________________
૨૪
સ્વાધ્યાય સુધા
ઔદયિકભાવે થઈ છે તેમ કહ્યું છે. ઔદયિકભાવે એટલે શરીરપણામાં જ હું પણાની, મારાપણાની ભાવના સહિત શરીરથી પર થઈને ચારિત્રનું પાલન કર્યું નથી. જે ચારિત્ર લીધા તે આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે ઉપયોગી થયા નથી, તેમાં તે રીતે પુરુષાર્થ કર્યો નથી કે જેથી પરિભ્રમણ ટળી જાય. એટલે જે કાંઈ કર્યું છે તે શરીરભાવે રહીને જ કર્યું છે. ઔદયિકભાવ છે તે બંધનું કારણ છે. ઔદયિકભાવે એટલે શરીર અને શરીરને કારણે ઊભા થયેલા સંબંધોમાં જ રમણતા, રાગદ્વેષ તથા અજ્ઞાનમય જ સ્થિતિમાં રહીને ચારિત્ર પાળ્યું છે તેથી રખડપટ્ટી અટકી નથી. સમક્તિ સાથે ચારિત્ર પાળે તો રખડપટ્ટી અટકી જાય. જન્મમરણના ફેરા તૂટી જાય.
૧૬. માર્ગ બે પ્રકારે છે : એક લૌકિકમાર્ગ અને બીજો લોકોત્તર માર્ગ, જે એકબીજાથી વિરુદ્ધ છે.
૧૭. લૌકિક માર્ગથી વિરુદ્ધ જે લોકોત્તર માર્ગ તે પાળવાથી તેનું ફળ તેથી વિરુદ્ધ એવું જે લૌકિક તે હોય નહી. “જેવું કૃત્ય તેવું ફળ.”
લૌકિક માર્ગ-જે માર્ગનું આરાધન સંસાર પરિભ્રમણ કરાવે છે.
લોકોત્તર માર્ગ-જે માર્ગનું આરાધન મોક્ષની પ્રાપ્તિ અથવા સંસાર પરિભ્રમણનો નાશ કરે છે.
સમજણ વગર લોકો જે કરતાં હોય તે પ્રમાણે-ગતાનુગતિક રીતે કોઈપણ પ્રકારના વિચાર વગર, શા માટે કરવું, આ કરવાથી મને શું ફાયદો થશે, બાપદાદા કરતા આવ્યા એટલે કરવું-તો એ લૌકિકમાર્ગ છે.
સમજણ સાથે જે ક્રિયા-આચરણ કરવું તે લોકોત્તરમાર્ગ છે.
લૌકિકમાર્ગમાં ક્રિયા ગતાનુગતિક પ્રમાણે થાય છે, જેથી નિર્જરા અકામપણે થાય છે, કદાચ પુણ્ય મળે છે તો પણ તે ઔદયિકભાવે નિર્જરારૂપ પરિણમે છે તેથી નવા કર્મબંધનું કારણ બને છે. જ્યારે લોકોત્તરમાર્ગમાં જ્ઞાની પુરુષની આજ્ઞામાં રહીને સાધના થાય છે અને જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવાથી કર્મની નિર્જરા સકામપણે-ક્ષાયોપથમિક ભાવે થાય છે જેથી આત્મા પ્રગટ થાય છે અને ક્રમે કરીને સંપૂર્ણ નિરાવરણ થઈને મોક્ષમાં જીવ ચાલ્યો જાય છે. - પૂર્વે જીવને જ્ઞાનીપુરુષનો ભેટો પણ થયેલો છે, પણ જ્ઞાનીને લોકદષ્ટિ એ જોયા છે એટલે તેને સાચી ઓળખાણ પડી નથી. ઓળખાણ નહીં પડવાથી એની ક્રિયાઓ પણ લૌકિક પ્રકારની રહી છે અને પરિભ્રમણનો અંત આવ્યો નથી.
જીવને બે પ્રકારના અભિનિવેશ આડા આવી ઊભા રહેતા હોવાથી, જીવ મિથ્યાત્વનો ત્યાગ કરી શકતો નથી. એક છે લૌકિક અને બીજો છે શાસ્ત્રીય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org