________________
૨૨૮
સ્વાધ્યાય સુધા નથી એટલે કે જ્ઞાન અવળી રીતે પ્રવર્તે, પરિણમે, એટલે જ્ઞાન રોકાય તેમ કહ્યું.
| (૯) દર્શન અને જ્ઞાનની વહેંચણ કરવામાં આવી છે. જ્ઞાન, દર્શનના કાંઈ કટકા થઈ જુદા પડી શકે એમ નથી. એ આત્માના ગુણો છે. રૂપિયાના બે અર્ધા તે જ રીતે આઠ આના દર્શન અને આઠ આના જ્ઞાન છે.
જેટલા પ્રમાણમાં દર્શન યથાર્થ થાય, તેટલા પ્રમાણમાં જ્ઞાન પણ સમ્યફ થાય એટલે કે સમ્યફજ્ઞાનની તારભ્યતા-પ્રગટતા હોય છે એમ બન્ને સરખાં છે.
(૧૦) તીર્થકરને એક સમયે દર્શન અને તે જ સમયે જ્ઞાન એમ બે ઉપયોગ દિગમ્બરમત પ્રમાણે છે. શ્વેતામ્બરમત પ્રમાણે નથી. ૧૨મા ગુણસ્થાનકે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એમ ત્રણ પ્રકૃતિનો ક્ષય એક સાથે થાય છે; અને ઉત્પન્ન થતી લબ્ધિ પણ સાથે થાય છે. જો એક સમયે ન થતું હોય તો એક બીજી પ્રકૃતિએ ખમવું જોઈએ. શ્વેતામ્બર કહે છે કે જ્ઞાન સત્તામાં રહેવું જોઈએ, કારણ એક સમયે બે ઉપયોગ ન હોય; પણ દિગમ્બરની તેથી જુદી માન્યતા છે.
(૧૧) શૂન્યવાદ=કાંઈ નથી એમ માનનાર; એ બૌદ્ધ ધર્મનો એક ફાંટો છે. આયતન=કોઈ પણ પદાર્થનું સ્થળ, પાત્ર. કૂટસ્થ અચળ, ન ખસી શકે એવો. તટસ્થ=કાંઠે; તે સ્થળે. મધ્યસ્થ વચમાં.
ર૭.
મોરબી, અષાડ વદ-૧૩, ભોમ, ૧૫૬ (૧) ચયાપચય=જવું-જવું, પણ પ્રસંગવશાત આવવું-જવું, ગમનાગમન. માણસના જવાઆવવાને લાગુ પડે નહીં. શ્વાસોચ્છવાસ ઈત્યાદિ સૂક્ષ્મ ક્રિયાને લાગુ પડે. ચયવિચ=જવું આવવું.
(૨) આત્માનું જ્ઞાન જ્યારે ચિંતામાં રોકાય છે ત્યારે નવા પરમાણુ ગ્રહણ થઈ શકતા નથી; ને જે હોય છે તેનું જવું થાય છે તેથી શરીરનું વજન ઘટી જાય છે.
શારીરિક ચિંતા અથવા માનસિક ચિંતામાં આમ બનવું શક્ય છે.
(૩) શ્રી આચારાંગસૂત્ર'ના પહેલા અધ્યયન શસ્ત્રપરિજ્ઞામાં અને શ્રી પદર્શનસમુચ્ચયમાં મનુષ્ય અને વનસ્પતિના ધર્મની તુલના કરી વનસ્પતિમાં આત્મા હોવાનું સિદ્ધ કરી બતાવ્યું છે, તે એવી રીતે કે બન્ને જન્મે છે, વધે છે, આહાર લે છે, પરમાણુ લે છે, મૂકે છે, મરે છે, ઈત્યાદિ.
૨૮. મોરબી, શ્રાવણ સુદ-૩, રવિ, ૧૫૬ (૧) સાધુ–સામાન્યપણે ગૃહવાસ ત્યાગી, મૂળગુણના ધારક તે. યતિ=ધ્યાનમાં સ્થિર થઈ શ્રેણિ માંડનાર. મુનિ=જેને અવધિ, મન:પર્યવ જ્ઞાન હોય તે. ઋષિ=બહુ ઋદ્ધિધારી હોય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org