________________
સ્વાધ્યાય સુધા - પરંતુ તેથી વિપરીત જે સમ્યકત્વ અને ચારિત્ર જેટલે અંશે પ્રાપ્ત થાય છે તેટલે અંશે મોક્ષ પ્રગટ થાય છે, તેનું ફળ દેવાદિ ગતિ પ્રાપ્ત થઈ તે નથી.
જેટલા અંશે સમ્યક્ત્વ પ્રાપ્ત થયું તેટલા અંશે તે અહીં મોક્ષના સુખની અનુભૂતિ કરે છે અને તેટલા અંશે મોક્ષ પ્રગટ થયો કહેવાય પણ દેવાદિગતિ તો તે અનુભૂતિ સિવાયના કાળમાં શુભ પ્રવર્તનને કારણે પ્રાપ્ત થાય છે, સમ્યક્ત્વને કારણે નહીં.
- દેવાદિ ગતિ જે પ્રાપ્ત થઈ તે ઉપર બતાવેલા, મન, વચન શરીરના શુભ જોગથી થઈ છે; અને અબંધ એવું જે સમ્યકત્વ તથા ચારિત્ર પ્રગટ થયું છે તે કાયમ રહીને ફરી મનુષ્યપણું પામી ફરી તે ભાગને જોડાઈ મોક્ષ થાય છે.”
અહીં સમ્યક્દર્શન પ્રગટ થયા પછી સાધના કરતાં દેહ છૂટી ગયો, તો તે જ્ઞાન આત્માની સાથે જ જાય છે અને એટલે સુધી તે માર્ગમાં આગળ વધ્યો છે ત્યાંથી ફરી મનુષ્યપણું પામી તેની સાધના મોક્ષ તરફ આગળ વધે છે.
૧૧. ગમે તે કાળમાં કર્મ છે, તેનો બંધ છે; અને તે બંધની નિર્જરા છે, અને સંપૂર્ણ નિર્જરા તેનું નામ “મોક્ષ છે.
કર્મના મુખ્યત્વે બે ભેદ છે. (૧) દ્રવ્ય કર્મ અને (ર) ભાવ કર્મ. જયાં સુધી જીવ વિભાવભાવ કરતો નથી ત્યાં સુધી તે દ્રવ્યકર્મનું ઉપાર્જન કરતો નથી. જે વિભાવભાવ રાગ-દ્વેષ કષાય છે એ ભાવકર્મ છે. જીવ જયારે વિભાવભાવ કરે છે તો એ ભાવકર્મ કહેવાય છે અને ત્યારે આત્મા સાથે રહેલું કામણ શરીર પુદ્ગલોને ગ્રહણ કરે છે તે દ્રવ્યકર્મ કહેવાય છે. આ દ્રવ્યકર્મના આત્મા સાથેના જોડાણને બંધ કહે છે. જીવ જયારે સમજણના ઘરમાં આવે ત્યારે નવા કર્મને આવતા રોકે છે એટલે કે સંવર આદરે છે અને તેથી જુના કર્મ જે ઉદયમાં આવ્યા તેની નિર્જરા કરે છે. જયારે સંપૂર્ણપણે આત્મા પરથી કર્મ નિર્જરી જાય, ખરી જાય ત્યારની જીવની તે સ્થિતિને મોક્ષ કહે છે.
૧૨. નિર્જરાના બે ભેદ છે; એક સકામ એટલે સહેતુ (મોક્ષના હેતુભૂત) નિર્જરા અને બીજી અકામ એટલે વિપાક નિર્જરા.
૧૩. અકામનિર્જરા ઔદયિક ભાવે થાય છે. આ નિર્જરા જીવે અનંતીવાર કરી છે, અને તે કર્મબંધનું કારણ છે.
૧૪. સકામનિર્જરા ક્ષાયોપથમિક ભાવે થાય છે. જે કર્મના અબંધનું કારણ છે. એટલે અંશે સકામનિર્જરા (લાયોપથમિકભાવે) થાય તેટલે અંશે આત્મા પ્રગટ થાય છે. જો અકામ (વિપાક) નિર્જરા હોય તો ત ઔદયિક ભાવે હોય છે; અને તે કર્મબંધનું કારણ છે. અહીં પણ કર્મનું નિર્જરવું થાય છે; પરંતુ આત્મા પ્રગટ થતો નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org