________________
સ્વાધ્યાય સુધા
૨૩
૧૫. અનંતી વાર ચારિત્ર પ્રાપ્ત કરવાથી જે નિર્જરા થઈ છે તે ઔદયિક ભાવે (જે ભાવ અબંધક નથી) થઈ છે; ક્ષાયોપથમિક ભાવે થઈ નથી. જો તેમ થઈ હોત તો આ પ્રમાણે રખડવું બનત નહીં.
કર્મની નિર્જરા બે પ્રકારે થાય છે. (૧) સકામ અને (૨) અકામ-વિપાક નિર્જરા. નિર્જરા એટલે કર્મનું આત્મપ્રદેશો ઉપરથી ખરી જવું. અકામ નિર્જરા ઔદયિકભાવે થાય છે એટલે કે શરીર પ્રત્યે ભાવો રહેલા છે અને જે કર્મ ઉદયમાં આવે છે એ કર્મનો ભોગવટો હું શરીર છું એ ભાવ સાથે થાય છે તેથી કર્મની નિર્જરા થાય છે તે કામ નિર્જરા કહેવાય અને તે ફરી નવા કર્મબંધનું કારણ બને છે. અકામ નિર્જરા ક્ષાયોપથમિકભાવે કે ક્ષાયિકભાવે થતી નથી.
- સકામનિર્જરા લાયોપથમિક ભાવે થાય છે. જે કર્મના અબંધનું કારણ છે. જેટલે અંશે સકામ નિર્જરા (ક્ષાયોપથમિકભાવે) થાય તેટલે અંશે આત્મા પ્રગટ થાય છે.
સકામ નિર્જરા એ મોક્ષહેતુભૂત નિર્જરા છે. એ નિર્જરા લાયોપથમિક ભાવે ક્યારે થાય ? જીવને સમ્યક્દર્શન થાય પછી એ પ્રકારની નિર્જરા થાય. સમ્યક્દર્શન ત્રણ પ્રકારના છે. ઉપશમ સમ્યક્દર્શન, ક્ષાયોપથમિક સમ્યક્દર્શન અને ક્ષાયિક સમ્યક્દર્શન. જયારે જીવ સદ્ગરનો આશ્રય-શરણ ગ્રહણ કરે અને તેમના વચનમાં શ્રદ્ધા છે તેને કારણમાં કાર્યના ઉપચારથી ઉપશમ સમ્યફદર્શન કહેવાય. જીવ જયારે અંશે આત્માનો અનુભવ કરે તે ક્ષાયોપથમિક સમ્યક્દર્શન કહેવાય. ગ્રંથિની સાતેય પ્રકૃતિનો ક્ષય થાય ત્યારે ક્ષાયિક સમ્યગદર્શન કહેવાય. આ ત્રણે સમ્યક્દર્શનમાંથી કોઈપણ પ્રકારનું સમ્યક્દર્શન પ્રાપ્ત થયું હોય અને તેથી જે ઉદય આવતાં કર્મોમાં જીવ સમભાવે રહે ત્યારે તે નવા કર્મ બાંધતો નથી અને ઉદય આવેલા કર્મ નિર્જરી જાય છે. આ સકામ નિર્જરા કહેવાય. જેટલે અંશે સકામ નિર્જરા થાય તેટલે અંશે આત્માના અનુભવ તરફ જાય છે.
- જો અકામ (વિપાક) નિર્જરા હોય તો તે ઔદયિક ભાવે હોય છે, અને તે કર્મબંધનું કારણ છે. અહીં પણ કર્મનું નિર્જરવું થાય છે; પરંતુ આત્મા પ્રગટ થતો નથી.
અકામ નિર્જરા શારીરિકભાવમાં રહીને થાય એટલે ત્યાં જુના કર્મને નાશ તો થાય છે પણ સાથે નવા કર્મનું બંધન થાય છે. તેથી આત્માનો અનુભવ થતો નથી, આત્મસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી.
- અનંતીવાર ચારિત્ર પ્રાપ્ત કરવાથી જે નિર્જરા થઈ છે તે ઔદયિક ભાવે (જે ભાવ અબંધક નથી) થઈ છે; ક્ષાયોપથમિક ભાવે થઈ નથી. જો તેમ થઈ હોત તો આ પ્રમાણે રખડવું બનત નહીં.
અહીંયા બાહ્ય ચારિત્ર અનંતવાર લેવાથી કર્મની નિર્જરા થઈ છે પણ તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org