિ એવો જે સંસાર તે કરવો પડે છે. સમ્યક્ત્વ થયા પછી એનું પ્રવર્તન શુભભાવો તરફ હોય છે તેથી તેને શુભ એવો બંધ પડે છે. તે બંધ ઉચ્ચ કોટિના દેવ-વૈમાનિક દેવ તથા આર્યકૂળ સાથેનો મનુષ્યભવ (પુરુષવેદ)નો થાય છે. સમ્યકત્વ પ્રગટ થયા પછી મોક્ષે ન પહોંચે ત્યાં સુધી તેને ૬ પ્રકારના બંધ પડતા નથી એમ શાસ્ત્રમાં કહ્યું છે. તે છ પ્રકારમાં-સ્ત્રીવેદ-૧, નપુસંકવેદ૨, તિર્યંચગતિ-૩, નરકગતિ-૪, અનાર્યકૂળ-૫, માઠીગતિના દેવ-૬. For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા - પરંતુ તેથી વિપરીત જે સમ્યકત્વ અને ચારિત્ર જેટલે અંશે પ્રાપ્ત થાય છે તેટલે અંશે મોક્ષ પ્રગટ થાય છે, તેનું ફળ દેવાદિ ગતિ પ્રાપ્ત થઈ તે નથી. જેટલા અંશે સમ્યક્ત્વ પ્રાપ્ત થયું તેટલા અંશે તે અહીં મોક્ષના સુખની અનુભૂતિ કરે છે અને તેટલા અંશે મોક્ષ પ્રગટ થયો કહેવાય પણ દેવાદિગતિ તો તે અનુભૂતિ સિવાયના કાળમાં શુભ પ્રવર્તનને કારણે પ્રાપ્ત થાય છે, સમ્યક્ત્વને કારણે નહીં. - દેવાદિ ગતિ જે પ્રાપ્ત થઈ તે ઉપર બતાવેલા, મન, વચન શરીરના શુભ જોગથી થઈ છે; અને અબંધ એવું જે સમ્યકત્વ તથા ચારિત્ર પ્રગટ થયું છે તે કાયમ રહીને ફરી મનુષ્યપણું પામી ફરી તે ભાગને જોડાઈ મોક્ષ થાય છે.” અહીં સમ્યક્દર્શન પ્રગટ થયા પછી સાધના કરતાં દેહ છૂટી ગયો, તો તે જ્ઞાન આત્માની સાથે જ જાય છે અને એટલે સુધી તે માર્ગમાં આગળ વધ્યો છે ત્યાંથી ફરી મનુષ્યપણું પામી તેની સાધના મોક્ષ તરફ આગળ વધે છે. ૧૧. ગમે તે કાળમાં કર્મ છે, તેનો બંધ છે; અને તે બંધની નિર્જરા છે, અને સંપૂર્ણ નિર્જરા તેનું નામ “મોક્ષ છે. કર્મના મુખ્યત્વે બે ભેદ છે. (૧) દ્રવ્ય કર્મ અને (ર) ભાવ કર્મ. જયાં સુધી જીવ વિભાવભાવ કરતો નથી ત્યાં સુધી તે દ્રવ્યકર્મનું ઉપાર્જન કરતો નથી. જે વિભાવભાવ રાગ-દ્વેષ કષાય છે એ ભાવકર્મ છે. જીવ જયારે વિભાવભાવ કરે છે તો એ ભાવકર્મ કહેવાય છે અને ત્યારે આત્મા સાથે રહેલું કામણ શરીર પુદ્ગલોને ગ્રહણ કરે છે તે દ્રવ્યકર્મ કહેવાય છે. આ દ્રવ્યકર્મના આત્મા સાથેના જોડાણને બંધ કહે છે. જીવ જયારે સમજણના ઘરમાં આવે ત્યારે નવા કર્મને આવતા રોકે છે એટલે કે સંવર આદરે છે અને તેથી જુના કર્મ જે ઉદયમાં આવ્યા તેની નિર્જરા કરે છે. જયારે સંપૂર્ણપણે આત્મા પરથી કર્મ નિર્જરી જાય, ખરી જાય ત્યારની જીવની તે સ્થિતિને મોક્ષ કહે છે. ૧૨. નિર્જરાના બે ભેદ છે; એક સકામ એટલે સહેતુ (મોક્ષના હેતુભૂત) નિર્જરા અને બીજી અકામ એટલે વિપાક નિર્જરા. ૧૩. અકામનિર્જરા ઔદયિક ભાવે થાય છે. આ નિર્જરા જીવે અનંતીવાર કરી છે, અને તે કર્મબંધનું કારણ છે. ૧૪. સકામનિર્જરા ક્ષાયોપથમિક ભાવે થાય છે. જે કર્મના અબંધનું કારણ છે. એટલે અંશે સકામનિર્જરા (લાયોપથમિકભાવે) થાય તેટલે અંશે આત્મા પ્રગટ થાય છે. જો અકામ (વિપાક) નિર્જરા હોય તો ત ઔદયિક ભાવે હોય છે; અને તે કર્મબંધનું કારણ છે. અહીં પણ કર્મનું નિર્જરવું થાય છે; પરંતુ આત્મા પ્રગટ થતો નથી. For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૨૩ ૧૫. અનંતી વાર ચારિત્ર પ્રાપ્ત કરવાથી જે નિર્જરા થઈ છે તે ઔદયિક ભાવે (જે ભાવ અબંધક નથી) થઈ છે; ક્ષાયોપથમિક ભાવે થઈ નથી. જો તેમ થઈ હોત તો આ પ્રમાણે રખડવું બનત નહીં. કર્મની નિર્જરા બે પ્રકારે થાય છે. (૧) સકામ અને (૨) અકામ-વિપાક નિર્જરા. નિર્જરા એટલે કર્મનું આત્મપ્રદેશો ઉપરથી ખરી જવું. અકામ નિર્જરા ઔદયિકભાવે થાય છે એટલે કે શરીર પ્રત્યે ભાવો રહેલા છે અને જે કર્મ ઉદયમાં આવે છે એ કર્મનો ભોગવટો હું શરીર છું એ ભાવ સાથે થાય છે તેથી કર્મની નિર્જરા થાય છે તે કામ નિર્જરા કહેવાય અને તે ફરી નવા કર્મબંધનું કારણ બને છે. અકામ નિર્જરા ક્ષાયોપથમિકભાવે કે ક્ષાયિકભાવે થતી નથી. - સકામનિર્જરા લાયોપથમિક ભાવે થાય છે. જે કર્મના અબંધનું કારણ છે. જેટલે અંશે સકામ નિર્જરા (ક્ષાયોપથમિકભાવે) થાય તેટલે અંશે આત્મા પ્રગટ થાય છે. સકામ નિર્જરા એ મોક્ષહેતુભૂત નિર્જરા છે. એ નિર્જરા લાયોપથમિક ભાવે ક્યારે થાય ? જીવને સમ્યક્દર્શન થાય પછી એ પ્રકારની નિર્જરા થાય. સમ્યક્દર્શન ત્રણ પ્રકારના છે. ઉપશમ સમ્યક્દર્શન, ક્ષાયોપથમિક સમ્યક્દર્શન અને ક્ષાયિક સમ્યક્દર્શન. જયારે જીવ સદ્ગરનો આશ્રય-શરણ ગ્રહણ કરે અને તેમના વચનમાં શ્રદ્ધા છે તેને કારણમાં કાર્યના ઉપચારથી ઉપશમ સમ્યફદર્શન કહેવાય. જીવ જયારે અંશે આત્માનો અનુભવ કરે તે ક્ષાયોપથમિક સમ્યક્દર્શન કહેવાય. ગ્રંથિની સાતેય પ્રકૃતિનો ક્ષય થાય ત્યારે ક્ષાયિક સમ્યગદર્શન કહેવાય. આ ત્રણે સમ્યક્દર્શનમાંથી કોઈપણ પ્રકારનું સમ્યક્દર્શન પ્રાપ્ત થયું હોય અને તેથી જે ઉદય આવતાં કર્મોમાં જીવ સમભાવે રહે ત્યારે તે નવા કર્મ બાંધતો નથી અને ઉદય આવેલા કર્મ નિર્જરી જાય છે. આ સકામ નિર્જરા કહેવાય. જેટલે અંશે સકામ નિર્જરા થાય તેટલે અંશે આત્માના અનુભવ તરફ જાય છે. - જો અકામ (વિપાક) નિર્જરા હોય તો તે ઔદયિક ભાવે હોય છે, અને તે કર્મબંધનું કારણ છે. અહીં પણ કર્મનું નિર્જરવું થાય છે; પરંતુ આત્મા પ્રગટ થતો નથી. અકામ નિર્જરા શારીરિકભાવમાં રહીને થાય એટલે ત્યાં જુના કર્મને નાશ તો થાય છે પણ સાથે નવા કર્મનું બંધન થાય છે. તેથી આત્માનો અનુભવ થતો નથી, આત્મસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. - અનંતીવાર ચારિત્ર પ્રાપ્ત કરવાથી જે નિર્જરા થઈ છે તે ઔદયિક ભાવે (જે ભાવ અબંધક નથી) થઈ છે; ક્ષાયોપથમિક ભાવે થઈ નથી. જો તેમ થઈ હોત તો આ પ્રમાણે રખડવું બનત નહીં. અહીંયા બાહ્ય ચારિત્ર અનંતવાર લેવાથી કર્મની નિર્જરા થઈ છે પણ તે For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સ્વાધ્યાય સુધા ઔદયિકભાવે થઈ છે તેમ કહ્યું છે. ઔદયિકભાવે એટલે શરીરપણામાં જ હું પણાની, મારાપણાની ભાવના સહિત શરીરથી પર થઈને ચારિત્રનું પાલન કર્યું નથી. જે ચારિત્ર લીધા તે આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે ઉપયોગી થયા નથી, તેમાં તે રીતે પુરુષાર્થ કર્યો નથી કે જેથી પરિભ્રમણ ટળી જાય. એટલે જે કાંઈ કર્યું છે તે શરીરભાવે રહીને જ કર્યું છે. ઔદયિકભાવ છે તે બંધનું કારણ છે. ઔદયિકભાવે એટલે શરીર અને શરીરને કારણે ઊભા થયેલા સંબંધોમાં જ રમણતા, રાગદ્વેષ તથા અજ્ઞાનમય જ સ્થિતિમાં રહીને ચારિત્ર પાળ્યું છે તેથી રખડપટ્ટી અટકી નથી. સમક્તિ સાથે ચારિત્ર પાળે તો રખડપટ્ટી અટકી જાય. જન્મમરણના ફેરા તૂટી જાય. ૧૬. માર્ગ બે પ્રકારે છે : એક લૌકિકમાર્ગ અને બીજો લોકોત્તર માર્ગ, જે એકબીજાથી વિરુદ્ધ છે. ૧૭. લૌકિક માર્ગથી વિરુદ્ધ જે લોકોત્તર માર્ગ તે પાળવાથી તેનું ફળ તેથી વિરુદ્ધ એવું જે લૌકિક તે હોય નહી. “જેવું કૃત્ય તેવું ફળ.” લૌકિક માર્ગ-જે માર્ગનું આરાધન સંસાર પરિભ્રમણ કરાવે છે. લોકોત્તર માર્ગ-જે માર્ગનું આરાધન મોક્ષની પ્રાપ્તિ અથવા સંસાર પરિભ્રમણનો નાશ કરે છે. સમજણ વગર લોકો જે કરતાં હોય તે પ્રમાણે-ગતાનુગતિક રીતે કોઈપણ પ્રકારના વિચાર વગર, શા માટે કરવું, આ કરવાથી મને શું ફાયદો થશે, બાપદાદા કરતા આવ્યા એટલે કરવું-તો એ લૌકિકમાર્ગ છે. સમજણ સાથે જે ક્રિયા-આચરણ કરવું તે લોકોત્તરમાર્ગ છે. લૌકિકમાર્ગમાં ક્રિયા ગતાનુગતિક પ્રમાણે થાય છે, જેથી નિર્જરા અકામપણે થાય છે, કદાચ પુણ્ય મળે છે તો પણ તે ઔદયિકભાવે નિર્જરારૂપ પરિણમે છે તેથી નવા કર્મબંધનું કારણ બને છે. જ્યારે લોકોત્તરમાર્ગમાં જ્ઞાની પુરુષની આજ્ઞામાં રહીને સાધના થાય છે અને જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવાથી કર્મની નિર્જરા સકામપણે-ક્ષાયોપથમિક ભાવે થાય છે જેથી આત્મા પ્રગટ થાય છે અને ક્રમે કરીને સંપૂર્ણ નિરાવરણ થઈને મોક્ષમાં જીવ ચાલ્યો જાય છે. - પૂર્વે જીવને જ્ઞાનીપુરુષનો ભેટો પણ થયેલો છે, પણ જ્ઞાનીને લોકદષ્ટિ એ જોયા છે એટલે તેને સાચી ઓળખાણ પડી નથી. ઓળખાણ નહીં પડવાથી એની ક્રિયાઓ પણ લૌકિક પ્રકારની રહી છે અને પરિભ્રમણનો અંત આવ્યો નથી. જીવને બે પ્રકારના અભિનિવેશ આડા આવી ઊભા રહેતા હોવાથી, જીવ મિથ્યાત્વનો ત્યાગ કરી શકતો નથી. એક છે લૌકિક અને બીજો છે શાસ્ત્રીય For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૫ સ્વાધ્યાય સુધા અભિનિવેશ. જો જીવ સત્સમાગમયોગે અભિનિવેશ છોડે તો ‘મિથ્યાત્વ’નો ત્યાગ થાય અને આત્મા નિરાવરણરૂપે પ્રગટ થવાનો જોગ બાઝે. આત્માર્થ સિવાય શાસ્ત્રની જે જે પ્રકારે જીવે માન્યતા કરી કૃતાર્થતા માની છે, તે સર્વ શાસ્ત્રીય અભિનિવેશ છે....આત્મા સમજવા અર્થે શાસ્ત્રો ઉપકારી છે અને તે પણ સ્વચ્છંદ રહિત પુરુષને; એટલો લક્ષ રાખી સત્શાસ્ત્ર વિચારાય તો તે શાસ્ત્રીય અભિનિવેશ ગણવા યોગ્ય નથી. આમ લૌકિક દૃષ્ટિ અને અલૌકિક દૃષ્ટિમાં મોટો ભેદ છે. લૌકિક દૃષ્ટિમાં વ્યવહારનું મુખ્યપણું છે, અને અલૌકિક દૃષ્ટિમાં પરમાર્થનું મુખ્યપણું છે. (૫-૭૦૪) ૧૮. આ સંસારને વિષે અનંત એવા કોટિ જીવોની સંખ્યા છે. વ્યવહારાદિ પ્રસંગે ક્રોધાદિ વર્તણૂંક અનંત જીવો ચલાવે છે. ચક્રવર્તી રાજા આદિ ક્રોધાદિ ભાવે સંગ્રામ ચલાવે છે, અને લાખો મનુષ્યનો ઘાત કરે છે તો પણ તેઓમાંના કોઈ કોઈનો તે જ કાળમાં મોક્ષ થયો છે. ૧૯. ક્રોધ, માન, માયા અને લોભની ચોકડીને કષાયના એવા નામથી ઓળખવામાં આવે છે. આ કષાય તે અત્યંત ક્રોધાદિવાળો છે. તે જો અનંત સંસારનો હેતુ હોઈને અનંતાનુબંધી કષાય થતો હોય તો તે ચક્રવર્ત્યાદિને અનંત સંસારની વૃદ્ધિ થવી જોઈએ અને તે હિસાબે અનંત સંસાર વ્યતીત થયા પહેલાં મોક્ષ થવો શી રીતે ઘટે ? એ વાત વિચારવા યોગ્ય છે. ક્રોધાદિ વર્તણૂંક અનંત જીવો ચલાવે છે. તેમાં ચક્રવર્તી છે તેને ૬ ખંડનું રાજ્ય જીતવાનું હોય છે. તેથી તે યુદ્ધ ક્રોધાદિભાવે કરે છે, ૬ ખંડ જીતવા માટે સંગ્રામ ચલાવે છે જેમાં ઘણા મનુષ્યોની ઘાત થાય છે અને એમાં પાછા કેટલાક તે જ ભવે મોક્ષે ગયા. તો વિચાર થાય આપણા કષાયોમાં અને તેઓના કષાયોમાં ફેર રહેલો છે. આપણા ઉદયને અનુસરી કષાય ઊભા થાય છે અને તેને અનુસરી કષાય કરીએ છીએ. તે કષાય થવાનું આપણા જેવા માટે કર્મબંધનું કારણ બને છે, કારણ કે મોટે ભાગે આપણામાં ઉદ્ભવતાં ક્રોધાદિ-પોતાના માનભંગ થવાના કારણે ઉદ્ભવે છે અને તેથી નવા કર્મના બંધનરૂપ થાય છે. જ્યારે, ચક્રવર્તી આદિ રાજાઓ પોતાના પૂર્વના પુણ્યના યોગે રાજ્ય ચલાવે છે અને લડાઈ પણ કરે છે તોપણ તેઓ એમ સમજે છે કે આ જે કાંઈ મારે કરવું પડે છે તે મારા માટે હિતનું કારણ નથી માટે જાગૃતપણે રહીને કરે છે. તે પ્રવૃત્તિ પૂરી થયે કષાયાદિરૂપ કર્મ ખરી જાય છે અને તેથી નવા કર્મનું બંધન થતું નથી. સામાન્યપણે ચક્રવર્તી રાજાઓ એકત્વ અને અન્યત્વ ભાવનાનું ચિંતન સતત કરતા હોવાથી તે જ ભવમાં પ્રાયઃ મોક્ષે ગયા છે. આ અવસર્પિણી કાળમાં બે ચક્રવર્તી સિવાય બધા તે જ ભવમાં મોક્ષે ગયા છે. બે નથી ગયા તેનું કારણ છે એકને તીવ્ર લોભ કષાય ઉદયમાં રહેવાથી આર્તધ્યાનમાં રહ્યા છે જ્યારે બીજાને ‘નિદાન દોષ'ને કારણે રખડવું પડ્યું છે. પ્રથમમાં છે સુભૂમ ચક્રવર્તી અને બીજા બ્રહ્મદત્ત ચક્રવર્તી. For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૨૦. જે ક્રોધાદિથી અનંત સંસારની વૃદ્ધિ થાય તે અનંતાનુબંધી કષાય છે, એ પણ નિઃશંક છે. તે હિસાબે ઉપર બતાવેલા ક્રોધાદિ અનંતાનુબંધી સંભવતા નથી. ત્યારે અનંતાનુબંધની ચોકડી બીજી રીતે સંભવે છે. ઉપર ૧૮ અને ૧૯ના અનુસંધાને જ આ વાત કહેવામાં આવી છે. ચક્રવર્તી રાજાઓને ક્રોધાદિ કષાય થયા છે તો તે પૂર્વના કર્મના યોગે થયા છે, પણ તે વખતે જાગૃત રહ્યા છે તેથી છૂટી ગયા છે. જયારે આપણે નાની નાની વાતોમાં કષાયરૂપ પરિણમી જઈએ છીએ અને તેને વાગોળ્યા કરીએ છીએ. બીજુ તેઓ સદૈવ-સદ્ગુરુ અને સત્કર્મનો આદર કરનારા હોય છે. જેથી તેમના કષાય અનંતાનુબંધી રૂપ થતા નથી. અનંતાનુબંધી કષાયની ચોકડી બીજી રીતે સંભવે છે. ૨૧. સમ્યકજ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણેની એક્યતા તે “મોક્ષ' તે સમ્યકજ્ઞાન, દર્શન અને ચારિત્ર એટલે વીતરાગ જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. તેનાથી જ અનંત સંસારથી મુક્તપણે પમાય છે. આ વીતરાગજ્ઞાન કર્મના અબંધનો હેતુ છે. વીતરાગના માર્ગે ચાલવું અથવા તેમની આજ્ઞા પ્રમાણે ચાલવું એ પણ અબંધક છે. તે પ્રત્યે જે ક્રોધાદિ કષાય હોય તેથી વિમુક્ત થવું તે જ અનંત સંસારથી અત્યંત મુક્ત થવું છે; અર્થાત્ મોક્ષ છે. મોક્ષથી વિપરીત એવો જે અનંત સંસાર તેની વૃદ્ધિ જેનાથી થાય છે તેને અનંતાનુબંધી કહેવામાં આવે છે; અને છે પણ તેમ જ. વીતરાગના માર્ગે અને તેમની આજ્ઞાએ ચાલનારાનું કલ્યાણ થાય છે. આવો જે ઘણા જીવોને કલ્યાણકારી માર્ગ તે પ્રત્યે ક્રોધાદિભાવ (જે મહા વિપરીતના કરનારા છે) તે જ અનંતાનુબંધી કષાય છે. રર. જોકે ક્રોધાદિભાવ લૌકિકે પણ અફળ નથી, પરંતુ વીતરાગે પ્રરૂપેલ વીતરાગજ્ઞાન અથવા મોક્ષધર્મ અથવા તો સધર્મ તેનું ખંડન અથવા તે પ્રત્યે ક્રોધાદિભાવ તીવ્રમંદાદિ જેવે ભાવે હોય તેવે ભાવે અનંતાનુબંધી કષાયથી બંધ થઈ અનંત એવા સંસારની વૃદ્ધિ થાય છે. આંક ૧૮, ૧૯, ૨૦ના અનુસંધાને અનંતાનુબંધીની સમજણ આપી છે. - સમ્યકજ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણેની ઐક્યતા તે “મોક્ષ'. તે સમ્યકજ્ઞાન, દર્શન અને ચારિત્ર એટલે વીતરાગ જ્ઞાન, દર્શન, ચારિત્ર છે. તેનાથી જ અનંત સંસારથી મુક્તપણું પમાય છે. આ વીતરાગજ્ઞાન કર્મના અબંધનો હેતુ છે. વીતરાગના માર્ગે ચાલવું અથવા તેમની આજ્ઞા પ્રમાણે ચાલવું એ પણ અબંધક છે. તે પ્રત્યે જે ક્રોધાદિ કષાય હોય તેથી વિમુક્ત થવું તે જ અનંત સંસારથી અત્યંત મુક્ત થવું છે; અર્થાત્ મોક્ષ છે. સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્રો અભેદપણે પરિણમે તે મોક્ષ કહેવાય છે. એને જ વીતરાગ જ્ઞાન-દર્શન-ચારિત્ર કહેવામાં આવે છે. તેમની આજ્ઞા પાળવાથી અંતે મુક્ત થવાય છે. વીતરાગ દ્વારા પ્રરૂપવામાં આવેલા જ્ઞાનનો સમ્યક્ ઉપયોગ કરવો તે કર્મબંધથી For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા છૂટવાનો હેતુ છે. તેમજ વીતરાગે દર્શાવેલા માર્ગે ચાલવું કે તેમની આજ્ઞા પ્રમાણે ચાલવું તે પણ અબંધકરૂપે પરિણમે છે એટલે નવા કર્મનુ બંધન થતું નથી. તે વીતરાગ જ્ઞાન પ્રત્યે ક્રોધાદિભાવોથી વિમુક્ત થવાથી અનંત સંસારથી મુક્તપણે થાય છે એટલે કે મોક્ષ છે, એટલે કે પોતાના સ્વરૂપમાં સ્થિત થાય છે. - મોક્ષથી વિપરીત એવો જે અનંત સંસાર તેની વૃદ્ધિ જેનાથી થાય છે તેને અનંતાનુબંધી કહેવામાં આવે છે; અને છે પણ તેમજ. વીતરાગના માર્ગે અને તેની આજ્ઞાએ ચાલનારાનું કલ્યાણ થાય છે. આવો જે ઘણા જીવોને કલ્યાણકારી માર્ગ તે પ્રત્યે ક્રોધાદિભાવ (જે મહા વિપરીતના કરનારા છે) તે જ અનંતાનુબંધી કષાય છે. અનંતાનુબંધી કષાય કેવી રીતે છે તે સમજીએ. જે કષાય પરિણામથી અનંત સંસારનો સંબંધ થાય તે કષાય પરિણામને જિન પ્રવચનમાં “અનંતાનુબંધી” સંજ્ઞા કહી છે. જે કષાયમાં તન્મયપણે અપ્રશસ્ત-માઠા પરિણામે-ભાવે, તીવ્ર ઉપયોગે આત્માની પ્રવૃત્તિ થાય ત્યાં અનંતાનુબંધીનો સંભવ છે.... સદેવ, સદ્ગુરુ અને સધર્મનો જે પ્રકારે દ્રોહ થાય, અવજ્ઞા થાય તથા વિમુખભાવ થાય, એ પ્રવૃત્તિથી તેમજ અસદેવ અસતગુરુ તથા અસધર્મનો જે પ્રકારે આગ્રહ થાય, તે સંબંધી કૃતકૃત્યતા માન્ય થાય, એ પ્રમાણે પ્રવર્તતા અનંતાનુબંધી કષાય સંભવે છે..... જ્ઞાનીના વચનમાં સ્ત્રીપુત્રાદિભાવોને જે મર્યાદા પછી ઈચ્છતાં નિર્ધ્વસ પરિણામ કહ્યા છે, તે પરિણામે પ્રવર્તતા પણ અનંતાનુબંધી હોવા યોગ્ય છે. (પત્ર-૬ ૧૩). ઉદયથી અથવા ઉદાસભાવ સંયુકત મંદપરિણતબુદ્ધિથી ભોગાદિને વિષે પ્રવૃત્તિ થાય ત્યાં સુધીમાં જ્ઞાનીની આજ્ઞા પર પગ મૂકીને પ્રવૃત્તિ થઈ ન સંભવે, પણ જ્યાં ભોગાદિને વિષે તીવ્ર તન્મયપણે પણ પ્રવૃત્તિ થાય ત્યાં જ્ઞાનીની આજ્ઞાની કંઈ અંકુશતા સંભવે નહીં, નિર્ભયપણે ભોગ પ્રવૃત્તિ સંભવે. જે નિર્ધ્વસ પરિણામ કહ્યા છે; તેવા પરિણામ વર્તે ત્યાં પણ અનંતાનુબંધી સંભવે છે. તેમજ “હું સમજુ છું” “મને બાધ નથી” એવાને એવા બફમમાં રહે અને ભોગથી નિવૃત્તિ ઘટે છે અને કંઈ પણ મિથ્યાજ્ઞાનથી જ્ઞાનદશા માની ભોગાદિકમાં પ્રવર્તન કરે ત્યાં પણ અનંતાનુબંધી સંભવે છે. (પત્ર-દરર) ખોટી પ્રતીતિમાં રહેવું એ અનંતાનુબંધીમાં સમાય છે. (ઉપદેશછાયા) જીવને અંતરાય કરનાર (૧) હું જાણું છું એ પ્રકારનું અભિમાન. (૨) કુળધર્મને કરતાં આવ્યા છીએ તે ક્રિયાને કેમ ત્યાગી શકાય એવો લોકભય. (૩) સપુરુષની ભક્તિ આદિ વિષે પણ લૌકિકભાવ (સાંસારિક વૈિભવ. વિ. પ્રાપ્ત કરવાના ભાવો) (૪) કોઈ પંચ વિષયાકાર એવા કર્મ જ્ઞાનીને ઉદયમાં દેખી તેવો ભાવ પોતે આરાધવો. આ જ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ એટલે કે મિથ્યાત્વરૂપી આસ્રવ આવવાનું કારણ છે. (પત્ર-પરર) પરમાર્થને નામે, ભ્રાંતિગત પરિણામે, અસદ્ગર, અસદૈવ, અસધર્મને ભજે છે, તે જીવને ઘણું કરીને અનંતાનુબંધી For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૨૮ કષાય ઊભા થાય છે. (૧) અપરમાર્થને પરમાર્થ જાણી આગ્રહે જીવ ભજ્યા કરે તે પરમાર્થજ્ઞાની એવા પુરુષ પ્રત્યે, દેવ પ્રત્યે, ધર્મ પ્રત્યે, નિરાદર પ્રમાણે વર્તે છે તેમ કહેવાય. (૨) અસદ્ગુઆદિકના આગ્રહથી, વિપરીત બોધથી સદૈવ, સદ્ગુરુ પ્રત્યે આશાતનાએ, ઉપેક્ષાએ વર્તે એવો સંભવ છે. (૩) અસત્ ગુર્વાદિકના માઠા સંગથી સંસાર વાસના પરિચ્છેદ નહીં પામતી હોવા છતાં તે પરિચ્છેદ થાય છે તેમ માની પરમાર્થ પ્રત્યે ઉપેક્ષા કરે તેને અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ ઊભો થવાનો સંભવ છે. (પત્ર-૪૫૯ના આધારે) મિથ્યાત્વ સંબંધી જે પ્રકૃતિઓનો આસ્રવ થાય છે તેનો આસ્રવ કરાવવા વાળા અનંતાનુબંધી કષાયની સાથે યોગનું પરિણમન થઈ રહ્યું છે તે છે. જે સમયે અનંતાનુબંધી કષાયનો અભાવ થશે તે સમયે જો મિથ્યાત્વનો ઉદય રહ્યો હશે તો પણ મિથ્યાત્વ સંબંધી પ્રકૃતિઓનો આસ્રવ થતો નથી કારણ કે અહીંયા કષાયની ગેરહાજરી છે. મિથ્યાત્વ દર્શનમોહનીયમાં આવે છે અને કષાય ચારિત્ર મોહનીયમાં આવે છે. યોગને પારિણામિકભાવ માનવામાં આવે છે. આમ મિથ્યાત્વ યોગમાં પણ ગણાતું નથી, માટે મિથ્યાત્વથી ડરવાનું નથી, ડરવાથી તેનો નાશ થવાનો નથી. પણ તેના ઉપર કાબુ મેળવવા માટે અનંતાનુબંધી કષાયની સાથે રહેવાવાળી જે લેશ્યા (પરિણતિ) છે તેને હઠાવવી પડશે. શુભ લેશ્યા જીવાત્માને માટે ઉપાદેયરૂપ પરિણિત છે. જીવાત્માએ કરેલા પુરુષાર્થના ફળરૂપે છે. શુભ પરિણતિને શુદ્ધતા તરફ લઈ જવાનો પુરુષાર્થ કરવાનો છે. હવે મિથ્યાત્વનો જ્યાં સુધી ઉદય રહે છે ત્યાં સુધી તે જીવનું જ્ઞાન અજ્ઞાનરૂપ જ કહેવાય છે. જ્યારે જીવ અનંતાનુબંધી કષાયને મોળા પાડી દર્શન મોહનીયને ક્ષય કરવા તરફ આગળ વધે છે ત્યારે દર્શન મોહનીયના ત્રણ ભાગ થઈ જાય છે અને મિથ્યાત્વ પ્રકૃતિનો ઉપશમ કે ક્ષયોપશમ થતાં ઔપમિક અથવા ક્ષાયોપશમિક સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરી લે છે. અને જો દર્શન મોહનીયની પ્રકૃતિ તેમજ અનંતાનુબંધી ચોકડીનો ક્ષય કરે છે તો ક્ષાયિક સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે. આમાં પહેલા અનંતાનુબંધીનો ક્ષય થાય છે. તે જ સમયે દર્શન મોહનીયની પ્રકૃતિ ક્ષય પામે છે અને સમ્યક્દર્શન પ્રગટે છે. સમ્યક્દર્શન સાથે દર્શન મોહનીયની સમ્યક્ મોહનીય પ્રકૃતિ ઉદયમાં હોય તો પણ સમ્યગ્દર્શન જેમનું તેમ રહે છે. પણ જો કોઈ કારણસર ચારિત્ર મોહનીયની અનંતાનુબંધી સંબંધી કોઈ એક કષાય પણ ઉદયમાં આવી જાય તો સમ્યક્દર્શન નાશ પામી જાય છે એટલે કે સમ્યક્દર્શન માટે ખતરનાક અનંતાનુબંધી કષાય છે માટે તેની તકેદારી વિશેષરૂપથી રાખવી જરૂરી છે. For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૨૯ આપણે મિથ્યાત્વને હઠાવવા માગીએ છીએ અને સાથે જ વિષય કષાયોમાં આપણી પ્રવૃત્તિ થતી રહે તો મિથ્યાત્વ ક્યારેય નાશ નહીં પામે. કષાય-અનંતાનુબંધી કષાય મિથ્યાત્વનું રક્ષણ કરવાવાળો છે. અનંતાનુબંધી કષાયના સદૂભાવમાં જ મિથ્યાત્વ પ્રકૃતિનો આશ્રવ થતો રહે છે. જયાં સુધી અનંતાનુબંધી કષાયનો ઉદય રહે છે ત્યાં સુધી મિથ્યાત્વ હાજર છે. - જે વ્યક્તિ મિથ્યાત્વને કષાયની સાથે રાખીને મિથ્યાત્વને હઠાવવાને માટે ચિંતન કરે છે, તે જવા આવવા માટે સામેનો દરવાજો બંધ કરે છે પણ પાછળનો દરવાજો ખુલ્લો રાખી દે છે. અનંતાનુબંધીથી રંજાયમાન યોગ મિથ્યાત્વનું કારણ છે. એટલે જ અનંતાનુબંધી કષાયની મંદતા થવાથી જ તત્ત્વ ચિંતનની ધારા અને મિથ્યાત્વને હઠાવવાની શક્તિ આત્મામાં જાગૃત થાય છે. મિથ્યાત્વ હવે કહે છે કે, “હું જઈ રહ્યો છું.” આમ મિથ્યાત્વ શક્તિહિન છે, પણ અનંતાનુબંધીની હાજરીમાં જ તે પુષ્ટ બને છે. ૨૩. અનુભવનો કોઈપણ કાળમાં અભાવ નથી. બુદ્ધિબળથી મુકરર કરેલ વાત જે અપ્રત્યક્ષ છે તેનો કવચિત્ અભાવ પણ થવો ઘટે. અનુભવનો કોઈ કાળમાં અભાવ થતો નથી. પણ બુદ્ધિથી કે મતિથી જે વાત કહેવામાં આવી હોય તે અપ્રત્યક્ષ હોય છે તેને ક્યારેક અભાવ થઈ શકે અથવા નાશ પણ થઈ શકે. ૨૪. કેવળજ્ઞાન એટલે જેનાથી કંઈ પણ જાણવું અવશેષ રહેતું નથી તે, કે આત્મપ્રદેશનો જે સ્વસ્વભાવ છે તે ? ‘કેવળજ્ઞાન' એટલે સંપૂર્ણ બધા પદાર્થોનું યથાર્થ જાણપણું અને “આત્મસ્વરૂપપણે સંપૂર્ણ જ્ઞાનમય સ્થિતિ, તે સિવાય કાંઈ નહીં. આત્માના પ્રદેશોનો પૂર્ણ સ્વભાવભાવ પ્રગટવો તે કેવળજ્ઞાન. (અ) આત્માએ ઉત્પન્ન કરેલ વિભાવભાવ અને તેથી જડ પદાર્થોનો થયેલો સંયોગ તે રૂપે થયેલા આવરણે કરી જે કંઈ દેખવું, જાણવું થાય છે તે ઈન્દ્રિયની સહાયતાથી થઈ શકે છે, પરંતુ તે સંબંધી આ વિવેચન નથી. આ વિવેચન કેવળજ્ઞાન’ સંબંધી છે. ઈન્દ્રિયોની સહાયતાથી જે કાંઈ જાણી કે દેખી શકાય તે જ્ઞાનની આ વાત નથી, આ તો સંપૂર્ણ નિરાવરણ જ્ઞાનની વાત છે. (આ) વિભાવભાવથી થયેલો જે પુલાસ્તિકાયનો સંબંધ તે આત્માથી પર છે. તેનું તથા જેટલા પુદ્ગલનો સંયોગ થયો તેનું યથાન્યાયથી જ્ઞાન અર્થાત્ અનુભવ થાય તે અનુભવગમ્યમાં સમાય છે, અને તેને લઈને લોકસમસ્તના જે પુલ તેનો પણ એવો જ નિર્ણય થાય તે બુદ્ધિબળમાં સમાય છે. જમ, જે આકાશપ્રદેશને વિષે અથવા તો તેની નજીક For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩) સ્વાધ્યાય સુધા વિભાવી આત્મા સ્થિત છે તે આકાશપ્રદેશના કેટલા ભાગને લઈને અછઘ અભેદ્ય એવું જે અનુભવાય છે તે અનુભવગમ્યમાં સમાય છે; અને તે ઉપરાંત બાકીનો આકાશ જેને કેવળજ્ઞાનીએ પોતે પણ અનંત (જેનો અંત નહીં એવો) કહેલ છે, તે અનંત આકાશનો પણ તે પ્રમાણે ગુણ હોવો જોઈએ એવુ બુદ્ધિબળે નિર્ણત કરેલ હોવું જોઈએ. પોતાના આત્માનો અનુભવ થવો અને યથાર્થપણે પદાર્થોનું જ્ઞાન થવું તે અનુભવની વાત છે. બુદ્ધિબળની વાત અનુભવમાં આવી શકે નહીં. અનુભવથી જે જણાય તે ભલે થોડાક જ આકાશપ્રદેશના ભાગ જેટલું હોય, પણ તેના આધારે બાકીના આકાશને પણ તે પ્રમાણે બુદ્ધિના આધારે અનુમાનથી કહી શકાય. (ઈ) આત્મજ્ઞાન ઉત્પન્ન થયું અથવા તો આત્મજ્ઞાન થયું, તે વાત અનુભવગમ્ય છે. તે આત્મજ્ઞાન ઉત્પન્ન થવાથી આત્મઅનુભવ થવા ઉપરાંત શું શું થવું જોઈએ એમ જે કહેવામાં આવ્યું છે તે બુદ્ધિબળથી કહેલું, એમ ધારી શકાય છે. આત્મજ્ઞાન ઉત્પન્ન થાય તે અનુભવથી જાણી શકાય છે. તે જ્ઞાન પ્રગટવાથી તેના સિવાય શું શું જાણી શકાય, શું શું કરી શકાય ? તેનો વિચાર અનુભવને આધારે બુદ્ધિ (મતિ) વડ થઈ શકે છે તે અનુમાન કહેવાય. (ઇ) ઈન્દ્રિયના સંયોગથી જે કંઈ દેખવું જાણવું થાય તે જોકે અનુભવગમ્યમાં સમાય છે ખરું, પરંતુ અહીં તો અનુભવગમ્ય આત્મતત્ત્વને વિષે કહેવાનું છે, જેમાં ઈન્દ્રિયોની સહાયતા અથવા તો સંબંધની જરૂર છે નહીં, તે સિવાયની વાત છે. કેવળજ્ઞાની સહજ દેખી જાણી રહ્યા છે; અર્થાત્ લોકના સર્વ પદાર્થને અનુભવ્યા છે એમ જે કહેવામાં આવે છે તેમાં ઉપયોગનો સંબંધ રહે છે, કારણ કે કેવળજ્ઞાનીના તેરમા અને ચૌદમા ગુણસ્થાનક એવા બે વિભાગ કરવામાં આવ્યા છે, તેમાં તેરમા ગુણસ્થાનકવાળા કેવળજ્ઞાનીને યોગ છે એમ સ્પષ્ટ છે, અને જ્યાં એ પ્રમાણે છે ત્યાં ઉપયોગની ખાસ રીતે જરૂર છે, અને જ્યાં ખાસ રીતે જરૂર છે ત્યાં બુદ્ધિબળ છે એમ કહ્યા વિના ચાલે તેમ નથી અને જ્યાં એ પ્રમાણે ઠરે છે, ત્યાં અનુભવ સાથે બુદ્ધિબળ પણ ઠરે છે. ઈન્દ્રિયોથી જે જણાય તે પણ અનુભવગમ્ય ગણાય છે. પણ અહીંયા જે જ્ઞાનની વાત છે તે તો ઈન્દ્રિયોની સહાય વિના થઈ શકે તેમ કહ્યું છે. તેમાં ગુણસ્થાનકવાળાને મન, વચન, કાયાના યોગ ઊભા છે છતાં ઉપયોગની ખાસ જરૂર રહેતી નથી હોતી અને જયાં ખાસ જરૂર છે ત્યાં બુદ્ધિબળની જરૂર પડે છે એટલે કે અનુભવ સાથે બુદ્ધિબળની આવશ્યકતા રહે છે. (૧) આ પ્રમાણે ઉપયોગ ઠરવાથી આત્માને જે જડ પદાર્થ નજીક છે તેનો તો અનુભવ થાય છે; પણ જે નજીક નથી અર્થાત્ જેનો યોગ નથી તેનો અનુભવ થવો એમ કહેવું એ For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૧ સ્વાધ્યાય સુધા મુશ્કેલીવાળું છે; અને તેની સાથે છેટેના પદાર્થનો અનુભવગમ્ય નથી એમ કહેવાથી કહેવાતા કેવળજ્ઞાનના અર્થને વિરોધ આવે છે, તેથી ત્યાં બુદ્ધિબળથી સર્વ પદાર્થનું, સર્વ પ્રકારે, સર્વ કાળનું જ્ઞાન થાય છે એમ ઠરે છે. કેવળજ્ઞાન પ્રગટ કરવામાં કોઈપણ પદાર્થના માધ્યમની જરૂરીયાત રહેતી નથી. જો કોઈ માધ્યમની જરૂરીયાત પડે તો તે કેવળજ્ઞાન નથી, પણ વચ્ચેની સ્થિતિ છે એમ કહી શકાય. ૨૫. એક કાળના કલ્પેલા સમય જે અનંત છે, તેને લઈને અનંતકાળ કહેવાય છે. તેમાંના વર્તમાનકાળ પહેલાંના જે સમય વ્યતીત થયા છે તે ફરીથી આવવાના નથી એ વાત ન્યાયસંપન્ન છે; તે સમય અનુભવગમ્ય શી રીતે થઈ શકે એ વિચારવાનું છે. ૨૬. અનુભવગમ્ય જે સમય થયા છે તેનું જ સ્વરૂપ છે તે તથા તે સ્વરૂપ સિવાય તેનું બીજું સ્વરૂપ થતું નથી, અને તે જ પ્રમાણે અનાદિ અનંતકાળના બીજા જે સમય તેનું પણ તેવું જ સ્વરૂપ છે; એમ બુદ્ધિબળથી નિર્ણત થયેલું જણાય છે. ૨૪ અને ૨૫માં કહેલી વાત કેવળજ્ઞાનીને જણાય છે તે સિવાયના માટે અનુભવગમ્યના આધારે અનુમાન કે બુદ્ધિબળથી નક્કી કર્યું છે તેમ કહી શકાય. - ૨૭. આ કાળને વિષે જ્ઞાન ક્ષીણ થયું છે અને જ્ઞાન ક્ષીણ થવાથી મતભેદ ઘણા થયા છે. જેમ જ્ઞાન ઓછું તેમ મતભેદ વધારે, અને જ્ઞાન વધુ તેમ મતભેદ ઓછા, નાણાંની પેઠે. જ્યાં નાણું ઘટ્યું ત્યાં કંકાસ વધારે અને જ્યાં નાણું વધ્યું ત્યાં કંકાસ ઓછા હોય છે. આ કાળમાં જ્ઞાન ક્ષીણ થતું જાય છે, ક્ષીણ થઈ રહ્યું છે અને જ્ઞાન ક્ષીણ થવાને કારણે જ મતભેદ વધતા ગયા છે. જેમ જેમ જ્ઞાન ઓછું તેમ મતભેદ વધતાં જાય અને જ્ઞાન વધુ તેમ મતભેદ ઓછા થતા જાય છે. દા.ત. જેમ ધન છે એ ધન ઘટે તે કંકાસ વધે, ધન વધે તો કંકાસ ઘટે. ૨૮. જ્ઞાન વિના સમ્યકત્વનો વિચાર સૂઝતો નથી. મતભેદ ઉત્પન્ન નથી કરવો એવું જેના મનમાં છે તે જે જે વાંચે અથવા સાંભળે તે તે તેને ફળે છે. મતભેદાદિ કારણને લઈને શ્રુતશ્રવણાદિ ફળતાં નથી. - જ્ઞાનની તારતમ્યતા ઘટવાથી વાતવાતમાં મતભેદ ઊભા થયેલા છે. એને કારણે કલેશો પણ વધતા જણાય છે. પણ સમ્યકજ્ઞાન સમજાય તો તેના આધારે સમ્યકત્વ વિષે વિચાર થઈ શકે. જે મતભેદને બાજુએ મૂકીને જ્ઞાનીના વચનો સાંભળે છે તે તેને ફળવાન થાય છે એટલે કે તેના લક્ષરૂપ પરિણામને પામી શકે છે. પણ મતભેદ જયાં સુધી રહેલાં છે ત્યાં સુધી શ્રુતનું શ્રવણ વગેરે ઉપયોગી થતા નથી. For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૨૯. “વાટે ચાલતાં એક ફાળિયું કાંટામાં ભરાયું અને રસ્તાની મુસાફરી હજી છે, તો બની શકે તો કાંટા દૂર કરવા, પરંતુ કાંટા કાઢવાનું ન બની શકે તો તેટલા સારુ ત્યાં રોકાઈ રાત ન રહેવું; પણ ફાળિયું મૂકી દઈ ચાલી નીકળવું. તેવી જ રીતે જિનમાર્ગનું સ્વરૂપ તથા તેનું રહસ્ય શું છે તે સમજ્યા વિના અથવા તેનો વિચાર કર્યા વિના અલ્પ અલ્પ શંકાઓ માટે બેસી રહી આગળ ન વધવું તે ઉચિત નથી. જિનમાર્ગ ખરી રીતે જોતાં તો જીવને કર્મક્ષય કરવાનો ઉપાય છે, પણ જીવ પોતાના મતથી ગૂંચાઈ ગયેલ છે. - જિનેશ્વરના માર્ગનું અથવા જિનેશ્વરનું સ્વરૂપ જયાં સુધી યથાર્થ સમજાતું નથી અથવા તો તેનો વિચાર કર્યા વગર નાની નાની શંકાઓમાં અટવાઈ જવું એ સાધક માટે ઉચિત નથી. જિનેશ્વર દ્વારા પ્રરૂપવામાં આવેલો માર્ગ સમ્યપણે જોઈએ, વિચારીએ તો જીવને પોતાને કર્મક્ષયનો ઉપાય મળી જાય છે પણ જીવ પોતાના મતથી ગૂંચવાયેલો છે. ૩૦. જીવ પહેલા ગુણસ્થાનકમાં ગ્રંથિભેદ સુધી અનંતીવાર આવ્યો છે ને ત્યાંથી પાછો વળી ગયો છે. આંક (૧) સાથે સમજાવેલ છે. ત્યાં જોવું. ૩૧. જીવને એવો ભાવ રહે છે કે સમ્યક્ત્વ અનાયાસે આવતું હશે; પરંતુ તે તો પ્રયાસ (પુરુષાર્થ) કર્યા વિના પ્રાપ્ત થતું નથી. સાધક એમ માને કે વાંચી લઈશ, આજ્ઞાભક્તિ કરીશ એટલે સમ્યકત્વ આવી જશે. ગુરુના શરણે છીએ એટલે સમ્યકત્વ આવી જશે પણ એમ માની લેવાથી સમ્યક્ત્વ આવી જતું નથી. એના માટે પુરુષાર્થ કરવો જ પડે છે. પુરુષાર્થ ન કરે તો જે પાંચ સમવાય કારણો છે તે આવીને મળતા નથી કારણ કે એ બધા પુરુષાર્થ પર જ આધારિત છે અને એમાં પુરુષાર્થ મુખ્ય છે. ૩ર. કર્મપ્રકૃતિ ૧૫૮ છે. સમ્યકત્વ આવ્યા વિના તેમાંની કોઈપણ પ્રકૃતિ સમૂળગી ક્ષય થાય નહીં. અનાદિથી જીવ નિર્જરા કરે છે, પરંતુ મૂળમાંથી એક પણ પ્રકૃતિ ક્ષય થતી નથી ! સમ્યકત્વમાં એવું સામર્થ્ય છે કે તે પ્રકૃતિને મૂળમાંથી ક્ષય કરે છે તે આવી રીતે કે :- અમુક પ્રકૃતિ ક્ષય થયા પછી તે આવે છે, અને જીવ બળિયો થાય તો આસ્તે આસ્તે સર્વ પ્રકૃતિ ખપાવે છે. આત્મા જેટલા પ્રકારે વિભાવભાવ કરી શકે તેટલા પ્રકારનાં કર્મો છે એટલે કે તેના અનંત પ્રકાર થઈ જાય છે. અનંત પ્રકાર કહેવાથી કાંઈ યથાર્થપણે સમજણમાં આવી શકે નહિ તેથી તેનું વર્ગીકરણ કરી ૧૫૮ પ્રકાર કહ્યા છે. તે પણ યાદ રાખવા કે સમજવા મુશ્કેલ પડે એટલે તેના પણ મુખ્યપણે આઠ પ્રકાર કરવામાં આવ્યા. તેના નામજ્ઞાનવરણીય-(૫), દર્શનાવરણીય-(૯), મોહનીય-(૨૮), આયુષ્ય- (૪), નામ-(૧૦૩), ગોત્ર-(૨), અંતરાય-(૫). આ કર્મમાંથી મોહનીયકર્મ અને તેની ૨૮ પ્રકૃતિ ખાસ સમજવી For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૩ સ્વાધ્યાય સુધા જોઈએ. કારણ મોહનીયકર્મની પ્રકૃતિ સિવાય બીજા કોઈ કર્મ જીવને રખડાવી શકતા નથી. મોહનીયકર્મના બે ભાગ-દર્શનમોહ, અને ચારિત્રમોહ, દર્શનમોહની ત્રણ પ્રકૃતિ-મિથ્યાત્વ મોહનીય. મિશ્ર મોહનીય અને સભ્યત્વ મોહનીયે. આ ત્રણમાં પણ મુખ્ય મિથ્યાત્વ મોહનીય છે. જયાં સુધી મિથ્યાત્વ શું છે તે સમજીએ નહીં તો તેને કાઢવાનો પુરુષાર્થ કેવી રીતે થઈ શકે ? તો મિથ્યાત્વ શું છે ? સાચી વાત માનવી નહીં, ઊંધી સમજણ (શરીર તે હું), ગુરુના વચનમાં સેળભેળ કરવી અથવા ઉમેરો કરી સાધના કરવી એ પણ મિથ્યાત્વનું અંગ છે. જયાં સુધી મિથ્યાત્વ કાઢે નહીં ત્યાં સુધી જીવ મોહનીયકર્મની એકપણ પ્રકૃતિ ક્ષય કરી શકતો નથી. કદાચ જીવ,આત્માની જાગૃતિપૂર્વક કોઈ પેટા પ્રકૃતિ ખપાવી દે તો પણ જો મૂળ પ્રકૃતિ ઊભી છે તેના કારણે જે પ્રકૃતિ ખપાવી છે તે પાછી ઊભી થવાની શક્યતા રહેલી છે. - અનાદિથી જીવ નિર્જરા કરે છે, પરંતુ મૂળમાંથી એક પણ પ્રકૃતિ ક્ષય થતી નથી ! | મિથ્યાત્વમોહ એ રાજા છે. એ જયાં સુધી મોળુ પડે નહીં અને સમ્યકૃત્વ પ્રગટ થાય નહીં ત્યાં સુધી એકપણ પ્રકૃતિ ક્ષય થાય નહીં. અનાદિથી જીવને જે કર્મ ઉદયમાં આવે છે તેની નિર્જરા થાય પણ મૂળ પ્રકૃતિ નાશ થઈ ન હોવાથી બધી જ પ્રકૃતિઓ એમની એમ ઊભી રહે છે. -સમ્યત્વમાં એવું સામર્થ્ય છે, કે તે પ્રકૃતિને મૂળમાંથી ક્ષય કરે છે તે આવી રીતે કે :અમુક પ્રકૃતિ ક્ષય થયા પછી તે આવે છે અને જીવ બળિયો થાય તો આસ્તે આસ્તે સર્વ પ્રકૃતિ ખપાવે છે.” જીવમાં સમ્યક્ત્વ પ્રગટ થયા પછી એનું બળ એવું છે કે મૂળથી કર્મની પ્રકૃતિનો નાશ કરે છે. એનો પુરુષાર્થ સફળતાને પામે છે. પછી જીવ પુરુષાર્થ દ્વારા આગળ વધતો વધતો અનુક્રમે બધી જ પ્રકૃતિનો ક્ષય કરીને સંપૂર્ણ નિરાવરણ દશાને શુદ્ધ દશાને પ્રાપ્ત થાય છે. ૩૩. સમ્યકત્વ સર્વને જણાય એમ પણ નહી, તેમ કોઈને પણ ન જણાય એમ પણ નહીં વિચારવાનને તે જણાય છે. સમ્યક્દર્શન છે એની ખબર કેવી રીતે પડે ? એ જણાય પણ ખરું અને ન પણ જણાય. ઘણીવાર જીવને ગ્રંથિભેદ થયો હોય-અંશે અનુભવ થયો હોય છે પણ બીજી પ્રકૃતિઓનું જોર એટલું બધું હોય કે પોતે અનુભવ કર્યો હોય એ એને સમજતો ન હોય, તેમજ ખ્યાલ આવી શકતો ન હોય એમ બનતું હોય છે પણ વિચારવાનને તે જણાય છે. ૩૪. જીવને સમજાય તો સમજવા પછીથી બહુ સુગમ છે; પણ સમજવા સારું જીવે આજ દિવસ સુધી ખરેખરો લક્ષ આપ્યો નથી. સમ્યકત્વ પ્રાપ્ત થવાને જીવને જ્યારે જ્યારે | For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૩૪ જોગ બન્યા છે ત્યારે ત્યારે બરાબર ધ્યાન આપ્યું નથી, કારણ કે જીવને અંતરાય ઘણા છે. જો જણાવનાર મળે તોપણ અંતરાયના જોગથી ધ્યાનમાં લેવાનું બનતું નથી. કેટલાક અંતરાયો તો અવ્યક્ત છે કે જે ધ્યાનમાં આવવા જ મુશ્કેલ છે યથાર્થ વાત સમજવાની શક્તિ આવે તો રસ્તો બહુ સુગમ છે પણ સમજવા માટે જે સમય આપવો જોઈએ, એ સમય આપતા નથી, એટલે સમજાતું નથી, લક્ષ કેન્દ્રિત થતું નથી. સમ્યક્ત્વ પ્રાપ્ત થવાના જીવને જ્યારે જ્યારે જાગ બન્યા છે ત્યારેત્યારે બરાબર ધ્યાન આપ્યું નથી, કારણ કે જીવને અંતરાય ઘણા છે. જ્યારે જ્યારે જીવને સદ્ગુરુનો યોગ મળ્યો છે અથવા જ્યારે માર્ગની પ્રાપ્તિ તેમની પાસેથી થઈ ત્યારે જીવે ક્યાંક ને ક્યાંક ભૂલ કરી છે, એ કાર્ય સાધવા તરફ લક્ષ કેન્દ્રિત કર્યું નથી અને એનું કારણ કે જીવને ઘણા અંતરાય નડતા હોય છે. વળી પોતાને અંતરાય નડતા હોવા છતાં આ અંતરાય મને નડે છે એવું એ જાણતો નથી. જો જણાવનાર મળે તોપણ અંતરાયના જોગથી ધ્યાનમાં લેવાનું બનતું નથી. કેટલાક અંતરાયો તો અવ્યક્ત છે કે જે ધ્યાનમાં આવવા જ મુશ્કેલ છે. કેટલાક અંતરાય એવા છે કે જે બીજા દ્વારા જાણવા મળે એટલે કે જણાવનાર મળે (સદ્ગુરુ જણાવે)તોપણ તે તીવ્ર અંતરાયના જોગે તે અંતરાય પર જીવનું લક્ષ જતું નથી. ૩૫. સમ્યક્ત્વનું સ્વરૂપ માત્ર વાણીયોગથી કહી શકાય; જો એકદમ કહેવામાં આવે તો ત્યાં આગળ જીવને ઊલટો ભાવ ભાસે; તથા સમ્યક્ત્વ ઉપર ઊલટો અભાવ થવા માંડે; પરંતુ તે જ સ્વરૂપ જો અનુક્રમે જેમ જેમ દશા વધતી જાય તેમ તેમ કહેવામાં અથવા સમજાવવામાં આવે તો તે સમજવામાં આવી શકવા યોગ્ય છે. અહીંયા પણ સમ્યક્દર્શન પ્રાપ્ત કરવા માટે જ્ઞાની એક સાથે માર્ગ કેમ ખુલ્લો કરતા નથી તેનું કારણ જણાવેલ છે. જેમ જેમ મુમુક્ષુ-સાધકની દશા વધે તેમ તેમ ગુરુ તેને આગળનો માર્ગ બતાવે. એક સાથે આખો માર્ગ કહેતા નથી. જો આપણું પાત્ર જ તૈયાર ન હોય તો વસ્તુ કેવી રીતે ટકે. જો પાત્ર તૂટેલું હોય તો વસ્તુ નીચે ઢળી પડે માટે જેટલી પાત્રતા થાય તે પ્રમાણે કહેવામાં આવે છે અને તો સાધક સમજી શકે અને તો જ તે પ્રમાણે પુરુષાર્થ કરી શકે. ૩૬. આ કાળને વિષે મોક્ષ છે એમ બીજા માર્ગમાં કહેવામાં આવે છે. જૈનમાર્ગમાં આ કાળને વિષે અમુક ક્ષેત્રમાં તેમ થવું કે જોકે કહેવામાં આવતું નથી; છતાં તે જ ક્ષેત્રમાં આ કાળને વિષે સમ્યક્ત્વ થઈ શકે છે, એમ કહેવામાં આવ્યું છે. For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૩૫ અત્યારે પણ મહાવિદેહક્ષેત્રમાં સંપૂર્ણ મોક્ષમાર્ગ ખુલ્લો છે. જયારે આ ભરતક્ષેત્રમાં સંપૂર્ણ મોક્ષમાર્ગ ખુલ્લો નથી. છતાં જીવ સમ્યકત્વને પ્રાપ્ત કરી શકે છે. આ કાળમાં ૭માં અપ્રમત્તગુણસ્થાનક સુધી જીવ પહોંચી શકે-એટલી શક્તિ તેની પાસે રહેલી છે. જો સમ્યક્ત્વ પ્રાપ્ત થયું તો અનંતભવની સામે ૧૫ ભવના ભાંગામાં આવી જાય છે. અને જો ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત થયું તો ૩ ભવ બાકી રહે એટલે પછી અનંતકાળની સામે એને થોડા કાળમાં જ આ સ્થિતિમાં રહેવાનું છે. વળી સમ્યકત્વ પ્રાપ્ત થયું હોવાથી અંશે મોક્ષના સુખનું વેદન પણ કરે છે કે જેના આધારે તે આગળ વધતો વધતો સંપૂર્ણ દશાને પામી શકે છે. ૩૭. જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણે આ કાળને વિષે છે. પ્રયોજનભૂત પદાર્થનું જાણપણું તે “જ્ઞાન”, તેને લઈને સુપ્રતીતિ તે ‘દર્શન', અને તેથી થતી ક્રિયા તે “ચારિત્ર' છે. આ ચારિત્ર આ કાળને વિષે જૈનમાર્ગમાં સમ્યકત્વ પછી સાતમાં ગુણસ્થાનક સુધી પ્રાપ્ત કરી શકવાનું સ્વીકારવામાં આવ્યું છે. - પરમકૃપાળુદેવે સમ્યફજ્ઞાન-દર્શન-ચારિત્રની વ્યાખ્યા “મૂળમાર્ગ રહસ્ય'માં આ પ્રમાણે આપી છે. છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ, મૂળ. એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ. ૬ જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત, મૂળ. કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત. મૂળ.૭ જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, મૂળ. તેવો સ્થિર સ્વભાવ તે ઊપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ મૂળ.૮ સમ્યકજ્ઞાન, સમ્યક્દર્શન, સમ્ય ચારિત્ર આ ત્રણેનું અસ્તિત્વ આ ક્ષેત્રે આ કાળમાં રહેલું છે. પ્રયોજનભૂત પદાર્થનું જાણપણું તે “જ્ઞાન' તેને લઈને સુપ્રતીતિ તે “દર્શન અને તેથી થતી ક્રિયા તે ચારિત્ર' છે. આ ચારિત્ર આ કાળને વિષે જૈનમાર્ગમાં સમ્યકત્વ પછી સાતમા ગુણસ્થાનક સુધી પ્રાપ્ત કરી શકવાનું સ્વીકારવામાં આવ્યું છે. પ્રયોજનભૂત પદાર્થ કોને કહેવાય ? પોતાનો આત્મા એ પ્રયોજનભૂત પદાર્થ છે. તો એનું જાણપણું, એના ગુણ, લક્ષણોને ઓળખવા, એ કેવી રીતે બંધાય છે, કેવી રીતે છૂટી શકે, એને છૂટવા માટે કયા કયા અંતરાયો નડે છે, આ વાતો જાણવી તેનું નામ જ્ઞાન અને એ જાણ્યા પછી તે પ્રમાણે પુરુષાર્થ કરી આત્માની ઓળખાણ થાય-એની સુપ્રતીતિ થાય એનું નામ દર્શન. આ સમ્યકજ્ઞાન-સમ્યક્દર્શનને અનુલક્ષીને જે કાંઈ ક્રિયા For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૩૬ કરે તે સમ્યક્ચારિત્ર. સમ્યક્ચારિત્ર એટલે સમ્યગ્દર્શનજ્ઞાનમાં જ રહેવારૂપ સ્થિતિ. એ પોતાના સ્વભાવમાં જેટલો સમય રહે એટલો એ પોતાના ચારિત્રમાં છે. આ સમ્યકૂચારિત્રની સ્થિતિ જીવ આ કાળમાં સાતમા ગુણસ્થાનક સુધી પ્રાપ્ત કરી શકે એમ શાસ્ત્રમાં સ્વીકારવામાં (કહેવામાં) આવ્યું છે. ૩૮. સાતમા સુધી પહોંચે તોપણ મોટી વાત છે. આ સાતમું અપ્રમત્ત ગુણસ્થાનક છે. અપ્રમત્ત એટલે શું ? આ સ્થિતિમાં સંસારભાવની લેશમાત્ર પણ અસર થાય નહીં. સંસારની કોઈ પરિસ્થતિ બાધ કરી શકે નહીં. જો જીવ ૭માં ગુણસ્થાનકમાં રહીને દેહ છોડે તો એનો ત્રીજા ભવે મોક્ષ નક્કી છે એટલે કહ્યું કે ૭માં સુધી પહોંચે તો મોટી વાત છે. ૩૯. સાતમા સુધી પહોંચે તો તેમાં સમ્યક્ત્વ સમાઈ જાય છે; અને જો ત્યાં સુધી પહોંચે તો તેને ખાતરી થાય છે કે આગલી દશાનું કેવી રીતે છે ? પરંતુ સાતમા સુધી પહોંચ્યા વિના આગલી વાત ખ્યાલમાં આવી શકતી નથી. ૪થું-અવિરતિ સમ્યગ્દષ્ટિ નામનું ગુણસ્થાનક છે ત્યાંથી સમ્યક્ત્વની શરૂઆત થાય છે એટલે સાતમા ગુણસ્થાનકમાં સમ્યક્ત્વ સમાઈ જાય છે. ૧લા ગુણસ્થાનકવાળો જીવ ૪થા ગુણસ્થાનકવાળાની દશાનો વિચાર કરે તો તેને કાંઈક સમજણમાં આવી શકે પણ જો તે ૭માં ગુણસ્થાનકવાળાનો વિચાર કરે તો તેને સમજમાં ન આવી શકે, જો એ દશાનું વર્ણન વાંચે તો પણ તે ન સમજી શકે. પણ જો ૪થા ગુણસ્થાનકવાળો જીવ કે જેને અંશે અનુભવ થયો છે તે જો ૭માં ગુણસ્થાનકવાળાની દશા વાંચે તો એ બુદ્ધિપૂર્વક નિર્ણય કરી શકે કે જે કહેવામાં આવ્યું છે તે તેમજ છે. તેવી જ રીતે જો ૭માં ગુણસ્થાનકવાળો સાધક બુદ્ધિથી વિચાર કરે કે ૧૩મા ગુણસ્થાનકવાળાની શું સ્થિતિ છે તો એનો ખ્યાલ તેને આવી શકે અથવા તે દશાનું વર્ણન વાંચે તો એ નિર્ણય કરી શકે કે જે કહ્યું છે તે બરાબર છે. જેમ જેમ પોતાની દશા વધતી જાય તેમ તેમ સમજણમાં આવતું જાય અને જો સમજણમાં આવે તો એ માટે પુરુષાર્થ કરે અને એમ કરીને એ આગળ વધી શકે છે. ૪૦. વધતી દશા થતી હોય તો તેને નિષેધવાની જરૂર નથી; અને ન હોય તો માનવા જરૂર નથી. નિષેધ કર્યા વિના આગળ વધતા જવું. આ વાત સાધકે બરાબર ધ્યાનમાં રાખવા જેવી છે. દશા વધતી હોય તો તેનો આનંદ લેવાનો છે. પણ દશા થઈ ન હોય અને માનવામાં આવે તો જીવને ઉલટો પરિભ્રમણનો હેતુ બની જાય છે. માટે કોઈ રીતે નિષેધ ન કરતાં પુરુષાર્થ દ્વારા આગળ વધવું એ જ શ્રેય છે, કલ્યાણ છે. For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૩૭ ૪૧. સામાયિક, છ આઠ કોટિનો વિવાદ મૂકી દીધા પછી નવ વિના નથી થતું, અને છેવટે નવ કોટિ વૃત્તિયે મૂક્યા વિના મોક્ષ નથી. ૪૨. અગિયાર પ્રકૃતિ ખપાવ્યા વિના સામાયિક આવે નહીં. સામાયિક થાય તેની દશા તો અદ્ભુત થાય. ત્યાંથી છ, સાત અને આઠમા ગુણસ્થાનકે જાય; ને ત્યાંથી બે ઘડીમાં મોક્ષ થઈ શકે છે. સામાયિક એટલે આત્મશક્તિનો પ્રકાશ કરનાર, સમ્યજ્ઞાનદર્શનનો ઉદય કરનાર, શુદ્ધ સમાધિભાવમાં પ્રવેશ કરાવનાર, નિર્જરાનો અમૂલ્ય લાભ આપનાર, રાગદ્વેષથી મધ્યસ્થબુદ્ધિ કરનાર. સામાયિક શબ્દની વ્યુત્પતિ-સમ+આય+ઈક એ શબ્દોથી થાય છે. “સમ' એટલે રાગદ્વેષરહિત મધ્યસ્થ પરિણામ, “આય' એટલે તે સમભાવનાથી ઉત્પન્ન થતો જ્ઞાનદર્શનચારિત્રરૂપ મોક્ષમાર્ગનો લાભ, અને ઈક' કહેતાં ભાવ એમ અર્થ થાય છે એટલે કે જે વડે કરીને મોક્ષના માર્ગનો લાભદાયકભાવ ઊપજે તે સામાયિક. સામાયિકભાવને પરિણમાવવાથી જીવ આર્તરદ્ર એ બે પ્રકારના અશુભ અને હેય ધ્યાનનો ત્યાગ સહેલાઈથી કરી શકે છે. (શિક્ષાપાઠ-૩૭) એ વાત સાવધાનીપૂર્વક કરવાથી પરમ શાંતિની પ્રાપ્તિ થાય છે. અનંતાકાળચક્રમાં ભમતાં જે સાર્થક ન થઈ શક્યું તેને બે ઘડીની વિશુદ્ધિ સામાયિક સાર્થક કરી આપે છે. (શિક્ષાપાઠ-૩૯) સામાયિક એટલે સમતાભાવમાં રહેવું. સામાયિક છે કોટિ તથા ૮ કોટિએ કરવામાં આવે છે. છ કોટિ એટલે શું ? મનથી, વચનથી, કાયાથી પાપકર્મ કરુ નહિ, કરાવવું નહિ. ૮ કોટિ એટલે શું? વચનથી, કાયાથી પાપકર્મ કરું નહિ, કરાવવું નહિ, અનુમોદન આપું નહિ તથા મનથી કરું નહિ, કરાવવું નહિ. પણ સાચી સામાયિક ૯ કોટિએ થાય છે એટલે મનથી, વચનથી, કાયાથી પાપકર્મ કરું નહિ, કરાવવું નહિ તથા અનુમોદન. આપવું નહિ. એમાં આગળ વધતાં નવકોટિથી પણ પર થઈ જવાનું રહે છે ત્યારે સાચા અર્થમાં સમતા એટલે ઉદાસીનતા અને તેના ફળસ્વરૂપ અસંગતાની પ્રાપ્તિ થાય છે. અસંગતા જેટલા અંશે પ્રગટે એટલા અંશે આત્મા શુદ્ધ થતો જાય અને સંપૂર્ણ અસંગપણું થતાં કેવળજ્ઞાનસ્વરૂપ આત્મા બની જાય. ૫.કૃ.દેવ પણ કહે છે કે “એકવાર આત્માની સામાયિક કરો તો ફરીને ન કરવી પડે.” ગુણસ્થાન અપેક્ષાએ વિચારીએ તો મોહનીય કર્મની દર્શન મોહિનીયની ત્રણ અને ચારિત્ર મોહનીયની અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાનાવરણીય કષાયનો ક્ષય થાય ત્યારે સામાયિક થઈ ગણાય. આ આત્માની સામાયિકની શરૂઆત ગણાય. આવી સામાયિક જેની થાય તેની તો દશા અભૂત-આશ્ચર્યજનક, ઉલ્લાસપૂર્ણ, આહલાદ્ધ, આંતરિક For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સ્વાધ્યાય સુધા શાંતિરૂપે પ્રગટ થાય, ત્યાંથી આગળ વધી છે, સાત, આઠમાં ગુણસ્થાનકે આગળ વધી જાય તો તે પછી બે ઘડીમાં મોક્ષ થઈ જાય. મોક્ષ થઈ જાય એટલે કે કેવળજ્ઞાનકેવળદર્શનની પ્રાપ્તિ થઈ જાય. ૪૩. મોક્ષમાર્ગ કરવાળની ધાર જેવો છે, એટલે એકધારો (એક પ્રવાહ રૂપે) છે. ત્રણે કાળમાં એકધારાએ એટલે એકસરખો પ્રવર્તે તે જ મોક્ષમાર્ગ વહેવામાં ખંડિત નહીં તે જ મોક્ષમાર્ગ. કરવાળ એટલે કરવાળુ કે જેમાંથી પ્રવાહી નાળચાવડે બહાર આવે ત્યારે એક સરખી ધાર વડે બહાર પડતું રહે. એક જ સરખો પ્રવાહ વહ્યા કરે. મોક્ષમાર્ગ પણ આવો જ કરવાળની ધાર જેવો છે. ત્રણે કાળમાં એકધારાએ જ પ્રવર્તે એટલે કે એક સરખો પ્રવર્તે તે મોક્ષમાર્ગ કહેવાય છે. જે માર્ગ ખંડિત થઈ જાય તે મોક્ષમાર્ગ કહેવાય નહિ એટલે કે સમય સાથે તેમાં બદલાવ આવે તો તે મોક્ષમાર્ગ ન કહેવાય. કોઈપણ કાળમાં એક સરખો જ પ્રવહ્યા કરે તે મોક્ષમાર્ગ. ૪૪. અગાઉ બે વખત કહેવામાં આવ્યું છે છતાં આ ત્રીજી વખત કહેવામાં આવે છે કે ક્યારેય પણ બાદર અને બાહ્ય ક્રિયાનો નિષેધ કરવામાં આવ્યો નથી, કારણ કે અમારા આત્માને વિષે તેવો ભાવ કોઈ દિવસ સ્વપ્નય પણ ઉત્પન્ન થાય તેમ છે નહીં. પરમકૃપાળુદેવને કોઈએ બાહ્યક્રિયા કરવી કે ન કરવી તેના વિષે પૂછ્યું હશે. તેઓ જણાવે છે કે પહેલાં પણ બે વખત જણાવ્યું છે કે બાહ્ય ક્રિયાનો નિષેધ કરવો તેમ કહ્યું જ નથી. “બાહ્ય ક્રિયાથી જ મોક્ષ છે.” એમ માન્યતાના આગ્રહને છોડાવવા માટે બાહ્ય ક્રિયાનો નિષેધ કહ્યો હોય પણ લોકો પૂરું સમજે, સાંભળે નહીં તો ગોટાળો કરી નાખે. બાહ્ય ક્રિયા પણ આંતરક્રિયાના બળવાનપણા માટે જરૂરી જણાય ત્યાં કરવાની જ છે એમ સર્વ જ્ઞાનીઓએ કહેલું છે. ફક્ત બાહ્ય ક્રિયાનો જ આગ્રહ, તેનાથી જ મોક્ષ થઈ જશે એ એકાંતના પકડાઈ જવા જેવું થાય છે. જયાં એકાંતપણે માન્યતા થાય ત્યાં આગ્રહ આવી જાય, તેમાંથી હઠાગ્રહ, કદાગ્રહ જેવા દૂષણો પેસી જાય. આગ્રહ તોડાવવા વાત કહેવામાં આવી હોય તો તે બરાબર છે. પણ ક્રિયાનો નિષેધ અમારા આત્મામાંથી ઉઠે એવો ભાવ સ્વપ્નય થાય તેવી સ્થિતિ જ નથી. ૪૫. રૂઢિવાળી ગાંઠ, મિથ્યાત્વ અથવા કષાયને સૂચવનારી ક્રિયાના સંબંધમાં વખતે કોઈ પ્રસંગે કાંઈ કહેવામાં આવ્યું હોય, તો ત્યાં ક્રિયાના નિષેધઅર્થે તો નહીં જ કહેવામાં આવ્યું હોય; છતાં કહેવાથી બીજી રીતે સમજવામાં આવ્યું હોય, તો તેમાં સમજનારે પોતાની ભૂલ થઈ છે, એમ સમજવાનું છે. For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૩૯ ઉપરની વાતના અનુસંધાનમાં જ કહે છે. રૂઢિ રૂપે થઈ પડેલી, મિથ્યાત્વને પોષણ આપતી અથવા જેનાથી કષાય ઊભા થાય એવી ક્રિયાના સંબંધમાં કોઈ પ્રસંગે બાહ્ય ક્રિયાનો નિષેધ કરવાનું કહેવામાં આવ્યું હોય તો તે ક્રિયાનો નિષેધ કરવા માટે કહેવામાં આવ્યું જ નહીં હોય. પણ એ વાત કરતાં સાંભળનારે સમજવામાં ભૂલ કરીને અમે બાહ્ય ક્રિયાનો નિષેધ કર્યો છે એમ સમજયો હોય તો તે સમજનારની ભૂલ છે. અમારો આત્મા આવી નિષેધાત્મક વાત ક્યારેય કરે નહીં. જે જગ્યાએ જે યોગ્ય હોય તે જ કરવાનું કહેતા સમજણ ફેર થઈ હોય તો તે કાઢી નાખવા જેવી છે. કારણ કે “જ્ઞાન-ક્રિયાભ્યામ્ મોક્ષ :- જ્ઞાન અને ક્રિયાનો સમન્વય એ જ મોક્ષ છે. આ સિ. શાસ્ત્રમાં કહ્યું છે કે : જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. (૮) ૪૬. જેણે કષાયભાવનું ઉચ્છેદન કરેલું છે તે કષાયભાવનું સેવન થાય એમ કદી પણ કરે નહીં. જેણે પોતે કષાયભાવોને પોતાના અંતરમાંથી કાઢી નાખ્યા છે તે પાછો કપાયભાવ ઉત્પન્ન કરે એવી વાતોનું સેવન અથવા એવું કાર્ય કરે જ નહિ અને જો એમ થાય તો જે છોડવાનું હતું તે છોડી દીધા પછી પાછું અંગીકાર કરવા જેવી વાત થાય, જે આત્માને તો નુકસાન જ કરે. ૪૭. અમુક ક્રિયા કરવી એવું જ્યાં સુધી અમારા તરફથી કહેવામાં નથી આવતું ત્યાં સુધી એમ સમજવું કે તે કારણસહિત છે; ને તેથી કરી ક્રિયા ન કરવી એમ ઠરતું નથી. અમે કોઈને કોઈ ક્રિયા કરવા માટે કહીએ નહીં તો ત્યાં સુધી એમ સમજવું જોઈએ એની પાછળ કાંઈક કારણ હશે પણ તેથી કરીને તે ક્રિયા ન કરવી એમ ઠરતું નથી. સદાચારી વર્તનરૂપ ક્રિયા કરવાની તો જ્ઞાનીની સદાય આજ્ઞા રહેલી જ હોય છે. માટે જેનાથી આપણામાં સદાચાર વધે તે ક્રિયા કરવી જ જોઈએ. જેની અસર બાહ્ય રીતે સારી થાય છે. તેનું કારણ ૪૮-આંકમાં આપે છે. ૪૮. હાલ અમુક ક્રિયા કરવી એમ કહેવામાં જો આવે અને પાછળથી દેશકાળને અનુસરી તે ક્રિયાને બીજા આકારમાં મૂકી કહેવામાં આવે તો શ્રોતાના મનમાં શંકા આણવાનું કારણ થાય કે, એક વખત આમ કહેવામાં આવતું હતું, ને બીજી વખત આમ કહેવામાં આવે છે; એવી શંકાથી તેનું શ્રેય થવાને બદલે અશ્રેય થાય. પરમકૃપાળુદેવ કારણ આપે છે. અમે નથી કહેતા કારણ જયાં સુધી સામેના જીવમાં સંપૂર્ણ યોગ્યતા ન હોય અથવા એ ક્રિયા કરવાનું કહેતાં તે ક્રિયામાં કોઈ મુશ્કેલી ઊભી થાય તેમ હોય અથવા તો કહેવામાં આવે અને તે યથાર્થ ન કરી શકે તેમ હોય, માટે For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪) સ્વાધ્યાય સુધા જયારે સામેના જીવની યોગ્યતા થાય ત્યારે જ કહેવામાં આવે છે અને એક વખત જો એક ક્રિયા કરવાનું કહેવામાં આવ્યું હોય અને પછી એમ લાગે કે એ ક્રિયાથી એને નુકસાન થાય તો એ ક્રિયા બદલવી પડે એમ હોય અને ત્યાં તે જીવને શંકા થાય કે થોડા વખત પહેલા આમ કીધું હતું અને હવે આમ કહે છે તો એને ગુરુના વચનમાં શંકા થઈ જાય તેથી એનું શ્રેય થવાને બદલે અશ્રેય થાય માટે અમે કોઈ ક્રિયા વિષે કાંઈ પણ કહેતા નથી. ૪૯. બારમા ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી પણ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવાનું થાય છે. તેમાં સ્વચ્છંદપણું વિલય થાય છે. જીવને કેવળજ્ઞાન ઉત્પન્ન ન થાય ત્યાં સુધી ગુરુની આજ્ઞાનું પાલન કરવાનું છે. જો એ આજ્ઞામાંથી બહાર નીકળી જાય તો અટકી જાય. આમ જોવા જઈએ તો ૭માં ગુણસ્થાનક પછી કોઈ બાહ્ય ક્રિયા કરવાની રહેતી નથી. ફક્ત વિચારધારા ઉપર જ માર્ગ રહેલો છે. ૭માં ગુણસ્થાનકથી ૧૩માં ગુણસ્થાનક સુધી પહોંચવા માટેની જે વિચારધારા છે તે ગુરુ પાસેથી પ્રાપ્ત થયેલી હોવી જોઈએ. ગુરુ પાસેથી જે શ્રુત પ્રાપ્ત થાય એ મૃતના અવલંબન વડે જ ૧૩માં ગુણસ્થાનકે પહોંચવાનું છે. જો એ શ્રુતનું અવલંબન છોડી દે તો તેને અટકવાનું થાય છે. એટલે બારમા ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવાનું છે એમ કહ્યું. તેમ કરતાં પોતાનો સ્વછંદ છે તે વિલય થાય છે. હું જાણું છું, હું સમજું છું આવા જે ભાવો છે તે સ્વચ્છંદ. જ્યાં સુધી જીવ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવાનો પુરુષાર્થ કરતો નથી ત્યાં સુધી સ્વચ્છેદ નાશ પામતો નથી. આના માટે શુકદેવજીનો દાખલો પુરાણોમાં આપેલ છે. શુકદેવજીને આત્મજ્ઞાન તો થયું હતું પણ જે આત્મશાંતિનું વેદન થવું જોઈએ એ થતું નહોતું. એટલે એમના પિતાશ્રી વેદવ્યાસ ભગવાન પાસે જઈને કહ્યું કે હે ભગવન્મને આત્મજ્ઞાન તો થયું છે પણ શાંતિનું વદન તે હું સતત કરી શકતો નથી. તો મારે શું કરવું ? તેથી વેદવ્યાસજીએ એમને જે કહેવાનું હતું તે કહ્યું એટલે શુકદેવજીએ કહ્યું કે આ તો હું જાણું છું, આ મને ખબર છે. એટલે વેદવ્યાસજીએ કહ્યું કે આનાથી વધારે હું જાણતો નથી. એક વ્યક્તિ વિશેષ જાણે છે. તે તેની પાસે જા. તેથી રાજા જનક પાસે મોકલે છે. જનકરાજાના ત્યાં જઈને દરવાનને કહે છે કે તું જઈને રાજાને કહે કે શુકદેવજી આવ્યા છે. જનકરાજા દરવાનને કહે છે તું ત્યાં એમને ઊભા રાખ, હું મારું કામ પતાવીને બોલાવું છું. જનકરાજા જાણતાં હતાં કે શુકદેવજી શા માટે આવ્યા છે. પછી જનકરાજા સાત દિવસ સુધી યાદ નથી કરતાં, ૭ દિવસ પછી તે દરવાનને પૂછે છે કે “શુકદેવજી આવ્યા હતા તે ઊભા છે કે નહીં ?” દરવાને કીધું કે ઊભા છે, એટલે For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૪૧ જનકરાજાએ દરવાનને કહ્યું કે તેમને તું મારા મહેલના બીજા દરવાજે લાવીને ઊભા રાખ. ફરી પાછા ૭ દિવસ ભૂલી જાય છે. પાછા ત્યાંના દરવાનને બોલાવીને પૂછે અને કહે છે કે તું એમને રાણીવાસ-અંતપુરમાં લઈ જઈને ત્યાં ઊભા રાખ હું હમણાં જાઉં છું. પણ તે પાછા ૭ દિવસ ભૂલી જાય છે. આમ ૨૧ દિવસ પૂરા થયા એટલે કે દરવાનને બોલાવીને પૂછે છે કે શુકદેવજીએ શું પ્રવૃત્તિ કરી ? ત્યારે ત્રણે દરવાને એક જ જવાબ આપ્યો કે, “જ્યાં ઊભા રાખ્યા છે ત્યાં જ ઊભા છે, નથી ખાધું કે નથી પાણી પીધું, નથી ઊંચુ જોયું કે નથી આંખનું મટકું માર્યું.” પછી દરવાનને કહે છે કે મારી પાસે મોકલી આપો. જનકરાજા જાણવા છતાં શુકદેવજીને આગમનનું કારણ પૂછે છે, તમારે શા માટે આવવું થયું છે ? એટલે શુકદેવજી કહે છે કે મને આત્મજ્ઞાન તો થયું છે પણ શાંતિનું વદન થતું નથી એટલે જે ભગવાન વેદવ્યાસજીએ કહ્યું હતું એ જ જનકરાજાએ કહ્યું. તેથી શુકદેવજી બોલ્યા કે આ તો મને ખબર છે, હું જાણું છું. જનકરાજાએ કહ્યું કે હવે પછીની જે વાત છે એ હમણાં કહેવાય તેમ નથી. પહેલા તમે હું જાણું છું એ ભાવ કાઢીને આવો. એટલે શુકદેવજી ત્યાંથી પાછા વળી જાય છે અને ગુફામાં જઈને ૧૦ હજાર વર્ષ સુધી તપ કર્યું, ત્યારે હું જાણું છું-સમજું છું એ ભાવ નીકળે છે અને શાંતિનું વદન શરૂ થાય છે. પછી એમને જનકરાજા પાસે જવું પડ્યું નથી. આ હું જાણું છું, સમજું છું એ ભાવ આવે તો ગમે તે દશાએ (સ્ટેજે) અટકવાનું કારણ બને છે. માટે સ્વચ્છંદનો નાશ કરવા ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલવું જરૂરી છે. ૫૦. સ્વચ્છેદે નિવૃત્તિ કરવાથી વૃત્તિઓ શાંત થતી નથી, પણ ઉન્મત્ત થાય છે, અને તેથી પડવાનો વખત આવે છે; અને જેમ જેમ આગળ ગયા પછી જો પડવાનું થાય છે, તો તેમ તેમ તેને પછાટ વધારે લાગે છે, એટલે ઘણો તે ઊંડો જાય છે; અર્થાત્ પહેલામાં જઈ ખેંચે છે, એટલું જ નહીં પરંતુ તેને ત્યાં ઘણા કાળ સુધી જોરની પછાટથી ખેંચ્યા રહેવું પડે છે. સ્વચ્છંદપણે કોઈપણ વસ્તુનો ત્યાગ કરવાથી કે તેના ભાવનો ત્યાગ કરવાથી થોડા સમય કદાચ ટકી જવાય છે. પણ તેમ કરવાથી આપણી વૃત્તિઓ કાયમ માટે શાંત (નિવૃત્ત)થઈ જતી નથી. મોટા ભાગે તેવી રીતે કરવાથી વૃત્તિઓ ઉન્મત થઈને વધારે પરેશાન કરે છે અને તેમ થતાં આગળ વધવાને બદલે પડવાઈ થવાનો વખત આવે છે. જેટલે ઊંચે ચડી પડવાઈ થાય તેટલા જ પ્રમાણમાં વધારે ઊંડે ખૂંચી જવાય છે એટલે કે પ્રથમ ગુણસ્થાનક સુધી પડવાઈ થઈ ઘણાં લાંબાકાળ સુધી ત્યાં રહેવાનું થાય છે. - ૫૧. હજુ પણ શંકા કરવી હોય તો કરવી; પણ એટલું તો ચોક્કસપણે શ્રદ્ધવું કે જીવથી માંડી મોક્ષ સુધીના જે પાંચ પદ (જીવ છે, તે નિત્ય છે, તે કર્મનો કર્યા છે, તે કર્મનો ભોક્તા છે, મોક્ષ છે) તે છે; અને મોક્ષનો ઉપાય પણ છે; તેમાં કાંઈ પણ અસત્ય નથી. આવો નિર્ણય કર્યા પછી તેમાં તો કોઈ દિવસ શંકા કરવી નહીં; અને એ પ્રમાણે નિર્ણય થયા પછી ઘણું For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૨ સ્વાધ્યાય સુધા કરીને શંકા થતી નથી. જો કદાચ શંકા થાય તો તે દેશશંકા થાય છે, ને તેનું સમાધાન થઈ શકે છે. પરંતુ મૂળમાં એટલે જીવથી માંડી મોક્ષ સુધી અથવા તેના ઉપાયમાં શંકા થાય તો તે દેશ શંકા નથી પણ સર્વશંકા છે; ને તે શંકાથી ઘણું કરી પડવું થાય છે, અને તે પડવું એટલા બધા જોરમાં થાય છે કે તેની પછાટ અત્યંત લાગે છે. શરૂઆતમાં શંકા થતી હોય તો કરી લેવી પણ ચોક્કસપણે એટલી તો શ્રદ્ધા રાખવી કે “આત્મા છે થી માંડી આત્માનો મોક્ષ છે અને તેનો ઉપાય છે તેમાં શંકા ઊભી ન થઈ જાય તેવી જાગૃતિ રાખી આગળ વધવા પુરુષાર્થ કરવો. જો યથાતથ્ય પોતાનો નિર્ણય થયેલો હશે તો શંકા જ ઊભી નહીં થાય અને કદાચ થશે તો તે “દેશશંકા' રૂપે હશે કે જેનું સમાધાન કરી શકાય છે. પરંતુ જો “આત્મા’ વિષેના છ પદમાં શંકા થાય તો તે દેશ શંકા નથી પણ સર્વશંકા છે ને એમ થઈ જાય તો પડવાઈ થવાનો મોટા ભાગે સમય આવે છે અને એ પછડાટ એવી જોરદાર હોય છે કે તેને અત્યંત દુઃખદાયી થઈ પડે છે. પર. આ જે શ્રદ્ધા છે તે બે પ્રકારે છે : એક “ઓધે અને બીજી “વિચારપૂર્વક'. શ્રદ્ધા બે પ્રકારની કહેવામાં આવી. એક “ઓધે’ એટલે પોતાની સમજણપૂર્વકની નહીં પણ બીજાના કહેવાથી, તેના પર વિશ્વાસ રાખી કરવામાં આવે તે “ઓધે શ્રદ્ધા', જયાં સુધી જીવ વિપરીત આચરણમાં ન આવી જાય ત્યાં સુધી ટકી રહે પણ લાંબો સમય ટકી ન રહે. પણ એકવાર ‘ઓથે' પણ શ્રદ્ધા કરી હોય તો પણ પછી પોતે જે શ્રદ્ધા કરી છે તેના પર વિચારણા ચલાવીને પોતાનો આત્મા તેમાં સાક્ષી પૂરતો થઈ જાય તો તે “શ્રદ્ધા' અટલ બની જાય છે. પછી તેમાંથી પાછા ફરવાનો વખત આવતો નથી કે તેમાંથી બહાર નીકળી જવાનું બનતું નથી. ગુરુ પ્રત્યેની શ્રદ્ધા-આવા વિચારપૂર્વકની હોવી જરૂરી છે. તો જ તેમના વચનોને આપણામાં પરિણમાવી શકીએ. એટલે કે ગુરુએ કહ્યા પ્રમાણે શ્રદ્ધાથી આચરણ કરવાથી આપણા લક્ષ્યને સહેલાઈથી પ્રાપ્ત કરી શકીએ. સાધનાનો આ માર્ગ જ સહેલો છે. ૫૩. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી જે કંઈ જાણી શકાય છે તેમાં અનુમાન સાથે રહે છે, પરંતુ તેથી આગળ અને અનુમાન વિના શુદ્ધપણે જાણવું એ મન:પર્યવજ્ઞાનનો વિષય છે; એટલે મૂળ તો મતિ, શ્રત અને મન:પર્યવજ્ઞાન એક છે, પરંતુ મન:પર્યવમાં અનુમાન વિના મતિની નિર્મલતાએ શુદ્ધ જાણી શકાય છે. પાંચ જ્ઞાન કહ્યા છે-મતિ જ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. એમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન છે તેમાં મન તેમજ જ્ઞાનેન્દ્રિયોની જરૂર પડે છે. તેથી જે કાંઈ નિર્ણય થાય છે તે અનુમાનપૂર્વક હોય એટલે એ નિર્ણય સાચો પણ હોય અથવા ખોટો પણ હોય. જે જ્ઞાનીગુરુ પાસેથી સાંભળવા મળે એ શ્રુતજ્ઞાન કહેવાય. For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૩ સ્વાધ્યાય સુધા અને જે શ્રુતજ્ઞાન સાંભળવા મળ્યું એ વિચારપૂર્વક બુદ્ધિમાં સ્થિરતા પામે તો તે મતિજ્ઞાન કહેવાય. અત્યારે હું બોલી રહ્યો છું તે મારા મતિજ્ઞાનપૂર્વક બોલી રહ્યો છું અને તમે સાંભળી રહ્યા છો તે તમારા માટે શ્રુતજ્ઞાન છે. પરંતુ તેથી આગળ અને અનુમાન વિના શુદ્ધપણે જાણવું એ મન:પર્યવજ્ઞાનનો વિષય છે; ત્રીજું અવધિજ્ઞાન અને ચોથું મન:પર્યવજ્ઞાન છે. આ બન્ને જ્ઞાન આત્મા પોતે પોતાની રીતે કરતો હોય છે તેમાં મન તથા ઈન્દ્રિયોની જરૂર હોતી નથી. મન:પર્યવજ્ઞાન છે એ જેને ઉત્પન્ન થાય છે એ પોતાના મનના પર્યાયને જાણે અને બીજાના મનના પર્યાયને પણ જાણે છે. એટલે મૂળ તો મતિ, શ્રુત અને મનઃપર્યવજ્ઞાન એક છે, પરંતુ મનઃપર્યવમાં અનુમાન વિના મતિની નિર્મળતાએ શુદ્ધ જાણી શકાય છે. ઉપર જે ત્રણે એક કહ્યા છે એ ત્રણે જ્ઞાન જ છે એ અપેક્ષાએ એક કહ્યા છે. મન:પર્યવજ્ઞાનમાં અનુમાન કરવાનું રહેતું નથી પરંતુ મતિની નિર્મળતા-શુદ્ધિથી આત્મા પોતે જ જાણે છે. ૫૪. મતિની નિર્મલતા થવી એ સંયમ વિના થઈ શકે નહીં; વૃત્તિને રોકવાથી સંયમ થાય છે, અને તે સંયમથી મતિની શુદ્ધતા થઈ શુદ્ધ પર્યાયનું જે જાણવું અનુમાન વિના તે મન:પર્યવજ્ઞાન છે. ૫૫. મતિજ્ઞાન એ લિંગ એટલે ચિહ્નથી જાણી શકાય છે; અને મન:પર્યવ જ્ઞાનમાં લિંગ અથવા ચિહ્નની જરૂર રહેતી નથી. ૫૬. મતિજ્ઞાનથી જાણવામાં અનુમાનની આવશ્યકતા રહે છે, અને તે અનુમાનને લઈને જાણેલું ફેરફારરૂપ પણ થાય છે. જ્યારે મનઃપર્યવને વિષે તેમ ફેરફારરૂપ થતું નથી, કેમકે તેમાં અનુમાનના સહાયપણાની જરૂર નથી. શરીરની ચેષ્ટાથી ક્રોધાદિ પારખી શકાય છે, પરંતુ તેનું (ક્રોધાદિનું) મૂળસ્વરૂપ ન દેખાવા સારુ શરીરની વિપરીત ચેષ્ટા કરવામાં આવી હોય તો તે ઉપરથી પારખી શકવું, પરીક્ષા કરવી એ દુર્ઘટ છે; તેમ જ શરીરની ચેષ્ટા કોઈ પણ આકારમાં ન કરવામાં આવી હોય છતાં, તદ્દન ચેષ્ટા જોયા વિના તેનું (ક્રોધાદિનું) જાણવું તે અતિ દુર્ઘટ છે, છતાં તે પ્રમાણે પરભારું થઈ શકવું તે મનઃપર્યવજ્ઞાન છે. જ્ઞાન સાથે બુદ્ધિની નિર્મળતા થવી એટલે પ્રાજ્ઞપણાને પામવું તેને સંયમ કહ્યો. આપણી જે વૃત્તિઓ છે તે બર્હિમુખ છે, એ બહારના ભાવોમાં ફરે છે એને રોકવામાં આવે તો એ વૃત્તિઓ સંયમમાં આવે. જો એ વૃત્તિ સંયમમાં આવે તો બુદ્ધિ નિર્મળતાને પામે. એ નિર્મળતા થવાથી બીજાના મનની વાત જાણી શકાય અને એ જાણપણાને મન:પર્યવજ્ઞાન કહેવામાં આવે છે. For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૪ " સ્વાધ્યાય સુધા મતિજ્ઞાનમાં અનુમાન વડે બદ્ધિથી જાણી શકાય છે. કોઈ વાત માટે બુદ્ધિ નક્કી કરે છે કે આમ છે તો આમ હશે અથવા આમ નથી તો આમ નહીં હોય. મતિજ્ઞાનથી જાયું હોય એ આગળ વધે એટલે મન:પર્યવજ્ઞાન થાય ત્યારે ખ્યાલ આવે કે પહેલાં જે જાણ્યું હતું કે જે સમજણ હતી તે ખોટી હતી, અને મન:પર્યવજ્ઞાન થવાથી યથાર્થ સમજાય છે એટલે મન:પર્યવજ્ઞાન થવાથી ફેરફારને અવકાશ રહેતો નથી કારણ આત્માના શુદ્ધતાના અંશો ખીલ્યાથી જાણપણું થાય છે એટલે અનુમાન રહેલું નથી. અનુભવજ્ઞાનની સહાયથી થાય છે. ૫૭. લોકોમાં ઘસંજ્ઞાએ એમ માનવામાં આવતું કે ‘આપણને સમ્યકત્વ છે કે શી રીતે તે કેવળી જાણે, નિશ્ચય સમ્યકત્વ છે એ વાત તો કેવળીગમ્ય છે, ચાલતી રૂઢિ પ્રમાણે એમ માનવામાં આવતું, પરંતુ બનારસીદાસ અને બીજા તે દશાના પુરુષો એમ કહે છે કે અમને સમ્યકત્વ થયું છે, એ નિશ્ચયથી કહીએ છીએ. ૫૮. શાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે “નિશ્ચય સમ્યકત્વ છે કે શી રીતે તે કેવળી જાણે'તે વાત અમુક નયથી સત્ય છે; તેમ કેવળજ્ઞાની સિવાય પણ બનારસીદાસ વગેરેએ મોઘમપણે એમ કહ્યું છે કે “અમને સમ્યકત્વ છે, અથવા પ્રાપ્ત થયું છે', તે વાત પણ સત્ય છે; કારણ નિશ્ચયસમ્યકત્વ' છે તે દરેક રહસ્યના પર્યાયસહિત કેવળી જાણી શકે છે, અથવા દરેક પ્રયોજનભૂત પદાર્થના હેતુ અહેતુ સંપૂર્ણપણે જાણવા એ કેવળી સિવાય બીજાથી બની શકતું નથી; ત્યાં આગળ “નિશ્ચયસમ્યકત્વ' કેવળીગમ્ય કહ્યું છે. તે પ્રયોજનભૂત પદાર્થના સામાન્યપણે અથવા શૂળપણે હેતુઅહેતુ સમજી શકાય એ બનવા યોગ્ય છે, અને તે કારણને લઈને મહાન બનારસીદાસ વગેરેએ પોતાને સમ્યકત્વ છે એમ કહેલું છે. પ૯. “સમયસારમાં મહાન બનારસીદાસે કરેલી કવિતામાં ‘અમારે હૃદયને વિષે બોધબીજ થયું છે' એમ કહેલું છે; અર્થાત્ પોતાને વિષે સમ્યકત્વ છે એમ કહ્યું છે. - ઓઘ સંજ્ઞાએ લોકો એમ માને છે કે “સમ્યકત્વ થયાની જાણ કેવળીગમ્ય છે.” પણ ભગવાન મહાવીર પછી થયેલા ઘણા મહાપુરુષોએ પોતાને સમ્યક્દર્શન છે તેમ તેમણે લખેલા વચનો પરથી જાણી શકાય છે. નિશ્ચયથી સમ્ય કુદર્શનના દરેક રહસ્યના પર્યાયસહિત કેવળી જાણી શકે છે અથવા દરેક પદાર્થના હેતુ અહેતુ તો કેવળી જ જાણી શકે. પણ ઘણી વ્યક્તિઓ પોતાના જાતિસ્મરણ જ્ઞાનના આધારે સાધના કરીને નિશ્ચય સમ્યક્દર્શન પ્રાપ્ત કરે છે. તે વાત તો હાલમાં પણ શક્ય રહેલી છે, એટલે જે થોડા સમય પૂર્વે થયેલા અને હાલમાં વિચરી રહેલા પુરુષોએ કહ્યું છે કે “અમને સમ્યગદર્શન છે', પ્રગટ થયું છે, ભલે સંપૂર્ણપણે રહસ્યભૂતપણે બધા પર્યાયો સમજવામાં ન આવે તો પણ બનારસીદાસજી કહે છે કે “અમારે દયને વિષે બોબીજ થયું છે.” અર્થાત્ પોતાને સમ્યક્દર્શન કે સમ્યકત્વ છે તેમ કહ્યું છે. For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૬૦. સમ્યકત્વ પ્રાપ્ત થયા પછી વધારેમાં વધારે પંદર ભવની અંદર મુક્તિ છે, અને જો ત્યાંથી તે પડે છે તો અર્ધપુદ્ગલપરાવર્તનકાળ ગણાય. અર્ધપુદ્ગલપરાવર્તનકાળ ગણાય તોપણ તે સાદિસાંતના ભાંગામાં આવી જાય છે, એ વાત નિઃશંક છે. ' ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષાયિક-આ ત્રણ સભ્યત્વમાંથી કોઈપણ સમ્યક્દર્શન જીવને પ્રાપ્ત થયું હોય તો તે જીવની વધારેમાં વધારે ૧૫ ભવની અંદર મુક્તિ છે. જો બળિયો બની પુરુષાર્થ કરે તો તે જ ભવે મોક્ષ પામે અથવા ત્રીજા ભવે મોક્ષ પામે. જો એકવાર સમ્ય કુદર્શન પ્રાપ્ત થયા પછી પડવાઈ થઈ જાય તો તેનો નિવેડો અર્ધપુદ્ગલપરાવર્તનકાળમાં આવી જાય છે. તે પણ સાદિસાંતના ભાંગામાં આવી જાય છે. એટલે કે એકવાર સમ્યક્દર્શન પ્રાપ્ત થયા પછી જીવને અનંતકાળ માટે પરિભ્રમણ કરવાનું રહેતું નથી કે હોતું નથી. આ સમ્યક્દર્શનનો મહિમા છે. ૬૧. સમ્યત્વના લક્ષણો : (૧) કષાયનું મંદપણું અથવા તેના રસનું મોળાપણું. (૨) મોક્ષમાર્ગ તરફ વલણ. (૩) સંસાર બંધનરૂપ લાગે અથવા સંસાર ખારો ઝેર લાગે. (૪) સર્વ પ્રાણી ઉપર દયાભાવ; તેમાં વિશેષ કરી પોતાના આત્મા તરફ દયાભાવ. (૫) સદૈવ, સધર્મ, સદ્ગુરુ ઉપર આસ્થા. (૧) કષાયનું મંદપણું અથવા તેના રસનું મોળાપણું-એટલે 'શમ-ક્રોધાદિક કષાયોનું સમાઈ જવું, ઉદય આવેલાં કષાયોમાં મંદતા થવી, વાળી લેવાય તેવી આત્મદશા થવી અથવા અનાદિકાળની વૃત્તિઓ સમાઈ જવી તે “શમ'. ગમે તે પ્રકારે પણ ઉદય આવેલા અને ઉદય આવવાના કષાયો શમાવવા તે “શમ'. (૨) મોક્ષમાર્ગ તરફ વલણ તે સંવેગ-મુક્ત થવા સિવાય બીજી કોઈપણ પ્રકારની ઈચ્છા નહીં, અભિલાષા નહીં-સર્વ પ્રકારની અભિલાષાની નિવૃત્તિ કર્યા કરવી તે સંવેગ. (૩) સંસાર બંધનરૂપ લાગે અથવા સંસાર ખારો ઝેર લાગે-નિર્વેદ-જયારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું. ત્યારથી હવે ઘણી થઈ; અરે જીવ! હવે થોભ. આટલા કાળ સુધી જે કર્યું તે બધાંથી નિવૃત્ત થાઓ, તે કરતાં હવે અટકો તે નિર્વેદ. (૪) સર્વ પ્રાણી ઉપર દયાભાવ; તેમાં વિશેષ કરી પોતાના આત્મા પર દયાભાવસ્વપદયા-અનુકંપા. સર્વ જીવોમાં સ્વાત્મબુદ્ધિ તે અનુકંપા-આપણે પરિપૂર્ણ સુખી છીએ એમ માનવું અને બાકીનાં પ્રાણીઓની અનુકંપા કરવી જેથી સ્વપર દયારૂપ સ્થિતિ બની રહે. (૫) સદેવ, સત્વગુરુ અને સતુધર્મ ઉપર આસ્થા-માહાભ્ય જેનું પરમ છે એવા For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધી નિઃસ્પૃહી પુરુષોના વચનમાં જ તલ્લીનતા તે ‘શ્રદ્ધા-આસ્થા’. કોઈ એક સત્પુરુષ શોધો અને તેના ગમે તેવા વચનમાં પણ શ્રદ્ધા રાખો. ૪૬ આ પાંચનો અભ્યાસ કરવાથી યોગ્યતા-પાત્રતા પ્રાપ્ત થાય છે. પાંચમા પદમાં પ્રથમનાં ચાર સમાવેશ પામી જાય છે. ગમે તે કાળે પણ એ પાંચમું પ્રાપ્ત થયા વિના આ પર્યટન (સંસાર પરિભ્રમણનો) કિનારો આવવાનો નથી. બાકીનાં ચાર એ પાંચમું મેળવવાના સહાયક છે. ધૈર્યતાથી આ ભાવો પ્રગટાવવાના ઉપાયમાં લાગી રહેવું. ધીરજથી અને શાંતિથી આગળ વધવા પુરુષાર્થ કરવો. ઉતાવળ કરવાથી કચાશ રહી જશે તો ખટાશ (ખાટાપણું) આવી જવા સંભવ છે એટલે કે જોઈતું પરિણામ મેળવવામાં નિષ્ફળતા મળવાની સંભાવના રહેલી છે. માટે ધૈર્યને ધારણ કરી આ લક્ષણોને આત્મસાત કરવાનો પુરુષાર્થ કરવાથી ઈચ્છિત પરિણામ-સમ્યગ્દર્શનની અવશ્ય પ્રાપ્તિ કરી શકીશું. ૬૨. આત્મજ્ઞાન અથવા આત્માથી પર એવું જે કર્મસ્વરૂપ, અથવા પુદ્ગલાસ્તિકાય વગેરેનું જે સ્વરૂપ જુદા જુદા પ્રકારે, જુદે જુદે પ્રસંગે, અતિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ અને અતિ વિસ્તારવાળું જ્ઞાનીથી પ્રકાશવું થયું છે, તેમાં કંઈ હેતુ સમાય છે કે શી રીતે ? અને સમાય છે તો શું ? તે વિષે વિચાર કરવાથી સાત કારણો તેમાં સમાયેલાં છે, એમ માલૂમ પડે છે ઃ સદ્ધૃતાર્થપ્રકાશ, તેનો વિચાર, તેની પ્રતીતિ, જીવસંરક્ષણ, વગેરે. તે સાતે હેતુનું ફળ મોક્ષની પ્રાપ્તિ થાય તે છે. તેમ જ મોક્ષની પ્રાપ્તિનો જે માર્ગ તે આ હેતુથી સુપ્રતીતરૂપ થાય છે. આત્મા, તેનું જ્ઞાન, આત્માથી પર કર્મસ્વરૂપ, પુદ્ગલાસ્તિકાય વગેરેનું સ્વરૂપ અનેક પ્રકારે અને અનેક પ્રસંગમા અતિ સૂક્ષ્મપણે અને વિસ્તારથી જ્ઞાની દ્વારા પ્રકાશવામાં આવ્યા છે. તેમાં કંઈ હેતુ સમાયેલો છે કે કેમ ? સમાય છે તો શું છે ? આના વિષે વિચાર કરવામાં આવે તો તેમાં સાત કારણો સમાયેલા જણાય છે. સદ્ભુત-અર્થ-પ્રકાશ, તેનો વિચાર, તેની પ્રતીતિ, જીવસંરક્ષણ, સંવરભાવ, નિર્જરાભાવ અને મોક્ષની પ્રાપ્તિ. સદ્ભૂત એટલે કાયમ રહેવાવાળો પદાર્થ. અર્થ એટલે તેના પ્રયોજનરૂપ અર્થ. પ્રકાશ એટલે યથાતથ્ય તે શું છે તેનું જાણપણું. ત્યારબાદ તેના પર વિચારણા, વિચારણાને અંતે પ્રતીતિભાવ, અને પ્રતીતિભાવ આવવાથી બીજા જીવોના રક્ષણ-તેમના પ્રત્યેના અહિંસક ભાવનો આર્વિભાવ એટલે કે પોતાના આત્માને સંવરભાવમાં રાખી કર્મની નિર્જરા કરવારૂપ સ્થિતિમાં રહેવું અને સંપૂર્ણ કર્મોથી મુક્તિ એટલે કે મોક્ષ. આ સાત હેતુને યથાવત્ જાણવાથી, સમજવાથી અને આચરણ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને મોક્ષ પ્રાપ્તિનો માર્ગ તેની સુપ્રતીતિ પણ થાય છે. For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ४७ ૬૩. કર્મ અનંત પ્રકારના છે. તેમાં મુખ્ય ૧૫૮ છે. તેમાં મુખ્ય આઠ કર્મપ્રકૃતિ વર્ણવવામાં આવી છે. આ બધાં કર્મોમાં મુખ્યત્વે પ્રાધાન્ય એવું મોહનીય છે; જેનું સામર્થ્ય બીજાં કરતાં અત્યંત છે; અને તેની સ્થિતિ પણ સર્વ કરતાં વધારે છે. ૬૪. આઠ કર્મમાં ચાર ઘનઘાતી છે. તે ચારમાં પણ મોહનીય અત્યંત પ્રબળપણે ઘનઘાતી છે. મોહનીયકર્મ સિવાય સાત કર્મ છે, તે મોહનીયકર્મના પ્રતાપથી પ્રબળપણે થાય છે. જો મોહનીય ખસે તો બીજાં નિર્બળ થઈ જાય છે. મોહનીય ખસવાથી બીજાઓનો પગ ટકી શકતો નથી. - ૨૦૪. અનંત પ્રકારના કર્મો મુખ્ય આઠ પ્રકારે અને ઉત્તર એકસો અઠ્ઠાવન પ્રકારે પ્રકૃતિ'ના નામથી ઓળખાય છે. તે એવી રીતે કે અમુક અમુક પ્રકૃતિ અમુક અમુક ગુણસ્થાનક' સુધી હોય છે. આવું માપ તોળીને જ્ઞાનીદેવે બીજાઓને સમજાવવા સારુ સ્કૂલ સ્વરૂપે તેનું વિવેચન કર્યું છે, તેમાં બીજાં કેટલી એક જાતનાં કર્મ અર્થાત્ કર્મપ્રકૃતિ' સમાય છે. અર્થાત્ જે પ્રકૃતિનાં નામ “કર્મગ્રંથ'માં નથી આવતાં, તે તે પ્રકૃતિ ઉપર બતાવેલી પ્રકૃતિના વિશેષ પર્યાય છે; અથવા તે ઉપર બતાવેલી પ્રકૃતિમાં સમાય છે. આ આઠ કર્મમાં મુખ્ય મોહનીય કહેવાય છે. જે બધા કર્મ કરતાં પ્રબળ છે અને તેનું સામર્થ્ય પણ બીજા કરતાં અત્યંત રહેલું છે. એમ કહી શકાય કે મોહનીયકર્મ પોતે પોતાનો ખોરાક મેળવી લે છે અને બીજા કર્મો તેના પરોપજીવી છે, એના પર આધાર રાખે છે. તેની સ્થિતિ એટલે દર્શનમોહ કર્મની સ્થિતિ ૭૦ કડાકોડિ સાગરોપમની અને ચારિત્રમોહની ૪૦ કડાકોડિ સાગરોપમની રહેલી છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય એ ઘનઘાતી કર્મો છે એટલે કે આત્માની ઘાત કરનારા છે. આત્માને ઊંધા પાટા બંધાવી ફસાવનારા છે. એમાં પણ મોહનીય અત્યંત પ્રબળપણે ઘનઘાતી છે. અવળે પાટે ચડાવનાર છે. મોહનીય સિવાયના જે સાત કર્મ છે તે મોહનીયકર્મના પ્રતાપથી પ્રબળ થાય છે. જો મોહનીય મોળું પડી જાય છે તો પછી બાકીનાનું જોર ચાલતું નથી. મોહનીય ચાલવા માંડે એટલે બાકીના કર્મો પણ ચાલવા માંડે, તે ટકી શકતા નથી. બાકીના ચાર અઘાતી કર્મો છે તે શરીર આશ્રયી છે પણ તે પણ મોળા પડી જાય છે અને શરીરનો નાશ થતાં તેનો નાશ થઈ જાય છે. કેવળીને પણ તે ભોગવવા પડે છે. તેનો કાળ પૂરો થાય ત્યાં સુધી શરીરમાં રહેવું પડે છે. આઠેય કર્મનો સ્વભાવ કેવો છે ? તે કેવી રીતે જીવને આવરણ કરે છે તે જોઈએ. ૧. જ્ઞાનાવરણીય-આત્માની જ્ઞાન સંબંધીની જે અનંતશક્તિ છે તેને આચ્છાદન કરે તે; For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૨. દર્શનાવરણીય-આત્માની જે અનંતદર્શન શક્તિ છે તેને આચ્છાદન કરે તે; ૩. વેદનીય-દેહનિમિત્તે શાતા-અશાતા બે પ્રકારના વેદનીયકર્મથી અવ્યાબાધ સુખરૂપ આત્માની શક્તિ જેનાથી રોકાઈ રહે તે. ૪૮ ૪. મોહનીય-આત્મચારિત્રરૂપ શક્તિ રોકી રાખે તે; ૫. નામકર્મ-અમૂર્ત દિવ્યશક્તિને રોકવાનું કાર્ય કરે તે; ૬. ગોત્રકર્મ-અટલ અવગાહનારૂપ આત્મશક્તિ રોકાઈ રહે તે. ૭. આયુકર્મ-અક્ષય સ્થિતિનો ગુણ રોકાઈ રહે તે. ૮. અંતરાયકર્મ-થી અનંત દાન, લાભ, વીર્ય, ભોગ, ઉપભોગ શક્તિ રોકવાનું કાર્ય કરે છે. (મોક્ષમાળા, શિક્ષાપાઠ-૧૦રના આધારે) આ બધામાં મોહનીયકર્મની પ્રબળતા રહેલી છે. તેને બધા કર્મોનો રાજા કહેવામાં આવ્યો છે. તેની હાજરીમાં જ બીજા કર્મોનું બંધન થાય છે તે જેમ મોળું પડે તેમ બીજા કર્મો પણ મંદ થતા જાય છે. કર્મગ્રંથમાં આઠ મૂળ પ્રકૃતિ આ પ્રમાણે જણાવેલ છે ઃ ૧. જ્ઞાનાવરણીય. ૨. દર્શનાવરણીય. ૩. વેદનીય, ૪. મોહનીય. ૫. આયુષ્ય. ૬. નામ. ૭. ગોત્ર. અને ૮. અંતરાય. તેને ક્રમમાં સમજવાં પ્રયત્ન કરીએ. ઉપર જણાવેલ વાતોને આપણે આઠ મૂળકર્મ તેમજ તેની ઉત્તર પ્રકૃતિઓ કેવી રીતે બંધનમાં આવે છે ? કેમ છોડી શકાય ? તેના વિષે એક એક મૂળ પ્રકૃતિ અને તેની ઉત્તર પ્રકૃતિ વિષે સમજવા પ્રયત્ન કરીએ. (૧) જ્ઞાનાવરણીય કર્મનું વિવેચન :- જે કર્મ આત્માના જ્ઞાનને આવરિત કરે છે, જે કર્મ આત્માના વિશેષ-બોધ પર આવરણ કરે છે અથવા જેનાં કારણે આત્માની સહજપણે જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી તે જ્ઞાનાવરણીય કર્મ છે. આ કર્મ જ્ઞાનને, જેમ વાદળો સૂર્યને ઢાંકી દે છે તેમ આવરણમાં લઈ જાય છે. જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી આત્માનું અનંતજ્ઞાન રોકાઈ જાય છે. જ્ઞાનાવરણીય કર્મ આત્માના જ્ઞાન ગુણને આવરણમાં લઈ જાય છે, પણ તેનો નાશ કરી શકતું નથી. ગમે તેટલું આવરણ આવી જાય તો પણ અંશે તો જ્ઞાન હંમેશાં ખુલ્લું જ રહે છે. જ્ઞાનાવરણીય કર્મબંધના કારણો :- (૧) જ્ઞાનીપુરુષ સાથે શત્રુભાવ રાખવાથી (૨) જ્ઞાનને છુપાવવાથી (૩) જ્ઞાનમાં દોષ કાઢવાથી (૪) જ્ઞાન અને જ્ઞાનીનો અવિનય કરવાથી કે અનાદર કરવાથી. (૫) જ્ઞાની સાથે વ્યર્થ વિસંવાદ કરવાથી. આજ વાતને For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૯ સ્વાધ્યાય સુધા વિવેચન કરતાં જ્ઞાનાવરણીય કર્મબંધના છ કારણ બતાવવામાં આવ્યા છે. (૧) જ્ઞાનનું અપમાન કરવાથી (૨) જ્ઞાનીનું અપમાન કરવાથી (૩) જ્ઞાનને છુપાવવાથી (૪) જ્ઞાનદાતાનો ઉપકાર ઓળવવાથી. દા.