________________
૧૫)
સ્વાધ્યાય સુધા તો નવા કર્મનું બંધન ન થાય અને ઉદય આવેલા કર્મની નિર્જરા થઈ જાય. જ્ઞાની આ પ્રમાણે વર્તતા હોય છે. જયારે અજ્ઞાની વિપરીત પણે વર્તતા હોવાથી નવા કર્મો બાંધ્યા
કરે છે.
- ઉદય કેવી રીતે કાર્ય કરે છે - એક સમયે ઉપાર્જિત કરેલ કર્મ અનેક સમયમાં અને અનેક સમયમાં બાંધેલા કર્મ એક સમયમાં પણ ઉદયમાં આવે છે જયારે જુદા જુદા અનેક પ્રસંગોમાં ઉપાર્જિત કર્મ એક સમયમાં ઉદયમાં આવે છે, ત્યારે તેઓ અત્યંત તીવ્ર ફળ આપે છે. એક સમયમાં ઉદય આવેલું કર્મ અનેક સમયમાં બાંધેલું હોય છે. આથી સ્પષ્ટ થાય છે કે વર્તમાન એક સમયમાં જે સુખ-દુ:ખરૂપ ફળ મળે છે તે સંખ્યાતીત સમયમાં બાંધેલા અનેક કર્મોનું મિશ્રિત ફળ છે. પ્રત્યેક સંસારી જીવને ન્યૂનાવિકપણે ક્યારેક પુણ્યનો અને ક્યારેક પાપનો ઉદય હોય છે, અર્થાત્ જેનો આજે પાપકર્મનો ઉદય છે, તેનો હંમેશા પાપનો ઉદય જ રહેશે એવો નિયમ નથી.
જે સમયે કર્મ પ્રકૃતિનો જેટલો અનુભાગ ઉદય થાય છે, તે સમયે આત્માએ એવા જ તીવ્ર કે મંદ પરિણામયુક્ત પ્રવૃત્તિ કરવી પડે છે, તો પણ સાધક માટે મોક્ષનો રસ્તો બંધ થઈ જતો નથી, કારણ કે બંધ અને ઉદયની વચ્ચે સત્તાની ખાઈ રહેલી છે, જેમાં હર સમય કોઈને કોઈ પરિવર્તન થતા રહે છે. જો મનુષ્ય લક્ષ્યની દિશામાં સાધના કરવાનો સંકલ્પ કરે તો કર્મોની સકામ નિર્જરા થઈ જાય છે.
કર્મનું પરિવર્તન કરવા માટે કરેલો પુરુષાર્થ ક્યારેય નિષ્ફળ જતો નથી. તે પણ કર્મબંધ ઉપર કરવામાં આવેલ ધીમો પ્રહાર જ છે. કર્મ બંધની ગાઢ અવસ્થાને શિથિલ કરવામાં, તેની સ્થિતિ ઘટાડવામાં, તેની અશુભતાને શુભમાં પરિણમાવવાનો પુરુષાર્થ પણ અંશે કર્મથી મુક્ત થવાની દિશામાં કરવામાં આવેલો પુરુષાર્થ છે. જે કર્મો ઉદયમાં નથી આવ્યા તેમાં પરિવર્તન થઈ શકે છે. આના આધારે જ પુરુષાર્થ કરવાનો છે.
(૪) ઉદીરણા :- નિશ્ચિત્કાળ પહેલા કર્મોનો હજી સુધી ઉદય થયો નથી, તેને સમ્યક્ પુરુષાર્થ દ્વારા નિયત સમય પહેલાં ઉદયમાં આણીને તેનું ફળ ભોગવી લેવું તે ઉદ્દીરણા છે. - ઉદય અને ઉદીરણામાં આટલો જ ફેર છે કે-નિશ્ચિત સમયે ફળ આપવું તેને ઉદય કહે છે. અને ઉદીરણામાં નિશ્ચિત સમય પહેલાં પુરુષાર્થ વડે કર્મનું ફળ ભોગવી લેવું તે ઉદીરણા છે. ઉદીરણાનો સામાન્ય નિયમ એવો છે કે જે કર્મ પ્રકૃતિનો ઉદય ચાલી રહ્યો હોય તે કર્મની સજાતીય પ્રકૃતિની ઉદીરણા થઈ શકે છે. સાધના દ્વારા આત્માનો પુરુષાર્થ પ્રગટ થાય તો કર્મના ફળ આપવાના સમય પહેલાં તેનું ફળ ભોગવી શકાય છે.
પુરુષાર્થની પ્રેરક-ઉદ્દીરણા :- કર્મ પુદ્ગલ સ્વયં અબાધાકાળ પુરો થતાં જ ઉદયમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org