________________
૧૧૮
સ્વાધ્યાય સુધા
દા.ત. આપણે અહિંયા બેઠા છીએ અને આપણને જેના ઉપર પ્રીતિ નથી, એવી કોઈ વ્યક્તિ ક્યાંય દૂર બેઠી છે, અને એનો વિચાર આવે, એના વિષે કષાયભાવ ઉત્પન્ન થાય તો જે કર્મ ગ્રહણ કરે તે અહીંથી કરીને કે ત્યાંથી તે કર્મ ગ્રહણ થાય ? એમ પ્રશ્ન પૂછે છે.
તેનું સમાધાન એમ થાય છે કે તે રાગદ્વેષરૂપ પરિણતિ તો આત્માની વિભાવરૂપ પરિણતિ છે; અને તે પરિણતિ કરનાર આત્મા છે; અને તે શરીરને વિષે રહી કરે છે, માટે ત્યાં આગળ એટલે શરીરને વિષે રહેલો એવો જે આત્મા, તે જે ક્ષેત્રે છે તે ક્ષેત્રે રહેલાં એવાં જે પુલ પરમાણુ તેને ગ્રહીને બાંધે છે. બહાર ગ્રહવા જતો નથી.
જવાબ આપે છે. વ્યક્તિ કે પદાર્થ ગમે ત્યાં હોય પણ આત્માએ શરીરની અંદર રહી અહીં બેઠા બેઠા જે વિભાવભાવ કર્યા છે તેથી તે શરીર અંદર રહેલો જે અવકાશ તેમાં રહેલાં જે પુદ્ગલને ગ્રહણ કરી કર્મ બાંધશે. વિભાવ પરિણતિ અંદર ચાલી રહી છે અને તેથી તે શરીરની અંદરથી જ પુદ્ગલ પરમાણુ ગ્રહણ કરશે, બહારથી નહીં રહણ કરે. - ૯૭. યશ, અપયશ, કીર્તિ જે નામકર્મ છે તે નામકર્મસંબંધ જે શરીરને લઈને છે તે શરીર રહે છે ત્યાં સુધી ચાલે છે; ત્યાંથી આગળ ચાલતાં નથી. જીવ સિદ્ધપણાને પ્રાપ્ત થાય, અથવા વિરતિપણે પામે ત્યારે તે સંબંધ રહેતો નથી. સિદ્ધપણાને વિષે એક આત્મા સિવાય બીજું કઈ નથી, અને નામકર્મ એ એક જાતનું કર્મ છે, તો ત્યાં યશ અપયશ આદિનો સંબંધ શી રીતે ઘટે ? અવિરતિપણાથી જે કાંઈ પાપક્રિયા થાય છે તે પાપ ચાલ્યું આવે છે.
અહીંયા નામકર્મની બે પ્રકૃતિ-યશ નામકર્મ અને અપયશ નામકર્મની વાત કરી છે. જયાં સુધી શરીર છે ત્યાં સુધી યશ કે અપયશ કર્મ સાથે ચાલે, ઘણાને એવો અનુભવ થતો હોય કે આપણે હમેશાં સારું જ કામ કરતાં હોઈએ, બીજાને મદદરૂપ થતાં હોઈએ છતાંય અપયશ જ મળે. તો એનું શું કારણ ? આપણું અપયશ નામકર્મ ઉદયમાં ચાલી રહ્યું છે તો એવું થાય. જયારે બીજી એક વ્યક્તિ છે જે કાંઈ કામ ન કરતો હોય, કદાચ બીજા બધા એનું કામ પતાવી દેતાં હોય છતાંય બધા એને જ યશ આપતાં હોય, તો એ વ્યક્તિએ પૂર્વે યશ નામકીર્તિ કર્મ બાંધ્યું છે જે અત્યારે ઉદયમાં આવ્યું છે તેથી તેનો લાભ તેને મળે છે. જો જીવ સારું કરતો હોય છતાં ઊંધું પડતું હોય, અપયશ જ મળતો હોય, અપકીર્તિ થતી હોય અને એ સમજે કે મેં પૂર્વે જે કર્મ બાંધ્યું છે તે ઉદયમાં આવ્યું છે કારણ સારું કરવા જતાં પણ અપયશ મળે છે, જો આમ વિચારે તો તે નવા કર્મ બાંધતો અટકી જાય.
જયારે વિરતિપણું ગ્રહણ કરે પછી તે કર્મની તેને અસર થતી નથી અને તેની સાથે તેને કોઈ સંબંધ રહેતો નથી અને સિદ્ધપણામાં તો શરીર જ નથી તેથી ત્યાં તે કર્મ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org