ત. સંન્યાસીએ પોતાના ગુરુનો ઉપકાર ઓળવવાથી તેની વિદ્યા નાશ પામી ગઈ હતી. (૫) જ્ઞાન મેળવી રહ્યા હોય તેમાં વિઘ્ન ઊભું કરવાથી કે અડચણ ઊભું કરવાથી. (૬) જ્ઞાનનો દુરુપયોગ કરવાથી. જ્ઞાનાવરણીય કર્મનો પ્રભાવ : જ્ઞાનાવરણીય કર્મબંધનો દુષ્પ્રભાવ આ પ્રમાણે કહ્યો છે. (૧) જે મૂઢ મન, વચન, કાયાથી જ્ઞાન અને જ્ઞાનીની આશાતના કરે છે, તે દુર્બુદ્ધિ મોઢાના રોગવાળો તથા મૂંગો થાય છે. (૨) ઉપયોગહીન થઈને કાયા દ્વારા જ્ઞાનની વિરાધના કરે છે, તેના શરીરમાં કોઢ આદિ રોગ ઉત્પન્ન થાય છે. (૩) જ્ઞાનનો અવિનય કરવાથી આગલા જન્મમાં પુત્ર, પુત્રી અને મિત્રો મળતા નથી અથવા અચાનક સ્મૃતિ નાશ પામી જાય છે. અથવા ધન્ય-ધાન્યનો નાશ થાય છે અને આધિ-વ્યાધિ ઉત્પન્ન થાય છે. (૪) કેટલાકે જે યાદ કર્યું હોય તે જલદી ભૂલી જાય છે. દા.ત. જ્ઞાનાવરણીય કર્મનો પ્રભાવ ‘માષ-તુષ’ મુનિના જીવનમાં જોવામાં આવેલ છે. જ્ઞાનાવરણીય કર્મનો અનુભાગ-ફળનો ભોગવટો :- જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી આત્મા જાણવા યોગ્ય વિષયને જાણી શકતો નથી. તેનું જ્ઞાન આવરણમાં આવી જાય છે. જ્ઞાનાવરણીય કર્મ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે તેનું ફળ આત્માને દશ પ્રકારે ભોગવવું પડે છે. (૧) કાનથી સાંભળવાની શક્તિ મંદ થઈ જવી, ઓછું સંભળાય, સંપૂર્ણ બહેરાપણું પણ આવી જાય. (૨) કાન દ્વારા થતા જ્ઞાનની હાનિ થવી અથવા સાંભળેલું જ્ઞાન ભૂલાઈ જવું. (૩) આંખની જોવાની શક્તિ આવરણમાં આવવી, ઓછું દેખાય અથવા આંધળાપણું આવી જાય. (૪) આંખ દ્વારા થનાર જ્ઞાનમાં ઘટાડો થવો અથવા તે જ્ઞાનથી રહિત થવું. જોવા છતાં સમજાય નહી. જોઈને પણ અનુમાન ખોટું લગાવવું. (૫) નાક દ્વારા થવાવાળું જ્ઞાન આવૃત્ત થઈ જવું. સૂંધવાની શક્તિમાં ઘટાડો થવો અને જરાપણ સૂંઘી ન શકાયું. (૬) નાક દ્વારા પ્રાપ્ત થતી સુગંધ-દુર્ગંધનું જ્ઞાન ન થવું. સૂંઘવા છતાં પણ સમજવામાં ન આવી શકે (૭) રસના-જીભથી થવા વાળું જ્ઞાન ન થવું. સ્વાદ લેવાની શક્તિમાં ઘટાડો થવો. (૮) જીભ દ્વારા થવાવાળા સ્વાદને સમજી ન શકવો. (૯) સ્પર્શેન્દ્રિયથી થવાવાળું જ્ઞાન આવરણમાં આવી જવું અથવા સ્પર્શ જ ન કરી શકાય. (૧૦) સ્પર્શને સમજી ન શકવો, ગરમ-ઠંડું, ભારે-હલકો, લુખો-ચીકણો આદિ સ્પર્શનો અનુભવ ન થવો. જ્ઞાનાવરણીય કર્મનો અનુભાગ-બે પ્રકારના નિમિત્ત મેળવીને ઉદયમાં આવે છે. (૧) સ્વતઃ અને (૨) પરતઃ એટલે બીજા દ્રવ્યની અપેક્ષા કે બાહ્યકારણની અપેક્ષાથી. For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૦ સ્વાધ્યાય સુધા સ્વતઃ એટલે બાહ્ય નિમિત્ત વગર. આત્મા જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી જાણવા ઈચ્છે તો પણ જાણી ન શકે. કારણ કે મેળવેલું જ્ઞાન વિસ્મૃત થઈ જાય છે કે જ્ઞાન-શક્તિ કુંઠિત થઈ જાય છે અથવા જ્ઞાન તિરોભૂત થઈ જાય છે. પરતઃ એટલે સાપેક્ષ રૂપથી પુદ્ગલ અને પુલ પરિણામની અપેક્ષાથી ફળ પ્રાપ્ત થવું. જ્ઞાનાવરણીય કર્મ જયારે ઉદયમાં આવે છે ત્યારે પાંચેય જ્ઞાનેન્દ્રિયો પોતાની શક્તિ ખોઈ નાખે છે. ત્યારે જ્ઞાન પ્રાપ્તિનો માર્ગ બંધ થઈ જાય છે. જ્ઞાનાવરણીય કર્મની ઉત્તર પ્રવૃતિઓ :- જ્ઞાનના મુખ્ય પાંચભેદ છે. (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન, (૪) મન:પર્યવજ્ઞાન (૫) કેવળજ્ઞાન. આ દરેક જ્ઞાનને આવરણ કરનાર કર્મપ્રકૃતિને ઉત્તર કર્મપ્રકૃતિ કહેવામાં આવે છે. તેથી તેની ઉત્તર પ્રકૃતિ આ પ્રમાણે છે. (૧) મતિજ્ઞાનાવરણીય કર્મ :- મન અને ઈન્દ્રિયો મારફત જે વસ્તુનો નિશ્ચિત બોધ થવો અને વસ્તુનું મનન કરવું તે મતિજ્ઞાન છે. અર્થાત્ જે બુદ્ધિને જડ અને કુંઠિત કરે છે તેને મતિજ્ઞાનાવરણીય કર્મ કહેવામાં આવે છે. મતિજ્ઞાનનું બીજું નામ અભિનિબોધિક પણ છે. મતિજ્ઞાનાવરણીય કર્મ જેટલું તીવ્ર, મંદ અને મધ્યમ પ્રકારનું હશે, તેનો પ્રભાવ પણ એ પ્રકારે તીવ્ર મધ્યમ કે મંદ હશે. મતિજ્ઞાનાવરણીય કર્મ મંદ હોય તો તેની બુદ્ધિ સારી, તીવ્ર અને સ્પષ્ટ હશે. જો મતિજ્ઞાનાવરણીય કર્મ તીવ્ર ઉદયમાં હોય તો બુદ્ધિ મંદ હશે. જયારે મતિજ્ઞાનાવરણીય કર્મ મંદ થઈ જાય છે ત્યારે બુદ્ધિના ચમત્કાર જોવા મળે છે. તે બુદ્ધિને બીજબુદ્ધિ, પદાનુસારિણી બુદ્ધિ અને કોઇ બુદ્ધિ કહેવામાં આવે છે. જેનામાં બીજ બુદ્ધિ હોય તે ત્રિપદી સાંભળીને ચૌદપૂર્વી બની જાય છે અને સમગ્ર બાર અંગની રચના કરી શકે છે. પદાનુસારિણી બુદ્ધિવાળા મહાપુરુષ એવા ગુરુના મુખેથી એક સૂત્ર કે પદ સાંભળે છે, તો બાકીના અનેક પદ તેની બુદ્ધિમાંથી સ્વયં પ્રગટ થઈ જાય છે. કોઇ બુદ્ધિવાળા મહાપુરુષ પાસેથી સૂત્રાર્થ જાણીને કે વાંચીને લાંબા કાળ સુધી સુરક્ષિત રાખી શકે છે. જયારે કોઈ આપણી વાત સમજતો ન હોય તો ક્રોધ કરીને તેની સાથે તુચ્છ વ્યવહાર ન કરીએ, તે વ્યક્તિનો મતિજ્ઞાનાવરણીય કર્મનો ઉદય ચાલી રહ્યો છે, તેમ જાણીને તેના પ્રત્યે દયાભાવ રાખવો જોઈએ. મતિ જ્ઞાનાવરણીય કર્મબંધનું કારણ અને નિવારણ - મન અને ઈન્દ્રિયો દ્વારા પદાર્થોના પ્રતિ રાગદ્વેષ, મોહ-આસક્તિ કરવાથી, ઈન્દ્રિયોનો દુરુપયોગ કરવાથી અને અશુભ વિષયોમાં મનને પ્રવૃત્ત કરવાથી મતિજ્ઞાનાવરણીય કર્મનો બંધ થાય છે. જેના કારણે તે અજ્ઞાનના અંધકારમાં ભટક્યા કરે છે. For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ભૌતિકક્ષેત્ર હો કે આધ્યાત્મિક, સંસારનું કાર્ય કે ધર્મનું, બુદ્ધિની જરૂર બધે પડે છે. બુદ્ધિ વડે જ મનુષ્ય કાર્યમાં સફળતા પામે છે અને યશ મેળવે છે. માટે જેનાથી મતિજ્ઞાનાવરણીય બંધાય છે એવી પ્રવૃત્તિઓ ન કરવી એ જ એકમાત્ર નિવારણનો રસ્તો છે. (૨) શ્રુતજ્ઞાનાવરણીય કર્મ :- શબ્દને સાંભળતા અર્થનું જ્ઞાન થાય છે તેને શ્રુતજ્ઞાન કહેવામાં આવે છે, અથવા મન અને ઈન્દ્રિય વડે શાસ્ત્રો વાંચવાથી અથવા સાંભળવાથી જે બોધ થાય છે તેને શ્રુતજ્ઞાન કહેવામાં આવે છે. આ શ્રુતજ્ઞાનરૂપ આત્મશક્તિને જે કર્મ આવરણમાં લઈ જાય છે તે શ્રુતજ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. જ્યારે આ કર્મ અતિ ગાઢ હોય છે ત્યારે આત્માને અક્ષરજ્ઞાન હોતું નથી. મતિ અને શ્રુતજ્ઞાનની ઉત્પત્તિમાં ઈન્દ્રિયો અને મનની સહાયતા જરૂરી છે, છતાં બન્નેમાં ભેદ છે. કોઈપણ વિષયનું શ્રુતજ્ઞાન કરવા માટે પહેલા તેનું મતિજ્ઞાન થવું જરૂરી છે. શ્રુતજ્ઞાન મતિજ્ઞાન પૂર્વક હોય છે. મતિજ્ઞાન શબ્દથી કહેવાતું નથી. શ્રુતજ્ઞાનમાં શબ્દની જરૂર પડે છે. મતિજ્ઞાન વિદ્યમાન વસ્તુનું થાય છે. જ્યારે શ્રુતજ્ઞાન ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનમાં-ત્રણે કાળના વિષયોમાં પ્રવૃત્તિ કરે છે. ૫૧ ત્રણ વર્ષની ઉંમરમાં વજસ્વામીએ સાધ્વીજીના મુખથી સાંભળી સાંભળીને ૧૧ અંગ મોઢે કરી લીધા હતા. આ છે શ્રુતજ્ઞાનાવરણીય કર્મનો તીવ્ર ક્ષયોપશમ. શ્રુતજ્ઞાનાવરણીય કર્મબંધના કારણ તેમજ નિવારણ :- (૧) શ્રુતજ્ઞાનની નિંદા કરવાથી તેમજ તેની સાથે અભદ્ર વ્યવહાર કરવાથી. (૨) જ્ઞાનના ઉપકરણો ફાડી નાખવાથી, પછાડવાથી, ક્રોધ-લોભ વશ થઈ બાળી નાખવાથી (૩) નવું જ્ઞાન મેળવવાનો પુરુષાર્થ ન કરવાથી. (૪) ભણવામાં કે ભણાવવામાં પ્રમાદ કરવાથી. (૫) શક્તિ હોવા છતાં બીજાને આપવામાં પ્રમાદ કરવાથી. (૬) જ્ઞાનનું અશુદ્ધ ઉચ્ચારણ કરવાથીશ્રુતજ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. (૭) કોઈ જ્ઞાનીની હસી-મજાક કરવાથી પણ આ કર્મ બંધાય છે. આને માટે અષ્ટાવક્રની વાર્તા પ્રખ્યાત છે. આ કર્મનું નિવારણ આ પ્રમાણે થઈ શકે છે. (૧) ‘મેં શ્રુતજ્ઞાનાવરણીય કર્મ બાંધેલું છે, એટલે મારે તેનો ક્ષય કરવાનો છે’, તેવો સંકલ્પ કરવાથી આ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. (૨) શ્રુતને વિનય અને બહુમાનથી વાંચવા, વિચારવાથી. (૩) બીજાને શ્રુત મેળવવામાં મદદ કરવાથી. (૪) જ્ઞાન આરાધક સાધકોને અનુકૂળતા મેળવવામાં સહાય કરવાથી. દા.ત. મહામંત્રી પેથડ શાહ, રાજા કુમારપાળ તેમજ આચાર્ય હરિભદ્રસુરીજીના શ્રુત ભક્તિના ઉદાહરણો શાસ્ત્રોમાં આપવામાં આવ્યા છે કે જેઓએ શ્રુતભક્તિ કરી હતી. For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ પર સ્વાધ્યાય સુધા (૩) અવધિજ્ઞાનાવરણીય કર્મ :- મન અને ઈન્દ્રિયોની સહાયતા વગર કેવળ આત્મા વડે રૂપી પદાર્થનું જે જ્ઞાન થાય છે, તે અવધિજ્ઞાન કહેવાય છે. અવધિનો અર્થ છે મર્યાદાપૂર્વકનું જ્ઞાન. તે રૂપી પદાર્થોને જાણે છે, અરુપીને નહીં તેમજ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ. ભાવની મર્યાદામાં રૂપી પદાર્થોને પ્રત્યક્ષપણે જાણે છે. અવધિજ્ઞાનને આવરણ કરનાર કર્મને અવધિજ્ઞાનાવરણીય કર્મ કહે છે. આ કર્મના પ્રભાવથી આત્માની અતિન્દ્રિય જ્ઞાનની ક્ષમતાનો અભાવ થાય છે. આ કર્મના બંધના કારણો આ પ્રમાણે છે :- (૧) આત્માની અતીન્દ્રિય શક્તિનો ઉપહાસ કરવાથી (૨) તેની પ્રત્યે અશ્રદ્ધા રાખવાથી. (૩) આત્માની જ્ઞાન શક્તિનો નિરર્થક અવિનયઆશાતના કરવાથી (૫) આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં બાધા કરવાથી, આ કર્મનું નિવારણ આ પ્રમાણે થઈ શકે છે. (૧) મન-વચન-કાયાથી વાસના રહિત બનવું-ત્રણ વેદથી પર થવું. (૨) અલ્પ કષાયી બનવું અર્થાત્ કષાયોની મંદતા કરવી. (૪) મન:પર્યવજ્ઞાનાવરણીય કર્મ :- મન અને ઈન્દ્રિયોની સહાયતા વગર દ્રવ્ય, ક્ષેત્ર, કાળા અને ભાવની અપેક્ષાથી જે જ્ઞાન સંજ્ઞી જીવોના મનના ભાવોને જાણી લે છે, તે મન:પર્યવજ્ઞાન કહેવાય છે. આ જ્ઞાનને આવરણમાં રાખનાર કર્મને મન:પર્યવજ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. આ કર્મનું નિવારણ આ પ્રમાણે થાય છે. (૧) અપ્રમત્ત વિશુદ્ધ સંયમવાળો આત્મા આ કર્મનો ક્ષય કરી શકે છે. જયાં સુધી ઈન્દ્રિયો સ્વચ્છંદપણે વર્તે છે અને કષાયોની પ્રબળતા છે ત્યાં સુધી બીજાના મનોગત ભાવોને કે વિચારોને જાણી શકાતા નથી. (૫) કેવળજ્ઞાનાવરણીય કર્મ :- જે કર્મની શક્તિ કેવળજ્ઞાનને આવરણમાં રાખે છે, તેને કેવળજ્ઞાનાવરણીય કર્મ કહે છે. કેવળજ્ઞાન એટલે જે મન અને ઈન્દ્રિયોની સહાયતા વગર ત્રિકાળવર્તી સમસ્ત મૂર્ત-અમૂર્ત ય પદાર્થોનું એક સાથે હસ્તાકમલવત્ પ્રત્યક્ષ જાણવાની શક્તિ ધરાવે છે તે. આ જ્ઞાન બધાથી વિલક્ષણ, પ્રધાન, ઉત્તમ અને પરિપૂર્ણ છે. આ સમસ્ત દ્રવ્યોની સમસ્ત પર્યાયોને જાણે છે. મોહનીય કર્મ ક્ષય થવાથી અને જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાય કર્મોના ક્ષય થવાથી કેવળજ્ઞાન પ્રગટ થાય છે. (૧) ઉત્સાહપૂર્વક તત્ત્વજ્ઞાનને પ્રાપ્ત કરવાથી (૨) જ્ઞાન મેળવવાના સાધનો પ્રત્યે અત્યંત બહુમાન કરવાથી (૩) નિઃસ્વાર્થ ભાવથી જ્ઞાનની આરાધના કરવાથી જ્ઞાનાવરણીય કર્મનો સંપૂર્ણ ક્ષય થવાથી તેની સાથે બાકીના ઘાતી કર્મોનો ક્ષય થવાથી કેવળજ્ઞાન પ્રગટ થાય છે. For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૫૩ કેવળજ્ઞાની બનવાનો નિરંતર પુરુષાર્થ કરવો એ જ જ્ઞાનાવરણીય કર્મને સમજવાનો સાર છે. (૨) દર્શનાવરણીય કર્મ :- આ કર્મ આત્માના દર્શનગુણ અર્થાત્ સામાન્ય બોધને આવરણ કરે છે. બોધના બે સ્વરૂપ છે-સામાન્ય અને વિશેષ. વિશેષ બોધને જ્ઞાન અને સામાન્ય બોધને ‘દર્શન' કહેવાય છે. અર્થાત સામાન્યરૂપે જોવું તે દર્શન છે. ઈન્દ્રિયો દ્વારા વસ્તુના વિશેષરૂપને જાણવા પહેલાં સામાન્યરૂપથી જોવું તે ‘દર્શન છે. આત્માની દર્શન શક્તિ-સામાન્ય બોધ ઉપર આવરણ કરનાર કર્મને દર્શનાવરણીય કર્મ કહેવાય છે. આ કર્મ ‘દર્શન’ શક્તિને રોકે છે. એટલે કે દર્શનને સામાન્ય થવા દેતું નથી. દર્શનાવરણીય કર્મને દ્વારપાળની (ચોકીદારની) ઉપમા આપવામાં આવી છે. | દર્શનાવરણીય કર્મ આત્માની દર્શન શક્તિને કેવી રીતે આવરણ કરે છે ? તેને બાંધવાના કયા કયા કારણ છે ? એનો અનુભાગ કેવો હોય છે. આદિ વાતોનું વિશ્લેષણ જ્ઞાનાવરણીય કર્મની સમાન જાણવું. કારણ કે બન્ને કર્મ જ્ઞાનને આવરણમાં લઈ જાય છે. જ્ઞાન-દર્શન આત્માના ગુણ છે. એક વિશેષ બોધ કરે છે, બીજું સામાન્ય બોધ કરે છે. તેથી જ બન્ને કર્મોની બધી વાતો પ્રાય: સમાન-સરખી છે. પણ બન્નેની ઉત્તર પ્રકૃતિઓના ભેદોમાં અંતર જરૂરથી છે. દર્શનાવરણીય કર્મનો પ્રભાવ :- આ કર્મનો ઉદય થવાથી મન અને ઈન્દ્રિયોથી થવા વાળો ઘટ-પટાદિ પદાર્થોને સામાન્ય બોધ કુંઠિત થઈ જાય છે. આ કર્મના પ્રભાવથી એકેન્દ્રિય, દ્વિન્દ્રિય અને ત્રિન્દ્રિય જીવોને જન્મથી જ આંખો પ્રાપ્ત થતી નથી. આ કર્મના ઉદયથી ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોની આંખો નાશ પામી જાય છે અથવા અત્યંતપણે ઓછું દેખાય છે; અથવા મોતિયો આવવાથી ઝાંખપ વધતી જાય છે અથવા રતાંધળાપણું આવે છે. વળી આ કર્મના પ્રભાવથી પ્રાણીઓની ઈન્દ્રિયો-કાન, નાક, જીભ અને સ્પર્શ ઈન્દ્રિયો નાશ પામી જાય છે અથવા તે મૂંગા, બહેરા, અપંગ થઈ જાય છે અથવા તે ઈન્દ્રિયોથી થવાવાળો સામાન્ય બોધ પણ સ્પષ્ટ થતો નથી. જન્મથી કાં તો મન હોતું નથી અથવા હોય છે તો મનન-વિચાર-શક્તિ અને સ્મરણશક્તિ આદિ અતિ મંદ થઈ જાય છે. આ કર્મના ઉદયથી પાંચ પ્રકારની નિંદ્રાઓમાંથી સ્વકર્માનુસાર નિંદ્રા આવે છે. જેથી વસ્તુનો સામાન્ય બોધ પણ નથી થઈ શકતો. દર્શનાવરણીય કર્મબંધના કારણો :- દર્શનાવરણીય કર્મબંધના ૬ કારણો આ પ્રમાણે છે : (૧) સમ્યગુષ્ટિ જીવની નિંદા કરવી, દોષ જોવા, તેના પ્રત્યે અકૃતજ્ઞ થવું. (૨) મિથ્યા માન્યતાઓ તથા મિથ્યાત્વ પોષક તત્ત્વોનું પ્રતિપાદન કરવું. (૩) શુદ્ધ સમ્યદર્શનની પ્રાપ્તિમાં અડચણ ઊભી કરવી અથવા વિપરીત મતના ચક્કરમાં ફસાઈ For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૪ સ્વાધ્યાય સુધા જવું. (૪) સમ્યગ્દષ્ટિનું યોગ્ય વિનય અને બહુમાન ન કરવું. (૫) સમ્યગદષ્ટિ ઉપર શ્રેષ, વૈર, વિરોધ અને ઈર્ષ્યા વગેરે કરવાં. (૬) સમ્યગ્દષ્ટિ સાથે મિથ્યાગ્રહપૂર્વક વાદવિવાદ કરવો. (૭) બહેરા-મૂંગા-લૂલા લંગડા અને આંધળી વ્યક્તિઓનો તિરસ્કાર કરવો. તેમને ધક્કો મારીને બહાર કાઢવાથી, તેમની સહાયતા ન કરવાથી, તેમની મશ્કરી કરવાથી કે ઉપેક્ષા કરવાથી, દયાભાવ નહીં રાખવાથી. (૮) પોતાને મળેલ આંખ, કાન, નાક, જીભ અને ત્વચાનો દુરુપયોગ કરવાથી. દર્શનાવરણીય કર્મનો અનુભાગ (ફળપ્રાપ્તિ) - અનુભાગ-જ્ઞાનાવરણીય કર્મની સમાન બે ' ડારથી હોય છે. સ્વાભાવિક પુદ્ગલ પરિણામ પણ નિંદ્રામાં નિમિત્ત બની જાય છે. જેમ કે આકાશમાં ઘટાટોપ વાદળો છવાઈ ગયા હોય અથવા વરસાદ વરસી રહ્યો હોય અથવા અતિશય ઠંડીનો પ્રકોપ થયો હોય ત્યારે નિંદ્રામાં આ કારણો સહાયક બને છે. આ પરતઃ ફલાનુભવ છે. | દર્શનાવરણીય અનુભાગનો સ્વતઃ(સ્વય)અનુભાગ આ પ્રમાણે છે-દર્શનાવરણીયના કર્મ પુદ્ગલોના ઉદયથી આત્મા દર્શન યોગ્ય વસ્તુઓને જોઈ શકતો નથી, તેનો સામાન્ય બોધ પણ થઈ શકતો નથી અને પૂર્વે જોયેલ વસ્તુનું જ્ઞાન પણ નાશ પામી જાય છે. દર્શનાવરણીય કર્મનો પ્રભાવ - દર્શનને આવરણ કરનાર કર્મ લાગવાથી તેના ઉદય વખતે આત્માને વિકલ શરીર કે અંગોની પ્રાપ્તિ થાય છે. જેમ કે :- આંધળા, બહેરા, મૂંગા બનવું. અને નિંદ્રા, આળસ આદિ ખરાબ ફળની પ્રાપ્તિ થાય છે. દર્શનાવરણીય કર્મની ઉત્તર પ્રવૃતિઓ - દર્શનાવરણીય કર્મને સુગમતાથી સમજી શકાય તે માટે તેના નવ ભેદ પાડવામાં આવ્યા છે. તે ઉત્તર પ્રવૃતિઓ કહેવાય છે. (૧) ચક્ષુદર્શનાવરણીય. (૨) અચક્ષુદર્શનાવરણીય. (૩) અવધિદર્શનાવરણીય અને (૪) કેવળદર્શનાવરણીય. બાકીની પાંચ દર્શનના આવરણરૂપ નિંદ્રાની છે. (૫) નિંદ્રા (૬) નિંદ્રા-નિંદ્રા. (૭) પ્રચલા (2) પ્રચલા-પ્રચલા (૯) થીણદ્ધિ અથવા સ્યાનગૃદ્ધિ. (૧) ચક્ષુદર્શનાવરણીય કર્મ : આંખ દ્વારા રૂપી પદાર્થનું જે સામાન્ય દર્શન અથવા સામાન્ય અંશ જાણવામાં આવે છે તેને ચક્ષુદર્શન કહેવાય છે. તેને અવરોધનાર કર્મને ચક્ષુદર્શનાવરણીય કર્મ કહે છે. આંધળાપણું પ્રાપ્ત થવાનું મુખ્ય કારણ આ કર્મ છે. આ કર્મ નીચેના કારણોથી બંધાય છે. (૧) આંધળી વ્યક્તિઓનો તિરસ્કાર કરવાથી અથવા કડવા વચનો કહેવાથી. (૨) આંધળી વ્યક્તિઓની શક્તિ હોવા છતાં સેવા-સક્યોગ ન કરવાથી. (૩) બીજાની સુંદર For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૫૫ આંખો જોઈને ઈર્ષ્યા કરવાથી અથવા તેની આંખો ફૂટી જાય તો સારું તેવો ભાવ મનમાં લાવવાથી. (૪) બીજા જીવોની આંખો ફોડી નાખવાથી. (૫) રોષવશ આક્રોશપૂર્ણ વચન કહેવાથી “શું તારી આંખો ફૂટી ગઈ છે ? શું તું આંધળો છે ?-આવા વચનોથી પણ આ કર્મ બંધાય છે. આ કર્મનું નિવારણ જેવા જીવોની સહાયતા-તેની સેવા કરવાથી થઈ શકે. () અચક્ષુદર્શનાવરણીય કર્મ :- ચક્ષુ ઈન્દ્રિયને છોડીને બાકીની ચાર ઈન્દ્રિયોથી અને મન વડે શબ્દાદિ પદાર્થોનું સામાન્યજ્ઞાન-બોધ થવો તે અચક્ષુ દર્શન છે. આ અચક્ષુદર્શનને આવરણ કરવાવાળું કર્મ અચક્ષુદર્શનાવરણીય કર્મ કહે છે. દર્શનાવરણીય કર્મના આવરણથી મન અને ઈન્દ્રિયોથી વસ્તુનો સામાન્ય બોધ નથી થતો. અચક્ષુદર્શનાવરણીય કર્મને કારણે જીવ આંધળો બની શકે છે, મૂંગો બની શકે છે, સુંઘવાની શક્તિ જતી રહે છે, સ્પર્શનો અનુભવ થતો નથી અને મનથી પાગલ અથવા અર્ધ પાગલ બની શકે છે. મનને અસ્વસ્થ અને વિચાર શૂન્ય બનાવવાવાળું આ કર્મ છે, જેના પ્રભાવથી મનુષ્ય નથી વિચારી શકતો કે નથી ચિંતન-મનન કરી શકતો. મનનું વિક્ષિપ્તપણું આ કર્મને કારણે છે. જો આ કર્મ ‘નિકાચિત હોય તો ઔષધ અથવા મંત્રાદિનો પ્રયોગ સફળ થતો નથી. અને “અનિકાચિત રૂપથી બાંધ્યું હોય તો ઔષધ કે ઉચિત મંત્રો વડે મન અને ઈન્દ્રિયો સ્વસ્થ બની શકે છે. અચક્ષુદર્શનાવરણીય કર્મ બાંધવાના કારણો :- (૧) બહેરી વ્યક્તિનો ઉપહાસ કરવોઅવહેલના કરવી. (૨) કોઈ આપણી વાત ન સાંભળતો હોય તો આક્રોશપૂર્વક કહેવું કે શું તું બહેરો છે ? સાંભળતો નથી ? (૩) જ્યારે કોઈ આપણી વાતનો જવાબ ન આપે ત્યારે ક્રોધથી કહેવું કે “શું તું મૂંગો છે અથવા “મોઢામાં જીભ નથી કે શું?” (૪) બહેરા અને મૂંગા વ્યક્તિ પ્રત્યે હસવાથી, એમને સતાવવાથી, બહેરા અથવા મૂંગા હોવાનો અભિનય કરવાથી, તેમના પ્રત્યે ક્રોધ કરવાથી, તિરસ્કાર કરવાથી આ કર્મ બંધાય છે. આ કર્મના ઉદયથી વ્યક્તિ બહેરો મૂંગો બને છે. આવું જ નાક અને શરીરની ચામડીના વિષયમાં પણ જાણવું. અચક્ષુદર્શનાવરણ કર્મનો સંબંધ મનની સાથે પણ છે. તેથી પોતાની વિશેષતાઓનું અભિમાન ન કરવું. અને બીજાની બુદ્ધિનો ઉપહાસ પણ ન કરવો. ‘તું બધું છે' અથવા ‘તું પાગલ છે અથવા ‘તારામાં લાંબી બુદ્ધિ જ નથી” અથવા “તને સારી રીતે વિચારતા કે નિર્ણય કરતા નથી આવડતો આવા શબ્દો ક્યારેય ન બોલવા. નિવારણ - જીવનમાં જ્યાં પણ બહેરા, મૂંગા અને પાગલ જોવામાં આવે તો તેને For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૬ સ્વાધ્યાય સુધા સહાયતા કરવા માટે તત્પર રહેવું અને તેના અચક્ષુદર્શનાવરણીય કર્મનો ઉદય જાણીને તેના પ્રત્યે હંમેશાં કરુણા સભર રહી વ્યવહાર કરવો. પ્રેમ અને સન્માન આપીને હીન ભાવનાઓથી ઉપર ઉઠાવવાનો પ્રયાસ કરવો. (૩) અવધિદર્શનાવરણીય કર્મ :- અવધિ દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી મન અને ઈન્દ્રિયોની સહાયતા વગર રૂપી પદાર્થોનું જ્ઞાન મર્યાદા સાથે જે દર્શન થાય છે, તેને અવધિદર્શન કહે છે. એટલે કે આત્મા દ્વારા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની મર્યાદામાં રૂપી દ્રવ્યોનો સામાન્ય બોધ અવધિદર્શન છે. જે એને આચ્છાદિત કરે છે તે અવધિ દર્શનાવરણીય કર્મ છે (૪) કેવળદર્શનાવરણીય કર્મ :- આ કર્મનો ક્ષય કરવાથી આત્મા દ્વારા સંપૂર્ણ શુદ્ધતાનો અનુભવ થાય છે. અને જગતના બધા જ પદાર્થોનું, ત્રણે કાળનું એક સાથે જ સામાન્ય બોધ થાય છે, તેને કેવળદર્શન કહે છે. આ જ કર્મ કેવળદર્શનની શક્તિ ને પડદાની જેમ ઢાંકી દે છે. દર્શનના આવરણ રૂપ નિંદ્રાના પાંચ પ્રકાર :- સૂઈ ગયેલ વ્યક્તિ સામાન્ય બોધ પ્રાપ્ત કરી શકતી નથી, કારણ કે ઈન્દ્રિયોના વિષયો રોકાઈ જાય છે. એથી સંપૂર્ણ દર્શન આવરિત થઈ જાય છે. આ કારણથી પાંચ પ્રકારની નિંદ્રાને દર્શનાવરણીય કર્મના અંગરૂપ માનવામાં આવે છે. (૧) નિંદ્રા :- જે કર્મના ઉદયથી મનુષ્યને એવી ઊંઘ આવે કે સહેલાઇથી ઉઠાડી શકાય. સામાન્ય અવાજ કરવાથી કે થવાથી તરત ઉઠી જાય. આવી નિંદ્રાને નિંદ્રાદર્શનાવરણીય કર્મ કહે છે. આ કર્મના ઉદયથી નિંદ્રા આવે છે, પરંતુ તે પ્રગાઢ હોતી નથી. આવી નિંદ્રાવાળાને સુખપૂર્વક ઉઠાડી શકાય છે. (૨) નિંદ્રા-નિંદ્રા - જે કર્મના ઉદયથી મનુષ્યને એવી ઊંઘ આવી જાય કે તેને ઉઠાડવો મુશ્કેલ બની જાય છે. તેને નિંદ્રા-નિંદ્રા દર્શનાવરણીય કર્મ કહે છે. (૩) “પ્રચલા' નિંદ્રા :- ઊભા ઊભા કે બેઠા-બેઠી ઊંઘ આવી જાય તેને ‘પ્રચલાપ્રચલા” નિંદ્રા કહેવાય છે. (૪) પ્રચલા પ્રચલા :- જેટલી ઊંઘ આવશ્યક છે એટલી ઊંઘ પૂરી ન થઈ હોય તો તેને જગાડીને ચલાવવામાં આવે તો ચાલતા ચાલતા સૂઈ જાય છે. જે કર્મના ઉદયથી આવી નિંદ્રા આવી જાય તેને ‘પ્રચલા-પ્રચલા દર્શનાવરણીય કહે છે. (૫) થીણદ્ધિ અથવા ચાનવૃદ્ધિ નિંદ્રા :- સ્થાનનો અર્થ છે બર્ફની જેમ જામેલી અથવા ઋદ્ધિ-આત્માની શક્તિ અથવા ગૃદ્ધિ એટલે મનની એકત્રિત થયેલી વિકૃત ઈચ્છાઓ. આ કારણથી તેને ત્યાનદ્ધિ-સ્યાનગૃદ્ધિ દર્શનાવરણીય કર્મ કહે છે. For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા પ૭ “સર્વાર્થસિદ્ધિ'માં આ નિંદ્રાનો ત્રણ પરિભાષા કરવામાં આવી છે. (૧) જે નિંદ્રાના ઉદયથી નિંદ્રિત અવસ્થામાં વિશેષ બળ પ્રગટ થઈ જાય. (૨) જેના ઉદયથી આત્મા સુત અવસ્થામાં રૌદ્ર કર્મ કરી નાખે છે. (૩) જે નિંદ્રામાં દિવસે ચિંતવેલ અર્થ અને આંકાક્ષા એકત્રિત થઈ જાય છે. તેને સ્થાનદ્ધિ નિદ્રા કહે છે. આ નિંદ્રા ભયંકર ગણાય છે. આ નિંદ્રામાં જીવ બધા દુષ્કૃત્ય કરીને પાછો પોતાના સ્થાને આવીને સૂઈ જાય છે, પણ સવારે તેને તેનું કોઈ ભાન હોતું નથી. આને માટે ઘણા દષ્ટાંત આપી શકાય. દા.ત. તરીકે રત્નનો દાબડો બહાર લઈ જઈ દાટી દઈ તેના ઉપર એટલો મોટો પત્થર મૂકી દે છે સામાન્યપણે માણસ ઉપાડી કે ખસેડી શકે નહી. આ પાંચેય પ્રકારની નિંદ્રાનો હેતુ મુખ્યપણે પ્રમાદને બતાવ્યો છે. જેવો પ્રમાદ તેને અનુસરીને આ દર્શનાવરણીય કર્મ બંધાય છે. અતિ અલ્પ પ્રમાદથી નિદ્રા, અલ્પ પ્રમાદથી નિંદ્રા-નિંદ્રા, વધારે પ્રમાદથી પ્રચલા, અતિ પ્રમાદથી પ્રચલ-પ્રચલા અને તીવ્ર પ્રમાદથી સ્યાનધ્ધિ નિદ્રા રૂપ દર્શનાવરણીય કર્મ બંધાય છે. ત્યાનધ્ધિ નિંદ્રાવાળાના પરિણામ તીવ્ર હિંસાના હોય છે. તેથી તે મૃત્યુ પામીને નરકમાં ચાલ્યો જાય છે. નિંદ્રા મનુષ્ય જીવનનું મહત્વપૂર્ણ અંગ છે. ઓછી નિંદ્રાવાળો અપ્રમત્ત મનુષ્ય શ્રેષ્ઠ પુરુષાર્થ કરી શકે છે. નિંદ્રાદર્શનાવરણીય કર્મના ક્ષયોપશમ માટે શ્રેષ્ઠ ઉપાય બતાવેલ છે-અપ્રમત્ત થઈને પરમાત્માની ભક્તિ કરવી અને શ્રુતજ્ઞાનની આરાધના સતતપણે કરવી. ધર્મ પુરુષાર્થમાં જાગૃત્તિ અને તીવ્રતા આવવાથી દર્શનાવરણીય કર્મનો ક્ષય થઈ જાય છે, થઈ શકે છે. (૩) વેદનીય કર્મ :- જે કર્મ આત્માને સુખદુ:ખનો અનુભવ કરાવે છે તે વેદનીય કર્મ કહેવાય છે. સાંસારિક પ્રાણીઓનું જીવન એકાંતે સુખમય કે એકાંતે દુઃખમય હોતું નથી. આત્માના સુખ-દુઃખને ઊભું કરનાર કર્મને વેદનીય કર્મ કહેવાય છે. વેદનીય કર્મના પ્રભાવથી આત્માને સુખ અને દુઃખનો અનુભવ થાય છે તે સાંસારિક, ભૌતિક, ક્ષણિક અને પૌદ્ગલિક હોય છે. આત્માના અક્ષય, અનંત અને અવ્યાબાધ આત્મિક સુખ સાથે એને કોઈ સંબંધ નથી. આ વિષયોનું સુખ સુખાભાસ છે અને મન દ્વારા માનવામાં આવેલું છે, જેમાં દુઃખ જોડાયેલું જ રહે છે. “અનુકૂલન વેદનીય સુખમ્, પ્રતિકુલ વેદનીય દુઃખમ્” અર્થાત્ અનુકૂલ કે મનોજ્ઞ વસ્તુની પ્રાપ્તિથી જે વેદનનો અનુભવ થાય છે, તે સુખ છે અને જેનાથી પ્રતિકૂળ-અમનોજ્ઞનું વેદન-કે અનુભવ થાય છે તે દુઃખ છે. આ જ કારણથી વેદનીય કર્મને મધના લેપવાળી તરવાર સાથે સરખાવવામાં આવેલ છે. તરવારની ધાર ઉપર લગાડેલ મધને ચાટવાથી સુખ અનુભવાય છે, તેવી રીતે શાતા વેદનીય કર્મના ઉદયથી સુખનો અનુભવ થાય છે. સાથે જ મધથી ખરડાયેલી તરવારને ચાટતાં, જીભ કપાઈ જવાથી દુઃખનો અનુભવ થાય છે; તેવી રીતે અશાતા વેદનીય કર્મના ઉદયથી દુઃખનો અનુભવ થાય છે. જો કે પ્રાણીઓની અનુભવ ધારા For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૮ સ્વાધ્યાય સુધા અસંખ્ય છે, તો પણ કર્મના જાણનાર જ્ઞાનીઓએ વેદનીય કર્મને શાતા વેદનીય અને અશાતા વેદનીય-એમ બે ઉત્તર પ્રવૃતિઓમાં વહેંચેલ છે. - શાતા-અશાતાવેદનીય કર્મનો પ્રભાવ :- શાતાવેદનીય કર્મના પ્રભાવથી આત્માને શરીર અને મન સંબંધી સુખનો અનુભવ થાય છે, જયારે અશાતા વેદનીય કર્મના પ્રભાવથી આત્માને નરકાદિ ગતિઓમાં અનેક પ્રકારની કાયિક, વાચિક તેમજ માનસિક તથા પ્રિય વિયોગ, અપ્રિય સંયોગ, વધ, બંધન, ચિંતા આદિથી થતા દુઃખનો અનુભવ થાય છે. શાતાવેદનીય કર્મનો પ્રભાવ મોટાભાગે દેવગતિ અને મનુષ્યગતિમાં જોવામાં આવે છે. જયારે અશાતા વેદનીયના ઉદયથી પ્રાપ્ત દુઃખનો અનુભવ વિશેષપણે નરક અને તિર્યંચ ગતિમાં જોવામાં આવે છે. શાતા વેદનીયના ઉદયથી સાધનની અનુકૂળતા, સંસ્કારી પરિવાર અને એવી સુખદ પરિસ્થિતિની પ્રાપ્તિ થાય છે, જેમાં ચિંતા, તનાવ, ભય અને વિપત્તિનું અસ્તિત્વ હોતું નથી. તથા અશાતા વેદનીયના પ્રભાવથી આ જ પદાર્થો કે ભાવો અનિષ્ટ લાગવાથી દુઃખનો અનુભવ થાય છે. દુઃખ-સુખનો અભિપ્રાય ગતિ, સ્થાન, સંયોગ અને પરિસ્થિતિ અનુસાર જુદો જુદો જોવામાં આવે છે. જેમ કે એક પ્રાણી એક વસ્તુમાં સુખનો અનુભવ કરે છે તો બીજો પ્રાણી તે જ વસ્તુની પ્રાપ્તિમાં દુઃખનો અનુભવ કરે છે, અરુચિ આવે છે. પાંચ ઈન્દ્રિયોના વિષયોના ભોગોમાં ભોગીને સુખ અનુભવાય છે, તો રોગીને તે વિષયોના ભોગવટામાં દુઃખનો અનુભવ થાય છે. એટલા માટે શાતા કે અશાતાવંદનીય કમનો ઉદય પ્રાણીના અનુભવના આધાર પર સમજવો જોઈએ. દા.ત. જેમ કે, શાતાવેદનીયના ઉદયથી મળેલા ધન, સ્ત્રી, પુત્ર, મિત્ર, સુવર્ણ, સાધનોની પ્રાપ્તિમાં સુખનો અનુભવ થાય છે. પરંતુ જો તે ધન ચોરીથી મળેલું હોય, પુત્રાદિ ઉદંડ છે. સ્ત્રી આદિ કર્કશ છે, સુર્વણની પ્રાપ્તિ અન્યાય-અનીતિથી થઈ છે, ભવ્ય બંગલામાં ભૂતનો વાસ છે અને ગાડી દુર્ઘટનામાં ફસાઈ જાય છે. તો આવી સ્થિતિમાં શું તે બધા સાધનો સુખરૂપ થશે ? તેને શાતા વેદનીય કર્મનો ઉદય સમજાશે ? સારાંશ એ છે કે, કોઈપણ સજીવ-નિર્જીવ વસ્તુ અથવા ભાવ પોતે પોતામાં સુખદુઃખના કારણ નથી; પણ વ્યક્તિના શુભાશુભ વેદનના ભાવ જ સુખ-દુઃખના કારણ છે. અનુકૂળ-પ્રતિકૂળ સંયોગોમાં, ઈષ્ટ-અનિષ્ટ સંયોગોમાં, સુખદ-દુ:ખદ પરિસ્થિતિમાં જો સુખનું વદન થાય છે તો તે પૂર્વે બાંધેલ શાતા વેદનીયનો ઉદય જાણવો અને જો દુઃખનું વદન થાય છે તો તેને પૂર્વે બાંધેલ અશાતા વેદનીયનો પ્રભાવ સમજવો જોઈએ. શાતા-અશાતા વેદનીયનો ફળ અનુભવ-વિપાક :- અશાતા વેદનીય કે શાતા વેદનીય જયારે ઉદયમાં આવીને ફળ આપવા તૈયાર થાય છે ત્યારે આઠ પ્રકારથી આત્માને ફળ પ્રાપ્ત થાય છે. For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા અશાતા વેદનીયથી ફળ ૧. અમનોજ્ઞ શબ્દ પ્રાપ્તિ ૨. અપ્રિય રુપ પ્રાપ્તિ ૩. અપ્રિય ગંધ પ્રાપ્તિ ૪. અમનોજ્ઞ રસ પ્રાપ્તિ ૫. અપ્રિય સ્પર્શની પ્રાપ્તિ ૬. દુર્ભાવવાળા મનની પ્રાપ્તિ ૭. અપ્રિય વચન પ્રાપ્તિ ૮. અમનોજ્ઞ શરીર પ્રાપ્તિ શાતા વેદનીયથી ફળ મનોજ્ઞ શબ્દ પ્રાપ્તિ ૨. પ્રિય રુપ પ્રાપ્તિ ૩. મનોજ્ઞ ગંધ પ્રાપ્તિ ૪. મનોજ્ઞ રસ પ્રાપ્તિ ૧. ૫. પ્રિય સ્પર્શની પ્રાપ્તિ ૬. મનોજ્ઞ મનની પ્રાપ્તિ ૭. સુખમય (પ્રિય) વચનની પ્રાપ્તિ ૮. મનોજ્ઞ શરીર પ્રાપ્તિ-શારીરિક સુખ પ્રાપ્તિ. સંક્ષેપમાં જે કર્મના પ્રભાવથી આત્માને મનપસંદ વિષયોની પ્રાપ્તિ અને અનુકૂળતા મળે છે તે શાતાવેદનીય કર્મ છે. જે કર્મના પ્રભાવથી આત્માને પ્રતિકૂળ વિષયોની પ્રાપ્તિ થાય છે. તેમાં દુઃખનો અનુભવ હોય છે તે અશાતા વેદનીય કર્મ છે. આધિ-વ્યાધિ અને ઉપાધિમાંથી કોઈ એકનો ઉદય થવાથી જીવને જે દુઃખનો અનુભવ થાય છે તે અશાતાવેદનીયનો પ્રભાવ સમજવો જોઈએ. ૫૯ અશાતા વેદનીયના બંધના કારણો ઃ- આજે મોટાભાગે મનુષ્યોના જીવનમાં અશાંતિ, અશાતા તથા માનસિક ચિંતા અધિક જોવામાં આવે છે. એનું કારણ એ છે કે સ્વાર્થઅંધતાની બોલબાલા છે અથવા ધર્મમાં દઢતા નથી અથવા ગુરુજનો પ્રત્યે વિનય, ભક્તિ તથા શ્રદ્ધાનો અભાવ છે. આજે અન્યાય-અનીતિના માર્ગની જ બોલબાલા છે જેનાથી અશાતાવેદનીયનો બંધ થઈ રહ્યો છે. ‘ભગવતી સૂત્ર’માં ભ.મહાવીરે અશાતા વેદનીય કારણોનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે-‘બીજાને દુઃખ આપવાથી, બીજાને શોક ઉત્પન્ન કરાવવાથી, બીજાને મારવાથી તેમજ સતાવવાથી તથા બીજાને અસંતોષ પહોંચાડવાથી આત્મા અશાતાવેદનીય કર્મનો બંધ કરે છે. અશાતા વેદનીયનો આઠ પ્રકારે બંધ થાય છે. (૧) ગુરુજનોની અભક્તિ (૨) અક્ષમા ભાવ (૩) ક્રૂરતાના ભાવ (૪) અવ્રતીપણું (૫) અયોગ પ્રવૃત્તિ-યોગને વિપરીત ભાવમાં પ્રવર્તાવવા (૬) કષાય યુક્ત થવું. (૭) દાન વૃત્તિનો અભાવ (૮) ધર્મ પર દ્રઢતા ન થવી. શાતાવેદનીય કર્મબંધના કારણો ઃ- આત્માનો સ્વભાવ અવ્યાબાધ સુખસ્વરૂપ અને આનંદમય છે. પરંતુ વેદનીયકર્મના બંધને કારણે આત્મા અવ્યાબાધ સુખને છોડીને ક્ષણિક વૈષયિક સુખદુઃખમાં રચ્યો પચ્યો રહે છે. શાતાવેદનીય કર્મથી સુખ તો મળે છે. પરંતુ For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા જેવું પૂર્વે બાંધેલું અશાતા વેદનીય કર્મ ઉદયમાં આવે છે તેવો જ દુઃખનો અનુભવ શરૂ થઈ જાય છે. “ભગવતી સૂત્રમાં ભગવાને શાતા વેદનીય કર્મબંધના કારણોનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે પ્રાણીઓ પર અનુકંપા કરવાથી, કોઈપણ પ્રકારે દુઃખ ન પહોંચાડવાથી, શાતાવંદનીય કર્મબંધના દશ કારણો બતાવ્યા છે. (૧) ગુરુભક્તિ (૨) ક્ષમ ભાવ (3) દયા (૪) વ્રતપાલન (૫) શુભયોગમાં પ્રવર્તન (૬) કષાય પર વિજય મેળવવાથી (૭) દાન આપવાથી (૮) ધર્મભાવમાં દ્રઢતા રાખવાથી (૯) અકામ નિર્જરાથી (૧૦) માતાપિતાની સેવા કરવાથી. શાતા પછી અશાતા, અશાતા પછી શાતા-આ ક્રમ જીવનમાં ચાલતો રહે છે. સંસારી આત્મા કેવળ સુખનો અનુભવ કરતો નથી કે કેવળ દુઃખનો અનુભવ કરતો નથી. જીવન સુખ-દુઃખથી મિશ્રિત જ રહેલું છે. શાતા-અશાતા વેદનીય કર્મનો અનુભાગ (ફળપ્રાપ્તિ) :- વેદનીય કર્મની બંન્ને ઉત્તર પ્રકૃતિઓનો અનુભાગ-ફળપ્રાપ્તિ પણ સ્વયં અને નિમિત્તથી થાય છે. બાહ્ય નિમિત્ત વગર પણ આત્માને શાતા કે અશાતા વેદનીયના ઉદયથી સુખ કે દુઃખનો અનુભવ થાય છે, તે અનુરૂપ આત્માએ ફળ તો ભોગવવું પડે છે. તે સ્વતઃ ફળભોગ કહેવાય છે. નિમિત્ત (પરતઃ) અનુભાગ પુદ્ગલ, પુદ્ગલ-પરિણામ તથા સ્વાભાવિક પુદ્ગલ પરિણામના નિમિત્તથી સુખનો અનુભવ થાય છે તે શાતા વેદનીય છે. તેવી જ રીતે અશાતાવંદનીયનો અનુભાગ-ફળપ્રાપ્તિ-વિષ, કડવા વચનો, કાંટા વગેરે પુદ્ગલોનું નિમિત્ત પામીને આત્મા દુઃખ ભોગવે છે, તે પુગલ નિમિત્ત (પરતઃ) ફળ ભોગ છે. વળી આત્માને સુખ અથવા દુઃખની પ્રાપ્તિ થાય છે, તેને કોઈ ઈશ્વર અથવા ખુદા આપે છે એમ નથી. જે સુખ કે દુઃખ મળે છે તેમાં આત્માએ પૂર્વે બાંધેલા શાતા કે અશાતાવેદનીય કર્મનું ફળ છે. આ બન્નેમાંથી એક તો હંમેશા ઉદયમાં રહે છે. વેદનીયકર્મના પ્રભાવથી આત્માને ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ તો ક્યારેક સુખદુ:ખ બન્ને સાથે ભોગવવા પડે છે. શાતા-અશાતા વેદનીય કર્મને જાણવાનો સાર એ છે કે તે પ્રસંગો પર સાવધાન રહેવાથી અશાતા વેદનીયનો બંધ ન થાય. જીવનમાં જયારે પણ કોઈ દુઃખ, પ્રતિકૂળતા અથવા શારીરિક બિમારી આવે ત્યારે પોતાના જ અશાતા વેદનીય કર્મનો પ્રભાવ છે એમ માનીને તે વેદનાને સમભાવપૂર્વક સહન કરવી જોઈએ. ક્યારેક માતા ગુસ્સો કરે કે પિતા ઉપાલંભ આપે અથવા આપણા ગુરુ કડવું સત્ય સંભળાવે ત્યારે આમ વિચારીને મનને શાંત રાખવું કે-તેઓ બધા મારા માટે પૂજય છે, For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૬૧ મારા હિત માટે મને કહે છે, એમના હ્દયમાં મારા પ્રત્યે પ્રેમ છે. માતા, પિતા અને ગુરુ પ્રત્યે એવો ભક્તિભાવ ઉત્કૃષ્ટ શાતા વેદનીય કર્મના બંધનું કારણ બને છે. ‘સંસારના બધા જ પ્રાણીઓનું બધા પ્રકારનું દુઃખ દૂર થાઓ' એવો મૈત્રીભાવ રાખવાથી મન શાંત રહે છે, શારીરિક અને માનસિક સુખ દેવાવાળો પરિવાર પણ પ્રાપ્ત થાય છે. જે રોગી છે, ગ્લાન છે, દર્દી છે. પછી તે ગૃહસ્થ હોય કે સંત હોય, મનુષ્ય હોય કે પશુ, બાળક હોય કે વૃદ્ધ, બધાની સેવા કરવાથી ઉત્કૃષ્ટ શાતાવેદનીય કર્મ બંધાય છે. શાતાવેદનીયના કર્મના ઉદયમાં પણ અનાસક્તભાવ-ઉદાસીનભાવ બનાવી રાખવો અને અશાતાવેદનીયના ઉદયમાં નિરાકુળતા તેમજ ‘સમતાભાવ' બનાવી રાખવો. તે જ વેદનીય કર્મને જાણવા-સમજવાનો સાર છે. ૪. મોહનીય કર્મનું નિરૂપણ ઃ જે કર્મ આત્માને મોહમાં નાખી મૂઢ બનાવી દે છે તે મોહનીય કર્મ છે. જે પ્રકારે નશો ચડે એવી વસ્તુઓનું સેવન કરવાથી વિવેકશક્તિ તથા વિચારવાની શક્તિ કુંઠિત તથા અવરોધતાને પામે છે તે પ્રમાણે જે કર્મ પુદ્ગલ પરમાણુઓથી આત્માની વિવેક-શક્તિ, વિચાર-આચારની કાર્યક્ષમતા મંદ થાય, કુંઠિત અને અવરોધિત થઈ દુષ્કૃતમાં પરિણમી જાય છે એને મોહનીય કર્મ કહેવામાં આવે છે. આઠ કર્મોમાં સર્વથી અધિક શક્તિશાળી મોહનીય કર્મ છે. મોહનીય કર્મ રાજા છે અને બાકીના ૭ કર્મો તેની પ્રજા છે. જ્યા સુધી મોહનીય કર્મનો પ્રભાવ આત્મા પર રહેલો છે ત્યાં સુધી વીતરાગતા પ્રગટતી નથી. બાકીના જે ઘાતીકર્મો છે તે આત્માની એક-એક શક્તિને આવૃત્ત કરે છે, જયારે મોહનીય કર્મ આત્માની અનેક પ્રકારની શક્તિઓને માત્ર આવરણ કરે છે એટલું જ નથી પણ સાથે સાથે વિકૃત કરે છે, મૂચ્છિત અને કુંઠિત પણ કરી નાખે છે. જેમ કે જ્ઞાનાવરણીય કર્મના કારણે આત્મા સમ્યપ્રકારે જ્ઞાનથી જાણી શકે નહિ, દર્શનાવરણીય કર્મના કારણે યથાર્થપણે દેખી શકે નહિ અને અંતરાયકર્મના કારણે વિવિધ પ્રકારની શક્તિઓને પ્રગટ કરી શકે નહીં. તેમ મોહનીય કર્મના કારણે આત્મા પોતાની શક્તિનો ઉપયોગ કરવામાં સમર્થ હોવા છતાં વિભાવભાવોમાં એટલો ફસાઈ જાય છે કે સમ્યક્ આચરણ કરી શકતો નથી. મોહનીય કર્મથી દૃષ્ટિમાં વિકાર ઉત્પન્ન થાય છે. જેથી આચરણમાં વિકૃતિ પેદા થઈ જાય છે. આ સંસારમા પ્રાણીઓને સૌથી વધારે મોહનીય કર્મ મોહિત કરે છે. આ કર્મ આત્માના શુદ્ધ સ્વભાવને વિકૃત કરે છે જેથી આત્મા પોતાના શુદ્ધ આત્મભાવને ભૂલીને રાગદ્વેષમાં ફસાય છે. આ કર્મના કારણે સ્વરૂપ રમણતામાં બાધા ઊભી થાય છે. મોહનીય કર્મનો સ્વભાવ દારૂ જેવા છે. જેમ દારૂ પીવાથી માણસ પોતાનું ભાન ભૂલી જાય છે તેમ આત્મા પોતાનું ભાન ભૂલી જાય છે. For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા મોહનીય કર્મને આત્માનો શત્રુ કહ્યો છે, કારણ કે તે સમસ્ત દુઃખોની પ્રાપ્તિમાં નિમિત્તકારણ છે. આ કર્મની વિશેષતા એ છે કે સાતેય કર્મ આ કર્મને આધીન છે. મોહનીય કર્મની હાજરી વગર સાતે કર્મ પોત-પોતાના કાર્ય કરતા જોવામાં આવતા નહીં હોવાથી તેઓ સ્વતંત્ર છે એમ ન કહી શકાય. માટે આત્માનો શત્રુ મોહનીય કર્મ છે કારણ બધા કર્મોમાં તે મુખ્ય કર્મ છે. ૬૨ પ્રશ્ન થાય કે મોહનીય કર્મનો સર્વથા નાશ થવા છતાં પણ અઘાતી કર્મોની સત્તા અમુક સમય સુધી જણાય છે, તો પછી એ અઘાતી કર્મો મોહનીય કર્મને આધીન કેવી રીતે માની શકાય ? કર્મના રહસ્યને સમજનારા જ્ઞાનીઓ આનું સમાધાન આપતા કહે છે કે મોહનીય કર્મનો નાશ થવાથી જન્મ-મરણની પરંપરારૂપ સંસારને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય બાકીના કર્મોમાં રહેલું નહી હોવાથી કર્મોની સત્તા હોવા છતાં અસત્તા સમાન જ ગણાય છે. આ જ કારણથી મોહનીય કર્મને જન્મ-મરણાદિ દુઃખરૂપ સંસારનું મૂળ કહ્યું છે. આગમોમાં મોહનીય કર્મને સેનાપતિની ઉપમા આપવામાં આવી છે. જેવી રીતે સેનાપતિનું મૃત્યુ થવાથી સેનામાં ભાગ-દોડ થઈ જાય છે તેવી રીતે મોદનીય કર્મનો નાશ થવાથી બાકીના ત્રણ ઘાતી કર્મ નાશ થઈ જાય છે અને ચાર અઘાતી કર્મો પણ આયુષ્ય કર્મનો ક્ષય થતાં નાશ પામી જાય છે અને નવા આયુષ્યનો બંધ પડી શકતો નથી. યાદ રાખવા જેવી વાત છે કે મોહનીય કર્મે મોટા-મોટા મહાપુરુષોને રઝળાવી માર્યા છે-પરાજિત કર્યા છે. ચાર જ્ઞાનના ધણી, ઈન્દ્રભૂતિ ગણધર ગૌતમને પ્રશસ્ત મોહના કારણે ભગવાન મહાવીરની હાજરીમાં કેવળજ્ઞાન ઉત્પન્ન ન થયું. અપાર ઋદ્ધિના ત્યાગી શ્રી શાલિભદ્ર મુનિને પણ થોડા મોહના કારણે કેવળજ્ઞાન ઉત્પન્ન ન થયું અને દેવલોકમાં જવું પડ્યું. ભાગવત-પુરાણ અનુસાર ગૃહત્યાગી, નિઃસ્પૃહ જંગલ નિવાસી જડભરતજીને એક હરણના બચ્ચાંનો મોહ થવાથી પોતાની સાધનામાં વિચલિતતા આવવાથી મૃગ યોનિમાં જન્મવું પડ્યું. રામાયણમાં રાજા દશરથને કૈકયી પ્રત્યે વધારે મોહ થવાથી શ્રીરામને ચૌદ વર્ષનો વનવાસ સ્વીકારવો પડ્યો. સુખ-દુઃખનું નિમિત્ત તો વેદનીય કર્મ છે. અને જ્યારે તેવો ઉદય આવે છે ત્યારે જીવ રાગદ્વેષ કરીને એક સારુ અને બીજાને ખરાબ, એક પર પ્રીતિ અને બીજા પર અપ્રીતિ, એક પર મનોજ્ઞતા અને બીજા પર અમનોજ્ઞતા, આ મોહનીય કર્મને કારણે થાય છે તેથી તેને સર્વ કર્મમાં પ્રબળ કહ્યું છે. વેદનીય કર્મ આત્માના સુખ-દુઃખ પર અસર કરે છે. જ્યારે મોહનીય કર્મ આત્માની આનંદસ્વરૂપ સૃષ્ટિને પ્રગટ થવા દેતું નથી. સાંસારિક સુખ-દુઃખનું કારણ મોહનીય કર્મ છે. આમ મોહવશ થઈને ભૌતિક For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૬૩ સુખને માટે પ્રયત્ન કરનારાને ભગવાન મહાવીરે કહ્યું છે કે, “ક્ષણ માત્ર સુખને માટે લાંબા કાળના દુઃખનું સર્જન કરી રહ્યા છો, રાગ-દ્વેષાદિ વિકાર મોહનીય કર્મના કારણે છે. આ વાતને સ્પષ્ટ કરતા “સ્થાનાંગ સૂત્ર'ની ટીકામાં લખ્યું છે કે, જેમ દારૂ પીધેલ માણસ આડોઅવળો પછડાતો રહે છે, અહીં-તહીં આળોટે છે, ન સમજી શકાય તેવા કાર્ય કરે છે અને પોતાનું નિયંત્રણ ખોઈ નાખે છે. એ જ પ્રકારે આત્મા મોહનીય કર્મના કારણે મૂઢ બનીને પોતાનું હિત-અહિત, કર્તવ્ય-અકર્તવ્ય, સત્ય-અસત્ય અને કલ્યાણઅકલ્યાણનું ભાન ભૂલી જાય છે. આત્મા પોતાના હિત-અહિતને જાણી પણ લે છે છતાં મોહનીય કર્મના ઉદયના કારણે તે પ્રમાણે આચરણ કરી શકતો નથી. આ કર્મ આત્માના આનંદમય શુદ્ધસ્વરૂપને આવરણ કરે છે જેથી આત્મા ઈન્દ્રિયોના ક્ષણિક વિષય સુખોને સુખ સમજે છે. કામ-ક્રોધ, મદ-લોભ, રાગ-દ્વેષ અને કપટ આદિ અનેક પ્રકારના મનોવિકાર મોહનીય કર્મના વિવિધ પરિણામ છે. પ્રેમ-સંબંધ, વિજાતીય આકર્ષણ, બળાત્કાર તથા પ્રેમ લીલાઓ આદિ મોહનીય કર્મ દ્વારા ભજવવામાં આવતું વૈવિધ્યપૂર્ણ નાટક છે. મનમાં ઊભી થતી ચપળતા-ચંચળતા એ બધાનું કારણ મોહનીય કર્મનો પ્રભાવ છે. આત્માને સંસારમાં રખડાવનાર તથા આત્માને પૌદગલિક સુખમાં તાદાભ્ય કરાવી દેનાર અને પોતાને પોતાથી સંપૂર્ણ વિસ્તૃત કરી પરભાવને પોતાનો સ્વભાવ બનાવી દેવાવાળું મોહનીય કર્મ છે. મોહનીય કર્મના બે કાર્ય : મોહનીય કર્મ બે કાર્ય કરે છે, કારણ મોહનીય કર્મના બે રૂપ છે. શ્રદ્ધા અર્થાત્ દર્શનરૂપ અને ચારિત્ર અર્થાત્ પ્રવૃત્તિરૂપ. શ્રદ્ધા પોતાના અંતરમાં રહેવાવાળી માન્યતા છે જેનાથી મનુષ્યની પ્રવૃત્તિમાં અંતર પડી જાય છે. જેમ જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય કર્મના પ્રભાવથી આત્માની જ્ઞાન, દર્શન અને વીર્યની શક્તિ ઓછી થાય છે પરંતુ વિકૃત નથી થતી. જ્ઞાન, દર્શન અને વીર્યની ઓછાઈથી આત્માને વિશેષ હાનિ થતી નથી કારણ આત્મામાં એટલું તો જ્ઞાન, દર્શન અને વીર્ય અનાવૃત્તરૂપે રહે છે જેનાથી તે પોતાના લૌકિક અને લોકોત્તર પ્રયોજન સિદ્ધ કરી શકે પરંતુ મોહનીય કર્મ તો રાગભાવ વડે આત્માની બધી શક્તિઓને વિકૃત કરે છે. આ રાગ-દ્વેષાદિભાવ જ બંધનમાં નાખવાવાળા સ્વતંત્રપણે વિકારરૂપ છે. મોહનીય કર્મ દષ્ટિને વિકૃત કરે છે, જેનાથી યથાર્થ તત્ત્વો તથા ભાવોને જાણી શકાતા નથી. એટલા માટે કર્મવિજ્ઞાનના જાણકારોએ મોહનીય કર્મના બે કાર્ય બતાવ્યા છે. એક બાજુ આત્માનું યથાર્થ દર્શન એટલે શ્રદ્ધાને વિકૃત વા નષ્ટ કરે અને બીજી બાજુ આત્માના ચારિત્રને વિકૃત વા કુંઠિત કરે છે. આ જ કારણથી મોહનીય કર્મના બે રૂપ છે. એક અવળી શ્રદ્ધારૂપ અને બીજુ અવળી પ્રવૃત્તિરૂપ. પ્રવૃત્તિઓ તો બહારમાં જોઈ શકાય છે. For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૬૪ પરંતુ મૂળભૂત શ્રદ્ધા અંદરમાં રહેલી છે, જેનું પ્રવૃત્તિઓ પરથી અનુમાન થાય છે. કદાચિત્ આત્માને હિતાહિત પરખવાની દૃષ્ટિ આવી જાય, છતાં તે પ્રમાણે આચરણ કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થતું નથી. શાસ્ત્રકારોએ મોહનીય કર્મના કાર્ય અને સ્વભાવને યથાર્થરૂપથી સમજવા માટે બે ઉત્તર પ્રકૃતિઓ કહી છે. એક દર્શનમોહનીય અને બીજું ચારિત્ર મોહનીય. દર્શન મોહનીયનું સ્વરૂપ તથા પ્રભાવ : જે પદાર્થ જેવો છે તેવા રૂપમાં તેને સમજવો એટલે તત્વો ૫૨ શ્રદ્ધા, રૂચિ અને પ્રતીતિ કરવી તે દર્શન છે. આ દર્શન આત્માનો પોતાનો સ્વાભાવિક ગુણ છે. તેને ઘાત કરવાવાળા અથવા આવરણ કરવાવાળા, મોહિત કરવાવાળા તથા વિકૃત કરવાવાળા કર્મને દર્શનમોહનીય કર્મ કહે છે અથવા આત્માના સમ્યક્ત્વ ગુણનો ઘાત કરવાવાળા કર્મને દર્શનમોહનીય કર્મ કહેવાય છે. એટલું ધ્યાન રાખવું કે દર્શનાવરણીય કર્મનો ‘દર્શન’ શબ્દ અને દર્શન મોહનીય કર્મનો ‘દર્શન’શબ્દ બિલકુલ ભિન્ન ભિન્ન છે. દર્શનાવરણ કર્મનો ‘દર્શન’ શબ્દનો અર્થ સામાન્ય બોધ છે, જયારે દર્શનમોહનીય કર્મના દર્શન શબ્દનો અર્થ શ્રદ્ધા અથવા દૃષ્ટિ છે. જે વસ્તુ જે પ્રકારની છે તેનું તાત્વિક દષ્ટિથી યથાર્થ મૂલ્યાંકન કરીને અથવા હેય, શેય ઉપાદેયનું વિશ્લેષણ કરીને એને તેવી રીતે જાણવું તેને ‘દર્શન' કહે છે. જે કર્મ આવું સંપૂર્ણ તથા શુદ્ધ દર્શન ન થવા દે, તે દર્શન-મોહનીય કર્મ છે. દર્શન મોહનીય કર્મના ઉદયથી વસ્તુનું યથાર્થ સ્વરૂપનું દર્શન કેમ થતું નથી ? એનું મુખ્ય કારણ સંશય, વિપર્યય, અનધ્યવસાય, મૂઢતા આદિ છે. જ્યાં તત્ત્વને જાણવાનીજોવાની તથા દેવ-ગુરુ-ધર્મની પ્રતિ શ્રદ્ધા કરવાની વાત આવે ત્યાં અનેક પ્રકારની શંકાકુશંકા કરવી તેને સંશય કહે છે. જ્યાં સત્ય જાણવાનો પ્રસંગ હોય ત્યાં વિપરીતપણે જાણવું તે વિપર્યય છે. દેવ-ગુરુ-ધર્મ પ્રતિ અથવા તત્ત્વ પ્રતિ શ્રદ્ધા દઢ ન થવી અથવા નિશ્ચયાત્મક સ્થિતિ ન હોય તે અનધ્યવસાય છે. આ પ્રકારની ગતાનુગતિકતા, અંધશ્રદ્ધા, રૂઢિપ્રિયતા, લોકમૂઢતા, દેવમૂઢતા અને ગુરુમૂઢતા આદિ મૂઢતાઓ પણ દર્શનમોહનીયના પ્રભાવથી ઉત્પન્ન થાય છે. જેમ કોઈ વ્યક્તિને તાવ આવ્યો હોય તો તેને પૌષ્ટિક વસ્તુઓ રૂચિકર લાગતી નથી અથવા તે વસ્તુઓ પ્રત્યે તેને નફરત થાય છે, તેવી રીતે દર્શનમોહનીય કર્મની પ્રબળતાને કારણે શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યે રૂચિ નથી થતી અને તે પ્રત્યે શ્રદ્ધા થતી નથી. આવા સમયે તે આત્માની શ્રદ્ધા લૌકિક અને સાંસારિક લાભો દેવાવાળા દેવો પ્રત્યે For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૬૫ અથવા આડંબરયુક્ત હિંસાને ધર્મ બતાવવાવાળા તથા ભાષણ દ્વારા બીજા લોકોને પ્રભાવિત કરવાવાળા ગુરુઓ પ્રતિ તથા ભોગ-ઉપભોગ પ્રેરિત કરવાવાળા ધર્મ પ્રત્યે રૂચિ હોય, આવું જે કર્મના ઉદયથી થાય છે તે કર્મને દર્શનમોહનીય કર્મ કહે છે. “પંચાધ્યાયી' પુસ્તક અનુસાર “દર્શનમોહનીય કર્મના પ્રભાવથી આત્મા, આત્મા સિવાયના પદાર્થો પ્રત્યે આત્મા જેવો ભાવ રાખે અને ધર્મને અધર્મ સમજવા લાગે છે. આ કર્મના ઉદયથી આત્માનો વિવેક મદોન્મત્ત પુરુષની બુદ્ધિની જેમ નાશ પામે છે. અન્ય દર્શન એને “અવિદ્યા અથવા “માયા' કહે છે, તેને જૈન દર્શન મોહ કહે છે. એટલા માટે દર્શનમોહનીયનો સીધો અર્થ પોતાના દૃષ્ટિકોણ પર મૂઢતા છવાઈ જવી. દર્શનમોહને કારણે સમ્યક દૃષ્ટિકોણ નાશ પામી જાય છે, જેથી જીવ મિથ્યા ધારણાઓ અને વિચારધારાઓમાં ફસાય છે, જેથી વિવેકબુદ્ધિ અસંતુલિત થાય છે. આવો દર્શનમોહનીયનો પ્રભાવ પ્રગટ કરતાં ભગવાન મહાવીરે ‘ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે “જેટલા અજ્ઞાની પુરુષો છે તે પોતાના માટે દુ:ખ ઊભું કરે છે. તે મૂઢ અનંત જન્મમરણરૂપ સંસારમાં ભટકતા રહે છે. તેને વિવિધ પ્રકારની ભાષા રક્ષણ કરી શકતી નથી તથા ભૌતિક વિદ્યાઓ તેના આત્માને કર્મબંધના કારણોથી ઊભા થતા દુઃખથી બચાવી શકતી નથી. દર્શનમોહનો એવો પ્રબળ પ્રભાવ છે કે જેનાથી આત્માને પરપદાર્થો પ્રત્યે રૂચિ રહે છે. જેનાથી સ્ત્રી-પુત્રાદિ મારા છે, ધન-સંપત્તિ મારા છે. શરીર અને ભોગોમાં મારાપણાની કલ્પના કરીને આત્મા તેમાં ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિના ભાવ કરે છે. તેનો ઉપભોગ કરવાથી તેમાં સુખ માને છે અને તેના વિયોગથી દુઃખ માને છે. તાત્વિકવિવેકના અભાવને કારણે જીવ બાહ્ય પદાર્થોમાં ગૂંચવાયેલો રહે છે તથા તે પદાર્થોની પ્રાપ્તિ અર્થે પોતાનો બહુ મૂલ્ય સમય તથા શક્તિ ખર્ચ કરે છે. તેની પાછળ તે સત્ય અસત્ય તથા ન્યાય-અન્યાયનો વિવેક ખોઈ નાખે છે. તત્ત્વ ઉપદેશ મળવા છતાં બાહ્યભાવોથી છૂટીને અંર્તમુખ થતો નથી, પછી ભલે તે બહારથી ઉપદેશને સત્ય તથા કલ્યાણમય કહેતો હોય. તે સામાયિક, પ્રતિક્રમણ તથા બાહ્ય તપ-જપ આદિ ધાર્મિક ક્રિયાઓ કરતો હોય પરંતુ એની પાછળ એની આંતરિક શ્રદ્ધા, આત્મચિંતન, આત્મસત્વ પર પૂર્ણ નિષ્ઠા રહેતી નથી. ભૌતિક સુખની પ્રાપ્તિ માટે ધનાદિ પદાર્થ તથા બાહ્ય સુખ-સુવિદ્યાઓ તરફ તેનો ઝુકાવ રહે છે. મોટા ભાગે એવું જોવામાં આવે છે કે, કેટલાક વિદ્વાનો શાસ્ત્રો વાંચે છે, ઉપદેશ પણ આપે છે પણ તેમનો ઝુકાવ બાહ્ય પદાર્થોની પ્રાપ્તિ તરફ અથવા તેમની પ્રસિદ્ધિ થાય એવા ભાવ તરફ રહે છે. For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા દર્શનમોહનીયનો પ્રભાવ એટલો પ્રબળ છે કે મનુષ્ય કદાચ કોઈના કહેવાથી અથવા સમજાવવાથી ક્ષણિક વૈરાગ્યમાં આવી જાય અને ભોગનો ત્યાગ કરીને સાધુ બનીને કઠોર તપશ્ચર્યા કરે, તોપણ તેનું મન અંતર્મુખી થઈ આત્મતત્ત્વ તરફ વળતું નથી. માત્ર વેશપરિવર્તનથી, વિદ્વાન બનીને ભાષણ દેવાની કળામાં પ્રવીણ થવાથી પોતાને આત્માર્થી સમજે છે. ૬૬ દર્શનમોહનીયના પ્રભાવથી આત્મા પોતાનું આંતરિક નિરીક્ષણ-તત્ત્વ પરીક્ષણ ન કરતાં અન્ય સંપ્રદાય-પંથ, મતાદિની નિંદા અથવા કટુ આલોચના કરવામાં પોતાની શક્તિ વેડફી નાખે છે. આ પ્રકારે મિથ્યા શ્રદ્ધારૂપ મોહને દર્શનમોહનીય કહે છે. ચારિત્રમોહનીય કર્મનું સ્વરૂપ તથા પ્રભાવ : મોહનીય કર્મનો બીજો ભેદ ચારિત્ર મોહનીય છે. સ્વભાવની પ્રાપ્તિ વા આત્મસ્વરૂપમાં રમણતાને નિશ્ચય ચારિત્ર કહે છે અને અશુભથી નિવૃત્તિ તથા શુભમાં પ્રવૃત્તિને વ્યવહાર ચારિત્ર કહે છે. વ્રત-નિયમ, ત્યાગ-પ્રત્યાખ્યાન, સમિતિ-ગુપ્તિ તપ આદિ બધા ચારિત્રના નામ પ્રસિદ્ધ છે, પણ આ બધાનો સમાવેશ વ્યવહાર ચારિત્રમાં આવે છે. આ બધા નિશ્ચય ચારિત્રને પ્રગટ કરવા માટેના સાધનો છે અને સાધ્ય તો નિશ્ચય ચારિત્ર જ છે. જેવી રીતે દવા (ઔષધ) એ પોતે સ્વાસ્થ્ય નથી, પણ સ્વાસ્થ્ય મેળવવા માટેનું સાધન છે તે જ પ્રકારે વ્યવહાર ચારિત્રના સઘળા પ્રકારો આત્મરમણતા પ્રગટ કરવા માટેના સાધન છે. આગમોમાં મોહ અને ક્ષોભથી રહિત સમતાયુક્ત પરિણામ (ભાવ)ને સમ્યક્ ચારિત્ર કહે છે. જો તપત્યાગ, વ્રત-નિયમ આદિ આચરણ કરવા છતાં જો અંતરમાં મોહ અને ક્ષોભ વિદ્યમાન છે તો તે ચારિત્ર નથી પણ ચારિત્રાભાસ છે. અનંત ચારિત્ર આત્માનો મૂળ ગુણ છે, તેને ચારિત્રમોહનીય કર્મ રોકે છે અને વિકૃત પણ કરે છે. ચારિત્રમોહનીય કર્મ ચારિત્ર (સ્વભાવમાં) રમણતા કરાવવાને બદલે પૌદ્ગલિક વિભાવ ભાવોમાં રમણતા કરાવવાનું કાર્ય કરે છે. તે કર્મ જીવને એટલુ પરાધીન કરે અને મૂઢ બનાવી દે છે જેથી તે પરભાવને સ્વભાવ માની બેસે છે. તે જીવની વૃત્તિ અને પ્રવૃત્તિ જોઈને થાય કે તે વ્યક્તિનો સ્વભાવ વિકારોમાં જ રહેવાનો છે. આટલી બધી વિપરીતતા લાવી દેવાની શક્તિ ચારિત્રમોહનીય કર્મમાં રહેલી છે. ચારિત્ર મોહનીય કર્મને બે વિભાગોમાં વહેચ્યાં છે, કષાય-મોહનીય અને નોકષાય મોહનીય. કષાય મોહનીય : ‘કષ' એટલે જન્મ-મરણ રૂપ સંસાર અને ‘આય’નો અર્થ છે આવવું, તેનો લાભ પ્રાપ્ત થવો. જે કર્મના કા૨ણે સંસારનો-જન્મમરણનો લાભ પ્રાપ્ત થાય તેને કષાય કહેવાય છે. ‘તત્વાર્થ રાજવાર્તિક’માં કષાય-મોહનીયના સંદર્ભમાં કહ્યું છે કે, For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૬૭ જેના કારણે ચારિત્રના પરિણામ ક્ષીણ થાય છે તેને કષાય કહેવાય છે.” જે કર્મના કારણે ક્રોધ, માન, માયા અને લોભ આદિ કષાયોની ઉત્પત્તિ થાય તેને કષાય મોહનીય કહેવામાં આવે છે. કષાય જ કર્મબંધ માટે મુખ્ય હેતુ છે અને જ્યાં સુધી કર્મબંધ છે ત્યાં સુધી આત્મા બધા દુઃખોથી મુક્ત થઈ શકતો નથી. આ કષાય-મોહનીય સંસાર પરિભ્રમણમાં વૃદ્ધિ કરે છે. વાસ્તવમાં કષાય છે તે સંસાર સાથે એકત્ર કરાવવાને અને આત્માને પોતાના મૂળ ગુણોથી દૂર રાખવામાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. દશવૈકાલિક સૂત્રોમાં ભગવાન મહાવીરે કહ્યું છે કે, “ક્રોધાદિ ચારેય કષાય સંસારરૂપી વૃક્ષનાં મૂળનું સિંચન કરવાનું કાર્ય કરે છે કારણ કે કર્મનો અનુભાગ તથા સ્થિતિ બંધનો આધાર કષાય પર રહેલો છે. કષાયની તરતમતા પર કર્મની તીવ્રતામંદતા નિર્ભર છે. આ ક્રોધ, માન, માયા, લોભ જીવોના જીવનનું કેટલું અનિષ્ટ કરે છે તેનો નિર્દેશ દશવૈકાલિક સૂત્રમાં કર્યો છે-ક્રોધ પ્રીતિને નાશ કરે છે, માન વિનયનો નાશ કરે છે, માયા મિત્રતાનો નાશ કરે છે અને લોભ તો સમસ્ત ગુણોનો નાશ કરે છે. વાલ્મીકિ રામાયણમાં ક્રોધાદિ કષાયના વિષયમાં કહ્યું છે કે, ‘ક્રોધી વ્યક્તિ કયું પાપ નથી કરતો. ક્રોધી વ્યક્તિ, વડીલો-ગુરુજનોનો પણ વધ કરતા અટકતા નથી. મુખ્યતયા કષાયના ચાર ભેદ છે અને તેની તીવ્રતા-મંદતાના આધાર પર પ્રત્યેક કષાયના ચાર ભેદ થવાથી કુલ ૧૬ ભેદ પ્રરૂપિત કર્યા છે. કષાયના મૂળ ચાર ભેદ છે : (૧) ક્રોધ (૨) માન (૩) માયા (૪) લોભ. ક્ષમા ન રાખવી તે ક્રોધ, સત્તા, ધન આદિનો અહંકાર તે માન છે, બીજાને છેતરવા તે માયા છે અને અસંતોષ અથવા આસક્તિ તે લોભ છે. કષાય-મોહનીય કર્મના ઉદયથી આત્મા ક્રોધી બને છે, અભિમાની બને છે, માયાવી તથા લોભી બને છે. જે જીવો ક્રોધ-રોષમાં જીવી રહ્યા છે તેનું કારણ તેઓને કષાય-મોહનીયનો ઉદય છે. (૧) ક્રોધ :- બીજા ઉપર રોષ કરવો, આવેશમાં આવી જવું અથવા પ્રશમ ભાવને ભૂલીને આક્રોશમાં આવી જવું તે ક્રોધ કહેવાય છે. કોપ કરવો, તર્જના કરવી, ઘાત આદિ ક્રોધના પ્રકાર છે. (૨) માન :- સ્વ-ઉત્કર્ષનું કથન કરવું અથવા પોતાનું આત્મ-પ્રદર્શન કરવાને માન કહે છે. ગર્વ, અભિમાન, અહંકાર, પ્રશંસા અને ઉદંડતા આદિ માનના પ્રકાર છે. અંતરમાં નમ્રતા, મૃદુતા અથવા કોમળતાના ભાવ ન થવા તે અહંકાર છે. (૩) માયા :- મન-વચન-કાયાની પ્રવૃત્તિમાં વક્રતા અથવા સરળતાના અભાવને માયા કહે છે. વિચારમાં, બોલવામાં અને આચરણ એમ ત્રણેમાં જુદાપણું તે માયા છે. કપટ, છલ, ઠગવું, વંચના, ધૂર્તતા, દંભ દેખાડો કરવો, દગો કરવો અને દંભ કરવો તે માયાના પ્રકાર છે. For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૮ સ્વાધ્યાય સુધા (૪) લોભ :- બાહ્ય પદાર્થો પ્રતિ મમત્વ અથવા તૃષ્ણાની બુદ્ધિ તે લોભ છે. પોતાપણાનો અધિકાર-માલિકીભાવ અને અપ્રાપ્ય વસ્તુને પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા તેનો લોભમાં સમાવેશ થાય છે. મમતા, સંગ્રહવૃત્તિ, લાલસા, તૃષ્ણા, કામને, મૂચ્છ, આસક્તિ આદિ લોભના બીજા રૂપ છે. આ ચારે કષાય પ્રાણીના ચિત્તને કષાયવાળા બનાવી દે છે. દરેક જીવને આ કષાય એક સરખી રીતે ઉદયમાં આવતા નથી. એટલા માટે આ ચારે કષાયોના તીવ્રતમ, તીવ્રતર, તીવ્ર અને મંદ સ્થિતિના કારણે પ્રત્યેકના ચાર પ્રકાર કહ્યા છે. જે ક્રમશઃ તીવ્રતમ સ્થિતિ (અનંતાનુબંધી) તીવ્રતર સ્થિતિ (અપ્રત્યાખ્યાનાવરણીય) તીવ્ર સ્થિતિ (પ્રત્યાખ્યાનાવરણીય) અને મંદ સ્થિતિ (સંજવલન)ના નામથી ઓળખાય છે. અનંતાનુબંધી કષાય : જે કષાય અનંત સંસારનો અનુબંધ કરાવવાવાળો છે, તેને અનંતાનુબંધી કષાય કહેવાય. આ કષાયના પ્રભાવથી આત્મા અનંતકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે. આ કષાય સમ્યક્ત્વનો ઘાત કરે છે અને જીવન પર્યન્ત રહે છે. સૂતેલો સાપ જેમ નિમિત્ત મળતાં ઊભો થાય તેમ આ કષાય પ્રગટ થાય છે. અનંતાનુબંધી કષાય પર્વતમાં પડતી ફાટ સમાન છે. જેમ પર્વતમાં પડેલી ફાટને જોડવી અત્યંત મુશ્કેલ છે તેમ અનંતાનુબંધી કષાય અથાગ પરિશ્રમ અને અનેક ઉપાયો કરવા છતાં પણ શાંત નથી થતો. કઠોર વચન, પરસ્પર વૈર આદિ કોઈપણ કારણથી ઉત્પન્ન થયેલો ક્રોધ એવો ભયંકર હોય છે કે જે એક જીંદગી સુધી નહી પણ અનેક જન્મોની વૈર પરંપરા સર્જે છે. અનંતાનુબંધી માન પાષાણના સ્તંભ સમાન અથવા વજસ્તંભ સમાન છે. આવો સ્તંભ તૂટી જાય પણ નમે નહિ તેવી રીતે અભિમાની એવો અક્કડ અને “હું કાંઈક છું તેવા ભાવોની તીવ્રતાવાળો હોવાથી આખી જીંદગી પર્યત તેનામાં નમ્રતા આવતી નથી. અનંતાનુબંધી માયા વાંસના મૂળની ગાંઠ સમાન છે. જેવી રીતે વાંસના મૂળની ગાંઠ કોઈપણ ઉપાય કરીને સીધી થતી નથી, તે જ પ્રમાણે અનંતાનુબંધી માયા જીવન પર્યંત બની રહે છે. કોઈપણ ઉપાયે સરળતા આવતી નથી. અનંતાનુબંધી લોભને મજીઠના રંગની ઉપમા આપવામાં આવી છે. જેમ વસ્ત્ર ઉપર એ રંગ ચઢાવવામાં આવે તો એ વસ્ત્રને ગમે તેટલીવાર ધોવામાં આવે તો એ રંગ ફીટતો નથી, એ જ પ્રકારે અનંતાનુબંધી લોભવાળો પોતાની ગમતી વસ્તુ પ્રત્યે પોતાનું સ્વામિત્વ, મમત્વ અથવા મમતા અને એની લાલસા જીંદગી ભર સુધી છોડતો નથી. સારાંશ એ છે કે અનંતાનુબંધી કષાય જન્મ જન્માંતર સુધી સાથે ચાલે છે. આ કષાયના પ્રભાવથી જીવ નરકમાં ઉત્પન્ન થાય છે. For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ ૬૯ સ્વાધ્યાય સુધા અપ્રત્યાખ્યાનાવરણીય કષાય : જે કષાયના ઉદયથી આત્મા કોઈપણ પ્રકારના ત્યાગ કે પ્રત્યાખ્યાન કરી શકતો નથી તેને અપ્રત્યાખ્યાનાવરણીય કષાય કહેવાય. આ કષાયવાળો આત્મા પ્રત્યાખ્યાન કરી શકતો નથી. આ કષાયની અવધિ વધારેમાં વધારે ૧ વર્ષ છે. આ કષાય એક વર્ષથી વધારે રહે તો અનંતાનુબંધીમાં પરિવર્તિત થઈ જાય છે. અપ્રત્યાખ્યાનાવરણીય કષાયમાં તીવ્રતા ઓછી થવાથી સમ્યક્ત્વ પ્રગટ થાય છે. જેનાથી આત્મા શ્રદ્ધાવાન બનીને યથાર્થપણે દેવ-ગુરુ-ધર્મની સાચી ઓળખ કરી શકે છે. અપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ - જે ક્રોધ તળાવ સૂકાઈ ગયું છે અને તળાવની જે માટી તેમાં તિરાડ પડી જાય છે તે એની મેળે બૂરાઈ જતી નથી પણ ઘણો ધૂળ, કચોર, માટી, પત્થર નાખ્યા પછી ઘણા કાળે તે તિરાડ પૂરી શકાય તેની રીતે અપ્રત્યાખ્યાનવરણીય ક્રોધ ઘણા કઠિન ઉપાયથી શાંત કરી શકાય છે. અપ્રત્યાખ્યાનાવરણીય માન :- જે માન વાકા વળી ગયેલા હાડકા સમાન છે. જે | પ્રકારે વાકું વળી ગયેલું હાડકું ૧ વર્ષ સુધી તેલનું જ માલીશ કરી સીધુ થાય છે તે જ પ્રમાણે અપ્રત્યાખ્યાનાવરણીય માન વધારેમાં વધારે ૧ વર્ષ સુધી અક્કડ રહીને અંતે નમી જાય છે. અપ્રત્યાખ્યાનાવરણીય માયા : આ પ્રકારની માયાને ઘેટાંના શીંગડાની ઉપમા આપી છે. ઘેટાંના શીંગડામાં રહેલી વક્રતા જેમ ખૂબ જ પરિશ્રમ અને અનેક ઉપાયોથી દૂર થાય છે; તેમજ અપ્રત્યાખ્યાનાવરણીય માયાના પરિણામ પણ કઠિન સાધનાનો પુરૂષાર્થ કરવાથી સરળતામાં બદલાય છે. અપ્રત્યાખ્યાનાવરણીય લોભ કીચડ (કાદવ)ના રંગ જેવો છે. જેમ વસ્ત્ર ઉપર લાગેલ કાદવનો ડાઘો બહુ મુશ્કેલીથી દૂર કરી શકાય છે, તેવી જ રીતે જે લોભને અત્યંત પ્રયત્ન દ્વારા દૂર કરી શકાય તેને અપ્રત્યાખ્યાનાવરણીય લોભ કહેવાય છે. અત્યંત પ્રયત્ન એટલે સતત ધર્મ-ચિંતન આદિ કરવું. આ કષાયના ઉદયથી તિર્યંચ ગતિનો બંધ થાય છે. પ્રત્યાખ્યાનાવરણીય કષાય : જેના ઉદયથી સર્વ વિરતિરૂપ પ્રત્યાખ્યાન અર્થાત શ્રમણ ધર્મ (મહાવ્રત) ને આદરી શકાતા નથી તે પ્રત્યાખ્યાનાવરણીય કષાય છે. આ કષાયની સ્થિતિ ૪ માસની છે. આ કષાયના ઉદયથી જીવ મનુષ્ય ગતિનો બંધ પાડે છે. પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ-ધૂળ પર દોરવામાં આવેલી લીટી સમાન કહ્યો છે. જેમ ધૂળ પર દોરવામાં આવેલી લીટી જેમ હવા આવે તો નાશ પામે છે તેવી જ રીતે પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ સામાન્ય ઉપાયોથી શાંત થઈ જાય છે. પ્રત્યાખ્યાનાવરણીય માન-લાકડાના સ્તંભ સમાન કહ્યો છે. જેમ લાકડાનો સ્તંભ તેલ આદિમાં રાખવાથી જલ્દી વળી જાય છે એવી રીતે જે માન સાધારણ ઉપાયોથી નાશ કરી શકાય તે પ્રત્યાખ્યાનાવરણીય માન કહેવાય છે. For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધી પ્રત્યાખ્યાનાવરણીય માયા-ચાલતા બળદના મૂત્રની ધારા જેવો છે. જેવી રીતે મૂત્રની ધારા જમીન પર વાંકી-ચૂકી પડેલી છે તે હવા આદિથી સૂકાઈ જાય છે તેવી જ રીતે પ્રત્યાખ્યાનાવરણીય માયા પણ અલ્પ પ્રયાસથી સરળતામાં પરિવર્તિત થઈ જાય છે. ૦૭ પ્રત્યાખ્યાનાવરણીય લોભ ગાડીના પૈડામાં રહેલી મેસ જેવો અથવા આંખમાં આંજવાની મેસ જેવો હોય છે જે થોડા જ પ્રયત્ન કરવાથી નાશ પામે છે. સંજ્વલન કષાય : જે કષાયના ઉદયથી આત્માને યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ થતી નથી તે સંજવલન કષાય છે. આ કષાય કેવળજ્ઞાનની ઉત્પત્તિ થવામાં બાધારૂપ થાય છે. આ કષાયથી, ઉપસર્ગ અથવા કષ્ટ આવવાથી સાધુના ચિત્તની સમાધિ અને શાંતિ રહેતી નથી પણ આ કષાયની અસર પણ લાંબો સમય ટકતી નથી. આ કષાયની અવિધ વધારેમાં વધારે ૧૫ દિવસની હોય છે. આ કષાયને કારણે જીવ દેવગતિમાં ઉત્પન્ન થાય એવા કર્મોને ગ્રહણ કરે છે. સંજ્વલનનો ક્રોધ એ પાણીમાં દોરેલી લીટી જેવો છે જે પછી શાંત થઈ જાય છે. આ પ્રકારનો ક્રોધ બહુ સામાન્ય હોય છે. ક્રોધનો આવેગ આવતાં આત્મા તેનાથી થોડો પ્રભાવિત થઈ જાય છે પણ તરત પાછો સ્વભાવમાં આવી જાય છે. સંજ્વલનનું માન એ વેલીના સ્તંભ સમાન છે. જેમ પાંદડાની વેલીનો સ્તંભ જરાપણ પરિશ્રમ વિના નમી જાય છે, તેવા જ પ્રકારે જે માન સહજ છૂટી જાય તે સંજવલન પ્રકારનું માન છે. સંજ્વલન માયા વાંસના છોડા જેવી હોય છે જે થોડી જ વક્ર હોય છે. જેમ વાંસના છોડાની છાલ જે વંકાઈ છે તે ઓછા પ્રત્યને સીધી થઈ જાય છે, તેવી રીતે જે માયા પોતાની મેળે સરળતાથી દૂર થઈ જાય છે તે સંજવલન પ્રકારની માયા છે. સંજ્વલન લોભ એ હળદરના રંગ જેવો છે. જેમ વસ્ત્ર ઉપર લાગેલો (સૂકી) હળદરનો રંગ જલ્દીથી નીકળી જાય છે, તેવી જ રીતે જે લોભ ઓછા પ્રયત્ને એની મેળે દૂર થઈ જાય છે તે સંજ્વલન પ્રકારનો લોભ છે. નોકષાયમોહનીય : ચારિત્ર મોહનીયનો બીજો પ્રકાર નોકષાય મોહનીય છે. તેને નોકષાય વેદનીય પણ કહે છે. અહીં ‘નો' શબ્દનો અર્થ ઈષત, અલ્પ અથવા સહાયક થાય છે. એટલે નોકષાયનો અર્થ અલ્પ-કષાય અથવા સહાયક કષાય છે. જે કષાયના સહવર્તી છે તે નો-કષાય કહેવાય છે. ક્રોધ, માનાદિ કષાયો સાથે જ નોકષાય પણ ઉદયમાં આવે છે અને તેને ઉત્તેજિત કરે છે. કર્મગ્રંથમાં નોકષાયના સંદર્ભમાં કહ્યું છે કે ‘જે કષાય નથી, પણ કષાયના સહવર્તી છે, કષાયના ઉદય સાથે જેનો ઉદય થાય છે, કષાયને ઉત્પન્ન કરવામાં તથા તેને ઉત્તેજિત કરવામાં સહાયક છે તે નોકષાય કહેવાય For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૭૧ છે, નોકષાય મોહનીય કર્મના પ્રભાવથી મનુષ્ય ક્યારેક હસે છે તો ક્યારેક રડે છે, ક્યારેક ખુશ થાય છે તો ક્યારેક દુઃખી, ક્યારેક ભયાકુળ બને છે તો ક્યારેક નિર્ભય. ક્યારેક અણગમતી વસ્તુ જોઈને નાકનું ટેરવું ચડાવે છે તો ક્યારેક સ્વસ્થ દેખાય છે.આ બધા પ્રકારના મનોભાવ નોકષાય કર્મ દ્વારા પ્રેરિત છે. નોકષાય મોહનીય કર્મના નવ ભેદ બતાવવામાં આવ્યા છે. (૧) હાસ્ય (૨) રતિ (૩) અરતિ (૪) શોક (૫) ભય (૬) જુગુપ્સા (૭) સ્ત્રીવેદ (૮) પુરુષવેદ (૯) નપુસંકવેદ. (૧) હાસ્ય નોકષાય :- કેટલાક જીવો કારણથી હસે છે, કેટલાક કારણ વગર હસે છે. કોઈને હાસ્યરૂપ વાત સાંભળીને હસવું આવે છે તો કોઈને તેવું દશ્ય જોઈને હસવું આવે છે. અનેકવાર મનુષ્યને કોઈ હાસ્યજનક દશ્ય સામે ન જોવા, ન સાંભળવા તથા ન વાંચવા છતાં હસવું આવે છે. મનુષ્ય કારણ વગર કે કારણથી હસતો હોય છે પણ બધાની પાછળ એક અદશ્ય કારણ રહેલું છે તે છે હાસ્ય-મોહનીય કર્મ. આ કર્મના ઉદયથી ભાંડ, વિદૂષક આદિની ચેષ્ટા જોઈને હસવું આવે છે અથવા કોઈની મશ્કરી કરીને હસવું આવે છે. આ કર્મ હાસ્ય ઉત્પાદક હોવાથી તેને હાસ્ય નોકષાય મોહનીય કર્મ કહેવાય છે. (૨) રતિ નોકષાય - જે કર્મના ઉદયથી સજીવ અથવા નિર્જીવ પદાર્થો પ્રતિ કારણથી કે કારણવગર રાગભાવ, પ્રીતિ અથવા રૂચિ પેદા થાય તેને રતિ નોકષાય મોહનીય કહેવાય છે. જ્યારે આત્મા કોઈ નિમિત્ત પામીને અથવા નિમિત્ત વગર આંતરિક ખુશી અથવા પ્રમોદનો અનુભવ કરે છે તો તેનું મૂળ કારણ રતિ નોકષાય મોહનીય કર્મ છે. રતિ કષાયના પ્રભાવથી જીવો ઈષ્ટની પ્રાપ્તિ થવાથી અથવા પ્રિય વસ્તુની પ્રાપ્તિ થવાથી પ્રસન્ન જોવામાં આવે છે. અનિષ્ટ અને અપ્રિયનો વિયોગ થવાથી પણ ઘણા જીવોના ચિત્ત ઉલ્લાસિત જોવામાં આવે છે. જયારે ઘણા જીવો બધી જ પરિસ્થિતિમાં પ્રસન્નચિત્ત જોવામાં આવે છે, જ્યાં ચિત્તને પ્રસન્ન રાખવાનું કારણ પ્રત્યક્ષ હોય કે ન હોય છતાં તે જીવો બધો જ સમય પ્રસન્નતાનો અનુભવ કરતા હોય છે. (૩) અરતિ નોકષાય :- સજીવ તથા નિર્જીવ વસ્તુઓ પ્રતિ કારણથી કે કારણ વગર દ્વેષભાવ, ધૃણા, અરુચિ અથવા નફરત આદિ ભાવો થવા તેને અરતિ નોકષાય મોહનીય કર્મ કહેવાય છે. સંસારમાં મોટા ભાગના જીવો અરતિ નામના નોકષાય સહિત જોવામાં આવે છે. દુઃખનું કે અપ્રીતિ થવાનું કારણ હોય કે ન હોય છતાં તેઓ પ્રસન્નચિત્ત રહી શકતા નથી. ગમે તેટલી સારી વાત હોય, સુંદર વસ્તુ હોય, સારું દશ્ય અથવા અનુકૂળ સંયોગ મળવા છતાં તેઓ ગમગીન અથવા આનંદરહિત રહે છે. એમના મુખ પર For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા સ્વાભાવિક પ્રસન્નતા જોવામાં આવતી નથી. જીવની આવી સ્થિતિનું કારણ ‘અરરિત નોકષાય' કર્મ છે. ૭૨ (૪) શોક નોકષાય :- જે કર્મના ઉદયથી સકારણ અથવા અકારણ શોક, ચિંતા, તનાવ તથા ઈષ્ટ વિયોગ અથવા અનિષ્ટ સંયોગથી માનસિક કલેશ થાય છે તેને શોક મોહનીય કર્મ કહેવાય છે. આ કર્મના ઉદયથી ઘણા જીવો છાતી કૂટીને કરૂણ આક્રંદ કરતા જોવામાં આવે છે. રડવું અથવા શોક સાગરમાં ડૂબી જવું તે પણ આ કર્મનો પ્રભાવ છે. (૫) ભય નોકષાય ઃ- જે કર્મના ઉદયથી સકારણ અથવા ઉદ્વેગ ઉત્પન્ન થાય તો તેને ભય મોહનીય કર્મ કહેવાય છે. આ પોતાના વિચાર અને કલ્પાનાઓથી ભયભીત રહેતો હોય છે. પ્રકારના વિચાર આવતા હોય છે કે, ‘મને કોઈ ગોળી મારી દેશે તો ?’ ‘સ્વપ્રમાં મારું કોઈ ગળું દબાવી દેશે તો, ‘મને કેન્સર થશે તો મારું શું થશે ?' આ પ્રકારની આશંકાઓથી તે હંમેશા ભયભીત રહે છે. (૬) જુગુપ્સા નોકષાય ઃ- જે કર્મના ઉદયથી સકારણ અથવા અકારણ ઘૃણાજનક સજીવ કે નિર્જીવ પદાર્થો પ્રતિ ગ્લાનિ, નફરત, ઈર્ષ્યાદિ ભાવ ઉત્પન્ન થાય તેને જુગુપ્સા મોહનીય કર્મ કહેવાય છે. આ કર્મનો પ્રભાવ ન હોય તો જુગુપ્સા થવાનું પ્રબળ કારણ સામે હોવા છતાં જુગુપ્સા ઉત્પન્ન થતી નથી. કારણ વગર ડર અથવા કર્મના પ્રભાવથી મનુષ્ય તેના મનમાં સતત આ (૭) સ્ત્રીવેદ નોકષાય ઃ- જે કર્મના ઉદયથી સ્રીને પુરુષની સાથે રમવાની ઈચ્છા થાય તેને સ્ત્રીવેદ કહેવાય છે. આ સ્રીના કામ સંબંધી વિકાર છે. સ્ત્રીમાં પુરુષ સાથે ભોગની અભિલાષા ઉત્પન્ન કરવાવાળા કર્મને સ્રીવેદ નોકષાય કહેવાય છે. જેઓમાં સ્ત્રીવેદ કર્મ પ્રબળ નથી હોતું તેના મનમાં વાસના ઓછી હોય છે. આ એક મનોજનિત કામવિકાર છે જે સ્ત્રીવેદ નોકષાય મોહનીય કર્મના ઉદયનું ફળ છે. (૮) પુરુષવેદ નોકષાય :- જે કર્મના ઉદયથી પુરુષને સ્ત્રી સાથે રમણ કરવાની ઈચ્છા થાય તેને પુરુષવેદ નોકષાય કહેવાય છે અર્થાત્ જે કર્મથી પુરુષને સ્ત્રીની સાથે ભોગ ભોગવવાની ઈચ્છા ઉત્પન્ન થાય તેને પુરુષવેદ કહેવાય છે. તપ અને જ્ઞાનથી આ કર્મને શાંત કરી શકાય છે. (૯) નપુંસકવેદ નોકષાય :- જે કર્મના ઉદયથી સ્રી અને પુરુષ બન્ને સાથે રમણ કરવાની ઈચ્છા થાય તેને નપુંસકવેદ કહેવાય છે. આ નોકષાય પ્રબળરૂપથી જાગૃત થાય છે પરંતુ આત્મશક્તિ પ્રબળ બને તો આના પ્રબળ પ્રભાવને નિષ્ફળ કરી શકાય છે. મોહનીયના કર્મબંધના કારણ : સામાન્યપણે મોહનીય કર્મનો બંધ છ કારણોથી થાય For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ ૭૩ સ્વાધ્યાય સુધા છે. (૧) તીવ્ર ક્રોધ કરવાથી (૨) તીવ્ર માન કરવાથી (૩) તીવ્ર માયા કરવાથી (૪) તીવ્ર લોભ કરવાથી (પ) તીવ્ર દર્શનમોહથી (૬) તીવ્ર ચારિત્રમોહથી. ઉત્તર પ્રવૃતિઓની અપેક્ષાએ દર્શનમોહનીય તથા ચારિત્રમોહનીય કર્મબંધના કારણ જુદા જુદા કહ્યા છે. સ્થાનાંગ સૂત્રો અનુસાર દર્શન મોહનીય કર્મના પાંચ કારણ બતાવ્યા છે. (૧) અરિહંત ભગવંતોના અવર્ણવાદ (નિંદા) કરવાથી (૨) અરિહંત પ્રણીત ધર્મના અવર્ણવાદ કરવાથી (૩) આચાર્ય - ઉપાધ્યાયના અવર્ણવાદ કરવાથી (૪) શ્રમણ શ્રમણી, શ્રાવકશ્રાવિકારૂપ ચર્તુવિધ સંઘનો અવર્ણવાદ કરવાથી. (૫) તપસ્વી અને બ્રહ્મચારીનો અવર્ણવાદ કરવાથી મોહનીય કર્મનો બંધ થાય છે. ક્રોધ, માનાદિ કષાય તથા હાસ્ય આદિ નોકષાયોમાં આસક્ત જીવો ચારિત્ર-મોહનીય કર્મનો બંધ કરે છે. કષાયોની ઉદય અવસ્થામાં આત્માથી થવાવાળા તીવ્ર પરિણામોને કારણે ચારિત્રમોહનીય કર્મ બંધાય છે. જયારે કષાયોને વશ થઈ આત્મા એકદમ ઉદ્વિગ્ન થાય છે ત્યારે આત્માના તીવ્ર કલુષિત ભાવ જ કષાય ચારિત્ર મોહનીય કર્મના બંધનું કારણ બને છે. જેમ કે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભના ઉદયથી વ્યાકુળ આત્મા અનુંતાનું બધી કષાયનો બંધ કરે છે. જયારે મન ક્રોધી, અભિમાની, માયાવી અથવા લોભી બને છે તો કષાય મોહનીય કર્મ બંધાય છે. તાત્પર્ય એ છે કે કષાયોમાં જોડાવાથી કષાયોનાં બંધ થાય છે. ક્રોધ અને માન હૈષના રૂપ છે. જ્યારે માયા અને લોભ રાગના રૂપ છે. એટલા માટે રાગ તથા ટ્રેષથી કષાય મોહનીય કર્મ બંધાય છે. - નોકષાય મોહનીય કર્મબંધના કારણઃ હાસ્યાદિ નોકષાયોથી વ્યાકુળ આત્મા હાસ્યાદિ નોકષાય મોહનીય કર્મ બાંધે છે. અર્થાત્ નોકષાય મોહનીય કર્મના ઉદયથી જ નોકષાય મોહનીય કર્મ બંધાય છે. (૧) હાસ્ય નોકષાય કર્મબંધ : વ્યર્થ પ્રલાપ કરવાથી, નિષ્ઠયોજન બહુ જોર-જોરથી હસવાથી, ત્યાગી-તપસ્વીઓની મશ્કરી કરવાથી, દીન, નિર્ધન, વિકલાંગ અથવા અભાવ પીડિત પ્રાણીઓની મજાક કરવાથી અથવા બીજાની હસવા દ્વારા અવગણના કરવાથી, બીજાને હસાવવા માટે ભાંડ, વિદૂષક જેવી ચેષ્ટા કરવાથી હાસ્ય નોકષાય કર્મ બંધાય છે. (૨) રતિ નોકષાય કર્મબંધ - વિવિધ પ્રકારની ક્રિડાઓમાં તથા ચિત્ર-વિચિત્ર દશ્યો રસપૂર્વક જોવાથી અથવા કામભોગોમાં તીવ્ર રૂચિ રાખવાથી, પાપના કાર્યોમાં રૂચિ For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૪ સ્વાધ્યાય સુધા રાખવાથી, નીતિ-ધર્મયુકત આચાર-વિચારમાં અરૂચિ રાખવાથી, બીજાના ચિત્તને આકર્ષિત કરવાથી, મેલી વિદ્યા આદિથી અને ઈન્દ્રિયોના વિષયમાં રમણતા કરવાથી રતિ નોકષાય મોહનીય કર્મ બંધાય છે. (૩) અરતિ નોકષાય કર્મબંધ :- બીજાનું સુખ જોઈને પોતે ઉદાસ થવાથી, ઈર્ષ્યા કરવાથી, દુષ્ટ સ્વભાવ રાખવાથી, પાપયુક્ત કાર્યોમાં પ્રોત્સાહન કરવાથી, સંયમમાં અરૂચિ અને અસંયમમાં તીવ્ર રૂચિ રાખવાથી આ કર્મ બંધાય છે. પોતાની નજીક રહેવાવાળા સ્નેહી-સ્વજનોને માનસિક પીડા પહોંચાડવાવાળો પોતાની માનસિક પીડા વધારી રહ્યો છે, માનસિક અશાંતિને આવકારી રહ્યો છે. મનની બધી પીડાઓનું મૂળ કારણ “અરતિ’ નો કષાય છે. (૪) શોક નોકષાય કર્મબંધ :- પોતે રડવું, બીજાને રડાવવું, શોકથી આકુળ-વ્યાકુળ થવું, છાતી ફૂટવી અથવા બીજાને શોક ઉપજાવવા-આદિ કાર્યોથી આ કર્મ બંધાય છે. (૫) ભય નોકષાય કર્મબંધ :- પોતે ભયભીત રહેવું, બીજા જીવોને ડરાવવાથી, બીજાને દુ:ખી કરવાથી, બીજાની સાથે નિર્દયતાપૂર્ણ વ્યવહાર કરવાથી, ભય ઉત્પન્ન કરે એવા દેશ્ય જોવાથી, ભયજનક વાતો સાંભળવાથી તથા મનમાં અનેક પ્રકારની શંકાકુશંકા કરીને પોતે તથા બીજાને ભયભીત રાખવાથી આ કર્મ બંધાય છે. (૬) જુગુપ્સા નોકષાય કર્મબંધ :- સાધુ સાધ્વી, શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની નિંદા અથવા ઘણા કરવાથી, સદાચારી વ્યક્તિની નિંદા અથવા ધૃણા કરવાથી, તેમની બદનામી કરીને લોકસમુદાયમાં તેમના પ્રતિ ધૃણા ફેલાવવાથી આ જુગુપ્સા મોહનીય કર્મ બંધાય છે. કોઈને ગંદા અથવા મેલવાળા જોઈને મોઢું બગાડવાથી પણ આ કર્મ બંધાય છે. તેથી જીવ આખા વિશ્વમાં વૃણાપાત્ર બની જાય છે. વાસ્તવમાં ધૃણા છે તે વ્હાયની સંકીર્ણતા છે. કોઈના પ્રતિ લાંબા સમય સુધી ધૃણાભાવ રાખવાથી એનઝાઈમ, દમ આદિના રોગોનો ભોગ બની જવાય છે. બાઈબલ અનુસાર જે પોતાના બંધુવર્ગની સાથે ધૃણા કરે છે તે અપરાધી છે. ધૃણા કરવી જ હોય તો વ્યક્તિના દુર્ગુણોની કરવી પણ વ્યક્તિની નહીં. (૭) સ્ત્રીવેદ નોકષાય કર્મબંધ :- દિવસ-રાત વિષાદમાં રહેવાથી, બીજાની ઈર્ષ્યા કરવાથી, વિષય સુખોમાં ગાઢ આસક્તિ રાખવાથી અથવા અસત્ય બોલવાથી જીવ સ્ત્રીવેદ' નોકષાય કર્મ બાંધે છે. આ કર્મ જીવને સ્ત્રીરૂપ પ્રદાન કરે છે. (૮) પુરુષવેદ નોકષાય કર્મબંધ :- જે પુરુષ પરસ્ત્રીનો ત્યાગ કરીને પોતાની સ્ત્રીમાં સંતુષ્ટ રહે છે તે “પુરુષવેદ' કર્મ બાંધે છે. જે સ્ત્રી અથવા પુરુષના કષાય મંદ હોય છે અને પ્રકૃતિ સરળ હોય છે. તે પણ આ પ્રકારનું કર્મ બાંધે છે. For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૭૫ (૯) નપુંસકવેદ નોકષાય કર્મબંધ - તીવ્ર કામુકતાથી આ વેદનો બંધ પડે છે. ઉભયને ભોગવવાની ઈચ્છાથી નપુસંકવેદ નોકષાય કર્મનો બંધ થાય છે. મોહનીય કર્મનો અનુભાગ - ફળ ભોગવટો : મોહનીય કર્મ બધા કર્મોમાં પ્રબળતમ તથા ભયંકર છે. આ કર્મનો અનુભાગ પાંચ પ્રકારે થાય છે. (૧) સમ્યકત્વ મોહનીયનું ફળ છે-ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ ન થવી. (૨) મિથ્યાત્વ મોહનીયનું ફળ છે - તત્ત્વોની અયથાર્થ અર્થાત્ વિપરીત શ્રદ્ધા થવી. (૩) સમ્યકૃમિથ્યાત્વ મોહનીયનું ફળ છેતાત્ત્વિક શ્રદ્ધામાં ડામાડોળ રહેવું. (૪) કષાય મોહનીયના અનુભાગથી ક્રોધ, માન આદિ કષાયોનું ફળ ભોગવવું પડે છે. (૫) નોકષાય મોહનીયના અનુભાગથી હાય, ભયાદિ જે કર્મ બાંધ્યું છે તદાનુસાર નોકષાયનું ફળ ભોગવવું પડે છે. પૂર્વબદ્ધ કર્મોના ઉદય અનુસાર આત્માને આ ર્મ પોતાના કર્મના ફળનો ભોગવટો કરાવે છે. જેમ સમ્યકત્વ મોહનીયના ઉદયથી ક્ષાયિક સમ્યકત્વનો ઘાત થાય છે, તો મિથ્યાત્વ મોહનીયના ઉદયથી દેવ-ગુરુ-ધર્મ પ્રતિ તથા તત્ત્વો પ્રતિ વિપરીત શ્રદ્ધા થાય છે. મિશ્ર મોહનીયના ઉદયથી આત્માની તાત્ત્વિક શ્રદ્ધા ડામાડોળ રહે છે, કષાય મોહનીયના ઉદયથી પોતાના પૂર્વબદ્ધ અનંતાનુબંધી આદિ ક્રોધ, માન, માયા અને લોભની ઉત્પત્તિ થાય છે, હાસ્યાદિ નોકષાય મોહનીયના ઉદયથી હાસ્યાદિ મનોભાવનો ઉદય થાય છે. આ પ્રકારે મોહનીય કર્મ આત્માને પોતાની બદ્ધ કર્મ પ્રકૃતિ અનુસાર કર્મના ફળનો ભોગવટો કરાવે છે. મોહનીય કર્મને યથાર્થરૂપથી સમજીને આ પ્રબળ કર્મ પર વિજય પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ તથા જે કારણોથી આ પ્રવૃતિઓનું આગમન તથા બંધ થાય છે તેનાથી બચવા અથવા નવા કર્મ ન બંધાય અને પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરવાનો સતત પુરુષાર્થ કરવો જોઈએ. આ કાર્ય જાગૃતપણે દ્રષ્ટા રહેવાથી થઈ શકે છે. (૫) આયુષ્ય કર્મ : આયુષ્ય કર્મની હાજરીમાં પ્રાણી જીવે છે અને તેનો ક્ષય થવાથી મૃત્યુ પામે છે. આયુષ્ય કર્મનું કાર્ય આત્માને સુખ કે દુઃખ આપવાનું નથી પરંતુ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ ગતિમાંથી કોઈ એક ગતિમાં નિશ્ચિત અવધિ સુધી પકડી રાખે છે. આયુષ્ય કર્મનો સ્વભાવ જેલ જેવો બતાવવામાં આવ્યો છે. આ કર્મ આત્માના અવિનાશીપણાના ગુણને રોકી દે છે. “ગોમ્મટમામાં આ કર્મને પગમાં બાંધેલી બેડી સમાન ગણેલ છે. જેમ પગમાં બેડી પડી જવાથી મનુષ્ય એક જ સ્થાનમાં બંધાઈ જાય છે. તેવી જ રીતે આયુષ્ય કર્મ આત્માને અમુક જન્મમાં નિર્ધારિત સમય સુધી રોકી રાખે છે અને તેનો ઉદય હોય ત્યાં સુધી તે જન્મથી છુટકારો થઈ શકતો નથી. આયુષ્ય કર્મનો પ્રભાવ :- આ કર્મના ઉદયથી જન્મ, બાળપણું, યુવાનો, વૃદ્ધાવસ્થા For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા અને મૃત્યુ આદિ અવસ્થાઓ પ્રાપ્ત થાય છે. મોટે ભાગે લોકો અસહ્ય વેદનાથી છૂટકારો મેળવવા માટે શીઘ મૃત્યુ ઈચ્છે છે, પરંતુ જ્યાં સુધી આયુષ્ય કર્મ પૂરું ન થાય ત્યાં સુધી મૃત્યુ થઈ શકતું નથી. દેવગતિના દેવોને પોતાના સુખવૈભવ છોડવાની ઈચ્છા હોતી નથી અને મનુષ્ય પણ પોતાની સમૃદ્ધિ છોડવા ઈચ્છતો નથી, તોપણ તેમણે આયુષ્ય પૂર્ણ થતાં વિવશતાથી, બધુ છોડીને ચાલ્યા જવું પડે છે. નરકગતિમાં જીવો પણ પળે પળે મૃત્યુની ઇચ્છા કરે છે, પરંતુ ત્યાંથી તેઓ પણ આયુષ્ય પૂરું થયા પહેલાં નીકળી શકતા નથી. જયારે આયુષ્ય કર્મ પૂરું થવા આવે છે, ત્યારે દુનિયાની કોઈ શક્તિ તેને રોકી શકતી નથી. આયુષ્ય કર્મ પૂરું થતાં જ જીવન લીલા સમાપ્ત થઈ જાય છે. - આયુષ્ય કર્મ ક્યારે બંધાય છે :- આ સંસારમાં ચાર પ્રકારના જીવો છે. નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ. દેવો અને નારકીઓનું છ માસનું આયુષ્ય બાકી રહે ત્યારે નવું આયુષ્ય બંધાય છે. મનુષ્ય અને સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયનું આયુષ્ય વર્તમાન જન્મના નિશ્ચિત આયુષ્યનો બે ભાગ પૂરા થતાં બંધાય છે. જો એ સમયે આયુષ્ય ન બંધાય તો બાકી રહેલા ૧/૩ આયુષ્યના બે ભાગ પૂરા થતાં બંધાય છે. આમ કરતાં કરતાં અંતિમ અંતર્મુહૂર્તમાં આયુષ્ય અવશ્ય બંધાઈ થાય છે. અતિ મંદ પરિણામ-ભાવ તેમજ અત્યંત તીવ્ર પરિણામ-ભાવ આયુષ્ય બંધ માટે અયોગ્ય છે. કારણ કે આયુષ્ય કર્મનો સ્વભાવ જ એવો છે. અત્યંત મંદ અને અત્યંત તીવ્રના મધ્યમાં અવસ્થિત મધ્ય પરિણામમાં જ યથાયોગ્ય રૂપથી આયુષ્ય કર્મ બંધાય છે. વર્તમાન શરીરને છોડતાં પહેલાં ભાવી શરીરનાં આયુષ્ય કર્મનો બંધ થઈ જાય છે. - આકસ્મિક મૃત્યુ શા માટે અને કેવી રીતે ? : આયુષ્ય કર્મ બે પ્રકારના છે. અપવર્તનીય (સોપક્રમ) અને અનપવર્તનીય (નિરૂપક્રમ) આયુષ્ય. નિરુપક્રમ આયુષ્ય વચ્ચે તૂટી શકતું નથી. આ પ્રકારનું આયુષ્ય દેવ, નારકી, તીર્થકર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવાદિ ઉત્તમ પુરુષ, ચરમશરીરી અને અસંખ્યાત વર્ષ જીવવાવાળા અકર્મ ભૂમિના મનુષ્ય અને કર્મભૂમિમાં ઉત્પન્ન થવા વાળા યુગલિક મનુષ્ય અને તિર્યંચ ને હોય છે. અપવર્તનીય (સોપક્રમ) આયુષ્યમાં શસ્ત્રાદિનું નિમિત્ત મળતાં બાંધેલું આયુષ્ય વહેલું પૂરું થઈ જાય છે. આમાં આયુષ્ય કર્મ શીઘ્રતાથી ભોગવી લેવામાં આવે છે. એટલે કે આયુષ્યનો ભોગવટો ક્રમસર ન થતાં આકસ્મિક રૂપથી થાય છે. આને અકાળ મૃત્યુ કહેવામાં આવે છે. બાહ્ય કારણોનું નિમિત્ત પામીને બાંધેલું આયુષ્ય અંતર્મુહૂર્તમાં અથવા સ્થિતિ પૂર્ણ થતાં પહેલાં શીઘ્રતાથી એક સાથે ભોગવી લેવામાં આવે છે. ઉપક્રમનો અર્થ એ થાય છે આઘાત અથવા ધક્કો લાગવો. આત્મહત્યા કરવાવાળા અથવા દુર્ઘટનામાં મરવાવાળાનું આયુષ્ય “સોપક્રમ કહેવાય છે. નિરુપક્રમ આયુષ્યવાળાને આઘાત તો લાગે For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા છે, પરંતુ આયુષ્ય કર્મ તૂટી શકતું નથી. “સ્થાનાંગ સૂત્રમાં આયુષ્ય પૂર્ણ કર્યા વિના વચ્ચે મૃત્યુ થવાના સાત કારણ બતાવવામાં આવ્યા છે. (૧) અધ્યવસાય :- હર્ષ-શોક, ભય-મોહ અને રાગાદિના અતિરેક દ્વારા પ્રબળ આઘાત લાગવાથી. (૨) નિમિત્ત :- વિષ, શસ્ત્ર, દંડ આદિના નિમિત્તથી. (૩) આહાર :- વધારે પડતા અથવા આહારના અભાવથી. (૪) વેદના :- શૂળ, તનાવ, ચિંતા તથા વ્યાધિજનક અસહ્ય વેદનાથી. (૫) પરાઘાત :- અચાનક ખાડામાં પડી જવાથી થતા આઘાતથી. (૬) સ્પર્શ - સર્પદંશ આદિથી અથવા એવી વસ્તુના સ્પર્શ માત્રથી આખા શરીરમાં વિષ ફેલાઈ જવાથી (૭) શ્વાસ-નિરોધ :- શ્વાસ લેવામાં અવરોધ આવી જવાથી. આ સાતેય કારણો અપવર્તનીય (સોપક્રમ) આયુષ્યના છે. આ કારણોમાંથી કોઈપણ કારણનો સંયોગ થવાથી નિયત સમય પહેલાં આયુષ્ય પૂર્ણ થઈ જાય છે. કાળ પ્રમાણે થતું મૃત્યુ અને અકાળ મૃત્યુનું રહસ્ય :- આયુષ્ય બંધના સમયે જો મધ્યમ ભાવોની મંદતા હોય તો આયુષ્યનો બંધ શિથિલ બંધાય છે. તેથી નિમિત્ત મળતાં બંધના સમયની કાળ-મર્યાદા ઘટી જાય છે. પણ જો આયુષ્ય બંધ વખતે મધ્યમ પરિણામોમાં તીવ્રતા હોય તો આયુષ્યનો બંધ પ્રગાઢરૂપથી થાય છે અને તેથી નિમિત્ત મળતાં છતાં પણ બંધ સમયની કાળની મર્યાદા ઓછી થતી નથી અને આયુષ્ય એક સાથે ભોગવી શકાતું નથી. આયુષ્યના શીઘ ભોગવવાને અપવર્તનીય અથવા અકાળ મૃત્યુ કહે છે અને નિયત કાલીન મર્યાદા પ્રમાણે આયુષ્યનો ભોગવટો કરવો તેને કાળમૃત્યુ કહે છે. અપવર્તનીય આયુષ્યમાં બંધાયેલું આયુષ્ય પૂર્ણ રૂપથી ભોગવાઈ જાય છે. અપવર્તનનો અર્થ છે શીઘ અંતર્મુહૂર્તમાં બાકી રહેલું કર્મ ભોગવી લેવું. આયુષ્ય બંધના પ્રકાર :- આગામી જન્મની ગતિ, જાતિ આદિના બંધને આયુષ્યનો બંધ કહે છે. આવા છ પ્રકાર બતાવવામાં આવ્યા છે. (૧) જાતિ આયુષ્ય બંધ : એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીની પાંચ જાતિઓ છે આત્માએ જે જાતિમાં જન્મ લેવાનો હોય છે, તે મૃત્યુ પહેલાં જાતિનો બંધ કરી લે છે (૨) ગતિ આયુષ્ય બંધ :- નરક, તિર્યચ, મનુષ્ય અને દેવ એ ચાર ગતિઓ છે. મૃત્યુ પહેલાં આત્મા પોતાને મળવાની છે તે ગતિનો બંધ કરી લે છે. " (૩) સ્થિતિ આયુષ્ય બંધ :- મળેલા શરીરમાં કેટલો સમય રહેવાનું છે તેનો બંધ. For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૮ સ્વાધ્યાય સુધા (૪) અવગાહના આયુષ્ય બંધ :- મૃત્યુ પહેલાં આત્માને મળનારા શરીરની ઊંચાઈનીચાપણાને અવગાહના કહે છે, તેનો બંધ પડી જાય છે. (૫) પ્રદેશ આયુષ્ય બંધ :- જે જે આત્મપ્રદેશો પર આત્માને સુખ-દુઃખનો ભોગવટો કરવાનો હોય છે, તેને બંધ કરતા પહેલાં થઈ જાય છે. (૬) અનુભાગ આયુષ્ય બંધઃ- કેવા પ્રકારે ફળ મળશે તેના સામર્થ્યને અનુભાગ કહે છે. આત્માએ બંધાયેલા કર્મના ફળ તેણે તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ રૂપથી ભોગવવું પડે છે અથવા મંદ, મંદતર યા મંદતમ રૂપથી ભોગવવું પડે છે. આનો નિર્ણય પણ મૃત્યુ પહેલાં થઈ જાય છે. આયુષ્ય કર્મની ઉત્તર પ્રવૃતિઓ - આયુષ્ય કર્મની ચાર ઉત્તર પ્રવૃતિઓ છે (૧) નરકા, (૨) તિર્યંચાયુ (૩) મનુષ્યા, અને (૪) દેવાયુ. સંસારમાં રહેલા જીવોને આ ચાર પ્રકારના આયુષ્યમાં વહેંચવામાં આવ્યા છે. બધા સંસારી જીવ આયુષ્ય કર્મથી યુક્ત રહેલા છે. - નરક આયુષ્ય ઉત્તર પ્રકૃતિ અને કર્મબંધ - જેના ઉદયથી આત્માને ભયંકર વેદના અને યાતના વેઠવી પડે એવી સાત નરકોમાંથી કોઈ એક નરકમાં જીવન પસાર કરવું પડે તેને નરકાયુ કહે છે. ત્યાં આત્માને નિયત સમય સુધી જીવન પસાર કરવું પડે છે. “સ્થાનાંગસૂત્રમાં નરકાયુષ્ય બાંધવાના ચાર કારણો બતાવ્યા છે. (૧) મહાઆરંભ. (૨) મહા પરિગ્રહ. (૩) પંચેન્દ્રિય વધ. (૪) માંસાહાર. (૧) મહાઆરંભ :- તીવ્ર કુર ભાવોની સાથે અધિક સંખ્યામાં અથવા અધિક પ્રમાણમાં કરવામાં આવેલ કાર્ય મહાઆરંભ કહેવાય છે. મહાઆરંભમાં હિંસક ભાવોને કારણે જીવ નરકગતિનું આયુષ્ય બાંધે છે. (૨) મહાપરિગ્રહ :- વસ્તુઓ પર અત્યંત મૂચ્છભાવ અથવા આસક્તિ રાખવી તે મહાપરિગ્રહ. મમતા-મૂચ્છભાવ જ વાસ્તવિક રીતે પરિગ્રહનું કેન્દ્ર છે. “મહા’ શબ્દથી મમતામમત્વ ભાવની તીવ્રતા દર્શાવવામાં આવી છે. જેની પાસે સંપત્તિ નથી, પરંતુ સંપત્તિની કલ્પના કરીને જે આસક્તિ કરે છે તે પણ નરકગતિનું આયુષ્ય કર્મ બાંધે છે. મનુષ્ય પાસે સંપત્તિવૈભવ હોય અથવા ન હોય, પણ જ્યાં આસક્તિ છે ત્યાં પરિગ્રહ છે. (૩) પંચેન્દ્રિય વધ :- પંચેન્દ્રિય જીવોનો પ્રમાદભાવ સાથે સંકલ્પ કરીને વધ કરવો અથવા ક્રૂરતાપૂર્વક દ્વેષને વશ થઈને પંચેન્દ્રિય જીવોનો વધ કરે છે કે ગર્ભપાત કરાવે છે. તેને નરકના આયુષ્યનો બંધ પડે છે. (૪) માંસાહાર :- માંસ, માછલી, ઈંડા વગેરેનું સેવન કરવું કે કરાવવું પડે તે. - તિર્યંચ આયુષ્ય કર્મ :- તે બાંધવાના ચાર કારણો છે. (૧) માયા-કપટ કરવું (૨) For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૯ સ્વાધ્યાય સુધા ગૂઢ માયા-રહસ્યપૂર્ણ કપટ કરવું. (૩) અસત્ય ભાષણ કરવું. (૪) ખોટા-તોલ માપ રાખવા. મનુષ્ય આયુષ્ય ઉત્તર પ્રકૃતિ અને કર્મબંધ :- જે કર્મના ઉદયથી મનુષ્ય ગતિમાં જન્મવું પડે તે મનુષ્ય આયુષ્ય કર્મ છે. ચાર કારણોથી આત્મા મનુષ્ય આયુષ્યનો બંધ કરે છે. (૧) સરળતા (૨) વિનમ્રતા (૩) દયાળુતા (૪) ઈર્ષ્યા રહિત થવું-આ ચાર કારણોથી જીવ મનુષ્ય આયુષ્યનો બંધ કરે છે. દેવાયુષ્ય અને કર્મબંધ :- જે કર્મના ઉદયથી આત્માને અમુક સમય સુધી દેવગતિમાં જીવન પસાર કરવું પડે તેને દેવાયુષ્ય કહે છે. દેવાયુષ્યનો બંધ ચાર પ્રકારે થાય છે. (૧) સરાગ સંયમ. (૨) સંયમ સંયમ. (૩) બાળ તપ (૪) અકામ નિર્જરા. આયુષ્ય બંધના સૈદ્ધાંતિક નિયમ :- ચાર પ્રકારના આયુષ્યના બંધના કારણોમાં કેટલાક સૈદ્ધાંતિક નિયમ છે અને કેટલા અપવાદ પણ છે. (૧) દેવો અને નારકીના જીવો તેમનું આયુષ્ય પૂર્ણ કરીને ફરીથી દેવ કે નારકીના આયુષ્યનો બંધ તરત કરી શકતા નથી એટલે એક ભવ પછી બીજો તરતનો ભવ દેવનો કે નારકીનો આવી શકતો નથી. તેમજ દેવ નારકીનાં આયુષ્યનો બંધ કરી શકતો નથી કે નારકી દેવના આયુષ્યનો બંધ કરી શકતો નથી. (૨) દેવ અથવા નારકીનો જીવ અર્પયામિ તિર્યંચ સંબંધી આયુષ્યનો પણ બંધ કરતો નથી. (૩) સાતમી નારકીનો જીવ તિર્યંચ આયુષ્યનો જ બંધ કરે છે. (૪) સમ્યગુદૃષ્ટિ-જે કર્મભૂમિના મનુષ્ય અને તિર્યંચ છે તેઓ કેવળ દેવ આયુષ્ય અને મનુષ્ય આયુષ્યનો બંધ કરી શકે છે. સામાન્ય મનુષ્ય અને તિર્યંચ ચારે પ્રકારની ગતિમાં આયુષ્ય બંધ કરી શકે છે. આયુષ્ય કર્મને જાણવાનો સાર આ પ્રમાણે છે :- જે ગતિનું આયુષ્ય કર્મ બાંધવું હોય તેને અનુરૂપ પુરુષાર્થ કરવો જોઈએ અને હમેશાં જાગૃત રહેવું જોઈએ. સામાન્યપણે એમ કહેવામાં આવે છે કે બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદશ અને પૂનમ કે અમાવાસ્યાની તિથિઓમાં આયુષ્ય કર્મ બંધાવાની શક્યતા છે. આટલા માટે જ ઉપરોકત તિથિઓના દિવસે વિશેષ પ્રકારની ધર્મ આરાધના કરવાનો અને પાપોથી બચવાનું વિધાન કરવામાં આવ્યું છે. (૬) નામ કર્મ :- નામ કર્મને ચિત્રકારની ઉપમા આપવામાં આવી છે. ચિત્રકાર જેમ અનેક પ્રકારના સારા-ખરાબ ચિત્રો બનાવે છે. દા.ત. ચાંડાલ પુત્ર હરિકેશીનું બિભત્સ શરીર તથા અષ્ટાવક્ર ઋષિવરના શરીરની વક્રતાનું કારણ આ નામ કર્મ હતું. For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા નામ કર્મ વડે પ્રાણીએ નવા નવા રૂપ-રંગ-આકાર આદિ ધારણ કરવા પડે છે. વિવિધ પ્રકારની પ્રકૃતિ અને વ્યક્તિત્વ પણ આ નામ કર્મનું જ કારણ છે. નામ કર્મ આત્માના અરુપીપણાને, શુદ્ધ સ્વભાવને આચ્છાદિત કરીને તેને નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવરૂપ પ્રદાન કરે છે. આત્માના અરુપીપણાના ગુણને આચ્છાદિત કરીને રૂપી શરીર અને તેને સંબંધિત અંગોપાંગાદિ પ્રદાન કરવું, આ નામ-કર્મનું કાર્ય છે. ८० નામકર્મના બે ભેદ છે-શુભ નામકર્મ પ્રકૃતિ અને અશુભ નામકર્મ પ્રકૃતિ. શુભ નામકર્મ પ્રકૃતિ પુણ્યરૂપ છે. અશુભ નામકર્મ પ્રકૃતિ પાપરૂપ છે. નામકર્મની ઉત્તર પ્રકૃતિ આ પ્રમાણે છે. (૧) ગતિ નામ કર્મ :- જન્મ સંબંધી વિવિધતાનું નિમિત્ત કારણ બનનાર કર્મને ગતિ નામ કહે છે. એ ચાર પ્રકારનું છે. (૧) નરકગતિ નામકર્મ. (૨) તિર્યંચગતિ નામકર્મ. (૩) મનુષ્યગતિ નામકર્મ. (૪) દેવગતિ નામકર્મ. જ્યાં સુધી આત્માને કર્મ ભોગવવાના છે ત્યાં સુધી તેને કોઈને કોઈ ગતિમાં જન્મ લેવો જ પડે છે. (૨) જાતિ નામકર્મ :- ઈન્દ્રિય રચના અને સંખ્યામાં નિમિત્ત બનવાવાળા કર્મને જાતિ નામકર્મ કહે છે. જાતિનો નિર્ણય કરનાર આ જાતિ નામકર્મ છે.'તે પાંચ પ્રકારના છે. (૫) એકેન્દ્રિય. (૬) બેઈન્દ્રિન્સ. (૭) તેઈન્દ્રિય. (૮) ચઉઈન્દ્રિય. (૯) પંચેન્દ્રિય. દેવ, નારકી મનુષ્યના જીવ પંચેન્દ્રિય હોય છે અને તિર્યંચ ગતિના જીવો પાંચેય જાતિના હોય છે. (૩) શરીર નામકર્મ :- શરીરની પ્રાપ્તિમાં નિમિત્ત બનવાવાળા કર્મને શરીર નામકર્મ કહે છે. આ શરીર પાંચ પ્રકારના છે. (૧૦) ઔદારિક (૧૧) વૈક્રિય (૧૨) આહારક (૧૩) તૈજસ (૧૪) કાર્મણ શરીર. સંસારનો દરેક જીવ તૈજસ અને કાર્યણ શરીર સહિત જ હોય છે. દેવ અને નારકીને વૈક્રિય, તૈજસ અને કાર્પણ શરીર હોય છે. મનુષ્ય અને તિર્યંચને ઔદારિક, તૈજસ, કાર્મણ શરીર હોય છે. મનુષ્યને લબ્ધિથી આહારક અને વૈક્રિય શરીર પણ પ્રાપ્ત થઈ શકે છે. (૪) અંગોપાંગ નામકર્મ :- શરીરના અંગ અને ઉપાંગની પ્રાપ્તિમાં નિમિત્ત કર્મ અંગોપાંગ નામકર્મ કહેવાય છે. આ ત્રણ પ્રકારનાં છે. (૧૫) ઔદારિક શરીર અંગોપાંગ (૧૬) વૈક્રિય શરીર અંગોપાંગ (૧૭) આહારક શરીર અંગોપાગનામકર્મ. તૈજસ અને કાર્પણને અંગોપાંગ હોતા નથી. હાથ, પગ, માથું, પેટ, પીઠ અને છાતી એ શરીરના અંગ કહેવાય છે. આંગળીઓ, નાક, કાન, આદિ ઉપાંગ કહેવાય છે. For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ ૮૧ સ્વાધ્યાય સુધા (૫) બંધન નામકર્મ :- પહેલા ગ્રહણ કરેલા અને વર્તમાનમાં ગ્રહણ કરવાના શરીર પુદ્ગલના પરસ્પર સંબંધ હેતુભૂત કર્મને બંધન નામકર્મ કહે છે. બંધન નામકર્મ પણ પાંચ પ્રકારના છે. (૧૮) ઔદારિક (૧૯) વૈક્રિય (૨૦) આહારક (૨૧) તૈજસ (રર) કાર્પણ . (૬) સંઘાતન નામકર્મ :- પહેલા ગ્રહણ કરેલા અને વર્તમાનમાં ગ્રહણ કરેલા શરીર પુદ્ગલોનું બંધન ત્યારે સંભવિત બને છે કે જ્યારે બન્ને એકબીજાની તદ્દન નજીક હોય. આ કાર્ય જે કર્મથી થાય તેને સંઘાતન નામકર્મ કહે છે. સંઘાતનો અર્થ છે એકત્ર કરીને બાંધવા. સંઘાતન નામકર્મ શરીર યોગ્ય પુગલોને ભેગા કરે છે અને બંધન નામકર્મ વડે તે બંધાય છે. પાંચ શરીરના આધારે સંઘાતન પણ પાંચ પ્રકારના છે. (૨૩) ઔદારિક (૨૪) વૈક્રિય (રપ) આહારક (ર૬) તૈજસ (૨૭) કાર્પણ. (૭) સંહનન નામકર્મ :- નો ઉદય હાડકાની મજબૂતી અને રચના ઉપર પ્રભાવ પડે છે. આ સંહનન નામકર્મ ૬ પ્રકારના છે. (૨૮) વ્રજ ઋષભ નારાચ સંવનન (૨૯) ઋષભ-નારા, સંહનન (૩૦) નારાચ સંહનન (૩૧) અર્ધ નારાજ સંહનન (૩૨) કલિક સંવનન (૩૩) સેવાર્તક સંહનન. - વ્રજ ઋષભ નારાચ સંહનન :- આમાં બે હાડકાં પરસ્પર ચિપકાઈને રહે છે. અને તેના ઉપર હાડકાંની જ પટ્ટી લાગેલી રહે છે. એ પટ્ટી ઉપર ચોથી હાડકાંની ખીલી લાગેલી હોય છે. આનાથી હાડકાનો સાંધો અત્યંત મજબૂત હોય છે. જે હથોડા મારવાથી પણ તૂટી શકતો નથી. ઋષભ નારા સંહનન :- આ પ્રથમ સંહનનની જેમ જ હોય છે. પણ તેમાં હાડકાંની ખીલી હોતી નથી. છતાં હાડકાનો સાંધો મજબૂત હોય છે. નારા સંહનન :- આમાં ફક્ત બે હાડકાનો જ બંધ હોય છે. તેમાં પટ્ટી કે ખીલી હાડકાની હોતી નથી. અર્ધ નારા સંહનન :- આમાં માત્ર એક હાડકાનો જ બંધ હોય છે. બીજા છેડે બીજું હાડકું ખીલી વડે જોડાયેલું હોય છે. કીલક સંવનન :- બે હાડકાની જોડ પર માત્ર એક ખીલી લાગેલી હોય છે. તેના પર જ બે હાડકાં ટકેલા હોય છે. સેવાર્તક સંવનન :- આ સંહનામાં બે હાડકાંના છેડા પરસ્પર જોડાયેલા હોય છે. એના સિવાય બીજો બંધ કે પટ્ટી કે ખીલી હોતી નથી. આવા હાડકાંવાળું શરીર બહુ સેવાની અપેક્ષા રાખે છે. ક્યારેક હાડકાં દુઃખે છે, તો ક્યારેક તૂટી જાય છે તથા ચિકણા પદાર્થો કે તેલ દ્વારા માલિશ કરવાની અપેક્ષા રાખે છે. આત્માએ જેવું સંવનન નામકર્મ બાંધ્યું હોય તેવા હાડકાં પ્રાપ્ત થાય છે. (અત્યારે આપણું સંવનન સેવાર્તક પ્રકારનું છે.) For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૨ સ્વાધ્યાય સુધા (૮) સંસ્થાન નામકર્મ :- આનો પ્રભાવ શરીરની રચના-અને તેના દેખાવ પર પડે છે. જે શરીરની રચનામાં વિવિધતા બતાવે છે. આ જ પ્રકારના છે. (૩૪) સમચતુરગ્ન સંસ્થાન. (૩૫) જોધ-પરિમંડલ સંસ્થાન. (૩૬) સાદિ સંસ્થાન (૩૭) કુન્જ સંસ્થાન. (૩૮) વામન-સંસ્થાન. (૩૯) હુંડક સંસ્થાન સમચતુરગ્ન સંસ્થાન-આના ઉદયથી શરીરના બધા અવયવો સમરૂપથી ચોરસ હોય છે, સપ્રમાણ હોય છે અને હસ્તરેખાઓ શુભ હોય છે. - ગ્રોધ-પરિમંડલ સંસ્થાન :- આના ઉદયના પ્રભાવથી નાભિપ્રદેશથી ઉપરના ભાગ સુલક્ષણયુક્ત હોય છે, પરંતુ નાભિપ્રદેશથી નીચેનો ભાગ પ્રમાણયુક્ત અને સુલક્ષણયુક્ત નથી હોતો. સાદિ સંસ્થાન :- આના ઉદયના પ્રભાવથી નાભિપ્રદેશથી ઉપરનો ભાગ લક્ષણયુક્ત અને સપ્રમાણ નથી હોતો પરંતુ નીચેનો ભાગ સપ્રમાણ અને સારા લક્ષણોથી યુક્ત હોય છે. - કુન્જ સંસ્થાન :- આના પ્રભાવથી શરીરમાં માથું, ગરદન, હાથ અને પગ આદિ સામુદ્રિક શાસ્ત્રની અનુસાર લક્ષણવાળા હોય છે. પરંતુ છાતી, પેટ વગેરે લક્ષણવાળા નથી હોતા. વામન-સંસ્થાન :- આમાં માથું ગરદન, હાથ, પગ આદિ લક્ષણહીન હોય છે, પરંતુ છાતી, પેટ વગરે લક્ષણયુક્ત હોય છે. હુંડક સંસ્થાન :- આના ઉદયમાં કોઈપણ અંગોપાંગ પ્રમાણયુક્ત અને લક્ષણયુક્ત નથી હોતા. (૯) વર્ણ નામકર્મ :- આ કર્મની અસર શરીરના અંગ ઉપર પડે છે. પાંચ પ્રકારના વર્ણ છે. (૪૦) લાલ (૪૧) પીળો (૪૨) કાળો (૪૩) લીલો (૪૪) સફેદ. (૧૦) ગંધ નામકર્મ :- આ કર્મની અસર શરીરની ગંધ ઉપર પડે છે. (૪૫) સુગંધ (૪૬) દુર્ગધ. (૧૧) રસ નામકર્મ :- આ કર્મનો પ્રભાવ શરીરના રસ ઉપર પડે છે.-પાંચ પ્રકારના છે. (૪૭) તીખો (૪૮) કડવો (૪૯) કસાયેલો (૫૦) ખાટો (૫૧) મીઠો. (૧૨) સ્પર્શ નામકર્મ :- આ કર્મનો ઉદય શરીરના સ્પર્શ ઉપર પ્રભાવ પાડે છે. તે આઠ પ્રકારના છે. (પર) કઠોર (૫૩) મૃદુ (૫૪) ભારે (૫૫) હલકો (પદ) ચિકણો (૫૭) લુખો (૫૮) ઠંડો (૫૯) ગરમ. (૧૩) આનુપૂર્વી નામકર્મ :- મૃત્યુ પછી આત્મા (એક શરીર છોડી બીજા દેહમાં જતો For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા હોય ત્યારે આત્મા) એક સીધા ઊર્ધ્વ માર્ગમાં ચાલે છે. પરંતુ પછી એક વળાંક, બે વળાંક અને ત્રણ વળાંક આવે છે. વળાંક ઉપર આત્મા ખોટા માર્ગે ચાલી ન જાય તે માટે ત્યાં જીવનું આનુપૂર્વી નામકર્મ ઊભું રહે છે. તેનું કાર્ય જીવને જે માર્ગ ઉપર જવાનું છે તે તરફ લઈ જાય છે. આ પ્રકારે પ્રત્યેક જીવ પોતાની નક્કી થયેલી ગતિઅનુસાર અનુપૂર્વી નામકર્મ બાંધે છે. ગતિ ચાર છે તેથી આ કર્મ પણ ચાર પ્રકારનું છે. (૬૦) નરક આનુપૂર્વી (૬૧) તિર્યંચ આનુપૂર્વી (૬૨) મનુષ્ય આનુપૂર્વી (૬૩) દેવ આનુપસ્વ. સૃષ્ટિમાં કર્મોની કેવી પરિપૂર્ણ અવસ્થા છે. જેનાથી બધું સ્વયં ચાલ્યા કરે છે. સૃષ્ટિના સિંચાલન માટે કોઈ ઈશ્વરની જરૂર નથી. દરેક જીવ પોતાના કર્મ અનુસાર વર્યા કરે છે, (૧૪) વિહાયોગતિ નામકર્મ :- આ કર્મનો ઉદય જીવના ચાલવા ઉપર પ્રભાવ પાડે છે. ચાલવાની રીત વિહાયોગતિ નામકર્મ આપે છે. આ કર્મ પણ બે પ્રકારનું છે. (૬૪) શુભ વિહાયોગતિ (૬૫) અશુભ વિહાયોગતિ. શુભ વિહાયોગતિ નામકર્મના ઉદયથી તેવા જીવની ચાલ ગમે છે. અશુભ વિહાયોગતિ નામકર્મના ઉદયથી તેવા જીવની ચાલ ગમતી નથી. પ્રથમ માટે હંસ અને બળદની ચાલ. બીજા માટે ઊંટ અને કાગડાની ચાલ. (૧૫) પરાઘાત નામકર્મ :- (દદ) આ કર્મના ઉદયથી જીવ પ્રતિપક્ષી અને પ્રતિવાદી દ્વારા અપરાજિત રહે છે. જેનું આ કર્મ પ્રબળ હોય તેને જોતાં જ લોક પ્રભાવિત થઈ જાય છે અને તેની વાત માની લે છે. પરાઘાત નામકર્મ મનુષ્યની સફળતાનો આધાર છે. સંસારમાં આ કર્મ બહુ ઉપયોગી છે. આ નામકર્મના પ્રભાવથી બીજાને ધર્મ માર્ગમાં આરુઢ કરી શકાય છે અને દુપ્રભાવથી ખોટા રસ્તા ઉપર પણ ચલાવી શકાય છે. (૧૬) શ્વાસોચ્છવાસ નામકર્મ :- (૬૭) આ કર્મના ઉદયથી જીવ શ્વાસોચ્છવાસ લે છે. કયા જીવને કેટલા સમયમાં કેટલા શ્વાસોચ્છવાસ ચાલવા જોઈએ તેનો પણ નિયમ હોય છે. શરીરની આ ક્રિયા ઉપર આ નામકર્મનું નિયંત્રણ હોય છે. તે કર્મ શ્વાસોચ્છવાસ કર્મ ઉત્પન્ન કરવાનું કામ કરે છે, નિયમન કરવાનું નહીં. (૧૭) આતપ નામકર્મ :- (૬૮) આના પ્રભાવથી શરીર ગરમ ન થવા છતાં પણ ઉષ્ણ પ્રકાશ પ્રગટ કરે છે. આપ નામકર્મ સૂર્ય વિમાનના પૃથ્વીકાય જીવોની સાથે સંબંધ રાખે છે, બીજા કોઈ સાથે નહીં. તેનો સ્પર્શ કરવામાં આવે તો તે ઠંડુ લાગે છે. પણ તેમાંથી નીકળતા કિરણો જેમ જેમ દૂર જાય છે તેમ ગરમી વધતી જાય છે. (૧૮) ઉદ્યોત નામકર્મ :- (દ૯) આના ઉદયથી શરીર દ્વારા ઠંડો પ્રકાશ-શીતળ પ્રકાશ નીકળે છે. આ નામ કર્મના ઉદયથી ચંદ્ર, નક્ષત્ર, ગ્રહ અને તારામંડળના પૃથ્વીકાયના જીવોના શરીર શીતલ પ્રકાશ ફેલાવે છે. દેવો પણ મૂળ વૈક્રિય શરીર છોડી ઉત્તર ક્રિય શરીર ધારણ કરે છે ત્યારે પણ શીતલ પ્રકાશ નીકળે છે. આ પણ ઉદ્યોત નામકર્મનો ઉદય છે. For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ८४ સ્વાધ્યાય સુધા ' (૧૯) અગુરુલઘુ નામકર્મ :- (૭૦) આ કર્મના પ્રભાવથી શરીર પ્રમાણયુકત વજનવાળું હોય છે. (૨૦) તીર્થંકર નામકર્મ : (૭૧) તીર્થંકર પદની પ્રાપ્તિ માટે નિર્માણભૂત કર્મ પુદ્ગલ તીર્થકર નામકર્મ કહેવાય છે. (૨૧) નિર્માણ નામકર્મઃ (૦૨) શરીરના અવયવોનું વ્યવસ્થિત નિર્માણ કરવામાં હેતુભૂત કર્મ પુદ્ગલ નિર્માણ નામકર્મ કહેવાય છે. (૨૨) ઉપઘાત નામકર્મ :- (૭૩) આ કર્મના ઉદયથી પોતાના વિકૃત થયેલા અવયવોથી જોશ પામે છે. આ કર્મથી વ્યક્તિ સ્વયં કષ્ટ અનુભવે છે અને ક્યારેક પોતાની ઈચ્છાથી આપઘાત પણ કરી લે છે. (૨૩) ત્રસ નામકર્મ :- (૭૪) આના ઉદયથી જીવ ઇચ્છાપૂર્વક ગતિ કરવાવાળા હોય છે. સંસારમાં જે જીવ ગતિ કરી શકે છે, તેની ગતિને મર્યાદિત કરવાવાળુ અને જીવને પોતાની ઈચ્છાનુસાર ચાલવાની ક્ષમતા દેવાવાળા કર્મને ત્રસ નામકર્મ કહે છે. (૨૪) બાદર નામકર્મ :- (૭૫) આ કર્મના ઉદયથી જીવને સ્થૂળ શરીર મળે છે. જે જીવોને આ કર્મનો ઉદય હોય તેને આંખોથી જોઈ શકાય છે. (રપ) પર્યાપ્ત નામકર્મ (૭૬) :- પર્યાપ્તિનો અર્થ છે શક્તિ. આ કર્મના ઉદયથી જીવ પોતાને યોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરે છે. પર્યાપ્તિના ૬ પ્રકાર છે. આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઈન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ, ભાષા પર્યાપ્તિ, મન પર્યાપ્તિ. એકેન્દ્રિય જીવોને ચાર પર્યાતિ હોય છે-આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોચ્છવાસ. વિકેલજિયને પાંચ પર્યાપ્તિ હોય છે. આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા. પંચેન્દ્રિયને છ પર્યાપ્તિ હોય છે. જે જીવ જન્મે છે તે એકથી ત્રણ પર્યાતિ પૂર્ણ કરે જ છે. ત્રણ પર્યાપ્તિ પૂરી કર્યા વગર કોઈ જીવ મૃત્યુ પામતો નથી. (૨૬) પ્રત્યેક શરીર નામકર્મ :- (૭૭) આ કર્મના ઉદયથી પ્રત્યેક જીવને પોતાનું સ્વતંત્ર શરીર મળે છે. વનસ્પતિના જીવોને આ નામકર્મનો ઉદય છે. તેને પોતાનું સ્વતંત્ર શરીર હોય છે. પ્રત્યેક નામકર્મના ઉદયથી વૃક્ષના મૂળ, કંદ, ધ, શાખા, છાલ, પાન, ફળ, ફૂલ આદિમાં પૃથક પૃથક જીવ હોય છે. (૨૭) સ્થિર નામકર્મ :- (૭૮) આના ઉદયથી શરીરના અવયવ સ્થિર હોય છે. જેમ કે દાંત, ડોક અને હાડકાં સ્થિર હોય છે. તેઓ વળી શકતા નથી તેનું કારણ આ સ્થિર નામ કર્મનો ઉદય છે. For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮પ સ્વાધ્યાય સુધા (૨૮) શુભ નામક:- (૭૯) આ કર્મના પ્રભાવથી નાભિના ઉપરના અવયવ શુભ હોય છે. (૨૯) સુસ્વર નામકર્મ :- (૮૦) આ કર્મના પ્રભાવથી જીવનો સ્વર પ્રીતિકારક લાગે છે. (૩૦) સુભગ નામકર્મ : (૮૧) આ કર્મના ઉદયથી કોઈપણ પ્રકારનો ઉપકાર ન કર્યો હોય અને કોઈ પ્રકારથી સંબંધ ન હોય, તોપણ જીવ બીજાઓને પ્રિય લાગે છે. તેમજ સારું કામ કર્યા વિના અથવા પરોપકાર કર્યા વિના પણ લોકપ્રિયતા મળે છે. (૩૧) આદેય નામકર્મ :- (૮૨) આ કર્મના ઉદયથી જીવનું વચન યુક્તિ યુક્ત હોવાથી આદરણીય અને માન્ય હોય છે. (૩૨) યશ-કીર્તિ નામકર્મ : (૮૩) આ કર્મના ઉદયથી યશ અને કીર્તિ મળે છે. (૩૩) સ્થાવર નામકર્મ :- (૮૪) આ કર્મના ઉદયથી જીવ ઈચ્છાપૂર્વક ગતિ કરી શકતા નથી. એકેન્દ્રિય જીવને આ કર્મ ઉદયમાં હોવાથી તેઓ સ્થાવર કહેવાય છે. જીવને એટલે શરીરધારી જીવને સ્થિર રાખવાનું કાર્ય આ કર્મ કરે છે. (૩૪) સૂક્ષ્મ નામકર્મ :- (૮૫) આ કર્મના ઉદયથી જીવને સૂક્ષ્મ શરીર મળે છે. જે બાહ્ય ચક્ષુ વડે જોઈ શકાતું નથી. સર્વજ્ઞ જ જોઈ શકે છે. (૩૫) અસ્થિર નામકર્મ :- (૮૬) આ કર્મના ઉદયથી શરીરના અવયવ અસ્થિર હોય છે. જેમ કે-જીભ, નાક, કાન ભવાં આદિ અસ્થિર હોય છે. તે અંગોને જેમ વાળવા ઈચ્છીએ તેમ વાળી શકાય છે, તે અસ્થિર નામકર્મને કારણે થઈ શકે છે. શરીરના અવયવોની સ્થિરતા કે અસ્થિરતાનું મૂળ આ કર્મ છે. પરંતુ નિમિત્તે કારણે અનેક થઈ શકે છે. (૩૬) અપર્યાપ્ત નામકર્મ :- જે જીવોને પર્યાપ્ત નામ કર્મનો ઉદય નથી હોતો તેને અપર્યાપ્ત નામકર્મ ઉદયમાં આવે છે. તેના ઉદયથી જીવ સ્વ-યોગ્ય પર્યાદ્ધિઓ પૂર્ણ કરી શકતો નથી. તેના પણ પાંચ પ્રકાર છે. (૮૭) (૩૭) અશુભ નામકર્મ :- (૮૮) આના ઉદયથી નાભિના નીચેના અવયવ અશુભ હોય છે. સામાન્ય રૂપથી મનુષ્યના શરીરના નાભિના ઉપરનો ભાગ શુભ મનાય છે. અને નાભિથી નીચેનો ભાગ અશુભ માનવામાં આવે છે. શરીરના જે અવયવ બીજાને સારા લાગે છે, તે શુભ નામકર્મનો પ્રભાવ છે અને જે અવયવ સારા નથી લાગતા તેને અશુભ નામકર્મનો પ્રભાવ જાણવો. (૩૮) સાધારણ શરીર નામકર્મ :- (૮૯) આ કર્મના ઉદયથી અનેક જીવોને એક For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૬ સ્વાધ્યાય સુધા જ શરીર મળે છે. એટલે કે એક જ શરીરમાં અનેક જીવોને રહેવું પડે છે. અનેકની સંખ્યા અસંખ્યાત કે અનંત પણ હોઈ શકે છે. દા.ત. બટાકામાં રહેલા જીવો-કંદમૂળમાં રહેલા જીવો સાધારણ શરીર નામકર્મના ઉદયવાળા છે. (૩૯) દુ:સ્વર નામકર્મ :- (૯૦) આ કર્મના ઉદયથી જીવનો સ્વર અપ્રીતિકારક હોય છે. (૪૦) દુભગ નામકર્મ :- (૯૧) આ કર્મના ઉદયથી ઉપકારક અને સંબંધીને પણ જીવ અપ્રિય લાગે છે. આ કર્મ દુર્ભાગ્ય જ આપે છે. (૪૧) અનાદેય નામકર્મ :- (૯૨) આ કર્મના ઉદયથી જીવનું વચન યુક્તિ યુક્ત હોય તો પણ માન્ય થતું નથી. જો કોઈ આપણું વચન માનતું નથી તો સમજવું કે અનાદેય નામકર્મનો ઉદય છે. એમ વિચારવાથી મન શાંત થઈ જાય છે. (૪૨) અપયશઃ કીર્તિ નામકર્મ : (૯૩) આ કર્મના ઉદયથી અપયશ અને અપકીર્તિ થાય છે. નામકર્મની ૧૦૩ પ્રકૃત્તિ માટે બંધનનામ કર્મની ૫ ને બદલે ૧૫ થાય તો બાકીની દસ આ પ્રમાણે છે. (૯૪) ઔદારિક-ઔદારિક (૯૫) વૈક્રિય-વૈક્રિય (૯૬) આહારકઆહારક (૯૩) દારિક-તંજસ (૯૮) વૈક્રિય-તૈજસ (૯૯) આહારક-તૈજસ (૧૦૦) ઔદારિક-કાર્પણ (૧૦૧) વૈક્રિય-કાર્પણ (૧૦૨) આહારક-કાર્પણ (૧૦૩) તૈજસ-કાશ્મણ, નામકર્મ બંધના કારણો : શુભ નામકર્મ ચાર પ્રકારથી બાંધવામાં આવે છે. (૧) કાયાની સરળતા (ર) ભાષાની સરળતા (૩) ભાવોમાં સરળતા-મનના ભાવને સરળ રાખવો. (૪) અવિસંવાદન યો-અર્થાત્ મન-વચન-કાયાના વ્યાપારમાં (પ્રવૃત્તિમાં) એકરૂપપણું હોવું. અશુભ નામકર્મના પણ ચાર પ્રકાર છે : (૧) કાયાની વક્રતા (૨) ભાષાની વક્રતા (૩) ભાવોમાં વક્રતા (૪) વિસંવાદન યોગ-કપટ કરવાથી અશુભ નામકર્મ બંધાય. છળકપટનો આશરો લઈ મનુષ્ય જન્મ રૂપી અનમોલ ધનને બરબાદ ન કરવું. નામકર્મનો અનુભાગ-ફળપ્રાપ્તિ :- નામકર્મની અનુસાર પ્રવૃત્તિઓ, ચાલવાની રીત, રૂપરસાદિ જુદા જુદા પ્રકારે પ્રાપ્ત થાય છે. શુભ નામકર્મના અને અશુભ નામકર્મનું ફળ સ્વતઃ અને પરતઃ એમ બે પ્રકારથી અનુભવાય છે. શુભ નામકર્મનો અનુભાગ (ફળ પ્રાપ્તિ), વિપાક ચૌદ પ્રકારનો છે. (૧) ઈષ્ટ શબ્દ : જેના વચન આદરપૂર્વક સાંભળવામાં આવે છે એવા આદેય અને પ્રભાવક વચનની પ્રાપ્તિ થવી. (૨) ઈષ્ટ રૂપ (૩) ઈષ્ટ ગંધ (૪) ઈષ્ટ રસ (૫) ઈષ્ટ વં. For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ૮૭ સ્વાધ્યાય સુધા સ્પર્શ (૬) ઈષ્ટ ગતિ (૭) ઈષ્ટ સ્થિતિ (૮) ઈષ્ટ પરાક્રમ (૯) ઈષ્ટ લાવણ્ય (૧) | ઈષ્ટ યશકીર્તિ (૧૧) ઈષ્ટ સ્વર. (૧૨) કાંત સ્વર : સ્વરમાં દીન-હીનતા ન હોવી જોઈએ. (૧૩) પ્રિય સ્વર (૧૪) મનોજ્ઞ સ્વર. અશુભ નામકર્મનો અનુભાગ (ફળ ભોગવટો) પણ ૧૪ પ્રકારથી છે. (૧) અનિષ્ટ શબ્દ (૨) અનિષ્ટ રૂપ (૩) અનિષ્ટ ગંધ (૪) અનિષ્ટ રસ (૫) અનિષ્ટ સ્પર્શ (૬) અનિષ્ટ ગતિ (૭) અનિષ્ટ સ્થિતિ (૮) શક્તિની હીનતા (૯) અનિષ્ટ લાવણ્ય (૧૦) અનિષ્ટ યશકીર્તિ (૧૧) અનિષ્ટ સ્વર. (૧૨) અકાંત સ્વર (૧૪) અમનોજ્ઞ સ્વર. આ નામ કર્મનું સ્વરૂપ અને કારણ બતાવવામાં આવ્યું. તેના પરથી સિદ્ધ થાય છે કે સમસ્ત જીવોને શરીર અને શરીર સાથેના સંબંધથી જે પણ વસ્તુઓ મળે છે એ કોઈ પરમાત્મા દ્વારા નહીં પરંતુ આપણા આત્મા દ્વારા કરવામાં આવેલા કર્મોથી પ્રાપ્ત થાય છે. જો આત્મા આ કર્મોથી મુક્ત થવાનો પુરુષાર્થ કરે તો અવશ્ય સિદ્ધ-બુદ્ધ અને મુક્ત થઈ જાય છે. (૭) ગોત્ર કર્મનું નિરૂપણ :- ગોરા કર્મના ઉદયથી આત્મા જાતિ અને કુળની અપેક્ષાથી ઉચ્ચ-નીચ, પૂજય-અપૂજય, આદરણીય-અનાદરણીય, કુલિન-અકુલિન, ઉચ્ચ અથવા સાધારણ ખાનદાનવાળો કહેવાય છે. આ ગોત્ર કર્મ આત્માને જાણીતા યશસ્વી કુળમાં જન્મ કરાવે છે અને આ જ કર્મ આત્માને નિદા યોગ્ય-ધૃણા યોગ્ય કે અશુભ આચરણવાળા નીચ ગોત્રમાં જન્મ પણ કરાવે છે. આ ગોત્ર કર્મનું કાર્ય અને સ્વભાવ છે. સત્તા, સંપત્તિ, શારીરિક બળથી ગોટા ઉચ્ચ કે નીચ ગણાતું નથી. આ કર્મનો પ્રભાવ કેવળ મનુષ્ય લોકમાં જ હોય છે એમ નથી પશુઓ-પક્ષીઓમાં પણ જોવામાં આવે છે. ફળ-શાકભાજીમાં પણ સારી-ખરાબ જાતિ જોવામાં આવે છે. ગોત્ર કર્મનો સ્વભાવ સુઘટ અથવા ખરાબ ઘડાની સમાન હોવાથી તેની તુલના કુંભાર સાથે કરવામાં આવે છે. કુંભાર દ્વારા અનેક પ્રકારના ઘડા બનાવવામાં આવે છે. તેમાંથી કેટલાક શુભ માનવામાં આવે છે, કેટલાકને અશુભ માનવામાં આવે છે. તેવી જ રીતે આ કર્મને કારણે આત્મા વખાણવા યોગ્ય કે નહીં વખાણવા યોગ્ય બને છે. અનીતિ, અધર્મ, પાપાચરણ કરવાવાળા, બદનામી અથવા અપકીર્તિ તેમજ અસંસ્કારિત કુળ પ્રાપ્ત થાય તે નીચ કુળ છે. તેમજ જે કુળમાં ધર્મ, ન્યાય-નીતિ, સત્ય આદિનું આચરણ થતું હોય, દુઃખી અને પીડિતની અન્યાય-અત્યાચારથી રક્ષા કરવામાં આવે તેના કારણે કીર્તિ, પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય તે ઉચ્ચ ગોત્ર કહેવાય છે. દા.ત. ઈશ્વાકુવંશ, હરિવંશ અને સૂર્યવંશ ઉચ્ચકુળ ગણાય છે. For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ગોત્ર કર્મની ઉત્તર પ્રવૃતિઓ - ગોત્રકર્મની ઉત્તર પ્રવૃતિઓ બે છે (૧) ઉચ્ચ ગોત્ર અને (૨) નીચ ગોત્ર. ઉચ્ચ ગોત્ર કર્મથી જાતિ, કુળ, બળ, રૂપ, તપ, લાભ, શ્રત અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. નીચ ગોત્ર કર્મથી જાતિ, કુળાદિની નીચતા ઉત્પન્ન થાય છે. ગોત્ર કર્મબંધના મૂળ કારણો :- ગોત્રકર્મના ઉચ્ચ-નીચ બંધનો આધાર અભિમાન રહિતપણું અને અહંકાર છે, ધન, સંપત્તિ આદિ નથી. સારા પ્રતિષ્ઠિત કુળમાં જન્મ લેવાની વાત મહત્વપૂર્ણ છે. ઉચ્ચ કુળમાં ખાનદાની, સભ્યતા, કુલીનતા, સંસ્કૃતિની મહત્તા તથા ભવ્યતાના સંસ્કાર મળે છે. જયારે નીચ કુળમાં હિંસાચરણ, કલહ-કલેશ, પાપાચરણ, સ્વભાવની મલિનતા, બેઈમાની, આદિના ખરાબ સંસ્કાર વારસામાં મળે છે. ગોત્ર કર્મનો બંધ સોળ કારણોથી થાય છે. જેમાંથી આઠ કારણ ઉચ્ચ ગોત્રના બંધ માટે છે તથા આઠ કારણો નીચ ગોત્ર કર્મના બંધનું કારણ છે. ઉચ્ચ ગોત્ર બંધના કારણો ઃ- (૧) જાતિ મદ ન કરવાથી (૨) કુળનો મદ ન કરવાથી (૩) બળનો મદ ન કરવાથી. (૪) રૂપનો મદ ન કરવાથી (૫) તપનો મદ ન કરવાથી (૬) લાભનો મદ ન કરવાથી (૭) જ્ઞાનનો મદ ન કરવાથી (૮) ઐશ્વર્યનો મદ ન કરવાથી આત્મા ઉચ્ચ ગોત્રનો બંધ કરે છે. કર્મગ્રંથમાં ઉચ્ચ ગોત્ર કર્મબંધના ચાર કારણ આ પ્રકારે કહ્યા છે. (૧) બીજાઓના દોષો પ્રત્યે ઉદાસીન રહેવું અને તેના ગુણો જ જોવા. (૨) જાતિ મદ આદિ આઠ પ્રકારનું અભિમાન ન કરવાથી. (૩) સ્વાધ્યાયમાં મગ્ન રહેવાથી (૪) અરિહંત-સિદ્ધઆદિની નિંદા ન કરવાથી. તત્ત્વાર્થ સૂત્રમાં ઉચ્ચ ગોત્રના ૬ કારણો બતાવ્યા છે. (૧) આત્મનિંદા (૨) પર પ્રશંસા (૩) પોતાના દોષો પ્રગટ કરવાથી (૪) પોતાના પ્રગટ ગુણોને છુપાવવાથી (૫) નમ્રતા ધારણ કરવાથી (૬) અનુસેક :- બીજાથી વધારે જ્ઞાન હોય તો પણ ગર્વ ધારણ ન કરવો. અધ્યાત્મ ગ્રંથોનું અધ્યયન કરવાથી કે કરાવવાથી. નીચ ગોત્ર બંધના કારણો :- ઉચ્ચ ગોત્ર કર્મના આઠ કારણોથી વિપરીત વર્તવાથી નીચ ગોત્ર કર્મ બંધાય છે. અથવા કર્મગ્રંથમાં જે ૬ કારણો ઉચ્ચ ગોત્ર કર્મ માટે કહ્યા છે તેનાથી વિપરીત વર્તવાથી નીચ ગોત્ર બંધાય છે. તત્ત્વાર્થ સૂત્રમાં નીચ ગોત્ર બંધના ૪ કારણ બતાવ્યા છે. (૧) પરનિંદા કરવાથી (૨) આત્મપ્રશંસા કરવાથી (૩) બીજાના સદ્ગુણોને દબાવવાથી અને બીજાના ગુણો કહેવાને સમયે દ્વેષ કરવાથી (૪) પોતાનામાં ગુણ ન હોવા છતાં, તેનું પ્રદર્શન કરવું અર્થાત્ પોતાની જૂઠી પ્રશંસા કરવી. For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૮૯ ઉચ્ચ ગોત્ર કર્મનો અનુભાગ (ફળાદેશ) :- ઉચ્ચ ગોત્ર કર્મનો અનુભાગ આઠ પ્રકારે હોય છે. (૧) વિશિષ્ટ જાતિની પ્રાપ્તિ. (ર) વિશિષ્ણુકુળની પ્રાપ્તિ (૩) શરીરનું બળ પણ વિશિષ્ટ હોવું (૪) વિશિષ્ટ રૂપની પ્રાપ્તિ (૫) વિશિષ્ટ તપ કરવાની ક્ષમતા (દ) વિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ (૭) વિશિષ્ટ લાભની પ્રાપ્તિ (૮) ઐશ્વર્યની વિશિષ્ટપણે પ્રાપ્તિ. - નીચ ગોત્ર કર્મનો અનુભાગ (ફળની પ્રાપ્તિ) : પણ આઠ પ્રકારે રહેલ છે. (૧) જાતિની હીનતા :- માતૃવંશ કલંકિત મળે છે. તેથી અપયશ-અપમાનના કડવા ઘૂંટડા પીવા પડે છે. જાતિનો મદ કરવાથી નીચ ગોત્ર પ્રાપ્ત થાય છે. (ર) કુળની હીનતા :- કલંકિત પિતૃવંશ મળે છે. કુળનો મદ કરવાથી નીચ ગોત્ર બંધાય છે. દા.ત. ભ.મહાવીરે મરિચિના જન્મમાં કુળનો મદ કર્યો હતો, જેનાથી નીચ ગોત્ર બંધાયું હતું. તેના ફળ સ્વરૂપ છેલ્લા જન્મમાં દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં આવવું પડ્યું હતું. ભિક્ષુક કુળમાં આવવું તે નીચે ગોત્રનું ફળ છે. (૩) બળની હીનતા - બળનું અભિમાન કરવાથી શરીરબળ અને મનોબળની પ્રાપ્તિ થતી નથી. બિમારીનો સામનો કરવો પડે છે. (૪) રૂપની હીનતા :- રૂપનો ગર્વ કરવાથી કુરુપતા મળે છે. (૫) તપની હીનતા :- તપનું અભિમાન કરવાથી અથવા તપ કરનારનું અપમાન | કરવાથી નીચ ગોત્ર મળે છે. (૬) જ્ઞાનની હીનતા :- જ્ઞાન-શ્રુતનો મદ કરવાથી અથવા જ્ઞાનનો અનાદર થવાથી. દા.ત. શિવભૂતિ મુનિએ જ્ઞાનનો અનાદર કરવાથી “માસતુષ' મુનિના ભવમાં સમ્યકજ્ઞાન માટે વંચિત રહેવું પડતું હતું. પણ મહાવીર સ્વામીનો ભેટો થવાથી અને અતૂટ શ્રદ્ધા થવાથી તે હીનતા દૂર થઈને કેવળજ્ઞાની બન્યા હતા. (૭) લાભની હીનતા - લાભનો મદ કરવાથી આત્મ લાભની સંપત્તિથી વંચિત રહેવું પડે છે. () ઐશ્વર્યની હીનતા :- ઐશ્વર્યનું અભિમાન કરવાથી, તેના ફળરૂપે ભૌતિક અને આધ્યાત્મિક ઐશ્વર્યની પ્રાપ્તિ નથી થતી. નિરાશા જ પ્રાપ્ત થાય છે. તેનું ફળ બે રીતે પ્રાપ્ત થાય છે. સ્વતઃ અને પરતઃ (સ્વયં અને બીજાને આધારે) સંક્ષેપમાં, મનુષ્ય આઠ પ્રકારના અહંકારની જેટલો નજીક જાય છે તેટલા પ્રમાણમાં તેનો આત્મા આત્મભાવોથી દૂર ચાલ્યો જાય છે અને અહંકારથી જેટલો દૂર રહે છે તેટલા પ્રમાણમાં તે આત્મભાવોની નજીક જાય છે. તેથી અભિમાનથી દૂર રહેવું એ જ ગોત્ર કર્મને વિસ્તારથી સમજવાનું ફળ હોવું જોઈએ. એટલે કે નીચ ગોત્રથી દૂર રહી શકાય. For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૦ સ્વાધ્યાય સુધા (૮) અંતરાય કર્મ :- આત્મા અનંત શક્તિવાળો છે, તે શક્તિને પ્રગટ કરવા માટે જે શક્તિ જો ઈએ તેમાં અંતરાય કરવાવાળું અંતરાય કર્મ છે. અંતરાય શબ્દનો અર્થ છે– વિપ્ન, બાધા, રોકવું અને મુશ્કેલી આવવી. દા.ત. મનુષ્ય પાસે અઢળક સંપત્તિ તેમજ ભોગ્ય સામગ્રી હોવા છતાં તેનામાં ભાવપૂર્વક દાન દેવાની શક્તિનો ઉત્સાહ જાગ્રત થતો નથી તેનું કારણ આ અંતરાય કર્મ છે. વ્યવહારથી જોઈએ તો અંતરાય કર્મના પ્રભાવથી અરુચિ, અસ્વસ્થતા, શોક, ચિંતા આદિ અંતરાય દેવાવાળા કારણો ઊભા થઈ જાય છે. નિશ્ચયનયથી જોઈએ તો આત્મા અનંત શક્તિવાળો હોવા છતાં અપંગતા, વ્યાધિ, આળસ, પરાધીનતા, આસક્તિ, અરુચિ અથવા માનસિક અસંતુલનનું કારણ આત્માની શક્તિ આ કર્મ દ્વારા અવરોધાયેલી છે, તે છે. અંતરાય કર્મનું કાર્ય છે આત્માને લાભ આદિ પ્રાપ્તિમાં, શુભ કાર્ય કરવાની ક્ષમતામાં અને તપ-શીલાદિની સાધના કરવાના સામર્થ્યમાં અવરોધ ઊભો કરવો. આ કર્મનો ઉદય બનતા કાર્યને બગાડી નાખે છે અને મનુષ્યની આશા પર પણ પાણી ફેરવે છે. આ કર્મનો સ્વભાવ રાજાના દુષ્ટ ભંડારી જેવો છે. જે રાજાએ આપેલા આદેશને કારણે આપવું પડતું ધન આપવામાં પણ આનાકાની કરે છે, ટાળી દેવાનો પ્રયત્ન કરે છે. એ જ પ્રકારે આત્મારૂપી રાજાને માટે વીતરાગ પરમાત્મા દ્વારા અનંત શક્તિઓ પ્રાપ્ત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હોવા છતાં આ અંતરાય કર્મરૂપી ભંડારી દાનાદિની ઈચ્છામાં, તપ, સંયમાદિ કરવાની ક્ષમતાને કુંઠિત કરી નાખે છે અને અવરોધ કરે છે. અંતરાય કર્મનો બે રીતે પ્રભાવ :- અંતરાય કર્મ પોતાનો પ્રભાવ બે રીતે દેખાડે છે. (૧) પ્રત્યુત્પન્ન-વિનાશી અને (૨) પિહિતગામી પથ. પ્રત્યુત્પન્ન-વિનાશી અંતરાય કર્મના ઉદયથી પ્રાપ્ત વસ્તુઓનો નાશ અથવા જતી રહેવાનું બને છે. હાથમાં આવેલી બાજી બગાડી નાખે છે અને સ્વ-હસ્તગત વસ્તુ પણ ગાયબ થઈ જાય છે. પિહિતગામી પથ અંતરાય કર્મના ઉદયથી ભવિષ્યમાં પ્રાપ્ત થવાવાળી વસ્તુની પ્રાપ્તિમાં અવરોધ અથવા વિપ્ન આવી પડે છે. આમ અંતરાય કર્મ બે પ્રકારે અવરોધ ઊભો કરે છે. મળેલી સામગ્રીનો તેમજ શક્તિઓનો સમુચિત ઉપયોગ ન કરી શકવો અને કોઈ વ્યક્તિના દાન, લાભ, ભોગ, ઉપભોગ તેમજ શક્તિના ઉપયોગમાં બાધક બનવું એ અંતરાય કર્મના ઉદયનો પ્રભાવ છે. જેમ કે કોઈ દાતાને દાન મેળવનાર વ્યક્તિ અથવા સંસ્થા વિષે ખોટી સૂચના આપવી અથવા ભોજન કરી રહ્યા હોય અથવા ઉપભોગ કરતા વ્યક્તિઓને ભોજન અથવા ઉપભોગ ન કરવા દેવું. મળેલી ઉપલબ્ધિઓમાં અવરોધ ઊભો કરવો એ છે. For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા અંતરાય કર્મની ઉત્તર પ્રવૃતિઓ :- આત્માની લેવા-દેવાની, ભોગ-ઉપભોગ કરવાની અથવા ધર્માદિ આચરણ કરવાની શક્તિઓમાં અવરોધક બનવાના કારણ રૂપ અંતરાય કર્મની પાંચ ઉત્તર પ્રવૃતિઓ છે. (૧) દાનાંતરાય (૨) લાભાંતરાય (૩) ભોગાંતરાય (૪) ઉપભોગાંતરાય (૫) વીર્યાન્તરાય. (૧) દાનાંતરાય કર્મ :- દાન આપવું એ એક પ્રકારની લબ્ધિ છે. જે આ લબ્ધિનો નાશ કરે છે, તે દાનાંતરાય કર્મ છે. કંજુસાઈનો દોષ દાનાંતરાય કર્મના ઉદયથી આત્મામાં પ્રગટ થાય છે. દાન દેવાની વસ્તુ પાસે છે, લેવાવાળો ગુણવાન પાત્ર પણ હાજર છે અને દાતા દાન દેવાનું ફળ પણ જાણે છે, છતાં દાનાંતરાય કર્મને કારણે તે દાન દેનારને દાન દેવા દેતું નથી. દાનાંતરાય કર્મથી બંધાયેલી વ્યક્તિને, સદ્ગુરુ જેટલો પણ ઉપદેશ દે અથવા દાન ધર્મનું મહત્વ સમજાવે અથવા ધનની અસારતા સમજાવે તો પણ તેનું મન દાન દેવા માટે ઉત્સાહિત નથી થતું. ‘ઠાણાંગ સૂત્ર'માં દાનના દસ પ્રકાર બતાવ્યા છે. (૧) અનુકંપા દાન :- અનાથ, દુઃખી અસહાય પ્રાણીને અનુકંપા લાવી દાન દેવું અથવા સહયોગ આપવો તે. (૨) સંગ્રહ દાન :- પોતાનો તુચ્છ સ્વાર્થ સિદ્ધ કરવા માટે બહુ કિંમતી ભેટ આપવી અથવા લાંચ આપવી સંગ્રહ દાન છે. (૩) ભય દાન :- રાજા, મંત્રી, સરકાર, લૂંટારા આદિના ભયવશ દાન દેવું તે. (૪) કરુણા દાન :- શોકના સમયે માતા-પિતા અને પુત્રાદિના નામ પર દાન દેવું તે કરુણા દાન. (૫) લજજા દાન :- લજજાને કારણે અથવા દેખાદેખીથી દાન દેવું તે લજ્જા દાન. (૬) ગૌરવ દાન :યશ-કીર્તિ, પ્રશંસા, પ્રસિદ્ધિ માટે દાન આપવું તે ગૌરવ દાન. (૭) અધર્મ દાન :હિંસા, જૂઠ, ચોરી પશુનો બલી ચઢાવવા માટે માંસ, આદિ અધર્મની પુષ્ટિ માટે આપવામાં આવેલું દાન. (૮) ધર્મ દાન :- ધર્મ કાર્યોમાં અથવા ધર્મ પરાયણ સાધુસાધ્વી-શ્રાવક શ્રાવિકાને આપવામાં આવેલું દાન ધર્મ દાન છે. (૯) કરિષ્યતિ દાન :ભવિષ્યમાં પોતાને ફાયદો થશે એવી આશાથી આપવામાં આવેલું દાન તે કરિષ્યતિ દાન છે. (૧૦) કૃત દાન :- પહેલા કરેલા ઉપકારના બદલામાં ઉપહાર (ભેટ) અથવા પુરસ્કાર આદિના રૂપે આપવામાં આવતું દાન કૃત દાન છે. આ સિવાય જ્ઞાન દાન, અભય દાન અને ઔષધ દાન પણ છે. (૨) લાભાંતરાય કર્મ :- ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ ન થવી તે લાભાંતરાય કર્મ છે. જયારે પુરુષાર્થ કરવા છતાં પણ ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ નથી થતી ત્યારે બીજી વ્યક્તિને તેનું કારણ નહીં માનવું, તેના પ્રત્યે દ્વેષ ન કરવો. પરંતુ મારા લાંભાતરાય કર્મનો દોષ છે માટે મારે તેનાથી મુક્ત થવાનો પુરુષાર્થ કરવાનો છે. દા.ત. ઋષભનાથ ભગવાને For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા લાભાંતરાય કર્મ બાંધેલ હતું, તેથી સાધુ બન્યા પછી ૪૦૦ દિવસ સુધી અન્નનો લાભ મળ્યો ન હતો. અજ્ઞાનતાને કારણે એવું વિચારવા કે બોલવાથી પ્રગાઢ પાપ કર્મ બંધાય છે. દા.ત. જયારથી આ વ્યક્તિનો જન્મ આ ઘરમાં થયો છે ત્યારથી નુકસાન જ થઈ રહ્યું છે અને કમાણી થતી નથી. આ ગાઢ કર્મ બાંધવાનું કારણ થઈ જાય છે. (૩) ભોગવંતરાય કર્મ :- ભોજન સામગ્રીની ઉપલબ્ધતા છે અને તેને સેવન કરવાની ઇચ્છા પણ છે, તો પણ ભોગાંતરાય કર્મના ઉદયથી રોગ આવી જવો, અંગોમાં વિકળતા આવી જવી, દુર્ઘટનાને કારણે કે કંજુસાઈને કારણે ભોગ્ય વસ્તુઓને ભોગવી શકાતી નથી તે આ કર્મના ઉદયનું કારણ છે. ભોગવવા યોગ્ય પદાર્થો ઘણા છે, પણ મનુષ્ય બધા પદાર્થોને ભોગવી શકતો નથી. ખાવા-પીવામાં મનુષ્ય સ્વતંત્રી નથી કારણ કે તેનો નિયામક ભોગાંતરાય કર્મ છે. (૪) ઉપભોગવંતરાય કર્મ :- એક જ વસ્તુ વારંવાર ભોગવી શકાય છે તે ઉપભોગ્ય કહેવાય છે. મકાન, ફર્નિચર, વસ્ત્ર, આભૂષણ આદિ ઉપભોગ્ય વસ્તુ છે. આ વસ્તુઓની પ્રાપ્તિ હોવા છતાં તેનો ઉપભોગ નથી થઈ શકતો, તેનું સુખ નથી મેળવી શકાતું તો તેનું કારણ “ઉપભોગવંતરાય' કર્મ જાણવું (૫) વીર્યંતરાય કર્મ :- યુવાનીમાં શરીર સ્વસ્થ અને શક્તિશાળી હોવા છતાં પણ જો મનુષ્ય પોતાને સત્વહીન, કમજોર અને વૃદ્ધ વ્યક્તિની જેમ માને છે અથવા કાર્ય વિશેષમાં પુરુષાર્થ નથી કરી શકતો અને પોતાને ઉત્સાહ વગરનો અને અસમર્થ માને છે તો તે વીર્યાન્તરાય કર્મનો પ્રભાવ જાણવો. વીર્યાન્તરાય કર્મનાં ત્રણ ભેદ છે. (૧) બાલ-વીર્યાન્તરાય કર્મ :- સમર્થતા હોવા છતાં તથા કાર્ય કરવાની ઈચ્છા હોવા છતાં મનુષ્ય આ કર્મના ઉદયથી સત્કાર્ય અથવા નૈતિક સાંસારિક કાર્ય નથી કરી શકતો. (૨) પંડિત-વીર્યાન્તરાય કર્મ - મોક્ષની ઈચ્છા હોવા છતાં વૈરાગ્યભાવની દઢતા હોવા છતાં સાધકો આ કર્મના ઉદયથી મોક્ષ પ્રાપ્તિમાં યોગ્ય પુરુષાર્થ નથી કરી શકતા. (૩) બાલ-પંડિત-વીર્યાન્તરાય કર્મ :- સમ્યગૃષ્ટિ શ્રાવક-શ્રાવિકા દેશવિરતિ ચારિત્રમાં પુરુષાર્થ કરવા ઈચ્છે છે, તો પણ આ કર્મના ઉદયથી તે પ્રમાણે કરી શકતા નથી તે બાલ-પંડિત વીર્યાન્તરાય કર્મ છે. - વીર્ય એટલે શક્તિ, સામર્થ્ય અથવા બળ. જે કર્મ આત્માની શક્તિને, સામર્થ્યને, બળને વધવા દેતું નથી તે વીર્યાન્તરાય કર્મ છે. આત્માની અનંત શક્તિને આ કર્મ દબાવીને બેઠું છે. વીર્યાન્તરાય કર્મના પ્રભાવથી જીવ અશાંત, સંતપ્ત જીવન જીવે છે. ડીપ્રેશનનું મૂળ કારણ પણ આ જ કર્મ છે. આ સ્થિતિમાં કોઈ વાત, કોઈ વસ્તુ અથવા કોઈ વ્યક્તિ For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૯૩ તેને સુખ આપી શકતી નથી. દવા પણ ઘણીવાર કાર્ય કરતી નથી ત્યારે તેની સ્થિતિ બહુ જ દયનીય બની જાય છે. એટલા માટે ધર્મ-પુરુષાર્થ અથવા શુભ કાર્યમાં પ્રમાદ નહીં કરવો જોઈએ. અંતરાય કર્મબંધના કારણો :- “ભગવતી સૂત્રમાં અને ‘તત્ત્વાર્થ સૂત્ર'માં અંતરાય કર્મ બંધના પાંચ કારણ બતાવ્યા છે. (૧) દાનમાં અવરોધ ઊભો કરવો તેથી દાનાંતરાય કર્મ બંધાય છે. (૨) લાભમાં અવરોધ ઊભો કરવો તેથી લાભાંતરાય કર્મ બંધાય છે. (૩) ભોગવવા યોગ્ય પદાર્થોની પ્રાપ્તિમાં અવરોધ કરવો તેથી ભોગાંતરાય કર્મ બંધાય. (૪) ઉપભોગ્ય પદાર્થોની પ્રાપ્તિમાં અવરોધ કરવો તેથી ઉપભોગાંતરાય કર્મ બંધાય છે. (૫) શક્તિને કુંઠિત કરવી કે રોકવી તેથી શક્તિ હોવા છતાં પણ પરોપકારના કાર્ય ન કરવા, ધર્મ ક્રિયાઓમાં પ્રમાદ કરવો, બીજાના મનમાં અશાંતિ કે કલેશ પેદા કરવો, બીજાને ધર્મ આરાધના ન કરવા દેવી, પોતાની શારીરિક, માનસિક શક્તિનો દુરુપયોગ કરવાથી વીર્યંતરાય કર્મ બંધાય છે. અંતરાય કર્મનો અનુભાગ (ફળ પ્રાપ્તિ) :- પાંચ પ્રકારથી અનુભાગ અથવા ફળપ્રાપ્તિ થાય છે. (૧) દાનનો અવસર ન મળવો તે દાનાંતરાય કર્મનો અનુભાગ. (૨) લાભનો અવસર ન મળવો તે લાભાંતરાય કર્મનો અનુભાગ. (૩) ભોગવવા યોગ્ય પદાર્થોને ભોગવી ન શકાય તે ભોગાંતરાય કર્મનો અનુભાગ. (૪) ઉપભોગની સામગ્રી ન મળવી તે ઉપભોગાંતરાય કર્મનો અનુભાગ. (૫) શક્તિ–પુરુષાર્થની પ્રાપ્તિ ન થવી તે વીર્યાન્તરાય કર્મનો અનુભાગ. આ પ્રકારે કર્મની આઠ મૂળ પ્રકૃતિ અને ઉત્તરપ્રવૃતિઓનું સ્વરૂપ, સ્વભાવ, પ્રભાવ અને બંધના કારણોને સમજીને તેનાથી બચવાનો પુરુષાર્થ કરવાનો છે. જો વ્યક્તિ જાગૃત રહીને કાર્ય કરે અને પદાર્થો પ્રત્યે નિરપેક્ષ અથવા નિર્લેપ થઈને રાગદ્વેષ અથવા પ્રીતિઅપ્રીતિ ભાવોથી બચી ને રહે તો ચારે બાજુથી થવાવાળા કર્મબંધના પ્રહારથી મોટા ભાગે બચી શકાય છે. ૬૫. કર્મબંધના ચાર પ્રકાર છે : પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ અને રસબંધ; તેમાં પ્રદેશ, સ્થિતિ અને રસ એ ત્રણ બંધના સરવાળાનું નામ પ્રકૃતિ આપવામાં આવ્યું છે. પ્રદેશબંધ છે તે આત્માના પ્રદેશની સાથે પુગલનો જમાવ અર્થાત્ જોડાણ છે; ત્યાં તેનું પ્રબળપણું હોતું નથી; તે ખેરવવા ચાહે તો ખરી શકે તેમ છે. મોહને લઈને સ્થિતિ તથા રસનો બંધ પડે છે, અને તે સ્થિતિ તથા રસનો બંધ છે તે જીવ ફેરવવા ધારે તો ફરી જ શકે એમ બનવું અશક્ય છે. આવું મોહને લઈને એ સ્થિતિ તથા રસનું પ્રબળપણું છે. (ત નિકાચિત કર્મને અનુલક્ષીને આ કહેલું છે.) For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ચાર પ્રકારે કર્મનો બંધ પડે છે. આ ચાર પ્રકારમાં મન, વચન, કાયાના પ્રવર્તનથી પ્રદેશ અને પ્રકૃતિબંધ પડે છે. અને કષાયની હાજરી હોય તો સ્થિતિ અને રસનો બંધ પડે છે. પહેલા પ્રકારનો બંધ જીવ ધારે તો ખેરવી શકે છે, પણ જેમાં કષાય (મો)ને લઈને સ્થિતિ ને રસનો બંધ પણ પડ્યો હોય તો તે ફેરવી શકાતો નથી. સ્થિતિ અને રસ વડે કર્મનો બંધ નિકાચિત થાય છે અને પ્રબળપણે ઉદયમાં આવે ત્યારે ભોગવવું પણ પડે છે. ચાર પ્રકારના બંધને વિશેષપણે સમજવા પ્રયત્ન કરીએ. આખા લોકમાં કર્મબંધની પ્રક્રિયા કેવી છે તે જોઈએ. કર્મમાં ફેરવાઈ શકે તેવા પુદ્ગલ પરમાણુ લોકાકાશમાં સર્વત્ર વ્યાપ્ત છે. જ્યારે આત્મા મન-વચન-કાયા દ્વારા પ્રવૃત્તિ કરે છે, ત્યારે કર્મ યોગ્ય પરમાણુઓમાં આકર્ષણ પેદા થાય છે. આત્મા જે ક્ષેત્રમાં વિદ્યમાન છે એટલા જ ક્ષેત્રમાં વિદ્યમાન પરમાણુમાંથી તે સમયે ગ્રહણ કરી શકાય છે. કર્મ પુદ્ગલને ગ્રહણ કરવા કે ન કરવા તે બાબતમાં આત્મા સ્વતંત્ર છે. પણ કર્મબંધ થતાં જ તેની સાથે યોગ અને કષાયને અનુસાર સ્વતઃ (આપોઆપ) કર્મબંધના અંગરૂપ ચાર અવસ્થા ઉત્પન્ન થાય છે. જે આ પ્રમાણે છે ઃ ૧. પ્રદેશબંધ. ૨. પ્રકૃતિબંધ. ૩. અનુભાગબંધ. ૪. સ્થિતિબંધ. ૯૪ ૧. પ્રદેશબંધ :- કાર્મણ વર્ગણાઓ ગ્રહણ થતી વખતે અવિભક્ત હોય છે. ગ્રહણ કર્યા બાદ તે આત્મપ્રદેશો સાથે ચોંટે છે, તે પ્રદેશબંધ છે. કર્મબંધ થતાં જ કર્મવર્ગણાઓનું સાત કે આઠ કર્મોમાં યથાયોગ્ય વિભાજન કરવું તે પ્રદેશબંધનું કાર્ય છે. મન, વચન, કાયાની પ્રવૃત્તિની તારતમ્યતા અનુસાર કર્મ-વર્ગણાઓની સંખ્યામાં પણ તારતમ્યતા હોય છે. પ્રવૃત્તિની માત્રામાં અધિકતા થવા પર કર્મ પરમાણુઓની સંખ્યામા અધિક્તા થાય છે તથા પ્રવૃત્તિની માત્રામાં ન્યૂનતા થવાથી કર્મ પરમાણુની સંખ્યામાં પણ ન્યૂનતા હોય છે. પ્રદેશબંધનું ફળ એ છે કે-આત્મા દ્વારા ગ્રહણ કરવામાં આવેલા કાર્પણ પુદ્ગલોના સમૂહને આત્મા સાથે કર્મરૂપમાં બંધાઈ જવું. ૨. પ્રકૃતિબંધ :- કર્મબંધનો બીજો પ્રકાર પ્રકૃતિ બંધ છે. તેમાં આત્મા સાથે ચોંટેલા કાર્મણ વર્ગણાનો સ્વભાવ નક્કી થવો તે છે. પ્રદેશબંધ થતી વખતે જે તે કર્મ પુદ્ગલોની સાત કે આઠ કર્મોમાં વહેંચણી થઈ જાય છે. જેને મૂળ આઠ કર્મો કહેવાય છે. જેવી રીતે પ્રદેશબંધમાં કાર્મણ વર્ગણાઓના પરિમાણનો નિર્ણય થઈ જાય છે, તેમજ પ્રકૃતિબંધનું કાર્ય પણ ગ્રહણ કરેલા કાર્મણ વર્ગણાઓની પ્રકૃતિ-સ્વભાવનો નિર્ણય થાય છે. ૩. અનુભાગબંધ :- કર્મબંધનો ત્રીજો પ્રકાર અનુભાગબંધ છે. જેમાં ગ્રહવામાં આવેલ પુદ્ગલ પરમાણુઓમાં કર્મફળ કેવા રસથી ભોગવવું પડશે તે નક્કી થાય છે. કર્મફળ For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ ૯૫ સ્વાધ્યાય સુધા વિપાકની તીવ્રતા-મંદતાનો નિર્ણય આત્માએ કરેલા રાગદ્વેષ રૂપ અધ્યવસાયની તીવ્રતામંદતા અનુસાર થાય છે. કર્મબંધ થતાંની સાથે જ કષાયની તીવ્રતા-મંદતા અનુસાર રસબંધનું નિર્માણ થઈ જાય છે. ૪. સ્થિતિબંધ : કર્મબંધની ચોથી અવસ્થા ગ્રહણ કરવામાં આવેલ કર્મ પુદ્ગલોની સ્થિતિ-કાળની છે. કયું કર્મ કેટલો સમય આત્મા સાથે રહેશે એનો નિર્ણય સ્થિતિબંધ કરે છે. કષાયની તીવ્રતા-મંદતાની અનુસારે આત્મા સાથે બંધાયેલા કર્મની સ્થિતિ નિર્માણ થાય છે. કર્મબંધની ચારેય અવસ્થાઓ કર્મબંધ થતાંની સાથે જ સ્વયં નિષ્પન્ન થાય છે. કર્મબંધની આ ચાર અવસ્થાઓમાં પ્રકૃતિ અને પ્રદેશબંધ યોગની હાજરીમાં થાય છે તથા સ્થિતિબંધ અને અનુભાગ(રસ) બંધ કષાયની હાજરીમાં થાય છે. યોગની શક્તિ જેવી તીવ્ર કે મંદ હશે તે પ્રમાણે પ્રકૃતિ અને પ્રદેશબંધ થશે. કષાયની તીવ્રતા કે મંદતાને અનુસાર કર્મની સ્થિતિ અને ફળ આપવાની શક્તિ એટલી જ તીવ્ર કે મંદ હશે. કાર્પણ વર્ગણાનો જથ્થો પ્રદેશબંધ છે. કર્મનો સ્વભાવ નક્કી થવો તે પ્રકૃતિબંધ છે. કર્મફળની તીવ્રતા કે મંદતાનો નિર્ણય એ અનુભાગબંધ છે. તથા કાળ-મર્યાદા નક્કી થવી તે સ્થિતિબંધ છે. આ ચાર અવસ્થાઓ સમજવા માટે એક દૃષ્ટાંત જોઈએ. એક વ્યક્તિએ વાયુનાશના પદાર્થોને નાખીને લાડુ બનાવ્યા. બીજી વ્યક્તિએ પિત્તનાશ પદાર્થોમાંથી લાડુ બનાવ્યા. ત્રીજી વ્યક્તિએ કફનાશક પદાર્થો નાખી લાડુ બનાવ્યા. તો આ દરેક લાડુ અનુક્રમે વાયુ, પિત્ત અને કફ નાશ કરવાનું કાર્ય કરશે. એવી જ રીતે આત્મા દ્વારા ગ્રહણ કરવામાં આવેલા કર્મ પુદ્ગલોમાંથી કોઈ આત્માના જ્ઞાન ગુણને આવરણ કરશે, કોઈ દર્શન ગુણને આવરણમાં લઈ જશે, કોઈ આત્માના અનંત સામર્થ્યને કુંઠિત કરશે તો કોઈમાં અનંત સુખને આવરણમાં લઈ જવાનો સ્વભાવ છે. આને પ્રકૃતિબંધ કહે છે. લાડુના વજન જુદા જુદા હોય છે. તેમ ગ્રહણ કરવામાં આવેલ કર્મપુદ્ગલોની સંખ્યા પણ જુદી જુદી હોય છે, કોઈમાં વધારે તો કોઈમાં ઓછી. આ જુદી જુદી કર્મ પરમાણુની સંખ્યાથી યુક્ત કર્મપુદ્ગલોનું આત્મા સાથે જોડાવું તે પ્રદેશબંધ છે. જેમ જુદા જુદા પ્રકારના લાડવામાં સ્વભાવમાં રહેવાની શક્તિ-કાળમર્યાદા જુદી જુદી હોય છે, તેમ કર્મ કેટલો સમય રહેશે તેનો નિર્ણય સ્થિતિબંધથી થાય છે. સ્થિતિ પૂર્ણ થતાં તે પુદ્ગલો આત્માથી જુદા પડી જાય છે. બંધાયેલા કર્મો કેટલા સમય બાદ ઉદયમાં આવશે અને બંધ અને ઉદયની વચ્ચે કેટલો સમય પસાર થશે તેનો નિર્ણય સ્થિતિબંધ કરે છે. For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૬ સ્વાધ્યાય સુધા કોઈ લાડવાનો રસ મધુર હોય છે, કોઈમાં કટુરસ હોય છે. તેમાં ન્યૂનાધિકતા જોવામાં આવે છે. તેમ કોઈ કર્મ શુભ અથવા અશુભ હોય છે અને તેની તારતમ્યતામાં પણ ફેર હોય છે. આમ વિવિધ પ્રકારના-તીવ્ર તીવ્રતર, તીવ્રતમ, અથવા મંદ, મંદતર મંદતમ શુભ-અશુભ રસોમાં કર્મ-પુદ્ગલોના રૂપમાં બંધાઈ જવું તે રસબંધ-અનુભાગ બંધ કહેવાય છે. ૧. પ્રદેશબંધનું સ્વરૂપ :- આત્માના અવિભાજય અંગને આત્મપ્રદેશ અને પુદ્ગલના અવિભાજય અંશને પરમાણુ કહે છે. કર્મ પ્રદેશોનું આત્માના પ્રદેશો સાથે બંધાઈ જવું તે પ્રદેશબંધ છે. પુદ્ગલના અવિભાજય અંગને પુદ્ગલ પરમાણુ કહે છે અને એક પરમાણુ જેટલું સ્થાન રોકે છે તેને પ્રદેશ કહેવાય છે. આત્મપ્રદેશોનું કર્મ પ્રદેશો સાથે જોડાવું તે ‘પ્રદેશબંધ છે. આત્મપ્રદેશો સાથે બંધાવાવાળા કર્મ પરમાણુઓનું પરિમાણ અથવા સંખ્યાને નક્કી કરવાનું કાર્ય પ્રદેશબંધનું કાર્ય છે. જે સમયે કર્મબંધ થાય છે. તે સમયે આત્મા દ્વારા જે કર્મ-વર્ગણા આકર્ષાય છે ત્યારે પ્રકૃતિ, સ્થિતિ અને રસની અપેક્ષા વગર જ ગ્રહણ કરવામાં આવે છે. પ્રદેશબંધમાં કર્મપરમાણુ સ્કંધોના પરિમાણ પાછળ મન-વચન કાયાની અધિકતા અને ન્યૂનતા અનુસાર તેનાં અલગ-અલગ સમૂહોમાં વહેંચાઈને બંધ થાય છે. પ્રદેશબંધમાં યોગોનું માહાભ્ય :- સિદ્ધાંત એ છે કે મન, વચન અને કાયાના યોગોની પ્રવૃત્તિઓમાં જેટલા વધારે પ્રમાણમાં ચંચળતા હશે, કર્મ વર્ગણાનો જથ્થો વધારે બંધાશે અને યોગોની પ્રવૃત્તિ જેટલી મંદ હશે, કર્મવર્ગણાનો જથ્થો ઓછો હશે અને કર્મબંધ ઓછો થશે. યોગોની ચંચળતા અનુસાર આત્મા-કર્મ પુદ્ગલોને ગ્રહણ કરે છે અને એટલા જ કર્મ આત્મપ્રદેશોની સાથે જોડાય છે. આને જ આગમોમાં પ્રદેશબંધ કહ્યો છે. યોગની ચપળતા વગર પ્રદેશબંધ નથી થતો. આત્માના અસંખ્યાત પ્રદેશોમાંથી એક એક પ્રદેશ પર અનંતાનંત કર્મ પુદ્ગલોનો પ્રદેશોનો બંધ થાય છે. તેને જ પ્રદેશબંધ કહે છે. ભગવતી સૂરમાં ભગવાન મહાવીરે ગૌતમ સ્વામીને જવાબ આપતાં કહ્યું છે કે :- જીવ અને પુદ્ગલ અન્યોન્ય બંધાયેલા. સ્કૃષ્ટ, અવગાઢ તથા એકબીજામાં સ્નેહ પ્રતિબદ્ધ છે એટલે કે એકબીજામાં એકમેક થઈને રહે છે. દા.ત. સરોવરમાં ૧૦૦ છિદ્રો વાળી હોડી છોડી દઈએ તો નૌકા તે છિદ્રો દ્વારા જળથી પૂરેપૂરી ભરાઈ જશે અને ઘડા જેવી લાગશે. આમ જ જીવ અને પુદ્ગલોના સંબંધ સરોવર અને હોડીની જેમ પરસ્પર સ્પષ્ટ, બદ્ધ, અવગાઢ અને સ્નેહ પ્રતિબદ્ધ છે. અને પરસ્પર એકમેક થઈને રહે છે, આ જ પ્રદેશબંધ છે. કર્મ વિજ્ઞાનનો નિયમ છે કે : આત્મા જયારે પણ કર્મ વર્ગણાને ગ્રહણ કરે છે ત્યારે For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા અનંતાનંત પરમાણુવાળા સ્કન્ધને ગ્રહણ કરે છે. કર્મપરમાણુઓ આત્માના એક એક પ્રદેશ સાથે બંધાય છે. આત્માના પ્રદેશો આખા શરીરમાં ફેલાઈને રહેલા છે. આત્મા શરીરની અંદર અવકાશમાં રહેલા પરમાણુઓમાંથી જ કર્મ વર્ગણા ગ્રહણ કરે છે અને બધા જ આત્મપ્રદેશો કર્મપરમાણુઓને ગ્રહણ કરે છે. જીવ કર્મ યોગ્ય પુગલોને બધી દિશાઓમાંથી ગ્રહણ કરે છે. આત્મપ્રદેશો સાથે કર્મનો સંયોગ છે. એક ક્ષેત્રાવગાહપણે રહેલા છે. જુના કર્મ સાથે નવા કર્મ પુદ્ગલ જોડાય છે. જુના કર્મ ખરતા જાય છે, નવા કર્મ આત્મપ્રદેશો સાથે જોડાતા રહે છે, પણ તે માત્ર સંયોગ સંબંધે છે, તાદાભ્ય સંબંધે રહેલા નથી. કર્મ-પુદ્ગલો-કાશ્મણ વર્ગણાઓનું વિભાજન :- દરેક આત્મા હર ક્ષણ સાત અથવા આઠ કર્મોનો બંધ કરે છે. યોગ-પ્રવૃત્તિઓ અનુસાર બંધાયેલા અનંતાનંત કર્મ પુગલોના જુદા જુદા ભાગ થઈ જાય છે અને તે કર્મ પોતાના કર્મ વર્ગણાના સમૂહમાં બંધાઈ જાય છે. જેમ ખોરાક ખાધા પછી તેનું રૂપાંતર આપોઆપ લોહી, રસાદિમાં પરિણમન થઈ જાય છે તથા શરીરના વિભિન્ન અવયવોમાં પહોંચી જાય છે. તે પ્રકારે બંધાઈ રહેલા કર્મોના યોગ-બળ અનુસાર યથાયોગ્ય ભાગોમાં વિભાજન થઈ જાય છે તથા પ્રકૃતિબંધના રૂપમાં તેના કાર્યોનું નિયમન પણ થઈ જાય છે. કર્મોનો સ્વભાવ એક જેવો ન હોવાથી પ્રદેશબંધના સમયે જ જુદા જુદા પ્રકારની કર્મ પ્રકૃતિના રૂપમાં વિભાગ થઈ જાય છે. કર્મોનો સંવિભાગ :- (કર્મોનું વિભાજન) : પ્રદેશબંધ દ્વારા બંધાયેલા અનંતાનંત કર્મોમાં આયુષ્ય કર્મને હિસ્સો સૌથી ઓછો છે. નામ અને ગોત્ર કર્મનો હિસ્સો સમાન છે પરંતુ આયુષ્ય કર્મથી વધારે છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મનો હિસ્સો એકબીજા પ્રત્યે સમાન છે, પણ નામ અને ગોત્ર કર્મના હિસ્સાથી વધારે છે. આનાથી પણ અધિકભાગ મોહનીય કર્મને મળે છે અને બધાથી વધારે ભાગ વેદનીય કર્મને મળે છે. આ પ્રકારનાં વિભાજનનું રહસ્ય કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ પર નિર્ભર છે. વેદનીય કર્મ | સિવાય બાકીના સાત કર્મોને સ્થિતિ અનુસાર ભાગ મળે છે. અર્થાત્ જે કર્મની જેટલી અધિક સ્થિતિ તેને એટલો વધારે ભાગ મળે છે. સામાન્ય (જધન્ય) ઉત્કૃષ્ટ ૧. આયુષ્ય કર્મની સ્થિતિ અંતર્મુહૂર્ત ૩૩. સાગરોપમ ૨. નામ કર્મની સ્થિતિ આઠમુહૂર્ત ૨૦. કડાકોડિ સાગરોપમ ૩. ગોત્ર કર્મની સ્થિતિ આકર્મુહૂર્ત ૨૦. કોડાકોડિ સાગરોપમ ૪. જ્ઞાનાવરણીય કર્મની સ્થિતિ અંતર્મુહૂર્ત ૩૦. કડાકોડિ સાગરોપમ ૫. દર્શનાવરણીય કર્મની સ્થિતિ અંતર્મુહૂર્ત ૩૦. કડાકોડિ સાગરોપમ For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૮ સ્વાધ્યાય સુધા ૬. અંતરાય કર્મ સ્થિતિ અંતર્મુહૂર્ત ૩૦. કોડાકોડિ સાગરોપમ ૭. મોહનીય કર્મ સ્થિતિ અંતર્મુહૂર્ત ૭૦. કોડાકોડિ સાગરોપમ ૮. વેદનીય કર્મ સ્થિતિ ૧૫ર્મુહૂર્ત ૨૦. કોડાકોડિ સાગરોપમ વેદનીય કર્મની સ્થિતિ ઓછી હોવા છતાં પણ તેને ભાગ બધાથી વધારે છે કારણ એ છે કે આત્માને વેદનોય કર્મનું સુખ-દુઃખ રુપ વેદન વધારે છે અને પ્રતિ સમય સ્પષ્ટ રૂપથી થતું રહે છે. જ્યારે આયુષ્ય કર્મનું વેદન સૌથી ઓછું હોય છે. આયુષ્ય કર્મનો બંધ જીવનમાં એકવાર જ થાય છે. વેદનીય કર્મને ઉદય પ્રતિક્ષણ હોવાથી તેની નિર્જરા પણ અધિક પ્રમાણમાં થાય છે. જે સમયે આયુષ્ય કર્મનો બંધ થાય છે ત્યારે કર્મ પુદ્ગલના આઠ ભાગ થાય છે. બાકી સમયે કર્મપુદ્ગલના સાત ભાગ થાય છે. આ જ પ્રદેશબંધનું સ્વરૂપ અને કાર્ય છે. ૨. પ્રકૃતિબંધનું સ્વરૂપ :- જગતમાં બધા પ્રાણીઓના જીવનને ઓળખવાનું અને માપવાનું થર્મોમીટર “સ્વભાવ' છે. સ્વભાવ વડે જ મનુષ્યના ગુણોનું અને શક્તિઓનું માપ કાઢવામાં આવે છે. સ્વભાવને જ જોઈને વિવાહિક સંબંધ અથવા નોકર વગેરેની નિમણૂંક કરવામાં આવે છે. ચાર ગતિમાં રહેલાં જીવોનો સ્વભાવ અલગ અલગ છે. એક મનુષ્ય જાતિમાં જ અગણિત પ્રકારના રૂપ, રંગ, આકૃતિ અને પ્રકૃતિના મનુષ્યો જોવા મળે છે. એકલા મનુષ્યમાં જ નહીં, પ્રાણીમાત્રમાં સ્વભાવથી પ્રાયઃ તેની જાતિ, ગુણ શક્તિ અને સંસ્કૃતિનું અનુમાન લગાવી શકાય છે કે આ અમુક જાતિ અથવા અમુક ગતિ અથવા અમુક સમૂહનું પ્રાણી છે. જેમ પ્રાણીઓના સ્વભાવથી તેનું વિભાજન કરી શકાય છે, તેમજ કર્મોના સ્વભાવથી પણ તેનું પૃથક્કરણ અથવા વિભાજન કરવામાં આવે છે. આત્મા અને કર્મનો બંધ થવાની સાથે જ તે કર્મનો સ્વભાવ જાણી શકાય છે કે તેનું વિશ્લેષણ સ્વતઃ થઈ જાય છે. કર્મને યથાર્થ રૂપમાં જાણવા માટે સર્વ પ્રથમ કર્મનો સ્વભાવ જાણવો જોઈએ. આત્મા દ્વારા ગ્રહણ કરવામાં આવેલા કાર્મણ વર્ગણાનો સ્વભાવ કેવો હશે, તેનો નિર્ણય તે જ વખતે થઈ જાય છે. બાંધેલું કર્મ કેવા પ્રકારનું ફળ આપશે, તેનો નિર્ણય પણ કર્મની પ્રકૃતિથી જ થઈ જાય છે. પ્રકૃતિબંધ સ્વયં કર્મના સ્વભાવનું વિશ્લેષણ કરવાની શક્તિ ધરાવે છે. - આચાર્ય પૂજ્યપાદે પ્રકૃતિનો અર્થ “સ્વભાવ' કરીને તેને એવી રીતે સમજાવેલ છે કે લીંબડાના ઝાડની પ્રકૃતિ કડવી છે, ગોળની પ્રકૃતિમાં મીઠાપણું છે. એ જ પ્રકારે જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિ જ્ઞાનને આવૃત્ત કરવાની છે, તો દર્શનાવરણીય કર્મ દર્શનને આવરણ કરનાર છે. આ વાતને ગોમ્મદસારમાં સ્પષ્ટ કરતાં લખ્યું છે કે :- કયું કર્મ કેવા પ્રકારનું છે અને ક્યારે ફળ આપશે, એનું નિર્માણ બંધાયેલા કર્મના સ્કંધો પરથી પ્રકૃતિબંધ કરે છે. આ પ્રકૃતિબંધનો વિષય છે. For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૯૯ કર્મ પરમાણુઓનો બંધ જયારે આત્મા સાથે થાય છે ત્યારે ત્રણ વાતોનો નિર્ણય થાય છે. (૧) કેવા પ્રકારના કર્મપરમાણુ આત્માના કયા ગુણને આવરણમાં લઈ જશે. | (૨) આત્મા ઉપર તે કેવો પ્રભાવ પાડશે ? તથા (૩) કઈ શક્તિઓને આવરણમાં લઈ જશે ? આ ત્રણ વાતોથી કર્મની પ્રકૃતિ નક્કી થાય છે. જેને પ્રકૃતિબંધ કહેવામાં આવે છે. ૩. અનુભાગબંધનું સ્વરૂપ - આ સંસારમાં કોઈપણ વ્યક્તિ એવો નથી કે જે “રસ શબ્દથી પરિચિત ન હોય અહીંયા આપણે કાશ્મણ વર્ગણાના કારણે ઊભો થતો અનુભાગરસ વિષે વિચારવાનું છે. અનુભાગબંધ જ સમગ્ર સંસારી જીવોનો ભાગ્ય વિધાતા છે. અનુભાગ બે પ્રકારે છે. (૧) વિશ્વને ત્રાસરૂપ આસુરી શક્તિનાં રૂપમાં પ્રવર્તમાન. (૨) વિશ્વને માટે આશીર્વાદ રૂપ શક્તિના રૂપમાં. પ્રથમને પાપ અને બીજાને પુણ્ય રસ અથવા અશુભ-શુભ રસ કહેવાય છે. અનુભાગ (રસ)નો અર્થ છે કર્મફળની તીવ્રતામંદતા. અનુભાગ (રસ) બંધનું કાર્ય છે-ફળ આપવાના સમયે ઓછું કે વધારે પરિણામ આપવું. કાર્પણ વર્ગણાઓમાં શુભ અથવા અશુભ રસ ઓછો-વધારે હોય છે; તીવ્રતા કે મંદતા હોય છે. જુદા જુદા પ્રકારના તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ અથવા મંદ, મંદતર, મંદતમ, શુભ-અશુભ રસોના કર્મ પુગલોના રૂપમાં બંધાય છે તેનું નામ રસબંધઅનુભાગ બંધ છે. જો કે આત્મામાં સ્પર્શ ગુણ નથી તો પણ આત્મામાં વિદ્યમાન કષાયરૂપ પરિણામ | સ્પર્શ ગુણનું કામ કરે છે. આત્મામાં યોગ્ય અને કષાયરૂપ પરિણામ થવાથી તેનો કર્મની સાથે બંધ થાય છે. જેટલા પ્રમાણમાં કષાય ભાવ થાય છે, તેના પ્રમાણે આત્માની સાથે અનુભાગ બંધ થાય છે. કર્મબંધ થતી વખતે જ ફળ આપવાની શક્તિ સાથે બંધાય છે. કર્મ બાંધતી વખતે જેવા પરિણામ હોય તેવો રસ પડે છે અને જેવો રસ પડ્યો હોય તેવું જ તીવ્રતમ, તીવ્રત, તીવ્ર તથા મંદ, મંદતર, મંદતમ ફળ ભોગવવું પડે છે. કષાયને કારણે સ્થિતિ (સમય) અને રસ બન્નેનો બંધ થાય છે. દા.