________________
૧૫.
- રાત્રે -
સ્વાધ્યાય સુધા
૨૧૫ (૧૦) સમિતિ=સમ્યક પ્રકારે જેની મર્યાદા રહી છે તે મર્યાદા સહિત, યથાસ્થિતપણે પ્રવર્તવાનો જ્ઞાનીઓએ જે માર્ગ કહ્યો છે તે માર્ગ પ્રમાણે માપ સહિત પ્રવર્તવું તે.
(૧૧) સત્તાગત–ઉપશમ સત્તાગત એટલે ઉદયરૂપ થયા વગર સુષુપ્ત અવસ્થામાં પડ્યા રહેલા કર્મ તે.
(૧૨) શ્રમણ ભગવાન=સાધુ ભગવાન અથવા મુનિ ભગવાન. (૧૩) અપેક્ષા= જરૂરિયાત, ઈચ્છા-અપેક્ષા રહે ત્યાં સુધી દુઃખ પણ રહેલું છે. (૧૪) સાપેક્ષ=બીજા કારણ, હેતુની જરૂરીયાત ઈચ્છે છે તે. (૧૫) સાપેક્ષત્વ અથવા અપેક્ષાએ=એકબીજાને લઈને, એકબીજાના આધારે.
મોરબી, અષાડ વદ-3, રવિ, ૧૫૬ (૧) અનુપપન્ન = નહિ સંભવિત, નહિ સિદ્ધ થવા યોગ્ય.
૧૬. શ્રાવક આશ્રયી, પરસ્ત્રીત્યાગ તથા બીજા અણુવ્રત વિષે. (૧) જ્યાં સુધી મૃષા અને પરસ્ત્રીનો ત્યાગ કરવામાં આવે નહીં ત્યાં સુધી સર્વ ક્રિયા નિષ્ફળ છે; ત્યાં સુધી આત્મામાં છળકપટ હોવાથી ધર્મ પરિણમતો નથી.
(૨) ધર્મ પામવાની આ પ્રથમ ભૂમિકા છે.
(૩) જ્યાં સુધી મૃષાત્યાગ અને પરસ્ત્રીત્યાગ એ ગુણો ન હોય ત્યાં સુધી વક્તા તથા શ્રોતા હોઈ શકે નહીં.
(૪) મૃષા જવાથી ઘણી અસત્ય પ્રવૃત્તિ ઓછી થઈ નિવૃત્તિનો પ્રસંગ આવે છે. સહજ વાતચીત કરતાં પણ વિચાર કરવો પડે.
(૫) મૃષા બોલવાથી જ લાભ થાય એવો કાંઈ નિયમ નથી. જો તેમ હોય તો સાચા બોલનારા કરતાં જગતમાં અસત્ય બોલનારા ઘણા હોય છે, તો તેઓને ઘણો લાભ થવો જોઈએ; તેમ કાંઈ જોવામાં આવતું નથી; તેમ અસત્ય બોલવાથી લાભ થતો હોય તો કર્મ સાવ રદ થઈ જાય, અને શાસ્ત્ર પણ ખોટા પડે.
(૬) સત્યનો જય છે. પ્રથમ મુશ્કેલી જણાય, પણ પાછળથી સત્યનો પ્રભાવ થાય ને તેની અસર સામા માણસ તથા સંબંધમાં આવનાર ઉપર થાય.
(૭) સત્યથી મનુષ્યનો આત્મા સ્ફટિક જેવો જણાય છે. ૧ થી ૭ - સરળતાથી સમજાય તેમ હોવાથી વિશ્લેષણ કરેલ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org