________________
સ્વાધ્યાય સુધા
૧૬૯ નથી. મૂર્તિમાન છતાં આ પ્રમાણે સૂક્ષ્મ છે, તેના વારંવાર વિચારથી સ્વરૂપ સમજાય છે, અને તે પ્રમાણે સમજાયાથી તેથી સૂક્ષ્મ અરૂપી એવો જે આત્મા તે સંબંધી જાણવાનું કામ સહેલું થાય છે.
પુદ્ગલ, પરમાણુ અને તેના પર્યાયનું સૂક્ષ્મપણું રહેલું છે. તેનો વારંવાર વિચાર કરવાથી તેનું સ્વરૂપ સમજાય છે. એ જ સમજણ દ્વારા પુદ્ગલથી પણ સૂક્ષ્મ અને અરુપી આત્માને જાણવાનું સહેલું થઈ શકે છે.
(૧૮૦) માન અને મતાગ્રહ એ માર્ગ પામવામાં આડા થંભરૂપ છે. તે મૂકી શકાતાં નથી, અને તેથી સમજાતું નથી. સમજવામાં વિનયભક્તિની પહેલી જરૂર પડે છે, તે ભક્તિ માન, મહાગ્રહના કારણથી આદરી શકાતી નથી.
જયાં સુધી જીવનમાં માન અને મતાગ્રહ રહેલા છે, ત્યાં સુધી વિવેક આવતો નથી વિવેક આવે નહીં ત્યાં સુધી યથાર્થ વિનય પણ આવતો નથી. તેને કારણે માર્ગમાં આગળ વધવામાં બાધારૂપ બનનાર માન-મતાગ્રહ જ છે. માન-મતાગ્રહ જાય તો યથાર્થ ભક્તિ થઈ શકે છે. ભક્તિનો અર્થ ૫. દેવે આ પ્રમાણે જણાવ્યો છે.
“પરમ પુરુષની મુખ્ય ભક્તિ, ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થાય એવા સદ્વર્તનથી પ્રાપ્ત થાય છે. ચરણપ્રતિપત્તિ (શુદ્ધ) આચરણની ઉપાસનારૂપ સદ્વર્તન જ્ઞાનીની મુખ્ય આજ્ઞા છે, જે આજ્ઞા પરમપુરુષની મુખ્ય ભક્તિ છે. ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થવામાં ગૃહવાસી જનોએ સઉદ્યમરૂપ આજીવિકાવ્યવહાર સહિત પ્રવર્તન કરવું યોગ્ય છે. ઘણાં શાસ્ત્રો અને વાક્યોના અભ્યાસ કરતાં પણ જો જ્ઞાની પુરુષોની એકેક આજ્ઞા જીવ ઉપાસ તો ઘણા શાસ્ત્રથી થતું ફળ સહજમાં પ્રાપ્ત થાય છે. (પત્રાંક-૮૮૫) “ત્રણ યોગની અલ્પ પ્રવૃત્તિ, તે પણ સમ્યક પ્રવૃત્તિ હોય ત્યારે મહપુરુષના વચનામૃતનું મનન પરમ શ્રેયનું મૂળ દૃઢીભૂત કરે છે, ક્રમે કરીને પરમપદ સંપ્રાપ્ત કરે છે. (પત્રાંક-૮૮૬).
(૧૮૧) (૧) વાંચવું. (૨) પૂછવું. (૩) વારંવાર ફેરવવું. (૪) ચિત્તને નિશ્ચયમાં આણવું. (૫) ધર્મકથા. વેદાંતમાં પણ શ્રવણ, મનન, નિદિધ્યાસન એમ ભેદ બતાવ્યા છે. | સ્વાધ્યાયના ભેદ બતાવ્યા છે. પ્રથમ વાંચવું અને સમજવું, તે ન સમજાય તો પૂછવું. જ્ઞાનીને પૂછીને તેની સમજણ મેળવવી. ત્યારબાદ વારંવાર તેને જોવું, યાદ કરવું, પછી તેને ચિત્તમાં નિશ્ચય સ્વરૂપમાં લઈ જવું અને પૂર્વે થયેલા મહાપુરુષોના ચરિત્રો વાંચવા, વિચારવા-આમ પાંચ ભેદ સ્વાધ્યાયના જૈન દર્શનમાં કહ્યા છે. વેદાંતમાં પણ શ્રવણ, મનન, નિદિધ્યાસન એમ ભેદ જણાવ્યા છે. સ્વાધ્યાયના પાંચેય અંગોને સ્વીકારવાથી જ જીવ સંસ્કારિત થઈ શકે છે.
(૧૮૨) “ઉત્તરાધ્યયન'માં ધર્મના મુખ્ય ચાર અંગ કહ્યાં છે : (૧) મનુષ્યપણું. (૨) | સપુરુષના વચનનું શ્રવણ. (૩) શ્રદ્ધા. (૪) ધર્મમાં પ્રવર્તવું. આ ચાર વસ્તુ દુર્લભ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org