ત. ટાઈમબોમ્બમાં કયા સમયે વિસ્ફોટ થશે અને તે સમયે કેટલી તીવ્રતાથી આંદોલન-હલચલ ઊભી કરશે એટલે સંહારક શક્તિ કેટલી હશે-આ બંને વાતો કર્મોના બે પ્રકાર સ્થિતિ અને રસને લાગુ પડે છે. સ્થિતિ બંધથી કર્મ કેટલા સમય પછી આત્માથી જુદુ પડશે અને જુદા પડતી વખતે તે કર્મ કેટલા પ્રમાણમાં હલચલ-કંપન ઉત્પન્ન કરીને આત્માથી જુદા પડશે તે કામ અનુભાગ (રસ) બંધનું છે. અનુભાગબંધનું કાર્ય :- કર્મ વર્ગણામાં પુદ્ગલોમાં સ્વાભાવિક રૂપથી “રસ છે. પરંતુ તે બહુજ અલ્પ પ્રમાણમાં છે. તે જીવ ઉપર અનુગ્રહ કે ઉપઘાત કરવામાં અસમર્થ છે. પરંતુ કષાયમાં પરિણમન થવાથી જીવ પોતે જ કર્મ પરમાણમાં અનંતગણો રસ ઉત્પન્ન For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧00 સ્વાધ્યાય સુધા કરે છે અને તે જ આત્મા ઉપર અનુગ્રહ કે ઉપઘાત કરવામાં સમર્થ છે. કર્મ પરમાણુ જ્યારે પ્રાણી કષાયમય બને ત્યારે પ્રત્યેક કર્મ તેનું નિમિત્ત પામીને અનંતગણો રસ ઉત્પન્ન કરે છે, જે આત્માના ગુણોનો ઘાત કરે છે. આ જ રસ બંધ છે (અનુભાગબંધ છે) આને સમજવા માટે ઊંટડી, ભેંસ, ગાય, બકરીના દૂધની ચિકાસનો વિચાર કરવાથી રસબંધ શું છે તેનો ખ્યાલ આવી શકે તેમ છે. ચિકાસનું પ્રમાણ અનુક્રમે ઘટતું જાય છે, તેમ રસની તીવ્રતા કે મંદતા કષાય આધારિત છે. જેમ ઊંટડીના દૂધમાં વધારે શક્તિ છે. ભેંસ અને ગાયના દૂધમાં તેનાથી ઉતરતી શક્તિ છે. બકરીના દૂધમાં પ્રથમના ત્રણ કરતાં ઘણી ઓછી શક્તિ છે તેમ શુભ અથવા અશુભ પ્રકારની પ્રકૃતિઓનો અનુભાગ તીવ્ર તેમજ મંદ હોય છે એટલે અનુભાગબંધ તીવ્ર અને મંદ એમ બે પ્રકારે છે. અશુભ ભાવો સાથે શુભભાવ ભળવાથી મંદ અનુભાગબંધ થાય છે અને સંકલેશ-કષાયી ભાવોથી શુભ પ્રકૃતિઓમાં મંદ અનુભાગ બંધ થાય છે. તીવ્ર અને મંદ અનુભાગ(રસ)ની શુભ અને અશુભ બન્ને ઉપર ચાર પ્રકારે અસર થાય છે. (૧) તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ, અને અત્યંત તીવ્ર તથા (૨) મંદ, મંદતર, મંદતમ અને અત્યંત મંદ. આ બન્નેની અવસ્થા (૧) લીમડાના કડવા રસ ઉપરની પ્રક્રિયા તથા (૨) શેરડીના રસ ઉપરની ગરમ કરવાની પ્રક્રિયા દ્વારા સમજાવવામાં આવી છે. બન્ને રસને ઉકાળવાથી ચાર અવસ્થાઓ થાય છે. તીવ્ર, તીવ્રત, તીવ્રતમ અને અત્યંત તીવ્ર, એ જ ઉદાહરણમાં પાણી રેડતા જવાથી મંદ, મંદતર, મંદતમ-અત્યંત મંદ અવસ્થા થાય છે. આ તીવ્રતા અને મંદતાનું કારણ કષાયની તીવ્રતા કે મંદતા છે. તીવ્ર કષાયથી અશુભ પ્રવૃતિઓમાં તીવ્ર અને શુભ પ્રવૃતિઓમાં મંદ અનુભાગબંધ થાય છે. મંદ કષાયથી અશુભમાં મંદ અને શુભમાં તીવ્ર અનુભાગ બંધ થાય છે. કષાયની મંદતા અને વિશુદ્ધ પરિણામોની વૃદ્ધિ થવાથી પુણ્ય-શુભ-પ્રકૃતિઓમાં તીવ્ર, તીવ્રત, તીવ્રતમ અને અત્યંત તીવ્ર અનુભાગબંધ થાય છે. તેમજ કષાયની તીવ્રતા અને વિશુદ્ધ પરિણામોમાં ઘટાડો થવાથી પાપ પ્રકૃતિઓમાં તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ અને અત્યંત તીવ્ર અનુભાગબંધ થાય છે. દા.ત. એક વૈદ્યની પાસે માથાના દુઃખાવાના ચાર રોગી આવ્યા. એકને થોડું જ માથું દુ:ખતું હતું તેથી એક ગોળીથી મટી ગયું. બીજાનો દુ:ખાવો વધારે હતો તેને તેજ પાવરવાળી બે ગોળી આપવાથી તેનો દુઃખાવો મટી ગયો. ત્રીજો રોગી કેટલાય દિવસથી પીડાતો હતો તેને તેજ દવા થોડા દિવસ લેવાનું કહ્યું અને ચોથા રોગીનો માથાનો દુ:ખાવો એટલો તીવ્ર હતો કે તેને અત્યંત કડવી દવા આપી, લાંબા સમય સુધી ઉપચાર કરવો પડ્યો. આમ એક ઠાણિયાથી લઈને ચાર ઠાણિયા સુધીનો રસબંધ સમજવાનો છે. For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૧૦૧ તીવ્ર, તીવ્રત, તીવ્રતમ અને અત્યંત તીવ્ર દુઃખાવાનો પ્રકાર હતો અને નવામાં મંદ, મંદતર, મંદતમ અને અત્યંત મંદ હતો એટલે અવધિ વધતી જતી હતી. કષાયયુક્ત પરિણામોમાં અનેક પ્રકારની તરતમતા હોય છે, જે રસબંધનું કારણ છે, જેને સંપૂર્ણપણે કેવળજ્ઞાની જાણી શકે. - સાર :- અનુભાગબંધને સમજવાનો સાર એ છે કે-જયારે પણ ભાવ અથવા ક્રિયા શુભ હોય ત્યારે કષાયોને મંદ રાખવાનો પુરુષાર્થ કરવાનો છે. અને જયારે કષાયની તીવ્રતા હોય તો મનને અશુભ ભાવોથી અને પાપ પ્રકૃતિથી દૂર રાખવાનો પુરુષાર્થ કરવાનો છે. ૪. સ્થિતિબંધનું સ્વરૂપ :- કાશ્મણ વર્ગણા બે પ્રકારની હોય છે-શુભ અને અશુભ. આ શુભ-અશુભ કર્મના પ્રકાર અથવા સ્વભાવનું પ્રકૃતિ બંધના રૂપમાં થાય છે. પછી એ કર્મ પ્રદેશબંધના રૂપમાં કરે છે. તે કર્મના શુભ-અશુભ ભાવોની તીવ્રતા-મંદતા તેમજ કષાયના પરિણામો અનુસાર પ્રશસ્તતા-અપ્રસ્તતાનો નિશ્ચય અનુભાગબંધના રૂપમાં થાય છે. સાથે જ તેના અપરાધ અને દોષ ૫ ભાવો અનુસાર સ્થિતિ બંધનો દંડ જીવાત્માએ ભોગવવાનો આવે છે. સ્થિતિબંધનું કાર્ય : અનુભાગબંધ વખતે જો સ્થિતિબંધ ન હોય તો કર્મનું વિપાકરૂપ કાર્ય થતું નથી એટલે અનુભાગ બંધની સાથે જ સ્થિતિબંધ થવો આવશ્યક માનવામાં આવ્યો છે. આ અનુભાગ અને સ્થિતિબંધના સહયોગનું એક કારણ એમ બતાવ્યું છે કે ઉત્કૃષ્ટ અનુભાગને બાંધવાવાળો જીવ નિશ્ચયથી ઉત્કૃષ્ટ સ્થિતિને બાંધે છે, કારણ કે ઉત્કૃષ્ટ પરિણામ વગર ઉત્કૃષ્ટ અનુભાગબંધ થતો નથી હોતો. કર્મનો આત્માની સાથે બંધ થયા પછી જે કર્મ જેટલો સમય આત્માની સાથે રહે છે તે તેની સ્થિતિ કાળ છે અને તેની મર્યાદા નક્કી કરવી તે સ્થિતિ બંધ છે. ઉદયમાં કેટલો | સમય રહેશે તે સ્થિતિબંધ છે. સ્થિતિબંધ ઉત્કૃષ્ટ તેમજ જધન્ય એમ બે પ્રકારનાં છે. આ બે વચ્ચેના બંધને મધ્યમ સ્થિતિબંધ કહે છે. સ્થિતિબંધનું મૂળ કારણ :- સ્થિતિબંધનું મુખ્ય(મૂળ) કારણ કષાયભાવ છે. ક્રોધ, માન, માયા, લોભ-આ ચારના ચાર પ્રકાર હોવાથી ૧૬ કષાય અને નવ નોકષાય તથા રાગદ્વેષ પણ કષાયમાં જ આવે છે. કષાયનો ઉદય ૧૦માં ગુણસ્થાનક સુધી રહે છે એટલા માટે ૧૦માં ગુણસ્થાનક સુધી જીવ સકષાયી કહેવાય છે અને છેલ્લા ચાર ગુણસ્થાનવાળા જીવ અકષાયી છે. કર્મવેત્તા સ્થિતિબંધનું મુખ્ય કારણ અધ્યવસાયને માને છે. આત્મા જે પ્રકારે શુભ અથવા અશુભ, તીવ્ર, મંદ અથવા મધ્યય અધ્યવસાય કરે છે તે અનુસાર જ તેની સ્થિતિબંધ થાય છે. For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ સ્વાધ્યાય સુધા કષાયના તીવ્ર, તીવ્રતર, તીવતમ અને મંદ, મંદતર, મંદતમ, ઉદયને અધ્યવસાય સ્થાન કહ્યા છે. સ્થિતિબંધનું કારણ એક જ અધ્યવસાય નથી પરંતુ અનેક અધ્યવસાયના સ્થાનો છે. અબાધાકાળ :- કોઈપણ કર્મ બંધાયા પછી જયાં સુધી ઉદયમાં નથી આવતા અથવા બાધા પહોંચાડતા નથી, ત્યાં સુધીના સમયને અબાધાકાળ કહે છે. અર્થાત્ જયાં સુધી બંધાયેલા કર્મ ઉદય અથવા ઉદીરણાને પ્રાપ્ત થઈને ફળ નથી દેતા ત્યાં સુધીના સમયને અબાધાકાળ કહે છે. અબાધાકાળમાં તે કર્મ સત્તામાં પડ્યા રહે છે. આત્મા ઉપર અસર કરાવવામાં કર્મની જેટલી વધારે સ્થિતિ હોય છે, તેના પ્રમાણમાં કર્મ બંધાયા પછી ફળ આપ્યા વિના સુષુપ્ત પડ્યા રહે છે. આ જ અબાધાકાળ છે. કર્મગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે :- જે (આયુષ્ય કર્મ સિવાય) કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ જેટલા કડાકોડિ સાગરોપમ પ્રમાણ હોય છે. તે કર્મના એટલા જ સો વર્ષ પ્રમાણ ઉત્કૃષ્ટ અબાધાકાળ હોય છે. દા.ત. કોઈ કર્મની સ્થિતિ એક કોડાકોડિની છે, તો તેનો અબાધાકાળ ૧૦૦ વર્ષનો હોય. એટલે ૧૦૦ વર્ષ પછી ઉદયમાં આવે અને એક કોડાકોડિ સાગરોપમ સુધી ઉદયમાં રહેશે. સ્થિતિ બંધના બે ભેદ બતાવ્યા છે-લક્ષણા સ્થિતિ અને અનુભવ યોગ્ય સ્થિતિ. કર્મ બંધાયા પછી જયાં સુધી તે આત્મા સાથે રહે છે તે સમયને લક્ષણા સ્થિતિ કહે છે અને અબાધાકાળ પૂરો થયા પછીની સ્થિતિ તે અનુભવ યોગ્ય સ્થિતિ કહેવાય છે. નિરુપક્રમ આયુષ્ય વાળાને બંધાયેલા આયુષ્યનો અબાધાકાળ છ માસ બતાવ્યો છે. તેઓ પોતાના આયુષ્યનો ત્રીજો ભાગ બાકી રહે ત્યારે આગળના જન્મનું આયુષ્યનું કર્મ બાંધે છે. જયારે સોપક્રમ આયુષ્યવાળા પોતાના આયુષ્યના ત્રીજા ભાગે અથવા નવમા ભાગે અથવા સત્તાવીસમા ભાગે...આવતા આયુષ્યનો બંધ કરે છે. જો તે વિભાગોમાં તે આયુષ્ય બંધ ન કરી શકે તો અંતિમ અંતર્મુહૂર્તમાં આગામી આયુષ્યનો બંધ પાડે છે. જો કે અનુભાગબંધ અને સ્થિતિબંધનું કારણ કષાય જ છે. તથાપિ બન્નેમાં મોટું અંતર રહેલું છે. કષાયની તીવ્રતા થવાથી અશુભ પ્રકૃતિનો અનુભાગબંધ વધારે, જયારે શુભ પ્રવૃતિઓમાં ઓછો થાય છે. તેમજ કષાયની મંદતાથી શુભ પ્રકૃતિઓનો અનુભાગબંધ વધારે અને અશુભ પ્રવૃતિઓનો ઓછો થાય છે. તેથી પ્રત્યેક પ્રકૃતિના અનુભાગબંધનું ઓછાપણું કે અધિકતા કષાયની મંદતા કે તીવ્રતા પર આધારિત નથી. પરંતુ શુભ પ્રકૃતિઓના અનુભાગ બંધની મંદતા કે તીવ્રતા કષાયોની તીવ્રતા અને મંદતા પર આધારિત છે. જયારે અશુભ પ્રકૃતિઓનો અનુબંધની દૃષ્ટિથી કષાયની તીવ્રતા કે મંદતાનો પ્રભાવ શુભ અને અશુભ પ્રકૃતિઓ પર બિલકુલ વિપરીત પડે છે. પરંતુ For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૧૦૩ સ્થિતિબંધમાં કષાયની તીવ્રતા કે મંદતા સમયે જે પણ શુભ અથવા અશુભ પ્રકૃતિ બંધાય છે તે બધામાં સ્થિતિબંધ વધારે હોય છે અને કષાયની મંદતાના સમયે જે પ્રકૃતિઓ બંધાય છે તે બધામાં સ્થિતિબંધ ઓછો હોય છે. અશુભ પ્રકૃતિઓમાં અનુભાગ વધારે હોય ત્યારે સ્થિતિ પણ વધારે અને અનુભાગ મંદ હોય ત્યારે સ્થિતિબંધ ઓછો. કર્મગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે :- દેવ, મનુષ્ય અને તિર્યંચ આયુષ્ય સિવાય બધી બાકીની પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ અશુભ અને સામાન્ય સ્થિતિ શુભ હોય છે. ઉત્કૃષ્ટ સ્થિતિ એટલા માટે અશુભ મનાય છે કે તેનો બંધ અતિ સંક્લિષ્ટ પરિણામોથી થાય છે જ્યારે જધન્ય સ્થિતિનો બંધ વિશુદ્ધ ભાવોમાં થાય છે. સારાંશ એ છે કે :- ઉત્કૃષ્ટ કષાયથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અને વિશુદ્ધિથી જધન્ય સ્થિતિબંધ થાય છે. પરંતુ દેવ, મનુષ્ય અને તિર્યંચ આયુષ્યની પ્રકૃતિઓ આ નિયમમાં અપવાદ રૂપે છે. આ ત્રણ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ શુભ માનવામાં આવે છે કારણ કે તેનો બંધ વિશુદ્ધિમાં થાય છે અને જધન્ય સ્થિતિ અશુભ માનવામાં આવે છે કારણ કે તેનો બંધ સંક્લેશ પરિણામોથી થાય છે. કર્મ પ્રકૃતિથી વ્યકિત્વની ઓળખાણ :- જૈનના કર્મ વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, બંધાયેલા કર્મની પ્રકૃતિ વડે મનુષ્યના વ્યક્તિત્વને જાણી શકાય છે પ્રત્યેક વ્યક્તિ કર્મની પ્રકૃતિને જાણીને તેના અનુસારે પોતાના સ્વભાવનું વિશ્લેષણ કરી શકે છે અને તેને શુભમાં ફેરવી શકે છે. જે કર્મના સ્વભાવને નથી જાણતા તે પોતાના સ્વભાવને બદલી શકતો નથી. વાસ્તવિકપણે તો મનુષ્યનો જે સ્વભાવ બની જાય છે, તેને બનાવવાવાળી સત્તા પોતાની અંદર છે, તેને જાણ્યા વિના કર્મની ઉત્તર પ્રકૃતિને જાણી શકતો નથી અને જાણ્યા વિના ઉત્તર પ્રકૃતિને બદલી પણ શકતો નથી. કે તેની નિર્જરા પણ કરી શકતો નથી. કર્મ પ્રકૃતિને જાણીને જ સત્તામાં પડેલા કર્મની ઉદીરણા, સંક્રમણ કે નિર્જરા થઈ શકે છે. અને તો જ સ્વભાવનું પરિવતર્ન થવું સંભવે છે. સ્વભાવ પરિવર્તન દ્વારા પોતાના વ્યક્તિત્વને આધ્યાત્મિક દિશામાં વાળવા માટે પ્રકૃતિ-બંધની સાથે કર્મની પ્રકૃતિઓને પણ જાણવું અનિવાર્ય છે. પ્રકૃતિ બંધને સમજીને જ બાહ્યમાં દેખાતી ભિન્નતા ને દૂર કરી શકાય છે. આમ તો કર્મનો એક જ પ્રકાર છે, પરંતુ ભાવ વિશેષથી ગૃહીત કર્મ પુદ્ગલના કારણે તેમાં અનેક સ્વભાવ નિર્માણ પામે છે. તે સ્વભાવ ભાવનાત્મક શક્તિના પ્રભાવને જોઈને કરી શકાય છે. આ પ્રભાવ પાડનાર સ્વભાવ પણ અસંખ્યાત કે અનંત પ્રકારના છે. પરંતુ સંક્ષેપમાં સમજવા માટે તેનું વર્ગીકરણ કરી તે બધાના આઠ ભાગોમાં વિભાજન કરવામાં આવ્યું છે. આને મૂળ પ્રકૃતિ કહેવામાં આવે છે. તે આઠ કર્મોની પેટા પ્રકૃતિ કે ઉત્તર પ્રકૃતિ ૧૫૮ છે. For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ સ્વાધ્યાય સુધા આઠ કર્મ પ્રકૃતિઓ અને આઠ આત્મગુણોમાં બાધકતા આત્મા અનંત ગુણો ધરાવે છે, પરંતુ તેના મૂળ આઠ ગુણ છે : (૧) અનંતજ્ઞાન (૨) અનંત-દર્શન (૩) અવ્યાબાધ સુખ (૪) ક્ષાયિક સમ્યક્ત્વ (અનંત ચારિત્ર) (૫) અક્ષય સ્થિતિ અથવા શાશ્વતપણું (૬) અપીપણું (૭) અગુરુલઘુત્વ (૯) આત્મવીર્ય અથવા અનંત શક્તિ (૧) આત્માના જ્ઞાનગુણને આવરણ કરનાર જ્ઞાનાવરણીય કર્મ છે. (૨) આત્માની દર્શન શક્તિને આવરણ કરનાર દર્શનાવરણીય કર્મ છે. (૩) આત્માના અનંત અવ્યાબાધ સુખને આવરણ કરનાર વેદનીયકર્મ છે. (૪) આત્માની સ્વભાવ રમણતાની સ્થિતિને આવરણ કરનાર મોહનીય છે (અનંત ચારિત્ર) . (૫) આત્માના શાશ્વતપણાને આવરણ કરનાર આયુષ્ય કર્મ છે. (૬) આત્માના અરુપી ગુણને આવરણ કરનાર નામકર્મ છે. (૭) આત્માના અગુરુલઘુત્વ ગુણને આવરણ કરનાર ગોત્ર કર્મ છે. (૮) આત્માના અનંતવીર્યને આવરણ કરનાર અંતરાયકર્મ છે. આમ કર્મની મૂળ પ્રકૃતિઓ આઠ છે : (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણીય (૩) વેદનીય (૪) મોહનીય (૫) આયુષ્ય (દ) નામ (૭) ગોત્ર (૮) અંતરાયકર્મ. આ આઠ પ્રકૃતિના બે ભેદ છે. અઘાતી અને ઘાતી કર્મો. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ઘાતી કર્મ છે. અને વેદનીય, આયુષ્ય ગોત્રા અને નામ એ અઘાતી કર્મ છે. આઠ મૂળ પ્રકૃતિઓનો ક્રમ :- મૂળ કર્મ પ્રકૃતિનો જે ક્રમ બતાવવામાં આવ્યો છે તેમજ કેમ છે? તેનું શું કારણ ? કર્મ પ્રકૃતિઓનો ક્રમ નિશ્ચિત કરવામાં આવ્યો છે, તેમાં પણ આધારભૂત હેતુ રહેલો છે. આત્માના બધા ગુણોમાં જ્ઞાન મુખ્ય છે. આત્મા અને જ્ઞાનનું તાદાભ્ય છે. આત્માની ઓળખાણ તેના જ્ઞાન ગુણ દ્વારા જ થાય છે. એટલા માટે જ્ઞાનને આવરણ કરવાવાળા જ્ઞાનાવરણીય કર્મનો પ્રથમ નંબર આપવામાં આવ્યો છે. આત્માના દર્શન ગુણને આવરણ કરનાર હોવાથી દર્શનાવરણીય કર્મને બીજો નંબર આપ્યો છે. આ બન્ને કર્મ પોતાનું ફળ સાંસારિક સુખદુઃખનું વેદન કરવામાં નિમિત્ત છે. તેથી બન્ને કર્મ બાદ વેદનીય કર્મને ત્રીજો નંબર આપેલ છે. સુખદુઃખનું વેદન કષાય અથવા રાગદ્વેષાદિ થવાથી થાય છે અને કષાય કે રાગદ્વેષ મોહનીયના અંગ છે, તેથી વદનીય બાદ મોહનીયનો ચોથો નંબર આપવામાં For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૧૦૫ આવ્યો છે. મોહનીય કર્મમાં ફસાયેલો જીવાત્મા, તેના કારણે અનેક પ્રકારના આરંભસમારંભ કરે છે, જેથી તે નરક કે તિર્યંચનું આયુષ્ય બાંધે છે. આ કારણે આયુષ્યનો નંબર પાંચમો રાખવામાં આવ્યો છે. આયુષ્ય કર્મ ગતિ, જાતિ, શરીર આદિ વગર ભોગવી શકાતું નથી તેથી નામકર્મનો નંબર ૬ઠ્ઠો રાખવામાં આવ્યો છે. નામકર્મનો ઉદય થવાથી ઉચ્ચ-નીચ ગોટાનો ઉદય અવશ્ય થાય છે. આ દષ્ટિથી ગોરા કર્મનો નંબર સાતમો રાખવામાં આવ્યો છે. ઉચ્ચ-નીચ ગોટાનો ઉદય થવાથી ક્રમશઃ દાન, લાભ, ભોગ, ઉપભોગ, અને વીર્ય આદિ શક્તિઓ બાધિત થાય છે એટલે અંતરાય કર્મનો નંબર આઠમો આપેલ છે. આમ આઠેય પ્રકૃતિના સ્વભાવ અનુસાર યોગ્ય ક્રમ આપવામાં આવ્યો છે. આત્મા પ્રત્યેક સમયે અનંતાનંત કર્મ યોગ્ય પુલ પરમાણુઓ ને પોતાની તરફ આકર્ષે છે અને તેમાં ભિન્ન-ભિન્ન પ્રકારની શક્તિઓ ભિન્નભિન્ન પ્રકારનો સ્વભાવ ઉત્પન્ન કરે છે. આને પ્રકૃતિબંધ કહે છે. પ્રકૃતિ આઠ છે અને ઉત્તર પ્રવૃતિઓ ૧૫૮ છે. મૂળ પ્રકૃતિના બંધની સાથે સાથે તેની સજાતીય ઉત્તર પ્રવૃતિઓનો પણ બંધ થયા કરે છે. પ્રતિબંધનું કાર્ય કર્મોનો વિભિન્ન સ્વભાવ અને શક્તિ બતાવવી એ જ છે. . સમ્યકત્વ અચોક્ત રીતે પોતાનું દૂષણ બતાવે છે :- મને ગ્રહણ કરવાથી ગ્રહણ કરનારની ઇચ્છા ન થાય તો પણ મારે તેને પરાણે મોક્ષે લઈ જવો પડે છે; માટે મને ગ્રહણ કરવા પહેલાં એ વિચાર કરવો કે મોક્ષે જવાની ઇચ્છા ફેરવવી હશે તોપણ કામ આવવાની નથી; મને ગ્રહણ કરવા પછી નવમે સમયે તો મારે તેને મોક્ષે પહોંચાડવો જોઈએ. ગ્રહણ કરનાર કદાચ શિથિલ થઈ જાય તોપણ બને તો તે જ ભવે, અને ન બને તો વધારેમાં વધારે પંદર ભવે મારે તેને મોક્ષે પહોંચાડવો જોઈએ. કદાચ મને છોડી દઈ મારાથી વિરુદ્ધ આચરણ કરે અથવા પ્રબળમાં પ્રબળ એવા મોહને ધારણ કરે તોપણ અર્ધપુદ્ગલપરાવર્તનની અંદર મારે તેને મોક્ષે પહોંચાડવો એ મારી પ્રતિજ્ઞા છે' ! અર્થાત્ અહીં સમ્યકત્વની મહત્તા બતાવી છે. સમ્યક્દર્શનનું માહાત્યે કેટલું છે તે અહીં અવળવાણીરૂપે મૂકેલું છે. સમ્યક્દર્શન કહે છે કે જો તમે મને ગ્રહણ કરશો અને પછી જો તમારી ઈચ્છા ફરી જશે કે મારે મોક્ષ નથી જવું તો ત્યાં તમારું જોર ચાલશે નહીં, મારે તો તમને પકડીને મોક્ષે લઈ જવા પડશે. એ મારું દુષણ છે. સમ્યક્દર્શન પ્રાપ્ત થયા પછી ઓછામાં ઓછા નવ સમયમાં જીવે મોક્ષે પહોંચી શકે આ પહેલી પ્રતિજ્ઞા. જો જીવ સાધના કરવામાં મોળો પડી જાય તો તે જ ભવે નહીં તો વધારેમાં વધારે ૧૫ ભવે મોક્ષે પહોંચાડવો. આ બીજી પ્રતિજ્ઞા. For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સ્વાધ્યાય સુધા - કદાચ મને છોડી દઈ મારાથી વિરુદ્ધ આચરણ કરે અથવા પ્રબળમાં પ્રબળ એવા મોહને ધારણ કરે તો પણ અર્ધપુદ્ગલપરાવર્તનની અંદર મારે તેને મોક્ષે પહોંચાડવો એ મારી પ્રતિજ્ઞા છે' ! અર્થાત્ અહીં સમ્યકત્વની મહત્તા બતાવી છે. આ ત્રીજી પ્રતિજ્ઞા છે. ૬૭. સમ્યકત્વ કેવળજ્ઞાનને કહે છે - “હું જીવને મોક્ષે પહોંચાડું એટલે સુધી કાર્ય કરી શકું છું અને તું પણ તે જ કાર્ય કરે છે : તું તેથી કાંઈ વિશેમાં કાર્ય કરી શકતું નથી; તો પછી તારા કરતાં મારામાં ન્યૂનતા શાની? એટલું જ નહીં, પરંતુ તને પામવામાં મારી જરૂર રહે છે.' અહીં સમ્યકત્વ અને કેવળજ્ઞાનનો વાર્તાલાપ આપ્યો છે. જ્યાં સુધી સમ્યકત્વ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કેવળજ્ઞાન પ્રગટ થતું નથી. એટલે સમ્યકત્વ કેવળજ્ઞાનને કહે છે કે તને પામવામાં પણ પહેલા મારી જરૂર પડે છે તો તેમાં તારું મહત્વ કેવી રીતે વધારે ? કારણ કે કેવળજ્ઞાન પ્રાપ્ત કરવું હશે તો સમ્યક્દર્શનને પ્રાપ્ત કરવું જ પડશે એટલે અહીંયા પણ બીજી રીતે સમ્યક્દર્શનનું મહાભ્ય બતાવ્યું છે. ૬૮. ગ્રંથાદિ વાંચવાનું શરૂ કરતાં પ્રથમ મંગળાચરણ કરવું અને તે ગ્રંથ ફરીથી વાંચતાં અથવા ગમે તે ભાગથી તે વાંચવાનું શરૂ કરતાં પ્રથમ મંગળાચરણ કરવું એવી શાસ્ત્રપદ્ધતિ છે. તેનું મુખ્ય કારણ એ છે કે બાહ્યવૃત્તિમાંથી આત્મવૃત્તિ કરવી છે, માટે તેમ કરવામાં પ્રથમ શાંતપણું કરવાની જરૂર છે, અને તે પ્રમાણે પ્રથમ મંગળાચરણ કરવાથી શાંતપણું પ્રવેશ કરે છે. વાંચવાનો અનુક્રમ જે હોય તે બનતાં સુધી ન જ તોડવો જોઈએ; તેમાં જ્ઞાનીનો દાખલો લેવા જરૂર નથી. આપણે કોઈપણ પુસ્તક વાંચવા બેસીએ તો પ્રથમ સ્તુતિ કરવી જોઈએ. તો એ સ્તુતિ શા માટે કરવાનું કહેવામાં આવ્યું છે ? આપણે સંસારભાવમાંથી સીધા વાંચન કરવા બેસીએ તો થોડું વાંચન તો એમને એમ જતું રહે. માટે પ્રથમ જો સ્તુતિ કરીએ તો એ સ્તુતિ કરતાં કરતાં સંસારભાવમાંથી નીકળી જઈએ, એટલે જે વાંચીએ તેની વધારે સમજ પડે એટલા માટે દરેક વખતે વાંચવા બેસીએ ત્યારે મંગલાચરણ કરવું એવી શાસ્ત્રપદ્ધતિ છે. અનુક્રમે વાંચવાથી સાતત્ય જળવાઈ રહે છે અને તેના ભાવો પકડવાનું સહેલું બની જાય છે. પણ જ્ઞાની એ પ્રમાણે વર્તતા ન જણાય તો પણ તેમના પ્રમાણે વર્તવાનો વિચાર પણ ન આવવો જોઈએ અથવા તેવો વિકલ્પ પણ ન આવવો જોઈએ. એ સાધકને માટે નુકસાનકર્તા ભાવ છે. ૬૯. આત્મઅનુભવ અથવા આત્મજનિત સુખ અને મોક્ષસુખ તે એક જ છે. માત્ર શબ્દ જુદા છે. For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૧૦૭ આત્મઅનુભવ-આત્મજનિત-મોક્ષસુખ-આત્મરતિ કે આત્મપરિણતિ કહો. આ બધા શબ્દો જુદા છે પણ અર્થ એક જ થાય છે-મોક્ષની પ્રાપ્તિ. - ૭૦. કેવળજ્ઞાની શરીરને લઈને નથી કે બીજાના શરીર કરતાં તેમનું શરીર તફાવતવાળું જોવામાં આવે. વળી તે કેવળજ્ઞાન શરીરથી કરી નીપજાવેલ છે એમ નથી; તે તો આત્મા વડે કરી પ્રગટ કરવામાં આવ્યું છે, તેને લીધે શરીરથી તફાવત જાણવાનું કારણ નથી; અને શરીર તફાવતવાળું લોકોના જોવામાં નહીં આવવાથી લોકો તેનું માહાસ્ય બહુ જાણી શકતા નથી. આપણા શરીરમાં અને કેવળજ્ઞાનીના શરીરમાં ફેર હોતો નથી. કેવળજ્ઞાન તો આત્મા વડે આત્માની નિર્મળતા, અસંગતા પ્રગટ કરવાથી થયેલ છે. સામાન્ય વ્યક્તિ અને કેવળજ્ઞાનીના શરીરમાં તફાવત જોવામાં આવતો નહીં હોવાથી, લોકોને તેનું માહાભ્ય પોતાની અંદર સ્થિર થતું નથી. તેથી ઓળખાણ પડતી નથી અને જીવ બાહ્યમાં રોકાઈ જાય છે. ૭૧. જેને મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાનની અંશે પણ ખબર નથી તે જીવ કેવળજ્ઞાનનું સ્વરૂપ જાણવા ઈચ્છે તે શી રીતે બની શકવા યોગ્ય છે? અર્થાત્ બની શકવા યોગ્ય નથી. મતિજ્ઞાન શું છે? શ્રુતજ્ઞાન શું છે? તેની જાણકારી થોડી પણ નથી તે કેવળજ્ઞાનનું સ્વરૂપ જાણવાનો પ્રયત્ન કરે તો થઈ શકવા યોગ્ય જ નથી. - ૭ર. મતિ સ્કુરાયમાન થઈ જણાયેલું જે જ્ઞાન તે મતિજ્ઞાન', અને શ્રવણ થવાથી થયેલું જે જ્ઞાન તે “શ્રુતજ્ઞાન'; અને તે શ્રુતજ્ઞાનનું મનન થઈ અગમ્યું ત્યારે તે પાછું મતિજ્ઞાન થયું, | અથવા તે “શ્રુતજ્ઞાન પ્રગમ્યાથી બીજાને કહેવામાં આવ્યું ત્યારે તે જ કહેનારને વિષે મતિજ્ઞાન અને સાંભળનારને માટે શ્રુતજ્ઞાન થાય છે. તેમ “શ્રુતજ્ઞાન મતિ વિના થઈ શકતું નથી; અને તે જ મતિ પૂર્વે શ્રત હોવું જોઈએ. એમ એકબીજાને કાર્યકારણનો સંબંધ છે. તેના ઘણા ભેદ છે, તે સર્વે ભેદને જેમ જોઈએ તેમ હેતુસહિત જાણ્યા નથી. હેતુસહિત જાણવા, સમજ્યા એ દુર્ઘટ છે. અને ત્યાર પછી આગળ વધતાં અવધિજ્ઞાન, જેના પણ ઘણા ભેદ છે, ને જે સઘળા રૂપી પદાર્થને જાણવાના વિષય છે તેને, અને તે જ પ્રમાણે મન:પર્યવના વિષય છે તે સઘળાઓને કંઈ અંશે પણ જાણવા સમજવાની જેને શક્તિ નથી એવાં મનુષ્યો પર અને અરૂપી પદાર્થના સઘળા ભાવને જાણનારું એવું જે કેવળજ્ઞાન' તેના વિષે જાણવા, સમજવાનું પ્રશ્ન કરે તો તે શી રીતે સમજી શકે? અર્થાત્ ન સમજી શકે. જે શ્રુતજ્ઞાન સાંભળ્યું એ પોતાની અંદર પરિણામ પામી સ્થિર થયા પછી બીજાને કહેવામાં આવે તો તે કહેનારને વિષે તે જ્ઞાન પાછું મતિજ્ઞાન થાય છે અને જે બીજા સાંભળનારને શ્રુતજ્ઞાન થાય છે. આમ શ્રુતજ્ઞાન અને મતિજ્ઞાન બન્ને અન્યોન્ય છે. જ્યાં સુધી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન પરિણમન પામ્યા નથી ત્યાં સુધી આગળના જે જ્ઞાન (અવધિ, For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સ્વાધ્યાય સુધા મન:પર્યવ, કેવળજ્ઞાન) વિષે જાણવા-સમજવાનો પ્રયત્ન કરવામાં આવે તો તે સમજી શકાય નહિ. - ૭૩. જ્ઞાનીના માર્ગને વિષે ચાલનારને કર્મબંધ નથી; તેમ જ તે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલનારને પણ કર્મબંધ નથી, કારણ કે ક્રોધ, માન, માયા, લોભાદિનો ત્યાં અભાવ છે; અને તે અભાવના હેતુએ કરી કર્મબંધ ન થાય. તો પણ “ઈરિયાપથ'ને વિષે વહેતાં “ઈરિયાપથ'ની ક્રિયા જ્ઞાનને લાગે છે; અને જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલનારને પણ તે ક્રિયા લાગે છે. જ્ઞાની જે માર્ગે ચાલ્યા છે એ માર્ગે જે ચાલી રહ્યો છે તેને કર્મબંધ નથી. જ્ઞાનીએ જે આજ્ઞા આપી છે એ પ્રમાણે જે ચાલે છે તેને કર્મબંધ થતો નથી. કારણ જયાં સુધી તે જ્ઞાનીની આજ્ઞામાં છે ત્યાં સુધી તેને કષાયભાવ ઉત્પન્ન થતાં નથી. ઈર્યાપથ એટલે ચાલવાની ક્રિયા. એ ક્રિયા જ્ઞાનીને પણ કર્મરૂપે લાગે છે અને તેના આશ્રિતને પણ લાગે છે. ૭૪. જે વિદ્યાથી જીવ કર્મ બાંધે છે, તે જ વિદ્યાથી જીવ કર્મ છોડે છે. ૭૫. તે જ વિદ્યા સંસારી હેતુના પ્રયોગે વિચાર કરવાથી કર્મબંધ કરે છે, અને તે જ | વિદ્યાથી દ્રવ્યનું સ્વરૂપ સમજવાના પ્રયોગથી વિચાર કરે છે ત્યાં કર્મ છોડે છે. - દા.ત. એક વ્યક્તિ જમવા બેઠો છે તે ખાતી વખતે રસોઈના વખાણ કરે છે, તેમાં રસ રેડે છે તો કર્મનું બંધન કરે છે. બીજી વ્યક્તિ પણ જમવા બેઠી છે તે પણ જમવાનું કાર્ય કરી રહી છે, છતાં તેનો ઉપયોગ ખાવા પર નથી ફક્ત શરીર એક સાધનાનું સાધન છે તેમ માની પોષણ આપી રહ્યો છે તેમાં ગમવાપણું અણગમવાપણું થતું નથી તે કર્મ છોડે છે. - બીજી રીતે જે વિદ્યાનો-કલાનો ઉપયોગ સંસારના હેતુ માટે કરે છે તો તેનાથી કર્મ બંધાય છે અને તે જ વિદ્યા વડે દ્રવ્યનું સ્વરૂપ સમજવામાં ઉપયોગ કરે છે અને દ્રવ્યનું સ્વરૂપ જાણીને યથાર્થપણે વર્તે છે ત્યાં કર્મ છોડવાનું કાર્ય થાય છે કારણ કે આ વખતે કષાયભાવની ગેરહાજરી રહેલી છે તેથી કર્મબંધ થતો નથી અને જૂનું કર્મ ઉદયમાં આવેલુ છે તે ખરી જાય છે. આ ૭૬. ‘ક્ષેત્રસમાસ'માં ક્ષેત્ર સંબંધાદિની જે જે વાતો છે, તે અનુમાનથી માનવાની છે. તેમાં અનુભવ હોતો નથી, પરંતુ તે સઘળું કારણોને લઈને વર્ણવવામાં આવે છે. તેની શ્રદ્ધા વિશ્વાસપૂર્વક રાખવાની છે. મૂળ શ્રદ્ધામાં ફેર હોઈને આગળ સમજવામાં ઠેઠ સુધી ભૂલ ચાલી આવે છે. જેમ ગણિતમાં પ્રથમ ભૂલ થઈ તો પછી તે ભૂલ ઠેઠ સુધી ચાલી આવે છે તેમ. એ પુસ્તકની અંદર પૃથ્વીના ક્ષેત્ર સંબંધી જે વાતો છે તે પ્રમાણે અત્યારે જોવામાં આવતી નથી. તે અનુમાનથી માનવી એમાં અનુભવની જરૂર નથી પણ એમાં શ્રદ્ધા For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૧૦૯ રાખીને ચાલવું એમ કહેવું છે. જો શ્રદ્ધામાં ફેરફાર હોય તો આગળ સમજવામાં ઠેઠ સુધી ભૂલ ચાલી આવે છે. દા.ત. ગણિતના દાખલામાં પ્રથમ પગથીયે જ ભૂલ થઈ હોય તો તે ઠેઠ સુધી ચાલી આવે છે તેમ. - ૭૭. જ્ઞાન પાંચ પ્રકારનું છે. તે જ્ઞાન જો સમ્યત્વ વિનાનું મિથ્યાત્વસહિત હોય તો ‘મતિ અજ્ઞાન', “શ્રુત અજ્ઞાન', “અવધિ અજ્ઞાન' એમ કહેવાય. તે મળી કુલ આઠ પ્રકાર છે. - ૭૮. મતિ, કૃત, અને અવધિ મિથ્યાત્વસહિત હોય, તો તે “અજ્ઞાન' છે અને સમ્યકત્વસહિત હોય તો “જ્ઞાન” છે. તે સિવાય બીજો ફેર નથી. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન-એ પાંચ જ્ઞાનના પ્રકાર છે. મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિઅજ્ઞાન (વિર્ભાગજ્ઞાન) એ મિથ્યાત્વસહિત છે એમ કુલ જ્ઞાનના આઠ પ્રકાર છે. ૭૯. રાગાદિસહિત જીવ કંઈ પણ પ્રવૃત્તિ કરે તો તેનું નામ “કર્મ' છે; શુભ અથવા અશુભ અધ્યવસાયવાળું પરિણમન તે “કર્મ' કહેવાય; અને શુદ્ધ અધ્યવસાયવાળું પરિણમન તે કર્મ નથી પણ નિર્જરા’ છે. રાગદ્વેષ, ગમો અણગમો, ઈષ્ટાનિષ્ટભાવ, કષાયભાવ સહિત કોઈપણ કાર્ય જીવ કરવાનો પ્રયત્ન કરે તો ભલે ઉદયને અનુલક્ષીને થયું હોય તોપણ કર્મબંધ થાય છે. કોઈપણ પ્રવૃત્તિ કરતાં શુભભાવ અથવા અશુભભાવ થાય તે પ્રમાણે કર્મનું બંધન થાય છે એટલે કે શુભાશુભ અધ્યવસાનરૂપ પરિણમન તે કર્મનું કારણ બને છે. જ્યારે ઉપરોક્ત ભાવથી વિરુદ્ધ વીતરાગભાવ, અકષાયીભાવરૂપ પરિણમન-પરિણતિ થાય તો ઉદય આવેલા કર્મની નિર્જરા થઈ જાય છે. અને નવા કર્મનું બંધન થતું નથી. માટે સંસાર પરિભ્રમણથી છૂટી જવું હોય તો જે કાંઈ પ્રવૃત્તિ ઉદયભાવને કારણે થતી હોય તેમાં જાગ્રતપણે-દષ્ટાભાવ રાખવાથી સંવર અને નિર્જરા બન્ને કાર્ય થયા કરે છે અને છેવટે જીવ કર્મથી રહિત એવી શુદ્ધ આત્મદશાને પ્રાપ્ત થાય છે. ૮૦. અમુક આચાર્ય એમ કહે છે કે દિગંબરના આચાર્યો એમ સ્વીકાર્યું છે કે :-“જીવનો મોક્ષ થતો નથી, પરંતુ મોક્ષ સમજાય છે, તે એવી રીતે કે જીવ શુદ્ધસ્વરૂપી છે; તેને બંધ થયો નથી તો પછી મોક્ષ થવાપણું ક્યાં રહે છે? પરંતુ તેણે માનેલું છે કે હું બંધાણો છું તે માનવાપણું વિચારવડીએ કરી સમજાય છે કે મને બંધન નથી, માત્ર માન્યું હતું, તે માનવાપણું શુદ્ધ સ્વરૂપ સમજાયાથી રહેતું નથી; અર્થાત્ મોક્ષ સમજાય છે. આ વાત “શુદ્ધનય’ની અથવા “નિશ્ચયનયની છે. પર્યાયાર્થી નયવાળાઓ એ નયને વળગી આચરણ કરે તો તેને રખડી મરવાનું છે. For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ સ્વાધ્યાય સુધા પર્યાયમાં રહેલા જીવો નિશ્ચયનયની વાતો જાણીને તેને વળગી રહે એટલે એ પ્રમાણે આચરણ કરે તો તેને સંસાર પરિભ્રમણનો આરો આવવાનો નથી. પણ નિશ્ચય નથી જે આત્માનું સ્વરૂપ કહ્યું છે, તેને લક્ષમાં રાખી તે દશા પ્રગટ કરવા માટેના જે સાધનો તેનું અવલંબન લઈ, યથાર્થ પુરુષાર્થ કરે તો ચોક્કસ શુદ્ધ દશાને પ્રાપ્ત થઈ મોક્ષને પ્રાપ્ત થઈ શકે. ૮૧. ઠાણાંગસૂત્ર'માં કહેવામાં આવ્યું છે કે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ પદાર્થ સદ્ભાવ છે, એટલે તેના ભાવ છતાં છે; કલ્પવામાં આવ્યા છે એમ નથી. નવતત્ત્વરૂપે જે કહેવામાં આવ્યું છે તે જગતમાં રહેલા પદાર્થના સદૂભાવ છે એટલે કે તે ભાવ જાણવામાં આવી શકે છે, આવે છે. કલ્પનાથી કહેવામાં આવ્યું નથી. જેમ કે : જીવ-એક ચેતન પદાર્થ છે અને ચૈતન્યતા એનો મુખ્ય ગુણ છે. અજીવ પણ એક પદાર્થ છે અને જ્ઞાયકતા રહિત પદાર્થ છે. અજીવમાં ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને પુગલ પરમાણુઓ સમાયેલા છે એ પણ પદાર્થના સદૂભાવ-અસ્તિત્વરૂપે રહેલા છે. પ્રથમના ચાર અરુપી છે અને પુદ્ગલ પરમાણુઓ રૂપી કહ્યા છે. પુદ્ગલની વિવિધ પ્રકારે થતી પ્રવૃત્તિને જુદા જુદા નામ વડે જણાવાઈ છે. તે છે પુણ્ય, પાપ, આગ્નવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. આ દરેકનું મહત્વ રહેલું છે પુણ્ય એ શુભભાવનું પરિણામ છે, પાપ એ અશુભભાવનું પરિણમન છે. આસ્રવ કાશ્મણ વર્ગણાની આવકને કહે છે. સંવર કાર્મણ વર્ગણાના આવવાના દ્વાર બંધ કરવારૂપ ભાવ છે. નિર્જરા-કાર્પણ વર્ગણાનું આત્મપ્રદેશોથી છૂટા પડી જવું તે છે. બંધ-કાશ્મણ વર્ગણા આત્મપ્રદેશો ઉપર લાગે છે તે છે અને મોક્ષ-એટલે કાશ્મણ વર્ગણા અને પુદ્ગલ પરમાણુરૂપ શરીરથી અલગ થઈ જવું તે છે. આમ નવે પદાર્થના ભાવ પ્રગટપણે જોઈ શકાય છે, જાણી શકાય છે અને અનુભવી પણ શકાય છે એટલે પદાર્થના સભાવ છે. - ૮૨. વેદાંત છે તે શુદ્ધનય આભાસી છે. શુદ્ધનયઆભાસમતવાળા “નિશ્ચયનય’ સિવાય બીજા નયને એટલે “વ્યવહારનયને ગ્રહણ કરતા નથી. જિન અનેકાંતિક છે, અર્થાત્ તે સ્યાદ્વાદી છે. | વેદાંત શુદ્ધનયને પકડીને બેઠા છે, પણ યથાર્થપણે સમજીને પકડેલ નથી. આભાસરૂપે એટલે એવા જીવો નિશ્ચયનય સિવાય બીજા નયને-જેમકે વ્યવહારનયને ગ્રહણ કરતા નથી અને તેથી ઈચ્છિત પરિણામને પામી શકતા નથી. શુદ્ધનય પ્રમાણેની આત્માની સ્થિતિનો લક્ષ રાખીને તે મેળવવાનો પુરુષાર્થ કરવો તે વ્યવહારનય છે, પણ તેને તેઓ સ્વીકારતા નથી. For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૧૧૧ જ્યારે જિનદર્શન-અનેકાંતવાદને માન્ય કરે છે તે બધા નયને માન્ય કરીને ચાલે છે. શુદ્ધનયને સ્વીકારે છે, પણ તે એને લક્ષ તરીકે રાખી તે સ્થિતિ મેળવવાનો પુરુષાર્થ કરે છે. આ પુરુષાર્થ એ વ્યવહારનય છે. નિશ્ચય અને વ્યવહારનયના સમન્વયથી જ જીવો પોતાના શુદ્ધસ્વરૂપને મેળવી શકે છે. ૮૩. કોઈ નવ તત્ત્વની, કોઈ સાત તત્ત્વની, કોઈ પદ્રવ્યની, કોઈ ષપદની, કોઈ બે રાશિની વાત કહે છે, પરંતુ તે સઘળું જીવ, અજીવ, એવી બે રાશિ અથવા એ બે તત્ત્વ અર્થાત્ દ્રવ્યમાં સમાય છે. જીવ અજીવ રાશિને જ જુદી જુદી રીતે વ્યક્ત કરવામાં આવેલ છે. પણ તે વર્ણન જીવને સમજવા માટે ખૂબ જ ઉપયોગી છે. જુદી જુદી રીતે તેને સમજાવવાથી જીવને વધારે શ્રદ્ધા કે વિશ્વાસ આવે છે અને એ બધામાં જીવની પોતાની સ્થિતિ શું અને શુદ્ધ અપેક્ષાએ મારું સ્વરૂપ શું છે તેની જાણ થાય છે. ૮૪. નિગોદમાં અનંતા જીવ રહ્યા છે, એ વાતમાં તેમ જ કંદમૂળમાં સોયની અણી ઉપર રહે તેટલા નાના ભાગમાં અનંતા જીવ રહ્યા છે, તે વાતમાં આશંકા કરવાપણું છે નહીં, જ્ઞાનીએ જેવું સ્વરૂપ દીઠું છે તેવું જ કહ્યું છે. આ જીવ જે સ્થૂળદેહપ્રમાણ થઈ રહ્યો છે અને જેને પોતાના સ્વરૂપનું હજુ જાણપણું નથી થયું તેને એવી ઝીણી વાત સમજવામાં ન આવે તે વાત ખરી છે; પરંતુ તેને આશંકા કરવાનું કારણ નથી. તે આ રીતે : ચોમાસાના વખતમાં એક ગામના પાદરમાં તપાસીએ તો ઘણી લીલોતરી જોવામાં આવે | છે, અને તેવી થોડી લીલોતરીમાં અનંતા જીવો છે; તો એવા ઘણા ગામનો વિચાર કરીએ, તો જીવની સંખ્યાના પ્રમાણ વિષે અનુભવ નથી થયો છતાં બુદ્ધિબળથી વિચાર કરતાં અનંતપણું સંભાવી શકાય છે. કંદમૂળ આદિમાં અનંતપણું સંભવે છે. બીજી લીલોતરીમાં અનંતપણું સંભવતું નથી, પરંતુ કંદમૂળમાં અનંતપણું ઘટે છે. કંદમૂળનો અમુક થોડો ભાગ જો વાવવામાં આવે તો તે ઊગે છે, તે કારણથી પણ ત્યાં જીવનું વિશેષપણું ઘટે છે; તથાપિ જો પ્રતીતિ ન થતી હોય તો આત્માનુભવ કરવો; આત્માનુભવ થવાથી પ્રતીતિ થાય છે. જ્યાં સુધી આત્માનુભવ નથી થતો, ત્યાં સુધી તે પ્રતીતિ થવી મુશ્કેલ છે, માટે જો તેની પ્રતીતિ કરવી હોય તો પ્રથમ આત્માના અનુભવી થવું. ' આ વાત સામાન્ય જીવને સહેલાઈથી ન સમજાઈ શકે તેમ બને પણ આમાં જે સમજણ આપી છે તેના પર વિચારણા કરે તો ચોક્કસ તેને તેની જાણ કે સમજણ થઈ શકે. ન સમજાય તો આત્મઅનુભવ કરવો જેનાથી પ્રતીતિ આવે છે. આ આંકમાં ૫.કુ.દેવ સ્પષ્ટ કહે છે કે “જે વાત ન સમજાય તેના માટે આત્મઅનુભવ કરવો. જો આત્મઅનુભવ થઈ જશે તો જે સમજાતું નહિ હોય તે યથાવત્ જેમ છે તેમ સમજાઈ જશે-આશંકા ઊભી થશે નહિ. For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧ર. સ્વાધ્યાય સુધા ૮૫. જ્યાં સુધી જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ નથી થયો, ત્યાં સુધી સમ્યકત્વની પ્રાપ્તિ થવાની ઈચ્છા રાખનારે વાતની પ્રતીતિ રાખી આજ્ઞાનુસાર વર્તન કરવું. મૂળપણે જોઈએ તો દર્શનમોહનીયને મંદ કરવાનો પુરુષાર્થ કરવાનો છે. એને માટે અનંતાનુબંધી કષાયની ચોકડીને મંદ કરવાનો પુરુષાર્થ જરૂરી છે. એને મંદ કરવા માટે સદૈવ-સગુરુ-સધર્મ પરની અતૂટ શ્રદ્ધા પ્રગટાવવી જરૂરી છે. જો આ શ્રદ્ધા દઢ થતી જશે તો તેના આધારે ગ્રંથિ મોળી પડતી જશે અને સાથે સાથે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ પણ થશે. માટે જેને જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ નથી તેણે તો સમ્યકત્વની પ્રાપ્તિ કરવાની પ્રતીતિ-વિશ્વાસ રાખી જ્ઞાનીની આજ્ઞાનુસાર વર્તવાનું રાખવું જેથી જરૂરી ક્ષયોપશમ થઈ સમ્યકત્વની પ્રાપ્તિ થઈ શકે. ૮૬. જીવમાં સંકોચ વિસ્તારની શક્તિરૂપ ગુણ રહે છે તે કારણથી તે નાનામોટા શરીરમાં દેહપ્રમાણ સ્થિતિ કરી રહે છે. આ જ કારણથી જ્યાં થોડા અવકાશને વિષે પણ સંકોચપણું વિશેષપણે કરી શકે છે ત્યાં જીવો તેમ કરી રહેલા છે. ૮૭. જેમ જેમ જીવ કર્મપુલ વધારે ગ્રહણ કરે છે, તેમ તેમ તે વધારે નિબિડ થઈ નાના દેહને વિષે રહે છે. જીવના અનંત ગુણો છે. તેમાં સંસારી અવસ્થામાં જીવનો એક ગુણ “સંકોચવિસ્તાર” રૂ૫ રહેલો છે. સિદ્ધ અવસ્થામાં તે રહેલો નથી કારણ કે ત્યાં તે ઘનસ્વરૂપ છે તેથી સંકોચ વિસ્તારની ત્યાં જરૂર નથી. જીવ પોતાના કર્મને અનુસાર પોતાના માટે સંસાર અવસ્થામાં દેહ મેળવે છે તે દેહનું અવગાહન જેટલું હોય તેટલી જ અવગાહનામાં આત્મપ્રદેશોને સમાઈને રહેવાનું હોય એટલે જો નાનું શરીર મળે તો તેમાં સંકોચાઈને રહેવું પડે છે. મોટી કાયા મળે તો વિસ્તાર કરીને રહેવું પડે છે. એટલે આ ગુણને કારણે તેને સંસાર અવસ્થામાં પોતાના અસંખ્યાત આત્મપ્રદેશોને જે શરીર મળ્યું છે તેને અનુસરીને વિસ્તાર થઈ શકે છે અને શરીર બહાર તે પોતાના પ્રદેશોને રાખી શકતો નથી. માટે આ સંકોચ વિસ્તારનો ગુણ સંસાર અવસ્થામાં ઉપયોગી થાય છે અને તેથી કર્મને અનુસાર જે શરીર મળે છે. તે શરીરમાં જીવો તેમ કરીને રહેલા છે. વળી જેમ જેમ જીવ કર્મપુદ્ગલ વધારે ગ્રહણ કરે છે તેમ તેમ નીચેની તિર્યંચની ગતિમાં કે નરકમાં જવું પડે છે. હવે તિર્યંચ ગતિમાં અનંત પ્રકારની અવગાહના રહેલી છે. જેમ જેમ વધારે કર્મપુદ્ગલ ગ્રહણ કરે તેમ નાનું શરીર તિર્યંચ ગતિમાં મળે છે એટલે ત્યાં વધારે નિબિડાણાને પ્રાપ્ત થઈને નાના દેહમાં રહેવું પડે છે જેમ કે નિગોદમાં જતાં જીવને એક જ શરીરમાં અનેક જીવો સાથે રહેવું પડે છે તેથી ત્યાં પોતાના આત્મપ્રદેશોને સંકોચાવીને રહેવું પડે છે. For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ સ્વાધ્યાય સુધા ૮૮. પદાર્થને વિષે અચિંત્ય શક્તિ છે. દરેક પદાર્થ પોતપોતાના ધર્મને ત્યાગતા નથી. એક જીવે પરમાણુરૂપે ગ્રહેલાં એવાં જે કર્મ તે અનંત છે. તેવા અનંતા જીવ જેની પાસે કર્મરૂપી પરમાણુ અનંતા અનંત છે તે સઘળા નિગોદઆશ્રયી થોડા અવકાશમાં રહેલા છે, તે વાત પણ શંકા કરવા યોગ્ય નથી. સાધારણ ગણતરી પ્રમાણે એક પરમાણુ એક આકાશપ્રદેશ અવગાહે છે; પરંતુ તેનામાં અચિંત્ય સામર્થ્ય છે, તે સામર્થ્યધર્મે કરી થોડા આકાશને વિષે અનંતા પરમાણુ રહ્યા છે. એક અરિસો છે તે સામે તેથી ઘણી મોટી વસ્તુ મૂકવામાં આવે, તોપણ તેવડો આકાર તેમાં સમાઈને રહે છે. આંખ એક નાની વસ્તુ છે છતાં તેવી નાની વસ્તુમાં સૂર્ય ચંદ્રાદિ મોટા પદાર્થોનું સ્વરૂપ જોવામાં આવે છે. તે જ રીતે આકાશ જે ઘણું વિશાળ ક્ષેત્ર છે તે પણ એક આંખને વિષે દેખાવારૂપે સમાય છે. મોટાં મોટાં એવાં ઘણાં ઘરો તેને નાની વસ્તુ એવી જે આંખ તે જોઈ શકે છે. થોડા આકાશમાં જો અનંત પરમાણુ અચિંત્ય સામર્થ્યને લીધે ન સમાઈ શકતાં હોય તો, આંખથી કરી પોતાના કદ જેવડી જ વસ્તુ જોઈ શકાય, પણ વધારે મોટો ભાગ જોઈ ન શકાય; અથવા અરિસામાં ઘણાં ઘરો આદિ મોટી વસ્તુનું પ્રતિબિંબ પડે નહીં. આ જ કારણથી પરમાણુનું પણ અચિંત્ય સામર્થ્ય છે, અને તેને લઈને થોડા આકાશને વિષે અનંતા પરમાણુ સમાઈ રહી શકે છે. ૮૯. આ પ્રમાણે પરમાણું આદિ દ્રવ્યનું સૂક્ષ્મભાવથી નિરૂપણ કરવામાં આવ્યું છે, તે જો કે પરભાવનું વિવેચન છે, તોપણ તે કારણસર છે, અને સહેતુ કરવામાં આવેલું છે. ૯૦. ચિત્ત સ્થિર કરવા સારુ, અથવા વૃત્તિને બહાર ન જવા દેતાં અંતરંગમાં લઈ જવા સારુ પરદ્રવ્યના સ્વરૂપનું સમજવું કામ લાગે છે. ૯૧. પરદ્રવ્યનું સ્વરૂપ વિચારવાથી વૃત્તિ બહાર ન જતાં અંતરંગને વિષે રહે છે; અને સ્વરૂપ સમજ્યા પછી તેના થયેલા જ્ઞાનથી તે તેનો વિષય થઈ રહેતાં અથવા અમુક અંશે સમજવાથી તેટલો તેનો વિષય થઈ રહેતાં, વૃત્તિ પાધરી બહાર નીકળી પરપદાર્થો વિષે રમણ કરવા દોડે છે; ત્યારે પરદ્રવ્ય કે જેનું જ્ઞાન થયું છે, તેને સૂક્ષ્મભાવે ફરી સમજવા માંડતાં વૃત્તિને પાછી અંતરંગમાં લાવવી પડે છે; અને તેમ લાવ્યા પછી વિશેષપણે સ્વરૂપ સમજાયાથી જ્ઞાને કરી તેટલો તેનો વિષય થઈ રહેતાં વળી વૃત્તિ બહાર દોડવા માંડે છે; ત્યારે જાણ્યું હોય તેથી વિશેષ સૂક્ષ્મભાવે ફરી વિચારવા માંડતાં વળી પણ વૃત્તિ પાછી અંતરંગને વિષે પ્રેરાય છે. એમ કરતાં કરતાં વૃત્તિને વારંવાર અંતરંગભાવમાં લાવી શાંત કરવામાં આવે છે; અને એ પ્રમાણે વૃત્તિને અંતરંગમાં લાવતાં લાવતાં આત્માનો અનુભવ વખતે થઈ જાય છે, અને જ્યારે એ પ્રમાણે થાય છે ત્યારે વૃત્તિ બહાર જતી નથી, પરંતુ આત્માને વિષે શુદ્ધ પરિણતિરૂપ થઈ પરિણમે છે; અને તે પ્રમાણે પરિણમવાથી બાહ્ય પદાર્થનું દર્શન સહજ થાય છે. આ કારણોથી પરદ્રવ્યનું વિવેચન કામનું અથવા હેતુરૂપ થાય છે. For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સ્વાધ્યાય સુધા આંક ૮૮ થી ૯૧ સુધીનું વર્ણન ભેદજ્ઞાનની ભૂમિકાવાળાને ચિંતન માટે ખૂબ જ ઉપયોગી છે. માટે પોતે જ તેને ચિંતનમાં-પોતાની રીતે વિસ્તાર કરવાનો પ્રયત્ન કરવો. જીવ માટે અત્યંત લાભનું-હિતનું કારણ બની શકે તેમ છે. ૯૨. જીવ પોતાને જે અલ્પજ્ઞાન હોય છે તેના વડે મોટો એવો જે શેયપદાર્થ તેનું સ્વરૂપ જાણવા ઈચ્છે છે, તે ક્યાંથી થઈ શકે? અર્થાત્ ન થઈ શકે. શેયપદાર્થનું સ્વરૂપ જાણવાનું ન થઈ શકે ત્યાં આગળ પોતાના અલ્પજ્ઞપણાથી ન સમજાયાનું કારણ ન માનતાં તેથી મોટો યપદાર્થ તેને વિષે દોષ કાઢે છે, પરંતુ સવળીએ આવી પોતાના અલ્પજ્ઞપણાથી ન સમજાયા વિષેનું કારણ માનતો નથી. અહીંયા પોતાનું જે સમજણરૂપી જ્ઞાન છે તે અલ્પ રહેલું છે અને જે જોયપદાર્થ છે તેને જાણવાનો પ્રયત્ન કરે તો સંપૂર્ણપણે જાણપણું કરી શકે નહી. ત્યાં આગળ પોત એમ સમજે કે મને સમજાતું નથી. તેનું કારણ મારું જે જ્ઞાન અલ્પ છે તેથી નથી સમજાતું. આમ જો માને તો ક્યારેક પણ જ્ઞાનની તારતમ્યતા વધતા તેને જાણી શકવા સમર્થ બની જાય. પણ પોતાના જ્ઞાનની અલ્પજ્ઞતાનો વિચાર નહિ કરતાં એ પદાર્થ આવો ન હોઈ શકે કે તેનું આવું સામર્થ્ય ન હોઈ શકે તેમ માની જ્ઞાનીના વચન ઉપર પગ મૂકે છે જેથી આશાતનાનું કર્મ લાગે છે, જે તેને શેયપદાર્થને સમજવા માટે બાધારૂપ બની જાય છે. ૯૩. જીવ પોતાનું સ્વરૂપ જાણી શકતો નથી; તો પછી પરનું સ્વરૂપ જાણવા ઈચ્છે તે તેનાથી શી રીતે જાણી, સમજી શકાય? અને જ્યાં સુધી ન સમજવામાં આવે ત્યાં સુધી ત્યાં રહી ગૂંચાઈ ડહોળાયા કરે છે. શ્રેયકારી એવું જે નિજસ્વરૂપનું જ્ઞાન તે જ્યાં સુધી પ્રગટ નથી કર્યું, ત્યાં સુધી પરદ્રવ્યનું ગમે તેટલું જ્ઞાન મેળવે તોપણ તે કશા કામનું નથી; માટે ઉત્તમ રસ્તો એ છે કે બીજી બધી વાતો મૂકી દઈ પોતાના આત્માને ઓળખવા પ્રયત્ન કરવો. જે સારભૂત છે તે જોવા સારુ આ “આત્મા સભાવવાળો છે', “તે કર્મનો કર્તા છે', અને તેથી (કર્મથી) તેને બંધ થાય છે, તે બંધ શી રીતે થાય છે?” “તે બંધ કેવી રીતે નિવૃત્ત થાય ?' અને તે બંધથી નિવૃત્ત થવું એ મોક્ષ છે' એ આદિ સંબંધી વારંવાર, અને ક્ષણેક્ષણે વિચાર કરવો યોગ્ય છે; અને એ પ્રમાણે વારંવાર વિચાર કરવાથી વિચાર વૃદ્ધિને પામે છે; ને તેને લીધે નિજસ્વરૂપનો અંશેઅંશે અનુભવ થાય છે. જેમ જેમ નિજસ્વરૂપનો અનુભવ થાય છે, તેમ તેમ દ્રવ્યનું જે અચિંત્ય સામર્થ્ય તે તેના અનુભવમાં આવતું જાય છે. તેને લઈને ઉપર બતાવેલી એવી જે શંકાઓ (જેવી કે, થોડા આકાશમાં અનંત જીવનું સમાવું, અથવા અનંત પુદ્ગલ પરમાણુનું સમાવું)નું કરવાપણું રહેતું નથી; અને તે યથાર્થ છે એમ સમજાય છે. તે છતાં પણ જો માનવામાં ન આવતું હોય તો અથવા શંકા કરવાનું કારણ રહેતું હોય તો જ્ઞાની કહે છે કે ઉપર બતાવેલો પુરુષાર્થ કરવામાં આવ્યથી અનુભવસિદ્ધ થશે. For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૧ ૧૫ જીવ પોતાનું સ્વરૂપ જેમ છે એમ જાણી શકતો નથી તો પર પદાર્થો-બીજા દ્રવ્યોનું સ્વરૂપ જાણવાનો પુરુષાર્થ કરે તો કેવી રીતે સમજી શકે-જાણી શકે. જયા સુધી તે સમજણમાં આવતું નથી એટલે ત્યાં સુધી એમાં ગૂંચવાય છે. શ્રેય એટલે પોતાને મોક્ષમાર્ગે આગળ લઈ જાય. શ્રેયકારી એવું જે નિજસ્વરૂપનું જ્ઞાન એટલે કે પોતે પોતાના સ્વરૂપનું જ્ઞાન, એ જયાં સુધી પ્રગટ નથી કર્યું અને ૧૪ પૂર્વનું જ્ઞાન કરી લે તો તે ૧૪ પૂર્વનું જ્ઞાન પોતાને ઉપયોગી થતું નથી. માટે પર પદાર્થનું સ્વરૂપ જેટલું સમજાય તે બરાબર છે પણ એના કારણે અટકી રહી અને પોતાના સ્વરૂપને ઓળખવામાં એ બાધક બને એમ ન થવું જોઈએ. પણ પોતે પોતાના આત્મસ્વરૂપને ઓળખવા માટેનો પુરુષાર્થ સતત કરવો જોઈએ. પોતાના આત્માને ઓળખવા પ્રયત્ન કરવો એ જ કર્તવ્યરૂપ, એ જ સારભૂત છે. આત્મા છે, એનું અસ્તિત્વ રહેલું અને તે કર્મનો કર્યા છે. આપણે રોજ છ પદના પત્રમાં બોલીએ છીએ : તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે. (૧) પરમાર્થથી સ્વભાવ પરિણતિએ નિજસ્વરૂપનો કર્તા છે. (૨) અનુપચરિત (અનુભવમાં આવવા યોગ્ય વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્ય કર્મનો કર્તા છે. (૩) ઉપચારથી ઘર નગર આદિનો કર્તા છે. હવે જો તે પ્રથમ પ્રકારના કર્તાપણામાં રહેલો છે તો તેને કર્મબંધ થતો નથી. પણ બીજા ને ત્રીજા પ્રકારમાં જયાં સુધી જીવ છે ત્યાં સુધી કર્મબંધ થાય છે. બીજા પ્રકારના કર્તાપણાનો દાખલો : કોઈએ આપણને કાંઈ કહ્યું, આમ જોઈએ તો એ આપણને લાગતું નથી પણ એ સાંભળીને આપણને ક્રોધ આવ્યો અથવા માન હણાયું એટલે કે વિશેષ થયો એટલે કર્મબંધ થયો. જે કાંઈ સાંભળીએ ત્યાં સુધી નુકસાન નથી થતું પણ તે સાંભળવા સાથે ક્રોધ, માન, માયા, વિગેરે જે ઊભું થયું એટલે એ વિશેષ થયો એટલે કર્મ બંધાયું. આ બીજા પ્રકારનું કર્તાપણું છે. ત્રીજા પ્રકારનું કર્તાપણું : રહેવા માટે ઘર અને બીજી વસ્તુ જોઈએ છે તો જે ઘર છે એને બાંધનાર કારીગર છે તો એની અંદર પણ આત્મા રહેલો છે ત્યારે તે બંધાયું. જે ઘરમાં પોતે રહે છે તેને પોતાનું માને છે, તેથી તેનો ભોક્તા પણ થયો. વળી ઘરમાં આ બરાબર છે, આ બરાબર નથી. આ આમ કરીએ તો સારું એ બધા ભાવથી તે કર્મબંધનો કર્તા થાય છે. એ જેટલા પ્રકારે કર્મનો કર્તા થાય એટલા પ્રકારે તે કર્મનો ભોક્તા થાય છે. જો સ્વસ્વભાવમાં રહે તો એ પોતાના સ્વરૂપનો કર્તા થાય છે પણ એ વિશેષ સંબંધ બાંધી પરના સ્વરૂપ સાથે જોડાય છે એટલે નવીન દ્રવ્ય કર્મ ઉપાર્જન કરે છે અને એટલે એનો ભોક્તા પણ થાય છે. For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧૬ સ્વાધ્યાય સુધા ‘તે બંધ શી રીતે થાય છે?” “તે બંધ કેવી રીતે નિવૃત્ત થાય?' આપણી અંદર જે અજ્ઞાન રહેલું છે એના કારણે રાગદ્વેષ ઊભા થાય છે અને તેથી કર્મ બંધાય છે. પ.કૃ.દેવ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કહ્યું છે કે : રાગદ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ.” અહીં તો ત્રણ વસ્તુ કાઢવાની કહી, અજ્ઞાન, રાગ તેમજ વૈષ. બાકીના બધા જે કર્મ-૧૫૮ પ્રકૃતિ કહી કે કર્મના અનંત પ્રકાર કહ્યા તે બધા રાગદ્વેષમાંથી ઊભા થાય છે. તો પહેલાં અજ્ઞાન-મિથ્યાત્વ-ભ્રાંતિ-ઊંધી સમજણ અને રાગદ્વેષ જે સાધન વડે નીકળેજાય એ જ મોક્ષનો માર્ગ. એ સાધનોનો આશ્રય લઈ અજ્ઞાન અને રાગદ્વેષ કાઢે તો તે કર્મબંધથી નિવૃત્ત થઈ શકે છે. અને “તે બંધથી નિવૃત્ત થવું એ મોક્ષ છે.” રાગદ્વેષના બંધથી નિવૃત્ત થઈ જવું, કર્મબંધથી છૂટવું એ મોક્ષ. એ આદિ સંબંધી વારંવાર અને ક્ષણે ક્ષણે વિચાર કરવો યોગ્ય છે; અને એ પ્રમાણે વારંવાર વિચાર કરવાથી વિચાર વૃદ્ધિને પામે છે; ને તેને લીધે નિજસ્વરૂપનો અંશે અંશે અનુભવ થાય છે.” આત્મા છે, આત્મા નિત્ય છે, તે કર્મનો કર્તા છે. એનો વિચાર કરવો. વળી બીજા અને ત્રીજા પ્રકારના કર્તાપણામાં મારે જવાનું નથી. એ કાર્યો, કાર્યો, ક્ષણે ક્ષણે વિચારવું તો જ અટકશે. તો પછી આશ્રવ શું છે ? સંવર શું છે ? નિર્જરા કેવી રીતે થઈ શકે ? કર્મબંધથી નિવૃત્ત કેમ થવાય ? આ બધી જ વાત નો વિચાર વારંવાર કરવાથી વિચાર વૃદ્ધિને પામે છે. કપાળુદેવ એક જગ્યાએ કહે છે કે વિચારણા અહોરાત્ર કરવી. તો ૨૪ કલાક કેવી રીતે થાય ? આપણે ઊંઘી તો જઈએ છીએ, જે કાંઈપણ જાગૃત રહેવાનો સમય છે તે સમયમાં આત્માનાં લક્ષે જ વિચારણા જો કરી હોય તો એ ૨૪ કલાકમાં ફેરવાઈ થઈ જાય. પછી એ રાતના સૂઈ જાય તો એને સ્વ. પણ એના જ આવે. બીજા કોઈ સ્વપ્ર એને ન આવે. જેમ જેમ નિજસ્વરૂપનો અનુભવ થાય છે, તેમ તેમ દ્રવ્યનું જે અચિંત્ય સામર્થ્ય તે તેના અનુભવમાં આવતું જાય છે. જે નિજસ્વરૂપનો અનુભવ થયો, તેના અંશો જેમ જેમ ખીલતાં જાય છે તેમ તેમ | આત્માની અંદર જે અચિંત્ય શક્તિ-જે ચિંતવી ન શકાય તેવી શક્તિ અંદર રહેલી છે એનો પોતાને અનુભવ થાય છે. For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૧૧૭ તેને લઈને ઉપર બતાવેલી એવી જે શંકાઓ (જેવી કે, થોડા આકાશમાં અનંત જીવનું સમાવું, અથવા અનંત પુદ્ગલ પરમાણુનું સમાવું)નું કરવાપણું રહેતું નથી; અને તે યથાર્થ છે, એમ સમજાય છે. કોઈને પ્રશ્ન થાય કે અનંત જીવો થોડા આકાશમાં કેવી રીતે રહી શકે? પણ એકવાર આત્માનો અનુભવ થઈ જાય પછી એને પોતાના સામર્થ્યનો ખ્યાલ આવવાથી ઉપર જે કહ્યું તે યથાર્થ છે એમ જણાય છે સમજાય છે. તે છતાં પણ જો માનવામાં ન આવતું હોય તો અથવા શંકા કરવાનું કારણ રહેતું હોય તો જ્ઞાની કહે છે કે ઉપર બતાવેલો પુરુષાર્થ કરવામાં આવ્યથી અનુભવસિદ્ધ થશે. અમે જે આ કહ્યું તે માનવામાં ન આવતું હોય અથવા જે કાંઈ કહેવામાં આવ્યું એમાં શંકા રહેતી હોય, તો જ્ઞાની કહે છે કે આત્માનો અનુભવ કરવો એટલે જયાં કાંઈપણ ન સમજાય તો ત્યાં અટકવું નહીં, પણ આત્માને ઓળખવા માટેનો પુરુષાર્થ ચાલુ રાખવો જેથી જે નથી સમજાયું તે અનુભવ થયે સમજાશે-સમજાવાનું જ છે. ૯૪. જીવ કર્મબંધ જે કરે છે, તે દેહસ્થિત રહેલો જે આકાશ તેને વિષે રહેલાં જે સૂક્ષ્મ પુદ્ગલ તેમાંથી ગ્રહીને કરે છે. બહારથી લઈ કર્મ બાંધતો નથી. - ૯૫. આકાશમાં ચૌદ રાજલોકને વિષે સદા પુદ્ગલ પરમાણુ ભરપૂર છે; તે જ પ્રમાણે શરીરને વિષે રહેલો જે આકાશ ત્યાં પણ સૂક્ષ્મ પુલ પરમાણુનો સમૂહ ભરપૂર છે. ત્યાંથી સૂક્ષ્મ પુદ્ગલ જીવ ગ્રહી, કર્મબંધ પાડે છે. જીવ પોતે વિભાવભાવ સાથે ભળવાથી જે પ્રકારના ભાવો કરે છે તેને અનુસરીને નવી કાર્મણ વર્ગણાને ગ્રહણ કરે છે અને તે કાર્મણ વર્ગણા પોતે જે દેહને ધારણ કરી રહેલો છે તે દેહમાં જે આકાશ (અવકાશ)નો ભાગ છે તેમાં પુદ્ગલ પરમાણુઓ રહેલા છે. તેના પર જીવના ભાવનું સ્પંદન આવે છે અને સ્પંદિત થઈ જેવા ભાવ કર્યા છે તેવા કાર્મણ વર્ગણામાં પરિવર્તિત થઈ આત્મપ્રદેશો સાથે લાગી જાય છે પણ શરીરની બહારમાં રહેલા પરમાણુમાંથી તે ગ્રહણ કરતો નથી. ૯૬. એવી આશંકા કરવામાં આવે કે શરીરથી લાંબે (દૂર) એટલે ઘણે છેટે એવા કોઈ કોઈ પદાર્થ પ્રત્યે જીવ રાગદ્વેષ કરે તો તે ત્યાંના પુદ્ગલ ગ્રહી બંધ બાંધે છે કે શી રીતે? તેનું સમાધાન એમ થાય છે કે તે રાગદ્વેષરૂપ પરિણતિ તો આત્માની વિભાવરૂપ પરિણતિ છે; અને તે પરિણતિ કરનાર આત્મા છે; અને તે શરીરને વિષે રહી કરે છે, માટે ત્યાં આગળ એટલે શરીરને વિષે રહેલો એવો જે આત્મા, તે જે ક્ષેત્રે છે તે ક્ષેત્રે રહેલાં એવાં જે પુગલ પરમાણુ તેને ગ્રહીને બાંધે છે. બહાર ગ્રહવા જતો નથી. For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ સ્વાધ્યાય સુધા દા.ત. આપણે અહિંયા બેઠા છીએ અને આપણને જેના ઉપર પ્રીતિ નથી, એવી કોઈ વ્યક્તિ ક્યાંય દૂર બેઠી છે, અને એનો વિચાર આવે, એના વિષે કષાયભાવ ઉત્પન્ન થાય તો જે કર્મ ગ્રહણ કરે તે અહીંથી કરીને કે ત્યાંથી તે કર્મ ગ્રહણ થાય ? એમ પ્રશ્ન પૂછે છે. તેનું સમાધાન એમ થાય છે કે તે રાગદ્વેષરૂપ પરિણતિ તો આત્માની વિભાવરૂપ પરિણતિ છે; અને તે પરિણતિ કરનાર આત્મા છે; અને તે શરીરને વિષે રહી કરે છે, માટે ત્યાં આગળ એટલે શરીરને વિષે રહેલો એવો જે આત્મા, તે જે ક્ષેત્રે છે તે ક્ષેત્રે રહેલાં એવાં જે પુલ પરમાણુ તેને ગ્રહીને બાંધે છે. બહાર ગ્રહવા જતો નથી. જવાબ આપે છે. વ્યક્તિ કે પદાર્થ ગમે ત્યાં હોય પણ આત્માએ શરીરની અંદર રહી અહીં બેઠા બેઠા જે વિભાવભાવ કર્યા છે તેથી તે શરીર અંદર રહેલો જે અવકાશ તેમાં રહેલાં જે પુદ્ગલને ગ્રહણ કરી કર્મ બાંધશે. વિભાવ પરિણતિ અંદર ચાલી રહી છે અને તેથી તે શરીરની અંદરથી જ પુદ્ગલ પરમાણુ ગ્રહણ કરશે, બહારથી નહીં રહણ કરે. - ૯૭. યશ, અપયશ, કીર્તિ જે નામકર્મ છે તે નામકર્મસંબંધ જે શરીરને લઈને છે તે શરીર રહે છે ત્યાં સુધી ચાલે છે; ત્યાંથી આગળ ચાલતાં નથી. જીવ સિદ્ધપણાને પ્રાપ્ત થાય, અથવા વિરતિપણે પામે ત્યારે તે સંબંધ રહેતો નથી. સિદ્ધપણાને વિષે એક આત્મા સિવાય બીજું કઈ નથી, અને નામકર્મ એ એક જાતનું કર્મ છે, તો ત્યાં યશ અપયશ આદિનો સંબંધ શી રીતે ઘટે ? અવિરતિપણાથી જે કાંઈ પાપક્રિયા થાય છે તે પાપ ચાલ્યું આવે છે. અહીંયા નામકર્મની બે પ્રકૃતિ-યશ નામકર્મ અને અપયશ નામકર્મની વાત કરી છે. જયાં સુધી શરીર છે ત્યાં સુધી યશ કે અપયશ કર્મ સાથે ચાલે, ઘણાને એવો અનુભવ થતો હોય કે આપણે હમેશાં સારું જ કામ કરતાં હોઈએ, બીજાને મદદરૂપ થતાં હોઈએ છતાંય અપયશ જ મળે. તો એનું શું કારણ ? આપણું અપયશ નામકર્મ ઉદયમાં ચાલી રહ્યું છે તો એવું થાય. જયારે બીજી એક વ્યક્તિ છે જે કાંઈ કામ ન કરતો હોય, કદાચ બીજા બધા એનું કામ પતાવી દેતાં હોય છતાંય બધા એને જ યશ આપતાં હોય, તો એ વ્યક્તિએ પૂર્વે યશ નામકીર્તિ કર્મ બાંધ્યું છે જે અત્યારે ઉદયમાં આવ્યું છે તેથી તેનો લાભ તેને મળે છે. જો જીવ સારું કરતો હોય છતાં ઊંધું પડતું હોય, અપયશ જ મળતો હોય, અપકીર્તિ થતી હોય અને એ સમજે કે મેં પૂર્વે જે કર્મ બાંધ્યું છે તે ઉદયમાં આવ્યું છે કારણ સારું કરવા જતાં પણ અપયશ મળે છે, જો આમ વિચારે તો તે નવા કર્મ બાંધતો અટકી જાય. જયારે વિરતિપણું ગ્રહણ કરે પછી તે કર્મની તેને અસર થતી નથી અને તેની સાથે તેને કોઈ સંબંધ રહેતો નથી અને સિદ્ધપણામાં તો શરીર જ નથી તેથી ત્યાં તે કર્મ નથી. For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ સ્વાધ્યાય સુધા ( ૯૮. ‘વિરતિ' એટલે “મકાવું, અથવા રતિથી વિરુદ્ધ, એટલે રતિ નહીં તે. અવિરતિમાં ત્રણ શબ્દનો સંબંધ છે. આ+વિ+રતિ=અ=નહીં વિ=વિરુદ્ધ+ રતિ=પ્રીતિ, એટલે પ્રીતિ વિરુદ્ધ નહીં તે “અવિરતિ છે. તે અવિરતિપણું બાર પ્રકારનું છે. ૯૯. પાંચ ઈન્દ્રિય અને છઠું મન તથા પાંચ સ્થાવર જીવ અને એક ત્રસ જીવ મળી કુલ તેના બાર પ્રકાર છે. હિંસકભાવથી મૂકાવું તે વિરતિપણું છે. કોઈપણ બાહ્યભાવમાં ગમવાપણું નહી તે અથવા રાચવાપણું નહીં તે વિરતિપણું છે. અવિરતિપણું એટલે શું ? પ્રમાદ, હિંસકભાવ એ અવિરતપણું છે. જ્યાં સુધી અવિરતિપણું છે ત્યાં સુધી જીવને ૧૨ પ્રકારથી પાપક્રિયા ચાલી આવે છે. ૫ ઈન્દ્રિય અને હું મન તથા ૫ સ્થાવરકાય અને દહી સકાય એમ ૧૨ પ્રકાર થાય છે. તો જીવે વિરતિ શું ૧૨ પ્રકારની કરવી પડે ? ના. ૫ ઈન્દ્રિય અને ૬ઠ્ઠી મનની વિરતિ કરવાથી ૧૨ પ્રકારની અવિરતિથી આવતાં કર્મ રોકી શકાય. પણ જયાં સુધી જીવની પાંચ ઈન્દ્રિય અને દઠું મન બાહ્યભાવમાં વર્તે છે ત્યાં સુધી કોઈ પ્રકારની વિરતિ તે કરી શકતો નથી. જીવ જયારે પોતે પ ઈન્દ્રિયના વિષયોમાંથી પાછો ફરે અને મનના વિષયોમાંથી પોતાની વૃત્તિને પાછી ખેંચી લે તો એ ૬ પ્રકારની વિરતિ થઈ, પછી પાંચ સ્થાવરકાય અને છઠ્ઠી ત્રસકાયની વિરતિ એની સાથે જ આવી જાય છે એટલે અવિરતિ બાર પ્રકારે કહી પણ વિરતિ ૬ પ્રકારે કરવાથી ૧૨ પ્રકારની અવિરતિથી આવતાં કર્મ અટકે છે. જયારે જીવ ૬ઠ્ઠા ગુણસ્થાનકે આવે ત્યારે તે વિરતિપણામાં આવે છે. ૧૦૦. એવો સિદ્ધાંત છે કે કૃતિ વિના જીવને પાપ લાગતું નથી. તે કૃતિની જ્યાં સુધી વિરતિ કરી નથી ત્યાં સુધી અવિરતિપણાનું પાપ લાગે છે. સમસ્ત એવા ચૌદ રાજલોકમાંથી તેની પાપક્રિયા ચાલી આવે છે. ૧૦૧. કોઈ જીવ કંઈ પદાર્થ યોજી મરણ પામે, અને તે પદાર્થની યોજના એવા પ્રકારની હોય કે તે યોજેલો પદાર્થ જ્યાં સુધી રહે, ત્યાં સુધી તેનાથી પાપક્રિયા થયા કરે; તો ત્યાં સુધી તે જીવને અવિરતિપણાની પાપક્રિયા ચાલી આવે છે; જોકે જીવે બીજો પર્યાય ધારણ કર્યાથી અગાઉના પર્યાય સમયે જે જે પદાર્થની યોજના કરેલી છે તેની તેને ખબર નથી તોપણ, તથા હાલના પર્યાયને સમયે તે જીવ તે યોજેલા પદાર્થની ક્રિયા નથી કરતો તોપણ, જ્યાં સુધી તેનો મોહભાવ વિરતિપણાને નથી પામ્યો ત્યાં સુધી અવ્યક્તપણે તેની ક્રિયા ચાલી આવે છે. આને અધિકરણની ક્રિયા કહેવામાં આવે છે. ધારો કે અત્યારે આપણે એવો પદાર્થ યોજયો જેની આપણને જરૂરીયાત છે પણ તે પદાર્થ એવો છે કે તેનાથી હિંસા થાય છે. હવે જરૂરીયાત પૂરી થયા પછી જો આપણે તે પદાર્થને વોસિરાવ્યો નથી, તો એ પદાર્થ જયાં સુધી રહેશે અને એનાથી થઈ રહી છે હિંસા તેનું પાપકર્મ આપણે ગમે ત્યાં For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨) સ્વાધ્યાય સુધા હોઈએ એ આપણને લાગશે. આને રાવી પણ કહેવામાં આવે છે એટલે કે એની રાવી આપણને આવ્યા કરશે. સંપૂર્ણ વિરતિપણું તો સમ્યક્દર્શન થયા પછી જ આવે છે. પણ અત્યારે થોડી સમજણ છે તો તે પદાર્થ પ્રત્યેના મોહભાવ ઘટાડી શકાય, વળી જે પાપક્રિયા છે તેને મંદ કરવાનો પુરુષાર્થ કરે તો જ સમ્યક્દર્શન તરફ આગળ વધી શકે અને સમ્યકત્વ થયે તે પછી વિરતિપણામાં આવશે. (૧૦૨) હાલના પર્યાયને સમયે તેના અજાણપણાનો લાભ તેને મળી શકતો નથી. તે જીવે સમજવું જોઈતું હતું કે આ પદાર્થથી થતો પ્રયોગ જ્યાં સુધી કાયમ રહેશે ત્યાં સુધી તેની પાપક્રિયા ચાલુ રહેશે. તે યોજેલા પદાર્થથી અવ્યક્તપણે પણ થતી (લાગતી) ક્રિયાથી મુક્ત થવું હોય તો મોહભાવને મૂકવો. મોહ મૂકવાથી એટલે વિરતિપણું કરવાથી પાપક્રિયા બંધ થાય છે. તે વિરતિપણું તે જ પર્યાયને વિષે આદરવામાં આવે, એટલે યોજેલા પદાર્થના જ ભવને વિષે આદરવામાં આવે તો તે પાપક્રિયા જ્યારથી વિરતિપણે આદરે ત્યારથી આવતી બંધ થાય છે. અહીં જે પાપક્રિયા લાગે છે તે ચારિત્ર-મોહનીયના કારણથી આવે છે. તે મોહભાવના ક્ષય થવાથી આવતી બંધ થાય છે. ૧૦૧ના અનુસંધાને આગળ સ્પષ્ટતા કરવામાં આવી છે. અધિકરણની ક્રિયાને આવતી અટકાવવા માટે મોહભાવનો ત્યાગ કરવો જરૂરી છે. મોહભાવ મૂકવાથી અવિરતિપણું નાશ પામે છે એટલે વિરતિભાવ આવે છે. વિરતિભાવ આવવાથી પાપરૂપ ક્રિયા બંધ થાય છે. જે સમયે વિરતિપણું આવે ત્યારથી યોજેલા પદાર્થને કારણે આવતી પાપક્રિયા અટકે છે. આ અધિકરણની ક્રિયા અટકાવવા માટે મોહભાવ ત્યાગવાનો છે. મોહભાવનો ત્યાગ કરવાથી તે અટકી જાય છે. આ ક્રિયા ચારિત્ર મોહનીયના કારણથી લાગે છે આવે છે. તેનો ત્યાગ કરવાથી અટકી જાય છે. (૧૦૩) ક્રિયા બે પ્રકારે થાય છે : એક વ્યક્તિ એટલે પ્રગટપણે અને બીજી અવ્યક્ત એટલે અપ્રગટપણે. અવ્યક્તપણે થતી ક્રિયા જોકે તમામથી જાણી નથી શકાતી, પરંતુ તેથી થતી નથી એમ નથી. વ્યક્તપણે એટલે પ્રગટપણે, અવ્યક્ત એટલે અપ્રગટપણે આ વાત આંક-૧૦૪માં સ્પષ્ટ સમજાવેલ છે. (૧૦૪) પાણીને વિષે લહેર અથવા હિલ્લોળ તે વ્યક્તપણે જણાય છે, પરંતુ તે પાણીમાં ગંધક અથવા કસૂરી નાંખી હોય, અને તે પાણી શાન્તપણામાં હોય તો પણ તેને વિષે ગંધક અથવા કસ્તૂરીની જે ક્રિયા છે તે જો કે દેખાતી નથી, તથાપિ તેમાં અવ્યક્તપણે રહેલી છે. આવી રીતે અવ્યક્તપણે થતી ક્રિયાને ન શ્રદ્ધવામાં આવે અને માત્ર વ્યક્તપણાને શ્રદ્ધવામાં આવે તો એક જ્ઞાની જેને વિષે અવિરતિરૂપ ક્રિયા થતી નથી તે ભાવ, અને બીજો ઊંઘી ગયેલો For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૧૨૧ માણસ જે કંઈ ક્રિયા વ્યક્તપણે કરતો નથી તે ભાવ સમાનપણાને પામે છે; પરંતુ વાસ્તવિક રીતે તેમ છે નહીં. ઊંઘી ગયેલા માણસને અવ્યક્તપણે ક્રિયા લાગે છે. આ જ પ્રમાણે જે માણસ (જે જીવ) ચારિત્રમોહનીય નામની નિદ્રામાં સૂતો છે, તેને અવ્યક્ત ક્રિયા લાગતી નથી એમ નથી. જો મોહભાવ ક્ષય થાય તો જ અવિરતિરૂપ ચારિત્રમોહનીયની ક્રિયા બંધ પડે છે; તે પહેલાં બંધ પડતી નથી. | ક્રિયાથી થતો બંધ મુખ્ય એવાં પાંચ પ્રકારે છે : (૧) મિથ્યાત્વ-૫ (૨) અવિરતિ-૧૨ (૩) કષાય-૨૫ (૪) પ્રમાદ (૫) યોગ-૧૫. (૧૦૫) મિથ્યાત્વની હાજરી હોય ત્યાં સુધી અવિરતિપણું નિર્મૂળ થતું નથી, એટલે જતું નથી, પરંતુ જો મિથ્યાત્વપણું ખસે તો અવિરતિપણાને જવું જ જોઈએ એ નિઃસંદેહ છે; કારણ કે મિથ્યાત્વસહિત વિરતિપણું આદરવાથી મોહભાવ જતો નથી. મોહભાવ કાયમ છે ત્યાં સુધી અત્યંતર અવિરતિપણું રહેતું નથી, અને બાહ્ય જો વિરતિપણું આદરવામાં ન આવ્યું હોય તો પણ જો અત્યંતર છે તો સહેજે બહાર આવે છે. (૧૦૬) અત્યંતર વિરતિપણું પ્રાપ્ત થયા પછી અને ઉદય આધીન બાહ્યથી વિરતિપણું ન આદરી શકે તોપણ, જ્યારે ઉદયકાળ સંપૂર્ણ થઈ રહે ત્યારે સહેજે વિરતિપણું રહે છે; કારણ કે અત્યંતર વિરતિપણે પહેલેથી પ્રાપ્ત થયેલું છે, જેથી હવે અવિરતિપણું છે નહી, કે તે અવિરતિપણાની ક્રિયા કરી શકે. (૧૦૭) મોહભાવ વડે કરીને જ મિથ્યાત્વ છે. મોહભાવનો ક્ષય થવાથી મિથ્યાત્વનો પ્રતિપક્ષ જે સભ્યત્વભાવ તે પ્રગટે છે, માટે ત્યાં આગળ મોહભાવ કેમ હોય ? અર્થાત્ હોતો નથી. (૧૦૮) જો એવી આશંકા કરવામાં આવે કે પાંચ ઈન્દ્રિય અને છઠું મન તથા પાંચ સ્થાવરકાય અને છઠ્ઠી ત્રસકાય, એમ બાર પ્રકારે વિરતિ આદરવામાં આવે તો લોકમાં રહેલા જીવ અને અજીવ રાશિ નામના બે સમૂહ છે તેમાંથી પાંચ સ્થાવરકાય અને છઠ્ઠી ત્રસકાય મળી જીવરાશિની વિરતિ થઈ; પરંતુ લોકમાં રખડાવનાર એટલે અજીવરાશિ જે જીવથી પર છે તે પ્રત્યે પ્રીતિ તેનું નિવૃત્તિપણું આમાં આવતું નથી, ત્યાં સુધી વિરતિ શી રીતે ગણી શકાય ? તેનું સમાધાન : પાંચ ઈન્દ્રિય અને છઠ્ઠા મનથી જે વિરતિ કરવી છે તેનું જે વિરતિપણું છે તેમાં અજીવરાશિની વિરતિ આવી જાય છે. જીવ જયાં સુધી પાંચ જ્ઞાનેન્દ્રિયો અને છઠ્ઠા મનના વિષયોથી પાછો ફરતો નથી ત્યાં સુધી વિરતિપણામાં આવતો નથી એટલે અહિંસાભાવને પ્રગટાવી શકતો નથી. પણ અત્યંતર વિરતિપણું હોય અને બાહ્યથી વિરતિપણું ન આચારી શકતો હોય તો પણ જ્યારે એવો ઉદય પૂરો થયે સહેજે બાહ્યથી વિરતિપણાને પ્રાપ્ત થઈ શકે છે. કારણ કે For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ સ્વાધ્યાય સુધા અત્યંતર વિરતિપણું હોવાથી અવિરતિપણાની ક્રિયા કરતો નથી. એટલે કે અહિંસાભાવ સ્થિર રાખી શકે છે. બાર પ્રકારની અવિરતિ છે. તેને દૂર કરવા પાંચ ઈન્દ્રિય અને છઠું મન એ છે ની વિરતિ કરવાથી અજીવરાશિની વિરતિ આવી જાય છે. એટલે કે પાંચેય ઈન્દ્રિયો અને મનના વિષયોમાંથી પાછા ફરી જવાથી અજીવરાશિની વિરતિ થઈ જાય છે એટલે કે હિંસક ભાવ નીકળી જાય છે. (૧૦૯) પૂર્વે જ્ઞાનીની વાણી આ જીવે નિશ્ચયપણે કદી સાંભળી નથી અથવા તે વાણી સમ્યક પ્રકારે માથે ચડાવી નથી, એમ સર્વદર્શીએ કહ્યું છે. (૧૧૦) સદ્ગર ઉપદિષ્ટ યથોક્ત સંયમને પાળતાં એટલે સદ્ગુરુની આજ્ઞાએ વર્તતાં પાપથકી વિરમવું થાય છે અને અભેદ્ય એવા સંસારસમુદ્રનું તરવું થાય છે. સર્વદર્શી એટલે સર્વશે એમ કહ્યું છે કે-આ જીવે પૂર્વે નિશ્ચયપણે જ્ઞાનીની વાણી સાંભળી નથી અથવા સાંભળી છે તો તેને સમ્યફપ્રકારે મારા હિતની કરનારી છે તેમ ગણી અવધારી નથી, તે રૂપ પરિણમન કર્યું નથી. આગળ કહે છે કે સગુરુ દ્વારા ઉપદેશવામાં આવેલ યથાર્થ સંયમભાવનું આચરણ કરતાં એટલે જ્ઞાનગુરુની આજ્ઞા પ્રમાણે વર્તતા-ચાલતાં પાપકર્મથી પાછા ફરવાનું થાય છે અને જેને ભેદી ન શકાય એવા સંસારસમુદ્રથી સહેજે સહેજે પાર ઉતરી જવાય છે એટલે કે સંસારથી મુક્તિ મળી જાય છે અને અનંત અવ્યાબાધ સુખની પ્રાપ્તિ તથા તેનો ભોગવટો સાદિ અનંતકાળ માટે પ્રાપ્ત થાય છે. (૧૧૧) વસ્તુસ્વરૂપ કેટલાક સ્થાનકે આજ્ઞાવડીએ પ્રતિષ્ઠિત છે અને કેટલાક સ્થાનકે સર્વિચારપૂર્વક પ્રતિષ્ઠિત છે, પરંતુ આ દુષમકાળનું પ્રબળપણું એટલું બધું છે કે હવે પછીની ક્ષણે પણ વિચારપૂર્વક પ્રતિષ્ઠિતને માટે કેમ પ્રવર્તશે તે જાણવાની આ કાળને વિષે શક્તિ જણાતી નથી, માટે ત્યાં આગળ આજ્ઞાપૂર્વક પ્રતિષ્ઠિત રહેવું એ યોગ્ય છે. (૧૧૨) જ્ઞાનીએ કહ્યું છે કે “બૂજો ! કેમ બૂજતા નથી? ફરી આવો અવસર આવવો દુર્લભ છે !” વસ્તુ સ્વરૂપ એટલે આત્મસ્વરૂપ સદ્ગુરુની આજ્ઞાથી પ્રગટ થાય અથવા વિચારણાપૂર્વક પ્રતિષ્ઠિત કરી શકાય છે. પણ હાલમાં દુષમકાળનું પ્રબળપણે દિવસે દિવસે વધતું જણાય છે, તે સમયમાં હવે પછી વિચારપૂર્વક વસ્તુસ્વરૂપમાં, પ્રતિષ્ઠિત થયેલો કેમ વર્તશે તે જાણી શકવાની આ કાળમાં શક્તિ જણાતી નથી માટે હાલમાં તો સદ્ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલીને પ્રતિષ્ઠિત થવું એ જ યોગ્ય અને સલામત તથા શ્રેયનો માર્ગ જણાય છે. For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૧૨૩ તીર્થકરે વારંવાર ઉપદેશ આપ્યો છે કે, હે જીવો તમે બુઝો, સમ્યપ્રકારે બુઝો, કારણ કે મનુષ્યપણું મળવું એ ઘણું દુર્લભ રહેલું છે અને ચારે ગતિને વિષે જન્મ, જરા, મરણના દુઃખનો સતત ભય રહેલો છે. અજ્ઞાન હશે ત્યાં સુધી સવિવેક પામવો દુર્લભ છે. આખો લોક એકાંત દુઃખે કરીને બળી રહ્યો છે. તેમાં તમને મનુષ્યદેહની પ્રાપ્તિ, ધર્મનું આચરણ થઈ શકે તેવા સંયોગો પ્રાપ્ત થયા છે, તો તેનો યથાવત્ ઉપયોગ કરી સંસારભાવથી પાછા ફરીને, જ્ઞાનની પ્રાપ્તિ કરી લો, તો જ આ મનુષ્યભવનું સાર્થકપણું રહેલું છે. આ મનુષ્યભવ વડે જ સંસારથી પાર ઉતરી શકાય તેમ છે. માટે મળેલો અવસર નાશ ન પામી જાય, તેનું લક્ષ રાખી ઉપયોગ કરી લ્યો. બૂઝો એટલે બોધને પરિણાવીને પોતાની શુદ્ધ સ્થિતિને પ્રગટ કરવાનો પુરુષાર્થ કરો. સંસારભાવને તોડીને અધ્યાત્મભાવને જાગૃત કરો. મળેલો અવસર ચૂકી ગયા તો તે વારંવાર મળતો નથી, માટે જાગૃત થઈ જાવ અને કાર્ય કરી લ્યો. (૧૧૩) લોકને વિષે જે પદાર્થ છે તેના ધર્મ દેવાધિદેવે પોતાના જ્ઞાનમાં ભાસવાથી જેમ હતા તેમ વર્ણવ્યા છે; પદાર્થો તે ધર્મથી બહાર જઈ પ્રવર્તતા નથી; અર્થાત્ જ્ઞાની મહારાજે પ્રકાણ્યું તેથી બીજી રીતે પ્રવર્તતા નથી; તેથી તે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે પ્રવર્તે છે એમ કહ્યું છે, કારણ કે જ્ઞાનીએ પદાર્થના જેવા ધર્મ હતા તેવા જ તેના ધર્મ કહ્યા છે. - લોકમાં છે પદાર્થ રહેલા છે. જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાળ. દેવાધિદેવના જ્ઞાનમાં લોકમાં રહેલા પદાર્થોના જેવા ગુણધર્મો છે, તે જેવા જણાયા તેવા જ વર્ણવ્યા છે અને તે જ પ્રમાણે પ્રવર્તે છે. એટલે એમ કહ્યું કે દરેક પદાર્થ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે પ્રવર્તી રહ્યા છે એટલે કે પોતાના ગુણધર્મ બહાર જઈને પ્રવર્તન કરતા નથી. (૧૧૪) કાળ, મૂળ દ્રવ્ય નથી, ઔપચારિક દ્રવ્ય છે, અને તે જીવ તથા અજીવ (અજીવમાંમુખ્યત્વે પુદ્ગલાસ્તિકાયમાં-વિશેષપણે સમજાય છે)માંથી ઉત્પન્ન થયેલ છે; અથવા જીવાજીવની પર્યાયઅવસ્થા તે કાળ છે. દરેક દ્રવ્યના અનંતા ધર્મ છે; તેમાં ઊર્ધ્વપ્રચય અને તિર્યપ્રચય એવા બે ધર્મ છે; અને કાળને વિષે તિર્યપ્રચય ધર્મ નથી, એક ઊર્ધ્વપ્રચય ધર્મ છે. (૧૧૫) ઊર્ધ્વપ્રચયથી પદાર્થમાં જે ધર્મનું ઉદ્ભવવું થાય છે તે ધર્મનું તિર્યકુપ્રચયથી પાછું તેમાં સમાવું થાય છે. કાળના સમયને તિર્યક્મચય નથી, જે સમય ગયો તે પાછો આવતો નથી. (૧૧૬) દિગમ્બરઅભિપ્રાય મુજબ “કાળદ્રવ્યના લોકમાં અસંખ્યાતા અણુ છે. (૧૧૭) દરેક દ્રવ્યના અનંતા ધર્મ છે. તેમાં કેટલાક ધર્મ વ્યક્ત છે, કેટલાક અવ્યક્ત છે; કેટલાક મુખ્ય છે કેટલાક સામાન્ય છે, કેટલાક વિશેષ છે. For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ સ્વાધ્યાય સુધા દરેક દ્રવ્યના અનંતાધર્મ છે, તેમાં ઊર્ધ્વપ્રચય અને તિર્યપ્રચય એવા બે ગુણ ધર્મ | છે. પણ કાળમાં એક ઊર્ધ્વપ્રચય ધર્મ છે, તિર્યપ્રિચય નથી તેથી તેને મૂળ દ્રવ્યપણે ગણવામાં આવેલ નથી. ઊર્ધ્વપ્રચયથી પદાર્થમાં જે ગુણધર્મનું ઉદ્ભવવું થાય તે ધર્મનું તિર્યપ્રિચયથી પાછું તેમાં સમાવું થઈ જાય છે. પણ કાળમાં તિર્યપ્રચય ધર્મ ન હોવાથી જે સમય ગયો તે પાછો આવતો નથી. દરેક દ્રવ્યમાં અનંતા ધર્મ છે, તેમાંથી કેટલાક વાણી દ્વારા કહી શકાય, વ્યક્ત કરી શકાય છે, કેટલાક વાણી દ્વારા કહી શકાતા નથી તેથી તે અવ્યક્ત છે જે અનુભવી શકાય તેમ છે. વળી કાળની વ્યાખ્યા બરાબર કહી છે. દરેક દ્રવ્યના અનંતા ધર્મો છે, તેમાં કેટલાક મુખ્ય એટલે અસાધારણ છે, કેટલાક સામાન્ય છે જે બધામાં હોઈ શકે. (૧૧૮) અસંખ્યાતાને અસંખ્યાતા ગુણા કરતાં પણ અસંખ્યાત થાય, અર્થાત્ અસંખ્યાતના અસંખ્યાત ભેદ છે. (૧૧૯) એક આંગુલના અસંખ્યાત ભાગ-અંશ-પ્રદેશ તે એક આંગુલમાં અસંખ્યાત છે. લોકના પણ અસંખ્યાત પ્રદેશ છે, ગમે તે દિશાની સમશ્રેણિએ અસંખ્યાત થાય છે. તે પ્રમાણે એક પછી એક, બીજી, ત્રીજી સમશ્રેણિનો સરવાળો કરતાં જે સરવાળો થાય તે એક ગણું, બે ગણું, ત્રણ ગણું, ચાર ગણું થાય, પણ અસંખ્યાત ગણું ન થાય; પરંતુ એક સમશ્રેણિ જે અસંખ્યાત પ્રદેશવાળી તે સમશ્રેણિની દિશાવાળી સઘળી સમશ્રેણિઓ અસંખ્યાત ગુણી છે તે દરેકને અસંખ્યાતાએ ગુણતાં, તેમ જ બીજી દિશાની સમણિ છે તેનો પણ ગુણાકાર તે પ્રમાણે કરતાં, ત્રીજી દિશાની છે તેનું પણ તે પ્રમાણે કરતાં અસંખ્યાત થાય. એ અસંખ્યાતાના ભાંગાને જ્યાં સુધી એકબીજાનો ગુણાકાર કરી શકાય ત્યાં સુધી અસંખ્યાતા થાય, અને તે ગુણાકારથી કોઈ ગુણાકાર કરવો બાકી ન રહે ત્યારે અસંખ્યાત પૂરું થઈ તેમાં એક ઉમેરતાં જઘન્યમાં જઘન્ય અનંત થાય. (૧૨૦) નય છે તે પ્રમાણનો અંશ છે. જે નયથી જે ધર્મ કહેવામાં આવ્યો છે, ત્યાં તેટલું પ્રમાણ છે; એ નયથી જે ધર્મ કહેવામાં આવ્યો છે તે સિવાય વસ્તુને વિષે બીજા જે ધર્મ છે તેનો નિષેધ કરવામાં આવ્યો નથી. એક વખતે વાણી દ્વારા એ બધા ધર્મ કહી શકાતા નથી. તેમજ જે જે પ્રસંગ હોય તે તે પ્રસંગે ત્યાં મુખ્યપણે તે જ ધર્મ કહેવામાં આવે છે. ત્યાં ત્યાં તે તે નયથી પ્રમાણ છે. (૧૨૧) નયના સ્વરૂપથી આઘે જઈ કહેવામાં આવે છે તે નય નહીં. પરંતુ નયાભાસ થાય છે, અને નયાભાસ ત્યાં મિથ્યાત્વ ઠરે છે. (૧૨૨) નય સાત માન્યા છે. તેના ઉપનય સાતસો અને વિશેષ સ્વરૂપે અનંતા છે, અર્થાત્ જે વાણી છે તે સઘળા નય છે. For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ સ્વાધ્યાય સુધા (૧૨૩) એકાંતિકપણું ગ્રહવાનો સ્વછંદ જીવને વિશેષપણે હોય છે અને એકાંતિકપણું ગ્રહવાથી નાસ્તિકપણું થાય છે. તે ન થવા માટે આ નયનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે, જે સમજવાથી જીવ એકાંતિકપણું ગ્રહતો અટકી મધ્યસ્થ રહે છે અને મધ્યસ્થ રહેવાથી નાસ્તિકતા અવકાશ પામી શકતી નથી. (૧૨૪) નય જે કહેવામાં આવે છે તે નય પોતે કંઈ વસ્તુ નથી, પરંતુ વસ્તુનું સ્વરૂપ સમજવા તથા તેની સુપ્રતીતિ થવા પ્રમાણનો અંશ છે. (૧૨૫) અમુક નયથી કહેવામાં આવ્યું ત્યારે બીજા નયથી પ્રતીત થતા ધર્મની અસ્તિ નથી એમ ઠરતું નથી. નય અને પ્રમાણ જીવને એકાંતિક થતો અટકાવે છે. નયની અને પ્રમાણની અપેક્ષાઓ સમજીને તે મધ્યસ્થ થઈ જાય છે, સ્વચ્છંદપણું નાશ પામી જાય છે. નાસ્તિકપણું આવતું નથી, મધ્યસ્થ થઈ જવાથી નાસ્તિકતાનો નાશ થઈ જાય છે. નય એ વસ્તુનું સ્વરૂપ સમજવા માટે અને તેની સુપ્રતીતિ થવા માટે પ્રમાણનો અંશ છે. જયારે અમુક નથી કહેવામાં આવે ત્યારે બીજા નયથી પ્રતીત થતા ધર્મનું અસ્તિત્વ નાશ પામી જાય છે એમ ઠરતું નથી. નયમાં ગુંચવાઈ જવાનું નથી પણ તેનો ઉપયોગ કરી આસ્તિકપણાને સુદઢ બનાવીને મોક્ષમાર્ગમાં આગળ વધી જવાનું છે. જયારે એક નયથી કહેવામાં આવે ત્યારે બીજા નથી થતી પ્રતીતિનું અસ્તિત્વ નથી એમ ઠરતું નથી. (૧૨૬) કેવળજ્ઞાન એટલે માત્ર જ્ઞાન જ, તે સિવાય બીજાં કંઈ જ નહીં, અને જ્યારે એમ છે ત્યારે તેને વિષે બીજું કશું સમાતું નથી. સર્વથા સર્વ પ્રકારે રાગદ્વેષનો ક્ષય થાય ત્યારે જ કેવળજ્ઞાન કહેવાય. જો કોઈ અંશે રાગદ્વેષ હોય તો તે ચારિત્રમોહનીયના કારણથી છે. જ્યાં આગળ જેટલે અંશે રાગદ્વેષ છે ત્યાં આગળ તેટલે અંશે અજ્ઞાન છે, જેથી કેવળજ્ઞાનમાં તે સમાઈ શકતાં નથી, એટલે કેવળજ્ઞાનમાં તે હોતાં નથી; તે એકબીજાનાં પ્રતિપક્ષી છે. જ્યાં કેવળજ્ઞાન છે ત્યાં રાગદ્વેષ નથી, અથવા જ્યાં રાગદ્વેષ છે ત્યાં કેવળજ્ઞાન નથી. (૧૨૭) ગુણ અને ગુણી એક જ છે, પરંતુ કોઈ કારણે તે પરિછિન્ન પણ છે. સામાન્ય પ્રકારે તો ગુણનો સમુદાય તે “ગુણી” છે; એટલે ગુણ અને ગુણી એક જ છે, જુદી જુદી વસ્તુ નથી. ગુણીથી ગુણ જુદો પડી શકતો નથી. જેમ સાકરનો કટકો છે તે “ગુણી’ છે અને મીઠાશ છે તે ગુણ છે. “ગુણી' જે સાકર અને ગુણ જે મીઠાશ તે બન્ને સાથે રહેલ છે, મીઠાશ કંઈ જુદી પડતી નથી; તથાપિ “ગુણ', ગુણી' કોઈ અંશે ભેદવાળા છે. (૧૨૮) કેવળજ્ઞાનીનો આત્મા પણ દેહવ્યાપકક્ષેત્રઅવગાહિત છે; છતાં લોકાલોકના સઘળા પદાર્થો જે દેહથી દૂર છે તેને પણ એકદમ જાણી શકે છે. સંપૂર્ણ કેવળજ્ઞાન પ્રગટતાં રાગદ્વેષનો ક્ષય થઈ જાય છે. જો કોઈ અંશે રાગદ્વેષ થતાં | For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા હોય તો ત્યાં આગળ તેટલ અંશે અજ્ઞાન છે. જેથી કેવળજ્ઞાનીમાં રાગદ્વેષ હોય નહીં. તે એકબીજાના પ્રતિપક્ષી છે. કેવળજ્ઞાન છે તો રાગદ્વેષ નથી અને રાગદ્વેષ છે તો કેવળજ્ઞાન નથી. હાલમાં મતિ-શ્રુતજ્ઞાન છે, પણ જ્યારે કેવળજ્ઞાન પ્રગટે ત્યારે બાકીના જ્ઞાન એમાં સમાઈ જાય છે. આપણી સાધનામાં વ્યવહારનયથી ગુણ અને ગુણી જુદા ગણી શકાય. પણ સામાન્ય સ્થિતિએ-નિશ્ચયનયથી ગુણ અને ગુણી અભેદપણે રહેલાં છે. અવિનાભાવી સંબંધે રહેલા છે એટલે કે તેને છૂટા ન પાડી શકાય તેવી રીતે રહેલા છે. આપણે વીતરાગતા કેળવવાની છે. રાગદ્વેષ અને અજ્ઞાન છોડવાના છે. રાગને છોડવાથી બાકીના બે સહેલાઈથી છૂટી જાય છે. કોઈપણ વસ્તુ પર ‘રાગ’ કરવો એ જ મોટામાં મોટું અજ્ઞાન છે. પ્રશસ્તરાગ ગુણો પ્રત્યે પ્રગટે તો અપ્રશસ્તરાગ છૂટતો જાય અને તેટલે અંશે વીતરાગતા પ્રગટે. સંપૂર્ણ વીતરાગતા-એ જ કેવળજ્ઞાન. જેને કેવળજ્ઞાન થાય તેનો આત્મા પણ પોતાને મળેલ દેહમાં જ રહેલો છે. બહાર જઈને બીજા પદાર્થોનું જ્ઞાન કરી આવે છે, એવું નથી. પોતાનો અગુરુલઘુ ગુણ પ્રગટ થવાથી, બીજા પદાર્થોમાં રહેલ અગુરુલઘુ ગુણ રહેલો છે તે પણ જણાય છે. પોતાના ગુણ દર્પણ સમાન બની જાય છે અને બીજા પદાર્થો અને ગુણો, પર્યાયો સહજપણે પોતાના જ્ઞાનમાં ઝળકે છે એટલે કે એકદમ જાણી શકે છે. ૧૨૬ (૧૨૯) સ્વપરને જુદા પાડનાર જે જ્ઞાન તે જ્ઞાન. આ જ્ઞાનને પ્રયોજનભૂત કહેવામાં આવ્યું છે. આ સિવાયનું જ્ઞાન તે ‘અજ્ઞાન’ છે. શુદ્ધ આત્મદશારૂપ શાંત જિન છે. તેની પ્રતીતિ જિનપ્રતિબિંબ સૂચવે છે. તે શાંત દશા પામવા સારુ જે પરિણિત અથવા અનુકરણ અથવા માર્ગ તેનું નામ ‘જૈન’,-જે માર્ગે ચાલવાથી જૈનપણું પ્રાપ્ત થાય છે. (૧૩૦) આ માર્ગ આત્મગુણરોધક નથી, પણ બોધક છે, એટલે આત્મગુણ પ્રગટ કરે છે, તેમાં કશો સંશય નથી. આ વાત પરોક્ષ નથી, પણ પ્રત્યક્ષ છે. ખાતરી કરવા ઈચ્છનારે પુરુષાર્થ કરવાથી સુપ્રતીત થઈ પ્રત્યક્ષ અનુભવગમ્ય થાય છે. સ્વપરને જુદા પાડવાનું જે જ્ઞાન છે તે જ કરવા યોગ્ય છે એટલે કે પ્રયોજનભૂત છે. આ સિવાય જે જ્ઞાન થાય તે અજ્ઞાન છે. ‘જિન’ કેવા છે ? શાંત છે. તે દશાને આપણે અત્યારે ‘જિનબિંબ’ દ્વારા ઓળખી શકીએ. આ શાંત-શુદ્ધ આત્મ-દશા પ્રગટ કરવા માટેનો જે માર્ગ તે ‘જૈન’. જે માર્ગે ચાલવાથી જૈનપણું પ્રાપ્ત થાય છે. આ માર્ગ પર ચાલવાથી આત્માના ગુણોનું રોધકપણું નાશ પામે છે, બોધદાયક છે એટલે કે આત્મગુણ પ્રગટે છે. તેમાં સંશય કરવા જેવું નથી. આ વાત પ્રત્યક્ષ થઈ શકે છે. તેની ખાત્રી કરવા માટે સમ્યક્ પુરુષાર્થ કરવાથી તે પ્રત્યક્ષ થઈ શકે છે, સુપ્રતીતિપણે અનુભવ ગમ્ય થાય છે. (૧૩૧) સૂત્ર અને સિદ્ધાંત એ બે જુદાં છે. સાચવવા સારુ સિદ્ધાંતો સૂત્રરૂપી પેટીમાં For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ સ્વાધ્યાય સુધા રાખવામાં આવ્યા છે. કાળને અનુસરી સૂત્ર રચવામાં એટલે ગૂંથવામાં આવે છે, અને તેમાં સિદ્ધાંતની ગૂંથણી કરવામાં આવે છે. તે સિદ્ધાંતો ગમે તે કાળમાં, ગમે તે ક્ષેત્રમાં ફરતા નથી; અથવા ખંડિતપણાને પામતા નથી; અને જો તેમ થાય તો તે સિદ્ધાંત નથી. (૧૩૨) સિદ્ધાંત એ ગણિતની માફક પ્રત્યક્ષ છે, તેથી તેમાં કોઈ જાતની ભૂલ કે અધૂરાપણું સમાતું નથી. અક્ષર બોડિયા હોય તો સુધારીને માણસો વાંચે છે, પરંતુ આંકડાની ભૂલ થાય તો તે હિસાબ ખોટો ઠરે છે, માટે આંકડા બોડિયા હોતા નથી. આ દૃષ્ટાંત ઉપદેશમાર્ગ અને સિદ્ધાંત માર્ગને વિષે ઘટાવવું. (૧૩૩) સિદ્ધાંતો ગમે તે દેશમાં, ગમે તે ભાષામાં, ગમે તે કાળમાં લખાણા હોય, તોપણ અસિદ્ધાંતપણાને પામતા નથી. દાખલા તરીકે, બે ને બે ચાર થાય. પછી ગમે તો ગુજરાતી કે સંસ્કૃત કે ચીની કે અરબી કે પર્શિયન કે ઈગ્લિશ ભાષામાં લખાયેલ હોય. તે આંકડાને ગમે તે સંજ્ઞામાં ઓળખવામાં આવે તોપણ બે ને બેનો સરવાળો ચાર થાય એ વાત પ્રત્યક્ષ છે. જેમ નવે નવે એકાશી તે ગમે તે દેશમાં, ગમે તે ભાષામાં, અને ધોળા દિવસે કે અંધારી રાત્રિએ ગણવામાં આવે તોપણ ૮૦ અથવા ૮ર થતા નથી, પરંતુ એકાશી જ થાય છે. આ જ પ્રમાણે સિદ્ધાંતનું પણ છે. (૧૩૪) સિદ્ધાંત છે એ પ્રત્યક્ષ છે, જ્ઞાનીના અનુભવગમ્યની બાબત છે, તેમાં અનુમાનપણું કામ આવતું નથી. અનુમાન એ તર્કનો વિષય છે, અને તર્ક એ આગળ જતાં કેટલીક વાર ખોટો પણ પડે; પરંતુ પ્રત્યક્ષ જે અનુભવગમ્ય છે તેમાં કાંઈ પણ ખોટાપણું સમાતું નથી. (૧૩૫) જેને ગુણાકાર અથવા સરવાળાનું જ્ઞાન થયું છે તે એમ કહે કે નવે નવ એકાશી, ત્યાં આગળ જેને સરવાળા અથવા ગુણાકારનું જ્ઞાન થયું નથી, અર્થાત્ ક્ષયોપશમ થયો નથી તે અનુમાનથી અથવા તર્ક કરી એમ કહે કે “૯૮ થતા હોય તો કેમ ના કહી શકાય?' તો તેમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું છે નહીં, કેમકે તેને જ્ઞાન ન હોવાથી તેમ કહે એ સ્વાભાવિક છે. પરંતુ જો તેને ગુણાકારની રીત છોડી (છૂટી છૂટી કરી) એકથી નવ સુધી આંકડા બતાવી નવ વાર ગણાવ્યું હોય તો એકાશી થતાં અનુભવગમ્ય થવાથી તેને સિદ્ધ થાય છે. કદાપિ તેના મંદ ક્ષયોપશમથી એકાશી, ગુણાકારથી અથવા સરવાળાથી ન સમજાય તોપણ એકાશી થાય એમાં ફેર નથી. એ પ્રમાણે સિદ્ધાંત આવરણના કારણથી ન સમજવામાં આવે તો પણ તે અસિદ્ધાંતપણાને પામતા નથી, એ વાતની ચોક્કસ પ્રતીતિ રાખવી. છતાં ખાતરી કરવા જરૂર હોય તો તેમાં બતાવ્યા પ્રમાણે કરવાથી ખાતરી થતાં પ્રત્યક્ષ અનુભવગમ્ય થાય છે. (૧૩૬) જ્યાં સુધી અનુભવગમ્ય ન થાય ત્યાં સુધી સુપ્રતીતિ રાખવા જરૂર છે અને સુપ્રતીતિથી ક્રમે ક્રમે કરી અનુભવગમ્ય છે. (૧૩૭) સિદ્ધાંતના દાખલા: (૧) “રાગદ્વેષથી બંધ થાય છે.” (૨) બંધનો ક્ષય થવાથી For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ સ્વાધ્યાય સુધા મુક્તિ થાય છે. આ સિદ્ધાતની ખાતરી કરવી હોય તો રાગદ્વેષ છોડો. રાગદ્વેષ સર્વ પ્રકારે છૂટે તો આત્માનો સર્વ પ્રકારે મોક્ષ થાય છે. આત્મા બંધનના કારણથી મુક્ત થઈ શકતો નથી. બંધન છૂટ્યું કે મુક્ત છે. બંધન થવાનું કારણ રાગદ્વેષ છે. રાગદ્વેષ સર્વથા પ્રકારે છૂટ્યો કે બંધનથી છૂટ્યો જ છે. તેમાં કશો સવાલ કે શંકા રહેતાં નથી. (૧૩૮) જે સમયે સર્વથા પ્રકારે રાગદ્વેષ ક્ષય થાય, તેને બીજે જ સમયે કેવલજ્ઞાન છે. જે ખંડિત ન થાય તે સિદ્ધાંત કહેવાય છે. રાગ-દ્વેષ થવાથી કર્મ બંધાય જ અને વીતરાગતા પ્રગટે તો કર્મથી છૂટી જાય-આ સિદ્ધાંત કહેવાય. જો કોઈપણ અપેક્ષાએ વચનો ખંડિત થાય તો એ સિદ્ધાંત નથી. અક્ષર બોડિયા હોઈ શકે પણ આંકડા બોડિયા ન હોઈ શકે, તે ચોક્કસ હોય એટલે કે અક્ષર રૂપ ઉપદેશ સમજવો. તેમાં દેશકાળને અનુસરી ફેરફાર થઈ શકે, પણ આંકડા ચોક્કસ હોય છે. તેથી આંકડારૂપ સિદ્ધાંત સમજવો. જેમાં દેશકાળને અનુસરી ફેરફાર ન થાય. જેમ સિદ્ધાંત ક્યારેય ખોટો ન પડી શકે તેમ પ્રત્યક્ષ-અનુભવગમ્ય થાય ત્યારે તેમાં ફેરફારરૂપ ન થઈ શકે. સિદ્ધાંતને સમજાવવા ૧૩૫માં સમજણ આપી છે. પણ જ્યાં સુધી અનુભવ ન થાય ત્યાં સુધી સુપ્રતીતિ રાખીને ચાલવું અને સુપ્રતીતિ થતા ક્રમે ક્રમે અનુભવરૂપ થઈ જવાય છે. ‘૧૩૭૭માં સિદ્ધાંતના દાખલા આપ્યા છે. એની ખાતરી કરવા રાગદ્વેષ છોડો. બંધન થવાનું કારણ રાગદ્વેષ છે. રાગદ્વેષ સર્વથા છૂટી જાય કે તરત જ કેવળજ્ઞાન પ્રગટ થાય છે. (૧૩૯) જીવ પહેલા ગુણસ્થાનકમાંથી આગળ જતો નથી. આગળ જવા વિચાર કરતો નથી. પહેલાથી આગળ શી રીતે વધી શકાય, તેના શું ઉપાય છે, કેવી રીતે પુરુષાર્થ કરવો, તેનો વિચાર પણ કરતો નથી, અને વાતો કરવા બેસે ત્યારે એવી કરે કે તેરમું આ ક્ષેત્રે અને આ કાળે પ્રાપ્ત થતું નથી. આવી આવી ગહન વાતો જે પોતાની શક્તિ બહારની છે, તે તેનાથી શી રીતે સમજી શકાય? અર્થાત્ પોતાને ક્ષયોપશમ હોય તે ઉપરાંતની વાતો કરવા બેસે તે ન જ સમજી શકાય. (૧૪૦) ગ્રંથિ પહેલે ગુણસ્થાનકે છે તેનું ભેદન કરી આગળ વધી ચોથા સુધી સંસારી જીવો પહોંચ્યા નથી. કોઈ જીવ નિર્જરા કરવાથી ઊંચા ભાવે આવતાં, પહેલામાંથી નીકળવા વિચાર કરી, ગ્રંથિભેદની નજીક આવે છે, ત્યાં આગળ ગાંઠનું એટલું બધું તેના ઉપર જોર થાય છે કે, ગ્રંથિભેદ કરવામાં શિથિલ થઈ જઈ અટકી પડે છે, અને એ પ્રમાણે મોળો થઈ પાછો વળે છે. આ પ્રમાણે ગ્રંથિભેદ નજીક અનંતી વાર આવી જીવ પાછો ફર્યો છે. કોઈ જીવ પ્રબળ પુરુષાર્થ કરી, નિમિત્ત કારણનો જોગ પામી કરેડિયાં કરી ગ્રંથિભેદ કરી, આગળ વધી આવે For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૧૨૯ છે, અને જ્યારે ગ્રંથિભેદ કરી આગળ વધ્યો કે ચોથામાં આવે છે, અને ચોથામાં આવ્યો કે વહેલોમોડો મોક્ષ થશે, એવી તે જીવને છાપ મળે છે. (૧૪૧) આ ગુણસ્થાનકનું નામ “અવિરતિસમ્યગ્દષ્ટિ' છે, જ્યાં વિરતિપણા વિના સમ્યકજ્ઞાનદર્શન છે. આંક ૧૩૯, ૧૪૭, ૧૪૧નું વિશ્લેષણ આંક-૧માં જોવું (૧૪૨) કહેવામાં એમ આવે છે કે તેરમું ગુણસ્થાનક આ કાળે ને આ ક્ષેત્રથી ન પમાય; પરંતુ તેમ કહેનારા પહેલામાંથી ખસતા નથી. જો તેઓ પહેલામાંથી ખસી, ચોથા સુધી આવે, અને ત્યાં પુરુષાર્થ કરી સાતમું જે અપ્રમત્ત ત્યાં સુધી પહોચે તોપણ એક મોટામાં મોટી વાત | છે. સાતમા સુધી પહોંચ્યા વિના તે પછીની દશાની સુપ્રતીતિ થઈ શકવી મુશ્કેલ છે. (૧૪૩) આત્માને વિષે પ્રમાદરહિત જાગૃતદશા તે જ સાતમું ગુણસ્થાનક છે. ત્યાં સુધી | પહોંચવાથી તેમાં સમ્યકત્વ સમાય છે. ચોથા ગુણસ્થાનકે જીવ આવીને ત્યાંથી પાંચમું | ‘દેશવિરતિ', છઠું “સર્વવિરતિ', અને સાતમું પ્રમાદરહિત વિરતિ' છે, ત્યાં પહોંચે છે. ત્યાં આગળ પહોંચ્યથી આગળની દશાની અંશે અનુભવ અથવા સુપ્રતીતિ થાય છે. ચોથા ગુણસ્થાનકવાળો જીવ સાતમા ગુણસ્થાનકે પહોંચનારની દશાનો જો વિચાર કરે તો તે કોઈ અંશે પ્રતીત થઈ શકે. પણ તેનો પહેલા ગુણસ્થાનકવાળો જીવ વિચાર કરે તો તે શી રીતે પ્રતીતિમાં આવી શકે ? કારણ કે તેને જાણવાનું સાધન જે આવરણરહિત થવું તે પહેલા ગુણસ્થાનકવાળાની પાસે હોય નહીં. સ્પષ્ટ સમજાય તેમ હોવાથી વિશ્લેષણ કરેલ નથી. (૧૪૪) સમ્યકત્વ પ્રાપ્ત થયેલ જીવની દશાનું સ્વરૂપ જ જુદું હોય છે. પહેલા ગુણસ્થાનકવાળા જીવની દશાની જે સ્થિતિ અથવા ભાવ છે તેના કરતાં ચોથું ગુણસ્થાનક પ્રાપ્ત કરનારની દશાની જે સ્થિતિ અથવા ભાવ તે જુદાં જોવામાં આવે છે, અર્થાત્ જુદી જ દશાનું વર્તન જોવામાં આવે છે. (૧૪૫) પહેલું મોળું કરે તો ચોથે આવે એમ કહેવામાત્ર છે; ચોથે આવવામાં જે વર્તન છે તે વિષય વિચારવાજોગ છે. (૧૪૬) આગળ ૪,૫,૬ અને ૭મા ગુણસ્થાનક સુધીની જે વાત કહેવામાં આવી છે તે કહેવામાત્ર, અથવા સાંભળવામાત્ર જ છે એમ નથી, પરંતુ સમજીને વારંવાર વિચારવા યોગ્ય છે. (૧૪૭) બની શકે તેટલો પુરુષાર્થ કરી આગળ વધવા જરૂર છે. | (૧૪૮) ન પ્રાપ્ત થઈ શકે તેવી ધીરજ, સંઘયણ, આયુષની પૂર્ણતા ઈત્યાદિના અભાવથી For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સ્વાધ્યાય સુધા કદાચ સાતમા ગુણસ્થાનક ઉપરનો વિચાર અનુભવમાં ન આવી શકે, પરંતુ સુપ્રતીતિ થઈ શકવા યોગ્ય છે. (૧૪૯) સિંહના દાખલાની માફક : સિંહને લોઢાના જબરજસ્ત પાંજરામાં પૂરવામા આવ્યો હોય તો તે અંદર રહ્યો પોતાને સિંહ સમજે છે, પાંજરામાં પુરાયેલો માને છે; અને પાંજરાની બહારની ભૂમિકા પણ જુએ છે, માત્ર લોઢાના મજબૂત સળિયાની આડને લીધે બહાર નીકળી શકતો નથી. આ જ રીતે સાતમા ગુણસ્થાનક ઉપરનો વિચાર સુપ્રતીતિ થઈ શકે છે. (૧૫૦) આ પ્રમાણે છતાં જીવ મતભેદાદિ કારણોને લઈને રોકાઈ જઈ આગળ વધી શકતો નથી. (૧૫૧) મતભેદ અથવા રૂઢિ આદિ નજીવી બાબત છે, અર્થાત્ તેમાં મોક્ષ નથી. માટે ખરી રીતે સત્યની પ્રતીતિ કરવાની જરૂર છે. ૧૪૬ થી ૧૫૧માં સમજાય તેમ હોવાથી વિશ્લેષણ કર્યું નથી. વિચારવાથી સમજાઈ શકે તેમ છે. (૧પર) શુભાશુભ અને શુદ્ધાશુદ્ધ પરિણામ ઉપર બધો આધાર છે. અલ્પ અલ્પ બાબતમાં પણ દોષ માનવામાં આવે ત્યાં મોક્ષ થતો નથી. લોકરૂઢિમાં અથવા લોકવ્યવહારમાં પડેલો જીવ મોક્ષતત્ત્વનું રહસ્ય જાણી શકતો નથી, તેનું કારણ તેને વિષે રૂઢિનું અથવા લોકસંજ્ઞાનું માહાભ્ય છે. આથી કરી બાદરક્રિયાનો નિષેધ કરવામાં આવતો નથી. જે કાંઈ પણ ન કરતાં તદ્દન અનર્થ કરે છે, તે કરતાં બાદરક્રિયા ઉપયોગી છે. તોપણ તેથી કરી બાદરક્રિયાથી આગળ ન વધવું એમ પણ કહેવાનો હેતુ નથી. (૧૫૩) જીવને પોતાના ડહાપણ અને મરજી પ્રમાણે ચાલવું એ વાત મનગમતી છે, પણ તે જીવનું ભૂંડું કરનાર વસ્તુ છે. આ દોષ મટાડવા સારુ પ્રથમ તો કોઈને ઉપદેશ દેવાનો નથી, પણ પ્રથમ ઉપદેશ લેવાનો છે, એ જ્ઞાનનો ઉપદેશ છે. જેનામાં રાગદ્વેષ ન હોય, તેવાનો સંગ થયા વિના સમ્યકત્વ પ્રાપ્ત થઈ શકતું નથી. સમ્યકત્વ આવવાથી પ્રાપ્ત થવાથી) જીવ ફરે છે, (જીવની દશા ફરે છે); એટલે પ્રતિકૂળ હોય તો અનુકૂળ થાય છે. જિનની પ્રતિમા (શાંતપણા માટે) જોવાથી સાતમા ગુણસ્થાનકે વર્તતા એવા જ્ઞાનીની જે શાંત દશા છે તેની પ્રતીતિ થાય છે. - લોકરૂઢિ, લોકવ્યવહાર અને તેનું જ માહાલ્ય હોય તો આગળ વધી ન શકાય, જીવને સ્વછંદે ચાલવું છે. જે જીવને રખડાવનાર છે. સદગુરુના સંગ વિના સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ શકતી નથી. જિનની પ્રતિમા જ્ઞાનીની અપ્રમત્ત ગુણસ્થાનકે વર્તતી જે દશા-શાંત દશા છે, તેનું ભાન કરાવવા માટે ઉપયોગી છે. For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ સ્વાધ્યાય સુધા (૧૫૪) જૈનમાર્ગમા હાલમાં ઘણા ગચ્છ પ્રવર્તે છે, જેવા કે તપગચ્છ, અંચલગચ્છ, લંકાગચ્છ, ખરતરગચ્છ ઈત્યાદિ. આ દરેક પોતાથી અન્ય પક્ષવાળાને મિથ્યાત્વી માને છે. તેવી રીતે બીજા વિભાગ છ કોટિ, આઠ કોટિ ઈત્યાદિ દરેક પોતાથી અન્ય કોટિવાળાને મિથ્યાત્વી માને છે. વાજબી રીતે નવ કોટિ જોઈએ. તેમાંથી જેટલી ઓછી તેટલું ઓછું અને તે કરતાં પણ આગળ જવામાં આવે તો સમજાય કે છેવટ નવ કોટિયે છોડ્યા વિના રસ્તો નથી. વધારે સમજણ વ્યા.સ.-૧૪૧, ૪રમાંથી જુઓ. (૧૫૫) તીર્થકરાદિ મોક્ષ પામ્યા તે માર્ગ પામર નથી. જેનરૂઢિનું થોડું પણ મૂકવું એ અત્યંત આકરું લાગે છે, તો મહાન અને મહાભારત એવો મોક્ષમાર્ગ તે શી રીતે આદરી શકાશે? તે વિચારવા યોગ્ય છે. તીર્થકર આદિ મોક્ષ પામ્યા તે માર્ગ સામાન્ય નથી, જોરદાર છે, પણ આપણામાં રહેલી પક્કડ આપણે છોડતા નથી તેથી આગળ વધવામાં આકરું લાગે છે. (૧૫૬) મિથ્યાત્વપ્રકૃતિ ખપાવ્યા વિના સમ્યક્ત્વ આવે નહીં. સમ્યકત્વ પ્રાપ્ત થાય તેની દશા અદ્ભુત વર્તે. ત્યાંથી ૫,૬,૭ અને ૮મે જઈ બે ઘડીમાં મોક્ષ થઈ શકે છે. એક સમ્યકત્વ પામવાથી કેવું અદ્ભુત કાર્ય બને છે! આથી સમ્યકત્વની ચમત્કૃતિ અથવા તેનું માહાભ્ય કોઈ અંશે સમજી શકાય તેમ છે. - મિથ્યાત્વ પ્રકૃતિ ખપાવવા માટે અંનતાનુબંધી કષાયની ચોકડીનો પ્રથમ ક્ષય કરવાનો છે, તે ક્ષય થતાં જ મિથ્યાત્વ પ્રકૃતિ નાશ પામે છે અને ક્ષયોપશમ કે ક્ષાયિક સમ્યક્દર્શન પ્રગટ થાય છે. સમક્તિ મોહનીયનો ક્ષય ન થાય તો ક્ષયોપશમ સમ્યક્ત્વ કહેવાય છે, અને તેનો ક્ષય થઈ જાય તો ક્ષાયિક કહેવાય છે. ક્ષાયિક સમ્યક્ત્વવાળો જીવ એ જ ભવે અથવા ત્રીજે ભવે મોક્ષે જાય છે. સમ્યક્દર્શન પ્રગટ થતાં અદ્ભુત દશા પ્રગટે છે. આથી એનું માહાભ્ય કંઈક અંશે સમજણમાં આવે છે. (૧૫૭) દુર્ધર પુરુષાર્થથી પામવા યોગ્ય મોક્ષમાર્ગ તે અનાયાસે પ્રાપ્ત થતો નથી. આત્મજ્ઞાન અથવા મોક્ષમાર્ગ કોઈના શાપથી અપ્રાપ્ત થતો નથી કે કોઈના આશીર્વાદથી પ્રાપ્ત થતો નથી. પુરુષાર્થ પ્રમાણે થાય છે, માટે પુરુષાર્થની જરૂર છે. મોક્ષમાર્ગ દુર્ધર એટલે ખૂબ જ મહેનતથી પ્રાપ્ત થાય તેવો છે, એમ કહ્યું તે કાંઈ અનાયાસે-અચાનક પ્રગટ થતો નથી, પણ તે માટેનો સમ્યક્ પુરુષાર્થ ગુરુ આજ્ઞાએ કરવાથી સહેલાઈથી પ્રગટ થઈ શકે છે. આત્મજ્ઞાન કે મોક્ષમાર્ગ કોઈ શાપ આપે તો પ્રાપ્ત ન થાય અને આશીર્વાદ આપે તો પ્રાપ્ત થાય એમ નથી. તે તો જ્ઞાની ગુરુના માર્ગદર્શન દ્વારા જ પ્રાપ્ત થાય. તે માટે માર્ગ મેળવવા માટેના કૃપાપાત્ર થવું એ જ સાધના કરવાની For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૧૩૨ છે. સદ્ગુરુના કૃપાપાત્ર બનવાનો સતત પુરુષાર્થ જ જરૂરી છે, એ જ આગળ લઈ જશે અને મોક્ષનું સુખ પ્રાપ્ત કરી શકાશે. (૧૫૮) સૂત્ર સિદ્ધાંત, શાસ્ત્રો સત્પુરુષના ઉપદેશ વિના ફળતાં નથી. ફેરફાર જે છે તે વ્યવહારમાર્ગમાં છે. મોક્ષમાર્ગ તો ફેરફારવાળો નથી, એક જ છે. તે પ્રાપ્ત કરવામાં શિથિલપણું છે, તેનો નિષેધ કરવામાં આવ્યો છે. ત્યાં આગળ શૂરવીરપણું ગ્રહણ કરવા યોગ્ય છે. જીવને અમૂર્છિત કરવો એ જ જરૂરનું છે. (૧૫૯) વિચારવાન પુરુષે વ્યવહારના ભેદથી મૂંઝાવું નહીં. (૧૬૦) ઉપરની ભૂમિકાવાળા નીચેની ભૂમિકાવાળાની બરોબર નથી, પરંતુ નીચેની ભૂમિકાવાળાથી ઠીક છે. પોતે જે વ્યવહારમાં હોય તેથી બીજાનો ઊંચો વ્યવહાર જોવામાં આવે તો તે ઊંચા વ્યવહારનો નિષેધ કરવો નહીં, કારણ કે મોક્ષમાર્ગને વિષે કશો ફેરફાર છે નહીં. ત્રણે કાળમાં ગમે તે ક્ષેત્રમાં, એક જ સરખો જે પ્રવર્તે તે જ મોક્ષમાર્ગ, સૂત્ર, સિદ્ધાંત કે શાસ્ત્રોનું વાંચન આપણે કરીએ તો તેના રહસ્ય સાથેનું પરિણમન થતું નથી, પણ એ જ શાસ્ત્રો કે સૂત્ર સદ્ગુરુની આજ્ઞાથી સમજવા પ્રયત્ન કરીએ તો રહસ્ય સમજાય છે અને તેનું ફળ પણ પ્રાપ્ત થાય છે. વ્યવહાર માર્ગમાં દેશ-કાળને અનુસરી ફેરફાર થતો રહે છે, એટલે કે ફેરફાર સાધના અને સાધનોમાં હોઈ શકે છે. મોક્ષમાર્ગ તો ત્રણે કાળને માટે ‘કરવાળા’ની ધાર જેવો રહેલો છે, એકધારો ફેરફાર વગરનો રહેલો છે. પણ જીવ તેને પ્રાપ્ત કરવામાં શૂરવીરપણું ગ્રહણ કરતો નથી, પ્રમાદ કરે છે, તે પ્રમાદનો નિષેધ કરવામાં આવ્યો છે. તે માટે જીવે મોહભાવની જે મૂર્છા છે તેને છોડવાની છે. એ જ સંસાર સમુદ્રમાંથી બહાર નીકળવાનો રસ્તો છે. જે મોક્ષમાર્ગની બરાબર-યથાર્થ વિચારણા કરી શકે છે. તેણે બાહ્ય વ્યવહારના ભેદથી મૂંઝાવાનું નથી. જે માર્ગમાં આગળ વધેલા છે, તે તેનાથી નીચેની ભૂમિકાવાળાથી ઠીક છે. વળી પોતે જે સાધના માર્ગ (વ્યવહાર માર્ગ)માં હોય તેનાથી બીજાનો સાધના (વ્યવહાર) માર્ગ ઊંચો જોવામાં આવે તો તેનો નિષેધ કરવો નહીં, કારણ કે મોક્ષમાર્ગ તો ફેરફાર વગરનો છે અને તે તો ત્રણે કાળમાં ગમે તે ક્ષેત્રમાં એકસરખી રીતે પ્રવર્તે તે જ મોક્ષમાર્ગ છે. માટે વ્યવહાર સાધના માર્ગના ભેદથી મૂંઝાવું નહીં, પણ પોતાને મળેલ સાધના માર્ગમાં અડગપણે આગળ વધવા માટે પુરુષાર્થી બન્યા રહેવું. (૧૬૧) અલ્પમાં અલ્પ એવી નિવૃત્તિ કરવામાં પણ જીવને ટાઢ વછૂટે છે, તો તેવી અનંત પ્રવૃત્તિથી કરી જે મિથ્યાત્વ થાય છે, તેથી નિવર્તવું એ કેટલું દુર્ધર થઈ પડવું જોઈએ ? મિથ્યાત્વની નિવૃત્તિ તે જ ‘સમ્યક્ત્વ’. જીવ જે પોતાની ઈચ્છા પ્રમાણે નાનામાં નાની પ્રવૃત્તિ કરતો હોય, તો તેની નિવૃત્તિ For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૧૩૩ કરવામાં પણ તેને મુશ્કેલી જણાય છે. તો એવી નાની નાની પ્રવૃત્તિથી મિથ્યાત્વ ગાઢ થયેલું છે, તેની નિવૃત્તિ કરવી કેટલી બધી મુશ્કેલ લાગે, પણ જયાં સુધી જીવ સમ્યક પુરુષાર્થ દ્વારા મિથ્યાત્વની નિવૃત્તિ ન કરે ત્યાં સુધી સમ્યગદર્શન આત્માની ઓળખાણઆત્મસ્વરૂપની પ્રાપ્તિ ન થાય. (૧૬૨) જીવાજીવની વિચારરૂપે પ્રતીતિ કરવામાં આવી ન હોય, અને બોલવા માત્ર જ જીવાજીવ છે, એમ કહેવું તે સમ્યક્ત્વ નથી. તીર્થકરાદિએ પણ પૂર્વે આરાધ્યું છે તેથી પ્રથમથી સમ્યકત્વ તેમને વિષે છે, પરંતુ બીજાને તે કંઈ અમુક કુળમાં, અમુક નાતમાં, કે જાતમાં કે અમુક દેશમાં અવતાર લેવાથી જન્મથી જ સમ્યત્વ હોય એમ નથી. (૧૬૩) વિચાર વિના જ્ઞાન નહીં. જ્ઞાન વિના સુપ્રતીતિ એટલે સમ્યત્વ નહીં. સમ્યત્વ વિના ચારિત્ર ન આવે અને ચારિત્ર ન આવે ત્યાં સુધી કેવળજ્ઞાન ન પામે અને જ્યાં સુધી કેવળજ્ઞાન ન પામે ત્યાં સુધી મોક્ષ નથી; એમ જોવામાં આવે છે. (૧૬૪) દેવનું વર્ણન. તત્ત્વ. જીવનું સ્વરૂપ. દેવોનું વર્ણન-ચાર પ્રકારના દેવો છે. વાણવ્યંતર, ભુવનપતિ, જયોતિષી અને વૈમાનિક-પ્રથમના ત્રણ હલકી કોટિના દેવ ગણાય છે. જીવનું સ્વરૂપ પંચાસ્તિકાયમાં (પત્રાંક-૭૬૬માં) આંક ૧૬થી ૭ર સુધી સમજાવેલ છે. તો તેમાંથી સમજવા પુરુષાર્થ કરવો. નવતત્ત્વ વિષે પંચાસ્તિકાય (પત્રાંક-૭૬૬) માંથી જોવું. (૧૬૫) કર્મરૂપે રહેલા પરમાણુ કેવળજ્ઞાનીને દશ્ય છે, તે સિવાયને માટે ચોક્કસ નિયમ હોય નહીં. પરમાવધિવાળાને દેશ્ય થવા સંભવે છે, અને મન:પર્યવજ્ઞાનીને અમુક દેશે દશ્ય થવા સંભવે છે. કેવળજ્ઞાનમાં એકપ્રદેશ, એક પરમાણુ અને એક સમયનું જ્ઞાન થાય છે. તેથી કર્મરૂપે રહેલા પરમાણુ દેખાય છે. બાકીના જ્ઞાનમાં ચોક્કસ નિયમ નથી. પણ પરમ અવધિવાળા, અવધિવાળા તેમજ મન:પર્યવજ્ઞાનીને અમુક અંશે દશ્ય થવા સંભવે છે. (૧૬૬) પદાર્થને વિષે અનંતા ધર્મ (ગુણાદિ) રહ્યા છે. તેના અનંતમા ભાગે વાણીથી કહી શકાય છે. તેના અનંતમા ભાગે સૂત્રમાં ગૂંથી શકાય છે. દરેક પદાર્થના ગુણધર્મો અનંતા રહેલા છે. તે બધા કોઈ વાણીથી કહી શકાતા નથી કેટલાક વાણીગોચર છે, કેટલાક અવાગોચર છે. એટલે કે વાણીથી કહી શકાતા નથી. વાણીગોચર છે તેને પણ સંપૂર્ણપણે વાણીથી કહી શકાતા નથી અને જો લખવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે તેનો અનંતમો ભાગ સૂત્રમાં ગૂંથી શકાય છે. યથાર્થપણે ગુણધર્મોની ઓળખાણ તો આત્માના અનુભવ વડે જ થઈ શકે તેમ છે. For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ સ્વાધ્યાય સુધા (૧૬૭) યથાપ્રવૃત્તિકરણ, અનિવૃત્તિકરણ, અપૂર્વકરણ ઉપરાંત મુંજનકરણ અને ગુણકરણ છે. યુજનકરણને ગુણકરણથી ક્ષય કરી શકાય છે. (૧૬૮) યુજનકરણ એટલે પ્રકૃતિને યોજવી તે. આત્મગુણ જે જ્ઞાન, ને તેનાથી દર્શન, ને તેનાથી ચારિત્ર એવા ગુણકરણથી યુજનકરણનો ક્ષય કરી શકાય છે. અમુક અમુક પ્રકૃતિ જે આત્મગુણરોધક છે તેને ગુણકરણે કરી ક્ષય કરી શકાય છે. યથાપ્રવૃત્તિકરણ એટલે અનંત સંસાર પરિભ્રમણ કરતો કરતો જીવ મિથ્યાત્વને મોળુ પાડી મંદપણે પ્રથમ ગુણસ્થાનકમાં આવે છે. જ્યાં સુધી જીવ યથાપ્રવૃત્તિકરણમાં આવતો નથી ત્યાં સુધી ગુણકરણમાં આવી શકતો નથી. યુજનકરણ એટલે સંસારભાવમાં રહેવું, કર્મ પ્રકૃતિ યોજવી-બંધાવી તે. મિથ્યાત્વને મોળુ પાડી જીવ આત્મદર્શન સુધી પહોંચે એટલે સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયની પ્રાપ્તિ થાય. આ સ્થિતિને ગુણકરણ થયું એમ કહેવાય. એ પ્રથમ ગુણકરણ છે, બીજું અપૂર્વકરણ છે, પછી અનિવૃત્તિકરણમાં આવે છે ત્યાંથી પુરુષાર્થ દ્વારા ૧રમાં ગુણસ્થાનકે જઈ ઘાતી કર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લે છે. (૧૬૯) કર્મપ્રકૃતિ, તેના જે સૂફમમાં સૂમ ભાવ, તેના બંધ, ઉદય, ઉદીરણા, સંક્રમણ, સત્તા અને ક્ષયભાવ જે બતાવવામાં આવ્યા છે (વર્ણવવામાં આવ્યાં છે), તે પરમ સામર્થ્ય વિના વર્ણવી શકાય નહીં. આ વર્ણવનાર જીવકોટિના પુરુષ નહીં, પરંતુ ઈશ્વરકોટિના પુરુષ જોઈએ, એવી સુપ્રતીતિ થાય છે. (૧૭૦) કઈ કઈ પ્રકૃતિનો કેવા રસથી ક્ષય થયેલો હોવો જોઈએ? કઈ પ્રકૃતિ સત્તામાં છે? કઈ ઉદયમાં છે? કઈ સંક્રમણ કરી છે? આ આદિની રચના કહેનારે, ઉપર મુજબ પ્રકૃતિનું સ્વરૂપ માપીને કહ્યું છે, તે તેમના પરમજ્ઞાનની વાત બાજુએ મૂકીએ તોપણ તે કહેનાર ઈશ્વરકોટિનો પુરુષ હોવો જોઈએ એ ચોક્કસ થાય છે. આ બન્નેનો વિસ્તાર નીચે પ્રમાણે કરવાનો પુરુષાર્થ કર્યો છે. સમજણ પ્રમાણે વિસ્તાર કરેલો છે, પણ યથાતથ્ય તો પરમજ્ઞાની જ સમજાવી શકે. ક્ષ્મ વિષેની વિચિત્રતાઓ પૂર્વે કરેલા શુભાશુભ કર્મબંધ એક પ્રકારનું ઋણ છે, જે જન્મ-જન્માંતરના સંબંધોનો મેળાપ કરાવે છે, સંયોગ કરાવે છે. જેમકે કોઈ જીવને જોતાં તેના પ્રત્યે ધૃણા કે દ્વેષ થાય છે તેનું કારણ પૂર્વનો કર્મનો ઋણાનુબંધ એવો રહેલો છે. આખો સંસાર રાગદ્રષમય છે. સંસારી જીવ નિમિત્તોને આધીન હોવાથી રાગનું વેષમાં અને દ્વેષનું રાગમાં રૂપાંતરણ થયા કરે છે. તેથી રાગદ્વેષના નિમિત્તોથી બચવું જોઈએ. કર્મબંધ થયા પછી ઉદયમાં આવતાં પહેલાં પૂર્વ કર્મોમાં પરિવર્તન થઈ શકે છે. કર્મબંધથી ફળ પ્રાપ્તિની વચ્ચે For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૧૩૫ સ્થિતિ સત્તાની છે. જયારે કર્મો સત્તામાં હોય ત્યારે તેમાં ફેરબદલ કરી શકાય છે. જો આત્મા સ્વભાવમાં રહે અને નિમિત્તોથી ન જોડાય તો કર્મનો ઉદય તેનો સ્પર્શ કરી શકતો નથી. કર્મની વિચિત્રતાને સમજવા માટે વિચારીએ. (૧) ઋણાનુબંધ, (૨) રાગ-દ્વેષનું બદલાતું સ્વરૂપ, (૩) બંધ અને સત્તા, (૪) ઉદય અને ઉદીરણા, (૫) ઉદવર્તનાઅપવર્તના (૬) સંક્રમણ-ઉપશમન (૭) નિધત્ત અને નિકાચિત અવસ્થાઓનો વિચાર કરીએ. (૧) ઋણાનુબંધ :- સંસારમાં ભમી રહેલા જીવાત્માઓ પોત પોતાના કર્માનુસાર એક ગતિમાંથી બીજી ગતિમાં, એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીમાં પરિભ્રમણ કર્યા કરે છે. આ પરિભ્રમણ દરમ્યાન પૂર્વે બંધેલા કર્માનુસાર સારા અથવા ખરાબ જીવો સાથે રહેવું પડે છે. ત્યાં તે પોતાની કર્મ પ્રકૃતિના ઉદયાનુસાર પ્રત્યેક જોડાયેલા જીવાત્માઓ સાથે સારો અથવા ખરાબ વ્યવહાર કરીને પુનઃ શુભાશુભ કર્મ બાંધી લે છે. બંધ પરંપરાની આ મુસાફરી માં અનેક સારા અથવા ખરાબ જીવો સાથે જોડાય છે. વૈદિક ધર્મમાં આને ‘ઋણાનુબંધ' કહે છે ઋણનો અર્થ છે દેવું અને અનુબંધનો અર્થ છે તે પ્રમાણે ફળ આપનાર બંધ. જૈન પરિભાષામાં આને પરસ્પર બંધ અથવા જન્મ-જન્માંતરથી પરંપરાગત બંધ કહે છે. “ભગવતીસૂત્રમાં જુદા જુદા ભાવોની અપેક્ષાથી ત્રણ પ્રકારના બંધ કહ્યા છે. (૧) જીવ પ્રયોગ બંધ (૨) અનંતર બંધ (૩) પરંપર બંધ. જીવની પ્રેરણાથી થતો બંધ જીવ પ્રયોગ બંધ કહે છે. અનંતર બંધ એટલે એક વાર બંધ થયા પછી નિરંતર સાથે ચાલે છે. પરંપર બંધ એટલે આ જન્મ પહેલાંથી કે જન્મજન્માંતરથી આવેલો બંધ, જેને ઋણાનુંબંધ કહે છે, આ ત્રણ પ્રકારના બંધથી પ્રત્યેક વ્યક્તિએ સાવધાન રહેવું જોઈએ. ઋણાનુબંધનું સ્વરૂપ અને કારણ : એક જીવનો બીજા જીવની સાથે ચાર પ્રકારમાંથી વર્તાવ હોઈ શકે (૧) શરૂઆતમાં ભદ્ર પ્રકૃતિ પછી અભદ્ર પ્રકૃતિ વડે (૨) શરૂઆતમાં અભદ્ર પછી ભદ્ર પ્રકૃતિ વડે (૩) શરૂઆતથી અંત સુધી અભદ્ર વ્યવહાર (૪) શરૂઆતથી | અંત સુધી ભદ્ર વ્યવહાર હોઈ શકે. આ ચાર પ્રકારમાંથી (૨) અને (૪) પ્રકારના જીવો સાથે સંબંધ બંધાય તો ઓછા પ્રમાણમાં કલહ કે ક્લેશના પ્રસંગો બને છે, જો આપણાં | હૃદયનો વ્યવહાર ઉદાર પરિણામ હોય તો (૧) અને (૩) પ્રકારના જીવો સાથે સંબંધ બંધાય તો કિલષ્ટ કર્મોનો બંધ ડગલે ને પગલે થવાની શક્યતા રહેલી છે. સંસાર પરિભ્રમણ કરતો જીવ અનેક જીવો સાથે પરિચયમાં આવે છે. પૂર્વ કર્મને અનુસરી તે અનુકૂળ કે પ્રતિકૂળ પ્રકૃતિવાળા જીવો સાથે સંપર્કમાં આવે છે, ત્યારે તેના પ્રત્યે રાગદ્વેષના For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સ્વાધ્યાય સુધા તીવ્ર અથવા મંદ ભાવ જાગત થાય છે અને પરસ્પર કર્મોથી બંધાઈ જાય છે. રાગદ્વેષની આ શૃંખલાને જ ઋણાનુબંધ કહે છે. અથવા શુભાશુભ બંધની પરંપરા પણ કહી શકાય. પૂર્વના આ શુભાશુભ કર્મ એક પ્રકારનું ઋણ છે, આ ઋણાનુબંધ ને કારણે ઋણ વસુલ કરવા જીવો એક બીજા સાથે જોડાય છે. જેમકે માતા-પિતા, પતિ-પત્ની, ભાઈ-બહેન, ભાઈ-ભાઈ, સાસુ-વહુ બને છે. કોઈ દેરાણી-જેઠાણી, પિતા-પુત્ર, નણંદ-ભાભી, શત્રુ-મિત્ર, શેઠ-નોકર, ગુરુ-શિષ્ય આદિ અનેક સંબંધોથી જોડાય છે. એટલું જરૂર છે કે :- કોઈ એક જન્મમાં જીવનપર્યંત શુભ અથવા અશુભ ભાવ રહ્યા હોય તો તે અનુસાર જેની તીવ્રતા હોય તે અપેક્ષાએ શુભ અથવા અશુભ બન્નેમાંથી કોઈ એક ઋણાનુબંધમાં તેની ગણના-ગણતરી થાય છે. આવા અનેક જન્મોમાં શુભઅશુભ ઋણાનુબંધનો જથ્થો ભેગો થતો રહે છે અને તે ઋણાનુબંધ નિકાચિત થવાથી પ્રબળ બની જાય છે અને તેથી તેના ઉદય અનુસાર તીવ્રતાથી શુભ કે અશુભ રૂપમાં ઉદયમાં આવે છે. ઋણાનુબંધ થી મુક્તિ :- પૂર્વ જન્મોનો ઋણાનુબંધ સંપૂર્ણપણે ઉદયમાં આવી જાય ત્યારે જ તેનાથી મુક્તિ મળી શકે છે. પણ ઋણ મુક્ત ત્યારેજ થઈ શકાય કે જ્યારે નવો બંધ પડવાનું બંધ થાય. અનેક જન્મોની ધર્મ સાધના પછી છેલ્લા જન્મમાં ઋણમુક્ત થઈ શકાય. દા.ત. સોમિલ બ્રાહ્મણનો ગજસુકુમારની સાથેનો નિકાચિત ઋણાનુબંધ ૯૯ લાખ જન્મો પછી ઉદયમાં આવ્યો અને ગજસુકુમાર મુનિની પ્રબળ ધર્મારાધનાના કારણે તેઓ તત્કાળ ઋણ મુક્ત થઈ ગયા. શુભ ઋણાનુબંધી જન્મોની હારમાળા અત્યંત લાભદાયી તથા અનુકૂળ થઈ પડે છે અને તે ભવબંધન તોડવામાં પણ લાભદાયી બને છે. આનાથી વિપરીત અશુભ ઋણાનુબંધી જન્મોની લાંબી હારમાળા અત્યંત દુ:ખદાયક બને છે. દા.ત. ભગવાન મહાવીરને પણ છેલ્લા જન્મમાં પૂર્વે બાંધેલા લાંબા સમયના જન્મોનો અશુભ ઋણાનુબંધ ચૂકવવો પડ્યો હતો. આ ઋણાનુબંધની શક્તિનો વધારો (સંગ્રહ) મનુષ્યજન્મમાં બધાથી વધારે થાય છે અને તિર્યંચના જન્મમાં સૌથી ઓછો થાય છે. મનુષ્યનો મનુષ્ય સાથેનો ઋણાનુબંધ :- પ્રત્યેક મનુષ્યનો જન્મ પોતાના શુભાશુભ ઋણાનુબંધમાંથી જે પ્રકારનો ઋણાનુબંધ તીવ્ર હોય તેને અનુસરી એવા કુટુંબમાં જન્મ થાય છે અને એકબીજા પાસેથી પોતાનું ઋણ લેવામાં કે દેવામાં જ સમય પસાર કરતા રહે છે. એક ઋણાનુબંધના ઉદયમાં બીજા નવા કર્મોથી નવો ઋણાનુબંધ ઊભો થઈ જાય છે. અને ભવિષ્યમાં તેનું ફળ ભોગવવું પડે છે. આ ક્રમ સતત ચાલતો જ રહે છે અને For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૧૩૭ જ્યારે જીવાત્મા ધર્મ આરાધના દ્વારા તે ઋણાનુબંધ ઘટાડવાનો પ્રયત્ન કરે છે ત્યારે તે છૂટી શકે છે, છેવટે મુક્ત પણ થઈ જાય છે. મનુષ્યનો દેવ સાથે ઋણાનુબંધ :- ક્યારેક ક્યારેક ઋણાનુબંધ વિચિત્ર રીતે ઉદયમાં આવે છે. અનેકવાર એવું બને છે કે મનુષ્યને દેવ અથવા દેવીનું ઋણ ચૂકવવું પડે છે. તે ઋણ શુભ કે અશુભ પણ હોય, તેનું સારું કે ખરાબ ફળ મનુષ્યને દેવ કે દેવી દ્વારા ભોગવવું પણ પડે છે. આવી કથાઓ અનેક જોવામાં આવે છે. શુભ ઋણાનુબંધ હોય તો દેવ કે દેવી મનુષ્યની સહાયતા પણ કરે છે. દા.ત. મદન રેખા અને યુગબાહુ, ગોભદ્ર શેઠ અને શાલિભદ્ર આમ શુભ ઋણાનુબંધને કારણે દેવ મનુષ્યને સહાય કરે છે. છેલ્લી ક્ષણમાં જે વ્યક્તિનું મન કોઈ ચેતન અથવા અચેતન પર આસક્ત થઈ ગયું હોય અને મરીને તે પૂર્વ જન્મની મોહાસક્તિ તથા કષાયોના સંસ્કારની સાથે દેવગતિમાં જન્મ લે છે, તો પૂર્વજન્મના સંબંધિત મનુષ્યોને હેરાન કરે છે, પીડા પહોંચાડે છે, ક્યારેક તેના શરીરમાં પેસીને પણ દુઃખ આપે છે. જુદી જુદી રીતે હેરાન કરે છે. આ પણ આપણા તેવા પ્રકારના અશુભ ઋણાનુબંધના કારણે ભોગવવાનું આવે છે તે નક્કી છે. | ઋણાનુબંધથી કર્મની નિર્જરા :- કર્મ વિજ્ઞાનની દૃષ્ટિથી ઋણાનુબંધના આધાર ઉપર જ બધા જીવોનો સંસાર ચાલે છે. જયાં સુધી લેણ દેણ બાકી રહે ત્યાં સુધી ચાલે છે. જયારે સંપૂર્ણ ઋણાનુબંધ પૂરા થઈ જાય ત્યારે મુક્તિ મળે છે. ઋણાનુબંધને જે સમજી લે છે, તેને તેની વિચિત્રતા અથવા વિકટતા પર આશ્ચર્ય નથી થતું કારણ કે તેની ચિત્તવૃત્તિ સદૈવ-સદ્ગુરુ અને સતધર્મ પ્રતિ જાગૃત રહે છે. સમભાવમાં સ્થિતિ રહેવાથી મનુષ્યને કર્મ-નિર્જરામાં સફળતા પ્રાપ્ત થાય છે અને ક્રમસર તે પ્રત્યેક પ્રવૃત્તિ અથવા પ્રસંગમાં જ્ઞાતા-દ્રષ્ટા બનવામાં સમર્થ બની જાય છે. અશુભ ઋણાનુબંધથી નિવૃત્તિ :- અશુભ ઋણાનુબંધના ઉદયમાં વ્યકિતએ વૈર્ય ધારણ કરવું જોઈએ. ઈષ્ટવિયોગ અને અનિષ્ટસંયોગમાં નિમિત્ત બનનાર પર દોષારોપણ ન કરવું અને પોતાના ઉપાદાન એવા આત્માનો જ વિચાર કરવો. જેથી અશુભ ઋણાનુબંધથી બચી શકાય છે. તેમજ કોઈપણ પ્રકારે આર્તધ્યાન-રૌદ્ધધ્યાન ન થાય તે પ્રમાણે વર્તવાથી અશુભ ઋણાનુબંધથી મુક્તિ મળી શકે છે. ધર્મ ધ્યાનમાં સ્થિર રહેવા માટે સ્વાધ્યાય કરવો અને પોતાની પ્રજ્ઞા બુદ્ધિને આત્મસમાધિમાં સ્થિર રાખવા માટે એકાગ્રતાપૂર્વક ચિંતન કરવું જરૂરી છે. અથવા ગુરુ દ્વારા બતાવવામાં આવેલ રહસ્યરૂપ માર્ગમાં સ્થિર રહેવા પુરુષાર્થી બનવું એ જ ઋણાનુબંધથી મુક્ત થવાનો રસ્તો છે. For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ સ્વાધ્યાય સુધા ૨. રાગ-દ્વેષના જુદા જુદા સ્વરૂપ રાગ-દ્વેષ અને કર્મબંધ પરસ્પર અન્યોઅન્ય આશ્રિત છે. રાગદ્વેષની પ્રવૃત્તિથી મોહનીય કર્મ ઉપાર્જિત થાય છે. મોહનીયના ઉદયથી ઈન્દ્રિયોના વિષયોમાં રાગદ્વેષ ઉત્પન્ન થાય છે, ત્યારબાદ તેનાથી નવિન કર્મબંધ થાય છે અને કર્મબંધના ઉદયથી પુનઃ રાગદ્વેષ થાય છે. આ પ્રમાણે બંધ અને ઉદયનું ચક્ર ચાલતું રહે છે. રાગદ્વેષનું પૈડું બંધ અને ઉદયના રૂપમાં ઘૂમ્યા કરે છે. આવા બંધ અને ઉદયના ચક્રમાં અનંતકાળથી આત્મા સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. - વ્યકિત-વસ્તુ, ઘટના-પરિસ્થિતિ અને વિષય-વિચાર આદિ પ્રત્યે મનમાં અનુકૂળતા લાગે તો તેની સાથે રાગરૂપ સંબંધ જોડાઈ જાય છે અને પ્રતિકૂળતા લાગે તો તેની સાથે ષરૂપ સંબંધ બંધાય છે. આ પ્રકારના સંબંધ જ બંધન છે. | ‘પ્રશમ રતિ’માં રાગ અને દ્વેષના પર્યાયવાચી શબ્દો આ પ્રકારે કહ્યા છે. રાગના પર્યાયવાચી શબ્દો-ઈચ્છા, મૂચ્છ, કામના, ગૃદ્ધિ, સ્નેહ, મમતા, અભિલાષા, લાલસા, તૃષ્ણા આદિ શબ્દો છે. ષના પર્યાયવાચી શબ્દો-વૈર, ઈર્ષા, દોષ, દોષદષ્ટિ, નિંદા, ચાડી ખાવી-આદિ ષના શબ્દો છે. સંસાર પરંપરાનું મૂળ રાગ-દ્વેષ અને અજ્ઞાન છે. અજ્ઞાન છે તો રાગદ્વેષ છે-રાગદ્વેષ છે તો અજ્ઞાન છે અને સંસાર પરંપરામાં વધારો કરનારા તીવ્ર રાગ અને તીવ્રષ છે. દા.ત. રાજા ગુણસેન અને તાપસ અગ્નિશર્મા. એક ક્ષમા, સમતા ધારણ કરતા રહ્યા અને બીજાએ શ્રેષને જ પોષણ આપતાં અગ્નિ શર્મા તાપસને અનેક જન્મો સુધી દુર્ગતિમાં પરિભ્રમણ કરવાનું આવ્યું. જેમ વૈષની પરંપરા જન્મોજન્મ ચાલતી રહે છે તેમ રાગની પરંપરા પણ જન્મોજન્મ સુધી ચાલતી રહે છે. રાગ ત્રણ પ્રકારના બતાવ્યા છે. સ્નેહરાગ, કામરાગ અને દષ્ટિરાગ. આ ત્રણેમાં દૃષ્ટિરાગ ભયંકર કહેવામાં આવ્યો છે. દષ્ટિ રાગ એટલો પાપ પ્રેરિત છે કે તેને ઉખાડવામાં કે દૂર કરવામાં મોટા મોટા મહાત્માઓ પણ અસફળ થઈ જાય છે. ‘વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે, મોહનીય કર્મથી પ્રભાવિત ત્રણે રાગ ભાવ દ્વારા થાય છે. “કામ રાગ’ ઈન્દ્રિયોના વિષયોમાં થાય છે. સ્નેહરાગ વ્યક્તિઓ પ્રત્યે અને દૃષ્ટિરાગ-કુપ્રવચનાદિ અથવા સિદ્ધાંતથી વિરુદ્ધ મત સ્થાપન પ્રત્યે થાય છે. (૧) સ્નેહરાગ :- બાવીસમાં તીર્થકર અરિષ્ટનેમિ અને રાજમતીનો સાથ સતત નવ જન્મો સુધી સ્નેહરાગને કારણે રહ્યો હતો. પ્રથમ જન્મથી જ બન્નેનો પતિ-પત્નીના રૂપમાં તીવ્ર સ્નેહરાગનો સંબંધ જોડાયો હતો અને તીવ્ર રાગબંધના કારણે બધા જન્મોમાં પતિપત્ની બનતા રહ્યા અને દેવલોકમાં પણ દેવ-દેવી બનતા રહ્યા. પર્યાયાંતર પણ બન્નેના For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૧૩૯ સાથે થતાં રહ્યા. એના કારણે નવમા ભાવમાં પણ પતિ-પત્નીના રૂપમાં જોડાવાના હતા, પણ લગ્નપૂર્વે નેમનાથ ભગવાને સ્નેહરાગને તોડ્યો અને વનમાં સાધુપણે ચાલી નીકળ્યા અને વીતરાગ બની ગયા. અકસ્માત રાગબંધન તુટવાથી રાજમતી આર્તધ્યાન કરવા લાગ્યા, પરંતુ થોડા સમયમાં જ પોતાની સમજણ યથાર્થ થતાં તેમણે પણ વીતરાગતાની સાધના નેમનાથ પ્રભુ પાસેથી સ્વીકારી અને મુક્ત બની ગયા. આવી જ રીતે શંખ અને કલાવતી વચ્ચેના તીવ્ર સ્નેહારાગને કારણે તેઓ ૨૧ જન્મો સુધી ભાઈ-બહેનના રૂપમાં અથવા પતિ-પત્નીના રૂપમાં જોડાતા રહ્યા. (૨) કામરાગ :- તીવ્ર કામરાગથી નરક-તિર્યંચ આદિ અનેક દુર્ગતિઓમાં મનુષ્ય ભટકે છે. દા.ત. મણિરથ રાજા પોતાના નાનાભાઈ યુગબાહુની પત્ની મદનરેખા પર મોહિત થઈ ગયો હતો. તેથી યુગબાહુને મારી નાખ્યો. છતાં પણ મદનરેખાને મેળવી શક્યો નહિ, પરંતુ તીવ્ર કામરાગને કારણે તેણે ઘોર કર્મો બાંધ્યા અને અંતે ઝેરી સાપ કરડવાથી મૃત્યુ પામ્યો અને મરીને નરકમાં ગયો અને આગળ પણ અનેક જન્મો સુધી ભટકતો રહેશે. (૩) દ્રષ્ટિરાગ - દ્રષ્ટિરાગથી મનુષ્ય કુપ્રવચનાદિ દ્વારા સિદ્ધાંતથી વિરુદ્ધ મત ઊભો કરી દે છે. જેમકે ગૌશાલક ભ.મહાવીરથી જુદો પડીને “આજીવક સંપ્રદાયનો આચાર્ય બની ગયો હતો. અંતિમ સમયે તેને પશ્ચાતાપ થયો અને તેની બુદ્ધિ-મતિ સુધરી ગઈ પણ દૃષ્ટિરાગની તીવ્રતાને કારણે તેને જન્મ પરંપરા વધારી દીધી, - રાગદ્વેષ ૬ પ્રકારે વધતો-ઘટતો જાય છે. તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ અને મંદ, મંદતર, મંદતમ. રાગદ્વેષ જેટલા પ્રમાણમાં ઘટતા જશે તેટલા પ્રમાણમાં કર્મબંધન પણ ઘટતું જશે. એના ફળરૂપે મોહનીય કર્મ પણ ઉત્તરોત્તર મંદ થતું જશે એટલે કહેવામાં આવે છે કે જેટલા અંશે ચારિત્ર છે તેટલા અંશોમાં રાગનું બંધન નથી. રાગદ્વેષના પરિણામ દુઃખને જ આપનારા છે. એટલે કે રાગ હોય કે દ્વેષ હોય બન્ને દુઃખના મૂળ રહેલા છે, જેનાથી આકુળતા, અશાંતિ, ઉદ્વિગ્નતાનું વાતાવરણ ઊભું થઈ જાય છે. રાગદ્વેષ ઝેરની જેમ મારનાર અને દુઃખ આપનાર છે. જ્ઞાનાર્ણવ ગ્રંથમાં કહ્યું છે કે, જ્યાં રાગ ઊભો થાય છે, ત્યાં દ્વેષ જરૂર હાજર હોય જ છે. રાગદ્વેષ-બન્નેને સ્વીકારવાથી મન અધિક વિકૃત બની જાય છે. એટલે જ કહ્યું છે કે, “રાગા વૈષ, દ્વેષાદ્ રાગ, પુનઃ રાગ, પુનષ ગૃહ્યાતિ મનુજ: સદા”-રાગથી વેષને, દ્વેષથી રાગને, ફરી રાગથી દ્વેષ, અને દ્વેષથી રાગને મનુષ્ય સદા ગ્રહણ કરે છે, એટલે કે રાગદ્વેષ સહચારી છે. રાગ-દ્વેષના ચાર ભાંગા આ પ્રમાણે છે. (૧) રાગથી રાગ. (૨) રાગથી વેષ. (૩) વૈષથી રાગ. (૪) ષથી દૈષ. For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા (૧) રાગથી રાગનું દૃષ્ટાંત :- એક રાજાને પોતાની રાણી ઉપર અત્યંત મોહાસક્તિ હતી. કેટલાંક સમય પછી રાણીના માથામાં એક ફોલ્લો પડી ગયો અને તેમાં ખાડો પડી ગયો. તીવ્ર રાગની બુદ્ધિને કારણે તે રાજા પોતાનું આયુષ્ય પૂરું કરી રાણીના તે માથાના ફોલ્લામાં કૃમિ-ઈયળના રૂપમાં ઉત્પન્ન થયો. ૧૪૦ (૨) રાગથી દ્વેષ :- અહીંયા શરૂઆતમાં આત્મા રાગના ઉદયથી રાગભાવમાં લેપાઈને, પછી કોઈ પ્રબળ કારણને કારણે પુનઃ દ્વેષ ભાવમાં પરિણમી જાય છે. જ્યારે રાગ દ્વેષમાં ફેરવાઈ જાય છે ત્યારે સંપૂર્ણ વાતાવરણ વિપરીત બની જાય છે. રાગની આગ કરતાં દ્વેષની આગ ભયંકર કહી છે. આજની પરિસ્થિતિમાં પ્રાયઃ બનતી ઘટનાઓમાં રાગને દ્વેષમાં રૂપાંતરિત થતો જોવામાં આવે છે. સામાન્યપણે પરિવારોમાં રાગનું દ્વેષમાં રૂપાંતરણ થવાથી ઈર્ષ્યા, કલહ, કંકાશનો સિલસિલો ચાલુ થઈ જાય છે. (૩) દ્વેષથી રાગ :- દ્વેષભાવનું રાગ ભાવમાં શીઘ્ર પરિવર્તન થવું મુશ્કેલીવાળી વાત છે, પણ અસંભવિત તો નથી. માણસ પોતાની માણસાઈ ને સમજીને, તેને આગળ કરવા માટે તૈયાર થઈ જાય તો પારિવારિક, જાતિગત, સંપ્રદાયગત અને રાષ્ટ્રગત દ્વેષ પણ પરસ્પર ભાઈચારા અને બંધુત્વની ભાવનામાં બદલી શકાય છે. ક્ષમાયાચના કરવાથી પણ દ્વેષને રાગમાં ફેરવી શકાય છે. (૪) દ્વેષથી દ્વેષ :- આ પ્રકારનો દ્વેષ ભગવાન પાર્શ્વનાથનું ચરિત્ર વાંચતા આવી શકે તેમ છે. કમઠ અને મરૂભૂતિ બન્ને પ્રથમ ભવમાં ભાઈઓ હતા, પણ તે ભવમાં જ કમઠને મરૂભૂતિ પ્રત્યે દ્વેષ આવ્યો અને તે વધતો વધતો ૧૦મા ભવમાં પરાકાષ્ઠાએ પહોંચ્યો. જયારે ભ.પાર્શ્વનાથ (મરૂભૂતિનો જીવ) કાર્યોત્સર્ગમાં ઊભા હતા ત્યારે કમઠે દ્વેષભાવમાં વધારો કરી પ્રભુને પાણીનો ઉપસર્ગ આપી ડૂબાડી દેવાનો પ્રયત્ન કર્યો હતો. રાગદ્વેષની વૃદ્ધિમાં રાગ કરતાં દ્વેષની વૃદ્ધિ થવી અત્યંત ભયંકર કહી છે. રાગ વધારે ભયાનક કે દ્વેષ :- જે પ્રકારના વિભાવિક ભાવોથી આત્માના ગુણોનો ઘાત તીવ્ર અથવા શીઘ્ર રૂપથી થાય તેને અધિક ખતરનાક ગણવા જોઈએ. જે આત્મામાં રાગદ્વેષ જેટલા ઓછા અથવા વધારે થશે, કર્મબંધ તેટલો જ મંદ કે તીવ્ર રસવાળો તથા ન્યૂનાધિક સ્થિતિવાળો થશે. રાગવૃત્તિની અપેક્ષાએ દ્વેષવૃત્તિ વધારે હાનિકારક છે. દ્વેષવૃત્તિ વાળામાં રૌદ્રધ્યાનની તીવ્ર ક્રૂર પરિણતિ વધારે થવાથી તેની લેશ્યાઓ, અશુભથી અશુભતર બને છે. જો કે રાગ-ભાવ પણ જીવનમાં પ્રતિ ક્ષણ કર્મોને નિમંત્રણ આપે છે, પરંતુ તેની લેશ્યાઓ ક્રૂર, અશુભ, અને ઘાતક નથી હોતી. સામાન્યપણે રાગ-દ્વેષ બન્નેથી આત્માને ઘણું જ નુકસાન થાય છે, પણ દ્વેષથી અધિક For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૧૪૧ નુકસાન થાય છે. જે ધર્મક્રિયાઓ તીવ્ર રાગદ્વેષની સ્થિતિમાં કરવામાં આવે છે. તેનું સત્વ નાશ પામી જાય છે. દા.ત. ભગવાન મહાવીરના જીવે વિશ્વભૂતિના જન્મમાં માસખમણની તપસ્યા દરમ્યાન પોતાના કાકાના દીકરા ભાઈ વિશાખાનંદીને મારવાના હેતુરૂપ તીવ્ર દ્વેષથી નિદાન કર્યું હતું. તેથી તેમની તે તપસ્યા કર્મમુક્તિના હેતુરૂપ બની શકી નહિ અને સમ્યગ્દર્શનથી પડવામાં નિમિત્તભૂત બની ગઈ. પ્રશસ્ત રાગદ્વેષ :- રાગદ્વેષનો સર્વથા ત્યાગ ન થઈ શકે ત્યાં સુધી અપ્રશસ્ત રાગદ્વષનો ત્યાગ કરીને પ્રશસ્ત રાગદ્વેષને અપનાવવો જોઈએ. નિયમસાર’માં ‘પ્રશસ્ત’ અને અપ્રશસ્ત’ રાગદ્વેષ બતાવવામાં આવ્યા છે. શુભહેતુ, શુભાશય અથવા પ્રશસ્ત સંકલ્પ બુદ્ધિથી કરવામાં આવેલ રાગદ્વેષ કથંચિત ઈષ્ટ છે. જેમ કે અરિહંત દેવ, નિગ્રંથ ગુરુ અને શુદ્ધ ધર્મના પ્રત્યે આત્મકલ્યાણની દૃષ્ટિથી કરવામાં આવેલ રાગ પ્રશસ્ત છે. દેવ, ગુરુ, ધર્મ પ્રત્યે પવિત્ર ભાવનાથી અનુરાગ રાખવો અને પ્રશસ્ત ભાવથી ભક્તિ કરવી પ્રશસ્ત રાગ છે. મોક્ષ મેળવવાની ભાવના રાખવી તે પ્રશસ્ત રાગ છે. વીતરાગ દેવ પ્રતિ પ્રશસ્ત રાગ :- “પ્રવચનસારમાં કહ્યું છે કે, પ્રશસ્ત રાગ જ્યારે સદેવ-ગુરુ-ધર્મ પ્રત્યે હોય ત્યારે કષાયમાં વૃદ્ધિ થતી નથી. દા.ત. ગૌતમ સ્વામીનો ભ.મહાવીર પ્રત્યે પ્રશસ્ત રાગ હતો જેમાં ફક્ત પોતાનું આત્મકલ્યાણ અને મોક્ષ પ્રાપ્તિની ઇચ્છા જ હતી, પણ એ પ્રશસ્ત રાગ ભગવાન પ્રત્યે (દેહ પ્રત્યે) થોડોક પણ રહેલો હતો તેથી કેવળજ્ઞાનમાં બાધક બન્યો હતો. પણ ભગવાનનાં નિર્વાણ પછી પોતાની ભૂલ સમજાતાં એ પ્રકારનો રાગ દૂર થયો અને કેવળજ્ઞાન પ્રગટ થઈ ગયું. નિગ્રંથ ગુરુ પ્રત્યે :- જે રાગભાવ હોય છે તે પ્રશસ્ત પ્રકારનો રાગ હોવો જોઈએ. પણ ગુરુભક્તિના બદલામાં પોતાનો સ્વાર્થ સાધવાનો અથવા પ્રસિદ્ધિ પામવાનો હોય તો તે અપ્રશસ્ત બની જાય છે. ગુરુભક્તિમાં અંધ થવાથી બીજા નિગ્રંથ જ્ઞાનીઓની નિંદા કે બદનામી થવાથી તે રાગ અપ્રશસ્ત બની જાય છે. દા.ત. જંબૂસ્વામીને પોતાના ગુરુ સુધર્માસ્વામી પર પ્રશસ્ત રાગ હતો પણ જંબૂ સ્વામીનો તે રાગ આસક્તિ રૂપ ન હતો તેથી તે ભવમાં જ મોક્ષ ગયા. સધર્મ પ્રત્યે પ્રશસ્ત રાગ :- સતધર્મનો અર્થ છે શ્રુત અને ચારિત્રરૂપ ધર્મ અથવા રત્નત્રય પ્રત્યે અથવા દશ લક્ષણા ધર્મ પ્રત્યે કલ્યાણની કામનાથી પ્રેરાઈને શ્રદ્ધા-ભક્તિ અને અનુરાગ રાખવો. તે પ્રશસ્ત રાગ છે. હાલના સમયમાં સદેવ-ગુરુ-ધર્મ, પ્રત્યેનો પ્રશસ્ત રાગ વિકૃત થઈ રહ્યો છે. સામ્પ્રદાયિક કટ્ટરતા, ધર્માધતા, શુદ્ધ ધર્મ પ્રત્યે પણ દંભ, દેખાવ, પ્રશંસા, પ્રતિસ્પર્ધા, For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ સ્વાધ્યાય સુધા આદિ વિકૃતિઓમાં વધારો કરવાનું જ કાર્ય કર્યું છે. એટલા માટે પ્રશસ્ત રાગની વાતમાં બહુ સાવધાની રાખવાની જરૂર છે. અપ્રશસ્ત રાગનો ત્યાગ :- સદૈવ-ગુરુ-ધર્મ પ્રત્યે પ્રશસ્ત રાગ લાવતાં પહેલાં અપ્રશસ્તરાગથી બચવાનો પ્રયત્ન કરવો પડશે. તે માટે (૧) રાગીને ત્યાગ (૨) રાગનો ત્યાગ (૩) નિગ્રંથ ત્યાગી પ્રત્યે રાગ (૪) તેના ત્યાગ પ્રત્યે રાગનું અનુસરણ કરવું પડશે. મોક્ષ પ્રત્યે પ્રશસ્ત રાગ પ્રગટાવવા માટે સ્વાર્થ યુક્ત કામનાઓ અને પ્રતિષ્ઠાયુક્ત રાગને ઘટાડવો પડશે. વીતરાગ પ્રત્યે પ્રશસ્ત રાગ પ્રગટાવવા માટે પ્રતિષ્ઠાયુક્ત રાગને ઘટાડવો પડશે. વીતરાગ પ્રત્યે પ્રશસ્ત રાગ પ્રગટાવવા માટે સગા-સંબંધી ધન-પરિવાર આદિનો સાંસારિક રાગ ક્ષય કરવો પડશે. નહીંતર પ્રશસ્ત રાગ લાવી શકાશે નહિ. ભગવતી આરાધનામાં પારમાર્થિક સાધકો માટે ચાર પ્રકારનો અનુરાગ બતાવેલ છે. (૧) ભાવાનુરાગ (૨) પ્રેમાનુરાગ (૩) મજ્જાનુરાગ અને (૪) ધર્માનુરાગ. (૧) તત્ત્વનું સ્વરૂપ જાણતા ન હોવા છતાં પણ વીતરાગ કથિત તત્ત્વ સ્વરૂપ ક્યારેય ખોટા નથી હોતા. એવી શ્રદ્ધાને ભાવાનુરાગ કહે છે. (૨) જેના ઉપર પ્રેમ અને વાત્સલ્ય છે, તેને તત્ત્વ તેમજ સન્માર્ગની મહત્તા સમજાવીને સન્માર્ગ પ્રત્યે જોડવા તે પ્રેમાનુરાગ છે. (૩) મજાનુરાગ :- જેની રગ-રગમાં, હાડકાંઓમાં અને મજ્જા-તંતુમાં સધર્મ પ્રત્યે રાગ છે. તેઓ ધર્મ 1 વિપરીત આચરણ ક્યારેય નથી કરતાં. અહિંસાદિ ધર્મ પોતાના પ્રાણોથી પણ પ્રિય હોય, તેને મજજાનુરાગ કહે છે. (૪) ધર્માનુરાગ :- સાધર્મિઓ પ્રત્યે વાત્સલ્ય, ગુણીજનો પ્રત્યે પ્રેમ અને ત્યાગીઓ પ્રત્યે ભક્તિભાવ રાખવો તે ધર્માનુરાગ છે. પ્રશસ્ત દ્વેષનું સ્વરૂપ :- દા.ત. કોઈ શિષ્ય દ્વારા ભૂલ, અપરાધ કે દોષ થઈ જાય ત્યારે ગુરુ તેને સારણા, વારણા, ચોયણા, પડિચોયણા દ્વારા સુધારવાનો પ્રયત્ન કરે છે. ત્યારે તેમનો શિષ્ય પ્રત્યેનો રોષ કે દ્વેષ છે તે અપ્રશસ્ત નથી કહેવાતો કારણ કે તેમાં શિષ્યનું કલ્યાણ સમાયેલું છે, એટલે એ પ્રશસ્ત દ્વેષ છે. માતા-બાળકને ખોટા આચરણથી બચાવવા વઢે છે, પણ તે વૈષ પાછળ તેની કલ્યાણની ભાવના કામ કરી હોય છે, તેથી તે પ્રશસ્ત વૈષ છે. - યથાર્થપણે જોઈએ તો અપ્રશસ્ત રાગ-દ્વેષ વ્યક્તિના શુભાશુભ અધ્યવસાયો ઉપર નિર્ભર છે. પ્રશસ્ત રાગ કે પ્રશસ્ત દ્વેષને અપનાવતાં પહેલાં જાગૃત રહેવું જરૂરી છે. પ્રશસ્ત રાગને બદલે આસક્તિ અથવા પ્રશસ્ત હૈષના બદલે આવેશયુક્ત આચરણ અથવા રૌદ્રધ્યાન આદિની વૃત્તિ તો પોષણ નથી પામી રહીને, તે જોવું જરૂરી છે. | સર્વથા રાગ-દ્વેષ રહિત થઈને વીતરાગ બનવાનું છે, પરંતુ વર્તમાનમાં સંપૂર્ણ For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ સ્વાધ્યાય સુધા વીતરાગતાની પ્રાપ્તિ થવી કઠિન લાગે છે, તો પણ તે દિશામાં ગતિ કરવાનો પુરુષાર્થ ચાલુ રાખવો જોઈએ. એમ ન થઈ શકે તો અશુભ અધ્યવસાયવાળા રાગદ્વેષને તો છોડીને હમેશાં પ્રશસ્ત રાગદ્વેષને અપનાવવા હિતસ્વી છે. આ પ્રકારે વીતરાગતા પ્રાપ્ત કરવાનો લક્ષ્ય રાખીને, અપ્રશસ્ત રાગદ્વેષથી બચીને જ્ઞાતા-દ્રષ્ટા ભાવનો સતત અભ્યાસ કરવો જરૂરી છે. જો આમ થઈ શકે તો આત્મા ક્રમશઃ સમ્યક્ દિશામાં અગ્રેસર થઈને એક દિવસ અવશ્ય વીતરાગપણું પૂર્ણતયા પ્રાપ્ત કરી શકે છે. 3. ના પરિવર્તનના સંબંધમાં ભ્રાન્તિ મોહ અથવા રાગદ્વેષને કારણે આત્મારૂપી સૂર્યનો પ્રકાશ આવરણમાં દબાયેલો રહે છે. મોહ, રાગદ્વેષના કારણે કર્મબંધ થવાથી ક્યારેક તો એટલો ગાઢો બંધ થઈ જાય છે કે પોતે જ્ઞાનરૂપી પ્રકાશવાળો આત્મા છે તેનું ભાન પણ ભૂલાઈ જાય છે. ક્યારેક આત્મ જાગૃતિ થવાથી કર્મબંધનો અંધકાર ઘટી જાય છે અને જ્ઞાનનો પ્રકાશ વધે છે. કર્મબંધમાં પણ ન્યૂનાધિકતા, પરિવર્તન, સ્થિતિ અને રસની તરતમતા અને સંક્રમણ આદિ વિવિધ અવસ્થાઓ થતી રહે છે. ‘સૂત્રકૃતાંગસૂત્ર’માં કર્મબંધના સંબંધમાં કહ્યું છે કે, ‘જેવું કર્મ બાંધ્યું છે તેનુ તેવું જ ફળ ભોગવવું પડશે. જેણે જેવું કર્મ ભૂતકાળમાં કર્યું છે, ભવિષ્યમાં તે તેવા જ રૂપમાં ઉદયમાં આવે છે.' આ કથનની વાસ્તવિકતાને ન સમજવાથી ઘણા લોકો એમ માનતા થઈ ગયા છે કે કર્મોના બંધનથી ક્યારેય મુક્ત નથી થઈ શકાતું. કારણ કે જેવું કર્મ બાંધ્યું છે તેમાં કોઈ પરિવર્તન નથી થઈ શકતું. કર્મબંધ નથી શિથિલ થઈ શકતો કે નથી પ્રગાઢ થઈ શકતો એટલે તેમાં પરિવર્તન થઈ શકતું નથી. આનું સમાધાન આપતાં કર્મ વિજ્ઞાન કહે છે કે :- જો કે કર્મબંધ થયો છે, એવું જ તેનું ફળ કર્તાને ભોગવવું પડે છે.' આ વાત સત્ય છે, પણ આ પણ સત્ય છે કે કર્મબંધ થયા પછી તે ઉદયમાં આવે ત્યારે જ ફળ આપે છે. ત્યાં સુધી તે કર્મ સત્તામાં પડ્યું રહે છે. કર્મબંધ નિકાચિત નથી તો કર્તાના શુભાશુભ પરિણામો પ્રમાણે તેની સ્થિતિ અને અનુભાગમાં ઘટાડો-વધારો થઈ શકે છે. અર્થાત્ એક કર્મ પોતાની સજાતીય ઉત્તર પ્રકૃતિઓમાં સંક્રમણ કરી શકે છે. આમ કર્મ ઉદયમાં આવ્યા પહેલાં પૂર્વબંધની અવસ્થામાં પરિવર્તન થઈ શકે છે. ‘સૂત્રકૃતાંગ’ના વચનોને યુક્તિ વડે વિચારીએ તો તેનો ભાવાર્થ આમ થઈ શકે-“પૂર્વે બંધાયેલું કર્મ ઉદયમાં આવતા પહેલાં જે શુભાશુભ પરિણામોની સ્થિતિ રહેલી છે, તે અનુસાર તેનું શુભ અથવા અશુભ ફળ પ્રાપ્ત થાય છે.' For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ સ્વાધ્યાય સુધા - કર્મ બાંધતી વખતે જેવો પણ શુભાશુભ તેમજ કોમળ-કૂર પરિણામ હતું તે અનુસાર કર્મબંધ થયો અને કર્મ સત્તામાં પડ્યું રહ્યું. જ્યાં સુધી કર્મ ઉદયમાં નથી આવ્યું તે દરમ્યાન તેના ભાવોમાં તીવ્ર અથવા મંદ જેવું પણ શુભાશુભ પરિવર્તન થશે તે પ્રમાણે બંધની સ્થિતિ અને રસમાં પરિણમન થશે. તેથી કર્મ ઉદયમાં આવ્યા પહેલાં જેવી બંધની સ્થિતિ રહી હોય તે પ્રમાણે ફળ મળે છે. જો કર્મબંધની પૂર્વ સ્થિતિ અનુસાર ફળ મળે છે તો શુભ કર્મ કરીને જીવને આગળ વધવાનો અવસર જ નહીં પ્રાપ્ત થાય. જેમ કે સિંહ અને સર્પ જેવા ક્રૂર પ્રાણી પણ નમ્ર અને અહિંસક બની શકે છે તો મનુષ્ય કરૂણાવાળો અને નમ્ર કેમ ન બની શકે ? બની જ શકે. આ સંબંધમાં રમણ મહર્ષિની એક વાત પ્રસિદ્ધ છે-તે જે ગુફામાં આત્મસાધના કરી રહ્યા હતા ત્યાં સાપ, ઝેરી જીવજંતુઓ પણ રહેતા હતા, પરંતુ રમણ મહર્ષિનો તેમના પ્રત્યે કોઈ દુર્ભાવ ન હતો અથવા હિંસાનો ભાવ ન હતો, એટલે તેઓ તેમના શરીર ઉપર ફરતા, ચોંટી જતા પણ કોઈએ તેમને ડંખ દીધો ન હતો. સ્પષ્ટ છે કે “અહિંસક ભાવોનો પ્રભાવ ક્રૂર જીવો પર પણ થઈ શકે છે. - સૂક્ષ્મ કાર્મણ શરીરમાં નવા કાર્યણ પરમાણુ આવતા રહે છે અને જુના કર્મો પોતાનો સમય પૂરો થવાથી ખરી જાય છે, નીકળી જાય છે. આ પ્રક્રિયા સતત ચાલતી જ રહે છે. કર્મબંધના ઉદયમાં દુઃખી થવું અને દુઃખી થઈને ફરીથી નવા કર્મ બાંધવા. આ કારણથી કેટલાક લોકોની એવી ભ્રાંતિ થઈ ગઈ છે કે-કર્મથી છૂટકારો મેળવવો વાસ્તવમાં મુશ્કેલ-કઠિન છે. આ પ્રકારની જે ભ્રાંતિ છે, તે સમજણ નહી હોવાથી ઊભી થયેલી છે. કર્મબંધ થયા પછી જો વ્યક્તિ તેનો ક્ષય કરવા માટે, તે ઉદયમાં આવ્યા પહેલાં, ત્યાગ-પ્રત્યાખ્યાન કે તપ-સંયમ દ્વારા કષાયભાવોને શાંત કરી દે છે તો કર્મબંધની હારમાળ તૂટી પણ શકે છે. લાંબા કાળનો બંધ ઓછા સમયમાં અને તીવ્રરસ મંદરસમાં પરિણમી શકે છે. જો આત્મામાં તીવ્ર સંવેગ, તીવ્ર પશ્ચાતાપ અથવા ઉત્કૃષ્ટ વૈરાગ્યના પરિણામ જાગૃત થઈ જાય તો ઘાતકર્મોને પણ થોડીક પળોમાં નાશ પમાડી શકાય છે. બંધથી માંડી કર્મફળની પ્રાપ્તિ સુધી વિવિધ અવસ્થાઓનું વર્ણન કર્મવિજ્ઞાનમાં પ્રસ્તુત કરવામાં આવ્યું છે. આ અવસ્થાઓ કર્મબંધના સંયોગ અને વિયોગથી સંબંધિત છે. આ હેતુથી જ સર્વજ્ઞોએ કર્મબંધથી મુક્તિ મેળવવા માટે ક્રમિક ઉપાયો દ્વારા કર્મબંધની દશ અવસ્થાઓની પ્રરૂપણા કરી છે. આ અવસ્થાઓ કર્મોન બંધ થયા પછી થવા વાળી દસ મુખ્ય ક્રિયાઓ છે. જેને જૈન પરિભાષામાં “કરણ” (સાધન) પણ કહેવામાં આવે છે. તે આ પ્રમાણે છે. (૧) બંધ (૨) સત્તા (૩) ઉદય (૪) ઉદીરણા (૫) ઉદ્વર્તના-ઉત્કર્ષ, (૬) અપવર્તના-અપકર્ષ (૭) સંક્રમણ (૮) ઉપશમન (૯) નિધત્ત અને (૧૦) નિકાચિત . For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા આમાંથી કેટલાંક ‘કરણ’ એવા છે કે જે દુર્ભાગ્યમાંથી સૌભાગ્યમાં તથા સૌભાગ્યને દુર્ભાગ્યમાં બદલી શકે છે. આ પરિવર્તન કરવાની સત્તા આત્માના પોતાના હાથમાં છે. બીજા કોઇ તેને આપવાવાળા નથી કે પરિવર્તન કરી શકતા નથી. આ તથ્યને સમજીને વ્યક્તિ જો અશુભ બંધ થી શુભ બંધ તરફ તથા શુભ બંધથી કર્મના ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષયની તરફ આગળ વધે તો મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. (૧) કર્મ બંધ :- આત્મા અને કર્મનું એક ક્ષેત્રાવગાહીપણું થઇને ક્ષીર-નીરવત્ બંધાય જવું અર્થાત્ કર્મ પ્રદેશોનું આત્મ પ્રદેશો ઉપર ચોંટી એકરૂપ થઈ જવું તેને બંધ કહે છે. મિથ્યાત્વ, અવિરતિ આદિ આસવોના નિમિત્તથી આત્માના અસંખ્યાત પ્રદેશોમાં કંપન પેદા થઇ જાય છે. ફળ સ્વરૂપ જે ક્ષેત્રમાં આત્મપ્રદેશો છે તે જ ક્ષેત્રમાં હાજર અનંતાનંત પરમાણુ જે કર્મ યોગ્ય થઈ જાય છે તે આત્માના દરેક પ્રદેશ સાથે બંધાઈ જાય તેને બંધ કહે છે. આમ જીવ અને કર્મના સંયોગની પ્રથમ અવસ્થા બંધ (કર્મ બંધ) છે. ૧૪૫ બંધ વિષે મહત્વપૂર્ણ તથ્યો :- કર્મગ્રંથમાં કહ્યું છે કે, પ્રત્યેક જીવ આયુષ્ય કર્મ સિવાયના સાત મૂળ કર્મોનો (પ્રકૃતિઓનો) બંધ સમયે સમયે કર્યા કરે છે. એમાં એક પ્રકૃતિ મુખ્ય હોય છે અને બાકીની પ્રકૃતિઓ ગૌણપણે હોય છે. કર્મના સૂક્ષ્મ પુદ્ગલ-સ્કંધોનું જે ગ્રહણ થાય છે, તે આત્માના બધા જ પ્રદેશો દ્વારા થાય છે. વળી બધા સંસારી જીવોને એક સરખો બંધ થતો નથી કારણ કે બધાના મન, વચન, કાયાના યોગો એક સરખા હોતા નથી. યોગોના તારતમ્યમાં ફેર હોવાથી પ્રદેશબંધ અને પ્રકૃતિબંધમાં પણ તારતમ્યતામાં ફેરફાર થતો હોય છે. ત્રણેય યોગોની પ્રવૃતિથી થતા કર્મ આસ્રવને પ્રદેશબંધ કહે છે. કર્મની મૂળ અને ઉત્તર પ્રકૃતિના રુપમાં વિભક્ત કરવાનું કાર્ય પ્રદેશબંધ અને પ્રકૃતિબંધનું છે. બંધાયેલા કર્મો કેટલા સમય સુધી રહેશે અને ક્યારે ફળ આપશે, તેનો નિર્ણય કષાય ભાવ ઉપર રહેલો છે. જ્યાં સુધી આત્મામાં કષાય ભાવ રહે છે ત્યાં સુધી સ્થિતિબંધ અને અનુભાગબંધ (૨સબંધ) રહેશે, પરંતુ જેવું કર્મ બંધાયુ કે તુરત જ ઉદયમાં આવી જાય તેમ બનતું નથી. જ્યારે કષાય ભાવનું અલ્પપણું અને યોગોની તીવ્રતા હોય ત્યારે સ્થિતિ બંધ અને અનુભાગ બંધ ઓછા પ્રમાણમાં હોય છે, પરંતુ કર્મ પ્રકૃતિનો પ્રદેશ બંધ મોટા વિસ્તાર વાળો હોય છે. જ્યારે કષાય ભાવની તીવ્રતા હોય અને યોગોની મંદતા હોય ત્યારે સ્થિતિબંધ અને અનુભાગબંધ વધારે પ્રમાણમાં થાય છે. અને લાંબાકાળ સુધી તીવ્ર રૂપે ફળ આપે છે. દા.ત. ધ્યાનમાં ઊભેલા પ્રસન્નચંદ્ર રાજર્ષિ. તેમના યોગોની પ્રવૃત્તિ ખૂબજ અલ્પ પ્રમાણમાં હતી, પણ અંતરમાં કષાયભાવની તીવ્રતા હોવાથી ધ્યાનમાં ઊભા ઊભા For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ સ્વાધ્યાય સુધા જ સાતમી નરકમાં જવા જેટલા કર્મા ભેગા કર્યા, પણ પોતાની સ્થિતિનો ખ્યાલ આવતાં કષાયી પરિણામોમાંથી પાછા ફરતા અને શ્રેણીએ ચઢતાં નિર્વાણને પ્રાપ્ત કરી લીધું. કેટલાક જીવાત્માઓના યોગોની ચપળતા બહુ જ જોવામાં આવે છે, પરંતુ કષાયની પરિણતિ વધારે હોતી નથી. જયારે કેટલાક જીવાત્માઓના યોગોની અલ્પતા હોય છે પણ કષાયભાવમાં તીવ્રતા અંદરમાં ઘણી હોય છે. આ કષાયની મંદતા કે તીવ્રતાના પ્રમાણે જ કર્મનો સ્થિતિબંધ અને અનુભાગ બંધ ઓછો કે વધારે અનુક્રમે થાય છે. બંધના પ્રકાર :- બંધના બે પ્રકાર છે : દ્રવ્યબંધ અને ભાવ બંધ. કર્મ પુદ્ગલોનું આત્મપ્રદેશો સાથે જોડાવું તે દ્રવ્યબંધ છે તથા આત્માના શુભા શુભ ભાવોનું બાહ્ય દ્રવ્યોની સાથેનું જોડાણ તે ભાવ બંધ છે એટલે કે ઉદય ને અનુસરી પોતાના ભાવોમાં ચંચળતા આવવી તે ભાવબંધ છે. જેમકે કોઈ જીવાત્માના ક્રોધાદિભાવો જોઈને ભય આદિ ઊભા થવા તે ભાવબંધનું કારણ બને છે. અથવા પદાર્થોને જોતાં ઇષ્ટ-અનિષ્ટતાના ભાવો ઊભા થાય છે તે પણ ભાવબંધ છે. પદાર્થો પ્રત્યે સ્વામીત્વ, કર્તૃત્વ અને ભોસ્તૃત્વના ભાવ પણ ભાવબંધનું જ સ્વરૂપ છે. બંધ અવસ્થાની પ્રેરણા :- જો આત્મા જાગૃત થઈ જાય તો કર્મની સ્થિતિ અને અનુભાગની શક્તિની તાકાત સમજીને અનેક કર્મોથી મુક્ત થઈ શકે છે. આ સમજવા માટે બંધ આદિ અવસ્થાઓને જાણવી જરૂરી છે. બંધ અવસ્થાના માધ્યમ દ્વારા બંધના કારણોથી બચવાનો સંદેશ આપવામાં આવ્યો છે, કે જેથી આત્મા યોગોની પ્રવૃત્તિના સમયે રાગદ્વેષથી પર થઈ જ્ઞાતા-દ્રષ્ટા બની જાય. જેટલા પ્રમાણમાં રાગદ્વેષની પ્રવૃત્તિ થશે એટલા પ્રમાણમાં કર્મોનું બંધન થતું રહેશે. તેથી વ્યક્તિએ કર્મ બંધથી બચવા માટે રાગદ્વેષથી દૂર રહેવું જોઈએ. આત્મા દ્વારા ગ્રહણ કરેલા શુભકર્મો આત્માને સંસારમાંથી છૂટવામાં મદદરૂપ બની શકે છે અને અશુભ કાર્યો સંસારમાં દુઃખ દાયક ફળ રૂપે મળે છે. માટે જીવાત્મા એ સૌ પ્રથમ અશુભ ભાવોથી બચવાનો પુરૂષાર્થ કરવાનો છે. ત્યારબાદ શુભ કર્મોથી પણ છુટકારો મોળવવાનો રહે છે. (૨) કર્મ સત્તા :- કર્મબંધની બીજી અવસ્થા સત્તા છે. સત્તાનો સામાન્ય અર્થ છે. હોવાપણું અસ્તિત્વ. કર્મ બંધાયા પછી જયાં સુધી ઉદયમાં નથી આવતું ત્યાં સુધી તે સત્તામાં પડ્યું રહે છે અર્થાત્ એટલા સમય સુધી બંધાયેલાં કર્મો પોતાનું ફળ આપવા તૈયાર નથી હોતા. તે સમયે કર્મોનો અનુભાગ બંધ સુષુપ્તાવસ્થામાં રહે છે. આ જ સત્તા કહેવાય છે. એનો અર્થ એ છે કે પૂર્વે બંધાયેલા કર્મો આત્મા સાથે રહે છે તે “સત્તા છે. જ્યાં સુધી કર્મો સત્તામાં રહે છે ત્યાં સુધી તે આત્માને બાધા પહોંચાડી શકતા નથી. એટલે સુખ-દુ:ખનું કારણ ઉદય છે, સત્તામાં રહેલા કર્મો નહીં. For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૧૪૭ સત્તાનું કાર્ય :- આત્માની સાથે બંધાયેલા કર્મ પોતાનું ફળ તુરત નથી આપતા, થોડા સમય પછી ફળ મળે છે, ત્યાં સુધી તે સત્તામાં પડ્યા રહે છે અર્થાત્ આત્માની સાથે કેવળ અસ્તિત્વના રૂપમાં રહે છે. બંધાયેલા કર્મો જયાં સુધી સત્તામાં રહે છે, તે સમયને અબાધાકાળ કહેવામાં આવે છે. સમય પાકતાં જ તે ઉદયમાં આવે છે. બંધાયેલા કર્મો આત્માની તિજોરીમાં પડ્યા રહે છે, એનું જ નામ સત્તા છે. દા.ત. ભગવાન મહાવીરના આત્માએ મરીચિના ભવમાં નીચ ગોત્ર કર્મ બાંધ્યું હતું. જેના કારણે તેમને સાતવાર નીચ ગોત્રમાં જન્મ લેવો પડ્યો અને યાચક કુળમાં જન્મવું પડ્યું. તે પછી પણ તે નીચ ગોત્રકર્મ સત્તામાં છુપાયેલું રહ્યું અને છેલ્લા ભવમાં પાછું ઉદયમાં આવ્યા બાદ તે નાશ પામ્યું. સત્તામાં પડેલા કર્મનું પરિવર્તન :- કોઈપણ કર્મ એક સમયમાં બંધાય છે, પણ તેનું ફળ અનેક સમયમાં મળતું રહે છે. અત્યારે બંધાયેલા કેટલાક કર્મોનું ફળ તુરત મળે છે, જયારે કેટલાકનું ફળ જન્મ-જન્માંતરમાં મળે છે, ત્યાં સુધી તે કર્મ સત્તામાં પડ્યું રહે છે. આનો આશય એ છે કે, એક સમયમાં રાગદ્વેષથી જેટલા કર્મ, કામણ શરીરમાં બંધાય છે-ભેગા થાય છે, તે બધા એક સમયમાં ફળ આપતા નથી. કેટલાકમાંથી થોડો ભાગ ફળ આપીને રોકાઈ જાય છે અને બાકીનો ભાગ સત્તામાં રહી જાય છે. કર્મ જ્યાં સુધી સત્તામાં પડ્યું રહે છે ત્યાં સુધીમાં તેની શક્તિમાં ફેરફાર કરી શકાય છે. તેની ફળ આપવાની શક્તિ અને પ્રકાર બન્નેમાં ફેરફાર થઈ શકે છે. જ્યાં સુધી કર્મ સત્તામાં પડ્યું રહે છે, ત્યાં સુધી તે કર્મની સત્તામાં ફેરફાર કરવા માટે આત્મા સ્વતંત્ર છે. પણ કર્મ ઉદયમાં આવી ગયા પછી ફેરફાર કરી શકતો નથી. કર્મની સત્તા અવસ્થામાં કર્મની રેખા બદલવાનું સામર્થ્ય આત્મામાં રહેલું છે. સત્તા અવસ્થામાં જ કર્મની અલ્પ સ્થિતિને ઉત્કર્ષણ દ્વારા તેમાં વૃદ્ધિ કરી શકે છે કે અપકર્ષણ દ્વારા તેને ઘટાડી શકે છે. ઉદયરૂપ ન થાય ત્યાં સુધી કર્મમાં આત્માના યોગ અને કષાયના નિમિત્તથી પરિવર્તન કરી શકાય છે. જે આત્મા કર્મની રચના અને તેના પરિવર્તનના સ્વરૂપને યથાર્થપણે સમજી લે છે તે સત્તા દરમ્યાન મનોયોગ દ્વારા તેને ઈચ્છિત સ્વરૂપમાં બદલી શકે છે. આ સત્ય વાત છે કે જે કર્મ સત્તામાં પડ્યા છે, તેનું જ્ઞાન છમસ્થ જીવોને પ્રાય: નથી હોતું અને કર્મ એકવાર ઉદયમાં આવી જાય તો તેમાં ફેરબદલ કરવાની સત્તા આત્માના હાથમાં રહેતી નથી. આ કારણથી એક જ ઉપાય રહે છે કે જ્ઞાતા-દ્રષ્ટા બનીને આત્મીયભાવથી મન-વચન-કાયાની પ્રવૃત્તિ કરવી જોઈએ તથા તે કર્મ ઉદયમાં આવી જાય ત્યારે સમભાવપૂર્વક તેનું ફળ ભોગવવું જોઈએ. આ સત્તા અવસ્થા એ પ્રેરણા આપે For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ સ્વાધ્યાય સુધી છે કે યથાશક્તિ જ્ઞાતા-દ્રષ્ટા બનવાનો પ્રબળ પુરુષાર્થ કરવો જોઈએ, એ સત્તાવસ્થાની પ્રેરણા છે. (૩) ઉદય :- કર્મોની ફળ આપવાની અવસ્થાનું નામ ‘ઉદય’ છે. અર્થાત્ કર્મ જ્યારે પોતાનું ફળ આપવાની પ્રારંભરૂપ તૈયારી કરે છે, ત્યારે તે અવસ્થાને ‘ઉદય’ કહે છે. વસ્તુતઃ એક સમયમાં બંધાયેલા કર્મો બીજી ક્ષણે ઉદય પામીને પોતાનું ફળ આપવામાં સમર્થ થાય એમ બનતું નથી. પૂર્વે બંધાયેલા કર્મ-સંસ્કારોનું જાગૃત થવું તે તેનો ઉદય છે અને કાર્યરૂપ ફળ દેવાનું ચાલુ થાય છે એટલે તદનુરૂપ પ્રેરણાથી અમુક કાર્ય કરવું તે તેનું ફળ છે. ઉદય અવસ્થા એટલે કાળ મર્યાદાનું પરિવર્તન. જ્યારે સત્તા સ્થિત કર્મ જાગૃત થઈને જીવને નવા કર્મ કરવા માટે અવ્યકતરૂપમાં પ્રેરણા કરે છે કે ઉત્સાહિત કરે છે ત્યારે તે તે બંધાયેલા કર્મોની ઉદય અવસ્થા કહેવાય છે. વાસ્તવિક રીતે બંધ, સત્તા અને ઉદય આ ત્રણે કર્મ-અવસ્થામાં પરસ્પર ઘનિષ્ટ સંબંધ ધરાવે છે. કર્મની પ્રથમ અવસ્થા બંધ છે. બંધની કાળ મર્યાદા પૂર્ણ થતાં સુધી જ્યાં સુધી તે કર્મનો ઉદય થતો નથી તે સત્તા છે અને કર્મનો નિયત સમય થતાં ફળ દેવા માટે તૈયાર થાય છે તે ઉદય છે. જેવું બંધાયેલું કર્મ ઉદયમાં આવે છે કે તરત તેનું ફળ આપવાની શરૂઆત કરી દે છે. ઉદયના પ્રકાર :- ઉદયના મુખ્યપણે બે પ્રકાર છે : (૧) વિપાકોદય (૨) પ્રદેશોદય. જે કાંઈ કર્મ બંધાય છે તે પોતાનું ફળ અવશ્ય આપે છે, પરંતુ કેટલાંક કર્મ એવા પણ હોય છે કે ફળની અનુભૂતિ કરાવ્યા વિના જ ખરી પડે છે. આ ઉદયને પ્રદેશોદય કહેવામાં આવે છે. પ્રદેશોદયમાં ફળની અનુભૂતિ રહેતી નથી. પણ જે કર્મો પોતાના ફળની અનુભૂતિ કરાવીને આત્મપ્રદેશોથી ખરી પડે છે તેને વિપાકોદય કહે છે. પ્રદેશોદય વખતે વિપાકોદય હોવો અનિવાર્ય નથી, પણ વિપાકોદય વખતે પ્રદેશોદય અવશ્ય હોય છે. કર્મનો ઉદય સ્વયં પોતાની રીતે આવે છે અને બીજાના નિમિત્તથી પણ ઉદય આવે છે. જે બાહ્યકારણ વિના ઉદય આવે છે તેને હેતુ વગરનો ઉદય કહે છે. દા.ત. કષાય મોહનીય કર્મના તીવ્ર વિપાક વગર કોઈ બાહ્ય નિમિત્ત વગર સ્વયં ક્રોધ આવી જવો તે ઉદય ‘હેતુ રહિત’ ઉદય કહેવાય છે. બાહ્ય કારણના નિમિત્તથી ઉદય આવવાવાળા સહેતુક ઉદય ત્રણ પ્રકારના છે. (૧) ગતિ હેતુક વિપાકોદય :- જેમ કે દેવગતિમાં સાતા અને નરક- ગતિમાં અશાતાનો ઉદય તીવ્ર રૂપમાં હોય છે. આ ગતિ હેતુક વિપાકોદય છે. (૨) સ્થિતિ હેતુક વિપાકોદય-જેમ કે મોહનીય કર્મની સર્વોત્કૃષ્ટ સ્થિતિમાં મિથ્યાત્વ મોહનીય કર્મનો તીવ્ર ઉદય હોય છે. (૩) ભવહેતુક વિપાકોદય-જેમ કે કર્મના ઉદયથી નિંદ્રા આવે છે-તેવું For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૧૪૯ (દર્શનાવરણિય કર્મ બંધ સંસારી જીવોમાં હોય છે, પરંતુ મનુષ્ય અને તિર્યંચને નિદ્રા આવે છે, પણ દેવ અને નારકીના જીવોને નથી આવતી આ ભવહેતુક વિપાકોદય છે. પરતઃ ઉદય (બીજાના નિમિત્તથી)માં આવવાવાળો વિપાકોદય બે પ્રકારનો છે. (૧) પુદ્ગલને કારણે વિપાકોદય :- જેમ કે કોઈએ પત્થર ફેંકયો અને તે વાગવાથી અશાતાનો ઉદય થઈ જાય છે. આ પુદ્ગલ હેતુક વિપાકોદય છે, કોઈએ અપમાન કર્યું અથવા અપશબ્દ કહ્યા અને મનમાં રોષ આવી ગયો તો ક્રોધ મોહનીય કર્મ-પુગલનો સહેતુક વિપાકોદય છે. (૨) પુદ્ગલ પરિણામથી થવાવાળા વિપાકોદય-જેમ કે ભોજન કર્યું, પરંતુ તે પચ્યું નહીં અને અજીર્ણ થઈ ગયું, ફળ સ્વરૂપ બિમારી આવી ગઈ. આ અશાતા વેદનીયનો પુદ્ગલ પરિણામ નિમિત્ત વિપાકોદય છે. જે કર્મબંધ થાય છે તેને અવશ્ય ભોગવવો જ પડે છે. “ભગવતી સૂત્રમાં કહ્યું છે કે : કર્મ ભોગવ્યા વિના છૂટી શકતા નથી કારણ કે કર્મના બે પ્રકાર છે. પ્રદેશકર્મ અને અનુભાગકર્મ. પ્રદેશકર્મ અવશ્ય ભોગવવા પડે છે પરંતુ અનુભાગકર્મ વિપાકના રૂપમાં કેટલાક ભોગવવા પડે છે અને કેટલાક ભોગવવા પડતા નથી. ઉદય સમયે કેમ વર્તવું - પૂર્વે બંધાયેલા કર્મો જયારે ઉદયમાં આવે છે ત્યારે તે પોતાની પ્રકૃતિ અનુસાર નિમિત્તની રચના કરી દે છે. કર્મનું કાર્ય ફક્ત નિમિત્તની યોજના કરવાનું જ છે. બાકી કાર્ય તો આત્માને આધીન છે. નિમિત્તની રચના કર્યા બાદ જો કર્મ પાસે વધારે શક્તિ હોત તો આત્માને જબરજસ્તી તે કાર્યમાં જોડી દેવાનું કાર્ય કરતા અને તો આત્મા ટાણે કાળમાં પણ મોક્ષ પ્રાપ્ત કરી શકતા નહીં. પણ કર્મના ઉદયને કારણે જે નિમિત્ત મળેલ છે, તેનો ઉપયોગ કેમ કરવી તેમાં આત્મા સ્વતંત્ર છે. એટલે કે જે નિમિત્ત મળેલ છે, તેનો ઉપયોગ કેમ કરવી તેમાં આત્મા સ્વતંત્ર છે. જો આત્મા સ્વભાવમાં રહે અથવા કર્મના ઉદય અને નિમિત્તમાં જાગૃતપણે દ્રષ્ટા રહે તો કર્મનો ઉદય આત્માને સ્પર્શી પણ શકતો નથી. પણ જો આત્મા નિમિત્ત આધીન થઈને તેમાં જોડાઈ જાય તો વિભાવભાવમાં તણાઈ જાય છે. જેમ કે મોહનીયકર્મ ઉદય સમયે કષાયનું નિમિત્ત ઊભું કરે છે, પરંતુ કષાય ભાવમાં પરાણે આત્માને જોડવાની શક્તિ તેમાં હોતી નથી. પણ આત્મા સ્વયં કષાયના નિમિત્ત સાથે ભળી જાય છે, ત્યારે તેણે તેનો સ્વીકાર કર્યો એટલે કષાયના નિમિત્ત સાથે ભળી તે રૂપ પ્રવર્તે છે અને નવા કર્મનું બંધન કરી બેસે છે. જયારે આત્મા ઉદયને અનુસરી વિભાવિક ભાવ કરતો નથી પણ જ્ઞાતા-દ્રષ્ટા જ રહે છે ત્યારે તે કર્મની સકામ નિર્જરા થઈ જાય છે. કર્મના ઉદય સમયે નિમિત્તને આધીન ન થતાં તેના જાગૃતિપૂર્વકના દ્રષ્ટા રહેવાનો પુરુષાર્થ કરવો એ જ સાધક માટે શ્રેયકારી છે, કલ્યાણકારી છે. જો આમ કરી શકાય For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫) સ્વાધ્યાય સુધા તો નવા કર્મનું બંધન ન થાય અને ઉદય આવેલા કર્મની નિર્જરા થઈ જાય. જ્ઞાની આ પ્રમાણે વર્તતા હોય છે. જયારે અજ્ઞાની વિપરીત પણે વર્તતા હોવાથી નવા કર્મો બાંધ્યા કરે છે. - ઉદય કેવી રીતે કાર્ય કરે છે - એક સમયે ઉપાર્જિત કરેલ કર્મ અનેક સમયમાં અને અનેક સમયમાં બાંધેલા કર્મ એક સમયમાં પણ ઉદયમાં આવે છે જયારે જુદા જુદા અનેક પ્રસંગોમાં ઉપાર્જિત કર્મ એક સમયમાં ઉદયમાં આવે છે, ત્યારે તેઓ અત્યંત તીવ્ર ફળ આપે છે. એક સમયમાં ઉદય આવેલું કર્મ અનેક સમયમાં બાંધેલું હોય છે. આથી સ્પષ્ટ થાય છે કે વર્તમાન એક સમયમાં જે સુખ-દુ:ખરૂપ ફળ મળે છે તે સંખ્યાતીત સમયમાં બાંધેલા અનેક કર્મોનું મિશ્રિત ફળ છે. પ્રત્યેક સંસારી જીવને ન્યૂનાવિકપણે ક્યારેક પુણ્યનો અને ક્યારેક પાપનો ઉદય હોય છે, અર્થાત્ જેનો આજે પાપકર્મનો ઉદય છે, તેનો હંમેશા પાપનો ઉદય જ રહેશે એવો નિયમ નથી. જે સમયે કર્મ પ્રકૃતિનો જેટલો અનુભાગ ઉદય થાય છે, તે સમયે આત્માએ એવા જ તીવ્ર કે મંદ પરિણામયુક્ત પ્રવૃત્તિ કરવી પડે છે, તો પણ સાધક માટે મોક્ષનો રસ્તો બંધ થઈ જતો નથી, કારણ કે બંધ અને ઉદયની વચ્ચે સત્તાની ખાઈ રહેલી છે, જેમાં હર સમય કોઈને કોઈ પરિવર્તન થતા રહે છે. જો મનુષ્ય લક્ષ્યની દિશામાં સાધના કરવાનો સંકલ્પ કરે તો કર્મોની સકામ નિર્જરા થઈ જાય છે. કર્મનું પરિવર્તન કરવા માટે કરેલો પુરુષાર્થ ક્યારેય નિષ્ફળ જતો નથી. તે પણ કર્મબંધ ઉપર કરવામાં આવેલ ધીમો પ્રહાર જ છે. કર્મ બંધની ગાઢ અવસ્થાને શિથિલ કરવામાં, તેની સ્થિતિ ઘટાડવામાં, તેની અશુભતાને શુભમાં પરિણમાવવાનો પુરુષાર્થ પણ અંશે કર્મથી મુક્ત થવાની દિશામાં કરવામાં આવેલો પુરુષાર્થ છે. જે કર્મો ઉદયમાં નથી આવ્યા તેમાં પરિવર્તન થઈ શકે છે. આના આધારે જ પુરુષાર્થ કરવાનો છે. (૪) ઉદીરણા :- નિશ્ચિત્કાળ પહેલા કર્મોનો હજી સુધી ઉદય થયો નથી, તેને સમ્યક્ પુરુષાર્થ દ્વારા નિયત સમય પહેલાં ઉદયમાં આણીને તેનું ફળ ભોગવી લેવું તે ઉદ્દીરણા છે. - ઉદય અને ઉદીરણામાં આટલો જ ફેર છે કે-નિશ્ચિત સમયે ફળ આપવું તેને ઉદય કહે છે. અને ઉદીરણામાં નિશ્ચિત સમય પહેલાં પુરુષાર્થ વડે કર્મનું ફળ ભોગવી લેવું તે ઉદીરણા છે. ઉદીરણાનો સામાન્ય નિયમ એવો છે કે જે કર્મ પ્રકૃતિનો ઉદય ચાલી રહ્યો હોય તે કર્મની સજાતીય પ્રકૃતિની ઉદીરણા થઈ શકે છે. સાધના દ્વારા આત્માનો પુરુષાર્થ પ્રગટ થાય તો કર્મના ફળ આપવાના સમય પહેલાં તેનું ફળ ભોગવી શકાય છે. પુરુષાર્થની પ્રેરક-ઉદ્દીરણા :- કર્મ પુદ્ગલ સ્વયં અબાધાકાળ પુરો થતાં જ ઉદયમાં For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ સ્વાધ્યાય સુધા આવે છે. તેમાં કોઈ પુરુષાર્થની જરૂર જ નથી, પણ ઉદ્દીરણા માટે નવા પુરુષાર્થની જરૂર છે. ઉદીરણા દ્વારા કર્મોની સ્થિતિને તેના સમય પહેલાં ઉદયમાં લાવવામાં આવે છે એટલા માટે તેમાં વિશેષ પુરુષાર્થ જાગૃતપણે દ્રષ્ટા રહેવાનો-કરવાની આવશ્યકતા છે. ભગવતી સૂત્રમાં ગૌતમ સ્વામીના પ્રશ્નના જવાબમાં ભગવાન મહાવીરે ઉદ્દીરણા બાબતમાં આ પ્રમાણે કહ્યું છે :- હે ગૌતમ ! જીવ ઉદયમાં આવેલા કર્મની ઉદ્દીરણા નથી કરતો, અને ઉદયમાં નથી આવ્યા તેની પણ ઉદ્દીરણા કરતો નથી. પરંતુ જે ઉદયમાં નથી આવ્યા અને ઉદ્દીરણા યોગ્ય હોય તેની જ ઉદ્દીરણા કરે છે; પરંતુ ઉદય થયા પછી કરેલા કર્મની જીવ ઉદીરણા કરતો નથી. આનું તાત્પર્ય એ છે કે, જે કર્મ પુદ્ગલ વર્તમાનમાં ઉદયમાં નથી પણ ઉદીરણા કરવાને માટે યોગ્ય છે તેની જ ઉદ્દીરણા થાય છે. આવા કર્મની ઉદ્દીરણા કરવામાં પુરુષાર્થ સફળ થાય છે. આથી સ્પષ્ટ છે કે પુરુષાર્થ દ્વારા ઉદીરણા કરીને બંધાયેલા કર્મોમાં પરિવર્તન કરી શકાય છે. ઉદ્દીરણાનો હેતુ અને રહસ્ય ઃ- પ્રત્યેક બંધાયેલું કર્મ નિશ્ચિતપણે ઉદયમાં આવશે એવો કોઈ નિયમ નથી. કર્મ બાંધ્યા પછી કર્મની આલોચના-પ્રતિક્રમણ, પશ્ચાતાપ, પ્રાયશ્ચિત, તપ, ત્યાગ આદિ કરવાથી કર્મ ક્ષય કરી શકાય છે. જો આમ બને તો પછી તેને ઉદયમાં આવવાનો પ્રશ્ન જ નથી રહેતો. બંધાયેલા કર્મોની કાળ-મર્યાદા પૂર્ણ થતાં પહેલાં જો તે કર્મને જલ્દી ક્ષય કરવાની ઈચ્છા હોય તો સ્વેચ્છાથી ક્ષમા-સમતા ભાવમાં રહી તીવ્ર વેદના અથવા અશાતાદિ સહન કરી લેવાથી ઉદયનો સમય પાક્યો નથી એવા કર્મોની ઉદ્દીરણા કરી શકાય છે. ઉદ્દીરણા દ્વારા કર્મોને ખેંચીને ઉદયમાં લાવી શકાય છે. ઉદ્દીરણાનું રહસ્ય એ થયું કે, જે બંધાયેલા કર્મોનો ઉદય નથી થયો તેને સમ્યક્ પુરુષાર્થ દ્વારા બળપૂર્વક નિશ્ચિત સમય પહેલાં ફળ દેવા યોગ્ય બનાવી દેવા તે ઉદ્દીરણા અવસ્થા છે. અર્થાત્ જે કર્મ સમયાનુસાર ઉદયમાં આવી ફળ દેવાવાળા છે, તેને વિશેષ પુરુષાર્થથી કે કોઈ નિમિત્તથી સમય પહેલાં ઉદયમાં લાવી નાશ કરવો તે ઉદ્દીરણા છે. જે કર્મનો વિપાક નિશ્ચિત સમય પહેલાં સ્વાભાવિક રૂપથી અચાનક થઈ જાય તેને સ્વયં ઉદીરણા કહે છે. એના માટે અપવર્તનના દ્વારા પહેલાં કર્મની સ્થિતિ ઓછી કરવામાં આવે છે. સ્થિતિ ઓછી થતાં કર્મ નિશ્ચિત સમય પહેલા ઉદયમાં આવી જાય છે. દા.