________________
સ્વાધ્યાય સુધા
૨૧૯
ર૦.
(૨) પરમાવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાનથી પણ ચઢી જાય છે, અને તે એક અપવાદરૂપે છે.
પરમ અવધિજ્ઞાન બધા જીવોને ઉત્પન્ન થાય તેમ નથી, જેને કેવળજ્ઞાન ઉત્પન્ન થવાનું હોય તેને પ્રગટે છે અને પછી કેવળજ્ઞાન થાય છે. મન:પર્યવજ્ઞાન અપ્રમત્ત ગુણસ્થાનકે પ્રગટે છે જયારે પરમઅવધિ બારમાં ગુણસ્થાનકના છેડે પ્રગટે છે, પછી કેવળજ્ઞાન પ્રગટ થતાં જીવાત્મા ૧૩માં ગુણસ્થાનકે કેવળજ્ઞાની તરીકે પહોંચે છે. કેવળજ્ઞાન ઉત્પન્ન થવાનું હોય તેને જ થતું હોવાથી અપવાદરૂપ કહ્યું છે.
મોરબી, અષાડ વદ-૭, બુધ, ૧૫૬ (૧) આરાધના થવા માટે સઘળાં શ્રુતજ્ઞાન છે, અને તે આરાધનાનું વર્ણન કરવા શ્રુતકેવળી પણ અશક્ય છે.
(૨) જ્ઞાન, લબ્ધિ, ધ્યાન અને સમસ્ત આરાધનાનો પ્રકાર પણ એવો જ છે.
(૩) ગુણનું અતિશયપણું જ પૂજ્ય છે, અને તેને આધીન લબ્ધિ, સિદ્ધિ ઈત્યાદિ છે; અને ચારિત્ર સ્વચ્છ કરવું એ તેનો વિધિ છે.
આત્માના ગુણોની પવિત્રતા જ પૂજવા યોગ્ય છે. તેને લઈને લબ્ધિ, સિદ્ધિ આદિ પ્રગટ થાય છે. આંતરિક પરિણામોની શુદ્ધિ કરવી, વિભાવ ભાવોમાંથી બહાર આવી, સ્વભાવભાવને અંતરમાં સ્થિર કરવા તે જ ચારિત્રની શુદ્ધિ છે. ચારિત્રની શુદ્ધિને કારણે લબ્ધિ, સિદ્ધિ, ઈત્યાદિ પ્રગટે છે એમ કહ્યું છે. (૪) દશવૈકાલિકમાં પહેલી ગાથા :
___ धम्मो मंगलमुक्किटुं, अहिंसा संजमो तवो;
देवा वि तं. नमसंति, जस्स धम्मे सया मणो. એમાં સર્વ વિધિ સમાઈ જાય છે. પણ અમુક વિધિ એમ કહેવામાં આવેલ નથી તેથી એમ સમજવામાં આવે છે કે સ્પષ્ટપણે વિધિ બતાવ્યો નથી.
અહિંસા, સંયમ અને તપ-એ સર્વ મંગલમાં ઉત્કૃષ્ટ ધર્મ મંગલ છે. જેનામાં આ ધર્મ સમ્યક્ પ્રકારે પરિણમેલો છે તેને દેવો પણ નમસ્કાર કરે છે. આ ગાથામાં સર્વ સાધના સમાઈ જાય છે, પણ અમુક વિધિ એમ કહેવામાં આવેલ નથી. એટલે કે જે સાધના દ્વારા જીવનમાં અહિંસાભાવ પ્રગટ થાય, આત્મરણિતા રૂપ સંયમની પ્રાપ્તિ થાય તેમજ ઈચ્છાના નિરોધ રૂપ તપ થાય તો મોક્ષમાર્ગની સાધનાનો માર્ગ આવી ગયો એમ કહી શકાય. અહિંસા પ્રગટાવવા માટે સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ મહાવ્રતને પણ પોતાની અંદર પરિણમાવવા પડે. એનું યથાતથ્ય પરિણમન જ સંયમ છે એટલે કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org