________________
૧૪૮
સ્વાધ્યાય સુધી
છે કે યથાશક્તિ જ્ઞાતા-દ્રષ્ટા બનવાનો પ્રબળ પુરુષાર્થ કરવો જોઈએ, એ સત્તાવસ્થાની પ્રેરણા છે.
(૩) ઉદય :- કર્મોની ફળ આપવાની અવસ્થાનું નામ ‘ઉદય’ છે. અર્થાત્ કર્મ જ્યારે પોતાનું ફળ આપવાની પ્રારંભરૂપ તૈયારી કરે છે, ત્યારે તે અવસ્થાને ‘ઉદય’ કહે છે. વસ્તુતઃ એક સમયમાં બંધાયેલા કર્મો બીજી ક્ષણે ઉદય પામીને પોતાનું ફળ આપવામાં સમર્થ થાય એમ બનતું નથી. પૂર્વે બંધાયેલા કર્મ-સંસ્કારોનું જાગૃત થવું તે તેનો ઉદય છે અને કાર્યરૂપ ફળ દેવાનું ચાલુ થાય છે એટલે તદનુરૂપ પ્રેરણાથી અમુક કાર્ય કરવું તે તેનું ફળ છે.
ઉદય અવસ્થા એટલે કાળ મર્યાદાનું પરિવર્તન. જ્યારે સત્તા સ્થિત કર્મ જાગૃત થઈને જીવને નવા કર્મ કરવા માટે અવ્યકતરૂપમાં પ્રેરણા કરે છે કે ઉત્સાહિત કરે છે ત્યારે તે તે બંધાયેલા કર્મોની ઉદય અવસ્થા કહેવાય છે. વાસ્તવિક રીતે બંધ, સત્તા અને ઉદય આ ત્રણે કર્મ-અવસ્થામાં પરસ્પર ઘનિષ્ટ સંબંધ ધરાવે છે. કર્મની પ્રથમ અવસ્થા બંધ છે. બંધની કાળ મર્યાદા પૂર્ણ થતાં સુધી જ્યાં સુધી તે કર્મનો ઉદય થતો નથી તે સત્તા છે અને કર્મનો નિયત સમય થતાં ફળ દેવા માટે તૈયાર થાય છે તે ઉદય છે. જેવું બંધાયેલું કર્મ ઉદયમાં આવે છે કે તરત તેનું ફળ આપવાની શરૂઆત કરી દે છે.
ઉદયના પ્રકાર :- ઉદયના મુખ્યપણે બે પ્રકાર છે : (૧) વિપાકોદય (૨) પ્રદેશોદય. જે કાંઈ કર્મ બંધાય છે તે પોતાનું ફળ અવશ્ય આપે છે, પરંતુ કેટલાંક કર્મ એવા પણ હોય છે કે ફળની અનુભૂતિ કરાવ્યા વિના જ ખરી પડે છે. આ ઉદયને પ્રદેશોદય કહેવામાં આવે છે. પ્રદેશોદયમાં ફળની અનુભૂતિ રહેતી નથી. પણ જે કર્મો પોતાના ફળની અનુભૂતિ કરાવીને આત્મપ્રદેશોથી ખરી પડે છે તેને વિપાકોદય કહે છે. પ્રદેશોદય વખતે વિપાકોદય હોવો અનિવાર્ય નથી, પણ વિપાકોદય વખતે પ્રદેશોદય અવશ્ય હોય છે. કર્મનો ઉદય સ્વયં પોતાની રીતે આવે છે અને બીજાના નિમિત્તથી પણ ઉદય આવે છે. જે બાહ્યકારણ વિના ઉદય આવે છે તેને હેતુ વગરનો ઉદય કહે છે. દા.ત. કષાય મોહનીય કર્મના તીવ્ર વિપાક વગર કોઈ બાહ્ય નિમિત્ત વગર સ્વયં ક્રોધ આવી જવો તે ઉદય ‘હેતુ રહિત’ ઉદય કહેવાય છે. બાહ્ય કારણના નિમિત્તથી ઉદય આવવાવાળા સહેતુક ઉદય ત્રણ પ્રકારના છે.
(૧) ગતિ હેતુક વિપાકોદય :- જેમ કે દેવગતિમાં સાતા અને નરક- ગતિમાં અશાતાનો ઉદય તીવ્ર રૂપમાં હોય છે. આ ગતિ હેતુક વિપાકોદય છે. (૨) સ્થિતિ હેતુક વિપાકોદય-જેમ કે મોહનીય કર્મની સર્વોત્કૃષ્ટ સ્થિતિમાં મિથ્યાત્વ મોહનીય કર્મનો તીવ્ર ઉદય હોય છે. (૩) ભવહેતુક વિપાકોદય-જેમ કે કર્મના ઉદયથી નિંદ્રા આવે છે-તેવું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org