________________
સ્વાધ્યાય સુધા
૨૨૯ તે. ઋષિના ચાર ભેદ : (૧) રાજ (૨) બ્રહ્મા (૩) દેવ(૪) પરમર્ષિ. રાજર્ષિ=ઋદ્ધિવાળા. બ્રહ્મર્ષિ અક્ષણ મહાન ઋદ્ધિવાળા. દેવર્ષિ આકાશગામી મુનિદેવ. પરમર્ષિ=કેવળજ્ઞાની.
ર૯. મોરબી, શ્રાવણ સુદ-૧૦, સોમ, ૧૫૬ (૧) અભવ્ય જીવ એટલે જે જીવ ઉત્કટ રસે પરિણમે અને તેથી કર્મો બાંધ્યા કરે, અને તેને લીધે તેનો મોક્ષ ન થાય. ભવ્ય એટલે જે જીવનું વીર્ય શાંતરસે પરિણમે ને તેથી નવો કર્મબંધ ન થતાં મોક્ષ થાય. જે જીવનો વળાંક ઉત્કટ રસે પરિણમવાનો હોય તેનું વીર્ય તે પ્રમાણે પરિણમે તેથી જ્ઞાનીના જ્ઞાનમાં અભવ્ય લાગ્યા. આત્માની પરમશાંત દશાએ “મોક્ષ', અને ઉત્કટ દશાએ “અમોક્ષ'. જ્ઞાનીએ દ્રવ્યના સ્વભાવની અપેક્ષાએ ભવ્ય, અભવ્ય કહ્યા છે. જીવનું વીર્ય ઉત્કટ રસે પરિણમતાં સિદ્ધપર્યાય પામી શકે નહીં એમ જ્ઞાનીએ કહેલું છે. ભજના=અંશે; હોય વા ન હોય. વંચક=(મન, વચન, કાયાએ) છેતરનાર.
મોરબી, શ્રાવણ સુદ-૮, શનિ, ૧૯૫૬ 'कम्मदव्वेहिं संमं, संजोगो, होइ जो उ जीवस्स;
सो बन्धो नायव्वो, तस्स विओगो भवे मोक्खो.' અર્થ : કર્મદ્રવ્યની એટલે પુદગલદ્રવ્યની સાથે જીવનો સંબંધ થવો તે બંધ. તેનો વિયોગ થવો તે મોક્ષ. સંમ=સારી રીતે સંબંધ થવો, ખરેખર રીતે સંબંધ થવો, જેમ તેમ કલ્પના કરી સંબંધ થયાનું માની લેવું તેમ નહીં.
કર્મ દ્રવ્યની સાથે સમ્યક્ પ્રકારે સંબંધ થવો, સંયોગને અનુલક્ષીને તે બંધ છે અને તે સંયોગનો નાશ થવો તેનું નામ મોક્ષ છે. જે સંયોગોથી પર થઈ જાય તેનો ભાવથી વિયોગ થઈ જાય છે એટલે ભવભ્રમણમાંથી છૂટીને મુક્ત થઈ જાય. સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત થઈ જાય તે.
(૨) પ્રદેશ અને પ્રકૃતિબંધ મન-વચન-કાયાના યોગ વડે થાય. સ્થિતિ અને અનુભાગબંધ કષાય વડે થાય. જુઓ વ્યા.સા. ૧૬૫
(૩) વિપાક એટલે અનુભાગ વડે ફળ પરિપક્વતા થાય છે તે. સર્વ કર્મનું મૂળ અનુભાગ છે, તેમાં જેવો રસ તીવ્ર, તીવ્રતર, મંદ, મંદતર પડ્યો, તેવો ઉદયમાં આવે છે. તેમાં ફેરફાર કે ભૂલ થતી નથી. કુલડીમાં પૈસા, રૂપિયા, સોનામહોર, આદિને દષ્ટાંત. જેમ એક કુલડીમાં ઘણા વખત પહેલાં રૂપિયા, પૈસા, સોનામહોર નાખી હોય તે જ્યારે કાઢો ત્યારે તેને તે ઠેકાણે તે જ ધાતુરૂપે નીકળે છે તેમાં જગોની તેમ જ તેની સ્થિતિનો ફેરફાર થતો નથી, એટલે કે પૈસા રૂપિયા થતા નથી, તેમ રૂપિયા પૈસા થઈ જતા નથી; તે જ પ્રમાણે બાંધેલું કર્મ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે ઉદયમાં આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org