________________
૨૧૪
સ્વાધ્યાય સુધા
મુનિઓએ લોકોની જેવી વત્તિ હોય છે તેવી ન રાખવી જોઈએ પણ અલૌકિક એટલે પારમાર્થિક વૃત્તિ રાખવાની છે, પણ હાલના સમયમાં પ્રાયઃ લૌકિકવૃત્તિમાં વર્તતા જોવામાં આવે છે.
મોરબી, અષાડ વદ-૨, શનિ, ૧૫૬ (૧) પર્યાયાલોચન=એક વસ્તુને બીજી રીતે વિચારવી તે.
(૨) આત્માની પ્રતીતિ માટે સંકલના પ્રત્યે દષ્ટાંત છ ઈન્દ્રિયોમાં મન અધિષ્ઠાતા છે; અને બાકીની પાંચ ઈન્દ્રિયો તેની આજ્ઞા પ્રમાણે વર્તનાર છે; અને સંકલન કરનાર પણ એક મન જ છે. મન જો ન હોત તો કોઈ કાર્ય બનત નહીં. વાસ્તવિક રીતે કોઈ ઈન્દ્રિયનું કાંઈ વળતું નથી. મનનું સમાધાન થાય છે; તે એ પ્રમાણે કે, એક ચીજ આંખે જોઈ, લેવા પગે ચાલવા માંડ્યું, ત્યાં જઈ હાથે લીધી, ને ખાધી ઈત્યાદિ, તે સઘળી ક્રિયાનું સમાધાન મને કર્યું છતાં એ સઘળાનો આધાર આત્મા ઉપર છે.
મન કે ઈન્દ્રિયો આત્માની હાજરીમાં જ કાર્ય કરી શકે છે. તે વગર કાંઈ કરે શકે નહીં.
(૩) જે પ્રદેશ વેદના વધારે હોય તે મુખ્યપણે વેદે છે, અને બાકીના ગૌણપણે વેદે છે.
(૪) જગતમાં અભવ્ય જીવ અનંતા છે. તેથી અનંતગુણા પરમાણુ એક સમયે એક જીવ ગ્રહણ કરે છે, અને મૂકે છે.
(૫) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવે બાહ્ય અને અત્યંતર પરિણમતાં પરમાણુ જે ક્ષેત્રે વેદનારૂપે ઉદયમાં આવે ત્યાં એકઠાં થઈ ત્યાં તે રૂપે પરિણમે; અને ત્યાં જેવા પ્રકારનો બંધ હોય તે ઉદયમાં આવે. પરમાણુઓ માથામાં એકઠાં થાય તો ત્યાં માથાના દુ:ખાવાને આકારે પરિણમે છે, આંખમાં આંખની વેદનાના આકારે પરિણમે છે.
(૬) એનું એ જ ચૈતન્ય સ્ત્રીને સ્ત્રીરૂપે અને પુરુષને પુરુષરૂપે પરિણમે છે; અને ખોરાક પણ તથા પ્રકારના જ આકારે પરિણમી પુષ્ટિ આપે છે.
(૭) પરમાણુ પરમાણુને શરીરમાં લડતાં કોઈએ જોયાં નથી, પણ તેનું પરિણામ વિશેષ જાણવામાં આવે છે. તાવની દવા તાવ અટકાવે છે એ જાણી શકીએ છીએ, પણ અંદર શું ક્રિયા થઈ તે જાણી શકતાં નથી, એ દેખાતે કર્મબંધ થતો જોવામાં આવતો નથી, પણ વિપાક જોવામાં આવે છે.
(૮) અનાગાર જેને વ્રતને વિષે અપવાદ નહીં તે.
(૯) અણગાર=ઘર વિનાના, સર્વસંગ પરિત્યાગી, બાહ્યથી પોતાનું જે ગણાતું હતું તેના ત્યાગી અને આત્યંતરપણે કષાયરૂપી ગ્રંથિના પણ ત્યાગી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org