________________
૧૭)
સ્વાધ્યાય સુધા
આ વચનો ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન-૩ની પ્રથમ ગાથામાં કહ્યા છે. એ ચારેય ધર્મના મુખ્ય અંગ કહ્યા છે અને તે મેળવવા એ એક એકથી વધારે દુર્લભ કહ્યા છે. મનુષ્યત્વ એટલે માનવદેહ એમ નહિ, પણ આધ્યાત્મિક સાધના માટેના ગુણો-સરળતા, સદ્ભયતા, કરુણા વિગેરે પ્રગટેલા હોવા જોઈએ. સામાન્યપણે ચોરાસી લાખ જીવાયોનિમાં મનુષ્યભવ મેળવવો દુર્લભ કહ્યો છે. મનુષ્યભવ કેટલો દુર્લભ છે. તે આ ગાથાની ટીકામાં દશ દષ્ટાંતો વડે સમજાવેલ છે. દા.ત. ચકીનું ભોજન, મંત્રેલા પાસા વડે જુગાર રમવું, ઘોંસરું અને કિલિકા, અન્નનો ઢગલો અને વૃદ્ધ સ્ત્રી, તોફાને ચડેલો દેવ, આદિ દૃષ્ટાંતો બનવા અશક્ય છે, પણ એકવાર મનુષ્ય ભવ મેળવ્યા પછી, તેને સંસારભાવમાં ખોઈ નાખ્યા પછી ફરી મેળવવો દુર્લભ કહ્યો છે. મનુષ્યત્વ પ્રાપ્ત થયું હોય તો બીજું કારણ સત્કૃતની પ્રાપ્તિ થવી એનાથી પણ વધારે દુર્લભ કહી છે. સદ્ભુતની પ્રાપ્તિ સત્પુરુષ પાસેથી જ થાય છે, તો તે પણ મળવા દુર્લભ કહ્યા છે. તે મળ્યા પછી પુરુષ પર અને તેના વચન પર શ્રદ્ધા-પ્રતીતિ થવી એ વધારે દુર્લભ કહી છે, અને ત્યારબાદ સદ્ભુત પ્રમાણે અથવા જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવું એ બધાથી વધારે દુર્લભ કહ્યું છે. આપણને પ્રથમના બે જોગ તો પ્રાપ્ત થયા છે, તો ત્રણ અને ચાર પ્રમાણે આચરણ કરીએ તો લક્ષ સુધી પહોંચી જવાય. ( પત્રાંક-૭૮૩માં કહ્યું છે કે, મનુષ્યપણું, જ્ઞાનીના વચનોનું શ્રવણ પ્રાપ્ત થવું, તેની પ્રતીતિ થવી અને તેમણે કહેલા માર્ગમાં પ્રવૃત્તિ થવી પરમ દુર્લભ છે, એમ શ્રી વર્ધમાનસ્વામીએ ઉત્તરાધ્યયનના ત્રીજા અધ્યયનમાં ઉપદેશ્ય છે. પ્રત્યક્ષ સત્પરુષનો સમાગમ અને તેના આશ્રયમાં વિચરતા મુમુક્ષુઓને મોક્ષ સંબંધી બધાં સાધનો અલ્પ પ્રયાસે અને અલ્પ કાળે (ઘણું કરીને) સિદ્ધ થાય છે, પણ તે સમાગમનો યોગ પામવો બહુ દુર્લભ છે. તે જ સમાગમના યોગમાં મુમુક્ષુ જીવનું નિરંતર ચિત્ત વર્તે છે.
સકામ નિર્જરા પૂર્વક મળેલ દેહ વિશેષ સકામ નિર્જરી કરાવી, આત્મતત્ત્વને પમાડે છે. (ઉ.નો.૩). ઘણું કરીને બધા માર્ગોમાં મનુષ્યપણાને મોક્ષનું સાધન જાણી બહુ વખાણ્યું છે. (પત્રાંક-૭૦૩)
(૧૮૩) મિથ્યાત્વના બે ભેદ છે (૧) વ્યક્ત. (૨) અવ્યક્ત. તેના ત્રણ ભેદ પણ કર્યા છે : (૧) ઉત્કૃષ્ટ. (૨) મધ્યમ. (૩) જઘન્ય. મિથ્યાત્વ હોય ત્યાં સુધી પહેલા ગુણસ્થાનકમાંથી બહાર નીકળતો નથી. ઉત્કૃષ્ટ મિથ્યાત્વ હોય ત્યાં સુધી તે મિથ્યાત્વ ગુણસ્થાનક ન ગણાય. ગુણસ્થાનક એ જીવઆશ્રયી છે.
(૧૮૪) મિથ્યાત્વ વડે કરી મિથ્યાત્વ મોળું પડે છે, અને તે કારણથી તે જરા આગળ ચાલ્યો કે તરત તે મિથ્યાત્વગુણસ્થાનકમાં આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org