ત. જ્યારે મનુષ્ય પોતાનું આયુષ્ય પૂર્ણ રૂપથી ક્રમપૂર્વક ભોગવ્યા વિના, સમય પૂર્વે મૃત્યુ પામે છે તો લોકો તેને અકાળ મૃત્યુ કહે છે, પરંતુ કર્મ વિજ્ઞાનની ભાષામાં આમ થવું, તેનું કારણ આયુષ્ય કર્મની ઉદીરણા થઈ છે તેમ કહેવાય. આત્મામાં સ્થિત કર્મોની ગથિઓને તપ-સાધનાદિ પ્રયત્નો દ્વારા સમયથી પહેલાં For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ઉદયમાં લાવીને ભોગવી શકાય છે. પોતાના દ્વારા થયેલા દોષો, પાપો અને ભૂલોનું સ્મરણ કરીને ગુરુની સમક્ષ આલોચના, નિંદા, પ્રતિક્રમણ, ક્ષમા-યાચના કરવી તે પણ ઉદીરણાનું સ્વરૂપ છે. આનાથી પાપકર્મો નિષ્ફળ થઈ જાય છે. ૧૫૨ મનોવૈજ્ઞાનિકોના અનુસાર માનસિક રોગનું કારણ મનમાં દબાયેલી ગ્રંથિઓ છે. જ્યારે આ ગ્રંથિઓ પ્રગટ થઈને નાશ થઈ જાય છે તો તેના સંબંધિત રોગ પણ નષ્ટ થઈ જાય છે. માનસિક ચિકિત્સા પણ ઉદ્દીરણા કરવાનું એક સ્વરૂપ છે. ઉદ્દીરણામાં રાખવાની વિશેષ સાવધાની :- ઉદીરણા માટે સાધકે શુભ ભાવમાં અપવર્તનાકરણ દ્વારા પૂર્વે બંધાયેલા કર્મોની સ્થિતિને ઘટાડવી તે અનિવાર્ય છે. સ્થિતિ ઘટવાથી કર્મ નિશ્ચિત સમયથી પહેલાં ઉદયમાં આવી જાય છે અને તે કર્મનું ફળ ભોગવીને તેનો ક્ષય કરાય છે. આ વખતે સાધકે એ ખ્યાલ-જાગૃતિ રાખવાની છે કેઉદીરણા દ્વારા કર્મ ઉદય આવે ત્યારે કષાયભાવમાં વૃદ્ધિ ન થવી જોઈએ નહીંતર ઉદીરણાથી જેટલા કર્મો ક્ષય થશે, એનાથી અનેકગણા અધિક કર્મ બંધાઈ જાય છે. ઉદીરણા વખતે પોતાના પરિણામો કષાયયુક્ત ન થઈ જાય એ મુખ્ય સાવધાની રાખવાની છે. સમ્યક્ પુરુષાર્થથી કર્મબંધમાં પરિવર્તન કરવું સંભવિત છે. કર્મબંધની જાળમાં ફસાયેલા સંસારી પ્રાણીઓએ વારંવાર ઉત્સાહિત થઈને સમ્યક્-યથાર્થ પુરુષાર્થ કરવો જોઈએ. સમ્યક્ષણે કરવામાં આવેલો પુરુષાર્થ ક્યારેય નિષ્ફળ જતો નથી. જ્ઞાનીઓ સામાન્યપણે જાગૃતદશામાં રહી, કર્મોની ઉદ્દીરણા કરીને કર્મોનો ખુડદો બોલાવી દે છે, પણ અજ્ઞાનીએ આ કરતાં પહેલાં આત્મજ્ઞાન મેળવવું જરૂરી છે, જેથી ઉદીરણા પણ સમ્યક્ષણે કરી કર્મ મુક્ત થઈ શકાય. (૫) ક્ર્મબંધની ઉર્તના અને (૬) ક્ર્મબંધની અપવર્તના કર્મોની સ્થિતિ અને અનુભાગનો નિશ્ચય કર્મબંધ વખતે રહેલ કષાયની હાજરીની તીવ્રતા કે મંદતા અનુસાર થાય છે. આ એક સામાન્ય નિયમ છે, પરંતુ કર્મ વિજ્ઞાન અનુસાર આ નિયમ એકાંતરૂપથી નથી. જીવાત્મા નવો કર્મ બંધ કરતી વખતે પૂર્વે બંધાયેલા કર્મોની સ્થિતિ અને અનુભાગ-રસની તીવ્રતામાં વૃદ્ધિ પણ કરી શકે છે. તે ઉર્તના કહે છે. (ઉત્કર્ષણ કહે છે) તેમજ જીવાત્મા નવો કર્મબંધ કરતી વખતે પૂર્વે બંધાયેલા કર્મોની સ્થિતિ અને અનુભાગ-રસને મંદ પણ કરી શકે છે તે અપવર્તના (અપકર્ષણ) કહે છે. ઉર્તના પૂર્વે બંધાયેલા કર્મની સ્થિતિ અને રસમાં પહેલાથી વધારે પ્રવૃત્તિ કરવાથી તથા તેમા તીવ્રરસ લેવાથી ઉર્તના થાય છે. દા.ત. કોઈ વ્યક્તિ મંદ કષાયથી For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૧૫૩ બંધાયેલી સ્થિતિ અને અનુભાગને વર્તમાનમાં તીવ્ર કષાય કરીને તે જ કાર્યને વારંવાર કરે છે, તો તે પોતાના તીવ્ર કષાયના કારણે તે કર્મની સ્થિતિ અને અનુભાગ વધી જાય છે તેને ઉત્કર્ષણ કે ઉર્તના કહે છે. આ જ પ્રકારે લોભ અથવા રાગદ્વેષના કારણે પૂર્વે બંધાયેલા કર્મોને યારે તીવ્ર લોભથી અથવા તીવ્ર રાગદ્વેષના કષાયથી અધિકાધિક નિમિત્ત મળવાથી તેની તે સંબંધી કર્મોની સ્થિતિ અને અનુભાગની શક્તિ વધી જાય છે. આ ઉર્તના કહેવાય છે. આ ઉર્તના અપ્રશસ્ત રાગ અથવા કષાયની વૃદ્ધિથી આયુષ્ય કર્મને છોડીને સાત કર્મોની બધી જ અશુભ કર્મ પ્રકૃતિઓની સ્થિતિ અને અનુભાગ-રસમાં વૃદ્ધિ કરે છે. આ જ પ્રકારે કષાયની મંદતાને કારણે પ્રશસ્ત રાગ અથવા શુભ ભાવોની વિશુદ્ધિથી અને પુણ્ય પ્રકૃતિઓના રસમાં વૃદ્ધિથી પણ ઉર્તના થાય છે. આ કર્મના ઉદ્વર્તનાની ક્રિયાનો સાર એ છે કે, કષાયની વૃદ્ધિથી પૂર્વે બંધાયેલા પાપકર્મોના રસમાં ઉર્તન થાય છે અને શુભ ભાવોથી પુણ્ય પ્રકૃતિઓના અનુભાગમાં ઉર્તના થાય છે. અપવર્તના-અપકર્ષણ :-પૂર્વે બંધાયેલા કર્મની સ્થિતિ અને અનુભાગ-રસને વર્તમાનમાં નવો કર્મ બંધ કરતાં સ્થિતિ અને અનુભાગ ઘટાડવો તેને અપવર્તના-અપકર્ષણ કહે છે. ‘ગોમ્મટસાર’માં આનું લક્ષણ આપતા કહ્યું છે કે, પૂર્વે સંચિત થયેલા કર્મોની સ્થિતિ અને અનુભાગને સમ્યગ્ દર્શન આદિથી ક્ષીણ કરવી-ઘટાડવી તે અપવર્તના છે. દા.ત. શ્રેણિક રાજાએ શરૂઆતના જીવનમાં તીવ્ર રસથી ક્રૂર કર્મ કરીને સાતમા નરક સુધી જઈ શકાય તેવા કર્મ બાંધ્યા હતા, પણ તેઓ જ્યારે ભગવાન મહાવીરના શરણમાં આવ્યા અને ભગવાનની પર્વપાસના કરવાથી તેમને ક્ષાયિક સમ્યગ્દર્શન પ્રગટ થયું. ત્યારબાદ પોતાના કરેલા કર્મોનો તેઓને પશ્ચાતાપ કરવાથી શુભ ભાવોના પ્રભાવથી સાતમી નરકના આયુષ્યનું અપવર્તન થઈને તે પ્રથમ નરક સુધી રહી ગયું. અશુભ કર્મનો બંધ થયા પછી જો આત્મા તે દુષ્કર્મ પ્રતિ સંવર ભાવ તથા તપ કરે છે તો પૂર્વબદ્ધ કર્મોની સ્થિતિ અને અનુભાગ ઘટી જાય છે. આ અપવર્તન છે. જો કોઈ વ્યક્તિ શુભ કર્મ કરીને દેવગતિનું આયુષ્ય બાંધી લે છે, પરંતુ પછી ઉદય આવ્યા પહેલા, તેના શુભ ભાવોમાં ઘટાડો આવી જાય તો તેનો આયુષ્ય બંધ હલકી ગતિના દેવલોકનો થઈ જાય છે-તેની શુભતાની શક્તિ ઘટી જાય છે. આ વાત ઉપરથી નિષ્કર્ષ એ નીકળે છે કે-પોતાનો આત્મા જ પૂર્વે બંધાયેલા કર્મોના ફળમાં, પોતાના પુરુષાર્થથી શુભાશુભ ભાવોની તીવ્રતા કે મંદતાની સ્થિતિ અને અનુભાગ બંધમાં ઘટાડો-વધારો કરી શકે છે. તેને કર્મોની અપવર્તના અથવા ઉર્તના કહે છે. For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ સ્વાધ્યાય સુધા ઉદ્વર્તન તેમજ અપવર્તના દ્વારા જેટલો ફેરફાર સ્થિતિમાં પડે છે, તેટલો જ ફેરફાર તેના ઉદયકાળમાં પણ પડે છે. આ પ્રક્રિયા વડે એક ક્ષણમાં કરોડો-અબજો વર્ષોની સ્થિતિ ઘટી કે વધી જાય છે. સ્થિતિના ઉદ્વર્તન-અપવર્તનની જેમ જ સમાન અનુભાગનું પણ ઉદ્વર્તન અને અપવર્તન થાય છે અર્થાત્ સ્થિતિમાં ઉત્કર્ષણ-અપકર્ષણ દ્વારા કર્મોના ઉદયકાળમાં ફેરફાર થાય છે, જ્યારે ઉત્કર્ષણ-અપકર્ષણ દ્વારા તેની અનુભાગ શક્તિમાં ફેરફાર થાય છે. ઉદ્વર્તના અને અપવર્તનનું રહસ્ય :- બંધાયેલા કર્મનો સ્થિતિ અને અનુભાગનો નિર્ણય કર્મબંધ થતી વખતે હાજર કષાયની તીવ્રતા-મંદતા અનુસાર થાય છે. પરંતુ આ નિયમ પણ એકાંત રૂપથી નથી. સમ્યક્ પુરુષાર્થી જીવાત્મા નવા કર્મોને બંધ કરતી વખતે પૂર્વે બંધાયેલા કર્મોની સ્થિતિ અર્થાત્ કાળ-મર્યાદા અને અનુભાગ-રસની તીવ્રતામાં વધારો કે ઘટાડો કરી શકે છે. - અશુભ કર્મનો બંધ થયા પછી જો આત્મા શુભ અધ્યવસાય, સદ્ગુરુ અથવા સત્કર્મથી, સત્સંગથી અથવા સન્શાસ્ત્રોના સ્વાધ્યાય વડે સત્કાર્ય કરે છે, તો પૂર્વે બંધાયેલા કર્મોની સ્થિતિ અને અનુભાગ શક્તિ ઘટાડી શકે છે. આ અપવર્તનાકરણ છે. અર્થાત્ પોતાના દુષ્કર્મોની નિંદા, ગ, પશ્ચાતાપ આદિથી બાંધેલા કર્મોની શક્તિને ઘટાડી શકાય છે. સ્થિતિનું અપકર્ષણ થવાથી, પૂર્વે બંધાયેલા કર્મો વહેલા ઉદયમાં આવીને ખરી જાય છે અથવા તેનું ઉત્કર્ષણ થવાથી તે કર્મ પોતાના ઉદયકાળમાં આવવાનો સમય વધારી દે છે અને મોડેથી ઉદયમાં આવે છે. અર્થાત્ અપકર્ષણ-ઉત્કર્ષણ દ્વારા જેની સ્થિતિમાં ફેર પડે છે, તેના ઉદયકાળમાં પણ ફેર પડે છે. અપવર્તન દ્વારા તીવ્રતમ શક્તિવાળા કર્મો એક ક્ષણમાં મંદતમ થઈ જાય છે અને ઉત્કર્ષણ દ્વારા મંદતમ શક્તિવાળુ કર્મ એક ક્ષણમાં તીવ્રતમ થઈ જાય છે. અપવર્તના-અપકર્ષણનો ચમત્કાર :- જેમણે નરકમાં જવા યોગ્ય અશુભતર કર્મોનો બંધ કરી લીધો હતો એવા પાપાત્માઓ પણ એક દિવસ પવિત્ર-આત્મા બની જાય છે અને પોતાના ચારિત્ર્ય બળ વડે મોક્ષ માર્ગ પર આરુઢ થઈ જાય છે. તેમની સાધનાના પ્રભાવથી પ્રગાઢ પાપકર્મો પણ અલ્પકાળમાં ઉદયમાં આવી નાશ પામી જાય છે અને તે સાધકો પરમાત્મ પદને પ્રાપ્ત કરવામાં સમર્થ બની જાય છે. દા.ત. ચિલાતીપુત્ર, અર્જુનમાળી, દ્રઢપ્રહારી જેવા પાપાત્માઓ અપવર્તના દ્વારા મહાત્મા અને મહાત્મામાંથી પરમાત્મા બની શક્યા હતા. ઉદ્વર્તના-ઉત્કર્ષણનો ચમત્કાર :- ઉદ્વર્તના-ઉત્કર્ષણથી પૂર્વે બંધાયેલા સ્થિતિ-અનુભાગ બંધમાં વધારો થાય છે. જેમ કે કાઈ જીવે અલ્પસ્થિતિવાળુ અશુભ કર્મ બાંધ્યું. ત્યારબાદ For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ સ્વાધ્યાય સુધા વધારે ખરાબ કાર્યો કરવાનું ચાલુ કર્યું તો અશુભ પરિણામોમાં વધારો થવાથી અશુભ કર્મોની સ્થિતિ અને અનુભાગ બંધમાં વૃદ્ધિ થઈ જાય છે અને સાથે જ અશુભ પરિણામોની પ્રબળતાથી શુભકર્મોની સ્થિતિ અને અનુભાગ મંદ થઈ જાય છે. ઉદ્વર્તનમાં-સંકલેશ પરિણામોની તીવ્રતાના નિમિત્તથી આયુષ્ય કર્મ જે ઉદયમાં છે, તેના સિવાયના બાકીના કર્મોની પ્રકૃતિઓની સ્થિતિ વધી જાય છે તથા અનુભાગમાં વધારો થઈ જાય છે. તેમજ શુભભાવોથી, વિશુદ્ધિથી કે વધારો થવાથી પુણ્ય પ્રકૃતિઓનો અનુભાગ અને સ્થિતિમાં વૃદ્ધિ થાય છે. અપવર્તનમાં સંકલેશ પરિણામોની મંદતા અને શુભભાવોની વૃદ્ધિ થવાથી પૂર્વે બંધાયેલી પાપ પ્રકૃતિઓના રસમાં અને સ્થિતિમાં ઘટાડો થઈ જાય છે તથા કષાયની વૃદ્ધિથી પુણ્ય પ્રકૃતિઓની સ્થિતિ તથા અનુભાગમાં ઘટાડો થઈ જાય છે. ઉદ્વર્તન અને અપવર્તનાના પ્રકાર :- બે પ્રકાર છે : (૧) અવ્યાઘાત ઉદ્વર્તનાઅપવર્તન અને (૨) વ્યાઘાત ઉદ્વર્તના-અપવર્તન. સામાન્ય રૂપથી જીવનમાં દરરોજ થવાવાળા આંશિક ઉદ્વર્તન અથવા અપવર્તન આવ્યાઘાત કહેવાય છે. દા.ત. પોતાની આદતો સુધરી જવી અથવા વ્યસનનો ત્યાગ થવો કે સ્વાધ્યાય-સત્સંગનો નિત્યક્રમ બની જવો. વ્યાઘાત ઉદ્વર્તના-અપવર્તના આધ્યાત્મિક સાધકોમાં થવાવાળા પૂર્ણ ઉત્કર્ષણ અથવા અપકર્ષણ છે. વાસ્તવિક રીતે વ્યાઘાત-અપકર્ષણ જ મોક્ષમાર્ગમાં ઉપયોગી છે. તેના દ્વારા સાધક પ્રતિક્ષણ હજારો-લાખો, કરોડો વર્ષની સ્થિતિનો ઘાત અને અનુભાગનો ઘાત કરતો, થોડા જ સમયમાં કર્મબંધથી મુક્ત થઈ જાય છે. (૭) ર્મબંધનું સંક્રમણ અને (૮) ઉપશમન (૭) એક કર્મ પ્રકૃતિનું અન્ય સજાતીય (ઉત્તર) કર્મ પ્રકૃતિમાં પરિણમન થઈ જવું તેને સંક્રમણ કહે છે. સંક્રમણ કોઈ એક કર્મની મૂળ પ્રકૃતિની ઉત્તર પ્રવૃતિઓમાં થાય છે, બીજા મૂળ કર્મની પ્રકૃતિમાં નથી થતું. અર્થાત્ આ સંક્રમણ આઠ મૂળ કર્મ ભેદ છે તેમાં નથી થતું. દરેકની ઉત્તર પ્રકૃતિમાં સજાતીય હોવાથી થઈ શકે છે. જે પ્રયત્ન કરવાથી એક કર્મ પોતાના સ્વરૂપને છોડી બીજા સજાતીય સ્વરૂપને મેળવી લે છે, તો આ પ્રયત્નનું નામ સંક્રમણ છે. દા.ત. પૂર્વે બાંધેલી પુણ્ય પ્રકૃતિઓ, પછી પાપનો પુરુષાર્થ થવાથી તે પાપકર્મની પ્રકૃતિઓમાં બદલાઈ જાય છે. જે પુણ્યના રૂપમાં સુખ દેવાવાળા કર્મ પાપના રૂપમાં એટલે દુઃખ દેવાવાળા સ્વરૂપમાં સંક્રમિત થઈ જાય છે. એ જ પ્રકારે પૂર્વે બાંધેલા પાપકર્મમાં કાળાન્તરે દીર્ઘ તપથી, પરિષહ સહન કરવાથી, ઉપસર્ગ ઉપર વિજય મેળવવાથી, ચારિત્રામાં સ્થિતિ કરવાથી પુણ્યરૂપમાં પરિણમી જાય છે. For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ સ્વાધ્યાય સુધા સ્થાનાંગસૂત્ર (ઠાણાંગ સૂટા)માં આ આશયને સ્પષ્ટ કરવા માટે એક ચૌભંગી આપવામાં આવી છે. (૧) શુભકર્મ ઉપર વિપાર્ક અશુભ થાય છે. (૨) અશુભકર્મ ઉપર વિપાક શુભ થાય છે. (૩) શુભનો વિપાક શુભ થવો. (૪) અશુભનો વિપાક અશુભ થવો. આ પ્રમાણે કર્મ પ્રકૃતિઓની અદલા-બદલી થવી તેને સંક્રમણ કહે છે. સંક્રમણના પ્રકાર :- સ્થાનાંગ સૂત્રામાં સંક્રમણ ચાર પ્રકારનું બતાવેલ છે. (૧) પ્રકૃતિ સંક્રમણ (૨) સ્થિતિ સંક્રમણ . (૩) અનુભાગ સંક્રમણ (૪) પ્રદેશ સંક્રમણ. (૧) પ્રકૃતિ સંક્રમણ :- કર્મ બાંધતી વખતે મતિ જ્ઞાનાવરણીય કર્મનો બંધ કર્યો હતો પરંતુ ફળ દેતી વખતે તે શ્રુત જ્ઞાનાવરણીયના રૂપમાં થઈ શકે છે. અથવા શાતા વેદનીય અશાતા વેદનીયનું રૂપ લઈ લે છે અને તે પ્રમાણે ફળ આપે છે. જો કે સંક્રમણમાં પહેલાં બંધાયેલી પ્રકૃતિ વર્તમાનમાં બંધાવાવાળી સજાતીય પ્રકૃતિના રૂપમાં બદલાઈ જાય છે, પરંતુ તેમાં આયુષ્ય અને મોહનીય કર્મ અપવાદરૂપ છે. ચાર પ્રકારના આયુષ્યમાં પરસ્પર સંક્રમણ નથી થતું તેમજ દર્શન મોહનીયની પ્રકૃતિઓનું ચારિત્ર મોહનીયની પ્રકૃતિઓમાં સંક્રમણ થતું નથી કે ચારિત્ર મોહનીય પ્રકૃતિનું દર્શન મોહનીયની પ્રકૃતિમાં સંક્રમણ થતું નથી. (૨) સ્થિતિ સંક્રમણ :- કર્મોની સ્થિતિમાં પરસ્પર સંક્રમણ થવું તે સ્થિતિ સંક્રમણ (પરિવર્તન) છે. આ સ્થિતિ સંક્રમણ ત્રણ અવસ્થાઓ પર અવલંબેલ છે. (અ) અપવર્તના (બ) ઉદ્વર્તનો (ક) કર્મ પ્રકૃતિની સ્થિતિનું સમાન જાતીય અન્ય પ્રકૃતિની સ્થિતિમાં પરિવર્તન થવું એ પણ સંક્રમણ છે. ઉદ્વર્તન અને અપવર્તના દ્વારા કર્મોની મૂળ અને ઉત્તર પ્રવૃતિઓમાં સ્થિતિ સંબંધી પરિવર્તન થાય છે, તે પરિવર્તનને સ્થિતિ સંક્રમણ કહે છે. જેમાં કર્મોની કાળ સ્થિતિ (મર્યાદા)માં ન્યૂનાધિકતા થાય છે. (૩) અનુભાગ સંક્રમણ :- આત્માના ભાવોમાં પરિવર્તન થવું તે અનુભાગ સંક્રમણ છે, અર્થાત્ કર્મોની ફળ આપવાની તીવ્ર-મંદ શક્તિમાં પરિવર્તન થવું. આ અનુભાગ સંક્રમણ પણ સ્થિતિ સંક્રમણની જેમ ત્રણ પ્રકારે છે : (અ) અપવર્તન (બ) ઉદ્વર્તના અને (ક) પર પ્રકૃતિરૂપ પરિણમન. (૪) પ્રદેશ સંક્રમણ :- આત્મપ્રદેશોની સાથે બંધાયેલા કર્મ પુદ્ગલોનું અન્ય પ્રકૃતિરૂપ થઈ જવું એ પ્રદેશ સંક્રમણ છે. આનો સામાન્ય નિયમ એ છે કે, જે પ્રકૃતિનો જયાં સુધી બંધ થાય છે, તે પ્રકૃતિની સજાતીય પ્રકૃતિમાં ત્યાં સુધી જ સંક્રમણ થાય છે. દા.ત. અશાતાવેદનીયનો બંધ છઠ્ઠા ગુણસ્થાનક સુધી થાય છે એટલે શાતા વેદનીયનું અશાતા વેદનીયના રૂપમાં પણ છઠ્ઠા ગુણસ્થાનક સુધી થાય છે. વસ્તુતઃ સંક્રમણના આ ચાર પ્રકારોનો સંબંધ સંકલેશિત અને વિશુદ્ધિ પરિણામો પર For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૧૫૭ છે અર્થાત્ પાપ અને પુણ્ય પ્રકૃતિઓથી છે. દા.ત. (૧) જેમ કે વર્તમાન અધ્યવસાયોમાં વિશુદ્ધિ આવે છે. તેમ પૂર્વે બંધાયેલા પાપ પ્રકૃતિઓનો રસ અને સ્થિતિ ઘટતી જાય છે, જ્યારે પુણ્ય પ્રકૃતિઓના અનુભાગ અને સ્થિતિ આપોઆપ (સ્વત:) વધી જાય છે. (૨) જેમ જેમ કલેશિત પરિણામો વધતા જાય તેમ તેમ પાપ પ્રકૃતિઓની સ્થિતિ અને અનુભાગ વધતો જાય છે. અને પુણ્ય પ્રકૃતિઓનો અનુભાગ ઘટતો જાય છે. આ પ્રકારે પ્રતિ ક્ષણ સાત કર્મો નિયમથી બંધાતા જાય છે, તેમ તેમ પૂર્વે બંધાયેલી સજાતીય કર્મોની સ્થિતિ અને અનુભાગ બંધમાં નિરંતર વધ-ઘટ થતી રહે છે. આનાથી એ સ્પષ્ટ થાય છે કે પૂર્વે ઉપાર્જિત કર્મોમાં હંમેશાં સતત પરિવર્તન થતું રહે છે. સંક્રમણની આ પ્રક્રિયા કાર્ય-કારણભાવના નિયમ અનુસાર પોતાના જ શુભાશુભ પરિણામો અનુસાર ચાલે છે. આત્મા સંક્રમણ પ્રક્રિયાથી પૂર્વે બંધાયેલા અશુભ કર્મ પ્રકૃતિને તેની સજાતીય શુભ કર્મ પ્રકૃતિમાં પરિવર્તન કરીને તેના દુઃખદાયી ફળથી સ્વયંને બચાવી શકે છે અને આત્મશક્તિમાં વૃદ્ધિ થવાથી આત્મિક ગુણોનો વિકાસ પણ કરી શકાય છે. - સંક્રમણના બે રૂપ છે : (૧) માર્થાન્તરીકરણ અથવા રુપાન્તરણ (ર) ઉદાત્તીકરણ . આ માર્થાન્તરીકરણ સંક્રમણના બે પ્રકાર છે : (ક) અશુભનું શુભ પ્રકૃતિમાં સંક્રમણ થવું | અને (ખ) શુભ પ્રકૃતિનું અશુભ પ્રકૃતિમાં રુપાન્તર થઈ જવું. પ્રથમનું હિતકારી છે અને બીજુ અહિતકારી છે. સંક્રમણ દ્વારા-ક્રોધને ક્ષમામાં, અહંકારને નમ્રતામાં, માયાને સરળતામાં, લોભને સંતોષમાં, હિંસાને દયામાં, સ્વાર્થને પરમાર્થમાં, તેમજ અજ્ઞાનને જ્ઞાનમાં-પરસ્પર વર્તમાન સજાતીય પ્રકૃતિને અનુરૂપ સંક્રમિત અથવા પરિવર્તિત કરી શકાય છે. કર્મ વિજ્ઞાનના અનુસાર-પહેલા બાંધેલી પ્રકૃતિઓને વર્તમાનમાં બાંધવાવાળી પ્રકૃતિઓમાં-આદતોમાં સંક્રમિત કરી શકાય છે. સંક્રમણનું બીજુ રૂપ ઉદાત્તીકરણ છે. | નિંદા પ્રકૃતિ કે કુત્સિત પ્રકૃતિ અથવા પ્રવૃતિને ઉદાત્ત (શુભ) પ્રકૃતિ અથવા પ્રવૃતિમાં રૂપાન્તરને ઉદાત્તીકરણ કહેવાય છે. ઉદારીકરણની પ્રક્રિયા એ દોષોનું પરિમાર્જનપરિશોધન કરવાની પ્રક્રિયા છે. ઉદારીકરણમાં મનુષ્ય જે પ્રવૃત્તિ કરે, તેની પાછળ અનાસક્તિ, સમતા અથવા રાગદ્વેષની અલ્પતાનો ભાવ હોય છે. તેને ક્ષયોપશમની પ્રક્રિયા પણ કહે છે. આમાં કર્મોના કેટલાક દોષોનો સર્વથા ક્ષય કરવામાં આવે છે અને કેટલાકનો ઉપશમ થાય છે. દા.ત. પ્રશસ્ત રાગ તે રાગ-આસક્તિનું ઉદાત્તીકરણ છે. આવી રીતે દુઃખ-સંતાપ, રોગાદિ કારણે કષ્ટ, અશાંતિ વિગેરેથી મુક્ત થવાને માટે તેને પરોપકાર, સેવા, સહયોગાદિ પુણ્ય પ્રકૃતિઓમાં ઉદારીકરણ કરી શકાય છે. કર્મશાસ્ત્રના અનુસાર ઉદ્વર્તના, અપવર્તના, ઉદીરણા અને સંક્રમણ-આ ચારે For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ સ્વાધ્યાય સુધા અવસ્થાઓ ઉદયમાં નહીં આવેલા કર્મોમાં થાય છે. ઉદય અવસ્થામાં આવેલા કર્મોમાં આ ચારેય વડે કોઈ પરિવર્તન કરી શકાતું નથી. (૮) ઉપશમન :- કર્મોની સંપૂર્ણપણે અનુદયની સ્થિતિને ઉપશમન કહેવાય છે. કર્મોના ઉદય, ઉદીરણા, નિધત અને નિકાચિત-આ ચારેય ક્રિયાઓને નકામી કરી દેવી. તેને ઉપશમ અવસ્થા કહે છે. કર્મોનું ઉપશમન થોડાક સમય માટે ફળ દેવાની શક્તિને કેટલાક સમય માટે દબાવી દે છે. અથવા તેને થોડાક સમય માટે ફળ દેવા માટે બિન અસરકારક બનાવી દે છે. આ અવસ્થામાં પ્રદેશોદય કે વિપાકોદય પ્રકારનો ઉદય નથી રહેતો. ઉપશમન ફક્ત મોહનીય કર્મનું જ થઈ શકે છે. ઉપશમ અવસ્થા રાખ વળી ગયેલા અગ્નિ સાથે સરખાવવામાં આવે છે એટલે કે કર્મોના ઉદય-ઉદીરણાને રોકી દેવા અથવા દબાવી દેવા તે ઉપશમ છે. ઉપશમ અવસ્થામાં નિમિત્ત મળતાં જ તે કર્મ ઉદયમાં આવીને ફળ આપે છે. ઉપશમમાં કર્મોની સત્તા નાશ નથી પામતી પણ થોડા સમય માટે ફળ આપતા નથી. કેટલાક સમય માટે નિશ્ચલ થઈને દઢતાપૂર્વક સમતા, શમ આદિની સાધના કરવાથી કર્મમળ થોડા સમય માટે અંતઃકરણમાં શાંત થઈને બેસી જાય છે. જેટલા સમય સુધી આ પ્રકારે કર્મો સુષુપ્ત અવસ્થામાં રહે છે. એટલો સમય આત્માના ભાવ પૂર્ણતઃ શુદ્ધ તેમજ નિર્મળ બની જાય છે. પણ કર્મોનો સુષુપ્ત કાળ પૂરો થતાં, તે કર્મ ફરીને સચેષ્ટ (સચેતન) થઈને આત્માના પરિણામ ઉપર પોતાનો પ્રભાવ બતાવે છે. આત્માને કર્મબંધમાંથી કર્મમુક્તિ તરફ લઈ જવામાં ઉપશમનું મહત્વ રહેલું છે. કારણ કે જેટલો સમય કર્મમળ ઉપશમ અવસ્થામાં શાંત રહે છે, તેટલો સમય આત્મા સો ટકા નિર્મળ અને શુદ્ધ રહે છે. એટલા સમય માટે રાગદ્વેષ કે કષાયના ભાવ ઊભા થતા નથી. એટલા સમય માટે આત્મામાં પર્ણપણે ઉપશમ, શમ બન્યા રહે છે. ઉપશમનો સમય પૂરો થતાં, ભલે કર્મ ઉદયમાં આવી જાય અને તેના પ્રભાવમાં જીવ પુનઃ વિકલ્પ તેમજ કષાયમાં જાગૃત થઈ જાય, પરંતુ ઉપશમ સમયમાં તો તે પૂર્ણપણે નિર્વિકલ્પ અને વીતરાગ બની રહે છે. કર્મોને શ્રુતજ્ઞાન અથવા સંયમના બળથી દબાવી દેવાથી તેનું ફળ મળવું બંધ થાય છે. ઉપશમથી મોહનીય કર્મની પ્રકૃતિઓના વિપરીત ફળને શમાવવામાં આવે છે, ઉપશમાવવામાં આવે છે. આમ થવાથી કર્મની સ્થિતિ, અનુભાગ અને પ્રદેશબંધ ઘટવાની સંભાવના ઊભી થાય છે. આ વિધિથી ઉપશમ આત્મશાંતિ તથા આત્મશક્તિને પ્રગટાવવામાં સહાયક બને છે. (૯) નિધત્ત અને (૧૦) નિન્નચિત કર્મબંધ (૯) નિધત્ત :- જે કર્મમાં ઉદીરણા અથવા સંક્રમણ નથી થઈ શકતું પરંતુ ઉદ્વર્તન અને અપવર્તન થઈ શકે છે. એટલે કે બંધાયેલા કર્મોની સ્થિતિ (સમય) અને રસની તીવ્રતાને ઘટાડી-વધારી શકાય છે. (જૂનાધિક કરી શકાય છે). For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ સ્વાધ્યાય સુધા કર્મબંધની આ અવસ્થા, અગ્નિમાં તપાવેલી સોયોની જેમ એટલા ગાઢ બંધાય છે કે એટલા પ્રગાઢ થઈ જાય છે કે તેની સ્થિતિ અને રસમાં ઘટાડો-વધારો કરવો સંભવિત છે, પરંતુ તેમાં સંક્રમણ, ઉદીરણા તથા આમૂલ પરિવર્તનનો સંભવ નથી થઈ શકતો. તેને નિધત્તિકરણ કહેવાય છે. જેમાં ઉદ્વર્તન અને અપવર્તન સિવાયના બાકીના કિરણો (સાધના)ને માટે કર્મ અક્ષમ બની જાય છે. એટલે કે નિધત્ત અવસ્થાવાળા કર્મોમાં પોતાના અવાંતર (સજાતીય) ભેદોમાં રૂપાંતરિત નથી થઈ શકતા અને પોતાનું ફળ એ જ રૂપમાં આપે છે, પરંતુ બંધાયેલા કર્મોની સ્થિતિ અને રસ-વિપાકને તીવ્ર અથવા મંદ કરી શકાય છે. નિધત્તના પણ ચાર પ્રકાર છે : (૧) પ્રકૃતિ નિધત્ત (૨) સ્થિતિ નિધત્ત (૩) અનુભાગ નિધત્ત અને (૪) પ્રદેશ નિધત્ત. બંધાયેલા કર્મોની આ નિધત્ત અવસ્થા કોઈ વૃત્તિ, પ્રવૃત્તિ અથવા પ્રકૃતિમાં વારંવાર અધિકપણે રસ લેવાથી તથા તે વૃત્તિ-પ્રવૃત્તિની પુનરાવૃત્તિ કરવાથી થાય છે. જે ક્રિયામાં મન-વચન-કાયાની પ્રવૃત્તિ એટલી વધારે થાય કે તેની પુનરાવૃત્તિ વારંવાર થયા કરે, સાથે જો તેમાં રાગદ્વેષનું પ્રમાણ વધી જાય તો કર્મની આવી અવસ્થાનો બંધ થઈ જાય છે, જેમાં કેટલીક વધ-ઘટ થઈ શકે છે, પરંતુ તેનું રૂપાંતરણ તથા અન્ય પ્રકૃતિનાં રૂપમાં પરિવર્તન નથી થઈ શકતું. જેના ફળને ભોગવવું જ પડે છે, તે નિધત્ત અવસ્થા છે. આ કર્મબંધની કઠોર અવસ્થા છે કે જે ઉદીરણા કે સંક્રમણ આદિથી પર રહેલી છે. આનું ફક્ત ઉદ્વર્તન કે અપવર્તન થઈ શકે છે. (૧૦) નિકાચિત અવસ્થા :- કર્મની જે અવસ્થામાં, તેનું ઉદ્વર્તન, અપવર્તન, સંક્રમણ અને ઉદીરણાનો સંભવ ન હોય તેને નિકાચિત કહે છે. આ અવસ્થામાં કર્મોનો બંધ એટલો પ્રગાઢ હોય છે કે તેની સ્થિતિ અને અનુભાગની તીવ્રતામાં કોઈ પરિવર્તન થઈ શકતું નથી તેમજ સમય પહેલાં ભોગવી પણ શકાતું નથી. આ એવી અવસ્થા છે કે જે પ્રકારે બંધાયેલું છે, તે જ પ્રકારમાં અનિવાર્યપણે ભોગવવું જ પડે છે. ભોગવ્યા વગર તેની નિર્જરા થઈ શકતી નથી. આ કર્મનું બીજું નામ નિયતિ પણ છે. આમાં જીવાત્માની ઈચ્છા શક્તિનો સર્વથા અભાવ રહે છે. આ કર્મમાં કોઈપણ પ્રકારે ફેરફાર કરી શકાતો નથી. આ પ્રકારના કર્મબંધનમાં, કોઈ પ્રવૃત્તિમાં અત્યંત આસક્તિ, તીવ્ર મૂચ્છ અને પ્રબળ લાલસા કારણભૂત છે. પાપ-પ્રવૃત્તિઓનું પ્રાયશ્ચિત ન કરીને મન સુખનો અનુભવ કરે અથવા અહંકારગ્રસ્ત થઈ પાપ-કાર્યોની વારંવાર અનુમોદના કરે ત્યારે નિકાચિત કર્મનું બંધન થાય છે. જે કર્મ એટલું ગાઢ બંધાઈ જાય કે તેના ખરાબ ફળથી બચવું કઠિન બની જાય | અને તેને ભોગવ્યા વિના છૂટો ન શકાય તે અવસ્થા નિકાચિત સ્થિતિ છે. પ્રવૃત્તિ For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬) સ્વાધ્યાય સુધા કરવામાં અત્યંતિક આસક્તિ જ એનું મૂળ કારણ છે. કર્મબંધની આ નિકાચિત અવસ્થા કઠોરતમ અને ઘાતક અવસ્થા છે. આનાથી ત્યારે જ બચી શકાય કે કોઈપણ પ્રવૃત્તિમાં અત્યંત રાગદ્વેષ અથવા આસક્તિ ન કરવામાં આવે. ઈર્ષ્યા, ધૃણા અથવા વૈર-વિરોધ ન કરવામાં આવે. | નિકાચિત અવસ્થા પણ ચાર પ્રકારે છે : (૧) પ્રકૃતિ-સ્થિતિ-અનુભાગ-પ્રદેશ-નિકાચિત. કર્મબંધની નિધત્ત અને નિકાચિત આ બન્ને અવસ્થાઓ અસાધ્ય રોગની સમાન છે. એમાં પણ નિધત્ત કરતાં નિકાચિત વધારે દુઃખ આપનાર, અપ્રીતિકર અને પ્રબળતર છે. સાધકે આનાથી બચવું એ જ શ્રેયસ્કર છે. ઉપસંહાર :- કર્મબંધ તથા પરિવર્તનીય અવસ્થા તેમજ અપરિવર્તનીય અવસ્થામાં બચવા માટે જ્ઞાનીઓએ સાવધાન કરતાં કહ્યું છે કે :- કર્મબંધનું કારણ મોહ છે. મોહનો મૂળ સ્રોત રાગદ્વેષ છે. તેથી સાધકે દરરોજના પોતાના કાર્ય કરતાં મોહભાવથી બચતા રહેવું જોઈએ. મોહનીય કર્મનો ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમનો પુરુષાર્થ ઉત્સાહિત પરિણામોથી કરવો પડશે. એક વાર બંધાયેલું કર્મ બદલી શકાતું નથી અથવા તેની સ્થિતિ, અનુભાગમાં ક્યારેય પરિવર્તન નથી થઈ શકતું-આ ભ્રાંતિને તોડવા માટે તથા પુરુષાર્થવાદનો સંદેશ આપવા માટે કર્મના જાણકાર જ્ઞાનીઓએ કર્મબંધની દશ મુખ્ય અવસ્થાઓનું વિવેચન કર્યું છે. આ દસેય અવસ્થાઓ જુદી જુદી રીતે બંધાયેલા કર્મોનો ક્ષય કરવા માટે હિંમત નહીં હારવાનો સંદેશ આપે છે. તેમાંથી બંધ, ઉદય, ઉદ્વર્તન, નિધત્ત અને નિકાચિતના સમયે બહુ જ સાવધાન રહેવાનો સંકેત આપેલ છે. તથા અપવર્તન, સત્તા, ઉદીરણા, સંક્રમણ અને ઉપશમન અવસ્થાઓમાં સાધકને તે કર્મબંધ બદલવા, ભોગવીને ક્ષય-કરવા, રૂપાંતર કરવા તથા તે ઉદયને શાંત કરવા માટે સતત પુરુષાર્થ કરવાની પ્રેરણા મળે છે. કર્મબંધની જાળ એટલી વિચિત્ર છે કે કર્મ-સિદ્ધાંતથી અજાણ માનવી એનાથી બચી શકતો નથી. આત્માને બંધથી લઈને ઉદય સુધી આવવામાં અવકાશ રહે છે. તેમાં તે પોતાના ભાવો દ્વારા તેમાં પરિવર્તન કરી શકે છે અથવા નાશ પણ કરી શકે છે. બંધાયેલા કર્મોના બે રૂપ કહેવામાં આવ્યા છે. એક નિકાચિત અને બીજુ દલિત. નિકાચિતમાં વિપાકમાં ફેરફાર થતો નથી. એ જે પ્રમાણે બંધાયો છે તે પ્રમાણે ભોગવવો પડે છે. દલિત કર્મને અન્યથા થઈ શકે છે. પ્રથમને નિરુપક્રમ અને પાછળવાળાને સોપક્રમ પણ કહેવાય છે. નિરુપક્રમ એટલે તેનો પ્રતિકાર ન થઈ શકે અને સીપક્રમનો ઉપચાર કરી શકાય છે. નિકાચિત કર્મોના ઉદયની અપેક્ષાએ જીવ બિલકુલ કર્માધીન બની જાય છે. પરંતુ દલિત-સોપક્રમ કર્મની અપેક્ષા એ બે વાતો છે. (૧) જેમાં જીવ For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૧૬૧ સમતાયુકત મનોબળની સહાયતાથી સમ્યક દિશામાં ઉત્થાન, કર્મ, બળવીર્ય અને પરાક્રમ કરે છે, જ્યાં કર્મ જીવાત્માને આધિન થઈ જાય છે. અને (૨) જ્યાં જીવ તેને સમ્યકરૂપમાં પરિવર્તન કરવા માટે કોઈ ઉત્થાન, કર્મ, બળ, વીર્ય અને પરાક્રમનો સપુરૂષાર્થ નથી કરતો, ત્યાં તે સ્વયં કર્મને આધીન થઈ જાય છે. આ સત્ય છે કે આત્મા અનંત શક્તિવાળો છે. પરંતુ જ્યાં સુધી તે આત્મા સ્વયં જાગૃત થઈને પોતાનું સ્વરૂપ ન ઓળખે અને પોતાને કાયર-શક્તિ હિન સમજીને કર્મની આગળ નમી પડે તો કર્મ તેના ઉપર છવાઈ જાય છે. પ્રથમના આઠ કરણોનું સ્વરૂપ આપણે વિચાર્યું, તેનાથી એમ કહી શકીએ કે-જો કર્મ ઉદયમાં આવ્યા પહેલાં આત્મા જાગૃત થઈ જાય, સાવધાન થઈ જાય તો કર્મને અશુભથી શુભમાં બદલી શકે છે. સ્થિતિ અને અનુભાગ ઘટાડી શકાય છે. ઉદીરણા કરીને ઉદયકાળ પહેલાં કર્મને ઉદયમાં લાવીને તેને ક્ષય કરી શકાય છે. તેના ઉદયને ઉપશાંત કરીને સમતા અને શમમાં સ્વયંને સ્થિર કરી શકે છે. ક્ષપકશ્રેણી પર આરુઢ થઈને મોહનીય કર્મનો સર્વથા ક્ષય કરીને બાકીના ઘાતી કર્મોનો પણ સર્વથા ક્ષય કરીને વીતરાગ બની શકે છે. એટલે નિશ્ચિત રૂપથી કહી શકાય એમ છે કે મુમુક્ષુ અપ્રમત્ત થઈને આગળ વધવાનો પુરુષાર્થ કરે તો નિઃસંદેહપણે કર્મની શક્તિને હરાવીને વિજયી બની શકે છે. (૧૭૧) જાતિસ્મરણજ્ઞાન એ મતિજ્ઞાનના “ધારણા' નામના ભેદમાં સમાય છે. તે પાછલા ભવ જાણી શકે છે. તે જ્યાં સુધી પાછલા ભવમાં અસંજ્ઞીપણું ન આવ્યું હોય ત્યાં સુધી આગળ ચાલી શકે છે. જાતિસ્મરણ જ્ઞાનની જાણકારી પ.કૃ.દેવના શબ્દોમાં જ જોઈએ. ૧. “જાતિસ્મરણજ્ઞાન' વિષે જે શંકા રહે છે તેનું સમાધાન આ ઉપરથી થશે : જેમ બાલ્યાવસ્થાને વિષે જે કાંઈ જોયું હોય અથવા અનુભવ્યું હોય તેનું સ્મરણ વૃદ્ધાવસ્થામાં કેટલાકને થાય ને કેટલાકને ન થાય, તેમ પૂર્વભવનું ભાન કેટલાકને રહે, ને કેટલાકને ન રહે. ન રહેવાનું કારણ એ છે કે પૂર્વદેહ છોડતાં બાહ્ય પદાર્થોને વિષે જીવ વળગી રહી મરણ કરે છે અને નવો દેહ પામી તેમાં જ આસક્ત રહે છે, તેને પૂર્વપર્યાયનું ભાન રહે નહીં; આથી ઊલટી રીતે પ્રવર્તનાર એટલે અવકાશ રાખ્યો હોય તેને પૂર્વનો ભવ અનુભવવામાં આવે છે. ૨. એક સુંદર વનમાં તમારા આત્મામાં શું નિર્મળપણું છે, જે તપાસતાં તમોને વધારે વધારે સ્મૃતિ થાય છે કે નહીં? તમારી શક્તિ પણ અમારી શક્તિની પેઠે સ્કુરાયમાન કેમ ન થાય? તેનાં કારણો વિદ્યમાન છે. પ્રકૃતિબંધમાં તેનાં કારણો બતાવ્યાં છે. “જાતિસ્મરણજ્ઞાન' મતિજ્ઞાનનો ભેદ છે. For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા એક માણસ વીશ વર્ષનો અને બીજો માણસ સો વર્ષનો થઈ મરી જાય તે બેઉ જણે પાંચ વર્ષની ઉંમરે જે જોયું અથવા અનુભવ્યું હોય તે જો અમુક વર્ષ સુધી સ્મૃતિમાં રહે, એવી સ્થિતિ હોય તો વીશ વર્ષે મરી જાય તેને એકવીસમે વર્ષે ફરીથી જન્મયા પછી સ્મૃતિ થાય, પણ તેમ થતું નથી. કારણ કે પૂર્વપર્યાયમાં તેને પૂરતાં સ્મૃતિનાં સાધનો નહીં હોવાથી પૂર્વપર્યાય છોડતાં મૃત્યુ આદિ વેદનાના કારણને લઈને, નવો દેહ ધારણ કરતાં ગર્ભાવાસને લઈને, બાલપણામાં મૂઢપણાને લઈને, અને વર્તમાન દેહમાં અતિ લીનતાને લઈને પૂર્વપર્યાયની સ્મૃતિ કરવાનો અવકાશ જ મળતો નથી; તથાપિ જેમ ગર્ભાવાસ તથા બાલપણું સ્મૃતિમાં રહે નહીં તેથી કરી તે નહોતાં એમ નથી, તેમ ઉપરનાં કારણોને લઈને પૂર્વપર્યાય સ્મૃતિમાં રહે નહીં તેથી કરી તે નહોતા એમ કહેવાય નહીં. જેવી રીતે આંબા આદિ વૃક્ષોની કલમ કરવામાં આવે છે તેમાં સાનુકૂળતા હોય તો થાય છે, તેમ જો પૂર્વ પર્યાયની સ્મૃતિ કરવાને ક્ષયોપશમાદિ સાનુકૂળતા (યોગ્યતા) હોય તો ‘જાતિસ્મરણજ્ઞાન' થાય. પૂર્વસંજ્ઞા કાયમ હોવી જોઈએ. અસંજ્ઞીનો ભવ આવવાથી ‘જાતિસ્મરણજ્ઞાન' ન થાય. ૧૬૨ ૮. પૂર્વે સ્મૃતિમાં આવેલી વસ્તુ ફરી શાંતપણે સંભારે તો યથાસ્થિત સાંભરે. પોતાનું દૃષ્ટાંત આપતાં જણાવ્યું કે પોતાને ઈડર અને વસોની શાંત જગ્યાઓ સંભારવાથી તદ્રુપ યાદ આવે છે. તેમજ ખંભાત પાસે વડવા ગામે સ્થિતિ થઈ હતી ત્યાં વાડ પછી ત્યાં થોડી ઊંચી ભેખડ પાસે વાડથી આગળ ચાલતાં રસ્તો, પછી શાંત અને શીતળ અવકાશની જગ્યો હતી. તે જગ્યોએ પોતે શાંત સમાધિસ્થ દશામાં બેઠેલા તે સ્થિતિ આજે પોતાને પાંચસો વાર સ્મૃતિમાં આવી છે. બીજાઓ પણ તે સમયે ત્યાં હતા. પણ બધાને તેવી રીતે યાદ ન આવે. કારણ કે તે ક્ષયોપશમને આધીન છે. સ્થળ પણ નિમિત્ત કારણ છે. (વ્યા.સાર-૨-૬/૧-૨-૮) ૩. પુનર્જન્મ સંબંધી મારા વિચાર દર્શાવવા આપે સૂચવ્યું તે માટે અહીં પ્રસંગ પૂરતું સંક્ષેપમાત્ર દર્શાવું છું : (અ) મારું કેટલાક નિર્ણય પરથી આમ માનવું થયું છે કે, આ કાળમાં પણ કોઈ કોઈ મહાત્માઓ ગતભવને જાતિસ્મરણજ્ઞાન વડે જાણી શકે છે; જે જાણવું કલ્પિત નહીં પણ સમ્યક્ હોય છે. ઉત્કૃષ્ટ સંવેગ-જ્ઞાનયોગ-અને સત્સંગથી પણ એ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે શું કે ભૂતભવ પ્રત્યક્ષાનુભવરૂપ થાય છે. જ્યાં સુધી ભૂતભવ અનુભવગમ્ય ન થાય ત્યાં સુધી ભવિષ્યકાળનું ધર્મપ્રયત્ન શંકાસહ આત્મા કર્યા કરે છે; અને શંકાસહ પ્રયત્ન તે યોગ્ય સિદ્ધિ આપતું નથી. (આ) ‘પુર્નજન્મ છે’; આટલું પરોક્ષે-પ્રત્યક્ષે નિઃશંકત્વ જે પુરુષને પ્રાપ્ત થયું નથી, તે પુરુષને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય એમ શાસ્ત્રશૈલી કહેતી નથી. પુનર્જન્મને માટે શ્રુતજ્ઞાનથી મેળવેલો આશય મને જે અનુભવગમ્ય થયો છે તે કંઈક અહીં દર્શાવી જઉં છું. For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૧૬૩ (૧) “ચૈતન્ય અને જડ” એ બે ઓળખવાને માટે તે બન્ને વચ્ચે જે ભિન્ન ધર્મ છે તે પ્રથમ ઓળખાવો જોઈએ; અને તે ભિન્ન ધર્મમાં પણ મુખ્ય ભિન્ન ધર્મ જે ઓળખવાનો છે તે આ છે કે, “ચેતન્ય’માં “ઉપયોગ' (કોઈ પણ વસ્તુનો જે વડે બોધ થાય તે વસ્તુ) રહ્યો છે અને જડ'માં તે નથી. અહીં કદાપિ આમ કોઈ નિર્ણય કરવા ઈચ્છે કે, “જડ'માં “શબ્દ”, “સ્પર્શ', “રૂપ', “રસ' અને “ગંધ' એ શક્તિઓ રહી છે; અને ચૈતન્યમાં તે નથી; પણ એ ભિન્નતા આકાશની અપેક્ષા લેતાં ન સમજાય તેવી છે, કારણ તેવા કેટલાક ગુણો આકાશમાં પણ રહ્યા છે, જેવા કે, નિરંજન, નિરાકાર, અરૂપી ઈ, તે તે આત્માની સદેશ ગણી શકાય; કારણ ભિન્ન ધર્મ ન રહ્યા, પરંતુ ભિન્ન ધર્મ ‘ઉપયોગ' નામનો આગળ કહેલો ગુણ તે દર્શાવે છે, અને પછીથી જડ ચેતન્યનુ સ્વરૂપ સમજવું સુગમ પડે છે. () જીવનો મુખ્ય ગુણ ના લક્ષણ છે તે “ઉપયોગ' (કોઈ પણ વસ્તુસંબંધી લાગણી, બોધ, જ્ઞાન). અશુદ્ધ અને અપૂર્ણ ઉપયોગ જેને રહ્યો છે તે જીવ-વ્યવહારની અપેક્ષાએ'આત્મા સ્વસ્વરૂપે પરમાત્મા જ છે, પણ જ્યાં સુધી સ્વસ્વરૂપ યથાર્થ સમજ્યો નથી ત્યાં સુધી (આત્મા) છદ્મસ્થ જીવ છે-પરમાત્મદશામાં આવ્યો નથી. શુદ્ધ અને સંપૂર્ણ યથાર્થ ઉપયોગ જેને રહ્યો છે તે પરમાત્મદશાને પ્રાપ્ત થયેલો આત્મા ગણાય. અશુદ્ધ ઉપયોગી હોવાથી જ આત્મા કલ્પિતજ્ઞાન (અજ્ઞાન)ને સમ્યકજ્ઞાન માની રહ્યો છે, અને સમ્યકજ્ઞાન વિના પુનર્જન્મનો નિશ્ચય કોઈ અંશે પણ યથાર્થ થતો નથી, અશુદ્ધ ઉપયોગ થવાનું કંઈ પણ નિમિત્ત હોવું જોઈએ. તે નિમિત્ત અનુપૂર્વીએ ચાલ્યાં આવતાં બાહ્યભાવે ગ્રહેલાં કર્મપુલ છે. (તે કર્મનું યથાર્થ સ્વરૂપ સૂક્ષ્મતાથી સમજવા જેવું છે, કારણ આત્માને આવી દશા કાંઈ પણ નિમિત્તથી જ હોવી જોઈએ; અને તે નિમિત્ત જ્યાં સુધી જે પ્રકારે છે તે પ્રકારે ન સમજાય ત્યાં સુધી જે વાટે જવું છે તે વાટની નિકટતા ન થાય.) જેનું પરિણામ વિપર્યય હોય તેનો પ્રારંભ અશુદ્ધ ઉપયોગ વિના ન થાય, અને અશુદ્ધ ઉપયોગ ભૂતકાળના કંઈ પણ સંલગ્ન વિના ન થાય. વર્તમાનકાળથી આપણે એકેકી પળ બાદ કરતા જઈએ અને તપાસતા જઈએ, તો પ્રત્યેક પળ ભિન્ન ભિન્ન સ્વરૂપે ગઈ જણાશે. (તે ભિન્ન ભિન્ન થવાનું કારણ કંઈ હોય જ.) એક માણસે એવો દઢ સંકલ્પ કર્યો કે, ચાવજીવનકાળ સ્ત્રીનું ચિંતવન પણ મારે ન કરવું, છતાં પાંચ પળ ન જાય, અને ચિંતવન થયું તો પછી તેનું કારણ જોઈએ. મને જે શાસ્ત્ર સંબંધી અલ્પ બોધ થયો છે તેથી એમ કહી શકું છું કે, તે પૂર્વકર્મનો કોઈ પણ અંશે ઉદય જોઈએ. કેવા કર્મનો ? તો કહી શકીશ કે, મોહનીય કર્મનો; કઈ તેની પ્રકૃતિનો ? તો કહી શકીશ કે, પુરુષવેદનો. (પુરુષવેદની પંદર પ્રકૃતિ છે.) પુરુષવેદનો ઉદય દઢ સંકલ્પ રોક્યો છતાં થયો તેનું કારણ હવે કહી શકાશે કે, કંઈ ભૂતકાળનું હોવું જોઈએ; અને અનુપૂર્વીએ તેનું સ્વરૂપ વિચારતાં પુનર્જન્મ સિદ્ધ થશે. આ સ્થળે બહુ દષ્ટાંતોથી કહેવાની મારી ઈચ્છા હતી; પણ ધાર્યા કરતા કહેવું વધી ગયું છે. તેમ આત્માને જે બોધ થયો તે મન યથાર્થ ન જાણી શકે. For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ સ્વાધ્યાય સુધા મનનો બોધ વચન યથાર્થ ન કહી શકે વચનનો કથનબોધ પણ કલમ લખી ન શકે. આમ હોવાથી અને આ વિષયસંબંધે કેટલાક શૈલીશબ્દો વાપરવાની આવશ્યકતા હોવાથી અત્યારે અપૂર્ણ ભાગે આ વિષય મૂકી દઉં છું. એ અનુમાપ્રમાણ કહી ગયો. પ્રત્યક્ષ પ્રમાણ સંબંધી જ્ઞાનીદષ્ટ હશે, તો હવે પછી, વા દર્શન સમય મળ્યો તો ત્યારે કંઈક દર્શાવી શકીશ. આપના ઉપયોગમાં રમી રહ્યું છે, છતાં બે એક વચનો અહીં પ્રસન્નતાર્થે મૂકું છું : ૧. સર્વ કરતાં આત્મજ્ઞાન શ્રેષ્ઠ છે. ૨. ધર્મવિષય, ગતિ, આગતિ નિશ્ચય છે. ૩. જેમ ઉપયોગની શુદ્ધતા તેમ આત્મજ્ઞાન પમાય છે. ૪. એ માટે નિર્વિકાર દૃષ્ટિની અગત્ય છે. પ. ‘પુનર્જન્મ છે' તે યોગથી, શાસ્ત્રથી અને સહજરૂપે અનેક પુરુષોને સિદ્ધ થયેલ છે. (પ-૬૪) પ્રથમ પ્રશ્ન : “જાતિસ્મરણજ્ઞાનવાન પાછળનો ભવ કેવી રીતે દેખે છે?' તેનો ઉત્તર આ પ્રમાણે વિચારશો : નાનપણે કોઈ ગામ, વસ્તુ આદિ જોયાં હોય અને મોટપણે કોઈ પ્રસંગે તે ગામાદિનું આત્મામાં સ્મરણ થાય છે તે વખતે, તે ગામાદિનું આત્મામાં જે પ્રકારે ભાન થાય છે, તે પ્રકારે જાતિસ્મરણ-જ્ઞાનવાનને પૂર્વભવનું ભાન થાય છે. કદાપિ આ ઠેકાણે એમ પ્રશ્ન થશે કે, પૂર્વભવમાં અનુભવેલાં એવા દેહાદિનું આ ભવમાં ઉપર કહ્યું તેમ ભાન થાય એ વાત યથાતથ્ય માનીએ તોપણ પૂર્વભવમાં અનુભવેલાં એવા દેહાદિ અથવા કોઈ દેવલોકાદિ નિવાસસ્થાન અનુભવ્યાં હોય તે અનુભવની સ્મૃતિ થઈ છે, અને તે અનુભવ યથાતથ્ય થયો છે, એ શા ઉપરથી સમજાય ? તો એ પ્રશ્નનું સમાધાન આ પ્રમાણે છે : અમુક અમુક ચેષ્ટા અને લિંગ તથા પરિણામ આદિથી પોતાને તેનું સ્પષ્ટ ભાન થાય છે, પણ બીજા કોઈ જીવને તેની પ્રતીતિ થવા માટે તો નિયમિતપણું નથી. કવચિત્ અમુક દેશમાં, અમુક ગામ, અમુક ઘર, પૂર્વે દેહ ધારણ થયો હોય અને તેનાં ચિહ્નો બીજા જીવને જણાવવાથી તે દેશાદિનું અથવા તેના નિશાનાદિનું કંઈ પણ વિદ્યમાનપણું હોય તો બીજા જીવને પણ પ્રતીતિનો હેતુ થવો સંભવે; અથવા જાતિસ્મૃતિજ્ઞાનવાન કરતાં જેનું વિશેષ જ્ઞાન છે તે જાણે. તેમ જ જેને જાતિસ્મૃતિજ્ઞાન’ છે, તેની પ્રકૃત્યાદિને જાણતો એવો કોઈ વિચારવાન પુરુષ પણ જાણે કે આ પુરુષને તેવાં કંઈ જ્ઞાનનો સંભવ છે, અથવા “જાતિસ્મૃતિ' હોવી સંભવે છે, અથવા જેને “જાતિસ્મૃતિજ્ઞાન’ છે, તે પુરુષના સંબંધમાં કોઈ જીવ પૂર્વ ભવે આવ્યો છે, વિશેષ કરીને આવ્યો છે તેને તે સંબંધ જણાવતાં કંઈ પણ સ્મૃતિ થાય તો તેવા જીવને પણ પ્રતીતિ આવે. (પ-૬૨૯) આપણે પ.કૃ.દેવ શ્રીમદ્ રાજચંદ્રના શબ્દોમાં જ જાતિસ્મરણજ્ઞાન પૂર્વજન્મનું જ્ઞાન થઈ શકે છે અને પોતાને થયું છે, તે જાણ્યું. હવે કર્મગ્રંથના આધારે પૂર્વજન્મ અને પુર્નજન્મ વિષે જોઈએ તે જાણવાથી શું ફાયદો થઈ શકે ? તે જોઈએ ? કર્મના અસ્તિત્વનો મૂળ આધાર પૂર્વજન્મ અને પુનર્જન્મ છે. તેને માન્યા વિના આ For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૧૬૫ જન્મમાં કરેલાં કર્મોના ફળની તથા તે પહેલાં અનેક જન્મોમાં કરેલા કર્મોના શુભાશુભ ફળની વ્યવસ્થા બની શકતી નથી. તેથી પૂર્વજન્મ અને પુનર્જન્મ કર્મના અસ્તિત્વને સિદ્ધ કરવાવાળો સૌથી મોટો મહત્વપૂર્ણ આધાર છે. “નાભક્ત ક્ષીયતે કર્મ કોટિશર્તરપિ” અર્થાત્ પોતાના કરેલા કર્મોનું ફળ ભોગવ્યા વિના કરોડો કલ્પો સુધી પણ તેનો ક્ષય થતો નથી. કેટલાંક કર્મ એવા પ્રકારનાં છે કે જેનું ફળ આ જન્મમાં નથી મળી શકતું તે આગળના જન્મમાં અથવા અનેક જન્મો પછી મળે છે. સંસારમાં ઘણીવાર જોવામાં આવે છે કે-એક સજ્જન, નીતિમાન તેમજ ધર્મનિષ્ઠ વ્યક્તિ સત્કાર્ય કરવા છતાં પણ આ જન્મમાં સુખ પામતો નથી. જયારે એક દુર્જન અને અધર્મી વ્યક્તિ દુષ્કૃત્ય કરવા છતાં પણ આ જન્મમાં સુખ અને સંપન્નતાને પ્રાપ્ત કરી લે છે. એના ઉપરથી એમ ચોક્કસપણે નક્કી થાય છે કે-કોઈપણ પ્રાણીની જીવનયાત્રા આ જન્મ પહેલાંથી અનેક જન્મોથી ચાલી આવી છે. અને આગળ પણ અનેક જન્મો સુધી ચાલવાની છે. ‘ભગવદ્ ગીતા'માં આ તથ્યને સ્પષ્ટ રૂપથી જણાવવામાં આવ્યું છે કે :- “જેમ વસ્ત્ર ફાટી જવાથી અથવા જીર્ણ થઈ જવાથી દેહધારી જીવ એનો ત્યાગ કરીને નવા વસ્ત્રને ધારણ કરે છે, તે જ પ્રકારે શરીર જીર્ણ થવાથી પ્રાણી તેનો ત્યાગ કરી નવા શરીરને ધારણ કરે છે. એક વાત નિશ્ચિત છે કે-પૂર્વજન્મ અને પુનર્જન્મ વખતે આત્મા નાશ નથી પામતો, તે તો કેવળ પોતાનો પર્યાય જ બદલાવે છે. અને તેની સાથે સંબંધિત સજીવ-નિર્જીવ પદાર્થોનો સંયોગ બદલાય છે. આત્માનો ક્યારેય નાશ થતો નથી, ફક્ત તેની પર્યાયોમાં પરિવર્તન થાય છે. આમ આત્માની નિત્યતા જ પૂર્વજન્મ અને પુનર્જન્મને સિદ્ધ કરે છે. - સૂફી સંત મૌલાના રૂમીએ લખ્યું છે કે, “હું ઝાડ, છોડ, જંતુ, પતંગિયા, પશુપક્ષીની યોનિયોમાંથી પસાર થઈને મનુષ્ય તરીકે ઉત્પન્ન થયો છું, અને હવે દેવ વર્ગમાં સ્થાન મેળવવાની તૈયારી કરી રહ્યો છું. પ્લેટોએ કહ્યું છે કે “જીવાત્માઓની સંખ્યા નિશ્ચિત છે. જન્મ સમયે જીવાત્માનું સર્જન થતું નથી. પણ એક શરીરમાંથી બીજા શરીરમાં પ્રત્યાવર્તન થતું રહે છે.” પૂર્વજન્મના સંસ્કાર આત્માથી કાર્પણ શરીરના રૂપે જોડાયેલા રહે છે. જે અવસર અને નિમિત્ત પામીને જાગૃત થાય છે. એટલે પૂર્વ જન્મની મૃતિ એક સાથે થતી નથી. પરંતુ આ પ્રકારનું કોઈ પ્રબળ નિમિત્ત મળી જવાથી તથા મતિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થવાથી અને તથારૂપ મતિની નિર્મળતા થવાથી કોઈને પૂર્વજન્મની સ્મૃતિ-જાતિસ્મરણ જ્ઞાન થઈ જાય છે. ઉત્તરધ્યયન સૂત્રોના નવમાં અધ્યયનમાં નમિરાજર્ષિના જીવનનો ઉલ્લેખ છે. નમિરાજાએ ‘જયાં એક છે ત્યાં શાંતિ છે. અને જયાં અનેક છે ત્યાં અશાંતિ છે.'-આના For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ સ્વાધ્યાય સુધા ઉપર ચિંતન કરતાં કરતાં મતિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થતાં તેમને પૂર્વજન્મનું જ્ઞાન-જાતિસ્મરણજ્ઞાન થયું તેના ફળસ્વરૂપ તેઓને પૂર્વજન્મની સ્મૃતિના રૂપમાં દેવલોકને જોયો. ઉ.ફૂ.ના ૧૪માં અધ્યયનમાં ભૃગુ પુરોહિતના બન્ને બાળકોને સહસા મુનિવેષધારી સાધુઓને જોયા અને પોતાની બુદ્ધિ વડે ઉહાપોહ, અને ચિંતન કર્યું કે, “આ વેશ અમે પહેલાં પણ ક્યાંય જોયો છે?” તેના ફળ સ્વરૂપ મતિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થતાં તેમને પૂર્વજન્મોની સ્મૃતિ આવી ગઈ. આચારાંગ સૂત્રમાં પણ ઉલ્લેખ છે કે,- “જસ ત્નિ પુરા પચ્છા મજઝ તસ કુઓ સિયા.” એટલે કે જેને પૂર્વ નથી અને પશ્ચાત પણ નથી તેનો મધ્ય કેવી રીતે હોઈ શકે ? તાત્પર્ય એ છે કે મધ્યનો જન્મ તો પ્રત્યક્ષ છે, તેથી સિદ્ધ થાય છે કે પૂર્વજન્મ પણ છે, અને પાછળનો જન્મ પણ છે. તેથી પૂર્વજન્મથી મૃતિ ન થાય તો નથી તેમ ન કહી શકાય. તેથી પુનર્જન્મમાં વંશ પરંપરાનો સિદ્ધાંત ન માનીને પૂર્વજન્મોનાં કર્મોના ફળ અનુસાર મનુષ્યમાં ગુણદોષોની વ્યાખ્યા કરવી સર્વથા ઉચિત છે. પુનર્જન્મનો સિદ્ધાંત આગામી ભવની ચિંતા અથવા આસક્તિ કરવાનું શીખવાડતો નથી, પરંતુ આ જન્મને સફળ અને સુંદર બનાવવાની પ્રેરણા આપે છે. જેથી આગામી જન્મ સારો બની શકે. આ સિવાય પણ પુનર્જન્મથી પરોક્ષ પ્રેરણા પણ મળે છે કે મનુષ્ય એવો અનાસક્ત અને વિવેકયુક્ત બની જીવન વિતાવે કે જેનાથી પાપકર્મોનો બંધ ન થાય અથવા પૂર્વે બાંધેલાં કર્મોનો ક્ષય થઈ જાય. ભગવતી સૂત્રમાં કહ્યું છે કે, “જ્ઞાન પોતાના પૂરતું છે અને પર પૂરતું પણ છે, તથા આગામી જન્મોમાં સાથે ચાલવાવાળું પણ છે. એટલે કે નાના બાળકોમાં ઉદીત થતી પ્રતિભા અને વિલક્ષણતાનું સમાધાન પૂર્વજન્મ અને પુનર્જન્મને માન્યા વગર ક્યારેય ન થઈ શકે. આ પૂર્વજન્મ અને પુનર્જન્મની ઘટના કર્મના અસ્તિત્વને સિદ્ધ કરે છે. જન્મજન્માંતરથી ચાલ્યા આવતા કર્મ પ્રવાહને તથા કર્મફળને સમજાવવાની પ્રેરણા આપે છે. આ વાતને જો યાદ રાખવામાં આવે તો આત્માના વિકાસમાં આળસ અથવા પ્રમાદની મનોવૃત્તિ ઊભી નહીં થાય. આ પૂર્વજન્મનું જ્ઞાન-જાતિસ્મરણજ્ઞાન હાલમાં પણ થઈ શકે છે. મતિની નિર્મળતાએ આ શક્ય બનતું હોય છે. (૧૭ર) (૧) તીર્થકરે આજ્ઞા ન આપી હોય અને જીવ પોતાના સિવાય પરવસ્તુનું જે કાંઈ ગ્રહણ કરે તે પારકું લીધેલું, ને તે અદત્ત ગણાય. તે અદત્તમાંથી તીર્થકરે પરવસ્તુ જેટલી ગ્રહણ કરવાની છૂટ આપી છે, તેટલાને અદત્ત ગણવામાં નથી આવતું. (૨) ગુરુની આજ્ઞા પ્રમાણે કરેલા વર્તનના સંબંધે અદત્ત ગણવામાં આવતું નથી. For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૧૬૭ અદત્તાદાન વ્રતમાં દોષ ક્યારે લાગે અને ક્યારે દોષ ન લાગે તેની સમજણ અહીંયા આપવામાં આવી છે. (૧૭૩) ઉપદેશના ચાર મુખ્ય પ્રકાર છે: (૧) દ્રવ્યાનુયોગ. (૨) ચરણાનુયોગ. (૩) | ગણિતાનુયોગ. (૪) ધર્મકથાનુયોગ. (૧) લોકને વિષે રહેલાં દ્રવ્યો, તેનાં સ્વરૂપ, તેના ગુણ, ધર્મ, હેતુ, અહેતુ, પર્યાયાદિ અનંત અનંત પ્રકારે છે, તેનું જેમાં વર્ણન છે તે દ્રવ્યાનુયોગ'. (૨) આ દ્રવ્યાનુયોગનું સ્વરૂપ સમજાયા પછી કેમ ચાલવું તે સંબંધીનું વર્ણન તે “ચરણાનુયોગ’. (૩) દ્રવ્યાનુયોગ તથા ચરણાનુયોગથી તેની ગણતરીનું પ્રમાણ, તથા લોકને વિષે રહેલા પદાર્થ, ભાવો, ક્ષેત્ર, કાળાદિની ગણતરીના પ્રમાણની જે વાત તે ગણિતાનુયોગ'. (૪) સપુરુષોના ધર્મચરિત્રની કથાઓ કે જેનો ધડો લઈ જીવને પડતાં અવલંબનકારી થઈ પરિણમે તે “ધર્મકથાનુયોગ'. ઉપદેશના ચાર મુખ્ય પ્રકારની વાત કરવામાં આવી છે તેને યથાર્થપણે સમજીને જે વખતે જેની જરૂર જણાય ત્યારે તેનો ઉપયોગ કરવો. પાક.દેવે આ માટે પત્રાંક-રપમાં કહ્યું છે કે : (૧) મન જો શંકાશીલ થઈ ગયું હોય તો “દ્રવ્યાનુયોગ' વિચારવા યોગ્ય છે, કારણ કે દ્રવ્યાનુયોગમાં પદાર્થનું સિદ્ધ થયેલું સ્વરૂપ જ બતાવવામાં આવ્યું છે. (૨) પ્રમાદી થઈ ગયું હોય તો “ચરણાનુ યોગ' વિચારવા યોગ્ય છે, કારણ કે તેમાં સાધના માટેના આચરણની વાત છે. (૩) કષાયી થઈ ગયું હોય તો “ધર્મકથાનુયોગ વિચારવા યોગ્ય છે, કારણ કે તેમાં મહાપુરુષોએ કષાયને કેવી રીતે કાબુમાં લીધા છે તેનું વર્ણન છે, જેથી આપણે પણ કષાય ઉપર કાબુ મેળવવા પ્રયત્નશીલ બની શકીએ અન (૪) જડ થઈ ગયું હોય તો ગણિતાનુયોગ' વિચારવા યોગ્ય છે, કારણ કે જડતા દૂર કરવા ગણિતના દાખલા જેવા ગણિતાનુયોગ પર વિચાર કરવાથી ફાયદો થાય છે. (૧૭૪) પરમાણુમાં રહેલા ગુણ સ્વભાવાદિ કાયમ રહે છે, અને પર્યાય તે ફરે છે. દષ્ટાંત તરીકે: પાણીમાં રહેલો શીતગુણ એ ફરતો નથી, પણ પાણીમાં જે તરંગો ઊઠે છે તે ફરે છે, અર્થાત્ તે એક પછી એક ઉઠી તેમાં સમાઈ જાય છે. આ પ્રમાણે પર્યાય, અવસ્થા અવસ્થાંતર થયા કરે છે, તેથી કરી પાણીને વિષે રહેલ જે શીતલતા અથવા પાણીપણું તે ફરી જતાં નથી, પણ કાયમ રહે છે; અને પર્યાયરૂપ તરંગ તે ફર્યા કરે છે. તેમજ તે ગુણની હાનિવૃદ્ધિરૂપ ફેરફાર તે પણ પર્યાય છે. તેના વિચારથી પ્રતીતિ અને પ્રતીતિથી ત્યાગ અને ત્યાગથી જ્ઞાન થાય છે. (૧૭૫) તેજસ અને કામણ શરીર સ્કૂલદેહ પ્રમાણ છે. તેજસ શરીર ગરમી કરે છે, For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ સ્વાધ્યાય સુધા તથા આહાર પચાવવાનું કામ કરે છે. શરીરનાં અમુક અમુક અંગ ઘસવાથી ગરમ જણાય છે, તે તૈજસના કારણથી જણાય છે. માથા ઉપર વૃતાદિ મૂકી તે શરીરની પરીક્ષા કરવાની રૂઢિ છે. તેનો અર્થ એ કે તે શરીર સ્કૂલ શરીરમાં છે કે શી રીતે ? અર્થાત્ સ્કૂલ શરીરમાં જીવની માફક તે આખા શરીરમાં રહે છે. (૧૭૬) તેમ જ કાર્મણ શરીર પણ છે; જે તેજસ કરતાં સૂક્ષ્મ છે, તે પણ તેજસની માફક રહે છે. સ્થૂલ શરીરની અંદર પીડા થાય છે, અથવા ક્રોધાદિ થાય છે તે જ કામણ શરીર છે. કાર્મણથી ક્રોધાદિ થઈ તેજોલેશ્યાદિ ઉત્પન્ન થાય છે. વેદનાનો અનુભવ જીવ કરે છે, પરંતુ વેદના કાર્મણ શરીરને લઈને થાય છે. કાર્પણ શરીર એ જીવનું અવલંબન છે. પરમાણુમાં રહેલા ગુણસ્વભાવાદિ જેમના તેમ રહે છે તેની સ્પષ્ટતા અહીં કરેલી છે તેમજ તૈજસ અને કાર્મણ શરીર સ્કૂલ દેહ પ્રમાણે છે અને તેના કાર્યો શું છે. તેની સમજણ આપી છે. (૧૭૭) ઉપર જણાવેલ ચાર અનુયોગનું તથા તેના સૂક્ષ્મ ભાવોનું જે સ્વરૂપ, તે જીવે વારંવાર વિચારવા યોગ્ય છે, જાણવા યોગ્ય છે. તે પરિણામે નિર્જરાનો હેતુ થાય છે, વા નિર્જરા થાય છે. ચિત્તની સ્થિરતા કરવા માટે સઘળું કહેવામાં આવ્યું છે, કારણ કે એ સૂમમાં સૂક્ષ્મ સ્વરૂપ જીવે જો કાંઈ જાણ્યું હોય તો તેને વાતે વારંવાર વિચાર કરવાનું બને છે અને તેવા વિચારથી જીવની બાહ્યવૃત્તિ નહીં થતાં અંદરની અંદર વિચારતાં સુધી સમાયેલી રહે છે. (૧૭૮) અંતરવિચારનું સાધન ન હોય તો જીવની બાહ્યવસ્તુ ઉપર વૃત્તિ જઈ અનેક જાતના ઘાટ ઘડાય છે. જીવને અવલંબન જોઈએ છે. તેને નવરો બેસી રહેવાનું ઠીક પડતું નથી. એવી જ ટેવ પડી ગઈ છે; તેથી જો ઉપલા પદાર્થનું જાણપણું થયું હોય તો તેના વિચારને લીધે સચિવૃત્તિ બહાર નીકળવાને બદલે અંદર સમાયેલી રહે છે, અને તેમ થવાથી નિર્જરા થાય છે. આંક (૧૭૩)માં ચાર અનુયોગની જે વાત કરી છે તે, તેના સૂક્ષ્મ ભાવોનું જીવે વારંવાર ચિંતન કરવાથી નિર્જરાનો હેતુ થઈ પડે છે કે નિર્જરા થાય છે અને વૃત્તિઓ અંદરમાં સ્થિર કરવું સહેલું પડે છે. આંતિરક સુવિચારણાનું સાધન હાથવગું ન હોય તો જીવની વૃત્તિ બાહ્ય તરફ જાય છે, અને અનેક પ્રકારના સાંસરિક ઘાટ ઘડ્યા કરે છે. મન નવરું પડ્યું તો તે નખ્ખોદ વાળી નાંખે છે. તેથી ચાર અનુયોગની સમજણ યથાર્થ થઈ જાય તો તેના ચિંતનમાં મન રોકી દેવાથી વૃત્તિઓ પણ બહાર જતી રોકાઈ જાય છે. (૧૭૯) પુદ્ગલ, પરમાણુ અને તેના પર્યાયાદિનું સૂક્ષ્મપણું છે, તે જેટલું વાણીગોચર થઈ શકે તેટલું કહેવામાં આવ્યું છે. તે એટલા સારુ કે એ પદાર્થો મૂર્તિમાન છે, અમૂર્તિમાન For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૧૬૯ નથી. મૂર્તિમાન છતાં આ પ્રમાણે સૂક્ષ્મ છે, તેના વારંવાર વિચારથી સ્વરૂપ સમજાય છે, અને તે પ્રમાણે સમજાયાથી તેથી સૂક્ષ્મ અરૂપી એવો જે આત્મા તે સંબંધી જાણવાનું કામ સહેલું થાય છે. પુદ્ગલ, પરમાણુ અને તેના પર્યાયનું સૂક્ષ્મપણું રહેલું છે. તેનો વારંવાર વિચાર કરવાથી તેનું સ્વરૂપ સમજાય છે. એ જ સમજણ દ્વારા પુદ્ગલથી પણ સૂક્ષ્મ અને અરુપી આત્માને જાણવાનું સહેલું થઈ શકે છે. (૧૮૦) માન અને મતાગ્રહ એ માર્ગ પામવામાં આડા થંભરૂપ છે. તે મૂકી શકાતાં નથી, અને તેથી સમજાતું નથી. સમજવામાં વિનયભક્તિની પહેલી જરૂર પડે છે, તે ભક્તિ માન, મહાગ્રહના કારણથી આદરી શકાતી નથી. જયાં સુધી જીવનમાં માન અને મતાગ્રહ રહેલા છે, ત્યાં સુધી વિવેક આવતો નથી વિવેક આવે નહીં ત્યાં સુધી યથાર્થ વિનય પણ આવતો નથી. તેને કારણે માર્ગમાં આગળ વધવામાં બાધારૂપ બનનાર માન-મતાગ્રહ જ છે. માન-મતાગ્રહ જાય તો યથાર્થ ભક્તિ થઈ શકે છે. ભક્તિનો અર્થ ૫. દેવે આ પ્રમાણે જણાવ્યો છે. “પરમ પુરુષની મુખ્ય ભક્તિ, ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થાય એવા સદ્વર્તનથી પ્રાપ્ત થાય છે. ચરણપ્રતિપત્તિ (શુદ્ધ) આચરણની ઉપાસનારૂપ સદ્વર્તન જ્ઞાનીની મુખ્ય આજ્ઞા છે, જે આજ્ઞા પરમપુરુષની મુખ્ય ભક્તિ છે. ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થવામાં ગૃહવાસી જનોએ સઉદ્યમરૂપ આજીવિકાવ્યવહાર સહિત પ્રવર્તન કરવું યોગ્ય છે. ઘણાં શાસ્ત્રો અને વાક્યોના અભ્યાસ કરતાં પણ જો જ્ઞાની પુરુષોની એકેક આજ્ઞા જીવ ઉપાસ તો ઘણા શાસ્ત્રથી થતું ફળ સહજમાં પ્રાપ્ત થાય છે. (પત્રાંક-૮૮૫) “ત્રણ યોગની અલ્પ પ્રવૃત્તિ, તે પણ સમ્યક પ્રવૃત્તિ હોય ત્યારે મહપુરુષના વચનામૃતનું મનન પરમ શ્રેયનું મૂળ દૃઢીભૂત કરે છે, ક્રમે કરીને પરમપદ સંપ્રાપ્ત કરે છે. (પત્રાંક-૮૮૬). (૧૮૧) (૧) વાંચવું. (૨) પૂછવું. (૩) વારંવાર ફેરવવું. (૪) ચિત્તને નિશ્ચયમાં આણવું. (૫) ધર્મકથા. વેદાંતમાં પણ શ્રવણ, મનન, નિદિધ્યાસન એમ ભેદ બતાવ્યા છે. | સ્વાધ્યાયના ભેદ બતાવ્યા છે. પ્રથમ વાંચવું અને સમજવું, તે ન સમજાય તો પૂછવું. જ્ઞાનીને પૂછીને તેની સમજણ મેળવવી. ત્યારબાદ વારંવાર તેને જોવું, યાદ કરવું, પછી તેને ચિત્તમાં નિશ્ચય સ્વરૂપમાં લઈ જવું અને પૂર્વે થયેલા મહાપુરુષોના ચરિત્રો વાંચવા, વિચારવા-આમ પાંચ ભેદ સ્વાધ્યાયના જૈન દર્શનમાં કહ્યા છે. વેદાંતમાં પણ શ્રવણ, મનન, નિદિધ્યાસન એમ ભેદ જણાવ્યા છે. સ્વાધ્યાયના પાંચેય અંગોને સ્વીકારવાથી જ જીવ સંસ્કારિત થઈ શકે છે. (૧૮૨) “ઉત્તરાધ્યયન'માં ધર્મના મુખ્ય ચાર અંગ કહ્યાં છે : (૧) મનુષ્યપણું. (૨) | સપુરુષના વચનનું શ્રવણ. (૩) શ્રદ્ધા. (૪) ધર્મમાં પ્રવર્તવું. આ ચાર વસ્તુ દુર્લભ છે. For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭) સ્વાધ્યાય સુધા આ વચનો ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન-૩ની પ્રથમ ગાથામાં કહ્યા છે. એ ચારેય ધર્મના મુખ્ય અંગ કહ્યા છે અને તે મેળવવા એ એક એકથી વધારે દુર્લભ કહ્યા છે. મનુષ્યત્વ એટલે માનવદેહ એમ નહિ, પણ આધ્યાત્મિક સાધના માટેના ગુણો-સરળતા, સદ્ભયતા, કરુણા વિગેરે પ્રગટેલા હોવા જોઈએ. સામાન્યપણે ચોરાસી લાખ જીવાયોનિમાં મનુષ્યભવ મેળવવો દુર્લભ કહ્યો છે. મનુષ્યભવ કેટલો દુર્લભ છે. તે આ ગાથાની ટીકામાં દશ દષ્ટાંતો વડે સમજાવેલ છે. દા.ત. ચકીનું ભોજન, મંત્રેલા પાસા વડે જુગાર રમવું, ઘોંસરું અને કિલિકા, અન્નનો ઢગલો અને વૃદ્ધ સ્ત્રી, તોફાને ચડેલો દેવ, આદિ દૃષ્ટાંતો બનવા અશક્ય છે, પણ એકવાર મનુષ્ય ભવ મેળવ્યા પછી, તેને સંસારભાવમાં ખોઈ નાખ્યા પછી ફરી મેળવવો દુર્લભ કહ્યો છે. મનુષ્યત્વ પ્રાપ્ત થયું હોય તો બીજું કારણ સત્કૃતની પ્રાપ્તિ થવી એનાથી પણ વધારે દુર્લભ કહી છે. સદ્ભુતની પ્રાપ્તિ સત્પુરુષ પાસેથી જ થાય છે, તો તે પણ મળવા દુર્લભ કહ્યા છે. તે મળ્યા પછી પુરુષ પર અને તેના વચન પર શ્રદ્ધા-પ્રતીતિ થવી એ વધારે દુર્લભ કહી છે, અને ત્યારબાદ સદ્ભુત પ્રમાણે અથવા જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવું એ બધાથી વધારે દુર્લભ કહ્યું છે. આપણને પ્રથમના બે જોગ તો પ્રાપ્ત થયા છે, તો ત્રણ અને ચાર પ્રમાણે આચરણ કરીએ તો લક્ષ સુધી પહોંચી જવાય. ( પત્રાંક-૭૮૩માં કહ્યું છે કે, મનુષ્યપણું, જ્ઞાનીના વચનોનું શ્રવણ પ્રાપ્ત થવું, તેની પ્રતીતિ થવી અને તેમણે કહેલા માર્ગમાં પ્રવૃત્તિ થવી પરમ દુર્લભ છે, એમ શ્રી વર્ધમાનસ્વામીએ ઉત્તરાધ્યયનના ત્રીજા અધ્યયનમાં ઉપદેશ્ય છે. પ્રત્યક્ષ સત્પરુષનો સમાગમ અને તેના આશ્રયમાં વિચરતા મુમુક્ષુઓને મોક્ષ સંબંધી બધાં સાધનો અલ્પ પ્રયાસે અને અલ્પ કાળે (ઘણું કરીને) સિદ્ધ થાય છે, પણ તે સમાગમનો યોગ પામવો બહુ દુર્લભ છે. તે જ સમાગમના યોગમાં મુમુક્ષુ જીવનું નિરંતર ચિત્ત વર્તે છે. સકામ નિર્જરા પૂર્વક મળેલ દેહ વિશેષ સકામ નિર્જરી કરાવી, આત્મતત્ત્વને પમાડે છે. (ઉ.નો.૩). ઘણું કરીને બધા માર્ગોમાં મનુષ્યપણાને મોક્ષનું સાધન જાણી બહુ વખાણ્યું છે. (પત્રાંક-૭૦૩) (૧૮૩) મિથ્યાત્વના બે ભેદ છે (૧) વ્યક્ત. (૨) અવ્યક્ત. તેના ત્રણ ભેદ પણ કર્યા છે : (૧) ઉત્કૃષ્ટ. (૨) મધ્યમ. (૩) જઘન્ય. મિથ્યાત્વ હોય ત્યાં સુધી પહેલા ગુણસ્થાનકમાંથી બહાર નીકળતો નથી. ઉત્કૃષ્ટ મિથ્યાત્વ હોય ત્યાં સુધી તે મિથ્યાત્વ ગુણસ્થાનક ન ગણાય. ગુણસ્થાનક એ જીવઆશ્રયી છે. (૧૮૪) મિથ્યાત્વ વડે કરી મિથ્યાત્વ મોળું પડે છે, અને તે કારણથી તે જરા આગળ ચાલ્યો કે તરત તે મિથ્યાત્વગુણસ્થાનકમાં આવે છે. For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૧૭૧ અશુદ્ધ ભાવ અને નિર્ધ્વસ પરિણામ રહેવા એ ગાઢ મિથ્યાત્વ છે. તેને મોળુ પાડવા માટે શુભ ભાવમાં રહેવું, તો મોળું પડે છે એમ કહ્યું. જયારે આમ થાય ત્યારે અશુભ ભાવમાં ઘટાડો થાય છે અને શુભ ભાવમાં વધારો થાય છે, જેથી મિથ્યાત્વ મોળું-મંદ પડે છે અને જીવ પ્રથમ મિથ્યાત્વ ગુણસ્થાનકમાં આવે છે. મિથ્યાત્વના વ્યક્ત એટલે કહી શકાય અને અવ્યક્ત એટલે વાણી દ્વારા ન કહી શકાય, અસર અનુભવી શકાય, તેમ બે ભેદ કહ્યા છે. તેના ત્રણ ભેદ પણ કર્યા છે. પણ સત્ય વાત તો એ છે કે મિથ્યાત્વ હોય ત્યાં સુધી જીવાત્મા પ્રથમ ગુણસ્થાનકમાંથી બહાર નીકળી શકતો નથી. (૧૮૫) ગુણસ્થાનક એ આત્માના ગુણને લઈને છે. ગુણસ્થાનક ક્રમારોહણ છે તે ક્રમસર આત્માના ગુણોની શુદ્ધતા બતાવે છે અને મોહનીય કર્મ તેમજ બીજા કર્મોની મંદતાનું માપ પણ બતાવે છે. એટલે કે ગુણસ્થાનક આત્માના ગુણોને માપવાનું થર્મોમીટર છે. ' (૧૮૬) મિથ્યાત્વમાંથી સાવ ખસ્યો ન હોય પણ થોડો ખમ્યો હોય તો પણ તેથી મિથ્યાત્વ મોળું પડે છે. આ મિથ્યાત્વ પણ મિથ્યાત્વે કરીને મોળું પડે છે. મિથ્યાત્વગુણસ્થાનકે પણ મિથ્યાત્વનો અંશ કષાય હોય તે અંશથી પણ મિથ્યાત્વમાંથી મિથ્યાત્વગુણસ્થાનક કહેવામાં આવે છે. મિથ્યાત્વ વડે મિથ્યાત્વ મોળું પડે છે, એટલે શુભભાવ દ્વારા જીવ અશુભ ભાવમાંથી ખસતો જાય છે. એટલે કે અશુભના ઘટવાથી મિથ્યાત્વની તીવ્રતા ઘટતી જાય છે. અંશે કષાય રહેલા હોય છે. એટલે મિથ્યાત્વ પણ (શુભભાવ) વડે મિથ્યાત્વ (અશુભભાવ)ને મોળું પાડવામાં આવે છે. ' (૧૮૭) પ્રયોજનભૂત જ્ઞાનના મૂળમાં, પૂર્ણ પ્રતીતિમાં, તેવા જ આકારમાં મળતા આવતા અન્ય માર્ગની સરખામણીના અંશે સરખામણારૂપ પ્રતીત થવું તે મિશ્રગુણસ્થાનક છે; પરંતુ ફલાણું દર્શન સત્ય છે, અને ફલાણું દર્શન પણ સત્ય છે, એવી બન્ને ઉપર સરખી પ્રતીતિ તે મિશ્ર નહીં પણ મિથ્યાત્વગુણસ્થાનક છે. અમુકથી અમુક દર્શન અમુક અંશે મળતું આવે છે, એમ કહેવામાં સમ્યકત્વને બાધ નથી; કારણ કે ત્યાં તો અમુક દર્શનની બીજા દર્શનની સરખામણીમાં પહેલું દર્શન સર્વાગે પ્રતીતિરૂપ થાય છે. મિશ્ર ગુણસ્થાનક એટલે સમ્યગદર્શન થયા પછી પડવાઈ થતાં ત્રીજે આવે છે તેને ત્રીજુ ગુણસ્થાનક કહે છે. (૧૮૮) પહેલેથી જ બીજે જવાતું નથી, પરંતુ ચોથેથી પાછા વળતાં પહેલે આવવામાં રહેતો વચલો અમુક કાળ તે બીજું છે. તેને જો ચોથા પછી પાંચમું ગણવામાં આવે તો ચોથાથી પાંચમું ચડી જાય અને અહીં તો સાસ્વાદન-ચોથાથી પતિત થયેલ માનેલ છે, એટલે તે ઊતરતું છે, તેથી પાંચમા તરીકે ન મૂકી શકાય પણ બીજા તરીકે મૂકવું એ બરાબર છે. For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર સ્વાધ્યાય સુધા ત્રીજામાંથી પડવાઈ થતાં બીજે ગુણ સ્થાનકે આવે છે. તેથી હજી અનુભવનો સ્વાદ રહ્યો છે. તેથી મૂંગાને ગોળની મીઠાશ જેમ રહે છે તેમ સાધકને અનુભવનો આસ્વાદ રહે છે. તેથી સાસ્વાદન ગુણસ્થાનક કહેલ છે. ' (૧૮૯) આવરણ છે એ વાત નિઃસંદેહ છે; જે શ્વેતાંબર તથા દિગંબર બન્ને કહે છે; પરંતુ આવરણને સાથે લઈ કહેવામાં થોડું એકબીજાથી તફાવતવાળું છે. (૧૯૦) દિગંબર કહે છે કે કેવળજ્ઞાન સત્તારૂપે નહીં, પરંતુ શક્તિરૂપે રહ્યું છે. (૧૯૧) જોકે સત્તા અને શક્તિનો સામાન્ય અર્થ એક છે; પરંતુ વિશેષાર્થ પ્રમાણે કંઈક ફેર રહે છે. ' (૧૯૨) દઢપણે ઓઘ આસ્થાથી, વિચારપૂર્વક અભ્યાસથી વિચારસહિત આસ્થા' થાય છે. - મિથ્યાત્વ ગુણસ્થાનકની સમજણ, તેમજ ગુણસ્થાન ક્રમારોહણ કેવી રીતે છે ? તેની સમજણ આપી છે. દઢપણે ઓઘ આસ્થા (બીજાના કહેવાથી થતી આસ્થા) થાય છે, પણ પછી વિચારપૂર્વક અભ્યાસ કરતાં કરતાં પોતાના આત્માની સાક્ષીએ આસ્થા-શ્રદ્ધા થાય છે તેને વિચાર સહિત આસ્થા કહે છે. જે ફળવાન થાય જ છે. ' (૧૯૩) તીર્થકર જેવા પણ સંસારપક્ષે વિશેષ વિશેષ સમૃદ્ધિના ધણી હતા છતાં તેમને પણ ત્યાગ કરવાની જરૂર પડી હતી, તો પછી અન્ય જીવોને તેમ કરવા સિવાય છૂટકો નથી. ' (૧૯૪) ત્યાગના બે પ્રકાર છે એક બાહ્ય અને બીજો અત્યંતર. તેમાંનો બાહ્ય ત્યાગ તે અત્યંતર ત્યાગને સહાયકારી છે. ત્યાગ સાથે વેરાગ્ય જોડાય છે, કારણ કે વૈરાગ્ય થયે જ ત્યાગ થાય છે. તે જ ભવમાં જે મોક્ષે જવાના છે અને તીર્થકર થવાના છે, તેઓ વિશેષ વિશેષ સમૃદ્ધિવાળા હતા છતાં તેમણે પણ સર્વસંગ પરિત્યાગ કર્યો હતો, તો પછી તેનાથી નીચેની સ્થિતિવાળાને તો સર્વસંગ પરિત્યાગી થવું પડશે એમ કહેવાની પણ જરૂર રહેતી નથી; તેમણે તો અવશ્ય ત્યાગ કરવો જ જોઈએ. - ત્યાગ બે પ્રકારે કરવાનો છે. બાહ્યથી એટલે ૯ પ્રકારની બાહ્ય ગ્રંથિઓ છે તેનો ત્યાગ અને અભ્યતર ૧૪ર પ્રકારની ગ્રંથિઓ છે, તેનો પણ ત્યાગ કરવાનો છે. બાહ્ય ત્યાગ અત્યંતર ત્યાગને તીવ્ર કરવા માટે ઉપયોગી થાય છે. આ સ્થિતિ આંતરિક વૈરાગ્યએટલે આસક્તિ ભાવ તોડવાથી આવે છે. એટલે કે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય જ જીવને હિતકારી બને છે. (૧૫) જીવ એમ માને છે કે હું કાંઈક સમજું , અને જ્યારે ત્યાગ કરવા ધારીશ ત્યારે For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૧૭૩ એકદમ ત્યાગ કરી શકીશ, પરંતુ તે માનવું ભૂલભરેલું થાય છે. જ્યાં સુધી એવો પ્રસંગ નથી આવ્યો, ત્યાં સુધી પોતાનું જોર રહે છે. જ્યારે એવો વખત આવે છે ત્યારે શિથિલપરિણામી થઈ મોળો પડે છે. માટે આસ્તે આસ્તે તપાસ કરવી તથા ત્યાગનો પરિચય કરવા માંડવો; જેથી ખબર પડે કે ત્યાગતી વખત પરિણામ કેવાં શિથિલ થઈ જાય છે ? ' (૧૯૬) આંખ, જીભાદિ ઈન્દ્રિયોની એકેક આંગળ જેટલી જગો જીતવી જેને મુશ્કેલ થઈ પડે છે, અથવા જીતવું અસંભવિત થઈ પડે છે, તેને મોટું પરાક્રમ કરવાનું અથવા મોટું ક્ષેત્ર જીતવાનું કામ સોંપ્યું હોય તો તે શી રીતે બની શકે? એકદમ ત્યાગ કરવાનો વખત આવે ત્યારની વાત ત્યારે, એ વિચાર તરફ લક્ષ રાખી હાલ તો આસ્તે આસ્તે ત્યાગની કસરત કરવાની જરૂર છે. તેમાં પણ શરીર અને શરીર સાથે સંબંધ રાખતાં સગાંસંબંધીઓના સંબંધમાં પ્રથમ અજમાયશ કરવી; અને શરીરમાં પણ આંખ, જીભ અને ઉપસ્થ એ ત્રણ ઈંન્દ્રિયોના વિષયના દેશે દેશે ત્યાગ તરફ પ્રથમ જોડાણ કરાવવાનું છે, અને તેના અભ્યાસથી એકદમ ત્યાગ સુગમતાવાળો થઈ પડે છે. (૧૯૭) હાલ તપાસ દાખલ, અંશે અંશે જેટલો જેટલો ત્યાગ કરવો તેમાં પણ મોળાશ ન રાખવી તેમ જ રૂઢિને અનુસરી ત્યાગ કરવો એમ પણ નહીં. જે કાંઈ ત્યાગ કરવો તે શિથિલપણા રહિત તથા બારીબારણાં રહિત કરવો. અથવા બારીબારણાં રાખવાં જરૂર હોય તો તે પણ ચોક્કસ આકારમાં ખુલ્લી રીતે રાખવાં; પણ એવાં ન રાખવાં કે તેનો અર્થ જ્યારે જેવો કરવો હોય તેવો થઈ શકે. જ્યારે જેની જરૂર પડે ત્યારે તેની ઈચ્છાનુસાર અર્થ થઈ શકે, તેવી ગોઠવણ જ ત્યાગને વિષે રાખવી નહીં. જો અચોક્કસપણે એટલે જરૂર પડે ત્યારે મનગમતો અર્થ થઈ શકે એવા આકારમાં ગોઠવણ રાખવામાં આવે તો શિથિલ પરિણામી થઈ ત્યાગેલું બધું બગાડી મૂકે છે. (૧૯૮) અંશે પણ ત્યાગ કરવો તેની પ્રથમથી જ ચોક્કસપણે વ્યાખ્યા બાંધી, સાક્ષી રાખી ત્યાગ કરવો, તથા ત્યાગ કરવા પછી પોતાને મનગમતો અર્થ કરવો નહીં. ત્યાગ કરવા માટે શું શું વાતો ધ્યાનમાં લેવી જરૂરી છે, તેનું વિશ્લેષણ યથાર્થપણે કરવામાં આવ્યું છે. તે પ્રમાણે વર્તવાથી આત્મા કર્મબંધનથી હળવો બની જાય છે. (૧૯૯) સંસારમાં પરિભ્રમણ કરાવનાર ક્રોધ, માન, માયા, લોભની ચોકડીરૂપ કષાય છે, તેનું સ્વરૂપ પણ સમજવા યોગ્ય છે. તેમાં પણ અનંતાનુબંધી જે કષાય છે તે અનંત સંસાર રખડાવનાર છે. તે કષાય ક્ષય થવાનો ક્રમ સામાન્ય રીતે ક્રોધ, માન, માયા લોભ એ પ્રમાણે છે, અને તેનો ઉદય થવાનો ક્રમ સામાન્ય રીતે માન, લોભ, માયા, ક્રોધ એ પ્રમાણે છે. અનંતાનુબંધી કષાયની સમજણ વ્યા.સ.૧/૧માં આપવામાં આવી છે. ત્યાંથી જોવી. કષાય ક્ષય થવાનો ક્રમ અને ઉદય થવાનો ક્રમ બતાવવામાં આવ્યો છે. તે પ્રમાણે જ For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ સ્વાધ્યાય સુધા થયા કરતું હોય છે. જીવ જાગૃત બની જાય તો જ તેમાંથી બચી શકે. માટે નવા કર્મબંધ અટકવાનો પુરુષાર્થ કરવા જરૂરી છે. (૨૦૦) આ કષાયના અસંખ્યાત ભેદ છે. જેવા આકારમાં કષાય તેવા આકારમાં સંસારપરિભ્રમણને માટે કર્મબંધ જીવ પાડે છે. કષાયમાં મોટામાં મોટો બંધ અનંતાનુબંધી કષાયનો છે. જે અંતર્મુહૂર્તમાં ૪૦ કોડાકોડિ સાગરોપમનો બંધ પાડે છે, તે અનંતાનુબંધીનું સ્વરૂપ પણ જબરજસ્ત છે; તે એવી રીતે કે મિથ્યાત્વમોહરૂપી એક રાજાને બરાબર જાળવણીથી સૈન્યના મધ્યભાગમાં રાખી ક્રોધ, માન, માયા, લોભ, એ ચાર તેની રક્ષા કરે છે અને જે વખતે જેની જરૂર પડે છે તે વખતે તે વગર બોલાવ્યા મિથ્યાત્વમોહની સેવા બજાવવા મંડી પડે છે. આ ઉપરાંત નોકષાયરૂપ બીજો પરિવાર છે, તે કષાયના આગળના ભાગમાં રહી મિથ્યાત્વ મોહની ચોકી ભરે છે, પરંતુ એ બીજા સઘળા ચોકિયાતો નહીં જેવા કષાયનું કામ કરે છે. રખડપાટ કરાવનાર કષાય છે અને તે કષાયમાં પણ અનંતાનુબંધી કષાયના ચાર યોદ્ધાઓ બહુ મારી નાંખે છે. આ ચાર યોદ્ધાઓ મળેથી ક્રોધનો સ્વભાવ બીજા ત્રણ કરતાં કાંઈક ભોળો માલૂમ પડે છે; કારણ કે તેનું સ્વરૂપ સર્વ કરતાં વહેલું જણાઈ શકે છે. એ પ્રમાણે જેનું સ્વરૂપ વહેલું જણાય ત્યારે તેની સાથે લડાઈ કરવામાં ખાતરી થયેથી લડવાની હિંમત થાય છે. આ આંકની સમજણ વ્યા.સા.૧/૧માં ગ્રંથિભેદ સમજાવતાં આપી છે. ૨૦૧. ઘનઘાતી એવાં ચાર કર્મ મોહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અતંરાય જે આત્માના ગુણને આવરનારાં છે, તે એક પ્રકારે ક્ષય કરવાં સહેલાં પણ છે. વેદનીયાદિ કર્મ જે ઘનઘાતી નથી તોપણ તે એક પ્રકારે ખપાવવાં આકરાં છે. તે એવી રીતે કે વેદનીયાદિ કર્મનો ઉદય પ્રાપ્ત થાય તે ખપાવવાં સારુ ભોગવવા જોઈએ તે ન ભોગવવાં એવી ઈચ્છા થાય તોપણ ત્યાં તે કામ આવતી નથી; ભોગવવા જ જોઈએ; અને જ્ઞાનાવરણીયનો ઉદય હોય તે યત્ન કરવાથી ક્ષય થાય છે. ઉદાહરણ તરીકે-એક શ્લોક જે જ્ઞાનાવરણીયના ઉદયથી યાદ ન રહેતો હોય તે બે, ચાર, આઠ, સોળ, બત્રીસ, ચોસઠ, સો અર્થાત્ વધારે વાર ગોખવાથી જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ અથવા ક્ષય થઈ યાદ રહે છે; અર્થાત્ બળવાન થવાથી તે તે જ ભવમાં અમુક અંશે ખપાવી શકાય છે. તેમજ દર્શનાવરણીય કર્મના સંબંધમાં સમજવું. મોહનીય કર્મ જે મહા જોરાવર તેમ ભોળું પણ છે, તે તરત ખપાવી શકાય છે. જેમ તેની આવણી-વેગ આવવામાં જબ્બર છે, તેમ તે જલદીથી ખસી પણ શકે છે. મોહનીયનો તીવ્ર બંધ હોય છે, તોપણ તે પ્રદેશબંધ ન હોવાથી તરત ખપાવી શકાય છે. નામ, આયુષ્યાદિ કર્મ જેનો પ્રદેશબંધ હોય છે તે કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી પણ છેડા સુધી ભોગવવાં પડે છે, જ્યારે મોહનીયાદિ ચાર કર્મ તે પહેલાં ક્ષય થાય છે. ૨૦. ઘેલછા એ ચારિત્ર મોહનીયનો વિશેષ પર્યાય છે. કવચિત્ હાસ્ય, કવચિત્ શોક, For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ સ્વાધ્યાય સુધા કવિચત્ રિત-અરિત, કચિત ભય અને કવિચત્ જુગુપ્સારૂપે તે જણાય છે. કંઈ અંશે તેનો જ્ઞાનાવરણીયમાં પણ સમાસ થાય છે. સ્વપ્રમાં વિશેષપણે જ્ઞાનાવરણીયના પર્યાય જણાય છે. ૨૦૩. ‘સંજ્ઞા’ એ જ્ઞાનનો ભાગ છે. પણ પરિગ્રહસંજ્ઞા’ ‘લોભપ્રકૃતિમાં’ સમાય છે; ‘મૈથુન સંજ્ઞા’, ‘વેદપ્રકૃતિ’માં સમાય છે; ‘આહારસંજ્ઞા’ ‘વેદનીય’માં સમાય છે; અને ‘ભયસંજ્ઞા’ ‘ભયપ્રકૃતિ’માં સમાય છે. આઠેય કર્મ કેમ બંધાય ? કેમ તેનાથી છુટાય તેની સમજણ વિસ્તારથી આપવામાં આવી છે. ૨૦૪. અનંત પ્રકારના કર્મો મુખ્ય આઠ પ્રકારે અને ઉત્તર એકસો અઠ્ઠાવન પ્રકારે ‘પ્રકૃતિ’ના નામથી ઓળખાય છે. તે એવી રીતે કે અમુક અમુક પ્રકૃતિ અમુક અમુક ‘ગુણસ્થાનક’ સુધી હોય છે. આવું માપ તોળીને જ્ઞાનીદેવે બીજાઓને સમજાવવા સારુ સ્થૂલ સ્વરૂપે તેનું વિવેચન કર્યું છે; તેમાં બીજાં કેટલી એક જાતનાં કર્મ અર્થાત્ ‘કર્મપ્રકૃતિ’ સમાય છે. અર્થાત્ જે પ્રકૃતિનાં નામ ‘કર્મગ્રંથ’માં નથી આવતાં, તે તે પ્રકૃતિ ઉપર બતાવેલી પ્રકૃતિના વિશેષ પર્યાય છે; અથવા તે ઉપર બતાવેલી પ્રકૃતિમાં સમાય છે. આની સમજણ વ્યા.સા.