________________
૮૭
સ્વાધ્યાય સુધા સ્પર્શ (૬) ઈષ્ટ ગતિ (૭) ઈષ્ટ સ્થિતિ (૮) ઈષ્ટ પરાક્રમ (૯) ઈષ્ટ લાવણ્ય (૧) | ઈષ્ટ યશકીર્તિ (૧૧) ઈષ્ટ સ્વર. (૧૨) કાંત સ્વર : સ્વરમાં દીન-હીનતા ન હોવી જોઈએ. (૧૩) પ્રિય સ્વર (૧૪) મનોજ્ઞ સ્વર.
અશુભ નામકર્મનો અનુભાગ (ફળ ભોગવટો) પણ ૧૪ પ્રકારથી છે. (૧) અનિષ્ટ શબ્દ (૨) અનિષ્ટ રૂપ (૩) અનિષ્ટ ગંધ (૪) અનિષ્ટ રસ (૫) અનિષ્ટ સ્પર્શ (૬) અનિષ્ટ ગતિ (૭) અનિષ્ટ સ્થિતિ (૮) શક્તિની હીનતા (૯) અનિષ્ટ લાવણ્ય (૧૦) અનિષ્ટ યશકીર્તિ (૧૧) અનિષ્ટ સ્વર. (૧૨) અકાંત સ્વર (૧૪) અમનોજ્ઞ સ્વર.
આ નામ કર્મનું સ્વરૂપ અને કારણ બતાવવામાં આવ્યું. તેના પરથી સિદ્ધ થાય છે કે સમસ્ત જીવોને શરીર અને શરીર સાથેના સંબંધથી જે પણ વસ્તુઓ મળે છે એ કોઈ પરમાત્મા દ્વારા નહીં પરંતુ આપણા આત્મા દ્વારા કરવામાં આવેલા કર્મોથી પ્રાપ્ત થાય છે. જો આત્મા આ કર્મોથી મુક્ત થવાનો પુરુષાર્થ કરે તો અવશ્ય સિદ્ધ-બુદ્ધ અને મુક્ત થઈ જાય છે.
(૭) ગોત્ર કર્મનું નિરૂપણ :- ગોરા કર્મના ઉદયથી આત્મા જાતિ અને કુળની અપેક્ષાથી ઉચ્ચ-નીચ, પૂજય-અપૂજય, આદરણીય-અનાદરણીય, કુલિન-અકુલિન, ઉચ્ચ અથવા સાધારણ ખાનદાનવાળો કહેવાય છે. આ ગોત્ર કર્મ આત્માને જાણીતા યશસ્વી કુળમાં જન્મ કરાવે છે અને આ જ કર્મ આત્માને નિદા યોગ્ય-ધૃણા યોગ્ય કે અશુભ આચરણવાળા નીચ ગોત્રમાં જન્મ પણ કરાવે છે. આ ગોત્ર કર્મનું કાર્ય અને સ્વભાવ છે. સત્તા, સંપત્તિ, શારીરિક બળથી ગોટા ઉચ્ચ કે નીચ ગણાતું નથી. આ કર્મનો પ્રભાવ કેવળ મનુષ્ય લોકમાં જ હોય છે એમ નથી પશુઓ-પક્ષીઓમાં પણ જોવામાં આવે છે. ફળ-શાકભાજીમાં પણ સારી-ખરાબ જાતિ જોવામાં આવે છે.
ગોત્ર કર્મનો સ્વભાવ સુઘટ અથવા ખરાબ ઘડાની સમાન હોવાથી તેની તુલના કુંભાર સાથે કરવામાં આવે છે. કુંભાર દ્વારા અનેક પ્રકારના ઘડા બનાવવામાં આવે છે. તેમાંથી કેટલાક શુભ માનવામાં આવે છે, કેટલાકને અશુભ માનવામાં આવે છે. તેવી જ રીતે આ કર્મને કારણે આત્મા વખાણવા યોગ્ય કે નહીં વખાણવા યોગ્ય બને છે.
અનીતિ, અધર્મ, પાપાચરણ કરવાવાળા, બદનામી અથવા અપકીર્તિ તેમજ અસંસ્કારિત કુળ પ્રાપ્ત થાય તે નીચ કુળ છે. તેમજ જે કુળમાં ધર્મ, ન્યાય-નીતિ, સત્ય આદિનું આચરણ થતું હોય, દુઃખી અને પીડિતની અન્યાય-અત્યાચારથી રક્ષા કરવામાં આવે તેના કારણે કીર્તિ, પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય તે ઉચ્ચ ગોત્ર કહેવાય છે. દા.ત. ઈશ્વાકુવંશ, હરિવંશ અને સૂર્યવંશ ઉચ્ચકુળ ગણાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org