________________
૨૨૦
સ્વાધ્યાય સુધા
આત્માની શુદ્ધતા પ્રગટાવવાનો માર્ગ છે. જેમ જેમ આ પરિણમતા જાય તેમ તેમ ઈચ્છાઓના નિરોધરૂપી તપ પ્રગટતું જાય.
(૫) (આત્માના) ગુણાતિશયમાં જ ચમત્કાર છે.
આત્માના ગુણો જેમ જેમ આવરણ રહિત થતાં જાય છે તેમ તેમ તેનાં આધારે, લબ્ધિ, સિદ્ધિ આદિ જોગ પ્રગટતા હોય છે. પણ આત્માની શુદ્ધતાની સાધના કરનાર સાધકની તે તરફ દૃષ્ટિ હોતી નથી કે લક્ષ પણ હોતું નથી. તેનું લક્ષ તો સંપૂર્ણપણે આત્માને કર્મમળ રહિતપવિત્ર બનાવવો તે જ હોય છે.
(૬) સર્વોત્કૃષ્ટ શાંત સ્વભાવ કરવાથી પરસ્પર વૈરવાળાં પ્રાણીઓ પોતાનો વૈરભાવ છોડી દઈ શાંત થઈ બેસે છે, એવો શ્રી તીર્થકરનો અતિશય છે.
તીર્થકર ભગવાનના ચોત્રીસ અતિશયોમાંનો આ એક અતિશય છે. તીર્થકરના દયમાં અંતઃકરણમાં હિંસાનો કોઈ અંશ બાકી રહ્યો નથી. સંપૂર્ણ ક્ષમારૂપ અભયદાનની ભાવના જ રમી રહી હોય છે. તેથી તેઓની હાજરીમાં પરસ્પર વૈરવાળા પ્રાણીઓ પોત પોતાનું વેર ભૂલી જઈ બાજુ બાજુમાં બેસી જઈ ભગવાનની દેશના સાંભળતા હોય છે અથવા જે વિસ્તારમાંથી તીર્થંકર પસાર થઈ રહ્યા હોય તેમાં પણ કોઈપણ પ્રકારનો ઉપદ્રવ થતો હોતો નથી. હાલમાં તીર્થકર તો નથી. પણ પરમકૃપાળુ દેવ છેલ્લે ધરમપુરના જંગલોમાં રહ્યા હતા ત્યારે પોલીટીકલ એજન્ટ શિકાર કરવા જંગલમાં આવતો હતો. પણ તેને કોઈ પ્રાણીઓ જોવામાં આવતા જ નહીં અને શિકાર કર્યા વગર પાછો ફરી જતો. આમ ઘણા દિવસો ચાલ્યા કર્યું. ૫.કૃ.દેવની સ્થિતિ ત્યાં રહી ત્યાં સુધી શિકાર થઈ શક્યો ન હતો. હિંસા થઈ શકી ન હતી આ પણ જ્ઞાનીની નિષ્કારણ કરુણા સભર અસ્તિત્વનો જ ચમત્કાર કહી શકાય.
(૭) જે કાંઈ સિદ્ધિ, લબ્ધિ ઈત્યાદિ છે તે આત્માના જાગૃતપણામાં એટલે આત્માના અપ્રમત્ત સ્વભાવમાં છે. તે બધી શક્તિઓ આત્માને આધીન છે. આત્મા વિના કાંઈ નથી. એ સર્વનું મૂળ સમ્યકજ્ઞાન, દર્શન અને ચારિત્ર છે.
(૮) અત્યંત લેશ્યાશુદ્ધિ હોવાને લીધે પરમાણુ પણ શુદ્ધ હોય છે, સાત્ત્વિક ઝાડ નીચે બેસવાથી જણાતી અસરના દૃષ્ટાંતે.
(૯) લબ્ધિ, સિદ્ધિ સાચી છે, અને તે અપેક્ષા વગરના મહાત્માને પ્રાપ્ત થાય છે; જોગી, વૈરાગી એવા મિથ્યાત્વીને પ્રાપ્ત થતી નથી. તેમાં પણ અનંત પ્રકાર હોઈને સહેજ અપવાદ છે. એવી શક્તિઓવાળા મહાત્મા જાહેરમાં આવતા નથી; તેમ બતાવતા પણ નથી. જે કહે છે તેની પાસે તેવું હોતું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org