૧/૬૪-૬૫માં વિસ્તારથી આપવામાં આવી છે ત્યાંથી જોવું. (૨૦૫) ‘વિભાવ’ એટલે ‘વિરુદ્ધભાવ’ નહીં, પરંતુ ‘વિશેષભાવ’. આત્મા આત્મારૂપે પરિણમે તે ‘ભાવ’ છે. અથવા ‘સ્વભાવ’ છે. જ્યારે આત્મા તથા જડનો સંયોગ થવાથી આત્મા સ્વભાવ કરતાં આગળ જઈ ‘વિશેષભાવે’ પરિણમે તે ‘વિભાવ' છે. આ જ રીતે જડને માટે પણ સમજવું. (૨૦૬) ‘કાળ’ના ‘અણુ’ લોકપ્રમાણ અસંખ્યાત છે. તે ‘અણુ’માં ‘રુક્ષ’ અથવા ‘સ્નિગ્ધ’ ગુણ નથી; તેથી તે દરેક અણુ એકબીજામાં મળતા નથી, અને દરેક પૃથક્ પૃથક્ રહે છે. પરમાણુ પુદ્ગલમાં તે ગુણ હોવાથી મૂળ સત્તા કાયમ રહ્યા છતાં તેનો (પરમાણુપુદ્ગલનો) ‘સ્કંધ' થાય છે. (૨૦૭) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, (લોક) આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાય તેના પણ અસંખ્યાતા પ્રદેશ છે. અને તેના પ્રદેશમાં રુક્ષ અથવા સ્નિગ્ધ ગુણ નથી, છતાં તે કાળની માફક દરેક અણુ જુદા જુદા રહેવાને બદલે એક સમૂહ થઈ રહે છે. તેનું કારણ એ છે કે કાળ છે તે પ્રદેશાત્મક નથી, પણ અણુ હોઈને પૃથક્ પૃથક્ છે, અને ધર્માસ્તિકાયાદિ ચાર દ્રવ્ય પ્રદેશાત્મક છે. (૨૦૮) વસ્તુને સમજાવવા માટે અમુક નયથી ભેદરૂપે વર્ણન કરવામાં આવ્યું છે. વાસ્તવિક રીતે વસ્તુ, તેના ગુણ અને પર્યાય એમ ત્રણ જુદા જુદા નથી, એક જ છે. ગુણ અને પર્યાયને લઈને વસ્તુનું સ્વરૂપ સમજાય છે. જેમ સાકર એ વસ્તુ, મીઠાશ એ ગુણ, ખડબચડો For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ સ્વાધ્યાય સુધા આકાર એ પર્યાય છે. એ ત્રણને લઈને સાકર છે. મીઠાશવાળા ગુણ વિના સાકર ઓળખી શકાતી નથી. તેવોજ એક ખડબચડા આકારવાળો કટકો હોય પણ તેમાં ખારાશનો ગુણ હોય તો તે સાકર નહ, પરંતુ મીઠું અર્થાત્ લૂણ છે. આ ઠેકાણે પદાર્થની પ્રતીતિ અથવા જ્ઞાન, ગુણને લઈને થાય છે; એ પ્રમાણે ગુણી અને ગુણ જુદા નથી. છતાં અમુક કારણને લઈને પદાર્થનું સ્વરૂપ સમજાવવા માટે જુદા કહેવામાં આવે છે. (૨૦૯) ગુણ અને પર્યાયને લઈને પદાર્થ છે. જો તે બે ન હોય તો પછી પદાર્થ છે તે ન હોવા બરાબર છે. કારણ કે તે શા કામનો છે? (૨૧૦) એકબીજાથી વિરુદ્ધ પદવાળી એવી ત્રિપદી પદાર્થમાત્રને વિષે રહી છે. ધ્રુવ અર્થાત્ સત્તા, હોવાપણું પદાર્થનું હંમેશાં છે. તે છતાં તે પદાર્થમાં ઉત્પાદ અને વ્યય એવાં બે પદ વર્તે છે. તે પૂર્વપર્યાયનો વ્યય અને ઉત્તર પર્યાયનો ઉત્પાદ થયા કરે છે. (૨૧૧) આ પર્યાયના પરિવર્તનથી કાળ જણાય છે. અથવા તે પર્યાયને પરિવર્તન થવામાં કાળ સહાયકારી છે. ‘ઉપવા, વિખેવા, ધ્રુવેવા’ એ ત્રિપદી છે. ત્રણેય એકબીજાથી વિરુદ્ધ સ્વભાવવાળી છે. છતાં દરેક દ્રવ્યમાં પરિણમી રહી છે. ઉપન્નવા’ એટલે ઉત્પન્ન થવું, ‘વિષ્નવા' એટલે નાશ પામવું, “યુવા એટલે અચળ, જેમ છે તેમજ રહેવું. પ્રથમની બે પદી દ્રવ્યના પર્યાયને લાગુ પડે છે. ત્રીજી પદી દ્રવ્યના નિત્યત્વ, અસ્તિત્વાદિ ગુણોને અને દ્રવ્યને લાગુ પડે છે. દ્રવ્ય-ગુણ -પર્યાય ને આ ત્રિપદી લાગુ પડે છે. પદાર્થમાં ઉત્પાદ અને વ્યયરૂપ પર્યાય થયા કરે છે. તે પર્યાયના પરિવર્તનથી કાળની ગણત્રી થાય છે અથવા પર્યાયનું પરિવર્તન થવામાં જે સહાય કરે છે તે “કાળ' છે. ક્રમવૃત્તિરૂપ પર્યાય ઉત્પાદ-વ્યયરૂપ છે. અને અક્રમવૃત્તિરૂપ ગુણ ધૃવત્વરૂપ છે. પર્યાયમાં ક્રમવર્તીપણું તો જ્ઞાની અજ્ઞાની બને છે; ત્યાં અજ્ઞાનીને ભૂલવાળી મલિન પર્યાયો થાય છે, જ્યારે જ્ઞાનીને સ્વાશ્રયે પરિણમવાને લીધે ક્રમવર્તી નિર્મળ સમક્તિાદિમોક્ષમાર્ગની પર્યાયો થાય છે. આ પર્યાયમાં ભૂલ હોવાનું અને ભૂલ મટાડવાનું સંક્ષેપમાં રહસ્ય છે. દરેક સત્તાનું ઉત્પાદ-વ્યયપણે ક્રમે પ્રવર્તવું અને અક્રમપણે ધ્રુવ રહેવું તે સ્વરૂપ છે. આત્મામાં ઉત્પાદ-વ્યય-ધ્રુવત્વ સત્તા છે તે પારિણામિક ભાવે છે. આ ત્રિપદીના આધારે જ આત્મા પોતાની નિર્મળ સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પર્યાયોને પ્રગટાવે છે. અને અનુક્રમે પોતાની સંપૂર્ણ શુદ્ધ સત્તાને પ્રગટાવે છે, તે ધૃવત્વ શક્તિ પ્રગટી કહેવાય. પંચાસ્તિકાયની ગાથા ૧૫૫, ૧૫૬ અને ૧૫૮માં કહ્યું છે કે :-વસ્તુપણે આત્માનો સ્વભાવ નિર્મળ જ છે. ગુણ અને પર્યાય પર-સમય પરિણામ પણે અનાદિથી પરિણામી For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા રહ્યા છે. તે દૃષ્ટિથી અનિર્મળ-મલિન છે. જો તે આત્મા સ્વ-સમયને પ્રાપ્ત થાય તો કર્મબંધથી રહિત થાય. (૧૫૫) જે પરદ્રવ્યને વિષે શુભાશુભ રાગ કરે છે તે જીવ સ્વચારિત્રથી ભ્રષ્ટ છે. અને પરચારિત્ર આચરે છે એમ જાણવું કે સમજવું (૧૫૬). જે સર્વસંગથી મુક્ત થઈ અનન્યપણે આત્મસ્વભાવમાં સ્થિત છે, નિર્મળ જ્ઞાતા દ્રષ્ટા છે તે ‘સ્વચરિત્ર’ આચરનાર જીવ છે (૧૫૮). ૫૨ દ્રવ્ય પ્રત્યેના ભાવથી રહિત, નિર્વિકલ્પ જ્ઞાનદર્શનમય પરિણામી આત્મા છે. તે સ્વ-સમયનો ઉત્પાદ છે. અને પ૨-સમયનો વ્યય છે. તથા આત્મા તો ધ્રુવપણે રહેલો છે. (૨૧૨) દરેક પદાર્થમાં સમય સમય ખટચક્ર ઊઠે છે; તે એ કે સંખ્યાતગુણવૃદ્ધિ, અસંખ્યાતગુણવૃદ્ધિ, અનંતગુણવૃદ્ધિ, સંખ્યાતગુણહાનિ અને અનંતગુણહાનિ; જેનું સ્વરૂપ શ્રી વીતરાગદેવ અવાસ્ગોચર કહે છે. દરેક પદાર્થમાં આ ષટચક્ર સતતપણે ચાલ્યા જ કરતું હોય છે. તે પર્યાયમાં પરિવર્તન થાય છે, તેને દર્શાવે છે. આ વાત વાણીથી કહી શકાય તેમ નથી તે તો અનુભવી શકાય, અનુભવથી સમજી શકાય. ૧૭૭ (૨૧૩) આકાશના પ્રદેશની શ્રેણી સમ છે. વિષમમાત્ર એક પ્રદેશની વિદિશાની શ્રેણી છે. સમશ્રેણિ છ છે, અને તે બે પ્રદેશી છે. પદાર્થમાત્રનું ગમન સમશ્રેણિએ થાય છે. વિષમ શ્રેણિએ થતું નથી. કારણ કે આકાશના પ્રદેશની સમશ્રેણિ છે. તેમ જ પદાર્થમાત્રમાં અગુરુલઘુ ધર્મ છે. તે ધર્મે કરીને પદાર્થ વિષમશ્રેણિએ ગમન નથી કરી શકતા. (૨૧૪) ચક્ષુઈન્દ્રિય સિવાય બીજી ઈન્દ્રિયોથી જે જાણી શકાય તેનો જાણવામાં સમાવેશ થાય છે. (૨૧૫) ચક્ષુન્દ્રિયથી જે દેખાય છે તે પણ જાણવું છે. જ્યાં સુધી સંપૂર્ણ જાણવા દેખવામાં ના આવે ત્યાં સુધી જાણવાપણું અધૂરું ગણાય; કેવળજ્ઞાન ન ગણાય. (૨૧૬) ત્રિકાળ અવબોધ ત્યાં સંપૂર્ણ જાણવાનું થાય છે. (૨૧૭) ભાસન શબ્દમાં જાણવા અને દેખવા બન્નેનો સમાવેશ થાય છે. (૨૧૮) કેવળજ્ઞાન છે તે આત્મપ્રત્યક્ષ છે અથવા અતીદ્રિય છે. અંધપણું છે તે ઈન્દ્રિય વડે દેખવાનો વ્યાઘાત છે. તે વ્યાઘાત અતીદ્રિયને નડવા સંભવ નથી. ચાર ઘનઘાતી કર્મ નાશ પામે ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. તે ચાર ઘનઘાતીમાં એક દર્શનાવરણીય છે. તેની ઉત્તર પ્રકૃતિમાં એક ચક્ષુદર્શનાવરણીય છે. તે ક્ષય થયા બાદ કેવળજ્ઞાન ઊપજે. અથવા જન્માંધપણાનું કે અંધપણાનું આવરણ ક્ષય થયેથી કેવળજ્ઞાન ઊપજે. અચક્ષુદર્શન આંખ સિવાયની બીજી ઈન્દ્રિયો અને મનથી થાય છે. તેનું પણ જ્યાં સુધી For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ સ્વાધ્યાય સુધા આવરણ હોય ત્યાં સુધી કેવળજ્ઞાન ઊપજતું નથી. તેથી જેમ ચક્ષુને માટે છે તેમ બીજી ઈન્દ્રિયોને માટે પણ જણાય છે. (૨૧૯) જ્ઞાન બે પ્રકારે બતાવવામાં આવ્યું છે. આત્મા ઈન્દ્રિયોની સહાય વિના સ્વતંત્રપણે જાણે દેખે તે આત્મપ્રત્યક્ષ. આત્મા ઈન્દ્રિયોની સહાય વડે કરી એટલે આંખ, કાન, જીહાદિક વડે જાણે દેખે તે ઈન્દ્રિયપ્રત્યક્ષ છે. વ્યાઘાત અને આવરણના કારણને લઈને ઈન્દ્રિયપ્રત્યક્ષ ન હોય તેથી આત્મપ્રત્યક્ષને બાધ નથી. જ્યારે આત્માને પ્રત્યક્ષ થાય છે ત્યારે ઈન્દ્રિયપ્રત્યક્ષ સ્વયમેવ થાય છે, અર્થાત્ ઈન્દ્રિયપ્રત્યક્ષનું જે આવરણ તે દૂર થયે જ આત્મપ્રત્યક્ષ છે. (૨૨૦) આજ સુધી અસ્તિત્વ ભાસ્યું નથી. અસ્તિત્વ ભાસ થવાથી સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. અસ્તિત્વ એ સમ્યત્ત્વનું અંગ છે. અસ્તિત્વ જો એક વખત પણ ભાસે તો દૃષ્ટિની માફક નજરાય છે, અને નજરાયાથી આત્મા ત્યાંથી ખસી શકતો નથી. જો આગળ વધે તોપણ પગ પાછા પડે છે, અર્થાત્ પ્રકૃતિ જોર આપતી નથી. એક વખત સમ્યકત્વ આવ્યા પછી તે પડે તો પાછો ઠેકાણે આવે છે. એમ થવાનું મૂળ કારણ અસ્તિત્વ ભાસ્યું છે તે છે. જો કદાચ અસ્તિત્વની વાત કહેવામાં આવતી હોય તો પણ તે બોલવા માત્ર છે, કારણ કે ખરેખર અસ્તિત્વ ભાસ્યું નથી. (રર૧) જેણે વડનું વૃક્ષ જોયું ના હોય તેવાને જો એમ કહેવામાં આવે કે આ રાઈના દાણા જેવડા વડના બીજમાંથી આશરે એક માઈલના વિસ્તારમાં સમાય એવું મોટું ઝાડ થઈ શકે છે તો તે વાત તેના માનવામાં ન આવતાં કહેનારને ઊલટા રૂપમાં લઈ જાય છે. પણ જેણે વડનું વૃક્ષ જોયું છે અને આ વાતનો અનુભવ છે તેને વડના બીજમાં ડાળ, મૂળ, પાન, શાખા, ફળ, ફૂલાદિવાળુ મોટું વૃક્ષ સમાયું છે એ વાત માનવામાં આવે છે, પ્રતીત થાય છે. પુલ જે રૂપી પદાર્થ છે, મૂર્તિમંત છે તેના એક સ્કંધના એક ભાગમાં અનંતા ભાગ છે એ વાત પ્રત્યક્ષ હોવાથી માનવામાં આવે છે, પણ તેટલા જ ભાગમાં જીવ અરૂપી, અમૂર્તિમંત હોવાથી વધારે સમાઈ શકે છે. પણ ત્યાં અનંતાને બદલે અસંખ્યાતા કહેવામાં આવે તો પણ માનવામાં આવતું નથી, એ આશ્ચર્યકારક વાત છે. આ પ્રમાણે પ્રતીત થવા માટે અનેક નય, રસ્તા બતાવવામાં આવ્યા છે, જેથી કોઈ રીતે જો પ્રતીતિ થઈ તો વડના બીજની પ્રતીતિ માફક મોક્ષના બીજની સમ્યકત્વરૂપે પ્રતીતિ થાય છે; મોક્ષ છે એ નિશ્ચય થાય છે, એમાં કશો શક નથી. આંક-૨૧૩ થી રર૧માં વિચારવાથી સમજી શકાય તેમ છે. (૨૨) ધર્મ સંબંધી : (૧) “આત્માને સ્વભાવમાં ધારે તે ધર્મ-આત્માનો જે મૂળ શુદ્ધ સ્વભાવ છે તે જેના દ્વારા પ્રગટ કરી શકાય અને જરૂર પડ્યે હાજર થાય તે ધર્મ, For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૧૭૯ (૨) “આત્માનો સ્વભાવ તે ધર્મ'-આત્માની શાંત-સ્વભાવ દશા તેમાં રહેવું તે ધર્મ. (૩) “સ્વભાવમાંથી પરભાવમાં ન જવા દે તે ધર્મ-ઉદયને અનુલક્ષીને પરભાવ તરફ ખેંચાણ થાય, ખેંચાઈ જવાય તો કર્મબંધન થાય, પણ તે ઉદય સમયે “સ્વભાવમાં જ ધરી રાખે તે ધર્મ. (૪) “પરભાવ વડે કરીને આત્માને દુર્ગતિએ જવું પડે તે ન જવા દેતાં સ્વભાવમાં ધારી રાખે તે ધર્મ-કર્મના ઉદય વખતે જે પરિણામો ઊભા થાય તે ભાવો કયાં તો ઊભા જ ન થાય અથવા ન થવા દેતાં સ્વભાવમાં ધરી રાખે તેનું નામ ધર્મ (૫) “સમ્યક શ્રદ્ધાન, જ્ઞાન અને સ્વરૂપાચરણ તે ધર્મ; ત્યાં બંધનો અભાવ છે.' સદેવગુરુ-ધર્મનું શ્રદ્ધાન, તેનું યથાવત જાણપણું અને તે પ્રકારે વિચારણા કરતાં કરતાં સ્વરૂપમાં રહેવું તેને ધર્મ કહ્યો છે. જ્યાં સુધી જીવ આ ભાવમાં રહે ત્યાં સુધી સ્વભાવમાં રહેલો કહેવાય અને વિભાવરૂપ ઉદયને કારણે નવા કર્મનું બંધન ન થાય કારણ કે સ્વભાવને કારણે કષાયની ગેરહાજરી છે. (૬) સમ્યકજ્ઞાન, સમ્યક્દર્શન, સમ્યફચારિત્ર એ રત્નત્રયીને શ્રી તીર્થંકરદેવ ધર્મ કહે છે.”-રત્નત્રયી રૂપ સ્થિતિ હોય તે સ્વભાવમાં રહેલો છે. અને જ્યાં સુધી સ્વભાવમાં રહેલો હોય ત્યાં સુધી વિભાવરૂપ ઉદયની સામે આત્માની જાગૃતિરૂપ દશા હોય તેથી નવા કર્મનું બંધન ન થાય. આ સ્થિતિ ધર્મ ધર્મરૂપે પરિણમ્યો છે તેની ખાતરી આપે છે. રત્નત્રયીમય રહેવું તેને શ્રી તીર્થંકરદેવ ધર્મ કહે છે. (૭) “પદ્રવ્યનું શ્રદ્ધાન, જ્ઞાન અને સ્વરૂપાચરણ તે ધર્મ.”-જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ. આ છ દ્રવ્યનું શ્રદ્ધાન તે સમ્યત્વ અને તેનું યથાર્થ જ્ઞાન તે સમ્યકજ્ઞાન અને હેય-ઉપાદેયનો વિવેક કરી આત્મદ્રવ્યના સ્વરૂપનું શ્રદ્ધાન, જ્ઞાન અને આચરણ કરવું તે ધર્મ. જે જીવને મોક્ષમાર્ગમાં આગળ વધારે. (૮) “જે સંસારપરિભ્રમણથી છોડાવી ઉત્તમ સુખમાં ધરી રાખે તે ધર્મ.”-જેના વડે સંસાર પરિભ્રમણમાંથી છૂટી શકાય અને આત્મિક સુખમાં ટકાવી રાખે તે ધર્મ. નવા કર્મનું બંધન ન થવા દે તે ધર્મ કહેવાય. (૯) “આત એટલે સર્વ પદાર્થોને જાણી તેના સ્વરૂપનો સત્યાર્થ પ્રગટ કરનાર.”-આપ્ત એટલે સર્વજ્ઞ-સર્વદર્શી, પૂર્ણ વીતરાગ અથવા વાણી દ્વારા દરેક પદાર્થના સ્વરૂપનો સત્યાર્થ પ્રગટ કરનાર તે આત. (૧૦) “આગમ એટલે આતે કહેલા પદાર્થની શબ્દ દ્વારા એ કરી રચનારૂપ શાસ્ત્ર.”આતના વચનો જેમાં સંગ્રહિત છે તેને આગમ કહે છે. For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ સ્વાધ્યાય સુધા (૧૧) “આમના પ્રરૂપ્યાં શાસ્ત્રાનુસાર આચરણ કરવાવાળા, આપ્તના દર્શાવેલા માર્ગે ચાલનારા તે સદ્ગુરુ.” (૧૨) “સમ્યફદર્શન એટલે સત્ય આપ્ત, શાસ્ત્ર અને ગુરુનું શ્રદ્ધાન.” (૧૩) સમ્યફદર્શન ત્રણ મૂઢતા એ કરી રહિત, નિઃશંકાદિ આઠ અંગ સહિત આઠ મદ અને છ અનાયતનથી રહિત છે. ત્રણ મૂઢતા-દેવમૂઢતા-ગુરુમૂઢતા, શાસ્ત્ર મૂઢતા-આ હેય છે. આઠ અંગ-નિઃશંક્તિ અંગ, નિઃકાંક્ષિત અંગ, નિર્વિચિકિત્સા અંગ, અમૂઢ દૃષ્ટિઅંગ, ઉપબૃહન અંગ, સ્થિતિકરણ અંગ, પ્રભાવના અંગ, વાત્સલ્ય અંગ-ઉપાદેય છે. આઠ મદ-જ્ઞાન મદ, પૂજા-પ્રતિષ્ઠાનો મદ, કુળ મદ, જાતિ મદ, બલ મદ, ઋદ્ધિ મદ, તપ મદ અને શારીરિક ઐશ્વર્યનો મદ-જાણીને છોડવા યોગ્ય છે. છે અનાયતન :- સદેવ,-ગુરુ, ધર્મને ન માનવા, તથા કુદેવ, કુગુરુ-કુધર્મને માનવા તે છ અનાયતન-છોડવા યોગ્ય છે. (૧૪) સાત તત્ત્વ અથવા નવ પદાર્થના શ્રદ્ધાનને શાસ્ત્રમાં સમ્યગ્દર્શન કર્યું છે. પરંતુ દોષરહિત શાસ્ત્રના ઉપદેશ વિના સાત તત્ત્વનું શ્રદ્ધાન કેવી રીતે થાય ? નિર્દોષ આપ્ત વિના સત્યાર્થ આગમ શી રીતે પ્રગટ થાય ? તેથી સમ્યકદર્શનનું મૂળ કારણ સત્યાર્થ આપ્ત જ છે. અહીંયા આગમ સત્ય થવાનું કારણ નિર્દોષ આપ્ત કહ્યા છે. તેની હયાતી અત્યારે આ ક્ષેત્રમાં નથી. તેથી સાત કે નવ તત્ત્વનું યથાર્થ શ્રદ્ધાન કેવી રીતે થાય ? તેમના માર્ગે ચાલનારા નિગ્રંથ સપુરુષ પાસેથી માર્ગદર્શન મેળવી શકાય. (૧૫) “આપ્તપુરુષ ક્ષુધા, તૃષાદિ, અઢાર દોષ રહિત હોય છે.'-તે અઢાર દોષ આ પ્રમાણે છે. (૧) આશા-તૃષ્ણા. (૨) અવિરતિ, (૩) રાગદ્વેષ. (૪) અજ્ઞાન. (૫) નિંદ્રા. (૬) મિથ્યાત્વ. (૭) હાસ્ય. (૮) અરતિ. (૯) રતિ. (૧૦) શોક. (૧૧) ભય (૧૨) દુગંછાજુગુપ્સા. (૧૩) કામવાસનાનો ત્યાગ. (૧૪) દાનાંતરાય. (૧૫) લાભાંતરાય. (૧૬) ભોગાંતરાય. (૧૭) ઉપભોગાંતરાય. (૧૮) વીર્યંતરાય. (મલ્લિનાથ ભગવાનના આનંદઘનજી કૃત સ્તવનમાં આપેલા દોષો લખ્યા છે. (૧૬) ધર્મનું મૂળ આપ્ત ભગવાન છે.-આત ભગવાનમાં આત્મધર્મ સંપૂર્ણ પરિણમેલો છે, તેથી તેઓ જ સત્ય ધર્મનું દાન કરી શકે તેમ છે. તેથી તેમને “ધર્મનું મૂળ કહેલું છે.’ આત પુરુષની હાલમાં ગેરહાજરી હોવાથી તેમના માર્ગે ચાલીને નિગ્રંથ દશાને પ્રાપ્ત થયેલા પુરુષો ધર્મના મૂળ તરીકે હાલમાં લઈ શકાય. (૧૭) “આત ભગવાન નિર્દોષ, સર્વજ્ઞ અને હિતોપદેશક છે.'-અઢાર દોષ રહિત હોવાથી For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ સ્વાધ્યાય સુધા નિર્દોષ, કેવળજ્ઞાન-કેવળદર્શન પ્રાપ્ત થયેલું હોવાથી સર્વજ્ઞ છે. પોતાનું હિત થયેલું હોવાથી બીજાને હિતનો ઉપદેશ આપનારા છે. વ્યાખ્યાનમાર-ર ૧. મોરબી, અષાડ સુદ-૪, રવિ, ૧૯૫૬ સં. ૧૯૫૬ના અસાડ-શ્રાવણમા શ્રીમની મોરબીમાં સ્થિતિ હતી તે પ્રસંગે વખતોવખત કરેલ ઉપદેશનો સાર તથા પુછાયેલા પ્રશ્નોના સમાધાનની સંક્ષિપ્ત નોંધ એક મુમુક્ષુ શ્રોતાએ કરેલ તે અત્રે આપીએ છીએ. (૧) જ્ઞાન વૈરાગ્ય સાથે અને વૈરાગ્ય જ્ઞાન સાથે હોય છે; એકલા ન હોય. સમ્યજ્ઞાનની પ્રાપ્તિ માટે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હોવો જરૂરી છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય એટલે સમ્યક્ પ્રકારે સાંસારિક પદાર્થો પ્રત્યે અનાસક્તિ ભાવ. તેમજ જ્ઞાન હોય તો જ વૈરાગ્ય હોય. આમ બન્ને એકબીજા સાથે અવિનાભાવી સંબંધવાળા છે. એટલે કે જ્ઞાન હોય તો વૈરાગ્ય હોય જ-આ વિધેયાત્મકપણે વાત કહેવાય. (૨) વૈરાગ્ય શૃંગાર સાથે ન હોય, અને શૃંગાર સાથે વૈરાગ્ય ન હોય. વૈરાગ્ય એ અનાસક્તિ તરફનો ભાવ છે, જયારે શૃંગાર એ સાંસારિક ભાવ છે. બન્ને એકબીજાથી વિરુદ્ધ પરિણતિવાળા છે. તેથી વૈરાગ્ય હોય તો શૃંગાર કરવાના ભાવ ન થાય. અને શુંગારનાભાવ-સંસારના ભાવોમાં રાચવાપણું હોય તો વૈરાગ્ય ન હોય. આ નિષેધાત્મકપણે વાત છે. (૩) વીતરાગવચનની અસરથી ઇંદ્રિયસુખ નીરસ ન લાગ્યાં તો જ્ઞાનીનાં વચનો કાને પડ્યાં જ નથી, એમ સમજવું. વીતરાગના વચનો સાંભળ્યા પછી ઈન્દ્રિયોના વિષયો પ્રત્યે પણ પહેલાં જેવો જ ભાવ હોય અને તેમાંથી પાછા ફરી ન શકાતું હોય તો એમ સમજવું જોઈએ કે જ્ઞાનીના વચનો કાનમાં પડ્યા જ નથી અથવા સાંભળ્યા છે, પણ સ્વીકાર્યા નથી-એટલે કે પરિણાવવાનો પુરુષાર્થ કર્યો જ નથી. (૪) જ્ઞાનનાં વચનો વિષયનું વમન, વિરેચન કરાવનારાં છે. જ્ઞાની પુરુષના વચનો જ્ઞાન અને વૈરાગ્ય વાસિત હોય છે. જેથી તે વચનોને અંતરમાં અવધારવાથી આપણામાં રહેલ વિષયના ઝેરને બહાર કાઢનારાં છે. જેમ પેટમાં અજીર્ણ થઈ ગયું હોય તો ઉલટી કરાવવામાં આવે છે, જેથી પેટ હળવું થઈ જાય. તેમજ જ્ઞાનીના જ્ઞાન અને તેમના વૈરાગ્ય લક્ષી વચનો વિષયભાવનું વિરેચન કરાવનાર છે (૫) છદ્મસ્થ એટલે આવરણયુક્ત. For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ સ્વાધ્યાય સુધા છબી એટલે જેને કેવળજ્ઞાન પ્રગટ નથી થયું છે. એટલે કે ઘાતકર્મો અને અઘાતી કર્મોના આવરણ સહિતનો જીવાત્મા. એટલે છબીને આવરણયુક્ત કહ્યો છે. (૬) શૈલેશીકરણ=શૈલ=પર્વત-ઈશ=મોટા; એટલે પર્વતોમાં મોટા મેરુ જેવા અકંપ ગુણવાળા. જે જીવના યોગના પરિણામ વર્ધમાન હીયમાન ન થયા કરે, તેમજ સંપૂર્ણ સ્થિરઅચળ રહે અને તે પણ મેરુપર્વતની જેમ અચળપણે-કોઈપણ પ્રકારની યોગની ચંચળતા વગરની સ્થિતિ. જે જીવ નિર્માણ પામવાનો હોય, તે જીવને આ સ્થિતિ પ્રગટે છે અને પછી સિદ્ધ બની જાય છે. (૭) અકંપ ગુણવાળા મન, વચન, કાયાના યોગની સ્થિરતાવાળા. અકંપ ગુણવાળા એટલે કે યોગના પરિણામ એકસરખા કંપનરહિત રહે તેવા જ્ઞાનીઓ કે જેમણે સંસારભાવને તોડ્યો છે અને આત્મિક સંપત્તિને પ્રગટ કરીને સંપૂર્ણતા તરફ આગળ વધી રહ્યા છે તેવા. . (૮) મોક્ષમાં આત્માના અનુભવનો જો નાશ થતો હોય તો તે મોક્ષ શા કામનો ? મોક્ષ એટલે આત્મા પોતે વિભાવભાવથી રહિત અને સંપૂર્ણ સ્વભાવના પરિણામવાળો-(સ્થિર પરિણામવાળો). પોતાનો અનુભવ એટલે શુદ્ધ આત્માની અપરોક્ષપણે સ્થિતિ પ્રગટ થવી તે. અનુભવમાં આત્મા પોતાની મૂળ શાંતદશાને-તેના સુખનું વેદન કરતો રહે છે, અવ્યાબાધ આનંદનું વદન રહ્યા કરે છે. પ.કૃ.દેવ. મોક્ષની વ્યાખ્યા કરતા કહે છે કે : સર્વ બંધનથી મુક્ત થવું અથવા સર્વબંધનથી મુક્તિ-તે મોક્ષ. (૫.-૯૭) પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ રૂપ સમસ્ત કર્મોના સંબંધના સર્વથા નાશરૂપ લક્ષણવાળો તથા જે સંસારનો પ્રતિપક્ષી છે તે મોક્ષ છે. આ વ્યતિરેક પ્રઘાનતાથી મોક્ષનું સ્વરૂપ અને વીર્યાદિ ગુણ સહિત તથા સંસારનાં કલેશો રહિત ચિદાનંદમયી આત્યંતિક અવસ્થાને સાક્ષાત્ મોક્ષ કહે છે. આ અન્વયે પ્રઘાનતાથી મોક્ષનું સ્વરૂપ કહ્ય, (પ.-૧૦૨). રાગ હોય ત્યાં સુધી મોક્ષ નથી (૫.-૧૪૬). જે ક્રોધાદિ અજ્ઞાનભાવમાં, દેહાદિમાં, આત્માને પ્રતિબંધ છે તેથી સર્વથા નિવૃત્તિ થવી, મુક્તિ થવી તેને મોક્ષપદ જ્ઞાનીઓએ કહ્યું છે (પ.-પ૩૦). સહજ સ્વરૂપે સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ મોક્ષ કહે છે. (પ.-૬૦૯) રોકે જીવ સ્વચ્છેદ તો, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ (આ.સિ.-૧૫) જીવ અનાદિકાળથી પોતાના ડહાપણે અને પોતાની ઈચ્છાએ ચાલ્યો છે, એનું નામ સ્વચ્છેદ' છે. જો તે સ્વચ્છંદને રોકે તો જરૂર તે મોક્ષને પામે; અને એ રીતે ભૂતકાળ અનંત જીવ મોક્ષ પામ્યા છે. એમ રાગ, દ્વેષ અને અજ્ઞાન-એમાંનો એકકે દોષ જેને વિષે નથી એવા For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૧૮૩ દોષ (૧૮ દોષ) રહિત વીતરાગે કહ્યું છે. (પ.-૭૧૮) સર્વદુઃખનો આત્યંતિક અભાવ અને પરમ અવ્યાબાધ સુખની પ્રાપ્તિ એ જ મોક્ષ છે અને તે જ પરમહિત છે. (૭૬૨) જે સંવર યુક્ત સર્વ કર્મની નિર્જરા કરતો છતો વેદનીય અને આયુષ્ય રહિત થાય તે મહાત્મા તે જ ભવે મોક્ષ પામે. (પ-૭૬૬) દર્શનમોહ ઉપશાંત અથવા ક્ષીણ થયો છે જેનો એવો ધીરપુરુષ વીતરાગોએ દર્શાવેલા માર્ગને અંગીકાર કરીને શુદ્ધ ચૈતન્યસ્વભાવ પરિણામી થઈ મોક્ષપુર પ્રત્યે જાય છે. (૮૬૫) જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ એ ચાર કારણ મોક્ષના કહ્યા છે, તે એક બીજાં અવિરોધપણે પ્રાપ્ત થયે મોક્ષ થાય. (પ.-૯૧૮) - તથારૂપ સ્વભાવદશા સંપૂર્ણ હોય તો મોક્ષ થાય. વીતરાગની આજ્ઞાથી પોરસીનો સ્વાધ્યાય તથારૂપ હોય તો મોક્ષ થાય. વીતરાગની આજ્ઞાથી પોરસીનું ધ્યાન તથારૂપ હોય તો મોક્ષ થાય. (૫.-૯૧૮ના આધારે) જ્ઞાનીના હાથે ચારિત્ર આવે તો મોક્ષ થાય. (ઉ.છા.-૬) આમ જુદી જુદી રીતે મોક્ષ વિષે સમજણ આપી છે. તેના પર વિચારણા કરવાથી તે રૂપ પ્રવર્તન કરવાથી મોક્ષ થાય. (૯) આત્માનો ઊર્ધ્વ સ્વભાવ છે તે પ્રમાણે પ્રથમ ઊંચો જાય અને વખતે સિદ્ધશિલાએ ભટકાય; પણ કર્મરૂપી બોજો હોવાથી નીચે આવે. જેમ ડૂબેલો માણસ ઉછાળાથી એક વખત ઉપર આવે છે તેમ. આત્મ દ્રવ્યનો ઉપર તરફ જવાનો સ્વભાવ રહેલો છે. તેથી જ્યારે તે શરીરમાંથી બહાર નીકળે છે ત્યારે ઊર્ધ્વ દિશા તરફ ગતિ કરે છે, પણ પોતાની સાથે કાર્પણ અને તૈજસ સૂક્ષ્મ શરીરો રહેલા હોવાથી તે ઊર્ધ્વ ગતિ કરતો અટકી જાય છે અને પછી તેને જયાં જન્મ ધારણ કરવાનો હોય ત્યાં જે ગતિ પ્રાપ્ત થવાની છે, તેને અનુરૂપ અનુપૂર્વી ગતિ નામકર્મ ત્યાં લઈ જવાનું કાર્ય કરે છે. (૧૦) ભરતેશ્વરની કથા. (ભરત ચેત, કાળ ઝપાટા દેત.) ભરત ચક્રવર્તી, જે ઋષભદેવના પુત્ર હતા અને ચક્રવર્તી પણ હતા, પોતે સંસાર ભાવમાં ખેંચી ન જાય તે માટે પોતાના શયનખંડની બહાર એક માણસને સતત ઊભો રાખતા અને તેને ભરતજી શયનખંડમાંથી બહાર નીકળે કે અંદર જાય ત્યારે તે માણસે બોલવાનું કે “ભરત ચેત કાળ ઝપાટા દેત'. એટલે કે હે ભરતજી ! કાળ આપના આયુષ્યને ખાઈ રહ્યો છે માટે સંસાર ભાવમાંથી ત્વરાથી બહાર નીકળવા પ્રયત્ન કરો. તેમજ સતત અન્યત્વ' ભાવનાનું સ્મરણ કરતા રહેતા અને આમ ચક્રવર્તીપણામાં પણ નિર્લેપ ભાવે રહેતા હતા. આ ચિંતવનને કારણે એકદા આરીસા ભવનમાં શણગાર સજી રહ્યા હતા ત્યારે એક વીંટી આંગળીમાંથી નીકળી ગઈ. તેનાથી તે આંગળી અડવી લાગી. તેથી એક પછી એક ઘરેણાં ઉતારતા શરીર પણ એવું જ લાગ્યું અને એથી તેઓ For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ સ્વાધ્યાય સુધા અન્યત્વ', ભાવના ના ચિંતનમાં ચડડ્યા અને તેમાંથી ક્ષપક શ્રેણી શરૂ થઈ જતાં ! કેવળજ્ઞાન-દર્શન પામી ગયા. તેથી તેઓએ ચક્રવર્તી પણાને છોડી સર્વસંગ પરિત્યાગ કર્યો અને આયુષ્ય ક્ષય થતાં મોક્ષે પધાર્યા. (૧૧) સગર ચક્રવર્તીની કથા. (૬૦,૦૦૦ પુત્રોના મૃત્યુના શ્રવણથી વૈરાગ્ય) સગર ચક્રવર્તી આ અવસર્પિણી કાળમાં થઈ ગયા. તેઓને ૬૦,000 પુત્રો હતાં. એકવાર બધા પુત્રો જંગલમાં રમવા-ફરવા નીકળ્યા હતા. ત્યાં તેમણે એક ઋષિને ધ્યાન મગ્ન જોયા. તેઓને ઋષિની મશ્કરી કરવાનું સૂઝયું. જેના કારણે ઋષિના ધ્યાનમાં વિક્ષેપ પડ્યો અને ધ્યાનભંગ થતાં બહાર આવતાં એકાએક ક્રોધ ભભૂકી ઊઠ્યો અને મુખમાંથી અગ્નિની જવાળા (તેજાલેશ્યા) બહાર આવી અને સગર ચક્રવર્તીના બધા પુત્રોને બાળી નાખ્યા. આ સમાચાર સગર ચક્રવર્તીને મળતાં સંસાર પ્રત્યે વૈરાગ્ય પ્રગટ થયો અને ચક્રવર્તીપણું છોડીને સર્વસંગ પરિત્યાગ કરીને સાધનામાં લાગી ગયા. તેના ફળ સ્વરૂપ કેવળજ્ઞાન-દર્શન પ્રાપ્ત કરી સિદ્ધગતિએ પહોંચ્યા. (૧૨) નમિરાજર્ષિની કથા. (મિથિલા બળતી દેખાડી વગેરે.) આ કથા ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન-૯માં આપવામાં આવી છે. નમિ રાજર્ષિ અને દેવના સંવાદ દ્વારા તેઓની નિર્લેપતા કેવી હતી, સંસારભાવ પ્રત્યે કેવા ઉદાસીન હતા તેનું વર્ણન છે. તેઓ કેવા સંસારભાવથી અસંગ થયેલા હતા તે પણ જણાવ્યું છે. અંતે તેઓ નિર્વાણને પામ્યા હતા. ૫.કૃ.દેવે પણ આ કથા “એકત્વ ભવના'માં દર્શાવીને કેવું એકત્વપણું સાધ્યું હતું તે જણાવ્યું છે. આધ્યાત્મિક સાધક માટે આ ત્રણે કથાઓ- પ્રેરણારૂપ બનવી જોઈએ. મોરબી, અષાડ સુદ-૫, સોમ, ૧૯૫૬ (૧) જેન એ આત્માનું સ્વરૂપ છે. તે સ્વરૂપ (ધર્મ)ને પ્રવર્તાવનાર પણ મનુષ્ય હતા. જેમ કે, વર્તમાન અવસર્પિણીકાળમાં ઋષભાદિ પુરુષો તે ધર્મ પ્રવર્તાવનાર હતા. બુદ્ધાદિક પુરુષો પણ તે તે ધર્મના પ્રવર્તાવનાર જાણવા. આથી કરી કંઈ અનાદિ આત્મધર્મનો વિચાર નહોતો એમ નહોતું. (૨) આશરે બે હજાર વર્ષ ઉપર જૈન યતિ શેખરસૂરિ આચાર્યો વેશ્યને ક્ષત્રિય સાથે ભેળવ્યા. (૩) “ઓસવાળ' તે “ઓરપાક' જાતના રજપૂત છે. (૧), (૨), (૩)ની સમજણ યથાર્થ સમજાય તેમ હોવાથી વિશ્લેષણની જરૂરીયાત નથી. For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૧૮૫ (૪) ઉત્કર્ષ, અપકર્ષ અને સંક્રમણ એ સત્તામાં રહેલી કર્મપ્રકૃતિનાં થઈ શકે છે; ઉદયમાં આવેલી પ્રકૃતિનાં થઈ શકે નહીં. જે કર્મો સત્તામાં પડેલા છે તેમાં આ પ્રકારનો ફેરફાર કરી શકાય છે. વિગત માટે જાઓ વ્યા.સા. ૧૧૬૯નું વિશ્લેષણ. (૫) આયુષ્કર્મનો જે પ્રકારે બંધ હોય તે પ્રકારે દેહસ્થિતિ પૂર્ણ થાય. આયુષ્ય બંધના બે પ્રકાર છે. (૧) સોપક્રમ. (૨) નિરુપક્રમ-જેવો બંધ હોય તે પ્રમાણે આયુષ્ય પૂરું થાય. વિગત માટે જુઓ. વ્યા.સા. ૧૬૩-૬૪માં “આયુષ્ય' કર્મ વિષેનું વિશ્લેષણ. (૬) અંધારામાં ન દેખવું એ એકાંત દર્શનાવરણીય કર્મ ન કહેવાય, પણ મંદ દર્શનાવરણીય કહેવાય. તમસનું નિમિત્ત અને તેજસનો અભાવ તેને લઈને તેમ બને છે. અંધારામાં જોઈ શકાતું નથી, તે એકાંતે દર્શનાવરણીય કર્મ નથી, પણ મંદ દર્શનાવરણીય કર્મ કહી શકાય. તેમનું નિમિત્ત એટલે તેજસ (પ્રકાશ)ની ગેરહાજરીને કારણે આમ બને છે. (૭) દર્શન રોકાયે જ્ઞાન રોકાય. સમ્યગદર્શન જયાં સુધી ન થાય ત્યાં સુધી જ્ઞાન પણ સમ્યફ થતું નથી માટે જ્ઞાન રોકાય તેમ કહ્યું છે. (૮) જોય જાણવા માટે જ્ઞાનને વધારવું જોઈએ. વજન તેવાં કાટલાં. જે પ્રમાણે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ હોય તે પ્રમાણે શેયનું જાણવાપણું તેટલા અંશે થાય. શેયને સંપૂર્ણ જાણવા માટે સંપૂર્ણ જ્ઞાન પ્રગટવું જોઈએ. એટલે કે કેવળજ્ઞાન પ્રગટવું જોઈએ. (૯) જેમ પરમાણુની શક્તિ પર્યાયને પામવાથી વધતી જાય છે, તેમ ચૈતન્યદ્રવ્યની શક્તિ વિશુદ્ધતાને પામવાથી વધતી જાય છે. કાચ, ચશ્માં, દૂરબીન આદિ પહેલા (પરમાણુ)નાં પ્રમાણ છે; અને અવધિ, મન:પર્યવ, કેવળજ્ઞાન, લબ્ધિ, ઋદ્ધિ વગેરે બીજા (ચૈતન્યદ્રવ્ય)નાં પ્રમાણ છે. પરમાણુની શક્તિમાં, પુદ્ગલ સ્કંધમાં ફેરફાર થવાથી, વધ-ઘટ થયા કરે છે. એટલે પરમાણુની ગોઠવણી જુદા જુદા સ્કંધોમાં જુદી જુદી રીતે થવાથી તેની શક્તિમાં ફેરફાર થયા કરે છે. તેવી જ રીતે ચૈતન્ય દ્રવ્યની શક્તિ અનંત છે, પણ આવરણમાં હોવાથી જણાતી નથી. જેમ જેમ પરિણામોની વિશુદ્ધતા થતી જાય છે તેમ તેમ ચૈતન્યની શક્તિ પ્રગટપણે વધતી જણાય છે. કષાયની મંદતા થતી જાય તેમ તેમ આત્મિક શક્તિ વધતી For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ સ્વાધ્યાય સુધા જાય છે. બન્નેના દષ્ટાંત આપ્યા છે. જે પરમાણુ શક્તિ અને ચૈતન્યની શક્તિમાં વધારો થતો જણાવનાર છે. મોરબી, અષાડ સુદ-૬, ભોમ, ૧૯૫૬ (૧) ક્ષયોપશમસમ્યકત્વને વેદકસમ્યકત્વ પણ કહેવામાં આવે છે. પરંતુ ક્ષયોપશમમાંથી ક્ષાયિક થવાના સંધિના વખતનું જે સમ્યકત્વ તે વાસ્તવિક રીતે વેદકસભ્યત્વ છે. (૨) પાંચ સ્થાવર એકેન્દ્રિય બાદર છે, તેમ જ સૂક્ષ્મ પણ છે. નિગોદ બાદર છે તેમ સૂક્ષ્મ છે. વનસ્પતિ સિવાય બાકીના ચારમાં અસંખ્યાત સૂક્ષ્મ કહેવામાં આવે છે. નિગોદ સૂક્ષ્મ અનંત છે; અને વનસ્પતિના સૂક્ષ્મ અનંત છે; ત્યાં નિગોદમાં સૂક્ષ્મ વનસ્પતિ ઘટે છે. (૧), (૨)ની સમજણ સરળતાથી સમજી શકાય તેમ છે તેથી વિશ્લેષણ કરવાની જરૂર જણાતી નથી. (૩) શ્રી તીર્થકર અગિયારમું ગુણસ્થાનક સ્પર્શે નહીં; તેમ જ પહેલું, બીજું તથા ત્રીજું પણ ન સ્પર્શે. તીર્થકરના જીવને જન્મ સાથે જ ક્ષાયિક સમ્યક્ત્વ છે. મતિ, શ્રુત અને અવધિજ્ઞાન પણ પ્રગટ રહેલું છે. તેથી તેઓ જન્મતાંની સાથે ચોથા ગુણસ્થાનકે હોય છે. તેથી પ્રથમ, બીજું અને ત્રીજું ગુણસ્થાનક સ્પર્શે નહીં તેમજ ક્ષાયિક સમ્યક્દર્શન હોવાથી જ્યારે તેઓ શ્રેણી માંડે ત્યારે ક્ષેપક શ્રેણી જ હોય. અને ક્ષેપક શ્રેણીમાં ૧૧મું ગુણસ્થાનક સ્પર્શવાનું આવતું નથી. કારણ કે તે તો ઉપશમ શ્રેણીવાળાને સ્પર્શવાનું આવે છે અને પડવાઈ થાય છે. જ્યારે તીર્થકરનો જીવ તો ક્ષાયિક સમ્યકત્વવાળો હોવાથી શ્રેણી પણ “ક્ષપક' જ હોય છે. (૪) વર્ધમાન, હીયમાન અને સ્થિતિ એવી જે ત્રણ પરિણામની ધારા છે તેમાં હીયમાન પરિણામની ધારા સમ્યકત્વઆશ્રયી (દર્શનઆશ્રયી) શ્રી તીર્થંકરદેવને ન હોય; અને ચારિત્રઆશ્રયી ભજના. શ્રી તીર્થકરના આત્માને જન્મતાંની સાથે ક્ષાયિક સમ્યકત્વ હોય છે અને મતિ, શ્રુત, અવધિજ્ઞાન પણ પ્રગટપણે રહેલાં છે. ક્ષાયિક સમ્યક્ત્વ હોવાથી આત્યંતર તો સમ્યક ચારિત્ર છે, પણ બાહ્યથી ગૃહવાસમાં છે ત્યાં સુધી બાહ્ય ચારિત્ર એટલે બાહ્યથી સર્વસંગ પરિત્યાગ નથી એ અપેક્ષાએ ચારિત્ર આશ્રયી ભજના કહેવામાં આવી છે. (૫) ક્ષાયિકચારિત્ર છે ત્યાં મોહનીયનો અભાવ છે; અને જ્યાં મોહનીયનો અભાવ છે ત્યાં પહેલું, બીજું, ત્રીજુ અને અગિયારમું એ ચાર ગુણસ્થાનકના સ્પર્શપણાનો અભાવ છે. (૬) ઉદય બે પ્રકારનો છે. એક પ્રદેશોદય; અને બીજો વિપાકોદય. વિપાકોદય બાહ્ય (દેખીતી) રીતે વેચાય છે; અને પ્રદેશોદય અંદરથી વેદાય છે. For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૧૮૭ ઉદયના પ્રકાર અને વિશ્લેષણ માટે વ્યા.સા. ૧/૧૬૯માંથી ઉદય વિષેનું વિશ્લેષણ વાંચવું. (૭) આયુષ્યકર્મનો બંધ પ્રકૃતિ વિના થતો નથી; પણ વેદનીયનો થાય છે. આયુષ્ય કર્મનો બંધ મોહનીય કર્મની પ્રકૃતિની હાજરીમાં થાય છે. જયારે વેદનીયનો તો મોહનીયની પ્રકૃતિની હાજરી ન હોય તો પણ થાય. (૮) આયુષ્યપ્રકૃતિ એક જ ભવમાં વેદાય છે.બીજી પ્રકૃતિઓ તે ભવમાં વેદાય અને અન્ય ભવમાં પણ વેદાય. (૯) જીવ જે ભવની આયુષ્યપ્રકૃતિ ભોગવે છે તે આખા ભવની એક જ બંધપ્રકૃતિ છે. તે બંધપ્રકૃતિનો ઉદય આયુષ્યની શરૂઆત થઈ ત્યારથી ગણાય. આ કારણથી તે ભવની આયુષ્યપ્રકૃતિ ઉદયમાં છે તેમાં સંક્રમણ, ઉત્કર્ષ, અપકર્ષાદિ થઈ શકતાં નથી. (૧૦) આયુષ્યકર્મની પ્રકૃતિ બીજા ભવમાં ભોગવાતી નથી. ૮,૯, ૧૦-ના વિશ્લેષણ માટે આયુષ્યકર્મ વિષે વ્યા.સા.૧/૬૩-૬૪માં આપેલ છે ત્યાંથી જુઓ. (૧૧) ગતિ, જાતિ, સ્થિતિ, સંબંધ, અવગાહ (શરીરપ્રમાણ) અને રસ અમુક જીવે અમુક પ્રમાણમાં ભોગવવાં તેનો આધાર આયુષ્યકર્મ ઉપર છે. જેમ કે, એક માણસની સો વર્ષની આયુઃકર્મ પ્રકૃતિનો ઉદય વર્તે છે, તેમાંથી તે એંસીમે વર્ષે અધૂરે આયુષ્ય મરણ પામે તો બાકીનાં વશ વર્ષ ક્યાં અને શી રીતે ભોગવાય ? બીજા ભવમાં ગતિ, જાતિ, સ્થિતિ, સંબંધાદિ નવેસરથી છે; એકાશીમા વર્ષથી નથી; તેથી કરીને આયુષ્યની ઉદયપ્રકૃતિ અધવચથી ત્રુટી શકે નહીં. જે જે પ્રકારે બંધ પડ્યો હોય, તે તે પ્રકારે ઉદયમાં આવવાથી કોઈની નજરમાં કદાચ આયુષ્ય તૂટવાનું આવે; પરંતુ તેમ બની શકતું નથી. આયુષ્યકર્મ માટે વધારે વાંચો વ્યા.સા.૧/૬૩-૬૪ના વિશ્લેષણમાંથી. (૧૨) સંક્રમણ, અપકર્ષ, ઉત્કર્ષાદિ કરણનો નિયમ આયુકર્મવર્ગણા સત્તામાં હોય ત્યાં સુધી લાગુ થઈ શકે; પણ ઉદયની શરૂઆત થયા પછી લાગુ થઈ શકે નહીં. આ બધા માટે જુઓ વ્યા.સા.૧/૧૬૯નું વિશ્લેષણ. (૧૩) આયુકર્મ પૃથ્વી સમાન છે; અને બીજાં કર્મો ઝાડ સમાન છે. (જો પૃથ્વી હોય તો ઝાડ હોય.) આયુષ્ય કર્મ, ઝાડ માટે પૃથ્વીની જરૂર પડે છે, તેમ શરીર ધારણ કરવા જરૂર પડે છે. (૧૪) આયુષ્યના બે પ્રકાર છે: (૧) સોપક્રમ અને (૨) નિરુપક્રમ. આમાંથી જે પ્રકારનું બાંધ્યું હોય તે પ્રકારનું ભોગવાય છે. For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ સ્વાધ્યાય સુધા આયુષ્ય વિષે વધારે વાંચો વ્યા.સા. ૧/૬૩-૬૪ના વિશ્લેષણમાંથી (૧૫) ઉપશમ સમ્યકત્વ ક્ષયોપશમ થઈ ક્ષાયિક થાય; કારણ કે ઉપશમમાં જે પ્રકૃતિઓ સત્તામાં છે તે ઉદય આવી ક્ષય થાય. સમજાય તેમ છે, વિચારો. (૧૬) ચક્ષુ બે પ્રકારે : (૧) જ્ઞાનચક્ષુ અને (૨) ચર્મચક્ષુ. જેમ ચર્મચક્ષુ વડે એક વસ્તુ જે સ્વરૂપે દેખાય છે તે વસ્તુ દૂરબીન તથા સૂક્ષ્મદર્શકાદિ યંત્રોથી જુદા જ સ્વરૂપે દેખાય છે; તેમ ચર્મચક્ષુ વડે જે સ્વરૂપ દેખાય છે તે જ્ઞાનચક્ષુ વડે કોઈ જુદા જ સ્વરૂપે દેખાય; ને તેમ કહેવામાં આવે તે આપણે પોતાના ડહાપણે, અહંપણે ન માનવું તે યોગ્ય નથી. સરળ હોવાથી સમજાવવાની જરૂર જણાતી નથી. ૪. મોરબી, અષાડ સુદ-૭, બુધ ૧૫૬ (૧) શ્રીમાન કુંદકુંદાચાર્યે અષ્ટપાહુડ (અષ્ટપ્રાકૃત) રચેલ છે. પ્રાભૃતભેદ : દર્શનપ્રાભૃત, જ્ઞાનપ્રામૃત, ચારિત્રપ્રાભૃત, ભાવપ્રાભૃત, ઈત્યાદિ. દર્શનપ્રાભૃતમાં જિનભાવનું સ્વરૂપ બતાવ્યું છે. શાસ્ત્રકર્તા કહે છે કે અન્ય ભાવો અમે, તમે અને દેવાધિદેવ સુધ્ધાંએ પૂર્વે ભાવ્યા છે, અને તેથી કાર્ય સર્યું નથી, એટલા માટે જિનભાવ ભાવવાની જરૂર છે. જે જિનભાવ શાંત છે, આત્માનો ધર્મ છે, અને તે ભાબેથી જ મુક્તિ થાય છે. (૨) ચારિત્રપ્રાભૃત. (૩) દ્રવ્ય અને તેના પર્યાય માનવામાં નથી આવતાં ત્યાં વિકલ્પ થવાથી ગૂંચવાઈ જવું થાય છે. પર્યાય નથી માનેલા તેનું કારણ તેટલે અંશે નહીં પહોંચવાનું છે. (૪) દ્રવ્યના પર્યાય છે એમ સ્વીકારવામાં આવે છે ત્યાં દ્રવ્યનું સ્વરૂપ સમજવામાં વિકલ્પ રહેતો હોવાથી ગૂંચવાઈ જવું થાય છે, અને તેથી જ રખડવું થાય છે. | (૫) સિદ્ધપદ એ દ્રવ્ય નથી, પણ આત્માનો એક શુદ્ધ પર્યાય છે. તે પહેલાં મનુષ્ય વા દેવ હતો ત્યારે તે પર્યાય હતો, એમ દ્રવ્ય શાશ્વત રહી પર્યાયાંતર થાય છે. ૧,૨,૩,૪,૫–સરળપણે સમજાય તેમ છે તેથી વિશ્લેષણ કર્યું નથી. (૬) શાન્તપણું પ્રાપ્ત કરવાથી જ્ઞાન વધે છે. (૭) આત્મસિદ્ધિ માટે દ્વાદશાંગીનું જ્ઞાન જાણતાં ઘણો વખત જાય. જ્યારે એક માત્ર શાંતપણું સેવ્યાથી તરત પ્રાપ્ત થાય છે. ૬,૭ શાંતપણું-શાંતદશા એ આત્માની શુદ્ધ અવસ્થા છે. જેમ જેમ આત્મા શાંતદશાને For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૧૮૯ પ્રગટ કરતો જાય છે તેમ તેમ જ્ઞાનની તારભ્યતા વધતી જાય છે. માટે આત્માની શાંતદશા પ્રગટાવવાનો પુરુષાર્થ કરવો એ જ શ્રેયનું કારણ છે. જેમ જેમ શાંતદશા પ્રગટ થતી જશે તેમ તેમ જ્ઞાનની તારતમ્સ વધતી જશે અને યથાર્થપણે આગળ વધવાનો માર્ગ મોકળો થતો જશે. (૮) પર્યાયનું સ્વરૂપ સમજાવવા અર્થે શ્રી તીર્થંકરદેવે ત્રિપદ (ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય) સમજાવ્યાં છે. (૯) દ્રવ્ય ધ્રુવ, સનાતન છે. (૧૦) પર્યાય ઉત્પાદવ્યયવંત છે. ૮,૯, ૧૦-ત્રિપદી ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય સમજાવેલ છે. (૧૧) છયે દર્શન એક જૈનદર્શનમાં સમાય છે. તેમાં પણ જૈન એક દર્શન છે. બૌદ્ધક્ષણિકવાદી=પર્યાયરૂપે “સ” છે. વેદાંત સનાતન=દ્રવ્યરૂપે “સત્ છે. ચાર્વાક નિરીશ્વરવાદી જ્યાં સુધી આત્માની પ્રતીતિ થઈ નથી ત્યાં સુધી તેને ઓળખવારૂપે “સત્ છે. છ દર્શનની સમજણ સંક્ષેપમાં જણાવી છે. (૧૨) જીવ પર્યાયના બે ભેદ છે - સંસારપર્યાય અને સિદ્ધપર્યાય. સિદ્ધપર્યાય સો ટચના સોના તુલ્ય છે અને સંસારપર્યાય કથીરસહિત સોનાતુલ્ય છે. જીવના પર્યાય સમજાવી સિદ્ધ પર્યાય એ ઉપાદેય છે તેમ જણાવે છે. (૧૩) વ્યંજનપર્યાય. “વ્યંજનપર્યાય”-વસ્તુના પ્રદેશત્વગુણની અવસ્થાઓ. (૧૪) અર્થપર્યાય. “અર્થપર્યાય”-વસ્તુના પ્રદેશત્વ સિવાયના ગુણની અવસ્થાઓ. (૧૫) વિષયનો નાશ (વેદનો અભાવ) ક્ષાયિકચારિત્રથી થાય છે. ચોથે ગુણસ્થાનકે વિષયની મંદતા હોય છે; ને નવમા ગુણસ્થાનક સુધી વેદનો ઉદય હોય છે. (૧૬) જે ગુણ પોતાને વિષે નથી તે ગુણ પોતાને વિષે છે એમ જે કહે અથવા મનાવે તે મિથ્યાદેષ્ટિ જાણવા. ૧૫,૧૬-સરળપણે સમજાય તેમ છે તેથી વિશ્લેષણ કરેલ નથી. (૧૭) જિન અને જૈન શબ્દનો અર્થ : “ઘટ ઘટ અંતર્ જિન બસે, ઘટ ઘટ અંતર્ જૈન; મત મદિરાકે પાનસે, મતવારા સમજૈ ન.” For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ સ્વાધ્યાય સુધા - જિન એટલે જેમણે આત્માના આંતરિક શત્રુઓનો નાશ કર્યો છે તેવો આત્મા અને શુદ્ધ આત્મદશારૂપ જિન છે. તે શાંતદશા પામવા સારૂ જે પરિણતિ-પરિણામ અથવા અનુકરણ કે માર્ગ તેનું નામ જૈન. એટલે કે દરેકના હૃયમાં જિન જેવો જ આત્મા હોવા છતાં ધર્મના મતપંથરૂપી દારૂ પીધો હોવાથી મતાગ્રહીઓ સમજતા નથી અને યથાર્થ આચરણ પણ કરતા નથી. (૧૮) સનાતન આત્મધર્મ તે શાંત થવું, વિરામ પામવું તે છે; આખી દ્વાદશાંગીનો સાર પણ તે જ છે. તે પદર્શનમાં સમાય છે, અને તે પદર્શન જૈનમાં સમાય છે. - સનાતન આત્મધર્મ તે શાંત થવું, વિરામ પામવું તે છે. પણ આ વાત સમજાય તો કામ થાય. જેમ છે તેમ આત્મસ્વરૂપ જણાય તે સમજવું છે. તેથી ઉપયોગ અન્ય વિકલ્પોથી રહિત થાય તે સમાઈ જવું છે. દ્વાદશાંગી પણ આ જ વાત સમજાવવા માટે ઉપદેશેલી છે. એમાં જ્ઞાનીઓને વિકલ્પ નથી. પણ આપણને જ્ઞાનીઓની વાતો સમજાતી નથી કે આપણે તેને સમજવાનો પુરુષાર્થ કરતા નથી. એ જ મુશ્કેલી છે. તેથી સંસારનું પરિભ્રમણ અટકતું નથી. તે પર્દર્શન જૈન દર્શનમાં સમાયેલ છે. (૧૯) વીતરાગનાં વચનો વિષયનું વિરેચન કરાવનારાં છે. વીતરાગના વચનો છે. તેના પર સુવિચારણા કરીએ તો આપણામાં રહેલા-વિષય સેવનના ભાવો મનમાંથી હટવા માંડે છે, નીકળવા માંડે છે. એટલે વિરેચન કરાવનાર છે તેમ કહ્યું. (૨૦) જૈનધર્મનો આશય, દિગંબર તેમ જ શ્વેતાંબર આચાર્યોનો આશય, ને દ્વાદશાંગીનો આશય માત્ર આત્માનો સનાતન ધર્મ પમાડવાનો છે, અને તે જ સારરૂપ છે. આ વાતમાં કોઈ પ્રકારે જ્ઞાનીઓનો વિકલ્પ નથી. તે જ ત્રણે કાળના જ્ઞાનીઓનું કહેવું છે, હતું અને થશે; પણ તે નથી સમજાતું એ જ મોટી આંટી છે. (૨૧) બાહ્ય વિષયોથી મુક્ત થઈ જેમ જેમ તેનો વિચાર કરવામાં આવે તેમ તેમ આત્મા અવિરોધી થતો જાય; નિર્મળ થાય. ૨૦, ૨૧–સરળતાથી સમજાય તેમ છે, તેથી વિશ્લેષણ કરેલ નથી. (૨૨) ભંગજાળમાં પડવું નહીં. માત્ર આત્માની શાંતિનો વિચાર કરવો ઘટે છે. ભેદ-પ્રભેદમાં ગૂંચવાઈ ન જતાં જે ભાવોને ધારણ કરવાથી આત્મા શાંત પરિણામને પામે, પામતો જાય, શાંતિને અનુભવતો જાય તેનો જ વિચાર કરવો અને આત્માની શાંતિને પ્રાપ્ત કરવા તરફ આગળ વધવું. (૨૩) જ્ઞાનીઓ જોકે વાણિયા જેવા હિસાબી (સૂમપણે શોધન કરી તત્ત્વો સ્વીકારનારા) | છે, તોપણ છેવટે લોક જેવા લોક (એક સારભૂત વાત પકડી રાખનાર) થાય છે, અર્થાત્ છેવટે For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૧૯૧ ગમે તેમ થાય પણ એક શાંતપણાને ચૂકતા નથી; અને આખી દ્વાદશાંગીનો સાર પણ તે જ છે. આત્મજ્ઞાની પુરુષો વાણિયા જેવા હિસાબ રાખનાર હોય છે એટલે કે સૂક્ષ્મપણે તત્ત્વોનું શોધન કરીને તેને સ્વીકારનારા છે. જેમ સામાન્ય લોકો પોતે પકડેલી વાતનો ત્યાગ કરતા નથી, તેવી જ રીતે જ્ઞાનીઓ, આત્માને માટે સારભૂત વાત જે છે, તેને બરાબર પકડી રાખે છે અને તે રૂપ આચરણ કરે છે. ગમે તેમ થાય તો પણ શાંતપણાને ચૂકતા નથી, એમાં જ લીન થઈને રહે છે. દ્વાદશાંગીમાં કહ્યું છે કે : આત્માને-શાંતપણાને પકડી રાખો અને પ્રાપ્ત કરી લો. આ જ દ્વાદશાંગીનો સાર છે-તત્ત્વભૂત વાત છે. (૨૪) જ્ઞાની ઉદયને જાણે છે; પણ શાતા અશાતામાં તે પરિણમતા નથી. જ્ઞાની પોતાના કર્મના ઉદયને જાણે છે, પણ તે ઉદયને અનુસરીને પોતાની પરિણિત થવા નિહ દેતાં જાગૃતપણે દ્રષ્ટા ભાવમાં રહે છે એટલે કે શાતા વખતે હર્ષ નથી કરતા અને અશાતા વખતે શોક કરતા નથી. તેઓ બધી જ અવસ્થામાં સમ’ હોય છે. જેથી ભાવિમાં ભોગવવું પડે તેવા નવા કર્મનું ઉપાર્જન થતું નથી. (૨૫) ઈન્દ્રિયોના ભોગસહિત મુક્તપણું નથી. ઈન્દ્રિયોના ભોગ છે ત્યાં સંસાર છે; ને સંસાર છે ત્યાં મુક્તપણું નથી. જીવ જ્યાં સુધી ઈન્દ્રિયોના ભોગમાં રંજાયમાન છે ત્યાં સુધી મુક્ત થઈ શકતો નથી. વિષયો તરફ ભોગવટાની દૃષ્ટિ છે ત્યાં સુધી સંસાર ઊભો જ રહેલો છે. (૨૬) બારમા ગુણસ્થાનક સુધી જ્ઞાનીનો આશ્રય લેવાનો છે; જ્ઞાનીની આજ્ઞાએ વર્તવાનું છે. જીવ જ્યાં સુધી કેવળજ્ઞાનને પ્રાપ્ત ન કરી લે ત્યાં સુધી આત્મજ્ઞાની પુરુષોની આજ્ઞા પ્રમાણે ચાલવાનું છે, તો જ તે કેવળજ્ઞાન સુધી પહોંચી શકે, નહિતર નહિ. એટલે કે બારમા ગુણસ્થાનકના છેડા સુધી જ્ઞાનીએ આપેલ શ્રુતજ્ઞાનનું અવલંબન લેવાનું છે. (૨૭) મહાન આચાર્યો અને જ્ઞાનીઓમાં દોષ તથા ભૂલ હોય નહીં, આપણાથી ન સમજાય તેને લીધે આપણે ભૂલ માનીએ છીએ. આપણાથી સમજાય તેવું આપણામાં જ્ઞાન નથી માટે તેવું જ્ઞાન પ્રાપ્ત થયે જ જ્ઞાનીનો આશય ભૂલવાળો લાગે છે તે સમજાશે એવી ભાવના રાખવી. એકબીજા આચાર્યોના વિચારમાં કોઈ જગોએ કાંઈ ભેદ જોવામાં આવે તો તેમ થવું ક્ષયોપશમને લીધે સંભવે છે, પણ વસ્તુત્વે તેમાં વિકલ્પ કરવા જેવું નથી. જેટલો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ હોય તેવું સમજાય. જેમ જેમ જ્ઞાન ખૂલતું જાય તેમ તેમ જ્ઞાનીની વાતોના આશય-રહસ્ય સમજાતા જાય. કોઈ વાત જ્ઞાનીની ન સમજાય તો મૂંઝાવા જેવું નથી કારણ કે જેટલો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ હોય તેટલાં પ્રમાણમાં સમજાય. For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯૨ સ્વાધ્યાય સુધા (૨૮) જ્ઞાનીઓ ઘણા ડાહ્યા હતા, વિષયસુખ ભોગવી જાણતા હતા, પાંચે ઈન્દ્રિયો પૂર્ણ હતી; (પાંચે ઈન્દ્રિયો પૂર્ણ હોય તે જ આચાર્યપદવીને યોગ્ય થાય.) આ સંસાર (ઈન્દ્રિયસુખ) નિર્માલ્ય લાગવાથી તથા આત્માના સનાતન ધર્મને વિષે શ્રેયપણું લાગવાથી તેઓ વિષયસુખથી વિરમી આત્માના સનાતન ધર્મમાં જોડાયા છે. જેમ જ્ઞાનીઓએ વિષય સુખોને તિલાંજલિ આપી તેમ આપણે પણ આપવાની છે. જેટલા પ્રમાણમાં વિષયોથી વિરમીએ એટલા પ્રમાણમાં આત્માના સનાતન ધર્મમાં જોડાતા જઈએ. (૨૯) અનંતકાળથી જીવ રખડે છે, છતાં તેનો મોક્ષ થયો નહીં. જ્યારે જ્ઞાનીએ એક અંતર્મુહૂર્તમાં મુક્તપણું બતાવ્યું છે ! જીવ જ્ઞાનીની વાતને પોતાના અંતકરણમાં પરિણમાવે તો તો સંસાર પરિભ્રમણનો નિવેડો આવી જાય. આપણા જીવે ઘણીવાર પ્રયત્ન પણ કર્યો છે, પણ તે કરતાં ક્યાંકને ક્યાંક રોકાઈ જવાનું થઈ ગયું છે માટે મુક્તપણાને પામી શક્યો નથી. જયારે જ્ઞાનીઓ મુક્તપણે પ્રાપ્ત કરવાના માર્ગને જાણીને તે ઉપર ચાલવાથી અંતઃમુહૂર્તમાં મુક્ત થઈ જાય છે. (૩૦) જીવ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે શાંતપણામાં વિચરે તો અંતર્મુહૂર્તમાં મુક્ત થાય છે. જીવ શાંતદશાને ઓળખીને શાંતદશાને પરિણામવી દે અને શાંતપણામાં જ અંતર્મુહૂર્ત માટે રમણતા કરે તો મુક્ત થઈ જાય એમ કહેવાનો ભાવ છે. (૩૧) અમુક વસ્તુઓ વ્યવચ્છેદ ગઈ એમ કહેવામાં આવે છે; પણ તેનો પુરુષાર્થ કરવામાં આવતો નથી તેથી વ્યવચ્છેદ ગઈ કહે છે, યદ્યપિ જો તેનો સાચો, જેવો જોઈએ તેવો પુરુષાર્થ થાય તો તે ગુણો પ્રગટે એમાં સંશય નથી. અંગ્રેજોએ ઉદ્યમ કર્યો તો હુન્નરો તથા રાજ્ય પ્રાપ્ત કર્યા અને હિંદુસ્તાનવાળાએ ઉદ્યમ ન કર્યો તો પ્રાપ્ત કરી શક્યા નહીં, તેથી વિદ્યા (જ્ઞાન) વ્યવચ્છેદ ગઈ કહેવાય નહીં. આત્મા જો યથાર્થ પુરુષાર્થ કરી શકે તો, અત્યારે પણ જ્ઞાન કે આત્માના ગુણો પ્રગટી શકે તેમ કહેવાનો ભાવ છે, આ માટે અંગ્રેજોના પુરુષાર્થનો દાખલો આપ્યો છે. (૩૨) વિષયો ક્ષય થયા નથી છતાં જે જીવો પોતાને વિષે વર્તમાનમાં ગુણો માની બેઠા છે તે જીવોના જેવી ભ્રમણા ન કરતાં તે વિષયો ક્ષય કરવા ભણી લક્ષ આપવું. હજી વિષયો પ્રત્યે દષ્ટિ છે, જેથી આત્માના ગુણો પ્રગટ્યા નથી, છતાં પોતાને એ પ્રગટ થયા છે એમ માની લે તો જીવને જ નુકસાન ભોગવવાનું આવે માટે પુરુષાર્થ દ્વારા આત્માના ગુણો પ્રગટ કરવા પ્રત્યે લક્ષ આપવું એ જ શ્રેયનું-હિતનું-કલ્યાણનું કારણ છે. For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૧૯૩ મોરબી, અષાડ સુદ-૮, ગુરૂ, ૧૯૫૬ (૧) ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ ચાર પુરુષાર્થમાં પ્રથમ ત્રણથી ચઢિયાતો મોક્ષ; મોક્ષ અર્થે બાકીના ત્રણે છે. જ્ઞાનીઓએ ચાર પ્રકારના પુરુષાર્થ બતાવ્યા છે. એ ચાર પુરુષાર્થ જ્ઞાનીઓએ બે રીતે સમજાવ્યા છે. સર્વસંગ પરિત્યાગીની અપેક્ષાએ અને ગૃહસ્થની અપેક્ષાએ સમજાવ્યા છે. ૫.કુદેવે આ વાત પત્રાંક-૯૭માં સમજાવી છે. સર્વસંગ પરિત્યાગની અપેક્ષાએ :- (૧) “વસ્તુના સ્વભાવને ધર્મ કહેવામાં આવ્યો છે, એટલે કે આત્માના સ્વભાવમાં રહેવું તે ધર્મ.' (૨) “જડ ચૈતન્ય સંબંધીના વિચારોને અર્થ કહ્યો છે.” (૩) “ચિત્ત નિરોધને કામ કહ્યો છે. (૪) “સર્વ બંધનથી મુક્ત થવું' તેને “મોક્ષ' કહ્યો છે. સામાન્ય - ગૃહસ્થ અપેક્ષાએ :- (૧) ધર્મ-“સંસારમાં અધોગતિમાં પડતો અટકાવી ધરી રાખનાર તે ધર્મ.” (૨) અર્થ-“વૈભવ લક્ષ્મી, ઉપજીવનનાં સાંસારિક સાધન.” (૩) કામ-‘નિયમિત રીતે સ્ત્રી પરિચય.” (૪) મોક્ષ-સર્વ બંધનથી મુક્તિ તે મોક્ષ.” ધર્મને પહેલા મૂકવાનો હેતુ એટલો જ છે કે-“અર્થ” અને “કામ” એવા હોવા જોઈએ કે ધર્મ તેનું મૂળ હોવું જોઈએ.” (પત્રાંક-૯૭) (૨) સુખરૂપ આત્માનો ધર્મ છે એમ પ્રતીત થાય છે. તે સોના માફક શુદ્ધ છે. આત્માનો મુખ્ય ધર્મ-મૂળ ધર્મ તો શાંતપણારૂપ સુખ જ છે. તે શુદ્ધ સોના જેવું છે, પણ સમ્યક્ પ્રકારે પુરુષાર્થ કરવાથી આવી પ્રતીતિ આવે છે. (૩) કર્મ વડે સુખદુઃખ સહન કરતાં છતાં પરિગ્રહ ઉપાર્જન કરવા તથા તેનું રક્ષણ કરવા સૌ પ્રયત્ન કરે છે. સૌ સુખને ચાહે છે; પણ તે પરતંત્ર છે. પરતંત્રતા પ્રશંસાપાત્ર નથી; તે દુર્ગતિનો હેતુ છે. તેથી ખરા સુખના ઈચ્છકને માટે મોક્ષમાર્ગ વર્ણવ્યો છે. જીવ સુખ કે દુઃખને ભોગવવામાં પરતંત્ર છે, કારણ કે તે તો પૂર્વે કરેલા શુભ કે અશુભ કર્મના ઉદયરૂપ ફળ છે. પરતંત્ર રહેવું એ તો આત્માને સંસારમાં રખડાવવાનો રસ્તો છે. અને દુર્ગતિમાં લઈ જનાર છે, માટે જો સુખ જોઈતું હોય તો ઉદયની સામે જાગૃતિપૂર્વકનો દ્રષ્ટાભાવ કેળવવો જરૂરી છે. જેને આત્માનું સાચું, અવિનાશી, અવ્યાબાધ સુખ જોઈએ છે, તેણે જાગૃતિપૂર્વક દ્રષ્ટાભાવ કેળવીને કર્મના ઉદયને નિષ્ફળ બનાવતા શીખવું જરૂરી છે. (૪) તે માર્ગ (મોક્ષ) રત્નત્રયની આરાધના વડે સર્વ કર્મનો ક્ષય થવાથી પ્રાપ્ત થાય છે. રત્નત્રય પ્રાપ્ત કરીને ઉદયના દ્રષ્ટા બની જવાથી આ મોક્ષમાર્ગમાં આગળ વધી શકાય છે અને કેમ કરીને મોક્ષ પ્રાપ્ત થાય છે. For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ સ્વાધ્યાય સુધા (૫) જ્ઞાનીએ નિરૂપણ કરેલાં તત્ત્વોનો યથાર્થ બોધ થવો તે “સમ્યજ્ઞાન.' નવ તત્ત્વોનો જ્ઞાની પાસેથી યથાર્થ બોધ થવો તે “સમ્યકજ્ઞાન.' એટલે કે જેમ છે તેમ સમજાવા અને તે રૂપ પરિણમન કરવું. તેમનું હેય રૂપે, ઉપાદેયને ઉપાદેયરૂપે. (૬) જીવ, અજીવ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ એ તત્ત્વો છે. અત્રે પુણ્ય, પાપ આસ્રવમાં ગણેલાં છે. અહીંયા સાત તત્ત્વો કહ્યા છે. પુણ્ય-પાપને આસ્રવમાં ભેગા ગણેલા છે માટે, તે તત્ત્વોની વ્યાખ્યા : વ.પત્રાંક-૭૬૬ (૨)માંથી સમજવા પુરુષાર્થ કરવો. (૭) જીવના બે ભેદ :- સિદ્ધ અને સંસારી. સિદ્ધ : સિદ્ધને અનંતજ્ઞાન, દર્શન, વીર્ય, સુખ એ સ્વભાવ સમાન છે; છતાં અનંતર પરંપર થવારૂપે પંદર ભેદ આ પ્રમાણે કહ્યાં છે :- (૧) તીર્થ. (૨) અતીર્થ. (૩) તીર્થકર. (૪) અતીર્થકર. (૫) સ્વયંબુદ્ધ. (૬) પ્રત્યેકબુદ્ધ. (૭) બુદ્ધબોધિત. (૮) સ્ત્રીલિંગ. (૯) પુરુષલિંગ. (૧૦) નપુંસકલિંગ. (૧૧) અન્યલિંગ. (૧૨) જૈનલિંગ. (૧૩) ગૃહસ્થલિંગ. (૧૪) એક. (૧૫) અનેક. સંસારી : સંસારી જીવો એક પ્રકારે, બે પ્રકારે ઈત્યાદિ અનેક પ્રકારે કહ્યા છે. એક પ્રકારે : સામાન્યપણે “ઉપયોગ' લક્ષણે સર્વ સંસારી જીવો છે. બે પ્રકારે : ત્રસ, સ્થાવર અથવા વ્યવહારરાશિ, અવ્યવહારરાશિ. સૂક્ષ્મ નિગોદમાંથી નીકળી એક વખત ત્રયપણું પામ્યા છે તે વ્યવહારરાશિ.” પાછા તે સૂક્ષ્મ નિગોદમાં જાય તોપણ તે “વ્યવહારરાશિ'. અનાદિકાળથી સૂક્ષ્મ નિગોદમાંથી નીકળી કોઈ દિવસ ત્રપણું પામ્યા નથી તે “અવ્યવહારરાશિ.' ત્રણ પ્રકારે સંયત, અસંયત અને સંયતાસંયત અથવા સ્ત્રી, પુરુષ અને નપુસંક. ચાર પ્રકારે : ગતિ અપેક્ષાએ–નરક, તિર્યચ, મનુષ્ય અને દેવ. પાંચ પ્રકારે ઈન્દ્રિય અપેક્ષાએ-એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધી એમ પાંચ પ્રકારે. છ પ્રકારે : પૃથ્વી, અમ્, તેજસુ, વાયુ, વનસ્પતિ અને ત્રસ. સાત પ્રકારે : કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પધ, શુક્લ અને અલેશી. (ચૌદમા ગુણસ્થાનકવાળા લેવા પણ સિદ્ધ ન લેવા, કેમકે સંસારી જીવની વ્યાખ્યા છે.) આઠ પ્રકારે : અંડજ, પોતજ, જરાયુજ, સ્વેદજ, રસજ, સંમૂછન, ઉભિજ અને ઉપપાદ. (ઉત્પન્ન થવાના પ્રકારો) અંડજ : ઇંડાથી જેનો જન્મ થાય છે તે – પક્ષીઓ આદિ. For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા પોતજ : આદિ. પોત અર્થાત્ ચર્મરૂપ થેલી. પોતથી ઉત્પન્ન થનારા-હાથી ચામાચિડિયા જરાયુજ : ગર્ભને જર વીંટાળયેલા હોય છે. તે જન્મ સમયે બાળકને ઢાંકી રાખે છે. તે જરાયુની સાથે ઉત્પન્ન થાય છે - ગાય, ભેંસ આદિ. ૧૯૫ રસજ : રસવાળા પદાર્થો (છાશ, દહીં આદિ) બગડી જાય ત્યારે તેમાં જ કીડા ઉત્પન્ન થાય છે તે. સ્વેદજ : પસીનામાં ઉત્પન્ન થનારા જીવો-જૂ, લીખાદિ. સંમૂચ્છિમ : બહારના વાતાવરણના સંયોગથી ઉત્પન્ન થનારા જીવો-માખી, મચ્છર, કીડી, ભમરા આદિ. ઉદ્ભિજ : ધરતીને ભેદીને નીકળનારા જીવો-તીડ-પતંગિગા વગેરે. ઔપપાતિક-ઉદ્ભિજ : ઉપપાતનો અર્થ છે એકાએક બનતી ઘટના. આગમ દૃષ્ટિએ દેવશય્યામાં દેવ અને કુંભિમાં નારકી ઉત્પન્ન થઈ-એક મુહૂર્તમાં સંપૂર્ણ યુવાન બની જાય તે. -પ્રથમના ત્રણ ગર્ભ જ, ૪ થી ૭ સુધીના સંમૂચ્છિમ અને આઠમા દેવ, નારકી આ રીતે જન્મની અપેક્ષાએ જીવના ત્રણ પ્રકાર છે. (૧) મંદતા-વિવેક બુદ્ધિની અલ્પતા તથા (૨) અજ્ઞાન-આ બન્ને સંસાર પરિભ્રમણનાજન્મમરણના મુખ્ય કારણ છે. વિવેક દૃષ્ટિ તેમજ જ્ઞાનનો વિકાસ થવો એ સંસારથી મુક્તિનો ઉપાય છે. નવ પ્રકારે : પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય. દશ પ્રકારે : પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, સંજ્ઞી અને અસંજ્ઞી પંચેન્દ્રિય. અગિયાર પ્રકારે : સૂક્ષ્મ, બાદર, ત્રણ વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિયમાં જલચર, સ્થલચર, નભથ્થર, મનુષ્ય, દેવતા, નારક. બાર પ્રકારે : છકાયના પર્યાપ્ત તથા અપર્યાપ્ત. તેર પ્રકારે : ઉપલા બાર ભેદ સંવ્યવહારિક તથા એક અસંવ્યવહારિક (સૂક્ષ્મ નિગોદનો). ચૌદ પ્રકારે : ગુણસ્થાનકઆશ્રયી અથવા સૂક્ષ્મ, બાદર, ત્રણ વિકલેન્દ્રિય તથા સંજ્ઞી, અસંશી એ સાતના પર્યાપ્ત અને અપર્યાપ્ત. એમ બુદ્ધિમાન પુરુષોએ સિદ્ધાંતને અનુસરી જીવના અનેક ભેદ (છતા ભાવના ભેદ) કહ્યા છે. For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ સ્વાધ્યાય સુધા ૬. મોરબી, અષાડ સુદ-૯, શુક્ર, ૧૯૫૬ ૧. “જાતિસ્મરણજ્ઞાન' વિષે જે શંકા રહે છે તેનું સમાધાન આ ઉપરથી થશે : જેમ બાલ્યાવસ્થાને વિષે જે કાંઈ જોયું હોય અથવા અનુભવ્યું હોય તેનું સ્મરણ વૃદ્ધાવસ્થામાં કેટલાકને થાય ને કેટલાકને ન થાય, તેમ પૂર્વભવનું ભાન કેટલાકને રહે, ને કેટલાકને ન રહે. ન રહેવાનું કારણ એ છે કે પૂર્વદેહ છોડતાં બાહ્ય પદાર્થોને વિષે જીવ વળગી રહી મરણ કરે છે અને નવો દેહ પામી તેમાં જ આસક્ત રહે છે, તેને પૂર્વપર્યાયનું ભાન રહે નહીં; આથી ઊલટી રીતે પ્રવર્તનાર એટલે અવકાશ રાખ્યો હોય તેને પૂર્વનો ભવ અનુભવવામાં આવે છે. ૨. એક સુંદર વનમાં તમારા આત્મામાં શું નિર્મળપણું છે, જે તપાસતાં તમોને વધારે વધારે સ્મૃતિ થાય છે કે નહીં? તમારી શક્તિ પણ અમારી શક્તિની પેઠે સ્કુરાયમાન કેમ ન થાય? તેનાં કારણો વિદ્યમાન છે. પ્રકૃતિબંધમાં તેનાં કારણો બતાવ્યાં છે. જાતિસ્મરણજ્ઞાન' મતિજ્ઞાનનો ભેદ છે. એક માણસ વીશ વર્ષનો અને બીજો માણસ સો વર્ષનો થઈ મરી જાય તે બેઉ જણે પાંચ વર્ષની ઉંમરે જે જોયું અથવા અનુભવ્યું હોય તે જો અમુક વર્ષ સુધી સ્મૃતિમાં રહે, એવી સ્થિતિ હોય તો વીશ વર્ષે મરી જાય તેને એકવીસમે વર્ષે ફરીથી જન્મયા પછી સ્મૃતિ થાય, પણ તેમ થતું નથી. કારણ કે પૂર્વપર્યાયમાં તેને પૂરતાં સ્મૃતિનાં સાધનો નહીં હોવાથી પૂર્વપર્યાય છોડતાં મૃત્યુ આદિ વેદનાના કારણને લઈને, નવો દેહ ધારણ કરતાં ગર્ભાવાસને લઈને, બાલપણામાં મૂઢપણાને લઈને, અને વર્તમાન દેહમાં અતિ લીનતાને લઈને પૂર્વપર્યાયની સ્મૃતિ કરવાનો અવકાશ જ મળતો નથી; તથાપિ જેમ ગર્ભાવાસ તથા બાલપણું સ્મૃતિમાં રહે નહીં તેથી કરી તે નહોતાં એમ નથી, તેમ ઉપરનાં કારણોને લઈને પૂર્વપર્યાય સ્મૃતિમાં રહે નહીં તેથી કરી તે નહોતા એમ કહેવાય નહીં. જેવી રીતે આંબા આદિ વૃક્ષોની કલમ કરવામાં આવે છે તેમાં સાનુકૂળતા હોય તો થાય છે, તેમ જો પૂર્વ પર્યાયની સ્મૃતિ કરવાને ક્ષયોપશમાદિ સાનુકૂળતા (યોગ્યતા) હોય તો “જાતિસ્મરણજ્ઞાન” થાય. પૂર્વસંજ્ઞા કાયમ હોવી જોઈએ. અસંજ્ઞીનો ભવ આવવાથી “જાતિસ્મરણજ્ઞાન' ન થાય. કદાપિ સ્મૃતિનો કાળ થોડો કહો તો સો વર્ષનો થઈને મરી જાય તેણે પાંચ વર્ષે જે જોયું અથવા અનુભવ્યું તે પંચાણું વર્ષે સ્મૃતિમાં રહેવું ન જોઈએ, પણ જો પૂર્વ સંજ્ઞા કાયમ હોય તો સ્મૃતિમાં રહે. “જાતિસ્મરણ” વિષે ૫.કૃ.દેવે પોતાના અનુભવ સાથે વાત કહી છે તેથી તેનું વિશ્લેષણ કરવાની જરૂર જણાતી નથી અને સમજાય તેમ પણ છે. (૩) આત્મા છે. આત્મા નિત્ય છે. પ્રમાણો :- (૧) બાલકને ધાવતાં ખટખટાવવાનું કોઈ શીખવે છે ? તે પૂર્વાભ્યાસ છે. (૨) સર્પ અને મોરને; હાથી અને સિંહને ઉંદર અને બિલાડીને સ્વાભાવિક વૈર છે. તે કોઈ શિખવાડતું નથી. પૂર્વભવના વૈરની સ્વાભાવિક સંજ્ઞા છે, પૂર્વજ્ઞાન છે. For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૧૯૭ અહીં આપેલા પ્રમાણા આત્માના નિત્યપણાને સાબિત કરે છે. (૪) નિઃસંગપણું એ વનવાસીનો વિષય છે એમ જ્ઞાનીઓએ કહેલ છે તે સત્ય છે. જેનામાં બે વ્યવહાર, સાંસારિક અને અસાંસારિક હોય તેનાથી નિઃસંગાણું થાય નહીં. વનવાસીનો વિષય એટલે બાહ્યથી અને અત્યંતરપણે સાંસારિક ભાવ છૂટી જવા જો ઈએ તો નિઃસંગતા-અસંગતા પ્રગટ થાય. અસંગતા પ્રગટ થયે અનુભવ થાય. આત્માની પ્રતીતિ (અપરોક્ષ અનુભવ) થાય. (૫) સંસાર છોડ્યા વિના અપ્રમત્ત ગુણસ્થાનક નથી. અપ્રમત્ત-ગુણસ્થાનકની સ્થિતિ અંતર્મુહૂર્તની છે. ‘અપ્રમત્ત’ ગુણસ્થાનક એ સતત અંતર્મુખ ઉપયોગની સ્થિતિ છે. જે સંસારમાં રહ્યા પ્રાપ્ત થતી નથી અથવા ભાવથી આવી જાય તો લાંબા સમય સુધી ટકાવવી મુશ્કેલ હોય છે. ઉદયને અનુસરી ગૃહસ્થાશ્રમમાં તો કાર્ય કરવા જ પડે તે અપેક્ષાએ. તેમજ અપ્રમત્ત ગુણસ્થાનકની સ્થિતિ અંતર્મુહૂર્તની છે. જીવ તે સમય બાદ કાં તો શ્રેણી માંડે છે અથવા પ્રમત્ત ગુણસ્થાનકે પાછો આવે. વળી પાછો અપ્રમત્ત ગુણસ્થાનકમાં સ્થિતિ મેળવી શકે છે. આમ શ્રેણી ના માંડે ત્યાં સુધી થઈ શકે. (૬) “અમે સમજ્યા છીએ', ‘શાન્ત છીએ', એમ કહે છે તે તો ઠગાયા છે. પોતે સમજયા છીએ એમ માન્યતા થઈ જાય અથવા અમે ‘શાંત છીએ એમ જે કહે છે તે સ્થિતિને પામ્યા નથી, પણ છેતરાયા જરૂર છે. (૭) સંસારમાં રહી સાતમા ગુણસ્થાનની ઉપર વધી શકાતું નથી, આથી સંસારીને નિરાશ થવાનું નથી, પણ તે ધ્યાનમાં રાખવાનું છે. આ વાતથી નિરાશ-ઉદાસ નથી થવાનું, પણ તે ધ્યાનમાં રાખવાનું છે. અને અપ્રમત્ત સ્થિતિ બનાવવાનો પુરુષાર્થ કરી તે સ્થિતિને ટકાવવાનો પુરુષાર્થ કરવાનો છે. (૮) પૂર્વે સ્મૃતિમાં આવેલી વસ્તુ ફરી શાંતપણે સંભારે તો યથાસ્થિત સાંભરે. પોતાનું દૃષ્ટાંત આપતાં જણાવ્યું કે પોતાને ઈડર અને વસોની શાંત જગ્યાઓ સંભારવાથી તદ્રુપ યાદ આવે છે.તેમજ ખંભાત પાસે વડવા ગામે સ્થિતિ થઈ હતી, ત્યાં વાવ પછી ત્યાં થોડી ઊંચી ભેખડ પાસે વાડથી આગળ ચાલતાં રસ્તો, પછી શાંત અને શીતળ અવકાશની જગ્યો હતી. તે જગ્યાએ પોતે શાંત સમાધિસ્થ દશામાં બેઠેલા તે સ્થિતિ આજે પોતાને પાંચસો વાર સ્મૃતિમાં આવી છે. બીજાઓ પણ તે સમયે ત્યાં હતા. પણ બધાને તેવી રીતે યાદ ન આવે, કારણ કે ક્ષયોપશમને આધીન છે. સ્થળ પણ નિમિત્ત કારણ છે. પૂર્વજન્મની સ્મૃતિ સાથે જોડાયેલી વાત છે. સરળ છે, સમજાય તેમ છે, તેથી વિશ્લેષણની જરૂર નથી. (વિશેષપણે જુઓ. વ્યા.સા. ૧૧૭૧) For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ સ્વાધ્યાય સુધા (૯) ગ્રંથિના બે ભેદ છે. એક દ્રવ્ય, બાહ્યગ્રંથિ (ચતુષ્પદ, દ્વિપદ, અપદ ઈ.); બીજી ભાવ-અત્યંતર ગ્રંથિ (આઠ કર્મ ઈ), સમ્યપ્રકારે બન્ને ગ્રંથિથી નિવર્સે તે “નિગ્રંથ'. (૧૦) મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ આદિ ભાવ જેને છોડવા જ નથી તેને વસ્ત્રનો ત્યાગ હોય, તોપણ તે પારલૌકિક કલ્યાણ શું કરે? જેણે આસ્રવના દ્વાર બંધ કર્યા નથી, તે ભલેને દિગંબર અવસ્થામાં રહેતો હોય તો પણ તેનો કલ્યાણકારી મોક્ષ-કે નિર્વાણ થતું નથી એટલે કે જન્મ-મરણના ફેરામાંથી છૂટી ન શકે. આગ્નવના દ્વાર બંધ કરવાથી પારલૌકિક-મોક્ષરૂપી કલ્યાણ થઈ શકે. (નિર્વાણરૂપ કલ્યાણ-એજ પારલૌકિક કલ્યાણ) (૧૧) સક્રિય જીવને અબંધનું અનુષ્ઠાન હોય એમ બને જ નહીં. ક્રિયા છતાં અબંધ ગુણસ્થાનક હોતું નથી. બાહ્યભાવમાં સક્રિયપણું હોવું અને સાથે સાથે અંતરમાં અમૃત અનુષ્ઠાન હોવું શક્ય નથી. બાહ્ય ક્રિયાઓ હોય ત્યાં સુધી અબંધગુણસ્થાનક હોતું નથી. (૧૨) રાગાદિ દોષોનો ક્ષય થવાથી તેનાં સહાયકારી કારણોનો ક્ષય થાય છે. જ્યાં સુધી ક્ષય સંપૂર્ણપણે થતો નથી, ત્યાં સુધી મુમુક્ષુ જીવ સંતોષ માની બેસતા નથી. (૧૩) રાગાદિ દોષ અને તેનાં સહાયકારી કારણોના અભાવે બંધ થતો નથી. રાગાદિના પ્રયોગ કરી કર્મ હોય છે. તેના અભાવે કર્મનો અભાવ સર્વ સ્થળે જાણવો. રાગદ્વેષ, અજ્ઞાન તેમજ તેને સહાયકારી કારણોની ગેરહાજરીમાં કર્મબંધ થતો નથી. રાગદ્વેષનો અભાવ વીતરાગભાવ પ્રગટતો જાય તેમ થતો જાય . (૧૪) આયુષ્કર્મ સંબંધી :- (કર્મગ્રંથ) (અ) અપવર્તન=વિશેષકાળનું હોય તે કર્મ થોડા કાળમાં વેદી શકાય. તેનું કારણ પૂર્વનો તેવો બંધ હોવાથી તે પ્રકારે ઉદયમાં આવે, ભોગવાય. ધર્મસંગ્રહણી ગ્રંથ, ગાથા ૧૦૭૦, ૧૦૭૧, ૧૦૭૪, ૧૦૭૫માં જુઓ. તથા વ્યા.સા. ૧/૧૬૯-૧૭૦માં અપવર્તન વિષે જુઓ. (આ) “ગુઢ્યું' શબ્દનો અર્થ “બે ભાગ થવા' એમ કેટલાક કરે છે; પણ તેમ નથી. જેવી રીતે દેવું ત્રુટ્સ શબ્દનો ‘દેવાનો નિકાલ થયો, દેવું દઈ દીધુંના અર્થમાં વપરાય છે, તેવી રીતે ‘આયુષ્ય તૂટ્ય શબ્દોનો આશય જાણવો. (ઈ) “સોપક્રમ' = શિથિલ, એકદમ ભોગવી લેવાય તે. (ઈ) નિરુપક્રમ = નિકાચિત. દેવ, નારક, જુગલિયાં, ત્રેસઠ શલાકા પુરુષ ને ચરમશરીરીને તે પ્રકારનું આયુષ્ય હોય છે. For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ સ્વાધ્યાય સુધા (ઉ) પ્રદેશોદય = પ્રદેશને મોઢા આગળ લઈ વેદવું તે પ્રદેશોદય.” પ્રદેશોદયથી જ્ઞાનીઓ કર્મનો ક્ષય અંતર્મુહૂર્તમાં કરે છે. () “અનપવર્તન’ અને ‘અનુદીરણા એ બેનો અર્થ મળતો છે; તથાપિ તફાવત એ છે કે “ઉદીરણા'માં આત્માની શક્તિ છે અને “અપવર્તન'માં કર્મની શક્તિ છે. (એ) આયુષ્ય ઘટે છે, એટલે થોડા કાળમાં ભોગવાય છે. આયુષ્યકર્મ સંબંધી :- (અ) અપવર્તન એટલે કર્મનો ઉદય લાંબા કાળ સુધી ચાલે તેવો હોય તેને થોડા સમયમાં વેદી શકાય તેવો બનાવવો. (આ) આયુષ્ય ગુઢ્યું એટલે | આયુષ્ય પૂર્ણ થયું. (ઈ) સોપક્રમ-એકદમ-ત્વરાથી ભોગવી શકાય તેવું. (ઇ) નિરુપક્રમ| નિકાચિત આયુષ્ય કોઈપણ સંજોગોમાં તૂટી શકે નહીં તેવું આયુષ્ય, દેવ, નારકી, જુગલિયાં, ત્રેસઠ શલાકા પુરુષ અને ચરમશરીરીને હોય છે. (ઉ) તેને માટે વ્યા.સા. ૧૬૫માં પ્રદેશોદય વિષે જુઓ. (ઉ) તેને માટે વ્યા.સા. ૧/૧૬૯-૧૭૮માં જુઓ. (એ) આને માટે આયુષ્ય કર્મ વિષે વ્યા.સા.૧૬૩, ૬૪ માં જુઓ. (૧૫) અશાતાના ઉદયમાં જ્ઞાનની કસોટી થાય છે. શાતાનો ઉદય હોય ત્યારે તો પોતાનામાં જ્ઞાન પ્રગટ્યું છે તેમ માની લે તો પણ તેની ખબર તે વખતે પડતી નથી, પણ જયારે અશાતાનો ઉદય આવે ત્યારે પરિણામ શરીરને અનુલક્ષી થઈ જાય તો સમજવું કે “જ્ઞાન” પ્રગટ્યાની જે દશા માનતા હતા તે તેમ નથી. પણ અશાતાના ઉદય વખતે શોક પરિણામ ન થાય તો એમ કહી શકીએ કે જ્ઞાન પરિણમ્યું છે. જ્ઞાન તે કે જે હર્ષ-શોકના પ્રસંગે હાજર થાય એટલે કે હર્ષ-શોક ન થવા દે. (૧૬) પરિણામની ધારા એ “થરમોમીટર’ સમાન છે. થર્મોમીટર જેમ શરીરના ઉષ્ણતામાનની (તાવની) વધ-ઘટ બતાવવાનું સાધન છે તેમ આપણા પરિણામો થઈ રહ્યા છે, તે પરિણામ આપણી આંતરિક સ્વસ્થતા કેટલી છે ? | સ્થિરતા કેટલી છે તે બતાવે છે. અથવા જ્ઞાનનું પરિણમન કેટલું છે તે બતાવે છે. મોરબી, અષાડ સુદ-૧૦, શનિ, ૧૯૫૬ (૧) મોક્ષમાળામાંથી :- અસંમજસતા = અમળતાપણું, અસ્પષ્ટતા. વિષમ-જેમ તેમ. આર્ય–ઉત્તમ. આર્ય' શબ્દ શ્રી જિનેશ્વરને, મુમુક્ષુને તથા આર્યદેશના રહેનારને માટે વપરાય. નિક્ષેપ=પ્રકાર, ભેદ, વિભાગ. ભયંત્રાણ=ભયથી તારનાર, શરણ આપનાર. For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા (૨) હેમચંદ્રાચાર્ય એ ધંધકાના મોઢ વાણિયા હતા. તે મહાત્માએ કુમારપાલ રાજા પાસે પોતાના કુટુંબને માટે એક ક્ષેત્ર પણ માગ્યું નહોતું, તેમ પોતે પણ રાજઅન્નનો કોળિયો લીધો નહોતો એમ શ્રી કુમારપાલે તે મહાત્માના અગ્નિદાહ વખતે કહ્યું હતું. તેઓના ગુરુ દેવચંદ્રસૂરિ હતા. મોરબી, અષાડ સુદ ૧૧, વિ ૧૯૫૬ ૮. (૧) સરસ્વતી = જિનવાણીની ધારા. (૨) (૧) બાંધનાર. (૨) બાંધવાના હેતુ. (૩) બંધન અને (૪) બંધનના ફળથી આખા સંસારનો પ્રપંચ રહ્યો છે એમ શ્રી જિનેન્દ્રે કહ્યું છે. ૨૦૦ બાંધનાર-જીવના પોતાના ઔદિયકભાવ. બાંધવાના હેતુ-રાગદ્વેષ, અજ્ઞાન. બંધનકર્મરૂપી બંધન-જેના કારણે સંસાર પરિભ્રમણ રૂપ બંધનની પ્રાપ્તિ. બંધનનું ફળ-આખા સંસારનો પ્રપંચ કરે છે તે એટલે કે સંસારનો પ્રપંચ ભોગવવો પડે છે એમ જિનેન્દ્રે કહ્યું છે. ૯. મોરબી, અષાડ સુદ-૧૨, સોમ, ૧૯૫૬ (૧) શ્રી યશોવિજયજીએ ‘યોગદૃષ્ટિ' ગ્રંથમા છઠ્ઠી ‘કાન્તાદૃષ્ટિ'ને વિષે બતાવ્યું છે કે વીતરાગસ્વરૂપ સિવાય બીજે ક્યાંય સ્થિરતા થઈ શકે નહીં; વીતરાગસુખ સિવાય બીજું સુખ નિઃસત્ત્વ લાગે છે, આડંબરરૂપ લાગે છે. પાંચમી ‘સ્થિરાદૅષ્ટિ'માં બતાવ્યું છે કે વીતરાગસુખ પ્રિયકારી લાગે. આઠમી ‘પરાર્દષ્ટિ’માં બતાવ્યું છે કે ‘પરમાવગાઢ સમ્યક્ત્વ’ સંભવે, જ્યાં કેવળજ્ઞાન હોય. (૨) ‘પાતંજલયોગ'ના કર્તાને સમ્યક્ત્વ પ્રાપ્ત થયું નહોતું, પણ હરિભદ્રસૂરિએ તેમને માર્ગાનુસારી ગણેલ છે. ૧,૨ સરળતાથી સમજાય તેમ છે તેથી વિશ્લેષણ કરેલ નથી. (૩) “હરિભદ્રસૂરિએ તે દૃષ્ટિઓ અધ્યાત્મપણે સંસ્કૃતમાં વર્ણવી છે, અને તે ઉપરથી યશોવિજયજી મહારાજે ઢાળ રૂપે ગુજરાતીમાં કરેલ છે.’ હરિભદ્રસૂરિ જન્મે બ્રાહ્મણ હતા અને ષટદર્શનના પ્રકાંડ પંડિત હતા. તેઓએ ભાગવતી દીક્ષા અંગીકાર કરી હતી. ત્યારબાદ પ્રાયશ્ચિતરૂપે આશરે ૧૪૪૪ ગ્રંથો લખ્યાં છે. તેઓ ષટ્કર્શનના પંડિત હોવાને કારણે ‘પાતંજલ યોગના' કર્તાને માર્ગાનુસારી કહ્યા છે. પાતંજલ યોગના આધારે તેઓએ ‘યોગદૃષ્ટિ સમુચ્ચય' ગ્રંથની રચના કરીને તે અષ્ટાંગ યોગ. જૈનદર્શનના આધારે કેમ સમજવા તેની વિસ્તૃતપણે છણાવટ કરી છે. જે સંસ્કૃતમાં છે. તેના આધારે મહોપાધ્યાય શ્રી યશોવિજયજીએ ‘આઠ દૃષ્ટિની સજઝાય' રૂપે ઉપરોક્તનો સાર ગુજરાતીમાં આપ્યો છે. પ.કૃ.દેવે આ ‘આઠ દૃષ્ટિની સજઝાય’ ને આત્મદશાનું For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૨૦૧ થર્મોમીટર કહેલ છે. તેને કંઠસ્થ કરી સુવિચારણા કરવાથી દોષો જાય અને ગુણો પ્રગટે એવી એ આઠ દૃષ્ટિની સજઝાય છે. માટે તેના પર વિચાર કરવાથી આપણી આધ્યાત્મિક સ્થિતિ કેવી છે, તેનો ખ્યાલ આપણને પોતાને જ આવી શકે તેમ છે. (૪) ‘યોગદૃષ્ટિ’માં છયે ભાવ-ઔયિક, ઔપમિક, ક્ષાયોપશમિક, ક્ષાયિક, પારિણામિક, અને સાન્નિપાતિક-નો સમાવેશ થાય છે. એ છ ભાવ જીવના સ્વતત્ત્વભૂત છે. શરીરને અનુલક્ષીને ભાવ ઉદય અનુસાર થવા ઔદિયક ભાવ. કર્મના ઉદયને ઉપશમાવવા રૂપ ભાવ થવા તે ઔપમિક ભાવ. આત્માને અનુભવવારૂપ ભાવો તેમાં ચાર ઘાતી કર્મની મંદતા અને તેમાં પણ મોહની કર્મની ૭ પ્રકૃતિની જે ગ્રંથિ છે તેમાંથી ‘સમક્તિ મોહનીય’ ઉદયમાં હોય અને બાકીની છ ઉદયમાં ન આવી શકે તેવી હોય તે ભાવને ક્ષાયોપશમિક ભાવ કહે છે. સંપૂર્ણપણે આત્મલક્ષી ભાવરૂપ પરિણમન, ઉદયને અનુસરીને પરિણામોમાં ચંચળતા ન આવે તેવી સ્થિરતા તે ક્ષાયિકભાવ. આત્મલક્ષી ભાવો ગુણો-લક્ષણોમાં રહેવું તે પારિણામિક ભાવ. આગળ કહેલા પાંચેય ભાવોમાંથી એકસાથે એકથી વધારે ભાવો રૂપ પરિણમન થતું રહે તેને સન્નિપાતિક ભાવ કહ્યો છે. દા.ત. જેમ કોઈપણ માણસને ન્યુમોનિયા થયો હોય તો તે શું બોલે છે તેનું ભાન ન રહે, તેમ એકથી વધારે ભાવો એક સાથે ચાલતા હોય તેથી યથાતથ્ય નિર્ણય ન થઈ શકે. આ છયે ભાવો જીવના પોતાનામાં રહેલા છે એટલે સ્વતત્ત્વભૂત કહ્યા છે. (૫) જ્યાં સુધી યથાર્થ જ્ઞાન થાય નહીં ત્યાં સુધી મૌન રહેવું ઠીક છે. નહીં તો અનાચાર દોષ લાગે છે. આ વિષય પરત્વે ‘ઉત્તરાધ્યનનસૂત્ર'માં ‘અનાચાર' નામે અધિકાર છે. (અધ્યયન ૬ ) ઉ.સૂ.માં અ.-૬માંથી આ લેવામાં આવેલ છે. અનાચાર એટલે પાપરૂપ, આચરણ, દૂરાચાર રૂપ આચરણ, વ્રતના ભંગરૂપ આચરણ, જેનાથી જીવ ઘણા પ્રકારે અશુભ કર્મનો બંધ કરે છે. માટે જ્યાં સુધી યથાર્થ જ્ઞાનનું પરિણમન થયું ન હોય ત્યાં સુધી મૌન રહેવું વધારે સારું છે, જેથી અનાચાર દોષ ન લાગે અને એ પ્રમાણેનું કર્મ પણ ન લાગે. (૬) જ્ઞાનીના સિદ્ધાંતમાં ફેર હોઈ શકે નહીં. (૭) સૂત્રો આત્માનો સ્વધર્મ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવ્યાં છે; પણ તેનું રહસ્ય, યથાર્થ સમજવામાં આવતું નથી તેથી ફેર લાગે છે. (૮) દિગંબરના તીવ્ર વચનોને લીધે કંઈ રહસ્ય સમજી શકાય છે. શ્વેતાંબરની મોળાશને લીધે રસ ઠંડાતો ગયો. સરળતાથી સમજી શકાય તેમ છે તેથી વિશ્લેષણ કરેલ નથી. (૯) ‘શાલ્મલિ વૃક્ષ’ નરકને વિષે નિત્ય અશાતારૂપે છે, ખીજડાને મળતું તે વૃક્ષ થાય For Personal & Private Use Only www.jainellbrary.org Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ સ્વાધ્યાય સુધા છે. ભાવથી સંસારી આત્મા તે વૃક્ષરૂપ છે. આત્મા પરમાર્થે, તે અધ્યવસાય વર્જતાં, નંદનવન સમાન છે. - શાલ્મલિ વૃક્ષ એ ખીજડાને મળતું એટલે કાંટાવાળું ઝાડ છે. ખીજડાના વૃક્ષનો કાંટો વાગ્યો હોય તો તીવ્રપણે વેદના કરાવનાર છે. તેમ “શાલ્મલિ વૃક્ષ નરકના જીવોને દુઃખદાયી છે. અત્યારે આપણો આત્મા સંસારમાં ડૂબેલો હોઇ, ગળાડૂબ રહેતો હોઇ તેને ભાવથી “શાલ્મલિ વૃક્ષ' જેવો ગણ્યો છે, પણ પરમાર્થને સમજીને પરમાર્થ સિદ્ધ કરવા માટે ‘શાલ્મલિ વૃક્ષ' જેવા ભાવોને છોડી દે તો તે જ આત્મા “નંદનવન' જેવો બની જાય. આ “નંદનવન' મેરૂ પર્વત ઉપર આવેલું છે અને હંમેશાં એક જ સરખું રહે છે. એટલે જો જીવ નંદનવન જેવો બની જાય તો પારમાર્થિક રીતે સુખી બની જાય. માટે અશુભ અધ્યવસાયને તજીને ચાલવાનો પુરુષાર્થ કરવો જરૂરી છે. (૧૦) જિનમુદ્રા બે પ્રકારે છે :- કાયોત્સર્ગ અને પદ્માસન, પ્રમાદ ટાળવાને બીજાં ઘણાં આસનો કર્યા છે, પણ મુખ્યત્વ આ બે આસનો છે. સરળ, સમજાય તેમ છે માટે વિશ્લેષણ કરેલ નથી. (૧૧) પ્રશમરનિમનું દૃષ્ટિયુમં પ્રસન્ન, વનમતમં: wifમની સંપશ્િચઃ | करयुगमपि यत्ते शस्त्रसंबंधवंध्यं, तदसि जगति देवो वीतरागस्त्वमेव ।। હે વીતરાગ ! તારાં બે ચક્ષુ પ્રશમ રસમાં ડૂબેલાં છે. પરમશાંત રસને ઝીલી રહ્યાં છે, તારું મુખકમળ પ્રસન્ન છે; તેમાં પ્રસન્નતા વ્યાપી રહી છે, તારો ખોળો સ્ત્રીના સંગથી રહિત છે. તારા બે હાથ શસ્ત્ર સંબંધ વિનાના છે, તારા હાથમાં શસ્ત્ર નથી. આમ તું જ હે વીતરાગ ! જગતમાં દેવ છું. (ઉ..