________________
સ્વાધ્યાય સુધા
૧૪૯
(દર્શનાવરણિય કર્મ બંધ સંસારી જીવોમાં હોય છે, પરંતુ મનુષ્ય અને તિર્યંચને નિદ્રા આવે છે, પણ દેવ અને નારકીના જીવોને નથી આવતી આ ભવહેતુક વિપાકોદય છે.
પરતઃ ઉદય (બીજાના નિમિત્તથી)માં આવવાવાળો વિપાકોદય બે પ્રકારનો છે. (૧) પુદ્ગલને કારણે વિપાકોદય :- જેમ કે કોઈએ પત્થર ફેંકયો અને તે વાગવાથી અશાતાનો ઉદય થઈ જાય છે. આ પુદ્ગલ હેતુક વિપાકોદય છે, કોઈએ અપમાન કર્યું અથવા અપશબ્દ કહ્યા અને મનમાં રોષ આવી ગયો તો ક્રોધ મોહનીય કર્મ-પુગલનો સહેતુક વિપાકોદય છે. (૨) પુદ્ગલ પરિણામથી થવાવાળા વિપાકોદય-જેમ કે ભોજન કર્યું, પરંતુ તે પચ્યું નહીં અને અજીર્ણ થઈ ગયું, ફળ સ્વરૂપ બિમારી આવી ગઈ. આ અશાતા વેદનીયનો પુદ્ગલ પરિણામ નિમિત્ત વિપાકોદય છે.
જે કર્મબંધ થાય છે તેને અવશ્ય ભોગવવો જ પડે છે. “ભગવતી સૂત્રમાં કહ્યું છે કે : કર્મ ભોગવ્યા વિના છૂટી શકતા નથી કારણ કે કર્મના બે પ્રકાર છે. પ્રદેશકર્મ અને અનુભાગકર્મ. પ્રદેશકર્મ અવશ્ય ભોગવવા પડે છે પરંતુ અનુભાગકર્મ વિપાકના રૂપમાં કેટલાક ભોગવવા પડે છે અને કેટલાક ભોગવવા પડતા નથી.
ઉદય સમયે કેમ વર્તવું - પૂર્વે બંધાયેલા કર્મો જયારે ઉદયમાં આવે છે ત્યારે તે પોતાની પ્રકૃતિ અનુસાર નિમિત્તની રચના કરી દે છે. કર્મનું કાર્ય ફક્ત નિમિત્તની યોજના કરવાનું જ છે. બાકી કાર્ય તો આત્માને આધીન છે. નિમિત્તની રચના કર્યા બાદ જો કર્મ પાસે વધારે શક્તિ હોત તો આત્માને જબરજસ્તી તે કાર્યમાં જોડી દેવાનું કાર્ય કરતા અને તો આત્મા ટાણે કાળમાં પણ મોક્ષ પ્રાપ્ત કરી શકતા નહીં. પણ કર્મના ઉદયને કારણે જે નિમિત્ત મળેલ છે, તેનો ઉપયોગ કેમ કરવી તેમાં આત્મા સ્વતંત્ર છે. એટલે કે જે નિમિત્ત મળેલ છે, તેનો ઉપયોગ કેમ કરવી તેમાં આત્મા સ્વતંત્ર છે. જો આત્મા સ્વભાવમાં રહે અથવા કર્મના ઉદય અને નિમિત્તમાં જાગૃતપણે દ્રષ્ટા રહે તો કર્મનો ઉદય આત્માને સ્પર્શી પણ શકતો નથી. પણ જો આત્મા નિમિત્ત આધીન થઈને તેમાં જોડાઈ જાય તો વિભાવભાવમાં તણાઈ જાય છે. જેમ કે મોહનીયકર્મ ઉદય સમયે કષાયનું નિમિત્ત ઊભું કરે છે, પરંતુ કષાય ભાવમાં પરાણે આત્માને જોડવાની શક્તિ તેમાં હોતી નથી. પણ આત્મા સ્વયં કષાયના નિમિત્ત સાથે ભળી જાય છે, ત્યારે તેણે તેનો સ્વીકાર કર્યો એટલે કષાયના નિમિત્ત સાથે ભળી તે રૂપ પ્રવર્તે છે અને નવા કર્મનું બંધન કરી બેસે છે. જયારે આત્મા ઉદયને અનુસરી વિભાવિક ભાવ કરતો નથી પણ જ્ઞાતા-દ્રષ્ટા જ રહે છે ત્યારે તે કર્મની સકામ નિર્જરા થઈ જાય છે.
કર્મના ઉદય સમયે નિમિત્તને આધીન ન થતાં તેના જાગૃતિપૂર્વકના દ્રષ્ટા રહેવાનો પુરુષાર્થ કરવો એ જ સાધક માટે શ્રેયકારી છે, કલ્યાણકારી છે. જો આમ કરી શકાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org