રર) (૧૨) ચૈતન્યનો લક્ષ કરનારની બલિહારી છે ! જે ચૈતન્યનો લક્ષ કરીને રહેલ છે તેની બલિહારી છે. એ જ ઉત્કૃષ્ટ જીવાત્મા કહેવાય. (૧૩) તીર્થ = તરવાનો માર્ગ. (ચાર પ્રકારે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ) (૧૪) અરનાથ પ્રભુની સ્તુતિ મહાત્મા આનંદઘનજીએ કરેલ છે. શ્રી આનંદઘનજીનું બીજું નામ લાભાનંદજી' હતું. તેઓ તપગચ્છમાં થયા છે. (૧૫) વર્તમાનમાં લોકોને જ્ઞાન તથા શાંતિ સાથે સંબંધ રહ્યો નથી; મતાચાર્યે મારી નાખ્યા છે. સરળતાથી સમજાય તેમ છે તેથી વિશ્લેષણ કરેલ નથી. (૧૬) “આશય આનંદઘન તણો, અતિ ગંભીર ઉદાર; બાલક બાંય પસારીને, કહે ઉદધિવિસ્તાર.” For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૨૦૩ “આનંદઘન ચોવીસીના સ્તવનોનો ભાવાર્થ અને વિશ્લેષણ કર્યા પછી અંતમાં મૂકેલી આ ગાથા “જ્ઞાન વિમળ સૂરિની રચેલી છે.' આ ગાથાથી તેઓ એમ કહેવા માગે છે કે :- ‘મહાત્મા આનંદઘનજી'એ તીર્થકરની સ્તવના કરતાં જે ભાવો ચૌવીસીમાં ભર્યા છે. તે અતિ ગંભીર છે તેમજ ઉદાર પણ છે. એટલે કે ગંભીર હોવા છતાં જે તેને સમજી શકે તો મોક્ષમાર્ગ શું છે તેની જાણ થઈ શકે તેમ છે. વારંવાર તેઓએ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષની જરૂરીયાત “આધ્યાત્મિક સાધક માટે જરૂરી છે તેમ જણાવેલ છે. પણ મેં જે સ્તવનો ઉપર ભાષ્ય કર્યું છે તે મારું કાર્ય, નાનો બાળક સમુદ્રનું માપ પોતાના બે હાથ પસારીને કરી બતાવે છે, તેના જેવું છે. એટલે સ્તવનોમાં ભરેલો આધ્યાત્મિક આશય મહાસમુદ્રની જેમ વિશાળ છે. તેને મેં બાળકની જેમ સમજવાનો અને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. મારી આ ચેષ્ટા બાળક જેવી છે. અહીં તેઓએ પોતાના લઘુતાભાવને બતાવવાનો જ પ્રયત્ન કર્યો જણાય છે. (૧૭) ત્રણ પ્રકારે ઈશ્વરપણું જણાય છે :- (૧) જડ તે જડાત્મકપણે વર્તે છે. (૨) ચેતન્ય-સંસારી જીવો વિભાવાત્મકપણે વર્તે છે. (૩) સિદ્ધ-શુદ્ધ ચેતન્યાત્મકપણે વર્તે છે. સમજાય તેમ હોવાથી સમજાવેલ નથી. ૧૦. મોરબી, અષાડ સુદ-૧૩, ભોમ, ૧૯૫૬ (૧) “ભગવતી આરાધના' જેવાં પુસ્તકો મધ્યમ અને ઉત્કૃષ્ટભાવના મહાત્માઓને તથા મુનિરાજોને જ યોગ્ય છે. એવા ગ્રંથો તેથી ઓછી પદવી, યોગ્યતાવાળા સાધુ, શ્રાવકને આપવાથી તેઓ કૃતની થાય છે, તેઓને તેથી ઊલટો અલાભ થાય છે, ખરા મુમુક્ષુઓને જ એ લાભકારી છે. (૨) મોક્ષમાર્ગ એ અગમ્ય તેમ જ સરળ છે. અગમ્યઃ- માત્ર વિભાવદશાને લીધે મતભેદો પડવાથી કોઈ પણ સ્થળે મોક્ષમાર્ગ સમજાય તેવું રહ્યું નથી, અને તેને લીધે વર્તમાનમાં અગમ્ય છે. માણસ મરી ગયા પછી અજ્ઞાન વડે નાડ ઝાલીને વૈદાં કરવાનાં ફળની બરાબર મતભેદ પડવાનું ફળ થયું છે, અને તેથી મોક્ષમાર્ગ સમજાય તેમ નથી. સરળ - મતભેદની કડાકૂટ જવા દઈ, આત્મા અને પુદ્ગલ વચ્ચે વહેંચણી કરી, શાંતપણે આત્મા અનુભવવામાં આવે તો મોક્ષમાર્ગ સરળ છે; અને દૂર નથી. જેમ કે એક ગ્રંથ વાંચતાં કેટલોક વખત જાય ને તેને સમજતાં વધારે વખત જવો જોઈએ; તે પ્રમાણે અનેક શાસ્ત્રો છે, તે એકેક વાંચ્યા પછી તેનો નિર્ણય કરવા માટે બેસવામાં આવે તો તે હિસાબે પૂર્વાદિકનું જ્ઞાન અને કેવળજ્ઞાન કેમે પ્રાપ્ત થાય નહીં; અર્થાત્ તેમ ભણવામાં આવતાં હોય For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ સ્વાધ્યાય સુધા તો કોઈ દિવસ પાર આવે નહીં પણ તેની સંકલના છે, ને તે શ્રીગુરુદેવ બતાવે છે કે અંતર્મુહૂર્તમાં મહાત્માઓ તે પ્રાપ્ત કરે છે. (૩) આ જીવે નવપૂર્વ સુધી જ્ઞાન મેળવ્યું તોપણ કાંઈ સિદ્ધિ થઈ નહીં, તેનું કારણ વિમુખ દશાએ પરિણમવાનું છે. જો સન્મુખદશાએ પરિણમ્યા હોય તો તલ્લણ મુક્ત થાય. (૪) પરમશાંત રસમય “ભગવતી આરાધના' જેવા એક જ શાસ્ત્રનું સારી રીતે પરિણમન થયું હોય તો બસ છે. કારણ કે આ આરા, કાળમાં તે સહેલું, સરલ છે. (૫) આ આરા (કાળ)માં સંઘયણ સારાં નહીં, આયુષ્ય ઓછાં, દુભિક્ષ, મરકી જેવાં સંજોગો વારંવાર બને, તેથી આયુષ્યની કાંઈ નિશ્ચયપૂર્વક સ્થિતિ નથી, માટે જેમ બને તેમ આત્મહિતની વાત તરત જ કરવી. મુલતવી રાખવાથી ભૂલથાપ ખાઈ બેસાય છે. આવા સાંકડા સમયમાં તો છેક જ સાંકડો માર્ગ, પરમશાંત થવું તે ગ્રહણ કરવો. તેથી જ ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિકભાવ થાય છે. ૧-૫ માં સરળતાથી સમજી શકાય તેમ હોવાથી વિશ્લેષણ કર્યું નથી. (૬) કામાદિ કોઈક જ વાર આપણાથી હારી જાય છે; નહીં તો ઘણી વાર આપણને થાપ મારી દે છે. એટલા માટે બનતાં સુધી જેમ બને તેમ ત્વરાથી તેને તજવાને અપ્રમાદી થવું, જેમ વહેલું થવાય તેમ થવું. શૂરવીરપણાથી તેમ તરત થવાય છે. કામ ક્રોધાદિ આપણી જાગૃતિ હોય તો પાછાં પડે છે, નહિંતર આપણને ભૂલથાપ ખવરાવી દે છે. માટે તેનો ત્યાગ કરવા માટે અપ્રમત્તપણે પુરુષાર્થ કરતા રહીને હઠાવવાનો પુરુષાર્થ કરતા રહેવાનું છે. પરમ શાંતિની પ્રાપ્તિના માર્ગનું ગ્રહણ શૂરવીરપણે કરવું અને શૂરવીરપણે આદરવો. જેથી ક્ષાયિકભાવને પ્રગટ કરી શકાય. તેમ થાય તો પછી કામાદિ પરેશાન કરી શકે નહીં. (૭) વર્તમાનમાં દૃષ્ટિરાગાનુસારી માણસો વિશેષપણે છે. આ કાળનો પ્રભાવ છે. પ્રશસ્તભાવ અને આસક્તિભાવ વચ્ચે પાતળી રેખા છે. એટલે સાધક જો જાગૃનિ ન રાખે તો પ્રશસ્ત ભાવમાંથી ક્યારે દૃષ્ટિરાગમાં-આસક્તિમાં ખેંચાઈ જશે તેની જાણ પણ નહીં થાય. અને જીવ એમ માનતો રહે છે કે હું તો પ્રશસ્તરાગવાળો જ છું. (૮) જો ખરા વૈદ્યની પ્રાપ્તિ થાય તો દેહનો વિધર્મ સહેજે ઔષધિ વડે વિધર્મમાંથી નીકળી સ્વધર્મ પકડે છે. તેવી રીતે જો ખરા ગુરુની પ્રાપ્તિ થાય, તો આત્માની શાંતિ ઘણી જ સુગમતાથી અને સહેજમાં થાય છે. તેથી તેવી ક્રિયા કરવામાં પોતે તત્પર એટલે અપ્રમાદી થવું, પ્રમાદ કરીને ઊલટા કાયર થવું નહીં. For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૨૦૫ જેમ સાચા વૈદ્યની પ્રાપ્તિ થાય તો શરીરની સુખાકારી જલ્દી મેળવી શકાય છે, તેમ જો સદ્ગુરુની પ્રાપ્તિ થઈ જાય તો આત્માની શાંતદશાને ઘણી જ સુગમપણે અને સહજ રીતે પ્રાપ્ત કરી શકાય છે. માટે આવો જોગ પ્રાપ્ત થયો હોય તો સાધના કરવામાં પ્રસાદી ન થઈ જવું. શૂરવીરતાને ગ્રહણ કરવી. સાધના માટેના કાયરપણાને તિલાંજલિ આપી દેવી. (૯) સામાયિક = સંયમ. સમભાવ વડે આત્મા સાથેનું જોડાણ. (૧૦) પ્રતિક્રમણ = આત્માની ક્ષમાપના, આરાધના. (૧૧) પૂજા = ભક્તિ. વીતરાગદેવ કે જ્ઞાની ગુરુની કરવાથી ફાયદો થાય. (૧૨) જિનપૂજા, સામાયિક, પ્રતિક્રમણ આદિ કેવાં અનુક્રમે કરવાં તે કહેતાં એક પછી એક પ્રશ્ન ઉઠે; અને તેનો કેમે પાર આવે તેમ નથી. પણ જો જ્ઞાનીની આજ્ઞાથી તે જીવ ગમે તેમ (જ્ઞાનીએ બતાવ્યા પ્રમાણે) વર્તે તોપણ તે મોક્ષના માર્ગમાં છે. (૧૩) અમારી આજ્ઞાએ વર્તતાં જો પાપ લાગે તો તે અમે અમારે શિર ઓઢી લઈએ છીએ; કારણ કે જેમ રસ્તા ઉપર કાંટા પડ્યા હોય તે કોઈને વાગશે એમ જાણી માર્ગે ચાલતાં ત્યાંથી ઉપાડી લઈ કોઈને જ્યાં ન લાગે તેવી બીજી એકાંત જગ્યાએ કોઈ મૂકે તો કાંઈ તેણે રાજ્યનો ગુનો કર્યો કહેવાય નહીં; તેમ રાજા તેનો દંડ કરે નહીં; તેમ મોક્ષનો શાંત માર્ગ બતાવતાં પાપ કેમ સંભવે ? (૧૪) જ્ઞાનીની આજ્ઞાએ ચાલતાં જ્ઞાની ગુરુએ ક્રિયાઆશ્રયી યોગ્યતાનુસાર કોઈને કાંઈ બતાવ્યું હોય અને કોઈને કાંઈ બતાવ્યું હોય તેથી મોક્ષ (શાંતિ)નો માર્ગ અટકતો નથી. (૧૫) યથાર્થ સ્વરૂપ સમજ્યા વિના અથવા પોતે જે બોલે છે તે પરમાર્થે યથાર્થ છે કે કેમ તે જાણ્યા વિના, સમજ્યા વિના, જે વક્તા થાય છે તે અનંત સંસારને વધારે છે. માટે જ્યાં સુધી આ સમજવાની શક્તિ થાય નહીં ત્યાં સુધી મૌન રહેવું સારું છે. (૧૬) વક્તા થઈ એક પણ જીવને યથાર્થ માર્ગ પમાડવાથી તીર્થકરગોત્ર બંધાય છે અને તેથી ઊલટું કરવાથી મહામોહનીય કર્મ બંધાય છે. (૧૭) જોકે હમણાં જ તમો સર્વને માર્ગે ચઢાવીએ, પણ ભાજનના પ્રમાણમાં વસ્તુ મુકાય છે. નહીં તો જેમ હલકા વાસણમાં ભારે વસ્તુ મૂકવાથી વાસણનો નાશ થાય, તેમ થાય. ક્ષયોપશમ પ્રમાણે સમજી શકાય છે. (૧૮) તમારે કોઈ પ્રકારે ડરવા જેવું નથી; કારણ કે તમારે માથે અમારા જેવા છે; તો હવે તમારા પુરુષાર્થને આધીન છે. જો તમે પુરુષાર્થ કરશો તો મોક્ષ થવો દૂર નથી. મોક્ષ પ્રાપ્ત કર્યો તે બધા મહાત્મા પ્રથમ આપણા જેવા મનુષ્ય હતા; અને કેવળજ્ઞાન પામ્યા પછી પણ (સિદ્ધ થયા પહેલાં) દેહ તો તે ને તે જ રહે છે, તો પછી હવે તે દેહમાંથી તે For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ સ્વાધ્યાય સુધા ૧૧. મહાત્માઓએ શું કાઢી નાખ્યું તે સમજીને કાઢી નાખવાનું કરવાનું છે. તેમાં ડર શાનો? વાદવિવાદ કે મતભેદ શાનો? માત્ર શાંતપણે તે જ ઉપાસવા યોગ્ય છે. ૯-૧૮ - સરળતાથી સમજાય તેમ હોવાથી વિશ્લેષણ કરેલ નથી. મોરબી, અષાડ સુદ-૧૪, બુધ, ૧૯૫૬ (૧) પ્રથમથી આયુધ બાંધતાં, ને વાપરતાં શીખ્યા હોઈએ તો લડાઈ વખતે તે કામ આવે છે; તેમ પ્રથમથી વૈરાગ્યદશા પ્રાપ્ત કરી હોય તો અવસર આવ્યે કામ આવે છે; આરાધના થઈ શકે છે. હથિયાર વાપરતાં શીખ્યા હોય તો લડાઈ વખતે તેનો ઉપયોગ કરી શકાય, તેમ જ જો વૈરાગ્ય દશા પ્રગટ કરી હોય તો અવસરે ઉપયોગમાં આવે છે અને અનુક્રમે મોક્ષ માર્ગની આરાધના કરીને આગળ વધી શકાય છે. (૨) યશોવિજયજીએ ગ્રંથો રચતાં એટલો ઉપયોગ રાખ્યો હતો કે તે પ્રાયઃ કોઈ ઠેકાણે ચૂક્યા નહોતા. તોપણ છાસ્થ અવસ્થાને લીધે દોઢસો ગાથાના સ્તવન મળે ૭માં ઠાણાંગસૂત્રની શાખ આપી છે તે ત્યાં મળતી નથી. તે શ્રી ભગવતીજીના પાંચમા શતકના ઉદેશે માલુમ પડે છે. આ ઠેકાણે અર્થ-કર્તાએ “રાસભવૃત્તિ' એટલે પશુતુલ્ય ગણેલ છે; પણ તેનો અર્થ તેમ નથી. “રાસભવૃત્તિ' એટલે ગધેડાને સારી કેળવણી આપી હોય તોપણ જાતિસ્વભાવને લીધે રખ્યા દેખીને લોટી જવાનું તેને મન થાય છે; તેમ વર્તમાન કાળે બોલતાં ભવિષ્ય કાળમાં કહેવાનું બોલી જવાય છે. (૩) ભગવતી આરાધના’ મધ્યે લેશ્યાના અધિકારે દરેકની સ્થિતિ વગેરે સારી રીતે બતાવેલ છે. લેશ્યાઓ ૬ છે : કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પદ્મ અને શુક્લ વેશ્યા, અનુક્રમે અશુભતમ, અશુભતર, અશુભ, શુભ, શુભતર, શુભતમ છે. વધારે વિસ્તારથી જોવું હોય તો ‘ભગવતી આરાધના’ કે ‘ભગવતી સૂત્ર'માંથી જોઈ શકાય. (લેશ્યા એટલે જીવની પરિણતિ કે પરિણામ). (૪) પરિણામ ત્રણ પ્રકારના છે : હીયમાન, વર્ધમાન અને સમવસ્થિત. પ્રથમનાં બે છપ્રસ્થને હોય છે, અને છેલ્લું સમવસ્થિત (અચલ અકંપ શેલેશીકરણ) કેવળજ્ઞાનીને હોય છે. જીવના આંતરિક પરિણામ ત્રણ પ્રકારના કહ્યા છે. તેમાં પ્રથમ બે છબસ્થ જીવને હોય છે, જયારે ત્રીજા પ્રકારનું સમવસ્થિત (અચળ, અકંપ, શૈલેશી અવસ્થાવાળું) કેવળજ્ઞાનીને હોય છે. કારણ કે પરિણામમાં વર્ધમાનતા કે હીયમાનતા મોહનીયની For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૨0૭ હાજરીમાં થાય છે, કેવળજ્ઞાનીમાં મોહનીયનો સંપૂર્ણ અભાવ રહેલો છે, તેથી પરિણામ સમવસ્થિત હોય છે. (૫) તેરમે ગુણસ્થાનકે વેશ્યા તથા યોગનું ચલાચલપણું છે, તો સમવસ્થિત પરિણામ કેમ સંભવે તેનો આશયઃ સક્રિય જીવને અબંધ અનુષ્ઠાન હોતું નથી. તેરમા ગુણસ્થાનકે કેવળીને પણ યોગને લીધે સક્રિયતા છે, અને તેથી બંધ છે; પણ તે બંધ, અબંધબંધ ગણાય છે. ચૌદમા ગુણસ્થાનકે આત્માના પ્રદેશ અચલ થાય છે. પાંજરામાંહેના સિંહના દૃષ્ટાન્તઃ જેમ પાંજરામાં સિંહ જાળીને અડતો નથી, અને સ્થિર થઈ બેસી રહે છે ને કાંઈ ક્રિયા કરતો નથી, તેમ અક્રિય છે. જ્યાં પ્રદેશનું અચલપણું છે ત્યાં અક્રિયતા ગણાય. (૬) “ચલઇ સો બંધ’, યોગનું ચલાયમાન થવુંતે “બંધ', યોગનું સ્થિર થવું તે અબંધ. (૭) જ્યારે અબંધ થાય ત્યારે મુક્ત થયા કહેવાય. (૮) ઉત્સર્ગ એટલે આમ હોવું જોઈએ અથવા સામાન્ય. અપવાદ એટલે આમ હોવું જોઈએ પણ તેમ ન બને તો આમ. અપવાદ માટે છીંડી શબ્દને વાપરવો બહુ જ હલકો છે. માટે તે વાપરવો નહીં. (૯) ઉત્સર્ગમાર્ગ એટલે યથાખ્યાતચારિત્ર, જે નિરતિચારવાળું છે. ઉત્સર્ગમાં ત્રણ ગુપ્તિ સમાય છે, અપવાદમાં પાંચ સમિતિ સમાય છે. ઉત્સર્ગ અક્રિય છે. અપવાદ સક્રિય છે. ઉત્તમ ઉત્સર્ગમાર્ગ છે; ને તેથી જે ઊતરતો તે અપવાદ છે. ચૌદમું ગુણસ્થાનક ઉત્સર્ગ છે; તેથી નીચેના ગુણસ્થાનકો એકબીજાની અપેક્ષાએ અપવાદ છે. શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજે “ચંદ્રપ્રભુજીના સ્તવનમાં અપવાદભાવ સેવા અને ઉત્સર્ગભાવ સેવા સમજાવેલ છે. “પરમાત્માના ગુણોના અવલંબને કે સગુરુની આજ્ઞા પ્રમાણે ધ્યાન કરવું તે અપવાદ ભાવ સેવા છે. અને તેનાં દ્વારા પ્રગટતી આત્મવિશુદ્ધિ એ ઉત્સર્ગભાવ સેવા છે. અપવાદભાવ સેવા કાર્યનું કારણ છે અને ઉત્સર્ગ-(સાધનાનું પરિણામ) તેનું કાર્ય છે. ૧૪મું ગુણસ્થાનક એ ઉત્સર્ગ છે અને તેથી નીચેના ગુણસ્થાનકો એકબીજાની અપેક્ષાએ અપવાદ છે. (૧૦) મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય ને યોગથી એક પછી એક અનુક્રમે બંધ પડે છે. કર્મબંધ થવાના પાંચ કારણો આપ્યા છે. મિથ્યાત્વ હોય ત્યાં સુધી પાંચેય પ્રકારે બંધ પડે, મિથ્યાત્વ જવાથી ચાર પ્રકારે બંધ પડે, અવિરતિ જવાથી ત્રણ પ્રકારે બંધ પડે, પ્રમાદ જવાથી બે રીતે બંધ પડે, કષાયનો ક્ષય થવાથી યોગ (મન, વચન, કાયા)ના પ્રવર્તનથી બંધ પડે. જેમ જેમ જીવ ગુણસ્થાનક ચડતો જાય તેમ તેમ બંધના કારણો ઘટતા For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ સ્વાધ્યાય સુધા જાય. તેરમાં ગુણસ્થાનકે ફરીને જન્મ ધારણ ન કરવો પડે તેવી સ્થિતિ થાય અને આયુષ્ય ! પૂરું થયે બાકીના અઘાતી કર્મો પણ ક્ષય થઈ જાય. તેથી જીવ નિર્વાણને પ્રાપ્ત થઈ અવ્યાબાધ સુખમાં લીન થઈ જાય. (૧૧) મિથ્યાત્વ એટલે યથાર્થ ન સમજાય તે. મિથ્યાત્વથી વિરતિપણું ન થાય, વિરતિને અભાવે કષાય થાય, કષાયથી યોગનું ચલાયમાનપણું થાય છે. યોગનું ચલાયમાનપણું તે આસવ અને તેથી ઊલટું તે સંવર. (૧૨) દર્શનમાં ભૂલ થવાથી જ્ઞાનમાં ભૂલ થાય છે. જેવા રસથી જ્ઞાનમાં ભૂલ થાય તેવી રીતે આત્માનું વીર્ય સ્કુરાય, અને તે પ્રમાણે પરમાણુ ગ્રહણ કરે ને તેવો જ બંધ પડે; અને તે પ્રમાણે વિપાક ઉદયમાં આવે. બે આંગળીના આંકડિયા પાડ્યા તે રૂપ ઉદય, ને તે મરડવા, તે રૂપ ભૂલ, તે ભૂલથી દુઃખ થાય છે એટલે બંધ બંધાય છે. પણ મરડવારૂપ ભૂલ જવાથી આંકડા સહેજે જ જુદા પડે તેમ દર્શનમાંની ભૂલ જવાથી કર્મ ઉદય સહેજે જ વિપાક આપી નિર્ભરે છે અને નવો બંધ થતો નથી. (૧૩) દર્શનમાં ભૂલ થાય તેનું ઉદાહરણ : જેમ દીકરો બાપના જ્ઞાનમાં તેમ જ બીજાના જ્ઞાનમાં દેહઅપેક્ષાએ એક જ છે, બીજી રીતે નથી; પરંતુ બાપ તેને પોતાનો દીકરો માને છે, તે જ ભૂલ છે. તે જ દર્શનમાં ભૂલ અને તેથી જો કે જ્ઞાનમાં ફેર નથી તોપણ ભૂલ કરે છે; ને તેથી ઉપર પ્રમાણે બંધ પડે છે. (૧૪) જો ઉદયમાં આવ્યા પહેલાં રસમાં મોળાશ કરી નાખવામાં આવે તો આત્મપ્રદેશથી કર્મ ખરી જઈ નિર્જરા થાય, અથવા મંદ રસ ઉદય આવે. (૧૫) જ્ઞાનીઓ નવી ભૂલ કરતા નથી, માટે તે અબંધ થઈ શકે છે. (૧૬) જ્ઞાનીઓએ માનેલું છે કે આ દેહ પોતાનો નથી; તે રહેવાનો પણ નથી; જ્યારે ત્યારે પણ તેનો વિયોગ થવાનો છે. એ ભેદવિજ્ઞાનને લઈને હમેશાં નગારાં વાગતાં હોય તેવી રીતે કાને પડે છે, અને અજ્ઞાનીના કાન બહેરા હોય છે એટલે તે જાણતો નથી. (૧૭) જ્ઞાની દેહ જવાનો છે એમ સમજી તેનો વિયોગ થાય તેમાં ખેદ કરતા નથી. પણ જેવી રીતે કોઈની વસ્તુ લીધી હોય ને તેને પાછી આપવી પડે તેમ દેહને ઉલ્લાસથી પાછો સોંપે છે; અર્થાત દેહમાં પરિણમતા નથી. (૧૮) દેહ અને આત્માનો ભેદ પાડવો તે “ભેદજ્ઞાન'; જ્ઞાનીનો તે જાપ છે. તે જાપથી દેહ અને આત્મા જુદા પાડી શકે છે. તે ભેદવિજ્ઞાન થવા માટે મહાત્માઓએ સકળ શાસ્ત્ર રચ્યાં છે. જેમ તેજાબથી સોનું તથા કથીર જુદાં પડે છે, તેમ જ્ઞાનીના ભેદવિજ્ઞાનના જાપરૂપ તેજાબથી સ્વાભાવિક આત્મદ્રવ્ય અગુરુલઘુ સ્વભાવવાળું હોઈને પ્રયોગી દ્રવ્યથી જુદું પડી સ્વધર્મમાં આવે છે. For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૨૦૯ (૧૯) બીજાં ઉદયમાં આવેલા કર્મોનું આત્મા ગમે તેમ સમાધાન કરી શકે, પણ વેદનીયકર્મમાં તેમ થઈ શકે નહીં, ને તે આત્મપ્રદેશ વેદવું જ જોઈએ; ને તે વેદતાં મુશ્કેલીનો પૂર્ણ અનુભવ થાય છે. ત્યાં જો ભેદજ્ઞાન સંપૂર્ણ પ્રગટ થયું ન હોય તો આત્મા દેહાકારે પરિણમે, એટલે દેહ પોતાનો માની લઈ વેદે છે, અને તેને લઈને આત્માની શાંતિનો ભંગ થાય છે. આવા પ્રસંગે જેમને ભેદજ્ઞાન સંપૂર્ણ થયું છે એવા જ્ઞાનીઓને અશાતાવેદની વેદતાં નિર્જરા થાય છે, ને ત્યાં જ્ઞાનીની કસોટી થાય છે. એટલે બીજાં દર્શનોવાળા ત્યાં તે પ્રમાણે ટકી શકતા નથી, તે જ્ઞાની એવી રીતે માનીને ટકી શકે છે. (૨૦) પુલદ્રવ્યની દરકાર રાખવામાં આવે તો પણ તે જ્યારે ત્યારે ચાલ્યું જવાનું છે, અને જે પોતાનું નથી તે પોતાનું થવાનું નથી; માટે લાચાર થઈ દીન બનવું તે શા કામનું? ૧૧ થી ર૦ - સરળપણે સમજાય તેમ છે. માટે વિશ્લેષણ કરેલ નથી. (૨૧) “જોગા પયડિપદેસા'=યોગથી પ્રકૃતિ ને પ્રદેશબંધ થાય છે. આના માટે જુઓ. વ્યા.સા. ૧૬૫નું વિશ્લેષણ . (૨૨) સ્થિતિ તથા અનુભાગ કષાયથી બંધાય છે. તે માટે જુઓ. વ્યાં.સા.-૧૬૫નું વિશ્લેષણ. (૨૩) આઠવિધ, સાતવિધ, છવિધ ને એકવિધ એ પ્રમાણે બંધ બંધાય છે. ગુણસ્થાનકને અનુલક્ષીને મૂળકર્મ પ્રકૃતિના બંધ કેટલા પ્રકારે થાય તે જણાવેલ છે. (૧) આઠ વિધ (૨) સાત વિધ-અપ્રમત્ત ગુણસ્થાનક સુધી આયુષ્યના બંધ સાથે આઠવિધ, આયુષ્યના બંધ સિવાય સાતવિધ. (૩) છ વિધ-સૂક્ષ્મ સપરાયવાળા-છ વિધ બાંધે (૪) એક વિધ-૧૧, ૧૨, ૧૩માં ગુણસ્થાનક વાળા-એક વિધ બાંધે. (૫) અયોગી ગુણસ્થાનક વાળા અબંધક છે. (કર્મગ્રંથ ભા.-૩ ગાથા-પ૯) ૧ર. મોરબી, અષાડ સુદ-૧૫, ગુરૂ, ૧૫૬ (૧) જ્ઞાનદર્શનનું ફળ યથાખ્યાતચારિત્ર અને તેનું ફળ નિર્વાણ; તેનું ફળ અવ્યાબાધ સુખ. સમ્યકજ્ઞાન-દર્શન-ક્ષાયિકપણે હોય તો જીવ યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત થાય છે, અને તેના ફળ સ્વરૂપ કેવળજ્ઞાન પ્રગટે છે, જેથી જીવને અનંત અવ્યાબાધ સુખની પ્રાપ્તિ થાય છે. તે સુખને કોઈપણ પ્રકારે બાધા પહોંચી શકતી નથી. ૧૩. મોરબી, અષાડ વદ-૧, શુક્ર, ૧૫૬ (૧) દેવાગમસ્તોત્ર' જે મહાત્મા સમતંભદ્રાચાર્યે( જેના નામનો શબ્દાર્થ “કલ્યાણ જેને માન્ય છે', એવો થાય છે) બનાવેલ છે, અને તેના ઉપર દિગંબર તથા શ્વેતાંબર આચાર્યોએ ટીકા કરી છે. એ મહાત્મા દિગંબર આચાર્ય છતાં તેઓનું કરેલું ઉપરનું સ્તોત્ર શ્વેતાંબર For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ સ્વાધ્યાય સુધા આચાર્યોને પણ માન્ય છે, ત સ્તોત્રમાં પ્રથમ નીચેનો શ્લોક છેઃ 'देवागमन भोयान चामरादि विभूतयः मायाविष्वपि दृश्यंते, नातस्तवमसि नो महान्.' આ શ્લોકનો ભાવાર્થ એવો છે કે દેવાગમ (દેવતાઓનું આવવું થતું હોય), આકાશગમન (આકાશગમન થઈ શકતું હોય), ચામરાદિ વિભૂતિ (ચામર વગેરે વિભૂતિ હોય-સમવસરણ થતું હોય એ આદિ) એ બધાં તો માયાવીઓનામાં પણ જણાય છે, (માયાથી અર્થાત્ યુક્તિથી પણ થઈ શકે) એટલે તેટલાથી જ આપ અમારા મહત્તમ નથી. (તેટલા ઉપરથી કાંઈ તીર્થકર વા જિનેન્દ્રદેવનું અસ્તિત્વ માની શકાય નહીં. એવી વિભૂતિ આદિનું કાંઈ અમારે કામ નથી. અમે તો તેનો ત્યાગ કર્યો છે.) આ આચાર્યે કેમ જાણે ગુફામાંથી નીકળતા તીર્થકરનું કાંડું પકડી ઉપર પ્રમાણે નિરપેક્ષપણે વચનો કહ્યાં હોય એવો આશય આ સ્થળે બતાવવામાં આવ્યો છે. (૨) આતનાં અથવા પરમેશ્વરનાં લક્ષણો કેવા હોવાં જોઈએ તે સંબંધી ‘તત્ત્વાર્થસૂત્ર'ની ટીકામાં (સર્વાર્થસિદ્ધિમાં) પહેલી ગાથા નીચે પ્રમાણે છે : 'मोक्षमार्गस्य नेतारं, भेत्तारं कर्मभूभृताम्, ज्ञातारं विश्वतत्त्वानां, वंदे तद्गुणलब्धये.' સારભૂત અર્થ : “મોક્ષમાર્ગમ્ય નેતાર', (મોક્ષમાર્ગે લઈ જનાર નેતા) એમ કહેવાથી મોક્ષનું અસ્તિત્વ', ‘માર્ગ', અને “લઈ જનાર' એ ત્રણે વાત સ્વીકારી. જો મોક્ષ છે તો તેનો માર્ગ પણ જોઈએ અને જો માર્ગ છે તો તેનો દ્રષ્ટા પણ જોઈએ અને જે દ્રષ્ટા હોય તે જ માર્ગે લઈ જઈ શકે. માર્ગે લઈ જવાનું કાર્ય નિરાકાર ન કરી શકે, પણ સાકાર કરી શકે, અર્થાત્ મોક્ષમાર્ગનો ઉપદેશ સાકાર ઉપદેશ એટલે દેહસ્થિતિએ જેણે મોક્ષ અનુભવ્યો છે એવા કરી શકે. ‘ભેસ્તારં કર્મભૂભૂત' (કર્મરૂપ પર્વતને ભેદવાવાળા) અર્થાત્ કર્મરૂપી પર્વતો તોડ્યાથી મોક્ષ હોઈ શકે; એટલે જેણે દેહસ્થિતિએ કર્મરૂપી પર્વતો તોડ્યા છે તે સાકાર ઉપદેષ્ટા છે. તેવા કોણ? વર્તમાન દેહે જે જીવન્મુક્ત છે તે. જે કર્મરૂપી પર્વતો તોડી મુક્ત થયા છે તેને ફરી કર્મનું હોવાપણું ન હોય; માટે કેટલાક માને છે તેમ મુક્ત થયા પછી દેહ ધારણ કરે એવા જીવન્મુક્ત ન જોઈએ. “જ્ઞાતાર વિશ્વતત્ત્વાનાં, (વિશ્વતત્ત્વના જાણનાર) એમ કહેવાથી એમ દર્શાવ્યું કે આત કેવા જોઈએ કે જે સમસ્ત વિશ્વના જ્ઞાયક હોય. ‘વંદે તણલબ્ધયે' (તેના ગુણની પ્રાપ્તિને અર્થે તેને વંદના કરું છું), અર્થાત્ આવા ગુણવાળા પુરુષ હોય તે જ આપ્ત છે અને તે જ વંદન યોગ્ય છે. ૧ અને ર માં આપનું માહાભ્ય અને તેઓ મોક્ષમાર્ગના નેતા કેવી રીતે છે તેનું For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૨૧ ૧ વર્ણન વિવેચન સાથે કરવામાં આવ્યું છે. આમ એટલે કેવળજ્ઞાની ભગવત. (૩) મોક્ષપદ બધા ચૈતન્યને સામાન્ય જોઈએ, એક જીવઆશ્રયી નહી; એટલે એ ચૈતન્યનો સામાન્ય ધર્મ છે. એક જીવને હોય અને બીજા જીવને ન હોય એમ બને નહીં. (૪) ભગવતી આરાધના” ઉપર શ્વેતાંબર આચાર્યોએ ટીકા કરેલ છે તે પણ તે જ નામે કહેવાય છે. (૫) કરણાનુયોગ કે દ્રવ્યાનુયોગમાં દિગંબર અને શ્વેતાંબર વચ્ચે તફાવત નથી. માત્ર બાહ્ય વ્યવહારમાં તફાવત છે. (૬) કરણાનુયોગમાં ગણિતાકારે સિદ્ધાંતો મેળવેલા છે. તેમાં તફાવત હોવાનો સંભવ નથી. (૭) કર્મગ્રંથ મુખ્યપણે કરણાનુયોગમાં સમાય. (૮) પરમાત્મપ્રકાશ’ દિગંબર આચાર્યનો બનાવેલો છે. તે ઉપર ટીકા થઈ છે. ૩ થી ૮ - સરળપણે સમજાવેલ છે તેથી વિશ્લેષણ કરેલ નથી. (૯) નિરાકુળતા એ સુખ છે. સંકલ્પ એ દુઃખ છે. નિરાકુળતા એટલે આકુળતા રહિતપણું. તેથી સુખ કહ્યું અને સંકલ્પ એ કર્મના ઉદયરૂપ થઈ જવાથી તે નવા કર્મબંધ રૂપે દુ:ખરૂપ થાય છે. (૧૦) કાયકલેશ તપ કરતાં છતાં મહામુનિને નિરાકુળતા અર્થાત્ સ્વસ્થતા જોવામાં આવે છે. મતલબ જેને તપાદિકની આવશ્યકતા છે અને તેથી તપાદિક કાયક્લેશ કરે છે, છતાં સ્વાશ્મદશા અનુભવે છે; તો પછી કાયક્લેશ કરવાનું રહ્યું નથી એવા સિદ્ધભગવાનને નિરાકુળતા કેમ ન સંભવે ? મહામુનિઓ પોતાના પૂર્વના કર્મની નિર્જરા માટે બાહ્ય તેમજ આત્યંતર તપ કરે છે. છતાં તેઓ આંતરિક રીતે તો “સ્વસ્થદશામાં જ રહેલા હોય છે. તો પછી જેને હવે કાયાને તપાવવાની જરૂરીયાત જ રહેલ નથી તેવા સિદ્ધભગવાનને નિરાકુળતા સંપૂર્ણ પણે હોય જ. આકુળતા કે વ્યાકુળતા થવાનું કોઈ કારણ જ બાકી રહ્યું નથી તેને નિરાકુળતા જ હોય. (૧૧) દેહ કરતાં ચેતન્ય સાવ સ્પષ્ટ છે. દેહગુણધર્મ જેમ જોવામાં આવે છે, તેમ આત્મગુણધર્મ જોવામાં આવે તો દેહ ઉપરનો રાગ નષ્ટ થઈ જાય. આત્મવૃત્તિ વિશુદ્ધ થતાં બીજા દ્રવ્યને સંયોગે આત્મા દેહાણે, વિભાવે પરિણમ્યાનું જણાઈ રહે. (૧૨) અત્યંત ચૈતન્યનું સ્થિર થવું તે “મુક્તિ'. For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ સ્વાધ્યાય સુધા (૧૩) મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એના અભાવે અનુક્રમે યોગ સ્થિર થાય છે. (૧૪) પૂર્વના અભ્યાસને લીધે જે ઝોકું આવી જાય છે તે પ્રમાદ'. (૧૫) યોગને આકર્ષણ કરનાર નહીં હોવાથી એની મેળે સ્થિર થાય છે. (૧૬) રાગ અને દ્વેષ એ આકર્ષણ. (૧૭) સંક્ષેપમાં જ્ઞાનીનું એમ કહેવું છે કે પુદ્ગલથી ચૈતન્યનો વિયોગ કરાવવો છે; એટલ કે રાગદ્વેષથી આકર્ષણ મટાડવું છે. (૧૮) અપ્રમત્ત થવાય ત્યાં સુધી જાગૃત જ રહેવાનું છે. (૧૯) જિનપૂજાદિ અપવાદમાર્ગ છે–પાત્રતા કેળવાય, મુક્ત ન થવાય. (૨૦) મોહનીય કર્મ મનથી જિતાય, પણ વેદનીયકર્મ મનથી જિતાય નહીં; તીર્થકર આદિને પણ વેદવું પડે; ને બીજાના જેવું વસમું પણ લાગે. પરંતુ તેમાં (આત્મધર્મમાં) તેમના ઉપયોગની સ્થિરતા હોઈને નિર્જરા થાય છે, અને બીજાને (અજ્ઞાનીને) બંધ પડે છે. સુધા, તૃષા એ મોહનીય નહીં પણ વેદનીય કર્મ છે. ૧૧ થી ૨૦ - સરળપણે સમજાય તેમ છે તેથી વિશ્લેષણ કરેલ નથી. (૨૧) “જે પુમાન પરધન હરે, સો અપરાધી અજ્ઞ; જે અપનો ધન વિવહરે, સો ધનપતિ ધર્મજ્ઞ.” - શ્રી બનારસીદાસ (સમયસાર નાટક મોક્ષ દ્વાર ૧૮) (પરધન=જડ, પરસમય. અપનો ધન=પોતાનું ધન, ચેતન, સ્વસમય. વિવહરે=વ્યવહાર કરે, વહેંચણ કરે, વિવેક કરે.) શ્રી બનારસીદાસ એ આગ્રાના દશાશ્રીમાલી વાણિયા હતા. જે વ્યક્તિ પરદ્રવ્યનું હરણ કરે છે, એટલે તેને પોતાના માને છે અને તેનો પરિગ્રહ કરે છે તે અપરાધી (ચોર) અને અજ્ઞાની કહેવાય છે. જે પોતાના-સ્વદ્રવ્યના ગુણો રૂપીધનને ભેગું કરે છે તે ધનવાન કહેવાય છે. એટલે કે આત્મા પોતે પુલકર્મનો સંગ્રહ કરતો નથી પણ સ્વઆત્માના ગુણોને પ્રગટાવે છે, તે સાચા અર્થમાં ધનપતિ કહેવાય છે એટલે કે આત્મસંપત્તિનો સંગ્રહ કરે છે અને કર્મરૂપી કચરાને આત્માના પ્રદેશો ઉપરથી ઉખાડીને પુદ્ગલને પાછા સોંપી દે છે. (૨૨) “પ્રવચનસારોદ્વાર' ગ્રંથના ત્રીજા ભાગમાં જિનકલ્પનું વર્ણન કર્યું છે. એ ગ્રંથ શ્વેતાંબરી છે. તેમાં કહ્યું છે કે એ કલ્પ સાધનાર નીચેના ગુણોવાળો મહાત્મા હોવો જોઈએ : For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૨૧૩ (૧) સંઘયણ. (૨) ધીરજ. (૩) શ્રત. (૪) વીર્ય. (૫) અસંગતા. જિનકલ્પી સાધુના ગુણો : (૧) મજબૂત સંઘયણવાળો. (૨) ધૈર્યવાન, (૩) શ્રતનો જાણ કાર. (૪) યથાર્થપણે પુરુષાર્થ કરનાર. (૫) અસંગપણે કેળવનાર. જિનકલ્પી સાધુ અપ્રમત્ત ગુણસ્થાનકવાળો હોય છે તેથી અસંગતા પ્રગટેલી હોય છે. જિનકલ્પ એકાકી વિચારનારા સાધુઓને માટે નિશ્ચિત કરેલો, બાંધેલો કે મુકરર કરેલો જિનમાર્ગ અથવા નિયમ. જિનકલ્પને સાધનાર અપ્રમત્તગુણસ્થાનવર્તી હોય છે. (૨૩) દિગંબર દૃષ્ટિમાં આ દશા સાતમા ગુણસ્થાનકવર્તીની છે. દિગંબર દૃષ્ટિ પ્રમાણે વિકલ્પી અને જિનકલ્પી એ નગ્ન હોય; અને શ્વેતાંબર પ્રમાણે પહેલા એટલે સ્થવિર નગ્ન ન હોય. એ કલ્પ સાધનારને શ્રુતજ્ઞાન એટલું બધું બળવાન હોવું જોઈએ કે વૃત્તિ શ્રુતજ્ઞાનાકારે હોવી જોઈએ, વિષયાકારે વૃત્તિ થવી ન જોઈએ. દિગંબર કહે છે કે નાગાનો એટલે નગ્ન સ્થિતિવાળાનો મોક્ષમાર્ગ છે, બાકી તો ઉન્મત્તમાર્ગ છે. “ો વિમોરૂમો, સેસા ય ૩મી સળે. વળી ‘નાગો એ બાદશાહથી આઘો એટલે તેથી વધારે ચઢિયાતો એ કહેવત પ્રમાણે એ સ્થિતિ બાદશાહને પૂજ્ય છે. દિગંબર આમ્નાય પ્રમાણે જિનકલ્પ અને સ્થવિરકલ્પ શું છે તે સમજાવ્યું છે. અને નગ્નો મોકખો' એમ કહ્યું છે એટલે આત્મપ્રદેશો સંપૂર્ણ કર્મમળથી રહિત થાય ત્યારે મોક્ષ-નિર્વાણને મેળવે છે. (૨૪) ચેતના ત્રણ પ્રકારની : (૧) કર્મફળચેતના - એકેન્દ્રિય જીવ અનુભવે છે. (૨) કર્મચેતના - વિકસેન્દ્રિય તથા પંચેન્દ્રિય અનુભવે છે. (૩) જ્ઞાનચેતના - સિદ્ધપર્યાય અનુભવે છે. (૧) કર્મફળ ચેતના : એકેન્દ્રિય જીવ અનુભવે છે અથવા કર્મફળ ચેતના એટલે જુના ઉદય આવી રહેલા કર્મનું ફળ ભોગવનાર અને નવા ન બાંધનાર. (૨) કર્મ ચેતના : ત્રસ તથા પંચેન્દ્રિય જીવો અનુભવે છે એટલે કે કર્મના ઉદયને ભોગવે છે. અને સાથે વિભાવભાવમાં હોવાથી નવા કર્મ પણ બાંધે છે. તેથી કર્મચેતના કહી. (૩) જ્ઞાન ચેતના : સંપૂર્ણપણે તો સિદ્ધ પર્યાયમાં અનુભવાય છે પણ તેથી નીચે સમ્યગદષ્ટિ જીવો જયારે સ્વરૂપ રમણતામાં હોય ત્યારે તેની ચેતના જ્ઞાનચેતના પણ કહેવાય છે. બહાર આવી જાય તો કર્મચેતના કે કર્મફળ ચેતના પણ આવી જાય. (૨૫) મુનિઓની વૃત્તિ અલૌકિક હોવી જોઈએ; તેને બદલે હાલ લૌકિક જોવામાં આવે છે. For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ સ્વાધ્યાય સુધા મુનિઓએ લોકોની જેવી વત્તિ હોય છે તેવી ન રાખવી જોઈએ પણ અલૌકિક એટલે પારમાર્થિક વૃત્તિ રાખવાની છે, પણ હાલના સમયમાં પ્રાયઃ લૌકિકવૃત્તિમાં વર્તતા જોવામાં આવે છે. મોરબી, અષાડ વદ-૨, શનિ, ૧૫૬ (૧) પર્યાયાલોચન=એક વસ્તુને બીજી રીતે વિચારવી તે. (૨) આત્માની પ્રતીતિ માટે સંકલના પ્રત્યે દષ્ટાંત છ ઈન્દ્રિયોમાં મન અધિષ્ઠાતા છે; અને બાકીની પાંચ ઈન્દ્રિયો તેની આજ્ઞા પ્રમાણે વર્તનાર છે; અને સંકલન કરનાર પણ એક મન જ છે. મન જો ન હોત તો કોઈ કાર્ય બનત નહીં. વાસ્તવિક રીતે કોઈ ઈન્દ્રિયનું કાંઈ વળતું નથી. મનનું સમાધાન થાય છે; તે એ પ્રમાણે કે, એક ચીજ આંખે જોઈ, લેવા પગે ચાલવા માંડ્યું, ત્યાં જઈ હાથે લીધી, ને ખાધી ઈત્યાદિ, તે સઘળી ક્રિયાનું સમાધાન મને કર્યું છતાં એ સઘળાનો આધાર આત્મા ઉપર છે. મન કે ઈન્દ્રિયો આત્માની હાજરીમાં જ કાર્ય કરી શકે છે. તે વગર કાંઈ કરે શકે નહીં. (૩) જે પ્રદેશ વેદના વધારે હોય તે મુખ્યપણે વેદે છે, અને બાકીના ગૌણપણે વેદે છે. (૪) જગતમાં અભવ્ય જીવ અનંતા છે. તેથી અનંતગુણા પરમાણુ એક સમયે એક જીવ ગ્રહણ કરે છે, અને મૂકે છે. (૫) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવે બાહ્ય અને અત્યંતર પરિણમતાં પરમાણુ જે ક્ષેત્રે વેદનારૂપે ઉદયમાં આવે ત્યાં એકઠાં થઈ ત્યાં તે રૂપે પરિણમે; અને ત્યાં જેવા પ્રકારનો બંધ હોય તે ઉદયમાં આવે. પરમાણુઓ માથામાં એકઠાં થાય તો ત્યાં માથાના દુ:ખાવાને આકારે પરિણમે છે, આંખમાં આંખની વેદનાના આકારે પરિણમે છે. (૬) એનું એ જ ચૈતન્ય સ્ત્રીને સ્ત્રીરૂપે અને પુરુષને પુરુષરૂપે પરિણમે છે; અને ખોરાક પણ તથા પ્રકારના જ આકારે પરિણમી પુષ્ટિ આપે છે. (૭) પરમાણુ પરમાણુને શરીરમાં લડતાં કોઈએ જોયાં નથી, પણ તેનું પરિણામ વિશેષ જાણવામાં આવે છે. તાવની દવા તાવ અટકાવે છે એ જાણી શકીએ છીએ, પણ અંદર શું ક્રિયા થઈ તે જાણી શકતાં નથી, એ દેખાતે કર્મબંધ થતો જોવામાં આવતો નથી, પણ વિપાક જોવામાં આવે છે. (૮) અનાગાર જેને વ્રતને વિષે અપવાદ નહીં તે. (૯) અણગાર=ઘર વિનાના, સર્વસંગ પરિત્યાગી, બાહ્યથી પોતાનું જે ગણાતું હતું તેના ત્યાગી અને આત્યંતરપણે કષાયરૂપી ગ્રંથિના પણ ત્યાગી. For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૫. - રાત્રે - સ્વાધ્યાય સુધા ૨૧૫ (૧૦) સમિતિ=સમ્યક પ્રકારે જેની મર્યાદા રહી છે તે મર્યાદા સહિત, યથાસ્થિતપણે પ્રવર્તવાનો જ્ઞાનીઓએ જે માર્ગ કહ્યો છે તે માર્ગ પ્રમાણે માપ સહિત પ્રવર્તવું તે. (૧૧) સત્તાગત–ઉપશમ સત્તાગત એટલે ઉદયરૂપ થયા વગર સુષુપ્ત અવસ્થામાં પડ્યા રહેલા કર્મ તે. (૧૨) શ્રમણ ભગવાન=સાધુ ભગવાન અથવા મુનિ ભગવાન. (૧૩) અપેક્ષા= જરૂરિયાત, ઈચ્છા-અપેક્ષા રહે ત્યાં સુધી દુઃખ પણ રહેલું છે. (૧૪) સાપેક્ષ=બીજા કારણ, હેતુની જરૂરીયાત ઈચ્છે છે તે. (૧૫) સાપેક્ષત્વ અથવા અપેક્ષાએ=એકબીજાને લઈને, એકબીજાના આધારે. મોરબી, અષાડ વદ-3, રવિ, ૧૫૬ (૧) અનુપપન્ન = નહિ સંભવિત, નહિ સિદ્ધ થવા યોગ્ય. ૧૬. શ્રાવક આશ્રયી, પરસ્ત્રીત્યાગ તથા બીજા અણુવ્રત વિષે. (૧) જ્યાં સુધી મૃષા અને પરસ્ત્રીનો ત્યાગ કરવામાં આવે નહીં ત્યાં સુધી સર્વ ક્રિયા નિષ્ફળ છે; ત્યાં સુધી આત્મામાં છળકપટ હોવાથી ધર્મ પરિણમતો નથી. (૨) ધર્મ પામવાની આ પ્રથમ ભૂમિકા છે. (૩) જ્યાં સુધી મૃષાત્યાગ અને પરસ્ત્રીત્યાગ એ ગુણો ન હોય ત્યાં સુધી વક્તા તથા શ્રોતા હોઈ શકે નહીં. (૪) મૃષા જવાથી ઘણી અસત્ય પ્રવૃત્તિ ઓછી થઈ નિવૃત્તિનો પ્રસંગ આવે છે. સહજ વાતચીત કરતાં પણ વિચાર કરવો પડે. (૫) મૃષા બોલવાથી જ લાભ થાય એવો કાંઈ નિયમ નથી. જો તેમ હોય તો સાચા બોલનારા કરતાં જગતમાં અસત્ય બોલનારા ઘણા હોય છે, તો તેઓને ઘણો લાભ થવો જોઈએ; તેમ કાંઈ જોવામાં આવતું નથી; તેમ અસત્ય બોલવાથી લાભ થતો હોય તો કર્મ સાવ રદ થઈ જાય, અને શાસ્ત્ર પણ ખોટા પડે. (૬) સત્યનો જય છે. પ્રથમ મુશ્કેલી જણાય, પણ પાછળથી સત્યનો પ્રભાવ થાય ને તેની અસર સામા માણસ તથા સંબંધમાં આવનાર ઉપર થાય. (૭) સત્યથી મનુષ્યનો આત્મા સ્ફટિક જેવો જણાય છે. ૧ થી ૭ - સરળતાથી સમજાય તેમ હોવાથી વિશ્લેષણ કરેલ નથી. For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ સ્વાધ્યાય સુધા ૧૭. મારબી, અષાડ વદ-૪, સોમ, ૧૯૫૬ (૧) દિગમ્બરસંપ્રદાય એમ કહે છે કે આત્મામાં ‘કેવળજ્ઞાન' શક્તિરૂપે રહ્યું છે. (૨) શ્વેતામ્બરસંપ્રદાય કેવળજ્ઞાન સત્તારૂપે રહ્યાનું કહે છે. (૩) ‘શક્તિ’ શબ્દનો અર્થ ‘સત્તા’થી વધારે ગૌણ થાય છે. (૪) શક્તિરૂપે છે એટલે આવરણથી રોકાયું નથી, જેમ જેમ શક્તિ વધતી જાય એટલે તેના ઉપર જેમ જેમ પ્રયોગ થતા જાય, તેમ તેમ જ્ઞાન વિશુદ્ધ થતું જઈ કેવળજ્ઞાન પ્રગટ થાય. (૫) સત્તામાં એટલે આવરણમાં રહ્યું છે એમ કહેવાય. (૬) સત્તામાં કર્મપ્રકૃતિ હોય તે ઉદયમાં આવે એ શક્તિરૂપે ન કહેવાય. (૭) સત્તામાં કેવળજ્ઞાન હોય અને આવરણમાં ન હોય એમ ન બને. ‘ભગવતી આરાધના' જોશો. (૮) કાન્તિ, દીપ્તિ, શરીરનું વળવું, ખોરાકનું પાચન થવું, લોહીનું ફરવું, ઉપરના પ્રદેશોનું નીચે આવવું, નીચેનાનું ઉપર જવું (વિશેષ કારણથી સમુદ્ઘાતાદિ), રતાશ, તાવ આવવો એ બધી તૈજસ્ પરમાણુની ક્રિયાઓ છે. તેમ જ સામાન્ય રીતે આત્માના પ્રદેશો ઊંચાનીચા થયા કરે એટલે કંપાયમાન રહે તે પણ તૈજસ્ પરમાણુથી. (૯) કાર્મણશરીર તે જ સ્થળે આત્મપ્રદેશોને પોતાના આવરણના સ્વભાવ બતાવે. (૧૦) આત્માના આઠ રુચક પ્રદેશ પોતાનું સ્થાન ન બદલે. સામાન્ય રીતે સ્થૂલ નયથી એ આઠ પ્રદેશ નાભિના કહેવાય; સૂક્ષ્મપણે ત્યાં અસંખ્યાતા પ્રદેશ કહેવાય. (૧૧) એક પરમાણુ એકપ્રદેશી છતાં છ દિશાને સ્પર્શે. ચાર દિશા તથા એક ઊર્ધ્વ અને બીજી અધો એ મળી છ દિશા. (૧૨) નિયાણું એટલે નિદાન. (૧૩) આઠ કર્મ બધાં વેદનીય છે; કારણ કે બધાં વેદાય છે; પરંતુ લોકપ્રસિદ્ધ વેદવું થતું નહીં હોવાથી લોકપ્રસિદ્ધ વેદનીય કર્મ જુદું ગણ્યું છે. (૧૪) કાર્મણ, વૈજસ્, આહારક, વૈક્રિય અને ઔદારિક એ પાંચ શરીરનાં પરમાણુ એકનાં એક એટલે સરખાં છે; પરંતુ તે આત્માના પ્રયોગ પ્રમાણે પરિણમે છે. (૧૫) અમુક અમુક મગજમાંની નસો દાબવાથી ક્રોધ, હાસ્ય, ઘેલછા ઉત્પન્ન થાય છે. શરીરમાં મુખ્ય મુખ્ય સ્થળો જીભ, નાસિકા ઈત્યાદિ પ્રગટ જણાય છે તેથી માનીએ છીએ, પણ આવા સૂક્ષ્મ સ્થાનો પ્રગટ જણાતાં નથી એટલે માનતા નથી; પણ તે જરૂર છે. For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૨૧૭ (૧૬) વેદનીય કર્મ એ નિર્જરારૂપે છે, પણ દવા ઈત્યાદિ તેમાંથી ભાગ પડાવી જાય. (૧૭) જ્ઞાનીએ એમ કહ્યું છે કે આહાર લેતાંય દુઃખ થતું હોય અને છોડતાંય દુઃખ થતું હોય ત્યાં સંલેખના કરવી. તેમાં પણ અપવાદ હોય છે. જ્ઞાનીએ કાંઈ આત્મઘાત કરવાની ભલામણ કરી નથી. (૧૮) જ્ઞાનીએ અનંત ઔષધિ અનંતા ગુણો સંયુક્ત જોઈ છે, પરંતુ મોત મટાડી શકે એવી ઔષધિ કોઈ જોવામાં આવી નહીં ! વૈદ્ય અને ઔષધિ એ નિમિત્તરૂપ છે. (૧૯) બુદ્ધદેવને રોગ, દરિદ્રતા, વૃદ્ધાવસ્થા અને મોત એ ચાર બાબત ઉપરથી વૈરાગ્ય ઉત્પન્ન થયો હતો. ૧ થી ૧૯ સુધી સરળ છે અને સહેલાઈથી સમજાય તેમ છે તેથી વિશ્લેષણ કરેલ નથી. ૧૮. મોરબી, અષાડ વદ-૫, ભોમ, ૧૫૬ (૧) ચક્રવર્તીને ઉપદેશ કરવામાં આવે તો તે ઘડીકમાં રાજ્યનો ત્યાગ કરે. પણ ભિક્ષુકને | અનંત તૃષ્ણા હોવાથી તે પ્રકારનો ઉપદેશ તેને અસર કરે નહીં. (૨) જો એક વખત આત્મામાં અંતવૃત્તિ સ્પર્શી જાય, તો અર્ધ પુલ પરાવર્તન રહે એમ તીર્થકરાદિએ કહ્યું છે. અંતવૃત્તિ જ્ઞાનથી થાય છે. અંતવૃત્તિ થયાનો આભાસ એની મેળે (સ્વભાવે જ) આત્મામાં થાય છે, અને તેમ થયાની ખાતરી પણ સ્વાભાવિક થાય છે. અર્થાત્ આત્મા “થરમોમિટર’ સમાન છે. તાવ હોવાની તેમ તાવ ઊતરી જવાની ખાતરી “થરમોમિટર’ | આપે છે. જો કે થરમૉમિટર તાવની આકૃતિ બતાવતું નથી, છતાં તેથી પ્રતીતિ થાય છે. તેમ | અંતવૃત્તિ થયાની આકૃતિ જણાતી નથી, છતાં અંતવૃત્તિ થઈ છે એમ આત્માને પ્રતીતિ થાય છે. ઔષધ કેવી રીતે તાવ ઉતારે છે તે કાંઈ બતાવતું નથી, છતાં ઔષધથી તાવ ખસી જાય છે, એમ પ્રતીતિ થાય છે; એ જ રીતે અંતવૃત્તિ થયાની એની મેળે જ પ્રતીતિ થાય છે. આ પ્રતીતિ તે પરિણામ પ્રતીતિ' છે. (૩) વેદનીય કર્મ : વેદનીય કર્મની ઉદયમાન પ્રકૃતિમાં આત્મા હર્ષ ધરે છે, તો કેવા ભાવમાં આત્મા ભાવિત રહેવાથી તેમ થાય છે એ વિષે સ્વાત્માશ્રયી વિચારવા શ્રીમદે કહ્યું. (૪) નિર્જરાનો અસંખ્યાતગુણો ઉત્તરોત્તર ક્રમ છે, સમ્યકદર્શન પામેલ નથી એવા મિથ્યાષ્ટિ જીવ કરતાં સમ્યકર્દષ્ટિ અસંખ્યાતગુણી નિર્જરા કરે છે.—એમ અસંખ્યાતગુણ નિર્જરાનો ચઢિયાતો ક્રમ ચૌદમાં ગુણસ્થાનક સુધી શ્રીમદે બતાવ્યો અને સ્વામી કાર્તિકની શીખ આપી. ૧-૪ – સરળ હોવાથી વિશ્લેષણ કર્યું નથી (૫) તીર્થકરાદિને ગૃહસ્થાશ્રમમાં વર્તતાં છતાં “ગાઢ” અથવા “અવગાઢ' સમ્યકત્વ | હોય છે. For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ સ્વાધ્યાય સુધા - અહીંયા ગાઢ અને અવગાઢ પર્યાયવાચી શબ્દો રૂપે મૂક્યા છે. તીર્થકરના જીવ છે પૂર્વના ત્રીજા ભવથી ક્ષાયિક સમ્યક્દર્શન હોય છે. તેથી જન્મથી જ તે સાથે રહે છે. (૬) “ગાઢ” અથવા “અવગાઢ' એક જ કહેવાય. (૭) કેવળીને “પરમાવગાઢ સમ્યકત્વ' હોય છે. (૮) ચોથે ગુણસ્થાનકે ગાઢ અથવા અવગાઢ સમ્યકત્વ હોય છે. (૯) ક્ષાયિક સમ્યકત્વ અથવા ગાઢ-અવગાઢ સમ્યકત્વ એકસરખું છે. (૧૦) દેવ, ગુરુ, તત્ત્વ અથવા ધર્મ અથવા પરમાર્થને તપાસવાના ત્રણ પ્રકાર છે : (૧) કસ, (૨) છેદ અને (૩) તાપ. એમ ત્રણ પ્રકારે કસોટી થાય છે. સોનાની કસોટીને દષ્ટાંતે. (ધર્મબિંદુ ગ્રંથમાં છે.) પહેલાં અને બીજા પ્રકારે કોઈમાં મળતાપણું આવે, પરંતુ તાપની વિશુદ્ધ કસોટીએ શુદ્ધ જણાય તો તે દેવ, ગુરુ અને ધર્મ ખરા ગણાય. ૬ થી ૧૦ - સરળ સમજાય તેમ હોવાથી વિશ્લેષણ કરેલ નથી. (૧૧) શિષ્યની જે ખામીઓ હોય છે તે જે ઉપદેશકના ધ્યાનમાં આવતી નથી તે ઉપદેશકર્તા ન સમજવો. આચાર્યો એવા જોઈએ કે શિષ્યનો અલ્પ દોષ પણ જાણી શકે અને તેનો યથાસમયે બોધ પણ આપી શકે. ઉપદેશક કેવા જોઈએ તે વાત કહી છે. (૧૨) સમ્યફદૃષ્ટિ ગૃહસ્થ એવા હોવા જોઈએ કે જેની પ્રતીતિ દુશ્મનો પણ કરે, એમ જ્ઞાનીઓએ કહ્યું છે. તાત્પર્ય કે એવા નિષ્કલંક ધર્મ પાળનારા હોવા જોઈએ. સમ્યક્દર્શન પ્રગટ થયું છે એવા ગૃહસ્થનું બાહ્ય આચરણ પણ નિષ્કલંક રહેતું હોય તો દુશ્મનો પણ તેના પર પ્રતીતિ-વિશ્વાસ રાખે. એમ જે જ્ઞાનીઓએ કહ્યું છે તે સત્ય છે, સાચું છે. આવું વર્તન હોવું અગત્યનું છે. ૧૯. - રા - (૧) અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન વચ્ચે તફાવત. અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન સંબંધી “નંદીસૂત્રમાં જે વાંચવામાં આવેલ તેથી જુદા થયેલ અભિપ્રાય પ્રમાણે ‘ભગવતી આરાધનામાં વાંચવામાં આવ્યાનું શ્રીમદે જણાવ્યું. પહેલા (અવધિ) જ્ઞાનના કટકા થાય છે; હીયમાન ઇત્યાદિ ચોથે ગુણસ્થાનકે પણ હોઈ શકે; સ્થળ છે; એટલે મનના સ્થળ પર્યાય જાણી શકે; અને બીજાં (મન:પર્યવ) જ્ઞાન સ્વતંત્ર, ખાસ મનના પર્યાય સંબંધી શક્તિ વિશેષને લઈને એક જુદા તાલુકાની માફક છે; તે અખંડ છે; અપ્રમત્તને જ થઈ શકે, ઈત્યાદિ મુખ્ય તફાવત કહી બતાવ્યો. For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૨૧૯ ર૦. (૨) પરમાવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાનથી પણ ચઢી જાય છે, અને તે એક અપવાદરૂપે છે. પરમ અવધિજ્ઞાન બધા જીવોને ઉત્પન્ન થાય તેમ નથી, જેને કેવળજ્ઞાન ઉત્પન્ન થવાનું હોય તેને પ્રગટે છે અને પછી કેવળજ્ઞાન થાય છે. મન:પર્યવજ્ઞાન અપ્રમત્ત ગુણસ્થાનકે પ્રગટે છે જયારે પરમઅવધિ બારમાં ગુણસ્થાનકના છેડે પ્રગટે છે, પછી કેવળજ્ઞાન પ્રગટ થતાં જીવાત્મા ૧૩માં ગુણસ્થાનકે કેવળજ્ઞાની તરીકે પહોંચે છે. કેવળજ્ઞાન ઉત્પન્ન થવાનું હોય તેને જ થતું હોવાથી અપવાદરૂપ કહ્યું છે. મોરબી, અષાડ વદ-૭, બુધ, ૧૫૬ (૧) આરાધના થવા માટે સઘળાં શ્રુતજ્ઞાન છે, અને તે આરાધનાનું વર્ણન કરવા શ્રુતકેવળી પણ અશક્ય છે. (૨) જ્ઞાન, લબ્ધિ, ધ્યાન અને સમસ્ત આરાધનાનો પ્રકાર પણ એવો જ છે. (૩) ગુણનું અતિશયપણું જ પૂજ્ય છે, અને તેને આધીન લબ્ધિ, સિદ્ધિ ઈત્યાદિ છે; અને ચારિત્ર સ્વચ્છ કરવું એ તેનો વિધિ છે. આત્માના ગુણોની પવિત્રતા જ પૂજવા યોગ્ય છે. તેને લઈને લબ્ધિ, સિદ્ધિ આદિ પ્રગટ થાય છે. આંતરિક પરિણામોની શુદ્ધિ કરવી, વિભાવ ભાવોમાંથી બહાર આવી, સ્વભાવભાવને અંતરમાં સ્થિર કરવા તે જ ચારિત્રની શુદ્ધિ છે. ચારિત્રની શુદ્ધિને કારણે લબ્ધિ, સિદ્ધિ, ઈત્યાદિ પ્રગટે છે એમ કહ્યું છે. (૪) દશવૈકાલિકમાં પહેલી ગાથા : ___ धम्मो मंगलमुक्किटुं, अहिंसा संजमो तवो; देवा वि तं. नमसंति, जस्स धम्मे सया मणो. એમાં સર્વ વિધિ સમાઈ જાય છે. પણ અમુક વિધિ એમ કહેવામાં આવેલ નથી તેથી એમ સમજવામાં આવે છે કે સ્પષ્ટપણે વિધિ બતાવ્યો નથી. અહિંસા, સંયમ અને તપ-એ સર્વ મંગલમાં ઉત્કૃષ્ટ ધર્મ મંગલ છે. જેનામાં આ ધર્મ સમ્યક્ પ્રકારે પરિણમેલો છે તેને દેવો પણ નમસ્કાર કરે છે. આ ગાથામાં સર્વ સાધના સમાઈ જાય છે, પણ અમુક વિધિ એમ કહેવામાં આવેલ નથી. એટલે કે જે સાધના દ્વારા જીવનમાં અહિંસાભાવ પ્રગટ થાય, આત્મરણિતા રૂપ સંયમની પ્રાપ્તિ થાય તેમજ ઈચ્છાના નિરોધ રૂપ તપ થાય તો મોક્ષમાર્ગની સાધનાનો માર્ગ આવી ગયો એમ કહી શકાય. અહિંસા પ્રગટાવવા માટે સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ મહાવ્રતને પણ પોતાની અંદર પરિણમાવવા પડે. એનું યથાતથ્ય પરિણમન જ સંયમ છે એટલે કે For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ સ્વાધ્યાય સુધા આત્માની શુદ્ધતા પ્રગટાવવાનો માર્ગ છે. જેમ જેમ આ પરિણમતા જાય તેમ તેમ ઈચ્છાઓના નિરોધરૂપી તપ પ્રગટતું જાય. (૫) (આત્માના) ગુણાતિશયમાં જ ચમત્કાર છે. આત્માના ગુણો જેમ જેમ આવરણ રહિત થતાં જાય છે તેમ તેમ તેનાં આધારે, લબ્ધિ, સિદ્ધિ આદિ જોગ પ્રગટતા હોય છે. પણ આત્માની શુદ્ધતાની સાધના કરનાર સાધકની તે તરફ દૃષ્ટિ હોતી નથી કે લક્ષ પણ હોતું નથી. તેનું લક્ષ તો સંપૂર્ણપણે આત્માને કર્મમળ રહિતપવિત્ર બનાવવો તે જ હોય છે. (૬) સર્વોત્કૃષ્ટ શાંત સ્વભાવ કરવાથી પરસ્પર વૈરવાળાં પ્રાણીઓ પોતાનો વૈરભાવ છોડી દઈ શાંત થઈ બેસે છે, એવો શ્રી તીર્થકરનો અતિશય છે. તીર્થકર ભગવાનના ચોત્રીસ અતિશયોમાંનો આ એક અતિશય છે. તીર્થકરના દયમાં અંતઃકરણમાં હિંસાનો કોઈ અંશ બાકી રહ્યો નથી. સંપૂર્ણ ક્ષમારૂપ અભયદાનની ભાવના જ રમી રહી હોય છે. તેથી તેઓની હાજરીમાં પરસ્પર વૈરવાળા પ્રાણીઓ પોત પોતાનું વેર ભૂલી જઈ બાજુ બાજુમાં બેસી જઈ ભગવાનની દેશના સાંભળતા હોય છે અથવા જે વિસ્તારમાંથી તીર્થંકર પસાર થઈ રહ્યા હોય તેમાં પણ કોઈપણ પ્રકારનો ઉપદ્રવ થતો હોતો નથી. હાલમાં તીર્થકર તો નથી. પણ પરમકૃપાળુ દેવ છેલ્લે ધરમપુરના જંગલોમાં રહ્યા હતા ત્યારે પોલીટીકલ એજન્ટ શિકાર કરવા જંગલમાં આવતો હતો. પણ તેને કોઈ પ્રાણીઓ જોવામાં આવતા જ નહીં અને શિકાર કર્યા વગર પાછો ફરી જતો. આમ ઘણા દિવસો ચાલ્યા કર્યું. ૫.કૃ.દેવની સ્થિતિ ત્યાં રહી ત્યાં સુધી શિકાર થઈ શક્યો ન હતો. હિંસા થઈ શકી ન હતી આ પણ જ્ઞાનીની નિષ્કારણ કરુણા સભર અસ્તિત્વનો જ ચમત્કાર કહી શકાય. (૭) જે કાંઈ સિદ્ધિ, લબ્ધિ ઈત્યાદિ છે તે આત્માના જાગૃતપણામાં એટલે આત્માના અપ્રમત્ત સ્વભાવમાં છે. તે બધી શક્તિઓ આત્માને આધીન છે. આત્મા વિના કાંઈ નથી. એ સર્વનું મૂળ સમ્યકજ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. (૮) અત્યંત લેશ્યાશુદ્ધિ હોવાને લીધે પરમાણુ પણ શુદ્ધ હોય છે, સાત્ત્વિક ઝાડ નીચે બેસવાથી જણાતી અસરના દૃષ્ટાંતે. (૯) લબ્ધિ, સિદ્ધિ સાચી છે, અને તે અપેક્ષા વગરના મહાત્માને પ્રાપ્ત થાય છે; જોગી, વૈરાગી એવા મિથ્યાત્વીને પ્રાપ્ત થતી નથી. તેમાં પણ અનંત પ્રકાર હોઈને સહેજ અપવાદ છે. એવી શક્તિઓવાળા મહાત્મા જાહેરમાં આવતા નથી; તેમ બતાવતા પણ નથી. જે કહે છે તેની પાસે તેવું હોતું નથી. For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૨૨૧ (૧૦) લબ્ધિ ક્ષોભકારી અને ચારિત્રને શિથિલ કરનારી છે. લબ્ધિ આદિ, માર્ગેથી પડવાનાં કારણો છે. તેથી કરી જ્ઞાનીને તેનો તિરસ્કાર હોય છે. જ્ઞાનીને જ્યાં લબ્ધિ, સિદ્ધિ આદિથી પડવાનો સંભવ ઉત્પન્ન થાય છે, ત્યાં તે પોતાથી વિશેષ જ્ઞાનીનો આશ્રય શોધે છે. લબ્ધિ, સિદ્ધિ આદિ આત્માની નિર્મળતામાં-શુદ્ધતામાં પ્રગટતી હોય છે. તે સમ્યફદર્શન-જ્ઞાન ચારિત્રને આધારે પ્રગટે છે. જેમ જેમ આત્માની નિર્મળતા, તેમ તેની લેશ્યા પણ શુદ્ધ હોય અને તેની અસર પરમાણુ પર પણ પડે છે. દા.ત. સાત્વિક ઝાડ નીચે બેસવાથી જણાતી અસરલબ્ધિ, સિદ્ધિ-હકીકતમાં સાચી રહેલી છે, પણ તે અપેક્ષા રહિત મહાત્માને પ્રગટે છે. એવા મહાત્મા જાહેરમાં આવતા નથી. જેમ કે મહાત્મા આનંદઘનજીને “વચન સિદ્ધિ' પ્રગટી છે તેવો ખ્યાલ આવી જતાં પોતે દિગંબર થઈ જંગલમાં ચાલ્યા ગયા હતા. તેમજ લબ્ધિ સિદ્ધિ આદિ પ્રગટ થયેલા હોય, અને તેનાથી પડવાઈ થવાનો સંભવ જણાય તો તેવા જ્ઞાની પોતાનાથી ઉચ્ચ દશાવાળા જ્ઞાનીનો આશ્રય ગ્રહણ કરીને, પડવાઈ થવામાંથી બચવાના ઉપાય ગ્રહણ કરે છે, પણ લબ્ધિ, સિદ્ધિ આદિ જોગને સ્કુરાયમાન થવા દેતા નથી. જો સ્કુરાયમાન થવા દે તો તેઓને પ્રમત્ત ગુણસ્થાનકે આવવું પડે, તો જ થઈ શકે, પ્રમત્ત દશામાં કરેલું કાર્ય કર્મબંધનું કારણ બનતું હોય છે. છતાં પણ જયારે સમાજ ઉપર કોઈ આફત આવી ગઈ હોય તો તેને દૂર કરવા માટે ક્યારેક પોતાના લબ્ધિ-સિદ્ધિ યોગને સ્કુરાયમાન કરે પણ છે. પણ તેનું નુકસાન સહન કરવાની જાગૃતિ સાથે કરે છે. ‘નવસ્મરણ' આપણે બોલીએ છીએ અને તેવા બીજા સ્મરણો આવા પ્રસંગે સ્કુરાયમાન કરેલ લબ્ધિ, સિદ્ધિ યોગનું પરિણામ છે, (૧૧) આત્માની યોગ્યતા વગર એ શક્તિ આવતી નથી. આત્માએ પોતાનો અધિકાર વધારવાથી તે આવે છે. (૧૨) દેહ છૂટે છે તે પર્યાય છૂટે છે, પણ આત્મા આત્માકારે અખંડ ઊભો રહે છે; પોતાનું કાંઈ જતું નથી; જે જાય છે તે પોતાનું નથી એમ પ્રત્યક્ષ જ્ઞાન થાય નહીં ત્યાં સુધી મૃત્યુનો ભય લાગે છે. જીવ કર્મના બંધનને કારણે દેહ ધારણ કરે છે, તે થોડો સમય તેમાં રહે છે અને તે દેહમાં રહેવાનો સમય પૂરો થાય એટલે પાછો દેહ બદલાવે છે, પણ આત્મા તો અખંડ રહે છે. ગમે તે પર્યાય ધારણ કરે તોય, તેવો જ રહે છે તેમાં કોઈ ફેરફાર થતો નથી. જે જાય છે કે છોડવું પડે છે, તે પુદ્ગલનું જાય છે. એમ પ્રત્યક્ષ જ્ઞાન પ્રગટે તો પછી મૃત્યુનો ભય લાગતો નથી. For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ (૧૩) “ગુરુ ગણધર, ગણધર અધિક (સકલ), પ્રચુર પરંપર ઔર; વ્રતતપધર, તનુ નગનધર, વૃંદો વૃષ સિરમૌર.” (સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા-ટીકા દોહરો-૩) ગણધર=ગણ-સમુદાયના ધરવાવાળા. ગુણધર=ગુણના ધરવાવાળા. પ્રચુર=ધણા; વૃષ=ધર્મ. સિરમૌર=માથાના મુકુટ સમાન. આ જ કડી પત્રાંક-૯૦૧ની શરૂઆતમાં મૂકી છે. તેનો ભાવાર્થ આ પ્રમાણે છે. જ્ઞાનીગુરુ કેવા હોય તેની સમજ આપી છે. સદ્ગુરુ ગણ એટલે સમુદાયને ધારણ કરીને રહેલા છે, આત્માના ગુણોને પણ પ્રગટ કરીને તેને ધારણ કરીને રહ્યા છે. સકળ ગુણોને સંપૂર્ણપણે ધારણ કરીને રહેલા છે. વ્રત અને તપને કરવાવાળા તેમજ દિગંબર અવસ્થામાં રહેલા એવા વૃષભ સમાન મુનિઓમાં પણ શિરમોર (ઉત્કૃષ્ટ સ્થિતિવાળા) એવા તીર્થંકર ભગવાનને વંદન કરું છું, વંદન કરીએ છીએ. શિરમોર એટલે માથાના મુગટ સમાન પણ અર્થ થાય. સ્વાધ્યાય સુધા (૧૪) અવગાઢ=મજબૂત, પરમાવાઢ=ઉત્કૃષ્ટપણે મજબૂત, અવગાહ=એક પરમાણુપ્રદેશ રોકે તે, વ્યાપવું. શ્રાવક-જ્ઞાનીના વચનના શ્રોતા, જ્ઞાનીનું વચન શ્રવણ કરનાર. દર્શનશાન વગર ક્રિયા કરતાં છતાં, શ્રુતજ્ઞાન વાંચતા છતાં શ્રાવક કે સાધુ હોઈ શકે નહીં. ઔદયિક ભાવે તે શ્રાવક, સાધુ કહેવાય; પારિણામિક ભાવે નહીં. સ્થવિર=સ્થિર, જામેલ. (૧૫) સ્થવિરકલ્પ-જે સાધુ (કે સાધક) વૃદ્ઘ થયેલ છે તેઓને શાસ્ત્ર મર્યાદાએ વર્તવાનો, ચાલવાનો, જ્ઞાનીઓએ મુકરર કરેલો, બાંધેલો, નક્કી કરેલો માર્ગ; નિયમ. સ્થવિર એટલે સમૂહમાં રહીને સાધના કરનાર સાધુઓ. વિશેષ માટે જુઓ વ્યા.સા.-૨-૧૩-૨૩. (૧૬) જિનકલ્પ=એકાકી વિચરનારા સાધુઓને માટે કલ્પેલો અર્થાત્ બાંધેલો, મુક૨૨ કરેલો જિનમાર્ગ વા નિયમ. જિનકલ્પ એટલે ઉત્કૃષ્ટ આચાર પાળનાર સાધુનો-જિનકલ્પનો વ્યવહાર વિધિ, એકાકી વિચરનારા સાધુઓને માટે કલ્પેલો અર્થાત્ નક્કી કરેલો જિનમાર્ગ અથવા નિયમ. જિનકલ્પી એટલે ઉત્તમ આચાર પાળનાર સાધુ. વિશેષ માટે જુઓ વ્યા.સાર : ૨-૧૩૨૨-૨૩. ર૧. મોરબી, અષાડ વદ-૮, ગુરુ, ૧૯૫૬ (૧) સર્વ ધર્મ કરતાં જૈનધર્મ ઉત્કૃષ્ટ દયાપ્રણીત છે. દયાનું સ્થાપન જેવું તેમાં કરવામાં આવ્યું છે, તેવું બીજા કોઈમાં નથી. ‘માર' એ શબ્દ જ ‘મારી' નાખવાની સજ્જડ છાપ તીર્થંકરોએ આત્મામાં મારી છે. એ જગોએ ઉપદેશનાં વચનો પણ આત્મામાં સર્વોત્કૃષ્ટ અસર કરે છે. શ્રી જિનની છાતીમાં જીવહિંસાના પરમાણુ જ ન હોય એવો અહિંસા ધર્મ શ્રી જિનનો છે. જેનામાં દયા ન હોય તે જિન ન હોય. જૈનને હાથે ખૂન થવાના બનાવો પ્રમાણમાં અલ્પ હશે. જૈન હોય તે અસત્ય બોલે નહીં. For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૨૨૩ રર. - (૨) જૈન સિવાય બીજા ધર્મોને મુકાબલે અહિંસામાં બૌદ્ધ પણ ચઢી જાય છે. બ્રાહ્મણોની યજ્ઞાદિ હિંસક ક્રિયાનો નાશ પણ શ્રી જિને અને બુદ્ધ કર્યો છે, જે હજુ સુધી કાયમ છે. (૩) બ્રાહ્મણો યજ્ઞાદિ હિંસક ધર્મવાળા હોવાથી શ્રી જિને તથા બુદ્ધે સખત શબ્દો વાપરી ધિક્કાર્યા છે, તે યથાર્થ છે. (૪) બ્રાહ્મણોએ સ્વાર્થબુદ્ધિથી એ હિંસક ક્રિયા દાખલ કરી છે. શ્રી જિને તેમ જ શ્રી બુદ્ધ જાતે વૈભવત્યાગ કરેલો હોવાથી તેઓએ નિઃસ્વાર્થ બુદ્ધિએ દયાધર્મનો ઉપદેશ કરી હિંસક ક્રિયાનો વિચ્છેદ કર્યો. જગતસુખમાં તેઓની સ્પૃહા નહોતી. (૫) હિન્દુસ્તાનના લોકો એક વખત એક વિદ્યાનો અભ્યાસ એવી રીતે છોડી દે છે કે ફરીને તે ગ્રહણ કરતાં તેઓને કંટાળો આવે છે. યુરોપિયન પ્રજામાં તેથી ઊલટું છે, તેઓ તદ્દન છોડી દેતાં નથી, પણ ચાલુ જ રાખે છે. પ્રવૃત્તિના કારણને લઈને વત્તાઓછો અભ્યાસ થઈ શકે એ વાત જુદી. ૧-૫ – સરળતાથી સમજી શકાય તેમ છે તેથી વિશ્લેષણ કરેલ નથી. - રમે - (૧) વેદનીય કર્મની સ્થિતિ જધન્ધ બાર મુહૂર્તની છે; તેથી ઓછી સ્થિતિનો બંધ પણ કષાય વગર એક સમયનો પડે,બીજે સમયે વેદ, ત્રીજે સમયે નિર્જરે. (૨) ઈર્યાપથિકી ક્રિયા = ચાલવાની ક્રિયા. (૩) એક સમયે સાત, અથવા આઠ પ્રકૃતિનો બંધ થાય છે. તેની વહેંચણી દરેક પ્રકૃતિ કેવી રીતે કરી લે છે તેના સંબંધમાં ખોરાક તથા વિષનાં દૃષ્ટાંતો; જેમ ખોરાક એક જગ્યાએથી લેવામાં આવે છે પણ તેનો રસ દરેક ઈન્દ્રિયને પહોંચે છે, ને દરેક ઈન્દ્રિયો જ પોતે પોતાની શક્તિ પ્રમાણે ગ્રહી તે રૂપે પરિણમે છે, તેમાં તફાવત પડતો નથી. તેવી જ રીતે વિષ લેવામાં આવે, અથવા સર્પદંશ થાય તો તે ક્રિયા એક જ ઠેકાણે થાય છે, પરંતુ તેની અસર ઝેરરૂપે દરેક ઈન્દ્રિયને જુદે જુદે પ્રકારે આખે શરીરે થાય છે. આ જ રીતે કર્મ બાંધતી વખત મુખ્ય ઉપયોગ એક પ્રકૃતિનો હોય છે; પરંતુ તેની અસર અર્થાત્ વહેંચણ બીજી સર્વ પ્રકૃતિઓને અન્યોન્યના સંબંધને લઈને મળે છે. જેવો રસ તેવું ગ્રહણ કરવું થાય. જે ભાગમાં સર્પદંશ થાય તે ભાગ કાપી નાખવામાં આવે, તો ઝેર ચઢતું નથી; તે જ પ્રમાણે પ્રકૃતિનો ક્ષય કરવામાં આવે તો બંધ પડતો અટકે છે, અને તેને લીધે બીજી પ્રકૃતિઓમાં વહેંચણ થતી અટકે છે. બીજા પ્રયોગથી જેમ ચઢેલું ઝેર પાછું ઉતરે છે, તેમ પ્રકૃતિનો રસ મંદ કરી નાખવામાં આવે તો તેનું બળ ઓછું થાય છે. એક પ્રકૃતિ બંધ કરે કે બીજી પ્રકૃતિઓ તેમાંથી ભાગ લે; એવો તેમાં સ્વભાવ રહેલો છે. For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ સ્વાધ્યાય સુધા (૪) મૂળ કર્મપ્રકૃતિનો ક્ષય થયો ન હોય ત્યાં સુધી ઉત્તર કર્મપ્રકૃતિનો બંધ વિચ્છેદ થયો હોય તો પણ તેનો બંધ મૂળ પ્રકૃતિમાં રહેલા રસને લીધે પડી શકે છે, તે આશ્ચર્ય જેવું છે. જેમ દર્શનાવરણીયમાં નિદ્રા-નિદ્રા આદિ. (૫) અનંતાનુબંધી કર્મપ્રકૃતિની સ્થિતિ ૪૦ કોડાકોડિની અને મોહનીય (દર્શનમોહનીય)ની સિત્તેર કોડાકોડીની છે. ૧-૫ – સરળ હોવાથી વિશ્લેષણ કરેલ નથી. ર૩. મોરબી, અષાડ વદ-૯, શુક, ૧૯૫૬ (૧) આયુનો બંધ એક આવતા ભવનો આત્મા કરી શકે. તેથી વધારે ભવનો ન કરી શકે. (૨) કર્મગ્રંથના બંધ ચક્રમાં આઠે કર્મપ્રકૃતિ જે બતાવી છે તેની ઉત્તર પ્રવૃતિઓ એક જીવઆશ્રયી અપવાદ સાથે બંધ ઉદયાદિમાં છે, પરંતુ તેમાં આયુ અપવાદરૂપે છે. તે એવી રીતે કે મિથ્યાત્વગુણસ્થાનકવર્તી જીવને બંધમાં ચાર આયુની પ્રકૃતિનો (અપવાદ) જણાવ્યો છે. તેમાં એમ સમજવાનું નથી કે ચાલતા પર્યાયમાં ચારે ગતિના આયુનો બંધ કરે; પરંતુ આયુનો બંધ કરવા માટે વર્તમાનપર્યાયમાં એ ગુણસ્થાનકવર્તી જીવને ચાર ગતિ ખુલ્લી છે. તેમાં ચારમાંથી એક ગતિનો બંધ કરી શકે. તે જ પ્રમાણે જે પર્યાયમાં જીવ હોય તેને તે આયુનો ઉદય હોય. મતલબ કે ચાર ગતિમાંથી વર્તમાન એક ગતિનો ઉદય હોઈ શકે; ને ઉદીરણા પણ તેની જ હોઈ શકે. (૩) સિત્તેર કોડાકોડિનો મોટામાં મોટો સ્થિતિબંધ છે. તેમાં અસંખ્યાતા ભવ થાય. વળી પાછો તેવો ને તેવો ક્રમે ક્રમે બંધ પડતો જાય. એવા અનંત બંધની અપેક્ષાએ અનંતા ભવ કહેવાય; પણ અગાઉ કહ્યા પ્રમાણે જ ભવનો બંધ પડે. ૧-૩ – સરળ હોવાથી વિશ્લેષણ કરેલ નથી. ર૪. મોરબી, અષાડ વદ-૧૦, શનિ, ૧૫૬ (૧) વિશિષ્ટ-મુખ્યપણે મુખ્યપણાવાચક શબ્દ છે. (૨) જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણ પ્રકૃતિ ઉપશમભાવમાં હોઈ શકે જ નહીં, ક્ષયોપશમભાવે જ હોય. એ પ્રકૃતિ જો ઉપશમભાવે હોય તો આત્મા જડવત્ થઈ જાય; અને ક્રિયા પણ કરી શકે નહી; અથવા તો તેનાથી પ્રવર્તન પણ થઈ શકે નહીં. જ્ઞાનનું કામ જાણવાનું છે, દર્શનનું કામ દેખવાનું છે અને વીર્યનું કામ પ્રવર્તવાનું છે. વીર્ય For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા બે પ્રકારે પ્રવર્તી શકે છે : (૧) અભિસંધિ (૨) અનભિસંધિ. અભિસંધિ=આત્માની પ્રેરણાથી વીર્યનું પ્રવર્તવું થાય તે. અનભિસંધિ=કષાયથી વીર્યનું પ્રવર્તવું થાય તે. જ્ઞાનદર્શનમાં ભૂલ થતી નથી. પરંતુ ઉદયભાવે રહેલા દર્શનમોહને લીધે ભૂલ થવાથી એટલે ઔરનું તૌર જણાવાથી વીર્યની પ્રવૃત્તિ વિપરીતપણે થાય છે, જો સમ્યક્ષણે થાય તો સિદ્ધપર્યાય પામે. આત્મા કોઈ પણ વખતે ક્રિયા વગરનો હોઈ શકતો નથી. જ્યાં સુધી યોગો છે ત્યાં સુધી ક્રિયા કરે છે, તે પોતાની વીર્યશક્તિથી કરે છે. તે ક્રિયા જોવામાં આવતી નથી; પણ પરિણામ ઉપરથી જાણવામાં આવે છે. ખાધેલો ખોરાક નિદ્રામાં પચી જાય છે એમ સવારે ઊઠતાં જણાય છે. નિદ્રા સારી આવી હતી ઈત્યાદિક બોલીએ છીએ તે થયેલી ક્રિયા સમજાયાથી બોલવામાં આવે છે. ચાળીસ વર્ષની ઉંમરે આંકડા ગણતાં આવડે તો શું તે પહેલાં આંકડા નહોતા એમ કાંઈ કહી શકાશે ? નહીં જ. પોતાને તેનું જ્ઞાન નહોતું તેથી એમ કહે. આ જ પ્રમાણે જ્ઞાન-દર્શનનું સમજવાનું છે. આત્માનાં જ્ઞાન, દર્શન અને વીર્ય થોડાં ઘણાં પણ ખુલ્લાં રહેતાં હોવાથી આત્મા ક્રિયામાં પ્રવર્તી શકે. વીર્ય ચળાચળ હમેશાં રહ્યા કરે છે. કર્મગ્રંથ વાંચવાથી વિશેષ સ્પષ્ટ થશે. આટલા ખુલાસાથી બહુ લાભ થશે. વીર્ય (પુરુષાર્થ) બે રીતે પ્રવર્તે છે. તેની વાત અહીં કરવામાં આવી છે. અભિસંધિ વીર્ય : એટલે કે “બુદ્ધિ કે ઈરાદાપૂર્વક કરવામાં આવતી ક્રિયારૂપે પરિણમનાર વીર્ય (પુરુષાર્થ); આત્માની પ્રેરણાથી વીર્યનું પ્રવર્તવું થાય તે. ૨૨૫ અભિસંધિ વીર્ય : કષાયભાવથી વીર્યનું પ્રવર્તવું થાય તે. જ્ઞાનદર્શનમાં ભૂલ થતી નથી, પરંતુ ઉદયભાવમાં રહેલા દર્શનમોહને લીધે ભૂલ થવાથી વીર્ય-પુરુષાર્થની પ્રવૃત્તિ પણ વિપરીતપણે થાય છે. અને તેથી નવા કર્મ બંધન થાય છે અને જીવ સંસારમાં રહ્યા કરે છે, ફર્યા કરે છે. જો એ પ્રવૃત્તિ અભિસંધિ એટલે સમ્યક્ત્રકારે થાય તો જીવ સિદ્ધ પર્યાયને પ્રાપ્ત થઈ જાય. ઘાતી કર્મોમાં મોહનીય સિવાયના બાકીના ત્રણ કર્મો ક્ષયોપશમ ભાવમાં રહેલાં હોવાથી આત્મા ક્રિયામાં પ્રવર્તી શકે છે. પણ આપણો પુરુષાર્થ ચળાચળ રહેતો હોવાથી સમ્યક્ થતો નથી. યથાર્થ સમજણ યથાર્થ બોધનાં પરિણમન વડે થાય તો જ પુરુષાર્થ કે વીર્યનું પ્રવર્તવું સમ્યક્ થાય અને તો જ આત્મા કર્મના પંજામાંથી છૂટી જાય. (૩) પારિણામિકભાવે હમેશાં જીવત્વપણું છે; એટલે જીવ જીવપણે પરિણમે, અને સિદ્ધત્વ ક્ષાયિકભાવે હોય, કારણ કે પ્રકૃતિઓનો ક્ષય કરવાથી સિદ્ધપર્યાય પમાય છે. પારિણામિકભાવ એટલે આત્માના ગુણો, લક્ષણોમાં જ પ્રવર્તવાનો પુરુષાર્થ. For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા પારિણામિકભાવથી જીવ જીવત્વપણાને-આત્મભાવને પામતો જાય છે અને ક્રમસર શુદ્ધતાને વધારતો વધારતો અને કર્મોની સમ્યનિર્જરા-સકામ નિર્જરા કરતો કરતો સિદ્ધ પર્યાયને પામી જાય છે. પત્રાંક-૪૬૦માં અપારિણામિક મમતા અને પારિણામિક મમતા વિષે પ.કૃ.દેવે સમજાવ્યું છે કે : “જ્યાં સુધી દેહાદિક વડે જીવને આત્મકલ્યાણનું સાધન કરી શકાય તેમ છે, ત્યાં સુધી તે દેહને વિષે અપારિણામિક એવી મમતા ભજવી યોગ્ય છે; એટલે કે આ શરીરના કોઈ ઉપચાર કરવા પડે તો તે ઉપચાર દેહના મમત્વાર્થે કરવાની ઈચ્છાએ નહીં, પણ તે દેહે કરી જ્ઞાનીપુરુષના માર્ગનું આરાધન થઈ શકે છે, એવો લાભ પ્રાપ્ત કરવા માટે તેવા જ ભાવથી દેહની વ્યાધિનો ઉપચાર કરવો પડે તો કરવામાં બાધ નથી. આ પ્રકારની મમતા છે તે અપારિણામિક મમતા છે. એટલે કે પરિણામે સમતા સ્વરૂપ છે. સદ્વિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે સાક્ષાત્ ઉપાય જ્ઞાનીપુરુષની પ્રત્યક્ષ આજ્ઞાને વિચારવી એ જ જણાય છે.' (૪) મોહનીયકર્મ ઔદિયકભાવે હોય. મોહનીય કર્મ ઔયિક ભાવે એટલે દેહમાં પરિણમવાથી ઉત્પન્ન થાય છે. દેહ પ્રત્યે રાગ, દેહની શાતા પ્રત્યે મમત્વ, અશાતા પ્રત્યે દ્વેષ. આ જ જીવને ઔદિયક ભાવમાં લઈ જાય છે, જે મોહનીય કર્મ છે, અને તેથી દેહને શાતા પહોંચાડનાર પદાર્થ પ્રત્યે રાગ થાય છે, અને અશાતાનું નિમિત્ત બનનાર પ્રત્યે દ્વેષ થાય છે. ‘રાગ અને દ્વેષ’એ મોહનીય કર્મ છે. જ્યાં સુધી અજ્ઞાન રહેલું છે ત્યાં સુધી ‘રાગદ્વેષ' રહે છે અને તે જ મુખ્યપણે કર્મબંધનનું કારણ છે. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કહ્યું છે કે : ૨૨૬ રાગદ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, એ જ મોક્ષનો પંથ-૧૦૦ (૫) વાણિયા અક્ષર બોડા લખે છે, પણ આંકડા બોડા લખતા નથી. ત્યાં તો બહુ સ્પષ્ટપણે લખે છે. તેવી રીતે કથાનુયોગમાં જ્ઞાનીઓએ વખતે બોડું લખ્યું હોય તો ભલે. બાકી કર્મપ્રકૃતિમાં તો ચોક્કસ આંકડા લખ્યા છે. તેમાં જરા તફાવત આવવા નથી દીધો. કથાનુયોગમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવને અનુલક્ષીને કદાચ ફેરફાર જણાય પણ કર્મપ્રકૃતિ વિષે જે કહ્યું છે, તેમાં ફેરફાર કોઈપણ રીતે થઈ શકતો નથી. એટલે સિદ્ધાંતરૂપ છે. સિદ્ધાંત બોધ કે સિદ્ધાંતમાં ફેર પડી શકે નહીં તે તો ત્રણે કાળ માટે એકસરખો જ પ્રવર્તે. ઉપદેશ બોધમાં દેશ-કાળને અનુસરી ફેરફાર કરી શકાય છે અથવા થતો રહેલો જણાય છે. For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૨૨૭ મોરબી, અષાડ વદ-૧૧, રવિ, ૧૫૬ (૧) જ્ઞાન એ દોરો પરોવેલ સોય જેવું છે, એમ ‘ઉત્તરાધ્યયનસૂત્ર'માં કહેલું છે. દોરો પરોવેલ સોય ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલું પડાતું નથી. જેમ સોય ખોવાઈ ન જાય અથવા ખોવાય તો સહેલાઈથી શોધી શકાય તે માટે સોયમાં દોરો પરોવીને રાખવામાં આવે છે. જેથી દોરાને આધારે સોયને સહેલાઈથી શોધી શકાય, તેવી જ રીતે આત્મજ્ઞાન પ્રગટ થયેલું હોય તો સંસારભાવમાં ખોવાઈ જવાતું નથી. સહેલાઈથી સંસારભાવમાંથી બહાર નીકળી જવાય છે. ર૬. મોરબી, અષાડ વદ-૧ર, સોમ, ૧૫૬ (૧) પ્રતિહાર=તીર્થકરનું ધર્મરાજ્યપણું બતાવનાર. પ્રતિહાર=દરવાન. (૨) સ્થૂલ, અલ્પ-સ્થૂળ, તેથી પણ છૂળ, દૂર, દૂરમાં દૂર, તેથી પણ દૂર; એમ જણાય છે; અને તે ઉપરથી સૂક્ષ્મ, સૂક્ષ્મમાં સૂક્ષ્મ આદિનું જ્ઞાન કોઈકને પણ હોવાનું સિદ્ધ થઈ શકે છે. (૩) “નગ્ન' એ “આત્મમગ્ન'. (૪) ઉપહત હણાયેલા, અનુપહત=નહીં હણાયેલા, ઉપષ્ટભજ = આધારભૂત, અભિધેય=વસ્તુ ધર્મ કહી શકાય એવો. પાઠાંતર-એક પાઠની જગાએ બીજો પાઠ આવે તે. અર્થાતર=કહેવાનો હેતુ બદલાઈ જાય છે. વિષમ યથાયોગ્ય નહીં, ફેરફારવાળું, વત્તેઓછું. આત્મદ્રવ્ય એ સામાન્ય, વિશેષ ઉભયાત્મક સત્તાવાળું છે. સામાન્ય ચેતનસત્તા એ દર્શન. સવિશેષ ચેતનસત્તા એ જ્ઞાન. (૫) સત્તાસમુભૂત=સમ્યક્ઝકારે સત્તાનું ઉદયભૂત થવું, પ્રકાશવું, સ્ફરવું, જણાવું તે. (૬) દર્શન=જગતના કોઈ પણ પદાર્થનું ભેદરૂપ રસગંધરહિત નિરાકાર પ્રતિબિંબિત થવું, તેનું અસ્તિત્વ જણાવું, નિર્વિકલ્પપણે કાંઈ છે એમ આરસીના ઝળકારાની પેઠે સામા પદાર્થનો ભાસ થવો એ દર્શન. વિકલ્પ થાય ત્યાં “જ્ઞાન” થાય. (૭) દર્શનાવરણીય કર્મના આવરણને લઈને દર્શન અવગાઢપણે અવરાયું હોવાથી, ચેતનમાં મૂઢતા થઈ ગઈ અને ત્યાંથી શૂન્યવાદ શરૂ થયો. ૧-૭ - સરળ હોવાથી વિશ્લેષણ કરેલ નથી. (૮) દર્શન રોકાય ત્યાં જ્ઞાન પણ રોકાય. દર્શનાવરણીય કર્મના કારણે મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ તેમજ કેવળજ્ઞાન ઉપર આવરણ આવે છે. તે આવરણ અવગાઢપણે રહેલું હોવાથી ચેતનમાં મૂઢતા આવી ગઈ છે અને તેથી ચેતન જેવી વસ્તુનું અસ્તિત્વ જ નથી એવા પ્રકારનો શૂન્યવાદ ઊભો થયો છે. જ્યાં સુધી સમ્મદર્શને આવરણમાં રહેલ ત્યાં સુધી જ્ઞાન પણ સમ્યક્ થઈ શકતું For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ સ્વાધ્યાય સુધા નથી એટલે કે જ્ઞાન અવળી રીતે પ્રવર્તે, પરિણમે, એટલે જ્ઞાન રોકાય તેમ કહ્યું. | (૯) દર્શન અને જ્ઞાનની વહેંચણ કરવામાં આવી છે. જ્ઞાન, દર્શનના કાંઈ કટકા થઈ જુદા પડી શકે એમ નથી. એ આત્માના ગુણો છે. રૂપિયાના બે અર્ધા તે જ રીતે આઠ આના દર્શન અને આઠ આના જ્ઞાન છે. જેટલા પ્રમાણમાં દર્શન યથાર્થ થાય, તેટલા પ્રમાણમાં જ્ઞાન પણ સમ્યફ થાય એટલે કે સમ્યફજ્ઞાનની તારભ્યતા-પ્રગટતા હોય છે એમ બન્ને સરખાં છે. (૧૦) તીર્થકરને એક સમયે દર્શન અને તે જ સમયે જ્ઞાન એમ બે ઉપયોગ દિગમ્બરમત પ્રમાણે છે. શ્વેતામ્બરમત પ્રમાણે નથી. ૧૨મા ગુણસ્થાનકે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એમ ત્રણ પ્રકૃતિનો ક્ષય એક સાથે થાય છે; અને ઉત્પન્ન થતી લબ્ધિ પણ સાથે થાય છે. જો એક સમયે ન થતું હોય તો એક બીજી પ્રકૃતિએ ખમવું જોઈએ. શ્વેતામ્બર કહે છે કે જ્ઞાન સત્તામાં રહેવું જોઈએ, કારણ એક સમયે બે ઉપયોગ ન હોય; પણ દિગમ્બરની તેથી જુદી માન્યતા છે. (૧૧) શૂન્યવાદ=કાંઈ નથી એમ માનનાર; એ બૌદ્ધ ધર્મનો એક ફાંટો છે. આયતન=કોઈ પણ પદાર્થનું સ્થળ, પાત્ર. કૂટસ્થ અચળ, ન ખસી શકે એવો. તટસ્થ=કાંઠે; તે સ્થળે. મધ્યસ્થ વચમાં. ર૭. મોરબી, અષાડ વદ-૧૩, ભોમ, ૧૫૬ (૧) ચયાપચય=જવું-જવું, પણ પ્રસંગવશાત આવવું-જવું, ગમનાગમન. માણસના જવાઆવવાને લાગુ પડે નહીં. શ્વાસોચ્છવાસ ઈત્યાદિ સૂક્ષ્મ ક્રિયાને લાગુ પડે. ચયવિચ=જવું આવવું. (૨) આત્માનું જ્ઞાન જ્યારે ચિંતામાં રોકાય છે ત્યારે નવા પરમાણુ ગ્રહણ થઈ શકતા નથી; ને જે હોય છે તેનું જવું થાય છે તેથી શરીરનું વજન ઘટી જાય છે. શારીરિક ચિંતા અથવા માનસિક ચિંતામાં આમ બનવું શક્ય છે. (૩) શ્રી આચારાંગસૂત્ર'ના પહેલા અધ્યયન શસ્ત્રપરિજ્ઞામાં અને શ્રી પદર્શનસમુચ્ચયમાં મનુષ્ય અને વનસ્પતિના ધર્મની તુલના કરી વનસ્પતિમાં આત્મા હોવાનું સિદ્ધ કરી બતાવ્યું છે, તે એવી રીતે કે બન્ને જન્મે છે, વધે છે, આહાર લે છે, પરમાણુ લે છે, મૂકે છે, મરે છે, ઈત્યાદિ. ૨૮. મોરબી, શ્રાવણ સુદ-૩, રવિ, ૧૫૬ (૧) સાધુ–સામાન્યપણે ગૃહવાસ ત્યાગી, મૂળગુણના ધારક તે. યતિ=ધ્યાનમાં સ્થિર થઈ શ્રેણિ માંડનાર. મુનિ=જેને અવધિ, મન:પર્યવ જ્ઞાન હોય તે. ઋષિ=બહુ ઋદ્ધિધારી હોય For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૨૨૯ તે. ઋષિના ચાર ભેદ : (૧) રાજ (૨) બ્રહ્મા (૩) દેવ(૪) પરમર્ષિ. રાજર્ષિ=ઋદ્ધિવાળા. બ્રહ્મર્ષિ અક્ષણ મહાન ઋદ્ધિવાળા. દેવર્ષિ આકાશગામી મુનિદેવ. પરમર્ષિ=કેવળજ્ઞાની. ર૯. મોરબી, શ્રાવણ સુદ-૧૦, સોમ, ૧૫૬ (૧) અભવ્ય જીવ એટલે જે જીવ ઉત્કટ રસે પરિણમે અને તેથી કર્મો બાંધ્યા કરે, અને તેને લીધે તેનો મોક્ષ ન થાય. ભવ્ય એટલે જે જીવનું વીર્ય શાંતરસે પરિણમે ને તેથી નવો કર્મબંધ ન થતાં મોક્ષ થાય. જે જીવનો વળાંક ઉત્કટ રસે પરિણમવાનો હોય તેનું વીર્ય તે પ્રમાણે પરિણમે તેથી જ્ઞાનીના જ્ઞાનમાં અભવ્ય લાગ્યા. આત્માની પરમશાંત દશાએ “મોક્ષ', અને ઉત્કટ દશાએ “અમોક્ષ'. જ્ઞાનીએ દ્રવ્યના સ્વભાવની અપેક્ષાએ ભવ્ય, અભવ્ય કહ્યા છે. જીવનું વીર્ય ઉત્કટ રસે પરિણમતાં સિદ્ધપર્યાય પામી શકે નહીં એમ જ્ઞાનીએ કહેલું છે. ભજના=અંશે; હોય વા ન હોય. વંચક=(મન, વચન, કાયાએ) છેતરનાર. મોરબી, શ્રાવણ સુદ-૮, શનિ, ૧૯૫૬ 'कम्मदव्वेहिं संमं, संजोगो, होइ जो उ जीवस्स; सो बन्धो नायव्वो, तस्स विओगो भवे मोक्खो.' અર્થ : કર્મદ્રવ્યની એટલે પુદગલદ્રવ્યની સાથે જીવનો સંબંધ થવો તે બંધ. તેનો વિયોગ થવો તે મોક્ષ. સંમ=સારી રીતે સંબંધ થવો, ખરેખર રીતે સંબંધ થવો, જેમ તેમ કલ્પના કરી સંબંધ થયાનું માની લેવું તેમ નહીં. કર્મ દ્રવ્યની સાથે સમ્યક્ પ્રકારે સંબંધ થવો, સંયોગને અનુલક્ષીને તે બંધ છે અને તે સંયોગનો નાશ થવો તેનું નામ મોક્ષ છે. જે સંયોગોથી પર થઈ જાય તેનો ભાવથી વિયોગ થઈ જાય છે એટલે ભવભ્રમણમાંથી છૂટીને મુક્ત થઈ જાય. સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત થઈ જાય તે. (૨) પ્રદેશ અને પ્રકૃતિબંધ મન-વચન-કાયાના યોગ વડે થાય. સ્થિતિ અને અનુભાગબંધ કષાય વડે થાય. જુઓ વ્યા.સા. ૧૬૫ (૩) વિપાક એટલે અનુભાગ વડે ફળ પરિપક્વતા થાય છે તે. સર્વ કર્મનું મૂળ અનુભાગ છે, તેમાં જેવો રસ તીવ્ર, તીવ્રતર, મંદ, મંદતર પડ્યો, તેવો ઉદયમાં આવે છે. તેમાં ફેરફાર કે ભૂલ થતી નથી. કુલડીમાં પૈસા, રૂપિયા, સોનામહોર, આદિને દષ્ટાંત. જેમ એક કુલડીમાં ઘણા વખત પહેલાં રૂપિયા, પૈસા, સોનામહોર નાખી હોય તે જ્યારે કાઢો ત્યારે તેને તે ઠેકાણે તે જ ધાતુરૂપે નીકળે છે તેમાં જગોની તેમ જ તેની સ્થિતિનો ફેરફાર થતો નથી, એટલે કે પૈસા રૂપિયા થતા નથી, તેમ રૂપિયા પૈસા થઈ જતા નથી; તે જ પ્રમાણે બાંધેલું કર્મ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે ઉદયમાં આવે છે. For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ સ્વાધ્યાય સુધા અનુભાગ માટે જુઓ વ્યા.સા. ૧/૬૫. (૪) આત્માના હોવાપણા વિષે જેને શંકા પડે તે “ચાર્વાક કહેવાય. (૫) તેરમે ગુસ્થાનકે તીર્થકરાદિને એક સમયનો બંધ હોય. મુખ્યત્વે કરી વખતે અગિયારમે ગુણસ્થાનકે અકષાયીને પણ એક સમયનો બંધ હોઈ શકે. (૬) પવન પાણીની નિર્મળતાનો ભંગ કરી શકતો નથી, પણ તેને ચલાયમાન કરી શકે છે. તેમ આત્માના જ્ઞાનમાં કાંઈ નિર્મળતા ઓછી થતી નથી, પણ યોગનું ચલાયમાનપણું છે તેથી રસ વિના એક સમયનો બંધ કહ્યો. (૭) જોકે કષાયનો રસ પુણ્ય તથા પાપરૂપ છે તો પણ તેનો સ્વભાવ કડવો છે. સામાન્યપણે એમ માનવામાં આવે છે કે કષાય પાપરૂપ છે, પણ અહીં એમ કહેવામાં આવ્યું છે કે પુણ્યરૂપ પણ હોય છે. દા.ત. કોઈને મદદ કરવાનો ભાવ થવો એને મદદ પણ કરવી તે પુણ્યરૂપ છે, પણ તેની સાથે એમ ભાવ થઈ આવે કે-“મેં મદદ કરી”, “મારા વડે મદદ કરવામાં આવી” અથવા “મેં મદદ કરી” એટલે આગામી ભવમાં મને તે પુણ્યરૂપે મળશે. આ ભાવ પાપરૂપ એટલે કે અનુભાગ કષાયરૂપ થવાથી પાપરૂપ થઈ જાય છે અને જયારે ઉદયમાં આવે ત્યારે “કડવો' એટલે દુઃખરૂપ થઈ પડે છે તેથી ઉદયમાં પાપ કર્મનું બંધન કરાવે છે. (૮) પુણ્ય પણ ખારાશમાંથી થાય છે. પુણ્યનો ચોઠાણિયો રસ નથી, કારણ કે એકાંત શાતાનો ઉદય નથી. કષાયના ભેદ બે : (૧) પ્રશસ્તરાગ. (૨) અપ્રશસ્તરાગ. કષાય વગર બંધ નથી. પ્રશસ્ત રાગ, અપ્રશસ્ત રાગ માટે જુઓ વ્યા.સા. ૧૬૫. (૯) આર્તધ્યાનનો સમાવેશ મુખ્ય કરીને કષાયમાં થઈ શકે, “પ્રમાદનો ‘ચારિત્રમોહમાં અને યોગ’નો “નામકર્મ'માં થઈ શકે. (૧૦) શ્રવણ એ પવનની લહેર માફક છે. તે આવે છે, અને ચાલ્યું જાય છે. (૧૧) મનન કરવાથી છાપ બેસે છે અને નિદિધ્યાસન કરવાથી ગ્રહણ થાય છે. (૧૨) વધારે શ્રવણ કરવાથી મનનશક્તિ મંદ થતી જોવામાં આવે છે. (૧૩) પ્રાકૃતજન્ય એટલે લોકમાં કહેવાતું વાક્ય, જ્ઞાનીનું વાક્ય નહીં. (૧૪) આત્મા સમય સમય ઉપયોગી છતાં અવકાશની ખામી અથવા કામના બોજાને લઈને તેને આત્મા સંબંધી વિચાર કરવાનો વખત મળી શકતો નથી એમ કહેવું એ પ્રાકૃતજન્ય લૌકિક વચન છે. જો ખાવાનો, પીવાનો, ઊંઘવા ઈત્યાદિનો વખત મળ્યો ને કામ કર્યું તે પણ આત્માના ઉપયોગ વિના નથી થયું, તો પછી ખાસ જે સુખની આવશ્યકતા છે, ને જે For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સુધા ૨૩૧ મનુષ્યજન્મનું કર્તવ્ય છે તેમાં વખત ન મળ્યો એ વચન જ્ઞાની કોઈ કાળે સાચું માની શકે નહીં. એનો અર્થ એટલો જ છે કે બીજાં ઈન્દ્રિયાદિક સુખનાં કામો જરૂરનાં લાગ્યાં છે, અને તે વિના દુઃખી થવાના ડરની કલ્પના છે. આત્મિક સુખના વિચારનું કામ કર્યા વિના અનંતો કાળ દુઃખ ભોગવવું પડશે, અને અનંત સંસાર ભ્રમણ કરવો પડશે એ વાત જરૂરી નથી લાગતી ! મતલબ આ ચૈતન્ય કૃત્રિમ માન્યું છે. સાચું માન્યું નથી. ૮-૧૪ - સરળતાથી સમજાય તેમ છે તેથી વિશ્લેષણ કરેલ નથી. (૧૫) સમ્યગૃષ્ટિ પુરુષો કર્યા વિના ચાલે નહીં એવા ઉદયને લીધે લોકવ્યવહાર નિર્દોષપણે લજ્જાયમાનપણે કરે છે. પ્રવૃત્તિ કરવી જોઈએ તેથી શુભાશુભ જેમ બનવાનું હશે તેમ બનશે એવી દઢ માન્યતાની સાથે ઉપલક પ્રવૃત્તિ કરે છે. સમ્યફદૃષ્ટિ પુરુષો પોતાના ઉદય અનુસાર લોકવ્યવહાર કરતા જણાય છે, પણ તેના ફળ પ્રત્યે દષ્ટિ રાખ્યા વગર કર્મને ખપાવવાના આશયથી કરે છે અને એનું જે પરિણામ આવવાનું હોય તે આવશે તેના તરફ લક્ષ આપતા નથી. આમ કરવાથી તેઓને નવા કર્મનું બંધન થતું નથી. આપણે પણ આમ જ ઉદય સામે વર્તીએ તો આપણે પણ કર્મના બંધનમાંથી બચી જઈ શકીએ. (૧૬) બીજા પદાર્થો ઉપર ઉપયોગ આપીએ તો આત્માની શક્તિ આવિર્ભાવ થાય છે, તો સિદ્ધિ લબ્ધિ આદિ શંકાને પાત્ર નથી. તે પ્રાપ્ત થતી નથી તેનું કારણ આત્મા નિરાવરણ નથી કરી શકાતો એ છે. એ શક્તિ બધી સાચી છે. ચૈતન્યમાં ચમત્કાર જોઈએ, તેનો શુદ્ધ રસ પ્રગટવો જોઈએ. એવી સિદ્ધિવાળા પુરુષો અશાતાની શાતા કરી શકે છે, તેમ છતાં તેની અપેક્ષા કરતા નથી તે વેચવામાં જ નિર્જરા સમજે છે. (૧૭) તમો જીવોમાં ઉલ્લાસમાન વીર્ય કે પુરુષાર્થ નથી. વીર્ય મંદ પડ્યું ત્યાં ઉપાય નથી. (૧૮) અશાતાનો ઉદય ન હોય ત્યારે કામ કરી લેવું એમ જ્ઞાની પુરુષોએ જીવનું અસામર્થ્યવાનપણું જોઈને કહેલું છે, કે જેથી તેનો ઉદય આવ્યે ચળે નહીં. (૧૯) સમ્યગ્દષ્ટિ પુરુષને નાખુદાની માફક પવન વિરુદ્ધ હોવાથી વહાણ મરડી રસ્તો બદલવો પડે છે. તેથી તેઓ પોતે લીધેલો રસ્તો ખરો નથી એમ સમજે છે; તેમ જ્ઞાની પુરુષો ઉદયવિશેષને લઈને વ્યવહારમાં પણ અંતરાત્મદષ્ટિ ચૂકતા નથી. (૨૦) ઉપાધિમાં ઉપાધિ રાખવી. સમાધિમાં સમાધિ રાખવી. અંગ્રેજોની માફક કામટાણે કામ અને આરામટાણે આરામ. એકબીજાને સેળભેળ કરી દેવો ન જોઈએ. For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ સ્વાધ્યાય સુધા (૨૧) વ્યવહારમાં આત્મકર્તવ્ય કરતા રહેવું. સુખદુઃખ, ધનપ્રાપ્તિ અપ્રાપ્તિ-એ શુભાશુભ તથા લાભાંતરાયના ઉદય ઉપર આધાર રાખે છે. શુભના ઉદયની સાથે અગાઉથી અશુભના ઉદયનું પુસ્તક વાંચ્યું હોય તો શોક ન થાય. શુભના ઉદય વખતે શત્રુ મિત્ર થઈ જાય છે; અને અશુભના ઉદય વખતે મિત્ર શત્રુ થઈ જાય છે. સુખદુઃખનું ખરું કારણ કર્મ જ છે. કાર્તિકેયાનુપ્રેક્ષા'માં કહ્યું છે કે કોઈ માણસ કરજ લેવા આવે તેને કરજ ચૂકવી આપ્યાથી માથા ઉપરથી બોજો ઓછો થતાં કેવો હર્ષ થાય છે? તે પ્રમાણે પુદ્ગલ દ્રવ્યરૂપ શુભાશુભ કરજ જે કાળ ઉદયમાં આવે તે કાળે સભ્યપ્રકારે વેદી ચૂકવી દેવાથી નિર્જરા થાય છે અને નવું કરજ થતું નથી; તો જ્ઞાની પુરુષે કર્મરૂપી કરજમાંથી મુક્ત થવાને હર્ષાયમાનપણે તૈયાર થઈ રહેવું જોઈએ; કારણ તે દીધા વગર છૂટકો થવાનો નથી. (૨૨) સુખદુઃખ જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવે ઉદય આવવાનું હોય તેમાં ઈન્દ્રાદિ પણ ફેરફાર કરવાને શક્તિવાન નથી. (૨૩) ચરણાનુયોગમાં જ્ઞાનીએ અંતર્મુહૂર્ત આત્માનો અપ્રમત્ત ઉપયોગ માન્યો છે. (૨૪) કરણાનુયોગમાં સિદ્ધાંતનો સમાવેશ થાય છે. (૨૫) ચરણાનુયોગમાં વ્યવહારમાં આચરી શકે તેનો સમાવેશ કર્યો છે. (ર૬) સર્વવિરતિ મુનિને બ્રહ્મચર્યવ્રતની પ્રતિજ્ઞા જ્ઞાની આપે છે, તે ચરણાનુયોગની અપેક્ષાએ; પણ કરણાનુયોગની અપેક્ષાએ નહીં; કારણ કે કરણાનુયોગ પ્રમાણે નવમા ગુણસ્થાનકે વેદોદયનો ક્ષય થઈ શકે છે, ત્યાં સુધી થઈ શકતો નથી. ૧૬ થી ર૬ - સરળતાથી સમજાય તેમ છે તેથી વિશ્લેષણ કરેલ નથી. * * * For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ NAISHADH PRINTERS (079) 2749 16 27 DOOROOOOOOOOOOOOOOVA